કોમ્પ્લીકેટેડ ક્રિષા:6 Prince Karkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોમ્પ્લીકેટેડ ક્રિષા:6

pg. 22

જશને થોડું ઘણું વારસામાં આવ્યું હતું અને થોડુક તેની હોબી (મુવી જોવા અને ટ્રાવેલિંગ) ને લીધે અને થોડુક તેના આસ પાસના વ્યક્તિઓના લીધે તેનું પ્રેઝન્સ ઓફ માઈન્ડ અને હાજર જવાબીપણું ખાસ્સું સારું હતું.

ક્રીષાને ઘરે કાંઇક જઘડો થયો હતો તો તેનું મૂડ ઓફ હતું, તેના 2-3 મેસેજ પરથી જશે અનુમાન કરી લીધું. માટે જશ વાતાવરણને થોડુક હળવું કરવાની કોશિશ કરવા લાગ્યો.

“શું થયું બકા બોલને. કેમ ઓફ્ફ છે આજે?” તેણે હસતા ઈમોજી સાથે પૂછ્યું. “કાંઈ નહિ યાર ડર વખતની જેમ પારિવારિક પ્રોબ્લેમ્સ”

“ઓહહ એવું એમને...”(જશને થોડી ઘણી ખબર હતી એટલે તેણે પરિસ્થિતિને હળવી જ રાખી.)

“તો શું.!!” નિઃશ્વાસ નાખતા તે બોલી.

“છોડને હવે એ બધું, તારે તો ટેવ પાડી દેવી જોઈએ.”

“હાં, હજુ તું પણ ચાલુ કર હેરાન કરવાનું.”

“અરે બકુ ચીલ મારને, હું તો હસાવવાની ટ્રાય કરતો હતો... અને કે તો શું ખાધું આજે?’

“મેં તો પંજાબી ખાધું, પનીર બટર મસાલા, બટર નાન, મસાલા પાપડ, દાલ ફ્રાય અને જીરા રાઈસ.

મજા આવી ગઈ.(પેટ ઉપર હાથ ફેરવતા ફેરવતા તેણે મેસેજ કર્યો)

“ગૂડ. મેં કંઈ જ ખાધું નથી, આજે ઉપવાસ.”

“કેમ વળી??”

“બસ એમજ”

(જશને આવા ‘બસ એમજ’ રીપ્લાય થી સખત નફરત હતી તોય તેણી ઘણી વાર એવુ જ મોકલતી) “કાંઈક તો હોય ને કારણ, મૂડ ના હોય તો ખાવાનું પણ નહિ? ” જશે આશ્ચર્ય સાથે પૂછ્યું

“મને ગુસ્સો પોતાની પર જ ઉતારવો સારો લાગે એટલે.”

“પણ ખાવાનું બંધ કરે એમાં કાંઈ ફરક ના પડે ખોટી તબિયત ખરાબ થાય.”

“ભલે થાય મને કંઇ પડી નથી.”

“પણ મને પડી છે, જામી લે અત્યારે જ.” જશે ખરેખર ખુબ જ આત્મીયતા સાથે કહી દીધું.

“આજે નહિ હવે, કાલે થશે જમવાનું” ક્રિષા કેટલું તોછડું બોલતી હતી એ તેણે ખુદને પણ ખબર નહોતી.

જશને પણ ગુસ્સો આવતો હતો હવે ધીમે ધીમે

“કેટલા દિવસ ઉપવાસ કરે એક અઠવાડિયામાં”

“કાંઈ નક્કી ના હોય 3-4 દિવસ થય જાય ક્યારેક’

“તને સારું લાગે અને શાંતિ મળે એનાથી?” હવે જશ સીરીયસ ટોનમાં આવી ગયો હતો.

“ના પણ હું જાતે જ મને પનીશમેન્ટ આપું એટલે”

“ગૂડ, તને મારો મૂડ ખરાબ કરતા થોડીક જ વાર લાગે નય?”

“યાર એવું નથી, પણ...”

“તો શું છે પણ, તારે પ્રોબ્લેમ બીજા સાથે હોય અને આવે મારી પર!! મને જરાય પણ નથી ગમતું તને ખબર છે તોય... ને એ પણ આપણા લીધે ના હોય” જશ ને ખોટું લાગ્યું હતું અને આ વખતે વધુ.

“એવું નથી, પણ મારે કહેવું કોને?”

“હું અહિયાં જખ મારવા બેઠો છું?? મને નથી કહેવાતું?”

“પછી તને એમ થાય કે હું મારા જ ઇસ્યુ બોલે રાખું છું એટલે હું ના કહું તને.”

“મેં કીધું છે એવું ક્યારેય તને કોઈ પણ વાતમાં?”

“ના”, “તો જાતે જ નક્કી કરી લીધું કે હું આવું રીએક્ટ કરીશ એમ ને?”

“સોરી યાર હવે આવું નહિ કરું.”

“તો શું પણ યાર, મારા વિષે આવા જ અભિપ્રાય બાંધી લે અને મને ગિલ્ટી ફિલ કરાવે તું...” જશે એકદમ નિરુત્સાહી રીપ્લાય કર્યો.

“મારે આજે 1 સિગારેટ વધુ પીવી પડશે, કેવું મૂડ હતું મારું..!!”

“હેય આવું ના કર પ્લીઝ, મારા લીધે...” આગળ કઈ બોલાયું નહિ તેનાથી.

“કાંઈ નહિ બોલ બીજું” તેણે તરત જ તે બાબતને ત્યાં જ પતાવી દીધી અને ક્રીષાને ઇગ્નોર કરતો હોય તેમ રીપ્લાય કર્યો.

“હું કાલે પણ ઉપવાસ કરીશ તને મેં હેરાન કર્યો એટલે” જશને થયું કે સામે હોત તો એક તમાચો લગાવી દેત એટલો ગુસ્સો આવ્યો તેને, પણ તેને હજુ અત્યારે જ સમજાવી તોય તે સમજતી નથી કે સમજવા માગતી નહોતી એટલે તેણે ચુપ રહેવાનું જ પસંદ કર્યું.

“ઓકે, ગૂડ નાઈટ, બાય ” જશે આટલું જ ટાઈપકર્યું.

ક્રીષાને પણ કાંઈ બોલવા જેવું લાગ્યું નહિ એટલે તેણે પણ એવો જ રીપ્લાય કર્યો.

“ગૂડ નાઈટ, બાય, ટેક કેર.”

pg. 23

થોડાક દિવસ આવુંજ ચાલ્યું

જશને તે ઉપવાસ કરતી તે જરાય પસંદ નહોતું અને સ્પેશીયલી જયારે પોતાના પનીશમેન્ટ માટે કરે ત્યારે.

બીજી બાજુ ક્રીષાને જશની સ્મોકિંગની આદત જરાય નહોતી પસંદ. અને જયારે તેનું સ્મોકિંગ વધી જાય ત્યારે ક્રિષા પણ ઉપવાસ રહેવાનું વધારી દેતી. આવી એકદમ સ્ટુપીડ બાબતને લઈને બંને વારે વારે જઘડ્યા કરતા. આજે જશને કાંઇક નવું જ જાણવા માલવણ હતું.

બંને શાંતિથી વાતો કરતા હતા.

“મંગળવાર તો ઘણા સમયથી રેતી હશે ને.!”

“હા એમ તો ઘણો ટાઇમ થઇ ગયો”

“એમજ હોય કે કોઈ વિશ માટે પણ?”

“વધારે પડતું તો એમજ હોય, પણ ક્યારેક વિશ માંગવી હોય તો કામ આવે ને આ બધા ઉપવાસ એટલે”

“એટલે તું પણ એક્ષચેન્જ ઓફર જ આપે એમ ને!!”

“એટલે”, “ભગવાન મારું આ કામ કરે તો હું આમ કરું ને તેમ કરું...વન કાઈન્ડ ઓફ માનતા ટાઈપ...”

“એવું કાંઈ નહિ શ્રધ્ધા હોય એતો”

“શ્રધ્ધા...હા હા હા (તેણે અટ્ટ હાસ્ય સાથે તેનો જવાબ હવામાં ઉડાડી દીધો.) મેડમ તને શ્રધ્ધા અને એક્ષચેન્જ ઓફરમાં કાંઈ ફરક નથી લાગતો?”

“જે હોય તે” ક્રીષાને બીજું કઈ બોલ્વાનુંસુજ્યું નહિ.

પછી અચાનક મગજ માં સ્પાર્ક થયો હોય એમ આગળ બોલી

“તને સાચું નહિ લાગે, એક વાર ખબર છે તે કીધું હતું કે આજે તો એક પણ સિગારેટ નથી પીધી. ત્યારે મેં વિશ કરેલું અને ઉપવાસ પણ કરેલો બીજા દિવસે”

એક તો પહેલેથી જ તે ગુસ્સામાં હતો અને આ જોઇને તેને વધુ આવ્યો તે તેની આંખો માં દેખાતું હતું.

ફક્ત ઓકે એટલોજ રીપ્લાય તેણે કર્યો. જશના આટલા નાના રીપ્લાયથી તે સમજી ગાય કે ગુસ્સામાં હશે.

“કેમ શું થયું બોલ ને” ક્રિષાએ વાત આગળ ચલાવતા કહ્યું.

“તારે સીધી ભગવાન સાથે જ વાત કરાય ને મને થોડું કહેવાય. હું તો કામ વગરનો છું ને અહિયાં.” જશે હવે તેની અંદરનું વંટોળ બહાર કાઢવાનું ચાલુ કર્યું હતું ધીમા ધીમા શબ્દોમાં

“પણ થયું તો એવુંજ ને મારી વિશ જેવું” તે હજુ પણ સમજી નહોતી કે જશ શું કહેવા માંગે છે.

“એ તો ખાલી પ્રસંગોપાત બનાવ હતો. અને પછી બીજા મંગળવારે 5-6 પીધી હતી ત્યારે કોઈ ડીલ નહોતી કરી ભગવાન સાથે? આજે પણ પીવાનો જ છું, કે તારા ભગવાનને એકેય ના પીવ હું એવું, પછી મને કે જે કે તારી વિશ પૂરી થઇ કે નહિ.”

ક્રિષાની આંખો ભરાઈ ગઈ હતી અને તે આંસુ ગાલ પર સરકવા લાગ્યા હતા હવે.

“સોરિ” આવું કાંઈ પણ થાય એટલે ક્રિષાનો એક જ જવાબ હોય સોરિ. કાંઈ એક્ષ્પ્લેન કરવાનુંતો હોય નહી કારણ કે એને ખુદ ને જ ખબર ના હોય કે તે શુકામ આવું કરે છે.

જશને પણ ખબર પડી જ ગયેલી કે ચોક્કસ તે રડતી જ હશે એટલે શાંતિ થી તેને સમજાવતો હોય તેમ રીપ્લાય કરવાનું ચાલુ કર્યું.

“યાર જો...એક વાત સમજ,

તારે મારામાં કાંઈ ફેરફાર જોઈતો હોય તો મને કહેવું પડે ને તારે,આપણે કાંઇક ડિસ્કશન કરીએ તો સોલ્યુશન આવે કઈક. તું સીધી જ ભગવાન સાથે ડીલ કરે અને એ પણ પોતાની તબિયતના ભોગે એ મારાથી જરાય સહન નહિ થતું.”

“પણ મને એમ થાય કે તને કીધા વગર સારું થઇ જતું હોય તો તને કહેવું નઈ ને કઈ..!!” હવે થોડી સ્વસ્થ હતી તે.

“હું કોઈ બહારનો માનસ છું? તું આવા ભણ બનાવે તે સારું લાગે??”

પોતાની બાજુમાં બેઠી હોય તેમ જશ તેણે સમજાવી રહ્યો હતો.

“આ બધા મુવી બનાવવા વાળા મૂરખા નથી કાંઈ. OMG નથી જોયું?”

“જોયું છે ને. પણ તું સિગારેટ ના પીવે તો ના ચાલે?”

“યાર મેં પહેલા પણ ઘણી વાર કીધું છે કે મેં ચાલુ કરી ત્યારે ઘણું વિચારેલું. અને મારે ઘણી વસ્તુઓ છે એની સાથે. તો એ બંધ નથી થાય એમ પ્લીઝ”

“ઓકે ચાલ. હવે આવું કાંઈ નહિ કરું” ક્રિષાને હવે રિલેક્સેશન હતું.

“હંમમ ગૂડ ગર્લ...ચાલ એક ફોટો મોકલ મસ્ત.”

“અત્યારે”, “હા તો અત્યારે જ હોય ને”

ક્રિષાએ ત્યારે જ પાડેલો સેલ્ફી મોકલ્યો. ફોટામાં ગ્રે ટી-શર્ટ માં દેખાતા તેના વક્ષસ્થળ ને લીધે અને થોડીક માદક આંખોને લીધે તે સુંદર લાગતી હતી.

“અહા મસ્ત માલ લાગે હા હા હા”

“જાને હવે”

“ચાલ હવે કાંઇક નાસ્તો કરીને સુઈ જા”

“ઓકે પણ તું પીતો નઈ આજે”

“એ હા માતાજી નઈ પીવ. ગૂડ નાઈટ, બાય”

“ગૂડ નાઈટ, બાય, ટેક કેર,,,, લવ યુ...” ક્રિષાએ લાસ્ટ મેસેજ કર્યો.

જશના હાથમાં સિગારેટ હતી અને તેણે ના પીધી. મનમાં તે બોલ્યો આજે તો નહી પીવી.

ત્યાં તો બાજુમાં માચીસથી પોતાની ક્લાસિક જગાવતો હર્ષ બોલ્યો “ઓ ભાઈ... તબિયત તો સારી છે ને. તું ના પાડે છે..!!અને એ પણ આવી રાતમાં??”

“હા હવે ચો*** બરોબર જ છે બધું. તું પીય લે, હું સુઈ જવાનો.”

pg. 24

આવું જઘડવાનું તો રોજનું થતું , પણ છેલ્લે બંનેને રહેવાતું નહિ એકબીજાથી તો બંને માની જતા. ક્યારેક જશ સિગારેટ ઓછી પીતો તો ક્યારેક ક્રિષા ઉપવાસ બંધ રાખતી. આમ જ એક દિવસ વાતો કરતા કરતા બંનેએ મળ્યા હતા ત્યારની વાત ઉખેળી.

ત્યાં તો ક્રિષાને, જાણે કોઈ અતિશય ભૂખ્યા માણસને જાત જાતના પકવાનો જોઇને મોં માં પાણી આવે એમ સમગ્ર શરીરમાં જણજણાટી વ્યાપી ગઈ. હોર્મોન્સે તેનું કામ ચાલુ કરી દીધું હતું.

થોડીક વાર વાત કરી તેના પર અને પછી ક્રિષાએ કીધું કે “યાર હમણાં છોકરીઓ ભાગી બોવ જાય છે આજુ બાજુ માંથી.” તેના ઘરની આજુ બાજુ માં હમણાં 2-3 છોકરીઓ ભાગી ગઈ હતી.(ભાગી ગઈ એટલે માતા પિતાની વિરુદ્ધમાં ઘરે થી નીકળીને કોઈ સાથે લગ્ન કરી લે તે) “તું ય ભાગી જા ને...હા હા હા” જશે વ્હોટસએપમાં ભાગતા ઘોડા પર સવારી કરતા છોકરાનો એમોજી મોકલ્યો. “માર ખાવો લાગે તારે” તેણે ગુસ્સા વાળા લાલ એમોજી મોકલ્યા

“હા હા હા. ના યાર સાચે હું હમણાં વિચારતો હતો કાંઇક” જશે કહ્યું.

“શું વિચારતો હતો?”

“બસ એજ કે આપણા બંનેના બપાઓની સમાજમાં ઈજ્જત ઘણી છે. આપની કાંઈ ખબર પડશે તો શું થશે!!”

“તને સાલા આવા સારા ટાઈમમાં આવા જ વિચારો સુજે છે? હરામી તેમાં,,,”

“હા હા હા. કેમ ફાટી ગઈ?? આટલું સાંભળ્યું ત્યાં?”

“ના એવું કઈ નહિ. પણ આપણે કાંઈ કરવાનું જ નથી તો શું ખબર પડવાની ને શું ઈજ્જત જવાની!!”

“વાહ, બોલી હો બાકી હેયય શાબ્બાશ”

“તો પછી..!! તને માંય ભાન છે હા હા”

“હંમમ,

સાચે યાર ક્યારેક આવું બધું (ઘરેથી ભાગીને મેરેજ કરે, ફેમેલીથી છુટા પાડી જાય) જોઈએ તો એમ થાય કે સાવ ચો*** જેવા છે આ લોકો. બાપાની વર્ષોથી કમાયેલી ઈજ્જતના ધજાગરા જ કરવા”

“હા એ વાત તો છે જ, એવું તો ના જ કરાય”

“અને મેડમ આપણે જે કરીએ છીએ એ શું છે વળી?? કાંઈ વધુ ફરક નથી” તેણે થોડીક સ્માઈલ સાથે રીપ્લાય કર્યો

“આપણે શું કર્યું હેં? આપની પોતાની ફીલિંગ્સ તો હોય જ ને કંઇક. વડીલો અને આપણા ટીપીકલ સમાજને લીધે એ લાગણી મારી ના જાય કંઈ. અને એજ તો આપણે જીવીએ છીએ. અને રહી વાત એમને ખબર પડવાની, તો એતો ક્યાં પડવાની છે એમને!! ખબર ના પડે એટલે આપણે વફાદાર જ કહેવાઈએ. આપણને એમના સિવાય કોઈનાથી શું મતલબ હોય..!! બાકી બધું જોવા બેસીએ તો જીવી જ ના શકાય જશ...”

આજે તો ક્રિષાનો અલગ જ અંદાજ હતો. જશે આટલી મેચ્યોર વાતો કરતા તેને ક્યારેય નહોતી સાંભળી. જશ પોતાને ઘણો સમજુ માનતો હતો, પણ કેટલી સરળતાથી ક્રિષાએ સમજાવી દીધું કે તે બંને બરાબર જ કરતા હતા બધું. અને તે સાચું હોય કે ખોટું તે બંને માંથી કોઈને પણ ખબર નહોતી, પરંતુ તે બંનેને મંજુર હતો આ નામ વગરનો સંબંધ અને મંજુર હતી બંનેની વાસ્તવિકતા.

“ઓયે શું થયું ? હેલ્લો” થોડોક ટાઇમ રીપ્લાય ના આવ્યો એટલે ક્રિષાએ પૂછ્યું

“અરે માતાજી લાવો તમારા પગ ક્યાં છે..!! મને સમજાતું નહોતું એ આટલું ઇઝીલી સમજાવી દીધું” જશે એક સેકન્ડમાં વાતાવરણ હળવું કરી નાખ્યું

“જા ને તું. આમ પણ તું બોવ સમજાવે ને મને, તો મારો પણ વારો આવે ને ક્યારેક” ગર્વાન્વિત સ્વરમાં બોલાય ગયું તેનાથી.

“હા હો..”, “હંમમ”

5 મિનીટ પછી

“ઓયે મિસ્ટર, ક્યાં ખોવાઈ ગયો?”

10 મિનીટ પછી

“ઓકકે બાય ગૂડ નાઈટ” ક્રિષાએ છેલ્લો મેસેજ કર્યો.”

આજે જશને ખબર વગર ઊંઘ આવી ગઈ હતી અને કાલે વારો પાડવાનો હતો એનો.

To be continue

Email:

Cell/Mo No.: 7405560760