Complicated Krisha books and stories free download online pdf in Gujarati

કોમ્પલીકેટેડ ક્રિષા

મુંબઇથી અમદાવાદ જતી કર્ણાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં C2 કોચમાં એક તરફની વિન્ડો સીટમાં 30એક વર્ષનો યુવાન, ચંદ્રકાંત બક્ષીની છેલ્લી નવલકથા "સમકાલ" પોતાના હાથમાં લઈને બેઠો હતો. અને સામેની સીટમાં એક 20-21 વર્ષની એકદમ સુંદર, જીન્સ અને ટી શર્ટ માં બેઠેલી, પોતાના બાંધ્યા વગરના ખુલ્લા વાળ માંથી આવતી લટને પોતાના ડાબા હાથ વડે સહેલાઈથી પોતાના કાન પાછળ ધકેલી દેતી અને સામેના વ્યક્તિના હાથમાં ગુજરાતી બુક જોઈને હસતી હતી.

"What so funny...!!?" પેલા યુવાને પૂછ્યું

"Ya it's funny U r reading Gujarati book..." છોકરીએ એકદમ જોશમાં કીધું

"It's ok" તે યુવાનના આટલા જ રીપ્લાયથી તેની સ્વસ્થતાનો ખ્યાલ આવતો હતો.

છોકરી થોડી વાતુડી હતી, એણે વાત આગળ ચલાવી.

"તમને આજકાલની જનરેશનમાં કઈ ખબર ના પડે, અમારી ફીલિંગ્સ કેવી હોય એ તમને ક્યાંથી ખબર પડે આવી બુક વાંચો તો..."

"તમારી વાત કદાચ સાચી હોય"

" બાય ધ વે તમે બુક વાંચો છો?" તે યુવાને કઈ પણ કહ્યા વગર પૂછી લીધું

"હા , પણ આવી ગુજરાતી ના વાંચું. હું તો Chetan Bhagat, Nicholas Sparks, John Green આ બધા લોકોની વાંચું"

ગર્વ અનુભવતી હોય એવી રીતે તેણે કહ્યું.

"ઓહ વેરી નાઇસ, mostly લવ સ્ટોરી. જોકે મને પણ એક એવી સ્ટોરીની ખબર છે અને તેના પર બુક પણ લખી છે. ખબર નહી તે પબ્લીશ થશે કે નહિ પણ મેં લખી છે. એકદમ તમારી જનરેશન પર અને એકદમ young ફીલિંગ્સ પર."

" ઓહ, સાચે તમે બુક લખી છે..??!! મારે વાંચવી છે પ્લીઝ મને આપો ને..."

"પણ ગુજરાતીમાં લખી છે મેં તો"

થોડી વાર તેણી એ મો બગાડ્યું પણ પછી કીધું " કાંઈ નઈ લાવો ચાલશે."

તે યુવાન પોતાના ફોનમાં ડોક્યુમેન્ટ્સમાં શોધી રહ્યો અને એક ફાઇલ દેખાઈ "કોમ્પલીકેટેડ ક્રિષા" એ ઓપન કરીને સામે બેઠેલી છોકરીને વાંચવા આપી દીધી.

"હવે તમે વાંચો, મને તમારો ફોન આપી દો હું ઈયરફોન લગાવીને

આરામ કરું થોડી વાર"

" સ્યોર આ લો"

સામે બેઠેલી છોકરી પેલ્લી વાર કોઈ પબ્લીશ ના થઈ હોય ઍવી બુક વાંચતી હતી તે પણ એના લેખકની સામે.

અને મુંબઈ સેન્ટ્રલના પ્લેટફોર્મ પરથી ટ્રેન ધીમે ધીમે ચાલવાલાગી હતી...

હજુ તો તે દિવસે ફેસબૂકની news feed ખોલીને બેઠી હતી ત્યાંજ people you may know માં એક છોકરાનું suggestion જોયુ અને એના સ્કુલના દિવસોનો એનો crush સામે આવી ગયો. અને આ એકજ પળમાં 11-12 માં તેણે જે કાંઈ પણ સપના સેવેલાં અને તિરછી નજર મારીને પોતાની બહેનપણીઓ સાથે જે વાતો કરેલી તે બધું જીવંત થઇ ગયું.

આજ સમયે તે મોટી અવઢવ માં હતી કે request મોકલું કે નહીં???

Accept નહીં કરે તો??

કંઈ રિસ્પોન્સ નઈ આપે તો??

પણ જે થશે તે જોયું જશે એમ વિચારીને તેને add friend પર ક્લિક કરી જ દીધું…

અહીંયા થી શરૂઆત થાય છે આ એપિક સ્ટોરીની ….

Pg 1

“અલા એની માને આપડા FB માં છોકરીની request???!!!... જલસા થઇ જવાના ભાઈ, જોવા તો દે કોણ છે આ મ્હોતરમાં”

સવારે ઉઠતાની સાથે જ જશે એના રૂમ પાર્ટનર ને ઉછાળા ભેર કીધું.

ખાલી એક request સાથે ખરેખર એક માહોલ સર્જાયો હતો સવાર સવાર માં.

FB માં અને વહોટ્સઍપ માં પેલા મેમે આવે ને કે

That moment when girl send a request to you… ઇતની ખુશી...હા હા હા…

વધુ કાંઈ તો બન્યું નહીં પણ રવિવાર હતો તો કોલેજમાં જવાનું નહોતું. રેગ્યુલર ફ્રેશ થઈ અને નાસ્તો કરીને જશ હવે જાય છે ફેસબૂક પર અને પહેલાં તો પ્રોફાઇલ જોવે છે આ unknown request ની.

“આતો કોઈક જાણીતું લાગે છે, મારી અને આની સ્કુલ એકજ છે અને થોડાક મ્યુચલ ફ્રેન્ડ્સ પણ છે.

ચાલ accept તો કરું વાત કરવા થશે.” જશ મનમાં ને મનમાં વિચારતો હતો…

અને ફાઈનલી તેણે જમણા હાથનાં અંગુઠા વડે confirm પર ક્લિક કર્યું અને તેની મોબાઈલની સ્ક્રીન પર બ્લીન્ક થયું ;

You are now friend with Krisha Patel…

આટ્લામાં જશનાં મોબાઈલની રિંગ ટોન વાગી, “દિલ સંભલ જા ઝરા, ફિર મહોબ્બત કરને ચલા હે તું…”

તેના કોઈ મિત્રનો કોલ હતો, આજે રજા હતી તો cricket રમવા જવાનું હતું .

જશના આવા સમય માં તેને કોઈ હીલિંગ(છોકરી) ની જરૂર તો હતીજ,

શૂકામ?? એ પછી જોઇશું…

અત્યારે તો જશ ને રમવા જવાનું છે...

Pg2

આજકાલની કમ્યુનિકેશન સિસ્ટમ્સનો સૌથી વધું ફાયદો કોઈએ ઉઠાવ્યો હોય તો તે યુવા પેઢી છે. અને એ પણ કેવા કામમાં, એક બીજાના crush શોધવામાં,એક બીજાનો પ્રેમ શોધવામાં.

જે વાત ફેસ ટુ ફેસ કહેતા ડર લાગતો હોય કે મુંજવણ અનુભવાતી હોય તેને કોઈ પણ સોસિયલ મીડિયા પર આરામથી કહી શકાય છે. અને એક જોતા સારું પણ છે ને કે ડાયરેક્ટ રિજેક્શનની માથાકૂટ તો નઈ.

વળી પાછું એકબીજાના ફોટો જોઈ શકાય, સ્ટેટસ અપડેટ જોઈ શકાય, લાસ્ટ સીન જોઈ શકાય. અને ઓનલાઇન છે તો મેસેજ કરું કે ના કરું એની મથામણ અનુભવી શકાય. આ બધીજ વસ્તુઓ અત્યારની પેઢીની લાગણીઓ સાથે ચોક્કસ રીતે સંકળાયેલી છે.

છોકરા છોકરી ની દિલની ઈચ્છાઓ, એકબીજા પ્રત્યેની લાગણીઓ અને વ્યથાઓ FB કે વહોટ્સઍપ ના સ્ટેટસમાં સારી રીતે વ્યક્ત થઈ જતી હોય છે. એનો પણ એક અલગ પ્રકારનો જ વૈભવ હોય છે, લગતા વળગતા લોકો વગર કહ્યે બધું સમજી જતા હોય છે.

અને એવું નથી કે પેલા કોઈ લોકો આવું વર્તન કે આવો so called પ્રેમ નહોતા કરતા,ત્યારે પણ આ બધું તો હતું જ. માત્ર માધ્યમો જુદા હતા બાકી કન્ટેન્ટ તો એનો એજ. ત્યારે ટપાલો આવતી, લેન્ડ લાઈનના ડબલામાં બન્નેએ આપેલા ચોક્કસ સમય પર કોલ આવતા, મોબાઈલ ફોન એટલા હાથવગા નહોતા, તો લવ લેટર આવતા,અને કેવા ખબર???

લેટરની નીચે લખ્યું હોય

જાનુ તારો આશિક ફલાણો ને ઢીકડો…

હા હા હા…

એ બધું અત્યારે યાદ કરીએ એટલે હસવું જ આવે, પરંતુ એક જમાનો હતો તેનો પણ.

આવું બધું તો આવતું જ રહેવાનું, જેમ જેમ માનવ સમાજ પ્રગતિ કરતો રહેવાનો અને નવી નવી ટેક્નોલોજી આવતી રહેવાની તેમ તેમ લાગણીઓ વ્યક્ત કરવાની પધ્ધતિ માં પણ ફેર ફાર આવવાનો.

તો હવે આજની જ પેઢીમાં જીવી રહેલી ક્રિષા પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરવા મથામણ કરી રહી છે...

Pg 3

એજ રવિવાર સવારે ૯ વાગે;

“ઑયે ક્રિષા અમને કહેતો ખરા કે આખો મામલો શું છે આ ?... ”

ક્રિષાના હમણાં ના મૂડ પરથી તેની રૂમ પાર્ટનરે તેને સવારે જ પૂછી લીધું.

અરે યાર કાંઈ નથી ગરિમા, આતો ખાલી સાથે હતા સ્કુલમાં, એ 12માં ધોરણમાં હતો ને હું 11માં મા.

Suggestion જોયું એટલે મોકલી request, બીજું કાંઈ નહિ.

ક્રિષા ના આટલા નર્વસ અને બેચેન મૂડથી કાજલ અને ગરિમા એની બંને રૂમમેટને ખબર તો પડી જ ગઈ કે કંઈક તો સ્પેશિયલ છે જ. હવે તો થોડી વારે ને થોડી વારે કાજલ કા તો ગરિમા ચિડવ્યા જ કરે છે તેને. પછી કંટાળીને ક્રિષાએ કીધું કે હા બાપા તમે બન્ને હવે મારુ માથું ખાવાનું બંધ કરો, હું કહું છું તમને બધું…

જાણે કોઈ મુવીનું નેરેશન ચાલતું હોય તેમ તે બન્ને કોફીના કપ લઈને બેસી ગઈ ક્રિષાની સામે. ક્રિષા કોફી પીતી નથી જનરલી,પણ આજે તેણે પણ લીધી થોડીક અને એક સીપ લઈને ચાલુ કરી તેની અત્યાર સુધીની(જોકે કાંઈ ખાસ નથી એવી) સ્ટોરી…

પેલ્લી વાર મેં તેને જોયેલો અમારી 11th ની ફિઝિક્સની weekly ટેસ્ટમાં. એ લોકોને પણ ટેસ્ટ હતી તો સિટીંગ એરેંજમેન્ટ અમારી સાથેજ હતું. મને એક તો ફિઝિક્સ જરાય પસંદ નહોતું. અને એમાંય આવી ટેસ્ટ કે પરીક્ષા હોય એટલે મગજના તાર હલી જાય. આ બધીજ વાતોને બાદ કરતા આજે સારી વાત એ હતી કે આ જશ વિશે સાંભળ્યું હતું થોડુંક કે રેન્કર છે એ જોવા મળ્યો.

અને ગમ્યો પણ ખરો મને પહેલી નજરમાં તો,

જાડિયો લાગતો પણ ક્યુટ દેખાતો, મોટું કપાળ, ટૂંકા વાળ, ખડતલ શરીર અને લગભગ 5’10” ની હાઇટ હશે. બોડી લેન્ગવેજ પરથી ફુલ કોન્ફિડન્ટ અને સહેજ હસમુખો ચહેરો. બસ આટલું યાદ છે પહેલી વખતનું.

ત્યાંતો ગરિમા વચ્ચે જ બોલી પડી, કે તને 2 વર્ષ પછી પણ આટલું બધું યાદ છે અને પાછી તો કહેતી હતી કે કાંઈ નથી જષ્ટ ફ્રેન્ડ બનાવવો છે, ચાલો મેડમ બોલવા લાગો આગળનું પણ હવે…

અને ક્રિષાએ પણ આ દરમિયાન બન્નેથી નજર ચોરીને મોબાઈલમાં જોઈ લીધું કે જશે request accept કરી લીધી હતી. તેની સાથેજ તેના ચહેરા પર વધુ ગુલાબી આવી ગઈ…

હવે ક્રિષા વાતને આગળ વધારતા બોલે છે,

“ટેસ્ટ શરૂ થવામાં5 મિનિટની જ વાર હતી અને મને વિશ્વાસ નતો આવતો કે એની જગ્યા મારી બાજુમાં જ આવી હતી, મને તો થોડીવાર ખબર ના પડી જ્યારે એણે પૂછ્યું ક અંદર જવા દો મારી જગ્યા ત્યાં છે; એણે બીજી વાર પૂછ્યું કે “હેલ્લો….” ત્યારે મને ખબર પડી અને સફાળી બેઠી થઇ ગઈ અને એને જગ્યા કરી આપી. હું તો હજુ પણ shocked જ હતી ત્યાં તો એને પૂછી પણ લીધું કે “શેની exam છે?”

મેં તરતજ જવાબ આપ્યો કે ફિઝિક્સનું છે, “મને જરાય નથી ગમતું.”

તો જવાબ માં એણે ખાલી નાનકડું સ્મિત આપ્યું અને કીધું “all the best for that…?. અને મેં thanks પણ કહી દીધું જેવું તેવું…મારે લખવાનું તો કાંઈ ખાસ હોય નહીં exam માં તો હું તો એક question નો આન્સર લખીને તેની સામે જોયે રાખતી”

એમ પણ હવે ક્યારે બાજુમાં બેસવા મળે કોને ખબર હતી”

આટલું બોલીને કાજલ બાજુ ક્રિષાએ આંખ મીંચકારી.

“મારી exam માં શું પુછેલું એતો કોને ખબર હતી, હું તો ખાલી એને જોવા આવી હોય એવું લાગતું હતું. પણ એતો ફુલ સ્પીડમાં લખવાજ લગ્યો અને કેલ્ક્યુલેટરમાં switches દબાવતો supplementary ભરવા લાગ્યો. બન્નેની નજર મળી 2-3 વાર પણ ત્યારે એતો સ્માઈલ કરી ને લખવાજ માંડે અને સમય પૂરો થાય એ પહેલા પૂરું લખીને જતો રહ્યો...ત્યારે મને ખબર પડી કે હા યાર એટલેજ રેન્કર હશે, કેટલી સ્પીડ અને કેટલું પરફેક્શન. અને આપડે તો ઢગા જેવા ક્યાંથી રેન્ક આવે..

બસ ત્યાર પછી આટલી ક્લોઝ મીટીંગ ક્યારેય નથી થઈ, ક્યારેક જોવાનું બને એકબીજને (લગભગ તો મારેજ જોવાનું હોય સ્કુલમાં આવતા જતા)

એને તો ખબર પણ નહીં હોય મારા વિષે કાંઈ.

આ સમગ્ર કાળ દરમિયાન એક વાત બની…

ઉંમર એવી હોય,કે પછી આકર્ષણ હોય કે પછી દેખાવ માં એ સારો હોય કે એ હોંશિયાર હોય ભણવામાં એટલે હોય, મને કંઇજ ખબર નહોતી પડતી પણ મને એ ગમવા લાગેલો.

ખાલી હોંશિયાર હોવું જ જો કારણ હોત તો એ તો મારા કલાસમાં પણ ઘણા હતા,અને તે દેખાવડો પણ અતિશય નહોતો, ખરેખર મને ખબર જ નથી કે શૂકામ તે ગમતો.

જેવો હતો એવો થોડોક જાડિયો, ગોલું -મોલું

મને ગમતો.”

અને હવે સ્ટોરી પુરી થતી હોય તેમ ક્રિષા ખુરશી પર થી ઉભી થતા થતા કહે છે કે “ મને તો ખબર પણ ન હતી કે તે મને આવી રીતે મળશે, હવે તો કંઈક વાત થાય તો ખબર પડે આગળ શું થાય તે…”

“હાસ્તો વાત થાય તોજ ખબર પડે ને”,ગરિમા એ ક્રિષાને ચિડાવતા કીધું.

“વાત પછી કરીશું ચાલો,પેલા ભૂખ લાગી છે એનું કંઈક કરો…” ક્રિષાએ વાત અટકાવતા કીધું…

ત્યારે બપોરનો ટાઈમ થઇ ગયો હતો જમવાનો તો ત્રણેય રસોઈ બનાવવામાં લાગી ગઈ…

હવે શરુ થશે સાચી સ્ટોરી…,

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED