વિષ્ણુ મર્ચન્ટ - 7 Chetan Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ્ણુ મર્ચન્ટ - 7

(7)

આદિત્યભાઇ આગળ વધીએ?

હા હા, જેવી તમારી મરજી

જેલનુ જમવાનુ તમને ભાવશે નહિ

   હુ જરાક હસ્યો.

હવે તૈયાર થઇ જાવ, મારી જીંદગીના સોનેરી દિવસો માટે, કોલેજ લાઇફ  

     ચહેરા પર સ્ફૂર્તિ આવી ગઇ. એમના હાવભાવમાં એક નવી તાજગી જણાઇ. આછા આછા સ્મિતે એમના ચહેરા પર આધિપત્ય જમાવી દીધુ. હુ જ્યારે પણ નિરાશ થઇ જાઉ છુ કોલેજના એ દિવસો યાદ કરી લઉ છુ. કાશ મારા લગ્ન થઇ ગયા હોત.........

એમ. એસ, યુનિર્વસીટી, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગ ટેકો મા. બી.ઇ. મીકેનીકલ એન્જીનીયરીંગ મા મે પ્રવેશ લીધો.

  ટેકો ના કેમ્પસમાં પ્રવેશતાજ પ્રથમ નજરે પ્રેમ થઇ જાય. ચારેબાજુ યૌવનથી છલકાતા હૈયાઓ પોતાની મસ્તીમા મસ્ત જોવા મળે. કોલેજના મેઇન દરવાજેથી છેડા સુધી બસ યુવાનો અવનવા રંગબેરંગી પેશાકોમાં ફ્રેન્ડ સર્કલ સાથે મસ્તીની પળો માણતા જોવા મળે.

  કોલેજની ઇમારત પણ એટલીજ શાનદાર જાણે રાજાનો મહેલ. કોલેજની ઇમારત, કેમ્પસની રંગત, કેમ્પસની તાજગી, કેમ્પસનુ જ્વંત વાતાવરણ જોઇને અહીંયા એડમીશન લેવાનુ અભિમાન થાય.

   જ્યારે સ્કૂલમાં ભણતા હોઇએ ત્યારે કોલેજ આપણા માટે એક જીજ્ઞાશા જગાવતી ચીઝ હોય. જ્યારે જ્યારે આપણે કોલેજમાં ભણવાના સપના સેવ્યા હોય ત્યારે આપણી કલ્પનાની કોલેજની છબિ પાછળ ફિલ્મો જવાબદાર હોય.આપણા મનમા કયાંક એવી ઇચ્છા હોય કે હુ જે કોલેજમાં જઉ તે ફિલ્મોના માધ્યમથી ઉપજાવી કાઢેલી કોલેજની છબિને સમાન હોય છે.

   ટેકોમાં ચાર વર્ષ વિતાવ્યા બાદ હુ તમને ચોકકસપણે કહી શકુ છુ કે તમે કલ્પનાથી પણ પર અહીંયા મેળવો. એજ છબિ જેના પર ફિલ્મોનો પ્રભાવ હોય એજ કોલેજ જે તમે સપનામાં જોઇ હોય. કદાચ એના કરતા પણ વિશેષ.

   દરેક વ્યકિતના જીવનમાં એની કોલેજ લાઇફનુ આગવુ મહત્વ હોય છે. કોલેજના એ બેનમૂન વાતાવરણમાં વિતાવેલી એક એક ક્ષણ, કોલેજના મિત્રો, પાર્ટીઝ, કલાસ બંક કરીને મૂવી જોવા જવુ, કોલેજનો પહેલો ક્રશ, પ્રેમ, કેન્ટીનની મસ્તી, એક છોકરી માટે મીઠા મીઠા ઝઘડા, રિસામણા, મનામણા, પછી એજ છોકરીને બાય બાય, એ ગાળા ગાળી, એક સાથે મળીને કૂતુહલવશ પોર્ન મૂવી જોવાના, નાઇટ આઉટસ, આખી આખી રાતના ઉજાગરા, નાહયા વગર ખાલી ડીઓ છાંટીને કોલેજ જવુ અને ઘણુબધુ. કોલેજ લાઇફના ચિત્રો દરેકના માનસ પર જીવનના અંત સુધી જીવિત રહે છે.

   જો વિશ્રાસ ના હોય તો તમારા પિતાજી, કાકા, મામા કે પડોશીને એમની કાલેજ લાઇફ વિષે પૂછો. એ એમની કોલેજ લાઇફની રસપ્રદ ઘટનાઓ તમારી સાથે ઉમકળાભેર વહેંચશે. એ ખરી રીતે એ સમયમા એમના ભૂતકાળમાં પહોંચી જશે. અપવાદ પણ મળશે.

   ટેકોની એક ખાસિયત છે કે અહીંયા તમને અપવાદ નહિ મળે. ત્યા ભણનાર દરેકની લાઇફ રસપ્રદ અને રોમાંચથી ભરેલી હોવાની.

   મારો દાખલો લઇ લો. મરુ બાળપણ આટલુ નિરાશાજનક હતુ, મે એકલતાને જ મિત્ર બનાવી હતી. સમાજ સાથે લગભગ કોઇ સબંધ નહાતો રાખ્યો છતા મારી કોલેજ લાઇફ ઘણી રસપ્રદ હતી. ટેકોમાં ગમે તેવા હતાશ, નિરાશ લોકો સઘળુ ભૂલીને પણ કોલેજ લાઇફ જીવી જાણે અને જીંદગીમાં રોમાંચ અને આશા ભરી સફળતાના શિખરો સર કરે.

    હુ ભલે એકલતા નામના ડાયાબીટીશનો દર્દી હતો છતા મે કોલેજ લાઇફની મીઠાઇ મન ભરી માણી છે.

પહેલો દિવસ

   કલાસરૂમમાં પહોંચ્યો ત્યારે મારી જેમ પ્રશ્રાર્થ ચિહ્રન અને ઉલ્લાસ સાથે ત્રિસેક છોકરા, છોકરીઓ બેઠા હતા. હુ સડસડાટ છેલ્લી બેન્ચ પર બેસી ગયો. હુ શૂન્યમનસ્ક હતા અને જરા ગભરાયેલો. નવુ શહેર, નવા લોકો, નવુ વાતાવરણ. એટલામાં અવાજ સંભળાયો.

હાય, આઇ એમ અમન

વિષ્ણુ

વેઅર આર યુ ફ્રોમ?

વાપી

   અમન હાથ ધૂણાવીને ગયો. પછી લગભગ પાંચ જણ આવીને ગયા.

  દસેક મીનીટ પછી એક આધેડ ઉંમરના વ્યકિત કલાસરૂમમાં પ્રવેશ્યા. માથાના અડધા વાળ સફેદ હતા. સામાન્ય કદકાઠી. અમને અંદાજો આવી ગયો કે ટીચર છે.

ગુડમોર્નીંગ કલાસ,  આઇ એમ ર્ડા. કુમાર

ફર્સ્ટ ડે ઓફ કોલેજ, એકસાઇટેડ

યસ સર બધા એક સાથે

ઇન્ટ્રાડયુસ યોરસેલ્ફ વન બાય વન

      મારા ધબકારા વધી ગયા, પગ ધ્રુજવા લાગ્યા. મનમાં એક ડરની લાગણી પ્રસરી ગઇ. કેમ એ મને ના સમજાયુ

લાસ્ટ બેન્ચ

લાસ્ટ બેન્ચ, મિ. યેલો શર્ટ

     મરુ ધ્યાન ખેંચાયુ.

માય બોય, ઇન્ટ્રોડયુશ યોરસેલ્ફ

ય.......યસ...... સ....ર

   જીભ પર જાણે લકવો મારી ગયો.

માય સે........લ્ફ, વિ........ષ્ણુ મર્ચન્ટ. આ.......ઇ એમ ફ્રો......મ વાપી

   હુ બેસી ગયો. ધબકારા ચાર ગણા વધી ગયા હતા. પગ ધ્રુજતા હતા. પરસેવો છુટી ગયો હતો. મને કંઇજ સમજાતુ નહોતુ કે આવુ કેમ થાય છે.

  એમ લગભગ ત્રણ કલાસ પત્યા. બધી વખત એજ થયુ.

  એક અજાણ્યો ડર મનમાં પેસી ગયો હતો જેણે મારા મન અને શરીર પર સામ્રાજ્ય જમાવી દીધુ હતુ.

  ધીરે ધીરે હુ સમજ્યો કે મારો આત્મવિશ્રાસ ખતમ થઇ ચૂકયો હતો. જેની પાછળ ગરીબી, નીચલી વર્ણ, સમાજમાં અસ્વીકાર, સામાજીક અને આર્થિક અસમાનતા ના આધાર પર ઊભેલી ન્યાયિક અસમાનતા જવાબદાર હતી. હુ પોતાની જાતને ઇન્ફેરીયર માનવા લાગ્યો હતો.

   સ્કૂલના છેલ્લા વર્ષમા ભણતા સ્ટુસ્ન્ટથી કોલેજના પહેલા વર્ષમાં ભણતા સ્ટુડન્ટ બનતા આમતો એકજ વર્ષ લાગે છે પણ માનસીકતામા ઘણો બદલાવ આવે છે. એક વર્ષના અંતરમા એક કિશોર માનસીક રીતે દસ ગણુ વધારે અંતર કાપી લે છે. આ સમયમાં મનમા નાઇટ્રોજન સીલીન્ડર લાગી જાય છે જે વિચારોની પરિપકવતાને હજારો ઘણી વધારી દે છે. એ પરિપકવતા મહદ અંશે બે ભાગમાં વહેચાઇ જાય છે. પહેલી સામાજીક જેમા મિત્રોનૂ મહત્વ, અભ્યાસ, કારકીર્દી અને આબરૂ આવે છે જ્યારે બીજી છે સેકસ. આપણે બંન્નેની ચર્ચા કરીશુ.

   સેકસ, કિશોરાવસ્થામાં જેનો પહેલો અનુભવ થાય છે, યુવાનીમા પ્રવેશતા એ અનુભવ અર્ધપરિપકવ બની જાય છે.

   સેકસ એક એવો મુદદો છે જેમા કિશોર થી યુવાન અને પ્રોઢને પણ રસ પડે છે. સેકસ એ સ્કૂલમાં છાશવારે ચર્ચાતો મુદદો છે, પહેલી વાર પોર્ન મુવી જોવાનો આનંદ, ખાલી વિજાતીય વ્યકિતના ગુપ્તાંગો જોવાની જીજ્ઞાશા હોય છે, આનંદ હોય છે પણ વિજાતીય વ્યકિતના અંગોનુ મહત્વ ત્યારે નથી સમજાતુ એ સમજાય છે યુવાની તરફની મુસાફરીમાં.

  સ્કૂલમા ભણતા વખતે આકર્ષણનુ પરીબળ હોય છે ચહેરો કે એની સુંદરતા જ્યારે કોલેજમાં પરીબળો બદલાવા લાગે છે. ત્યારે સ્ત્રીના એક એક અંગનૂ આપણા જાતીય આવેગો સાથેનુ મહત્વ સમજાય છે. એ બધા અંગો આપણુ ધ્યાન કેન્દ્રિત કરવા લાગે છે અને જાતીય આવેગોમાં વધારો કરવા લાગે છે.

  પહેલા જ્યાં ખાલી ચહેરા પરજ મોહી જતા હતા ત્યાં હવે પૂરા શરીરનુ બારીકીથી નીરીક્ષણ કરવા લાગે છે. હુ કોઇ પરગ્રહીતો હતો નહિ એટલે મારા મનમા પણ એજ ચેતના, એજ લાગણી, એજ ભાવના અને એજ વાસનાનો સંચાર થયો. કામિનીના સંદર્ભમા એના અંગોનુ મારા મને એ વખતે કોઇ મહત્વ નહોતુ કેમ કે એ પ્રેમમાં વાસના નહોતી. હુ એની સુંદરતા, સરળતા પર મોહી ગયેલો પણ હવે એક વધારાનુ પરીબળ ઊમેરાયુ હતુ. એ હતુ સેકસી.

   કોલેજના પહેલા બે વર્ષ વધારે ફરક નહોતો પડતો પરંતુ એ પણ સત્ય છે કે ઉમરની સાથે જાતીય આવેગો વધે છે એમ મારા પણ વધ્યા. જ્યારે પણ કોઇ છોકરી તરફ નજર પડતી તો એનુ નણશીખ નીરીક્ષણ કરી લેતો. કોઇકનો ચહેરો મોહી જાય તો કોઇની છાતી, તો કોઇના નિતંબ. ઘણીવાર આખુ શરીર. એ સમયે સ્ત્રી અંગો એક જાજ્ઞાશા હતી જે ધીરે ધીરે જાતીય અવેગોમાં પરિવર્તિત થવા લાગી અને ધીરે ધીરે એણે રાક્ષસરૂપ ધારણ કરી લીધુ.

   આમ જોઇએ તો આ બધુ સામાન્ય છે. તમે પણ અત્યારે આ બધુ કરતા હશો. પ્રામાણિકતાથી પૂછો તમે કોઇ સ્ત્રીને જુઓ તો ખાલી ચહેરોજ જુઓ છો કે પછી.

ક્ષ્મારા ચહેરા પર મંદ મંદ હાસ્ય ફરી વળ્યુજ્ઞ

  એકદમ નોર્મલ છે અને સ્ત્રીઓ પણ આ જાણે છે કે પુરુષની નજર એમના કયા અંગ પર હોય છે.

એજ સમાન્ય બાબત મારા માટે સમય જતા અસામાન્ય બની ગઇ

    પહેલા બે વર્ષ એકલતાનેજ મે મારી મિત્ર બનાવી હતી. કોલેજ થી હોસ્ટેલ અને હોસ્ટેલ થી કોલેજ. મારુ પરિણામ પણ ઘણુ સારુ આવ્યુ. પણ એકલતા મનુષ્ય માટે કોઇ શ્રાપ થી ઓછી નથી. સાંભળ્યુ છે ને ખાલી દિમાગ શૈતાનકા ઘર એમ એકલતા એ પોતે એક રાક્ષસ છે જે ધીરે ધીરે તમને નિરાશા અને હતાશા તરફ ધકેલી દે છે. હુ હતાશાની કગાર પર હતો જ્યારે એ પાંચ મારી જીંદગીમા આવ્યા અને મારી જીંદગીને એક નવી દિશા આપી.

   દરેક વ્યકિત હંમેશા કોઇની હૂંફ ઝંખતી હોય છે. એ પછી માતા પિતા, ભાઇ બહેન હોય, મિત્ર હોય, પ્રેમિકા હોય કે પત્ની. મનમાં ઊભરી આવતા દુઃખ ઠાલવવા આપણને હંમેશા કોઇની જરૂર હોય છે. શરીરના દરેક અંગની એક ક્ષમતા હોય છે એમ મનની પણ એક ક્ષમતા હોય છે. જેમ વધારે મેદસ્વી લાકોને લાંબે ગાળે ઘૂંટણની તકલીફ થાય છે એમ એકલતા મનને ખતમ કરી નાંખે છે.

   મરુ મન પણ હવે ઘણુ વેઠી ચુકયુ હતુ હાવે એને ઝંખના હતી કોઇના સાથની. મિત્ર કે પછી પ્રેમિકા.

   મને બંન્ને મળ્યા.

ક્ષ્એમના ચહેરા પર અદમ્ય ખુશીની રેખાઓ આવી ગઇ, આંખમાં સૂર્ય જેવી ચમક આવી ગઇ, ગુલાબી સ્મિતે એમના ચહેરા પર આધિપત્ય જમાવી દીધુજ્ઞ

આર્યા, અમન, શિવાંગી, આદિત્ય અને નિશીતા

    એમા ખાસ હતા અમન અને આર્યા. અમન હજી પણ મને મળવા આવે છે.

અને આર્યા હુ

    એમના ચહેરા પર શૂન્યાવકાશ છવાઇ ગયો, જાણે કયાંક ખોવાઇ ગયા.

હુ નથી જાણતો એ કયાં છે પણ રોજ અમે મળીએ છીએ, આમતો બધુ બદલાઇ ગયુ છે પણ એ દુનિયા હજી એવી ને એવી છે જ્યા અમે બે રોકટોક મળીએ છીએ.

******