Complicated Krisha - 2 books and stories free download online pdf in Gujarati

કોમ્પલીકેટેડ ક્રિષા 2

Pg 4

અમદાવાદની કાળ જાળ ગરમીમાં જશ, હર્ષ(તેનો રૂમ પાર્ટનર) અને હોસ્ટેલ વાળા બધા ફ્રેન્ડ્સ ક્રિકેટ રમતા હતા,

અને 2 જ ઇંનિંગ પુરી થઈ ત્યાંતો બધાને રેલો આવી ગયેલો. માટે પછી રામવાનું છોડીને બધા પોતપોતાની રૂમ પર

આવી ગયા.

નાસ્તો કરીને અને નાહી ને બેઠા મુવી જોવા

ત્યાં અચાનક લાઈટ થઈ જશને "અલા આજ કોઇક આવ્યું છે FB પર લે ને વાત કરું, તું મુવી જો"

જશે હર્ષને કીધું.

જેવું FB ઓપન કર્યું ત્યાં તેમાં એક મેસેજ ઓલરેડી પડેલો હતો

Krisha patel sent you a message

: Hey...

ક્રિષાએ બપોરે જમીને તરતજ મેસેજ કરી દીધો હતો અને વેઇટ કરતી હતી તેના રીપ્લાયનો

વારે વારે જોયા કરે કે seen કાર્યોક નય એણે

અને 1:44 મિનિટ પર ક્રિષાનાં ફોનમાં બ્લિંન્ક થયું

Hey...from jash

તે દિવસથી ચાલુ થયું બન્નેનું વાત કરવાનું

K: hello how r u?

J: I'm good nd U?

K: me too good

J: hmm

ક: તમે ઓળખો છો મને?

જ: એકજેટલી નહિ ઓળખતો, પણ તમેં સ્કુલના ફ્રેન્સ માં કોમન હતા અને બન્નેની સ્કૂલ પણ એક જ છે

ક: યેસ.... તમે સિનિયર હતા મારથી

જ: હંમમ... તમે ઓળખો છો મને?

ક: ઓબવ્યસલી... હું તો બોવ સારી રીતે ઓળખું છું...

જ: ઓહ... આટલો સારી રીતે ક્યારથી??

ક: ફિઝિક્સની exam થી...હાહાહા

જ: ફિઝિક્સ?? ક્યારે???

ક: કાંઈ નહીં છોડો ને, બોલો શું ચાલે?

જ: બસ કાંઈ નહીં chat ચાલે તમારી સાથે અને બીજું મજા મજા

ક: ઓકે,

તમારો dp મસ્ત છે.

જ: હાં, એટલેજ તો રાખ્યો છે ... હાહાહા

Thanks btw...(બાઇ ધ વે)

ક: yr welcom

જ: તમારો dp દેખાતો નહિ, મારી આંખમાં કંઈક પ્રોબ્લેમ લાગે છે...☺☺

ક: ના તમારી આંખમાં પ્રોબ્લેમ નહિ, મેં રાખ્યો જ નથી

જ: ઓહ એવું છે, મને તો એમ કે...

ક: હમમમ

જ: તો હવે ફરીથી કેવ ,કે મોકલો છો ફોટો તમારો?

ક: જોવો છે તમારે?

જ: હાસ્તો વળી

ક: મારે ખોટા ઇસ્યુ ના થાય એટલે હું રાખતી નહિ પ્રોફાઇલમાં, તમને પર્સનલ મોકલું ચાલશે??

જ: ચાલે જ ને આપડે તો

ક: sent you a photo

જ: સરસ છે ફોટો, લૂકિંગ ગુડ હા...( ફોટો ડ્રેસમાં હતો એટલે જશે પૂછ્યું)

જીન્સ નહીં પહેરતા?

ક: પહેરું ને, પણ હું ફોટો વધુ નહીં પાડતી

જ: ઓહ.. હા કે છોકરીઓને આવું ઘણું હોય...

ક: હોય નય પણ આતો રાખવું પડે.......તો બોલો શું ચાલે બીજું

જ: બસ ચાલે રાખે...

ચાલો પછી વાત કરું

કામ છે હમણાં

ક: ઓકે બાય ટેક કેર...

જ: બાય.

Pg 5

વાત કરવા બંન્નેને જોયે, પણ આજેતો જશ ને સુરત જવાનું હતું. કોઇક tech fest (technical festival)માં પાર્ટીસીપેટ કરેલું હતું તેથી.

ત્યાં રહેવાનું કઈ ટેન્શન નહોતું, તેના એક ફ્રેન્ડને ત્યાં તેની રૂમ પર જ રહેવાનું હતું. એ બન્ને પણ સ્કુલમાં સાથે જ હતા..

અને પેલો tech fest તો ખાલી નામનો જ હતો, બાકી આ(અમુક) એન્જિનિયરિંગ વાળાને તો રખડવા મળે અને એક બે દિવસ કોલેજમાંથી છુટકારો મળે એટલે જ જવાનું હોય આવા કામમાં...

અને એમ પણ કોલેજ શરૂ થઈ પછી જશ, રિતેશને મળ્યો જ નહોતો. એ બહાને સુરતમાં પણ આંટો મરાઈ જાય.

ખરેખર એવુજ થયું ઇવેન્ટસ તો સાઈડમાં જ રહી ગઈ, રીતેશે અને જશે રાખડવાનું જ કામ કર્યું.

બોપરે રૂમ પર આવીને નેટ ચાલુ કર્યું ત્યારે 5 મેસેજ હતા ક્રિષાનાં

હેલ્લો

શું કરો છો

કેમ રીપ્લાય નહિ આપતા???

વાત નહિ કરવી??

ઓકે બાય..

ત્યારે રીપ્લાય કર્યો જશે કે "ના એવું નહિ કંઈ, હું સુરત આવ્યો છું રિતેશ પાસે. ઇવેન્ટસમાં પાર્ટીસીપેટ કરેલું એટલે..."

5 મિનિટ પછી

ક: ઓકે, અત્યારે ક્યા છો?

જ: તેની રૂમ પર બેઠો

ક: ઓકે

જ: આ fb માં ખબર નહિ પડતી ક્યારેક મેસેજ આવે તો,

મોબાઈલ નંબર આપી દો તો જલ્દી કોન્ટેક થાય.

મોબાઈલ નંબર તો હશે જ તમારી પાસે.

ક: હા. મોબાઈલ તો છે, પણ....

જ: પણ શું?? નથી આપવો નંબર?

ક: મારે આપવો છે પણ પછી મારે issues વધી જાય એટલે...

જ: મારી પર વિશ્વાસ નહિ??

(હજુ તો યુવાની માંડ ખીલી હતી ત્યાંતો વિશ્વાસની વાતો

કરવા લાગ્યા તા બંને જણા...પણ આજ એમની નાદાની હતી.)

ક: વિશ્વાસ તો પુરે પૂરો છે, પણ તમને મારા ફેમેલીની ખબર નથી...

જ: હા તો કહો મને, મારી પાસે ટાઈમ છે જ...

ક: ( ક્રિષા હજુ અવઢવમાં હતી કે કહું કે ના કહું, છેવટે એકજ સેકન્ડમાં નિર્ણય લઈને એણે રીપ્લાય કર્યો)

એકચુલી એમાં એવું છે,કે મારા પેરેન્ટ્સ મોસટ્લી પપ્પા બોવ સટ્રીક્ટ છે આવી બાબતમાં...(you know આવી બાબતમાં)

ઍમણે મને મોબાઈલ તો અપાવ્યો છે, પણ ખાલી ગેમ રમવા અને સોંગ સાંભળવા. સીમ કાર્ડ નહિ આપ્યું, અને માગ્યું તો કીધું કે તારે શું કામ છે સિમનું?? અમે તારી રૂમ પાર્ટનરના ફોનમાં કોલ કરશુ વાત કરવી હશે ત્યારે...

હવે આને તમે possessive ટાઈપ ગણો, ઓવર protective ગણો કે મારા પ્રત્યે વિશ્વાસ નહિ તેમને એવું ગણો, જે છે તે આવું છે.

જ:ઓકે ... મીન્સ કે સિમ નહીં તમારી પાસે??

ક: છે ને, મેં મારી ફ્રેન્ડ ના પ્રૂફ પર લઇ લીધું સિમ...હા હા હા...

જ: ઓકે ઓકે

સમજી ગયો હું કે મોટા લોચા છે તમારે... હાહાહા

હવે નહીં માંગુ નંબર

(આ મેસેજ જતાની સાથે જ જશના ફોનમાં 10 આંકડાનો નંબર ડિસ્પ્લે પર આવ્યો. એ સિમ નો નંબર હતો ક્રિષાનો. )

જ: કેમ સેન્ડ કર્યો નંબર?

ક: બસ મારે મોકલવો હતો

જ: ઓકે ડિઅર..

ક: શું કીધું??

જ: કંઈ નહીં કીધું,

ઓકે ડિઅર એમ તો લખ્યું છે...

કે: ( ક્રિષા બાળ સહજ હસી અને નાના છોકરાને કોઈએ મનગમતી વસ્તુ અચાનક અપાવી હોય ને જે ખુશી આવે એવી ખુશી એના ચહેરા પર આવી ગઈ હતી. જોકે જશે ખાલી એમજ કીધેલું ડિઅર નોરમલી પણ ક્રિષાના મનમાં તો કેટલાય ખયાલી પુલાવ પાકવા લાગ્યા હતા.)

ઓકે. મને એમ કે કાંઈક બીજું છે. હાહાહા

ક: થેન્ક્સ ડિઅર

જ: શેના માટે

ક: ડીઅર કેવા માટે

જ: ઓહ... લ્યો એમાં શું... એતો કેવાનુ જ હોય

ચાલો હવે રખડીએ સુરતમાં, એમ પણ અહીંયા ખાવા પીવાનું બોવ જ મસ્ત મળે

આવો તમે , સાથે જઈએ આપડે ..હા હા

ક: મારે તો વાર લાગી જય, તમે જઇ આવો, આપડે પછી ક્યારેક...

જ: હા હા હા

શ્યોર

બાય

ક: બાય

(હવે તો સેલ નંબર આવી ગયો હતો તો વહોટ્સઍપ અને કોલિંગ અને મેસેજ બધું ચાલુ થવાનું હતું ધીમે ધીમે )

Pg 6

જોત જોતામાં બન્ને વચ્ચે વાતો ચાલવા માંડી

5 મિનિટમાંથી 15 મિનિટ અને 1 કલાક માંથી 4 કલાક

હા સાચે જ, રૂમ હોય કે કોલેજ મોબાઈલમાં ચેટ તો ચાલુ જ હોઈ, સાથે સાથે બન્નેની બીજી બધી એક્ટીવીટી ઓછી થઈ ગઈ.

હા, એક વાત છે ક્યારેક જશ ના પાડે વાત કરવાની, કઈ કામ હોઈ તો. પણ ક્રિષાને તો પહેલી પ્રાયોરિટી ચેટિંગની જ હોય.

ક્રિષાને કહેવું તો હોય કે તમે વાત કરો ને , પણ એ જશને જરાક અમથી પણ ભનક ના લાગવા દેય કે પોતે એના માટે કેટલી desperate છે.

15 દિવસની અંદર કેટલી વાતો કરી નાખી એનું માપ નહિ હોય કાંઈ.

એકબીજાની પસંદ-નાપસંદ, શોખ, ઇન્ટીમસી, ફીલિંગ્સ, માઈન્ડ સેટ, મેન્ટાલિટી, સહનશક્તિની લિમિટ અને ઘણું બધું.

કોઈ વાત ભાગ્યે જ બાકી હશે બન્ને વચ્ચે કરવાની. જોકે જશ હજુ પોતાની એકદમ અંગત અને મોજ શોખની વાતો કહેવામાં સંકોચ અનુભવતો હતો. ખબર નહીં કેમ પણ એતો એવો જ હતો

અત્યારની પેઢીની એક વાત સારી છે કે તેઓ સત્યને કહી શકે છે અને સ્વીકારી પણ શકે છે. સંબંધોમાં પ્રામાણિકતા નવતર પેઢીએ જાળવી છે, પછી ભલે એક બીજાને માફક ના આવે તો પોત પોતાના રસ્તા અપનાવી લે છે. પરંતુ ખોટું ચલાવી શકતા નથી કોઈ.

આવા જ એક સત્ય વિશે આજે વાત કરતા હતા બન્ને જણ

જ: આપણે બોવ વધુ પડતી વાતો કરતા હોઇએ એવું નથી લાગતું આટલા ઓછા સમય માં?

ક: ના રે , મને તો જરાય નહિ લાગતું; 2 વર્ષ માં આટલી વાતો તો બોવ ઓછી કહેવાય

જ: મતલબ???

ક: કંઈ નહિ જસ્ટ કિડિંગ, હા એમ તો ઘણી વાતો કરી કહેવાય પણ મને તો ગમે જ છે વાતો કરવાનું (મોબાઈલની સ્ક્રીન પર અંગુઠા નાચાવતાં એના ચહેરા પર સ્મિત નાચતુ હતું.)

જ: હંમમ...(જશ ને પણ અંદાજ આવી ગયો કે આ રિલેશનશિપ હવે કઈ ફ્રેન્ડ્સ સુધી લાંબો ટાઈમ રહેવાની નથી, એક જોતા સારું લાગતું હતું કે ટાઈમપાસ કરશું ચાલો ને એમ પણ કોઈ gf તો હતી નહિ અત્યાર સુધી. પણ એક બાજુ ડર હતો કે ક્રિષા સિરિયસ હશે તો??? આ વાત ક્યાં જઈને અટકશે કોને ખબર હતી... આટલી મુંજવણમાં હતો ત્યાં ક્રિષાના 3 મેસેજ આવી ગયા હતા )

ક: યા..

હેલ્લો

શું થયું??

જ: કાંઈ નહીં જસ્ટ પાણી પીવા ગયેલો (જશ એ બહાનું બનાવી દીધું)

ક: ઓકે, બોલો બીજું

જ: nothing much...

ક: એક સવાલ પૂછું, ખોટું ના લાગે તો?

જ: એમાં શું ખોટું લાગે પૂછો તમ તમારે બિન્દાસ.

ક: કોઈ gf છે તમારે??

અત્યારની જનરેશનની બધી છોકરીઓ અને છોકરાઓની જેમ કોઈ નવી વ્યક્તિ(ઓપોઝિટ સેક્સ) સાથે વાત કરતી વખતે એક પ્રકારની સિક્યુરિટી અનુભવવા માટે પૂછતો સવાલ ક્રિષાએ પણ પૂછી લીધો

જ: (હસતા હસતા) આવો સવાલ??

ક: હા કેમ??

છે કોઈ gf??

જ: ના કોઈ નહીં. કેમ, કામ હતું કાંઈ??

ક: (યેસસસસસસસ...બિન્ગો.... હાશશશ....થોડીકવાર તો ઉછાળા મારવા લાગી હતી અને રીપ્લાય તો સાવ નોર્મલ ટોનમાં કર્યો)

ના જસ્ટ એમજ પૂછયું

જ: ઓકે ઓકે નહિ ભઈ મારે કોઈ gf

અને મારે બનાવવી પણ નથી કોઈને, હું આવો જ બરાબર છું

કે: (હવે કંઈક ક્રિષાની જાન માં જાન આવી) સારું ને એતો

2 મિનિટપછી

જ: ચાલો પછી વાત કરું હું નાસ્તો કરી લવ, એમ પણ સવારનું કઈ ખાધું નથી, 2 વાગી ગયા બપોરના

ક: (ક્રિષા હજુ ટાઈપ કરતી હતી કે "I want to tell you something" પણ જશનો આવો મેસેજ જોઈને એને થયું ક વળી પાછો આ નાસ્તાનું કેન્સલ કરશે એટલે એણે મેસેજ ઇરેઝ કરી નાખ્યો અને રીપ્લાય કરી દીધો)

ઓકે નો પ્રોબ્લેમ

Pg 7

"તને હવે રૂમ પર ગમવા લાગ્યું લાગે છે, પહેલા તો અઠવાડિયામાં એક વાર તો ઘરે આવતી જ અને હવે તો અમારે ફોન કરી ને બોલાવવી પડે છે." ક્રિષાના મમ્મીએ મોબાઈલ મચેડતી ક્રિષાને કીધું.

હૉસ્ટેલમાં રહેતી ક્રિષા આજે ઘરે આવી હતી...

"ના એવું કાંઈ નહિ મમ્મી આતો હવે ભણવામાં ધ્યાન આપીએ ને થોડુંક" ક્રિષા મનમાં હસતા હસતા બોલી...

"સારું ત્યારે " એના મમ્મીએ કીધું...

"અને ચાલ તો આ કચરા પોતા કોણ કરવાનું છે, કેટલા ટાઈમ પછી મને થોડીક રાહત મળશે કામ માં"

"એ મારી મમ્મી ; કામ કરીશ બધું પણ એક શરતે,જમવાનું તું બનાવજે ને..!! કેટલા ટાઈમથી ખાધું નથી તારું , આજે તો બોવ ખાવું છે."

"હા માતાજી બનાવી દઈશ, શું ખાવું છે તારે??" ક્રિષાના મમ્મી હાથ જોડતા બોલ્યા...

"અંમમમ.... મગનું શાક રોટલી અને દાળ ભાત"

"સારું તું પહેલા કામ પતાવ"

"ઓકે ઓકે મોમ જસ્ટ ચિલલ, હમણાં જો આ માતાજી તારું બધું કામ કરી નાખશે..."

શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો હતો એટલે થોડોક વરસાદ પડેલો બોપરે અને આ ઠંડા વાતાવરણમાં ક્રિષા ઘણું બધું જમીને પોતાના રૂમમાં મોબાઈલ લઈને ગોઠવાઈ ગઈ હતી અને વિચારતી હતી...

"અમદાવાદથી વડોદરા પહોંચતા તો 2 કલાક જ થાય પણ પાછું સ્ટેશનથી ઘરે પહોંચવામાં ખાસ્સો સમય નીકળી જાય. એટલે જશ તો માંડ હજુ 11 વાગે પહોંચ્યો હશે અને એના ઘર પાસે ટ્રાફિક પણ ઘણો હોય ક્યારેક."

હજુ પણ ક્રિષાના વિચારો ચાલુ જ હતા કે

"વધુમાં વધુ 11:30 એ તો ફતેહગંજની રુદ્રાક્ષ કોલોનીમાં ટચ થય જ ગયો હશે."

જશ પણ ઘરે જ આવેલો એટલે કોઈ મેસેજ નહોતો તેનો. અને કાલે વાત થઈ ત્યારે જશે કીધું જ હતું કે ઘરે હોવ ત્યારે ઓછી વાત થશે.

પણ હવે તો 1:30 થયા હતા મોબાઈલની ડિસ્પ્લેમાં અને જશે ફ્રી થઈને મેસેજ કર્યો

" હેય..."

ક્રિષા ઓનલાઇન જ હતી, એજ મિનિટ માં એણે રીપ્લાય કર્યો.

"પહોંચી ગયા??"

જ: હાસ્તો, બસ ફ્રી થઈ ને મેસેજ કર્યો

ક: ઓકે શું કરો છો?

જ: અંમમ , કાંઈ ખાસ નય, મુવી જોવા જવાનું છે બપોર પછી...

ક: ઓહ, જઇ આવો બીજું શું...

જ: આવો તમે પણ, અહીંયા બાજુમાં જ જવાનું છે

Seven sease મોલ માં. ( ચાલ ને ઇન્વિટેશન તો આપું જશે મુસ્કુરાતા મેસેજ કર્યો)

ક: હાં હો તો થાય ,પણ હમણાં નહિ નિકળાય એમ.(ક્રિષાને તો બોવ જ ઈચ્છા હતી જવાની પણ શું થાય, આમ ડાઈરેક્ટલી કેમ જવું)

જ: ઓકે ઓકે બાકી તમારા નિઝામપુરાથી દૂર ના થાય બોવ...

ક: હા પણ પછી ક્યારેક

જ: ઓકે જસ્ટ કિડિંગ, આ તો આપણા ફેમેલી વાળું સીટી છે, અહીંયા કાંઈ ના ચાલે

ક: એકજેટલી

જ: ચાલો ફ્રેન્ડસ આવ્યા છે મળવા, પછી કરું

ક: ઓકે બાય

જ: બાય

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED