સ્ત્રીનું ચંડી સ્વરૂપ Devdutt Pattanaik દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

સ્ત્રીનું ચંડી સ્વરૂપ

 • સ્ત્રીનું ચંડી સ્વરૂપ
 • પ્રકૃતિમાં સ્ત્રીના દરેક સ્વરૂપ મહત્વના છે, તે દરેક તબક્કે નવજીવન બક્ષે છે. માત્ર મજબૂત અને સ્માર્ટ પુરુષ જ તેને ગર્ભવતી બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. કોઈપણ માદા કાંતો એક નર સાથે જોડી બનાવશે અથવા તો સંવનનના સમયે તે નર સાથે રહે છે. પરંતુ નર તો હંમેશા અન્ય નર સાથે સ્પર્ધા જ કરતો આવ્યો છે. જેમાં તેનો મુખ્ય ઉદ્દેશ્ય તો પોતાનું મહત્ત્વ બતાવવાનો છે અને આ સ્પર્ધામાં તે પોતાનું જીવન પણ જોખમાવે છે અને અન્યને પણ નુકસાન કરે છે. અથવા તો તે જ્યારે પોતાની રંગીન કળા બતાવે છે ત્યારે તે શિકારીઓનો પણ ભોગ બને છે.

  મનુષ્યમાં પણ કંઈક આવા જ પ્રયત્ન કરવામાં આવ્યા છે જેમાં પ્રકૃતિના નિયમોને અનુસરીને આપણાં પુરાણોમાં લગ્નના વિવિધ સ્પરૂપો જોઈ શકાય છે.

  1. પ્રજાપતિ વિવાહ, જેમાં છોકરો છોકરીના પિતા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. 2.
  બ્રહ્મ વિવાહ, જેમાં દીકરીના પિતા સામા પક્ષે દીકરા સમક્ષ પોતાની પુત્રીનો પ્રસ્તાવ મૂકે છે અને તે રીતે લગ્ન થાય છે અને તેમાં દહેજનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવે છે.

  3. દેવ વિવાહ, જેમાં એક પુરુષ દ્વારા કરવામાં આવેલી સેવાના મહેનતાણાના સ્વરૂપમાં દીકરીને આપવામાં આવે. 4.
  ઋષિવિવાહ, જેમાં દીકરીને એક ઋષિ સાથે પરણાવવામાં આવે છે અને તેની સાથે બળદ અને ગાય આપવામાં આવે છે. જેથી ઋષિ પોતાના જીવન દરમ્યાન યજ્ઞ ઈત્યાદી કરી શકે. 5.
  ગાંધર્વ વિવાહ, જેમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે થયેલા પ્રેમ સંબંધને ધ્યાનમાં લઈને સમાજની પરવાનગી વિના જ લગ્ન કરવામાં આવે છે. 6.
  અસૂર વિવાહ, જેમાં સ્ત્રીની ખરીદી કરવામાં આવે છે. 7.
  રાક્ષસ વિવાહ, જેમાં સ્ત્રીનું અપહરણ કરવામાં આવે છે. 8.
  પિશાચ વિવાહ, જેમાં સ્ત્રી સૂતી હોય ત્યારે તેના પર બળાત્કાર કરીને પછી તેને લગ્ન માટે ફરજ પાડીને લગ્ન કરવામાં આવે છે.

  મહાભારતમાં શાંતનુના લગ્ન થાય છે ત્યારે શરત મૂકવામાં આવે છે કે તે પોતાની પત્નીને કશું જ નહીં પૂછે અને એ જે ઈચ્છે તે તેને કરવા દેશે. તેની પ્રથમ પત્ની ગંગાએ માત્ર સ્વતંત્રતા માંગી હતી જેમાં ગંગાએ તેના છ પુત્રોની હત્યા સુદ્ધાં કરી પરંતુ શાંતનું એક અક્ષર ના બોલી શક્યા. તેની બીજી પત્ની સત્યવતીએ તેના પુત્રોને રાજગાદી મળે તેવી માંગણી કરી હતી. સત્યવતીની પુત્રવધુઓ જીદી રીતે લાવવામાં આવી હતી. તેમનું મોટા પુત્ર દેવવ્રત દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. કુંતીની પાંડુ દ્વારા પસંદગી કરવામાં આવી હતી જ્યારે પાંડુએ માદ્રીને ખરીદી હતી. ગાંધારીના પિતાને સામેથી પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેમાં ગાંધારીને પોતાના પતિના અંધત્વ વિશે કહેવામાં નોતું આવ્યું. કુંતિની પુત્રવધુ દ્રૌપદી તિરંદાજીમાં જીતીને લાવવામાં આવી હતી. આમ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે સ્ત્રીઓના સ્વરૂપો કેવા સતત બદલાયા કરે છે.

  મહાભારતમાંથી આપણને એ વાતની જાણકારી મળે છે કે પુરુષો અને સ્ત્રીઓને જે કરવું હોય તે કરવા માટેની તેને છૂટ હતી. અપ્સરાઓ ઋષિઓ સાથે લગ્ન કરતી અને તેમના બાળકોનું ધ્યાન રાખ્યા વિના ચાલી પણ જતી હતી. પોતાને જાતિય સંતોષ ન આપવા બદલ ઉર્વશીએ અર્જુનને શ્રાપ આપ્યો હતો. ભાગવદ ગીતામાં કૃષ્ણના પ્રપૌત્ર અનિરુદ્ધનું ઉષા દ્વારા અપહરણ કરવામાં આવે છે કારણ કે તે ખૂબ પ્રભાવી હતો.

  આવી જ રીતે મહાભારતમાં લગ્નની શરૂઆત કેવી રીતે થઈ તે વિશેની પણ વાત છે. શ્વેતકેતુ પોતાની માતાને બીજા વ્યક્તિના બાહુમાં જોવે છે પરંતુ તેના પિતા ઉદ્દાલક આ જોઈને જરાપણ વિચલિત નથી. ત્યારે શ્વેતકેતુ વિચારે છે કે તે કેવી રીતે માની શકે કે તે તેના પિતાનો જ પુત્ર છે. આ કોયડાને ધ્યાનમાં રાખીને તે લગ્ન નામની સંસ્થા બનાવે છે જેમાં પત્ની પતિને પ્રમાણિક્તાથી વરેલી રહે. પરંતુ જો તેને તે ગર્ભવતી ના બનાવી શકે તો તે અન્ય પુરુષ સાથે જઈ શકતી.

  સમાજમાં પુરુષોને ઘણી બધી પત્નીઓ રાખવાનો અધિકાર હતો, પરંતુ સ્ત્રીઓને માત્ર પડદામાં રાખવામાં આવતી હતી. નિયમો એવી રીતે બનાવવામાં આવ્યા હતા જેથી પતિને તે છોડીને અન્ય ઈચ્છીત વ્યક્તિ સાથે ચાલી ન જાય. સ્ત્રીને પવિત્રતા ખરેખર તો પુરુષની ચિંતાના સમાધાનની રીતે લાવવામાં આવ્યો જેમાં તેની અણઆવડતને દરગુજર કરવામાં આવી હતી. પુરુષની વફાદારી એ નિયમને બાધિત નોતી પરંતુ પસંદગીને બાધિત છે. જો તે વિશ્વાસુ છે તો તે રામ જેવો એક પત્નીત્વને અનુસરનારો છે.

  અદ્દભૂત રામાયણમાં સીતાને હજ્જારો માથા કાપતી સ્ત્રીના સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે. તે દસ માથાવાળા રાવણનું માથું બહુ સરળતાથી કાપી શકતી હતી. પરંતુ રામની ભગવાન તરીકેની સત્તા સ્થાપિત કરવા માટે તે શાંતિથી બેસી રહે છે. પરંતુ ટી.વી. સિરિયલોમાં તો તેને નબળી અને હતાશ બતાવવામાં આવે છે. જેમાં છેલ્લે તો તેને ત્યાગી દેવામાં આવે છે. શકુંતલા, હિડીંબી અને કુંતીની જેમ સીતા જંગલમાં એકલી રહીને પોતાના બાળકોને ઉછેરીને મોટા કરે છે છતાં સીતાની સાચી શક્તિ દર્શાવવામાં આ બધા નિષ્ફળ ગયા છે. વિચારો, ખરેખર તો તે પોતાનું અને પરિવારનું સારી રીતે ભરણપોષણ કરી શકે તેવી સમર્થ છે છતાં સતત પુરુષ સ્ત્રીઓને પ્રતાડીત કરે છે, ભોગ બનાવે છે અને આધારિત બનાવે છે.