કોમ્પ્લીકેટેડ ક્રિષા:8 Prince Karkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોમ્પ્લીકેટેડ ક્રિષા:8

pg 28

“હેપ્પી બર્થડે હેપ્પી બર્થડે હેપ્પી બર્થડે!!!” હજુ તો મૂવીની લાઈટ બંધ થઇ ત્યાં ક્રિષા તેને ચોંટી ગઈ, ગાલ પર હોઠ પર, કપાળ પર અને આંખ પર કિસનો વરસાદ કરી દીધો. હવે બર્થડે વિશ પૂરું થયું.

“વાઉ આટલું મસ્ત ગીફ્ટ સરપ્રાઈઝીન્ગ્લી...મને તો જરાય આશા નહોતી”

તેણીએ આંખના ડોળા કાઢીને તેની સામે જોયું અને ફરીથી એક જોરદાર વાઈલ્ડ અને પેશનેટ કિસ, તેના વાળ પાછળથી પકડીને હોઠ પર ચોડી દીધી. બંને ધરાયા ત્યાં સુધી હોઠનો રસ પિતા રહ્યા.

“હજુ એક સરપ્રાઈઝ છે હવાળીના, તારી જેમ નહિ હું”, “ઓહ હો કે તો શું છે”

“એ બધું પછી. તું પહેલા મુવીમાં કરવાનું હોય એ કર”

“હા કે મુવી જોવાનું છે ચલ જોઈએ”

“જો તો તું આવું જ કાફ્રતો હોય, ચીડવ્યા જ કરે મને. મેં કેટલી હિંમત કરીને આજે ડેરિંગ કર્યું પહેલા કિસ કરવાનું અને તને કઈ પડી નથી”

“અરે બકા સાચું માની ગઈ?” જશ હવે તેની ઓરીજનલ પોઝિશનમાં આવી ગયો હતો. ક્રિષાના બીજી બાજુના ખભા પર હાથ મુકીને તેના વાળમાં આંગળી ફેરવતો હતો. ક્રિષાએ તેની છાતી પર માથું મુકીને આંખો બંધ કરી દીધી અને જશે ખોલવાનું કહ્યું ત્યારે તે ભીની હતી.

“હેય શું થયું?”

“ના યાર આતો ખુશીના છે, તું સાથે છો એટલે” આમ કહીને ક્રિષાએ પોતાના બંને હાથ વડે જશનો હાથ પકડીને ચૂમી લીધો. ત્યારેજ ક્રિષાના વાળથી રમતો બીજો હાથ તેના સોફ્ટ અને ગોળાકાર બ્રેસ્ટ પર ગયો અને જશે ટોપની ઉપરથી જ તેની ટાઈટ બ્રા ખેંચીને છોડી દીધી. “ઓયે વાઈડા દુખે”

“હે કેવુંક દુખે જોવા દે તો!! કેવુંક લાગ્યું જોવા દે તો!! લાવ ફૂંક મારી આપું. ડાગ પાડી ગયો હશેને જોવા દે તો!!”

“હાં, તું એજ કામ કર” જશ વધારે નખરા કરવાના મૂડમાં આવી ગયો અને બન્નેએ પકડ વધુ મજબૂત બનાવી. એક હાથ હજુ પણ ક્રિષાએ પોતાના હાથમાં પકડીને મોં પાસે તો ક્યારેક છાતી પાસે લઇ જતી. અને બીજા હાથથી જશ ક્રિષાના રુંવાડા ઉભા કરવાનો હતો. “ટી-શર્ટ મસ્ત છે હે, એકદમ મારે જોઈએ એવું જ.”

“બટર ના લગાવ હવે, મને પણ ખબર જ છે મસ્ત છે એટલે જ પહેર્યું છે”

“અરે યાર જયારે પણ ટચ કરું ત્યારે...ધીસ ઇસ ઓસ્સમ” અત્યારે તે તેના બ્રેસ્ટ અને નિપ્પલ સાથે મસ્તી કરતો હતો અને રમાડતો હતો. ફરીથી ક્રિષાની આંખો ભીની થઇ અને જશે કહ્યું યાર આમ રડવાનું થોડી હોય, આપણે મજા કરવા તો ભેગા થયા છીએ.

“અરે દિકા હું બહુ જ ખુશ છું એટલે”

“ઓહ હો આ ગોલ્ડન ટચના લીધે?”

“બધું આવે એમાં, ખાલી એક ટચ થઈ ના હોય”, “ઓહ એમ?? તો હવે તો મજા મજા થઇ જશે ને?” એમ કહીને જશે તેણે ગળે વળગાડી લીધી અને બન્ને હાથ તેના ટોપમાં નાખી દીધા. જેમ જેમ તે હાથ અને બ્રેસ્ટ ની કસરત કરાવતો તેમ તેમ ક્રિષાની પકડ મજબૂત બનતી અને પોતાના મોંની પાસે આવતા જશના કાનમાં કહેતી... “જશ આઈ રીઅલી લાઈક ધીસ. આઈ લવ યુ”

રીપ્લાયમાં જશ કશું જ બોલતો નહિ, ફક્ત એક રસ નીતરતું ચુંબન તેના ગળા પર આપી દેતો. જયારે પણ તે તેના નેક પર કિસ કરતો ત્યારે ક્રિષા એકદમ જોરથી પકડી રાખતી અને થોડી વાર સુધી આમજ રહેવાનું ગમતું. જશના ખભા પર નમીને બેઠેલી ક્રિષાને જશે એક વાત કરી.

“યાર આટલું થઇ પછી ના રહેવાય..!!”, “શું ના રહેવાય?”

“ખબર જ છે તને હું શેની વાત કરું છું!!” જશના હાથ તેનું કામ કરી રહ્યા હતા.

“ના, કે મને. નથી ખબર” ખબર હોવા છતાં તેણે સંભાળવું હતું.

“સેક્સ, સેક્સ કરવાનું મન થાય હવે”

“મને પણ થાય છે, પણ આપણે એવું નહિ કરીએ હે ને”

“હમમ નહિ કરીએ” લાઈટ ચાલુ થઇ. બંને બહાર નીકળ્યા થીએટરમાંથી.

અંતમાં જે વાત થઇ તેમાં મંજુરી હતી બંનેની કે ના મંજુરી તે નક્કી કરવું ખુદ તે બંને માટે પણ દુવિધાભરેલું હતું. પણ જશે વિચારી લીધું કે ખાલી મારી મજાને ખાતર મારે તેની પવિત્રતા અને સુંદરતાને ખરાબ ન થવી જોઈએ. અને ત્યારે નિર્ણય કર્યો કે હું એ વાત ક્યારેય નહિ કરું હવે. આ બધી વાતમાં એક સરપ્રાઈઝ હતું પોતા માટે એતો ભૂલાય જ ગયું.

“And here it is...” ક્રિષાએ સરપ્રાઈઝ બતાવતા કહ્યું. તેની બેગમાંથી કાંઈ પૂઠામાં પેક કરેલું કાઢ્યું અને તેણે જોવા આપ્યું. “તારું ગીફ્ટ લે, જોઈ લે કેવું છે?”

જશે સંભાળીને હાથમાં પકડ્યું અને અન્ફોલ્ડ કર્યું. જાતે ડિઝાઈન કરેલો અને પોતાના ફોટાઓનું સારું એવું કલેક્શન કરીને બનાવેલો આલ્બમ હતો. ખરેખર ખુબ જ સરસ હતો. જશના જેટલા સારા સારા(અને કોઈક ખરાબ પણ) ફોટા હતા તે બધાનું કોલાજ કરીને લગભગ 30એક પેજનો આલ્બમ હતો તે. છેલ્લા 15-20 દિવસથી તે બનાવતી હતી. અને બધાજ પેજ પર નાની નાની વાતો લખી હતી, બંનેની સ્પેશિયલ મોમેન્ટસ અને ફીલિંગ્સ. કવર પણ આબેહુબ ડીઝાઇન કરીને કટિંગ કરેલું હતું.

જશ સ્પીચલેસ થઇ ગયો અને માત્ર એટલુજ બોલી શક્યો “થેન્ક્સ !! આને હું મારા કલેક્શનમાં રાખીશ” જવા સમયે બંનેની આંખો મળી એમાં ક્રિષાની થોડીક ભીની હતી. તેણે કેટલો પણ સમય સાથે રહ્યા હોય તો પણ ઓછો જ પડતો. “ચલ રૂમ પર પહોચીને કોલ કરી દે જે” જશે બાય કહેતા કહ્યું અને માત્ર હમમ જ કહી શકી તે.

બસ સ્ટોપ પાસે જયારે તે બંને છુટા પાડી રહ્યા હતા તે વખતે કોઈક તેમને જોઈ રહ્યું હતું અને તે ક્રિષાને ખુબ સારી રીતે ઓળખતી હતી...

pg 29

દુરથી તે બંનેને છુટા પડતા જોઈ રહેલી તે છોકરી હતી ટીના. આમતો ટીના ક્રિષાના બાજુના મકાનમાં જ પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હતી પણ પાડોશી સહજ જેવા સંબંધો તેમની વચ્ચે હતા.ટીનાને જશ અને ક્રિષાના સંબંધોની ખબર હતી. તેના પોતાના લગ્ન થઇ ગયા હતા અને વધુ ભણવા માટે ત્યાં રહેતી હતી. ટીનાએ ક્રિષાને એક વાર ચેતવી હતી કે આવા સંબંધો સારા ના કહેવાય. તે છોકરો ચાલુ છે, તને યુઝ કરીને છોડી દેશે, તને અફસોસ થશે વગેરે વગેરે. એની ખાતરી માટે ટીનાએ તેના નંબર પરથી જશ સાથે વાતો કરવાનું પણ ચાલુ કર્યું હતું (ક્રિષાની જાણ બહાર) અને જશ તેની જાળમાં ફસાયો પણ હતો. જયારે ટીનાએ આ બધી વાતનો ખુલાસો ક્રિષા સામે કર્યો ત્યારે તે થોડી વાર વિચાર ના કરી શકી અને તેની વાત પણ ના માની. પરંતુ જયારે મેસેજમાં કરેલી વાતો અને જશે મોકલેલા ફોટોસ બતાવ્યા ત્યારે તે માની અને થોડી વાર માટે જશ પ્રત્યે તેને ઘૃણા થઇ આવી. અને હવે જશનો જવાબ શું હશે કે કઈ રીતે તે તેને સમજાવશે તે વિચારવા લાગી.

અહિયાં જશને થોડોક ડાઉટ થયો કે આ અજાણ્યા નંબર વાળીએ અચાનક બંધ કરી દીધું વાત કરવાનું અને ક્રિષા સાથે પણ હમણાં સરખી વાત થતી નથી. જોકે તે તો ટાઈમપાસ માટે જ ટીના સાથે વાત કરતો હતો.

અચાનક ક્રિષાએ 7-8 ફોટા એકસાથે મોકલ્યા. જશને એમ થયું કે ચાલો ઘણા સમયે ફોટા જોવા મળશે તેના પણ, તે ફોટા હતા તેણે અને ટીનાએ કરેલી ચેટના. પળભરમાં જશ બધું પામી ગયો. ફોનની રીંગ વાગી ક્રિષાનો કોલ હતો,

“હેલ્લો કેવા છે ફોટા?? મસ્ત છે ને...”

“હેય ક્રિષા જો હું તને કે’વાનો જ હતો યાર કે હમણાં ટાઈમપાસ સારો કરતો હતો હું”

“ઓકે, તો ટાઈમપાસ એમ ને આટલા બધા દિવસ અને આટલી ક્લોઝ વાતો હોય એમ ને ટાઈમપાસ માં??”

“એવું નહિ યાર”

“ઓહહ હા, હવે મને સમજાયું તું હમણાં આટલા દિવસથી વહેલો ગૂડ નાઈટ કહેવા લાગેલો. પેલી હરામી સાથે વાત કરવા મળે એટલે...અને તું સુઈ ગયો હોય તો પણ વ્હોટસએપ પર ઓનલાઈન બતાવે. જબરું તારે તો.”

“સોરી...”

“હવે તો બીજું શું હોય, હે ને ચાલે રાખે આવું તો શું કેય..”

“મારે કઈ બોલવાનું નથી તને બધી ખબર જ છે”

“ઓકે, બાય કામ કર તારું. એજ સારું રહેશે અત્યારે તો”

“બાય ટેક કેર” જશ ના આ મેસેજ નો રીપ્લાય પણ તેણે ના કર્યો.

થોડાક દિવસો સુધી રિસામણા ચાલ્યા અને છેવટે બંને ફરથી હતા એવાજ જશ-ક્રિષા થઇ ગયા. અને ક્રિષાએ નક્કી કર્યું કે તે હવેથી ટીનાને ખબર નહિ પાડવા દે કે તે હજુ જશ સાથે એક્ટીવ છે.

પણ બધું ધાર્યું હોય તેમ થતું નથી ને, અજાણ્યે પણ આજે ટીનાને ખબર પાડી ગઈ કે તે બંને હજુ પણ સાથે છે. કોને ખબર હવે શું થવાનું હતું તે.

ઘણા રેગ્યુલર દિવસો પસાર થયા બંને વાતો કરતા ફોટાઓની આપ લે કરતા, દરરોજ 1-2 ફોટા મોકલવાના જ, ન મોકલે તો બંને જઘડે અને વળી પાછા મનાવે. બંને વ્યક્તિ ઘરના થોડા થોડા પ્રોબ્લેમ્સ જણાવે અને મન હળવું કરી લે. એક દિવસ જશે ક્રિષાને કહ્યું કે “આપણે વાત કરવાનું બંધ કરવું જોઈએ એવું નથી લાગતું?”

“કેમ વળી??”, “કઈ નહિ આ તો ઘરે ખોટી કોઈને ખબર પડે એના કરતા અત્યારે જ...”

“અત્યાર સુધી ના પડી તો હવે શું?”

“જો દિકા હું એમ નહિ કહેતો કે મારે તારાથી પીછો છોડાવવો છે કે હવે મને તારામાં રસ નથી. પણ એક વાત તું જ વિચાર કે જો કોઈ ‘કારણથી’ આપણે છુટા પડશું તો ભવિષ્યમાં પણ આપણને ખુદને જ એમ થયા કરશે કે ફલાણાના લીધે આપણે છુટા પડ્યા અને એ મિથ્યા કારણને જ આપણે દોષી ઠેરવતા રહીશું. એના કરતા એવું શા માટે ના કરીએ કે ખુશી ખુશી છુટા પડીએ કોઈ જ કારણ વિના, હસતા કુદતા, એકબીજાને ખીજવતા ખીજવતા અને હર્ષોલ્લાસ સાથે” એકદમ તટસ્થતાથી જશ આટલું બોલી ગયો.

“તું આટલી સરળતાથી કહી શકે જશ, માર માટે અઘરું છે આ બધું”

“ક્યારેક તો થવાનું જ છે આ બધું તો શા માટે અત્યારે નહિ? અને મારી વાતમાં લોજીક ના હોય તો કે”

“પણ આજે અચાનક કેમ”

“એતો મને પણ ખબર નથી યાર, હમણા હવે ભણવાનું પણ પૂરું થશે આપણું અને પછી બહુ અઘરું થશે છોડવું. એમ પણ બંનેને ખબર તો છે જ કે વધુ કોઈ ફ્યુચર નથી આપણું તો હસતા હસતા છુટા પડવાનું મને વધુ ગમશે. હું એવું નથી ઈચ્છતો કે જીવનભર તને આપણી વિદાય પર અફસોસ કરવા કોઈ તુચ્છ કારણ મળે. જયારે પણ તું આપણા સંબંધો યાદ કરે ત્યારે આપણે જાતેજ સ્વીકાર્યું હતું આ બધું તેવું હું ઈચ્છું છું” જાણે આજે પરિપક્વતાની પરાકાષ્ઠા આવી હોય તેવી રીતે તે બોલતો હતો.

અને જોવા જઈએ તો આનાથી મોટી અને મહાન પરિપક્વતા બીજી શું હોઈ શકે જેમાં એકબીજાની ખુશીઓનું અને સંબંધોનું માન સ્વમાનભેર જળવાતું હોય.

“તારી વાત સાચી છે, આપણું કોઈ ફ્યુચર નથી. પણ હું એક સાથે આમ બંધ નહિ કરી શકું મને થોડો ટાઈમ આપીશ?? ધીમે ધીમે કદાચ ઓછું થઇ જાય...!!”

“અરે ગાંડી તું કઈ અલગ નથી થઇ ગઈ કે આમ પરમીશન માંગે. સ્યોર તને ટાઈમ તો જોઈએ જ ને. પણ હવે ઓછું કરશું આપણે બને એટલું”

“ઓકે, એક લાસ્ટ વિશ!!”, બોલ ને

“મને છેલ્લી વાર મળવા આવશે??”

“ચોક્કસ આવીશ...હવે આમ રોત્તલ ના થઈશ. મને આવું પસંદ નહિ ખબર ને..”

“હા ભઈ હવે, ચલ કોઈનો કોલ આવે છે પછી વાત કરીશ બાય”

“બાય બાય”

ક્રિષા આજે પણ દલીલો કરી શકી હોત પણ તેણે તેમ કર્યું નહિ કારણ કે, જશની વાતમાં 100% સાર્થકતા હતી. આવું માની લઈને તેણે પોતાની લાગણીઓને જરા પણ ઓછી નથી આંકી પણ, વાસ્તવિકતાને સ્વીકારી લઈને જશે કીધું તેમ હસતા હસતા છુટા પડવામાં તે માનવા લાગી હતી. આજે પણ તે જશને એટલોજ પ્રેમ કરે છે જેટલો શરૂઆતથી કરે છે, છતાં તે કુરબાની આપવા આજે તે રાજી થઇ ગઈ છે. પ્રેમ અને કુરબાની તો મને જાણ છે ત્યાં સુધી એકબીજાના પુરક જ કહેવાય. આજે ફરીથી એ બધી જ ઇચ્છાઓને તેણે ઓગળી નાખી અને આંખમાં ખુશીના આંસુ સાથે તે સ્વસ્થ થઇ. આટ આટલું સમર્પણ અને ત્યાગ શા માટે કે કોના માટે?? કદાચ માતાપિતા માટે.

ચાલુ ફોનમાં જે ફોન આવતો હતો તેમાં વાત કરતાની સાથે જ ક્રિષાના હૈયે ફાળ પડી ગઈ...

pg 30

દિવાળી વેકેશનમાં ક્રિષા ઘરે આવી ત્યારે પહેલા દિવસથી જ તેણે ઘરનો માહોલ ખાસ કરીને પોતાના માટે અલગ લાગ્યો. કોઈક અજાણ્યા અણગમાથી તેની તરફ ઘરના સભ્યો વર્તન કરતા હતા. તે કઈ જાણી ના શકી કે આનું કારણ શું છે? આવા જ અવઢવના 4-5 દિવસો કાઢ્યા પછી એક દિવસ એને ખુલસો થયો આખી વાતનો અને તે દિવસ તેના અત્યાર સુધીના સમગ્ર સારા સમયનો કાળ હતો.

ક્રિષાના પપ્પાએ તેને પૂછ્યું, “આ નંબર કોનો છે?” તે નંબર ક્રિષાનો હતો જે તેણે તેની ફ્રેન્ડના પ્રૂફ પર લીધેલો હતો. તે જવાબ આપવા સક્ષમ ન્હોતી, અનેક વિચારોના વંટોળ તેના મગજમાં ભમી રહ્યા. બીજું કઈ બોલે તે પહેલા ફરીથી “પપ્પાએ પૂછ્યું કે અને આ નંબર કોનો છે??” તે હતો જશનો નંબર. ક્રિષા હતી ત્યાજ સ્થિર થઇ ગઈ તેના ગાત્રો થીજી ગયા અને મૂર્તિમંત બની સાંભળતી રહી. જેનો તે બંનેને ડર હતો અત્યાર સુધી તે બની ચુક્યું હતું અને તેની ઘરે ખબર પડી ચુકી હતી તેના જશ સાથેના સંબંધોની.

“મેં કાંઇક પૂછ્યું સંભળાયું તને??” કડકાઈથી તેના પપ્પાએ પૂછ્યું. “પપ્પા એતો ફક્ત ફ્રેન્ડ છે મારો, અમારી સ્કુલમાં જ હતો તો ઓળખીએ ખાલી બીજું કઈ નહિ”

સટ્ટાક...!!! ક્રિષાના ગાલ પર આંગળીઓની છાપ આવી ગઈ. કેટલી ક્રુરતાથી એ તમાચો માર્યો હશે તેણે. “ઓહહ ફ્રેન્ડ છે એમ? તો ફ્રેન્ડ સાથે ફિલમ જોવા જા છો એકલી એકલી અને ગીફ્ટ આપે છે મોટા મોટા. અને પેલો પણ ભો**** કે તને અમદાવાદથી છેક મળવા આવે”

“પપ્પા એવું કઈ નથી, એતો....” સટ્ટાક...ફરીથી આ વખતે જેમ ફાવે તેમ 3-4 તમાચા એક સાથે છોડી દીધા. તેના મમ્મી રોકવાની કોશિશ કરવા વચ્ચે પડ્યા પણ તેના પપ્પાએ ઈશારામાં જ ના પાડી અને તેઓ ત્યાજ ઉભા રહી જોતા રહ્યા. જાણે કોઈ વળગ્યું હોય તેમ તેના પપ્પાએ ક્રિષાને ખુબ માર માર્યો હાથથી સાવરણીથી અને જે વસ્તુ હાથમાં આવે તેનાથી. સાથે સાથે મહેન માર્યે જતા હતા કે, “આટલા સારું થઈ તને ત્યાં મોક્લી હતી ભણવા અમે? બાપની ઈજ્જતના ધજાગરા કરવા? શરમ વગરની સાવ. હજુ તેમનું હાથ ઉપાડવાનું ચાલુ જ હતું પણ તેના મમ્મીથી હવે ના રહેવાયું એટલે પરાણે તેમને રોક્યા. અને જાતેજ આઘાત પામ્યા હોય તેમ તે હડસેલાઈને દુર સોફા પર બેઠા. ક્રિષા હજુ પણ નીચે બેથી હતી તેમની તેમ જ બેઠી રહી. આટલો માર સહન કરવા છતાં તેણે એક પણ હરફ ઉચ્ચાર્યો નહોતો. મૂંગા મોંએ બધું જ સહન કર્યું. પણ જયારે તેના પપ્પાએ એક કીધું કે કોણ જાણે કોના પેટની થઇ છે ત્યારે તેનાથી સહન ના થયું અને આંસુઓની ધારથી તેના ચહેરાને અને નીચેના તેના શરીરને ભીંજવવા લાગી. ધ્રુસકા વધુ ને વધુ મોટા થતા ગયા અને તેના પપ્પા તેણે નજર અંદાજ કરીને ઘરની બહાર નીકળી ગયા.

2 કલાક સુધી તેનું રડવાનું બંધ થયું ન હતું. જયારે આંસુ ખૂટી ગયા ત્યારે તે ઉભી થઇ અને મોં ધોવા ચાલી. તેના મમ્મી સામે પણ શું વાત કરવી તેની તેને ખબર ના પડી. પણ માં તો માં છે ને, તેણે તેને ખોળામાં બેસાડી અને આખી વાત કરી.

“તું જયારે અહિયાં આવી એના 2 દિવસ પહેલા તારા પપ્પાના ફોનમાં કોઈનો ફોન આવેલો કે તમારી છોકરીનું ધ્યાન રાખો. તમારી છોકરી સારા સારા છોકરાની લાઈફ ખરાબ કરે છે. મોટા મોટા ગીફ્ટ આપે છે. અને ફિલમ જોવા પણ સાથે જાય છે. કોણ જાણે બીજું પણ શું કરતા હોય!!” તે તેને શું ગીફ્ટ કરેલું તે પણ તે ભાઈને ખબર હતી.

“કોણ હતું એ??”

“એતો કઈ ખબર નહિ પણ આ નંબર માંથી કોલ આવેલો” એમ કરી નંબર બતાવ્યો. નંબર જોતા તે શોક થઇ ગઈ. આ નંબર તે જ હતો જેમાંથી તેને પણ તે જ દિવસે કોલ આવેલો જશ સાથે વાત ચાલુ હતી ત્યારે. ત્યારે પણ કોઈ અજાણી વ્યક્તિએ તેને કહ્યું હતું કે “બંધ કરી દે આ બધુ. નહીતર હું તારા પપ્પાને કહીશ આ બધું” ત્યારે તો જશે સાંત્વના આપેલી કે “કઈ થાય નહિ એમજ કોઈ મજાક કરતુ હશે” પણ એ સાચું પડવાનું હતું એ કોને ખબર હતી.

ક્રિષાએ મહામહેનતે તેના ઘરના ફોનમાંથી આ બધી વાત જશને જણાવી તો જશ પણ બે ઘડી ચોંકી ગયો કે આવું તો કોણ કરે?? અને વળી પાછું એટલું બધું ડીટેઇલમાં કે મારા ગીફટની પણ તેણે ખબર હતી?? તેણે ક્રિષાને હવે એક જ સલાહ આપી કે આપણે જેટલી વાત ના કરીએ એટલું જ સારું છે. વળી પાછો કોઈ ઇસ્યુ થાય તેવું તે ઈચ્છતો ન હતો. ક્રિષાને આ સમયે ખરેખર સધિયારાની અને સહાનુભૂતિની જરૂરિયાત હતી પણ સંજોગો સામે લાચાર હોવાથી તે સમજતી હતી. અને ન ચાહવા છતાં પણ તેમને છુટા પડવાનું ‘કારણ’ મળી ગયું જે કોઈ પણ નહોતા ચાહતા.

15એક દિવસો પછી ક્રિષાએ તેની કોઈ ફ્રેન્ડના ફોનમાંથી મેસેજ કર્યો જશને, ત્યારે જશે ચોખ્ખું કહી દીધું કે હું કોઈની પર પણ વિશ્વાસ ના કરી શકું, મારો નંબર તેમની પાસે છે. તો બેટર રહેશે કે આપણે વાત નના કરીએ અને રિલેશનશિપ પૂરી કરીએ. ક્રિષાને આવા જવાબની અપેક્ષા નહોતી પણ તે કરે તો કરે શું? તેને થયું કે જશને એક વાર પણ ફુરસદ નથી મારો હાલ પૂછવાની કે મને શું થયું હશે તે જાણવાની?

અને ઘણા બધા પ્રશ્નો સાથે છેવટે તેણે પણ આશા છોડી દીધી.

This is not the end. Climax is still on.

લગભગ 1.5 વર્ષ પછી...

To be continue

Email:

Cell/Mo No.: 7405560760