rok bend Kirti Trambadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

rok bend

રૉક બેન્ડ

ધ હૂ એક ઇંગ્લિશ રૉક બેન્ડ છે જેની રચના 1964માં કરવામાં આવી હતી. તેમાં ગાયક રોજર ડાલ્ટ્રે, ગિટારવાદક પીટ ટાઉનશેંડ, બાસવાદકજોન એન્ટવિસલ અને ડ્રમવાદક કિથ મૂન સામેલ હતા. તેઓ પોતાના ઉર્જાથી છલકાતા જીવંત પર્ફોર્મન્સના કારણે જાણીતા બન્યા હતા જેમાં ઘણી વાર વાદ્યો તૂટી જવાનાબનાવો બનતા હતા. ધ હૂએ 100 મિલિયન રેકૉર્ડનું વેચાણ નોંધાવ્યું છે અને યુનાઇટેડ કિંગ્ડ્મમાંટોચના ચાલીસ સિંગલ્સમાં તેનાં 27 આલ્બમો અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ટોચના દસ આલ્બમમાં તેનાં 17 આલ્બમો એ સ્થાન મેળવ્યું હતું, જેમાં 18 સુવર્ણ, 12 પ્લેટિનમ અને 5 મલ્ટિ-પ્લેટિનમ આલ્બમ એવોર્ડ્સ એકલા યુનાઇટેડ સ્ટેટ્સમાં સામેલ હતા.)

શ્રેણીબદ્ધ ટોપ ટેન હિટ સિંગલ આપ્યા બાદ ધ હૂને યુકેમાં લોકપ્રિયતા મળી હતી જેમાં રેડિયો કેરોલિન જેવા પાઇરેટ રેડિયો સ્ટેશન્સના કારણે વેગ મળ્યો હતો તેની શરૂઆત જાન્યુઆરી 1965માં “આઇ કાન્ટ એક્સપ્લેઇન”થી થઇ હતી. ત્યાર બાદ માય જનરેશન (1965), એ ક્વિક વન (1966) અને ધ હૂ સેલ આઉટ (1967) આવ્યા હતા જેમાંથી પ્રથમ બે યુકે ટોપ ફાઇવમાં પહોંચ્યા હતા. તેમણે "હેપી જેક" સાથે યુએસટોપ 40માં પ્રવેશ કર્યો હતો અને તે વર્ષમાં "આઇ કેન સી ફોર માઇલ્સ" દ્વારા ટોપ ટેનમાં પ્રવેશ કર્યો હતો.

મોન્ટેરી પોપ અને વુડસ્ટોકસંગીત સમારોહમાં યાદગાર પર્ફોર્મન્સથી તેમની ખ્યાતિમાં વધારો થયો. 1969માં ટોમી રિલિઝ થયું જે યુએસમાં તેમની ટોપ ટેન આલ્બમની શ્રેણીમાં પ્રથમ હતું ત્યાર બાદ લાઇવ એટ લીડ્સ (1970), હુઝ નેક્સ્ટ (1971), ક્વાડ્રોફેનિયા (1973), ધ હૂ બાય નંબર્સ (1975),હુ આર યુ (1978) અને ધ કિડ્સ આર ઓલરાઇટ (1979) રજૂ થયા હતા.

1978માં 32 વર્ષની વયે મૂનનું અવસાન થયું હતું, ત્યાર બાદ વિખેરાતાં પહેલાં બેન્ડે ડ્રમવાદક કિની જોન્સ સાથે બે સ્ટુડિયો આલ્બમ, ધ યુકે અને યુએસ ટોપ ફાઇવમાં સ્થાન પામનાર ફેસ ડાન્સિસ (1981) અને યુએસ ટોપ ટેનમાં સ્થાન પામનાર ઇટ્સ હાર્ડ (1982) રજૂ કર્યા હતાં.

તેઓ લાઇવ એઇડ જેવા કાર્યક્રમ તથા 25મી વર્ષગાંઠની ટુર (1989) અને 1996 તથા 1997ની ક્વાર્ડોફેનિયા ટુર જેવા પુનર્મિલન પ્રસંગોએ ફરીથી એકસાથે જોડાયા હતા. 2000માં ત્રણ જીવિત સ્થાપક સભ્યોએ નવી સામગ્રી સાથે એક આલ્બમના રેકૉર્ડિંગ કરવા અંગે ચર્ચા કરી હતી પરંતુ 2002માં એન્ટવિસલનું 57 વર્ષની વયે અવસાન થવાથી તેમની યોજના તત્પુરતી સ્થગિત થઇ ગઇ હતી. ટાઉનશેંડ અને ડાલ્ટ્રેએ ધ હૂ તરીકે પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું અને 2006માં તેમણે સ્ટુડિયો આલ્બમ એન્ડલેસ વાયર રજૂ કર્યું જે યુકે અને યુએસ ટોપ ટેનમાં પહોંચ્યું હતું.

તેની પાત્રતાના પ્રથમ વર્ષ 1990માં ધ હૂને રૉક એન્ડ રોલ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યું હતું. ત્યાં તેમના પ્રદર્શનથી "અનેક લોકોના મનમાં, તેઓ વિશ્વના સૌથી મહાનતમ રૉક બેન્ડ માટેના પ્રમુખ દાવેદારો" તરીકે વસી ગયા હતા. 1979માં ટાઇમમેગેઝિને લખ્યું કે “અન્ય કોઇ પણ બેન્ડ રૉકને આટલી દૂર સુધી નથી લઇ આવ્યું અને ન તો તેમણે તેમાંથી આટલું મેળવવા ચાહ્યું છે.” રોલિંગ સ્ટોન મેગેઝિને લખ્યું: “ધ બિટલ્સ અને ધ રોલિંગ સ્ટોન્સ સાથે હવે ધ હૂનો ઉમેરો થવાથી, બ્રિટિશ રૉકની પવિત્ર ત્રિપુટી પૂર્ણ થઇ છે.” તેમને બ્રિટિશ ફોનોગ્રાફિક ઉદ્યોગ તરફથી 1988માં અને ગ્રેમી ફાઉન્ડેશન તરફથી 2001માં લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો.

રેકૉર્ડિંગના ક્ષેત્રમાં મહત્ત્વનાં કલામય ઉત્કૃષ્ટ યોગદાનો આપવા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. 2008માં, 31મા વાર્ષિક કેનેડી સેન્ટર ઓનર્સ ખાતે, બૅન્ડના જીવિત સદસ્યો, ટાઉનશેંડ અને ડાલ્ટ્રેનું બહુમાન કરવામાં આવ્યું હતું.

1960ના દાયકાની શરૂઆતમાં ટાઉનશેંડ અને એન્ટવિસલે ધ કન્ફેડરેટ્સ તરીકે ઓળખાતું ટ્રેડ જાઝ બેન્ડ શરૂ કર્યું હતું. ટાઉનશેંડએ બેન્જો વગાડ્યો અને એન્ટવિસલે ફ્રેન્ચહોર્ન વગાડ્યું હતું જેઓ તેઓ શાળાના બેન્ડમાં વગાડતા શીખ્યા હતા. ડાલ્ટ્રે શેરીમાં પોતાના ખભે બાસ ગિટાલ લટકાવીને જઇ રહેલા એન્ટવિસલને મળ્યા હતા અને તેમને તેમના બેન્ડ ધ ડીટુર્સ માં જોડાવા વિશે પૂછ્યું હતું જેની રચના તેમણે એક વર્ષ અગાઉ કરી હતી. કેટલાક સપ્તાહો પછી એન્ટવિસલે ટાઉનશેંડનું સૂચન એક વધારાના ગિટારિસ્ટ તરીકે કર્યું હતું.

પ્રારંભમાં બેન્ડે પબ અને હોલ માટે માફક આવે તેવું કેટલુંક સંગીત વગાડ્યું હતું જ્યાં તેઓ પર્ફોમ કરતા હતા. ત્યાર બાદ તેઓ અમેરિકન બ્લુઝ અને કન્ટ્રી મ્યુઝિકથી પ્રભાવિત થયા હતા જેઓ મુખ્યત્વે રિધમ અને બ્લુ વગાડતા હતા. લાઇન અપ પ્રમાણે લીડ ગિટાર પર ડાલ્ટ્રે હતા, રિધમ ગિટાર પર ટાઉનશેંડ, બાસ પર એન્ટવિસલ, ડ્રમ પર ડોગ સેન્ડમ અને ગાયક તરીકે કોલિન ડોસન હતા. ડોસનની વિદાય બાદ ડાલ્ટ્રેએ ગાવાનું શરૂ કર્યું અને ટાઉનશેંડ એકમાત્ર ગિટારિસ્ટ બન્યા. 1964માં સેન્ડમે ગ્રૂપ છોડ્યું. એક કામચલાઉ ડ્રમવાદકના પરફોર્મન્સ દરમિયાન કિથ મૂન ગ્રૂપ પાસે ગયા અને તેમાં બેસવા અંગે વાત કરી. રાતના અંત સુધીમાં મૂનને કાયમી ડ્રમર બનવા માટે જણાવાયું હતું.

ધ ડીટુરએ 1964માં તેનું નામ બદલીને ધ હૂ રાખ્યું હતું અને તે વર્ષે મૂનના આગમન સાથે લાઇન અપ પૂરી થઇ હતી. જોકે 1964માં ટૂંકા ગાળા માટે મોડ પીટર મેડનના વ્યવસ્થાપન હેઠળ તેમણે પોતાનું નામ બદલીને ધ હાઇ નંબર્સ રાખ્યું હતું અને “ઝૂટ સ્યુટ/આઇ એમ ધ ફેસ” રિલિઝ કર્યું હતું જે મોડના ચાહકોને આકર્ષવાના એકમાત્ર ઉદ્દેશ સાથે હતું. આ ગીતને ચાર્ટ પર નિષ્ફળતા મળી ત્યારે બેન્ડે ધ હૂ નામ પાછું અપનાવ્યું હતું.

મેડનને મેનેજર તરીકે હટાવીને તેની જગ્યાએ કિમ લેમ્બર્ટ અને ક્રિસ સ્ટેમ્પની ટીમ નિયુક્ત કરવામાં આવી હતી જેમણે બેન્ડને રેલવે ટેવર્ન ખાતે વગાડતા જોયું હતું અને તેમના સંચાલનની ઓફર કરી હતી અને મેડનને દૂર હટાવ્યો હતો. તેઓ બ્રિટિશ મોડમાં વધુ લોકપ્રિય બન્યા હતા જે 1960ના દાયકાની પેટા સંસ્કૃતિ હતી જેમાં આધુનિક ફેશન, સ્કૂટર્સ, સંગીતના પ્રકાર જેમ કે રિધમ અને બ્લુ, સોલ અને બીટ મ્યુઝિકનો સમાવેશ થતો હતો. પોતાની નાવીન્યતાભરી સંગીત શૈલીનો પ્રચાર કરવા માટે બેન્ડે “મેક્સિમમ આર એન્ડ બી ” નારો અપનાવ્યો હતો.

સપ્ટેમ્બર 1964માં હેરોમાં રેલવે ટેવર્ન અને વીલ્ડસ્ટોન, લંડન ખાતે ટાઉનશેંડે આકસ્મિક રીતે ગિટારને છત સાથે અથડાવીને તોડી નાખ્યું હતું. દર્શકોને હસવું આવતા ગુસ્સે ભરાઇને તેણે સ્ટેજ પર ગિટાર તોડી નાખ્યું હતું. તેણે બીજું ગિટાર ઉઠાવ્યું અને શો ચાલુ રાખ્યો હતો. ત્યાર પછીના સંગીત જલસામાં મોટી સંખ્યામાં દર્શકો હાજર હતા, પરંતુ ટાઉનશેંડએ બીજું ગિટાર તોડવાનો ઇનકાર કર્યો.

તેના બદલે મૂને તેની ડ્રમ કિટ તોડી નાખી. ત્યાર બાદ શો દરમિયાન સાધનો તોડી નાખવા એ ધ હૂના શોની ખાસિયત બની ગઇ. રેલવે ટેવર્ન ખાતે બનેલી આ ઘટનારોલિંગ સ્ટોન મેગેઝિનના “રૉક એન રોલનો ઇતિહાસ બદલી નાખનારી 50 ઘટનાઓ”માં સામેલ છે.

મુખ્ય ગીતકાર અને સર્જનાત્મક બળ તરીકે બેન્ડ ટાઉનશેંડ પર વધારે કેન્દ્રીત હતું. એન્ટવિસલએ પણ ગીત લખવામાં યોગદાન આપ્યું હતું, અને મૂન અને ડાલ્ટ્રેએ 60 અને 70ના દાયકામાં પ્રસંગોપાત ગીતો લખ્યા હતા.

ધ હૂનું પ્રથમ રિલિઝ અને પ્રથમ હિટ જાન્યુઆરી 1965માં આવેલું “આઇ કાન્ટ એક્સપ્લેઇન” હતું જે કિન્ક્સ દ્વારા પ્રભાવિત રેકૉર્ડ હતું જેમાં તેમની સાથે અમેરિકન નિર્માતા શેલ ટેલ્મીનીહિસ્સેદારી હતી. આ ગીત યુએસના કેટલાક બજારોમાંજ વગાડવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે ડી જે પીટર કેવેનોગ દ્વારા ફ્લિન્ટ, મિશિગન ખાતે ડબલ્યુટીએસી એએમ 600 સામેલ છે. “આઇ કાન્ટ એક્સપ્લેઇન” યુકેમાં ટોપ 10 હિટમાં સામેલ હતું ત્યાર બાદ “એનીવે એનીહાઉ, એનીવ્હેર”નો વારો આવતો હતો જેની ક્રેડિટ ટાઉનશેંડ અને ડાલ્ટ્રેને જાય છે.

પ્રથમ આલ્બમ માય જનરેશન (અમેરિકામાં ધ હૂ સિંગ્સ માય જનરેશન ) તે વર્ષે જ રજુ કરવામાં આવ્યું હતું. તેમાં “ધ કિડ્સ આર ઓલરાઇટ” અને ટાઇટલ ટ્રેક “માય જનરેશન” સામેલ હતા. ત્યાર પછીના હિટ જેમ કે 1966ના ગીતો “સબટાઇટલ્સ”, જેમાં છેતરપિંડી કરવાનું પસંદ કરતા એક યુવાનની વાત છે, “આઇ એમ એ બોય”, જેમાં છોકરી જેવા કપડાં પહેરતા છોકરાની વાત છે અને “હેપી જેક” જેમાં માનસિક રીતે અસ્થિર એક યુવાનની વાત છે વગેરેમાં ટાઉનશેંડે જાતિય તણાવ અને ટીનેજ ગુસ્સા જેવી થિમ્સનો ઉપયોગ કર્યો.

સિંગલ્સ બેન્ડ તરીકે સફળ થવા છતાં ટાઉનશેંડ ગીતોના સંગ્રહના બદલે સંયુક્ત આલ્બમ ઇચ્છતા હતા. ટાઉનશેંડે પ્રારંભિક રજૂઆત ધરાવતા રૉક ઓપેરામાંથી “આઇ એમ એ બોય”ને દૂર કર્યું જેના પ્રથમ સંકેત 1966ના આલ્બમ એ ક્વિક વન માં મળી ગયા હતા જેમાં સ્ટોરીટેલિંગ મેડલી “એ ક્વિક વન વાઇલ હી ઇઝ” અવે સામેલ હતું જેનો ઉલ્લેખ તેઓ મિની-ઓપેરા તરીકે કરતા હતા. આ ગીતના સૌથી લોકપ્રિય જીવંત પરફોર્મન્સ ધ રોલિંગ સ્ટોન્સ રૉક એન્ડ રોલ સર્કસ માં જોવા મળે છે જેમાં “નબળા” ગીતના કારણે તેમના પર સડેલા ટમેટાં ફેંકવામાં આવ્યા હતા જોકે તેમને જોરદાર સફળતા પણ મળી હતી જે દર્શકોની તાળીઓ પરથી પૂરવાર થાય છે.

એ ક્વિક વન પછી 1967માં “પિક્ચર ઓફ લિલી” અને ધ હૂ સેલ આઉટ આવ્યું હતું જે સમુદ્રપારના રેડિયો સ્ટેશન જેવું કોન્સેપ્ટ આલ્બમ હતું જેમાં રમૂજી જોડકણા અને જાહેરખબરો હતી. તેમાં “રેઇલ” નામે મિની રૉક ઓપેરા (જેની ક્લોઝિંગ થિમ ટોમી સાથે સમાપ્ત થતી હતી) અને ધ હૂના સૌથી મોટા અમેરિકન સિંગલ “આઇ કાન્ટ સી ફોર માઇલ્સ”નો સમાવેશ થતો હતો.

તે વર્ષેમોન્ટેરી પોપ ફેસ્ટિવલ ખાતે ધ હૂએ સંગીતના સાધનો તોડી નાખ્યા અને ધ સ્મુધર્સ બ્રધર્સ કોમેડી અવર માં પણ તેનું પુનરાવર્તન કર્યું જેના વિસ્ફોટક પરિણામો આવ્યા જેમાં મૂને તેની ડ્રમ કિટને વિસ્ફોટથી ઉડાવી દીધી. તે વર્ષે ધ કિડ્સ આર ઓલરાઇટ ના ફિલ્માંકન વખતે ટાઉનશેંડે દાવો કર્યો કે તે કાર્યક્રમ તેમના ટિનીટસ (કાનમાં દુખાવો) નો પ્રારંભ હતો.

મૂને સ્ટેજના એક સહાયકને લાંચ આપ્યા બાદ ડ્રમ કિટ પર વધારે પ્રમાણમાં વિસ્ફોટકો ભરવામાં આવ્યા હતા. તેનાથી જે ધડાકો થયો તે મૂન સહિત કોઇની પણ ધારણા કરતા વધુ શક્તિશાળી હતો. મ્યુઝિક ચેનલ વીએચ1 દ્વારા આ કાર્યક્રમને ટેલિવિઝન પર 100 સૌથી મહાન રૉક એન રોલ ક્ષણોમાં 10મું સ્થાન અપાયું હતું.

1968માં ધ હૂએ પ્રથમ સ્કાયેફર મ્યુઝિક ફેસ્ટિવલનું ન્યુ યોર્ક શહેરના સેન્ટ્રલ પાર્કમાં આયોજન કર્યું હતું અને “મેજિક બસ” ગીત રિલિઝ કર્યું હતું. ડિસેમ્બરમાં તેમણે ધ રોલિંગ સ્ટોન્સ રૉક એન્ડ રોલ સર્કસ માં ભાગ લીધો અને પોતાનું મિની-ઓપેરા “એ ક્વિક વન વ્હાઇલ હી ઇઝ અવે” રજુ કર્યું હતું. તે વર્ષે જ ટાઉનશેંડનો પ્રથમ રોલિંગ સ્ટોન ઇન્ટર્વ્યૂ લેવાયો હતો. ટાઉનશેંડે જણાવ્યું હતું કે તે પૂર્ણ લંબાઇના રૉક ઓપેરા પર કામ કરે છે. આ હતું ટોમી જે રૉક ઓપેરા તરીકે રજુ થયેલું પ્રથમ કાર્ય હતું અને આધુનિક સંગીતમાં ઘણી મોટી ઘટના ગણાય છે.

આ ગાળામાં ટાઉનશેંડનાગીત લેખન પર ભારતના મેહેર બાબાની શીખનો પ્રભાવ રહ્યો હતો. ટોમી પર બાબાને “અવતાર” તરીકે ક્રેડિટ આપવામાં આવે છે. વ્યાપારી સફળતા ઉપરાંત ટોમીવિવેચનની દૃષ્ટિએ પણ હિટ સાબિત થયું.

લાઇફ એ લખ્યું કે, “… અસાધારણ શક્તિ, શોધ અને પરફોર્મન્સની તેજસ્વીતાના કારણે ટોમી રેકૉર્ડિંગ સ્ટુડિયોની બાબતમાં બધાને પાછળ રાખી દે છે.” અને મેડલી મેકરે કહ્યું હતું “ચોક્કસપણે ધ હૂ અત્યારે એવું બેન્ડ છે જેના સાપેક્ષમાં બીજા બધાની તુલના થવાની છે.”

ધ હૂએ તે વર્ષે વૂડસ્ટોક મ્યુઝિક એન્ડ આર્ટ ફેસ્ટિવલ ખાતે ટોમી ના મોટા ભાગના ગીતો રજુ કર્યા હતા. તે અને ત્યાર પછીની ફિલ્મે અમેરિકામાં ધ હૂની લોકપ્રિયતા વધારી દીધી. આ ફેસ્ટીવલ મફત હતો છતાં ધ હૂએ રજૂઆત અગાઉ નાણાં ચૂકવવાની માંગણી કરી હતી જ્યારે રવિવારની સવારના 2-3 વાગ્યા હોવાથી બેન્કો અને રસ્તા બંધ હતા. તેઓ ત્યારે જ વગાડવા માટે સહમત થયા જ્યારે પ્રમોટર્સ પૈકીના એક જોએલ રોઝનમેને 11,200 ડોલરનો ચેક આપ્યો (હાલના માપદંડ પ્રમાણે ડોલર)

વૂડસ્ટોક ખાતે ધ હૂના પરફોર્મન્સ વખતે સંગીત કાર્યક્રમની એક દુર્ઘટના બની હતી. હુના સેટ પર યિપી લિડર એબી હોફમેન કોન્સર્ટના આયોજક માઇકલ લેન્ગ સાથે સ્ટેજ પર બેઠા હતા. ફેસ્ટિવલ શરૂ થયો ત્યારથી હોફમેન મેડિકલ ટેન્ટ પર કામ કરતા હતા અને એલએસડીની અસર હેઠળ હતા. જોન સિન્કલેરનો કેસ પ્રસિદ્ધ કરાવવા માટે હોફમેન કટિબદ્ધ હતા જેને એક છુપા વેશમાં નાર્કોટિક્સ ઓફિસરને બે મારિજુઆના સિગારેટ અપાવવા બદલ 10 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી.

ધ હૂના ટોમી પરફોર્મન્સ વચ્ચે ટૂંકા ગાળા માટે સંગીત બંધ થયું ત્યારે હોફમેન ઉભા થયા અને માઇક્રોફોન પકડીને કહ્યું, “મને લાગે છે કે આ બધું ગંદુ છે જ્યારે જોન સિનક્લેર જેલમાં સડી રહ્યો છે.” ટાઉનશેંડે કહ્યું “નીચે ઉતર, મારા સ્ટેજ પરથી નીચે ઉતર” અને હોફમેનને પોતાનું ગિટાર માર્યું. હોફમેને સ્ટેજ પરથી કુદકો માર્યો અને દર્શકોની ભીડમાં ગાયબ થઇ ગયા.

લીડ્સ ખાતે જીવંત કાર્યક્રમ ફેબ્રુઆરી 1970માં ધ હૂએ લાઇવ એટ લીડ્સ નું રેકૉર્ડિંગ કર્યું ઘણા વિવેચકોના મતે તે અત્યાર સુધીનું શ્રેષ્ઠ લાઇવ રૉક આલ્બમ હતું. આ આલ્બમમાં મોટા ભાગે આ શોના હાર્ડ રૉક ગીતો હતા જેને વિસ્તરૂત અને રિમાસ્ટર્ડ વર્ઝનમાં ફરીથી રિલિઝ કરવામાં આવ્યા હતા. અસલમાં જે તકનીકી સમસ્યા હતી તેનો નિકાલ આ વર્ઝનમાં કરવામાં આવ્યો હતો અનેટોમી ના પરફોર્મન્સનો ભાગ ઉમેરીને તથા અગાઉના સિંગલ્સ અને સ્ટેજ બેન્ટર દ્વારા તેનું વિસ્તરણ કરાયું હતું. ટોમી ના સમગ્ર પરફોર્મન્સને સમાવતું એક ડબલ ડિસ્ક વર્ઝન છે.

લીડ્સ યુનિવર્સિટીનો શો ટોમી ટુરનો હિસ્સો હતું જેમાં યુરોપિયન ઓપેરા હાઉસના જ શોનો સમાવેશ કરાયો ન હતો, પરંતુ ન્યુ યોર્ક સિટીમાં મેટ્રોપોલિટન ઓપેરા હાઉસમાં પ્રથમ રૉક એક્ટ બન્યું હતું. માર્ચમાં ધ હૂએ યુકે ટોપ ટ્વેન્ટી હિટ ધ સિકર રિલિઝ કર્યું હતું.

યુનાઇટેડ સ્ટેટ્સની એક નાની ટુર દરમિયાન દુર્ઘટના ઘટી હતી. 3 ડિસેમ્બર 1979ના રોજ સિનસિનાટી, ઓહિયો ખાતે રિવરફ્રન્ટ કોલિસિયમ ખાતે દર્શકોના ધસારામાં 11 ચાહકોના મોત નિપજ્યા અને બીજા ઘણાને ઇજા થઇ હતી. તેના માટે આંશિક રીતે ફેસ્ટીવલ સિટીંગ જવાબદાર હતી જે એવી બેઠક વ્યવસ્થા છે જેમાં ભોંયતળિયા પર બેસવાની ચોક્કસ જગ્યા ફાળવાતી નથી તેથી જેઓ સ્થળ પર વહેલા પહોંચે તેમને શ્રેષ્ઠ જગ્યા મળે છે.

આ ઉપરાંત બેન્ડે સાઉન્ડ ચેક કર્યું ત્યારે બહાર ઉભેલા ચાહકોએ કાર્યક્રમ શરૂ થયો હોવાનું માની લીધું અને બળપૂર્વક તેમાં પ્રવેશવા પ્રયાસ કર્યો હતો. એરિનાનો પ્રવેશ દ્વારા સહેજ ખુલ્યો ત્યારે બોટલનેકની સ્થિતિ સર્જાઇ. હજારો લોકો પ્રવેશ મેળવવા માટે આતુર હોવાથી ધસારો જીવલેણ સાબિત થયો હતો.

શો સમાપ્ત થઇ ગયો ત્યાં સુધી બેન્ડને આ વિશે જણાવાયું ન હતું કારણ કે સ્થાનિક સત્તાવાળાઓને બીક હતી કે સંગીત કાર્યક્રમ રદ કરવામાં આવશે તો ટોળું મુશ્કેલી પેદા કરશે. આ ઘટનાની જાણ થતા બેન્ડ વ્યથિત થયું હતું અને ત્યાર પછીના સંગીત કાર્યક્રમો માટે પૂરતા પ્રમાણમાં સુરક્ષા વ્યવસ્થા કરવા માટે સહાયની વિનંતી કરી હતી. ત્યાર પછી બફેલો, ન્યુ યોર્કમાં ડાલ્ટ્રેએ દર્શકોને જણાવ્યું હતું કે “ગઇ રાત્રીએ બેન્ડે ઘણા બધા પરિવારજનો ગુમાવ્યા છે અને આ શો તેમના માટે છે.”

જોન્સને ડ્રમર તરીકે રાખીને બેન્ડે બે સ્ટુડિયો આલ્બમ ફેસ ડાન્સીસ (1981) અને ઇટ્સ હાર્ડ (1982) બહાર પાડ્યા. ફેસ ડાન્સીસ યુએસ ટોપ ટ્વેન્ટી અને યુકે ટોપ ટેનમાં સામેલ થયું જેમાં યુ બેટર યુ બેટ સિંગલ તથા કેટલાક એમટીવી અને એઓઆર હીટ સામેલ હતા જેમ કે “અનધર ટ્રીકી ડે”. ઓગસ્ટ 1981માં આ આલ્બમ રજુ થયું ત્યારે તેના ત્રણ વિડીયો એમટીવી પર રજુ થયા હતા.

બંને આલ્બમનું સારું એવું વેચાણ થયું હતું અને ઇટ્સ હાર્ડ ને રોલિંગ સ્ટોન માં ફાઇવ સ્ટાર રિવ્યૂ મળ્યા હતા ત્યારે કેટલાક ચાહકોને નવા સાઉન્ડથી સંતોષ થયો ન હતો. “એથેના” યુએસ ટોપ થર્ટી હિટ હતું અને “એમિનન્સ ફ્રન્ટ” પણ ચાર્ટમાં સામેલ હતું તથા લોકપ્રિય બન્યું હતું. પરંતુ ટાઉનશેંડના જીવનમાં ઉથલપાથલ ચાલતી હતી. તેની શરાબ પીવાની આદતના કારણે લગ્નજીવન ભાંગી પડ્યું હતું અને તે હેરોઇનનો ઉપયોગ કરવા લાગ્યો હતો.

તેણે અગાઉ કેફી દ્રવ્યો વિરોધી વલણ અપનાવ્યું હોવાથી તેના મિત્રોને આઘાત લાગ્યો હતો. તેણે 1982માં સમસ્યાઓમાંથી છુટકારો મેળવ્યો, પરંતુ ડાલ્ટ્રેએ તેને જણાવ્યું કે ટાઉનશેંડને જ જીવીત રાખવાનો અર્થ હોય તો તે ટુરમાં જવાનું બંધ કરી દેશે. ઇટ્સ હાર્ડ બાદ ટાઉનશેંડે કહ્યું કે ધ હૂને સ્ટુડિયો બેન્ડમાં રૂપાંતરિત કરતા અગાઉ તે વધુ એક ટુર કરવા માંગે છે, ત્યાર બાદ ધ હૂની ફેરવેલ ટુર શરૂ થઇ. તે વર્ષમાં તે ટુરને સૌથી વધુ નાણાં મળ્યા ઉત્તર અમેરિકામાં દરેક સ્ટેડિયમમાં બધી ટિકીટ વેચાઇ ગઇ હતી

ટાઉન્સે 1983માં અમુક સમય સુધી સ્ટુડિયો આલ્બમ માટે સામગ્રી લખવામાં સમય ગાળ્યો હતો જેની માલિકી 1980માં થયેલા કરાર પ્રમાણે વોર્નર બ્રધર્સ રેકૉર્ડસની હતી. 1983ના અંત સુધીમાં ટાઉનશેંડે ધ હૂ માટે યોગ્ય સામગ્રી સર્જવામાં પોતાને અસમર્થ જાહેર કર્યો અને ડિસેમ્બરમાં બેન્ડમાંથી નીકળી જવાની જાહેરાત કરી. ડાલ્ટ્રે, એન્ટવિસલ અને જોન્સ તેના વગર બેન્ડ ચલાવવા માંગતા હોય તો તેમને તેણે શુભકામનાઓ પાઠવી. ત્યાર બાદ તેણે સોલો પ્રોજેક્ટ્સWhite City: A Novel જેમ કે ધ આયર્ન મેન (જેમાં ડાલ્ટ્રે અને એન્ટવિસલને રજુ કરાયા હતા અને આલ્બમના બે ગીતે માટે ધ હૂને ક્રેડિટ અપાઇ હતી.) અને સાઇકોડેરેલિક્ટ રજુ કર્યું હતું જે રેડિયોવર્ક લાઇફહાઉસ માં અગ્ર સ્થાને હતું. (સંકલન)

Kirti Trambadiya

Mo. 9429244019

Email : kirtipatel.saraswati@gmail.com