Vishnu Marchant books and stories free download online pdf in Gujarati

વિષ્ણુ મર્ચન્ટ

(1)

ડિસેમ્બંરની એ ગાત્રો થીજાવી દેતી ઠંડી સવારે જયારે આખુ અમદાવાદ શહેર ઠંડી ની લહેરો માં કેદ હતુ ત્યારે ગુજરાત હાઈકોર્ટ ની બહાર માનવ મેદની ઉમટી પડી હતી જાણે મેળો ભરાયો હોય.ઘણા ના ચહેરા પર ગુસ્સો, ધિકકાર, નફરત ની લાગણી હતી તો ઘણા ના ચહેરા અચંભો અને કૂતુહલ થી ઘેરાયેલા હતા.

  માનવ મેદની સાથે દેશની અગ્રણી ન્યૂઝ ચેનલો નો જમાવડો હતો.

  આજે ચુકાદો હતો બહુચર્ચિત બળાત્કારના કેસ નો જેનો આરોપી હતો વિષ્ણુ મર્ચન્ટ. આ કેસ ને મીડિયા એ એટલો સનસનીખેજ બનાવી દીધો હતો કે દેશ ના ખૂણેખૂણે એના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા, કેન્ડલ માર્ચ નીકળી હતી. પ્રજા એ સરકાર અને પોલીસતંત્ર ને મનભરીને ગાળો ભાંડી હતી

  હકિકત કોઇ જાણતુ નહોતુ. હુ પણ નહી પણ એક પત્રકાર તરીકે મારી ફરજ હતી સત્ય સુધી પહોંચવાની.

  મે આ કિસ્સા ના ઊંડાણમાં જવાનો નિર્ધાર કર્યો. એક સવાલ જાગ્યો કેમ? મને આ કેસ આટલો રસ કેમ હતો?

  પહેલા દિવસથી કેસ ની બધી વિગતો ગુપ્ત રાખવામા આવી હતી. કેસ પણ બે વકિલ, જજ અને બે સાક્ષીની હાજરીમાંજ ચલાવવામા આવતો. આટલી ગોપનીયતા???? કદાચ કોઇ મોટુ માથુ ઇન્વોલ્વ હશે? કે પછી જે તે સમય નૌ સૌથી જઘન્ય ગુન્હો હશે.

  પકડાયા બાદ વિષ્ણુ મર્ચન્ટ સાથે ખૂબજ અમાનવીય વર્તાવ કરવામા આવ્યો હતો એવી વાત બધે ફેલાયેલી હતી,પહેલા દિવસે ગુન્હો કબૂલ્યા બાદ એ એક પણ શબ્દ બોલ્યો નહોતા, છેલ્લા છ મહિના માં જેટલી વખત એમને કોર્ટમા હાજર કર્યો એટલી વખત હુ કોર્ટ ની બહાર હાજર હતો. મે એમના ચહેરા પર પશ્રાતાપની વેદના જોઇ હતી.

  હુ આ કેસ અને વિષ્ણુ મર્ચન્ટ વિષે વધુ જાણવા આતુર હતો,

  અગિયાર વાગી ચુકયા હતા એસ.જી હાઇવે પરથી પસાર થતા લોકો પણ ટોળા મા જોડાવા લાગ્યા હતા. ધીરે ધીરે રસ્તો બંધ થઇ ગયો. જ્યા જુઓ ત્યા કાળા માથા નજરે પડતા હતા. ટ્રાફિક અને ટોળા ને કાબુ કરવા પોલીસ પણ આવી પહોંચી હતી. લેકો નો સંયમ ઘટવા લાગ્યો હતો. વાતાવરણ માં અકળામણ સ્પષ્ટપણે દેખાતી હતી.

  એટલા માં સોલા સિવિલ હોસ્પિટલ બાજુથી આવતી પોલીસ ની જીપ અને વાદળી કલર ની વાન તરફ બધાનુ ધ્યાન ગયુ. વાદળી વાન મા વિષ્ણુ મર્ચન્ટ હતો. લોકોને ગુસ્સો ઠાલવવાનો મોકો મળી ગયો. સૂત્રોચ્ચાર શરુ થયો. ધીરે ધીરે વાન હાઇકોર્ટ તરફ આવી. જેવી ગેટ મા ઘુસી ત્યાંજ એક અવડચંડા એ પથ્થર નો ઘા કર્યો જે ડ્રઇવર ની બાજુ મા બઠેલા પોલીસકર્મી ને વાગ્યો. પોલીસનો પણ સંયમ ખુટી ગયો. લઠીચાર્જ શરુ થયો ને ટોળા ને એસ.જી. હાઇવે ની પેલે પાર ધકેલી દીધુ. હુ પહેલેથીજ કોર્ટ પરિસર મા હાજર હતો. એાળખાણ થી ભારત દેશ મા બધુ શકય છે.

  વાન રોકાઇ. એક પોલીસકર્મીએ વાનના પાછળના દરવાજે મારેલુ તાળુ ખોલ્યુ. એક બંધુકધારી પોલીસ બહાર નીકળી દરવાજા તરફ મોં કરીને ઊભો રહયો.

  એક પાતળા બાંધા નો શ્યામવર્ણીય માણસ નીચે ઉતર્યો. એ હતો વિષ્ણુ મર્ચન્ટ.બાંધો એટલો પાતળો જાણે હેંગર પર શર્ટ લટકાવ્યો હોય, ગાલ મા ખાડા પડી ચુકયા હતા, કદાચ જેલ મા ગયા બાદ વાળ પણ નહી કપાવ્યા હોય, આંખો પણ ઊંડી ઉતરી ગઇ હતી, એને લઇને જતા પોલીસકર્મી એ નાક પર રૂમાલ ઢાંકેલો હતો કદાચ ઘણા દિવસ થી ન્હાયો નહી હોય એટલે એના શરીર માંથી દૂર્ગંધ આવતી હશે,

  એની ગરદન ઝુકેલી હતી, એના ચહેરા પર નકકર ખામોશી હતી. એક પોલીસકર્મી એને દોરી જતો હતો. પગ ઉપાડતી વખતે એના ચહેરા પર વેદના સ્પષ્ટપણે દેખાતી હતી એ એની સાથે થયેલા અમાનુષી કૃત્ય ની ચાડી ખાતી હતી.

ન્યુઝ રિપોર્ટિંગઃ

  હાઇકોર્ટની બહારના બધા કેમેરા વિષ્ણુ મર્ચન્ટ પર હતા. થોડીવાર બાદ જ્યારે વિષ્ણુ મર્ચન્ટ કોર્ટ ના પરીસર મા ઓઝલ થઇ ગયો ત્યારેઃ

અભિ અભિ વિષ્ણુ મર્ચન્ટ કો કોર્ટ મે લે ગયે હે, અબ દેખના યે હે કિ કોર્ટ ઉસકો કયા સજા સુનાતી હે

હમ આપકે ફીરસે બતાદે કિ વિષ્ણુ મર્ચન્ટને અબ તક અપના મુંહ નહી ખોલા હે. અબ દેખના યે હે કિ આજ ફેંસલે કે દિન વો અપને બચાવ મે કુછ બોલતા હે યા નહિ?

  કેસ નો ચુકાદો કોર્ટ રુમ નં. ઋળ મા થવાનો હતો. બે વકિલ, જજ અને બે સાક્ષી સિવાય કોઇને કોર્ટરુમમા જવાની અનુમતિ નહોતી.

  વિરોધપક્ષના વકિલ છે સુભાષ વર્મા જે ગુજરાતના ખુબજ પ્રખ્યાત ક્રિમિનલ કેસના વકિલ હતા.જેમની દલીલો એકદમ સચોટ અને પારદર્શક હોય છે જે આજદિન સુધી એકપણ કેસ હાર્યા નથી.

  બચાવપક્ષના વકિલ છે પ્રમોદ ગાયકવાડ જે પ્રારબ્ધ ના સમાનાર્થી છે. શાંત સ્વભાવના સ્થૂળ વ્યકિતત્વ ધરાવતા નિરાશાવાદી માણસ. શ્યામવર્ણ, જાડો બાંધો, સારા એવા પ્રમાણ મા ફાંદ નો ઘેરાવો ધરાવતા પ્રમોદભાઇ ને એમનો અસિલ ગુન્હેગાર છે કે નિર્દોષ છે એનાથી કોઇ ફરક પડતો નથી.

  કેસના જજ છે શકિલ અન્સારી જે ન્યાયના સમાનાર્થી સમાન છે. એમનુ વ્યકિતત્વ કાચ જેવુ પારદર્શક છે. એમને વકિલાત નો બહોળો અનુભવ છે. એમની પ્રામાણિકતા અને નિષ્ઠા પર આજદિન સુધી કોઇ આંગળી ઉઠાવી શકયુ નથી.

  લગભગ એકાદ કલાક બાદ કોર્ટ નો ચુકાદો આવ્યો. વિષ્ણુ મર્ચન્ટ ને ઉમરકેદ ની સજા ફરમાવવામાં આવી.

  થોડીવાર માં વિષ્ણુ મર્ચન્ટ ને બહાર લાવવામા આવ્યો. એના હાવભાવમા કોઇ ફેરફાર નહોતો. ગરદન ઝુકેલી હતી, વેદનાની રેખાઓ, પશ્રાતાપની આગ એના ચહેરા પર સ્પષ્ટપણે દેખાઇ આવતી હતી.

  બે પોલીસકર્મીઓ એને ઢસડીને લઇ જઇ રહયા હતા. જલ્દી જલ્દી થી એને વાનમા બેસાડી ગુપ્ત રસ્તે જેલ પહોંચાડી દેવામા આવ્યો.

  સજાના સમાચાર બહાર પહોંચતાજ સૂત્રોચાર શરુ થઇ ગયા. લેકો ફાંસીની માંગણી કરી રહયા હતા.

અભિ અભિ કોર્ટ ને અપના ફેંસલા સુના દિયા હે, વિષ્ણુ મર્ચન્ટ કો ઉમ્રકેદ કી સજા સુનાઇ ગઇ હે

હમારે સૂત્રો કી માને તો અબ તક વિષ્ણુ મર્ચન્ટ ને અપની ખામોશી તોડી નહિ હે

  થોડા સમય બાદ બધા વિખેરાઇ ગયા.બધુ રાબેતા મુજબ થઇ ગયુ.કદાચ આવેલા લોકોમાંથી થોડા દિવસ બાદ વિષ્ણુ મર્ચન્ટ ને કોઇ યાદ પણ નહિ કરે. વિષ્ણુ મર્ચન્ટ ગુમનામી માં ધકેલાઇ જશે. કદાચ એ પણ હુ એને ગુનમાન નહિ થવા દઉ. હુ એની જીંદગીનુ સત્ય અને ખામોશી પાછળ નુ કારણ જાણીને જ રહીશ.

એણે જે ગુન્હો કર્યો એની સજા તો એને મળી ગઇ પણ એણે આ ગુન્હો કેમ કર્યો? કેવા સંજોગો મા કર્યો? કયા કારણવશ કર્યો? એ જાણવુ પણ જરુરી છે. એટલા માટે કે વિષ્ણુ મર્ચન્ટ બીજા ગુન્હેગારોથી થોડે અલગ હતો. કદાચ આપણા લોકો માંથી એક હતો.

વિષ્ણુ મર્ચન્ટ ની ખામોશીમાં કંઇક તો રહસ્ય હતુ અને એજ રહસ્ય મને તેના તરફ ખેંચતુ હતુ.

****                              

  સાંજના સાત વાગી ચુકયા હતા. સૂરજ પણ ડોકિયા કરતો આથમવાની તૈયારીમાં હતો. ઇન્ડીયા લાઇવ સામાયિક ની ઓફિસમા એક પછી એક કમ્પ્યુટર શટડાઉન થવા લાગ્યા હતા ખાુલી એક કમ્પ્યુટર હજી ચાલુ હતુ, એ હતુ .મારુ, આદિત્ય મહેતા નુ.

  વિષ્ણુ મર્ચન્ટ ને મળવાની પંદરમી અરજી પણ રીજેકટ થઇ ગઇ છે કારણ છે વિષ્ણુ મર્ચન્ટ પોતે. એ ના તો કોઇને મળવા માંગે છે ના તો કોઇને કંઇ કહેવા માંગે છે, મારા બોસ પણ હવે સંયમ ગુમાવી ચુકયા છે એમણે મને વિષ્ણુ મર્ચન્ટ નો કેસ છોડી દેવા ચેતવણી આપી દીધી છે. છતા હુ વિષ્ણુ મર્ચન્ટ ને છોડી શકતો નથી. એની ઝુકેલી ગરદન, રહસ્યમય ખામોશી, દયામાણો પશ્રાતાપ થી તરબતર ચહેરો મારા મન પર છેલ્લા પાંચ વર્ષ થી પ્રભુત્વ જમાવી ને બેઠો છે,

  ગુન્હેગાર તો આખરે ગુન્હેગાર હોય છે પણ ઘણા રીઢા અને વિકૃત હોય છે તો કેટલાક પરિસ્થિતિનો શિકાર હોય છે. કોઇનો સંયમ જલ્દી ખુટી જાય છે તો કોઇનો સંયમ ઘણો મજબૂત હોવા છતા કોઇ ચોકકસ કારણ, ચોકકસ પસિબળ કે પછી સહનશકિત ની સીમા વટાવ્યા બાદ ખૂટી જાય છે પણ સમાજ બધાને એકજ નજરે જુએ છે. હુ સંયમ ખૂટવાના પરિબળોનો નાશ કરવા ગુન્હેગારોના જીવનના એક એક પાસા તપાસવામા માનુ છુ. ભૂતકાળ મનુષ્ય ના માનસ પર સૌથી વધારે અસર કરે છે.

  વિષ્ણુ મર્ચન્ટ પણ આવાજ કોઇ પરિબળનો શિકાર તો નથી ને એ જાણવુ એ મારી જીજ્ઞાશા અને સારા સમાજ ના નિર્માણ માટેની જવાબદારી છે. વિષ્ણુ મર્ચન્ટમાં મને એ મનુષ્ય દેખાતો તો જે પરિસ્થિતિના હાથે મજબૂર થઇ પોતાનો સંયમ ગુમાવી ચુકયો હતો. એની સજા માફ કરવવાનો કે એના પ્રત્યે સહાનૂભૂતિ દર્શાવાનો સવાલ નથી, જરુર છે એ કારણ અને પરિબળ જાણવાની જેનાથી ભવિષ્યમાં બે જીંદગી બચાવી શકાય.

  મારે વિષ્ણુ મર્ચન્ટ ને મળી ને એમની ખામોશી તોડીને એમના જીવન નુ સત્ય જાણવુ છે. એ મળશે કે કેમ? મળશે તો મને સત્ય કેહશે કે કેમ?

    આખરે એ દિવસ આવી ગયો. મારી વીસમી અરજી નો હકારાત્મક જવાબ આવ્યો લગભગ સાડા છ વર્ષે અને સાથે લઇને આવ્યો ઘણાબધા સવાલો. વિષ્ણુ મર્ચન્ટ ને મળવાની ખુશી તો હતી સાથેસાથે અનેક સાવાલો પણ હતા. એમાનો એક સવાલ મને ખૂબજ મૂંજવતો હતો.

વિષ્ણુ મર્ચન્ટ સત્ય કહેશે કે પછી મને મારા પ્રયાસો પર પૂર્ણવિરામ મુકવા દબાણ કરશે. જ્ે મોં ન્યાય વ્યવસ્થા પણ ના ખોલી શકી એ મને સત્ય કહેશે

    મારુ મન ચકડોળે ચળ્યુ છે. સવાલો ના અનંત આકાશ માં ઘુમ્યા કરે છે. એક હકારાત્મક મન છે તો બીજુ નકારાત્મક. બંને એ સામસામે મોર્ચા ખોલી દીધા છે. હુ એ બંનેની સામે બેબશ છુ. સવાલો ની એક માયાજાળ બની ગઇ છે જેમાથી બહાર નીકળવુ હાવે અશકય છે.

    સવારે સાત વાગ્યે એલાર્મ નો કર્કશ અવાજ કાનૈ અથડાયો, વિષ્ણુ મર્ચન્ટ ને મળવાના વિચાર સાથે દિવસ નો પ્રારંભ થયો.

હુ સવા નવ વાગ્યે સાબરમતી જેલ પહોંચી ગયો. બધી ફોર્માલીટીઝ પતાવી એક પોલીસકર્મી મને એક ઓરડા તરફ દોરી ગયો. એારડા નુ ખાલીપણુ ઉડી ને આંખે વડગે એવુ હતુ. વચ્ચોવચ એક ટેબલ હતુ, રુમની જમણી દિવાલ પર એક ટયુબલાઇટ હતી, થોડેક દૂર એક ટેબક ફેન પડેલો હતો,

*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED