Complicated Krisha - 7 books and stories free download online pdf in Gujarati

કોમ્પ્લીકેટેડ ક્રિષા 7

pg 25

બીજે દિવસે સવારે જશે 5-6 મેસેજ કર્યા એક સાથે, ક્રિષાએ મેસેજ જોઇને રીપ્લાય ના કર્યો. જશ સમજી ગયો હતો કે આજે તો વાવાજોડું આવવાનું છે, ફોન પર વાત કરશે ત્યારે. ક્રિષાને પણ માંડ મોકો મળ્યો હતો. જશ તેણીને ઘણો ખીજાતો સુઈ જતી ત્યારે, આજે પોતાનો વારો આવ્યો છે ખીજાવાનો એટલેતો પૂરે પુરા લડી લેવાના મૂડમાં હતી.

પણ અંદરખાને તેણે હસવું આવતું હતું કે “જોવ છું કેમ મને મનાવે છે આજે તે... હા હા હા ”

“યાર સોરી” જશે ફોન કરીને, હસવાનું કંટ્રોલ કરતા એટલુંજ કીધું.

“કોણ તમે??, હું નથી ઓળખતી” ક્રિષા પરાણે ગુસ્સો કરતી હોય તેમ બોલી અને જશને ખ્યાલ આવી ગયો કે હવે કેવી રીતે તેણે હેન્ડલ કરવી.

“ઓહહ નથી ખબર, માણસ બોલે.”

“એતો બધા માણસ જ બોલે કુતરા ના બોલે કાંઈ”

“ખબર તો પડે તને તો પછી શું, બોલ શું કરે તું?”

“કીધું ને હું નહિ ઓળખતી આમ કોઈ છોકરીનો નંબર મળી જાય એટલે ફોન કરીને હેરાન કરવાની અબલા નારીને??? પપ્પાને કઈ દઈશ...”

“હા હા હા… પપ્પા ??”

“ચાલ કોલ કરું?? ફાટી જશે …”

“કાંઈ ના થાય હો”

“હે ઓયે તારા 2 મસ્ત રમોકડા શું કરે છે?? મને મિસ કરે છે કે નહી??”

“જાને તું હવાળીના, હરામી. મને ગુસ્સો પણ નથી કરવા દેતો. પોતાનો વાંક હ્હોય એટલે આવી સેક્સી સેક્સી વાતો કરે, અને હું પણ પાછી એવીને કે ભોળવાય જ જાવ.”

“હા હા હા મજા આવી ને ..!!”

“શું મજા આવી, હવે તું આવજે લે, કઈ ના કરવા દાવ જો”

“આપણે રેવાય એમ છે પહેલા?”

“તને એમ ના થાય કે આ બિચારીનું કઈક ચાલવા દાવ ક્યારેક, જયારે હોય ત્યારે પોપટ જ કરતો હોય.”

“ના ના દિકા એવું નહી, તું કેય એમ બસ..!!”

“દિકા હે..!! તારે વાંક હોય ત્યારે જ પ્રેમ ઉભરાય જાય નય..”

“ટેલેન્ટ બકા ટેલેન્ટ”

“હા ભઈ જોયું તારું ટેલેન્ટ, આવી બધી ખબર પડે છે તો એમ ના થાય કે ક્યારનો કોલ કર્યો છે તો એક કિસ આપું. વાઈડો તેમાં..!!”

જશ રૂમમાં બેઠો બેઠો વાત કરતો હતો પણ ક્રિષાએ કિસનું કીધું એટલે બાલ્કનીમાં જતો રહ્યો અને ઇઅરફોનના રીસીવર પર બંને હોઠ મુકીને કિસ આપી. “મને તો કાંઈ સંભળાયું નહિ” ક્રિષાએ હસતા હસતા કહ્યું.

ફરીથી જશે એજ રીપીટ કર્યું અને સામેથી ક્રિષાની કિસ પણ આવવા લાગી. ફોનમાં થોડી વાર સુધી ઉમમ્હા ઉમમ્હા જ સંભળાયું. આજે તો વાતો કરવાનું માપ નહોતું. દિવસે 2-3 કલાક વાત કરી અને રાતે પણ બંને મંડાયેલા જ હતા. જશ પોતાની સિગારેટના કશ લઇ રહ્યો હતો અને વાત ચાલુ જ હતી ફોન પર.

“તને શું મજા આવે સિગારેટમાં... ના પીતો હોય તો!!” તે નથી છોડવાનો જાણતી હોવા છતાં તેને ટોન માર્યે જ રાખતી. “યાર બીજી વાત કરને શું એનું એજ”

“ચાલ તું બોલ”

“શું બોલું હમણાં તો છોકરીઓ જોવાનું ચાલે છે ફેમિલીમાં, મારા કઝીનના મેરેજ કરવાના છે.” જશે સિગારેટ ઓલવી અને રૂમમાં જતા બોલ્યો.

“ઓહહ, હે જશ જસ્ટ વિચારને કે આપણે આવું થાય તો??”

“કેવું?”

“બાય ચાન્સ તું મને જોવા આવ્યો હોય તો?” ક્રિષાના રુંવાડા ઉભા થઇ ગયા આટલું બોલી ત્યાં તો, અને મુસ્કુરવા લાગી. “હા હા હા હું તો ના જ પાડી દવ”

જશે હસતા હસતા કહ્યું, ક્રિષાની મુસ્કુરાહટ એક જ ક્ષણમાં ગાયબ થઇ ગઈ, ખબર નહિ કેમ.

ક્રિષાને ખબર જ હતી કે ફ્યુચરમાં કઈ બનવાનું નથી એવું અને કોઈ શક્યતા પણ નહિ તોય તે અપસેટ થઇ ગઈ. આટલું થયું ત્યાજ ક્રિષાને દિલમાં સ્પાર્ક થયો કે યાર કદાચ તો કદાચ આવું થાય તો...આ સાથે તે વધુ અપસેટ થઇ ગઈ.

“ઓયે શું થયું, કઈ તો બોલ” જશે બીજે છેડેથી ક્રિષાનું ધ્યાન તોડતા કહ્યું.

“કઈ નહિ થયું, થોડુક ખોટું બોલ્યો હોત તો શું જતું હતું તારું..??!!”

“અરે બકા, આપણે નક્કી કરેલું અને એગ્રી પણ કરેલું તો આનો સવાલ જ ક્યાં આવે હવે. આપણે સમજીએ છીએ ને એટલું તો રાઈટ??”

“હા, તો પણ મને થાય.”

“આઈ લાવ યુ જશ” ક્રિષા આટલું બોલી ત્યાં જશ હતો એમ નો એમ ખોડાઈ ગયો. એવું નહોતું કે જશને ખબર નહોતી પણ આ વખતે જ ક્રિષા બોલી હતી તેમાં એનો અવાજ અને એની લાગણી અને એની તડપ પહેલી વાર જોઈ જશે.

“યાર મારાથી નથી થાય એમ પ્લીઝ..!! આઈ એમ સોરી”

“અરે તું ના કે સોરી તારો કઈ વાંક નહી, આતો ક્યારેક ઈમોશનલ થઇ જાવ હું. જસ્ટ ચીલ” આટલું બોલતા તેણીએ પોતાના આંસુ લૂછ્યા.

“મને ભૂખ લાગી છે, ચાલ આવ તારે નાસ્તો કરવો હોય તો” જશને નવીન લાગ્યું કારણ કે મોસ્ટલી તે અપસેટ થાય કે આવું કઈ બને ત્યારે ખાવાનું છોડી દેતી હોય. પણ કદાચ જશને ખરાબ ના લાગે એટલા ખાતર.

અને હવે બે માંથી કોઈ પણ વધુ વાત કરી શકે એવી પરીસ્થીતીમાં નહોતા. થોડા દિવસોમાં ક્રિષાનો બર્થડે આવતો હતો તો જશે એટલું પૂછ્યું કે બોલ શું ગીફ્ટ જોઈએ.

“મને તું જોઈએ બીજું કાંઈ નહિ” ક્રિષાથી લગભગ રાડાઈ ગયું

“કઈ નહિ ચાલ હું આવીશ મળવા બર્થડે પર ઓકે...

“ઓકે,પ્રોમિસ??”

“હા હા પ્રોમિસ, ઓકે ચલ સુઈ જ હવે”

ઘણી વાર એમ ને એમ વાત માનવામાં ના આવે એટલે પ્રોમિસ કરવું પડે અને પ્રોમિસ પૂરું ના થાય તો વધુ હેરાનગતિ થાય. એતો બધાને ખબર જ હોય.

pg 26

“યાર સાવ નાની નાની વાતમાં શું રિસાય જાય તું. અને વાત વાતમાં ઉપવાસ કરે. તને પહેલા પણ ઘણું કીધું છે અને હજુ પણ કહું છું કે મને એ જરાય પસંદ નથી.” બંને જઘડ્યા હશે ક્રિષાની કોઈ હરકતથી તો જશ ખીજાતો હતો ફોન પર.

“મને પણ પસંદ નથી તારી સિગારેટની આદત” ક્રિષા ફક્ત બોલી તેના અવાજમાં આર્ગ્યુમેન્ટ જેવું કઈ હતું નહિ. “હું પીવ છું તે મને ગમે છે એટલે, ઉદાસ હોવ એટલે અને કઈક થાક ઓછો થાય એટલે, અને તું શાના માટે કરે ઉપવાસ??!! પોતાના પર ગુસ્સો કરવા, મન્નત પૂરી થાય એના માટે અને હું સિગારેટ પીવાનું છોડી દઉં એના માટે. યાર ધીસ ડઝન્ટ મેક એની સેન્સ...”

“પણ મને એમ ના થાય ને કે હું તારા માટે કઈ કરતી નહિ એટલે”

“તારે સાચે જ મારા માટે કૈક કરવું હોય તો પ્લીઝ તું એ ના કર”, “પણ તું બંધ ના કરે તો ઓછી તો કર”

“હા ચલ ઓછી કરું બસ...”

“કેટલી??”

“દિવસમાં 2 જ ઓકે?”

“ઓકે 2 જ હો, પછી કાંઈ બહાના ના જોયે કે આજે તો આમ હતું ને તેમ હતું તો વધી ગઈ”

“હા ભઈ હા, અને તારે શું છે ઉપવાસનું??”

“હા પણ!!! નહિ રવ હવે, એકજ વાર રહીશ વીકમાં બીજું કઈ નહી”, “ધેટ્સ ગૂડ”

બંને માંથી કોઈ એકબીજાને ત્યાં જોવા આવવાના નહોતા. અને 150 km દુર રહીને પણ ફક્ત ફોન પર એકબીજાની ખુશીઓ માટે લડતા રહેતા. એકબીજાને તકલીફ ના પડે એટલે પોતે હેરાન થતા. પણ, એ સ્વભાવ બંનેનો સ્વાભાવિક નહોતો. જશ તેની ખાતર સિગારેટ ઓછી પીતો અને ક્રિષા તે ખીજાય નહી એટલે જમી લેતી.

ખરેખર તો તે બંને સરખી વાતો કરે તેના કરતા જઘડ્યા હોય એવું જ વધુ બનતું. થતું એવું કે જઘડીને એકબીજાને મનાવવામાં પણ બંને બાખડી પડતા. એવું કહેવાય છે ને કે ખુશીઓ લાંબી તકે નહિ એવું જ કઈક થવાનું હતું હવે.

જશને કોલેજમાં કાંઇક ફંકશન હતું તો રજા રહેવાની હતી અને ત્યારે જ ક્રિષાનો બર્થડેઆવતો હતો 31st ઓકટોબર. જશનું નક્કી હતું વડોદરા જવાનું, ઘરે ખબર પડ્યા વગર. પરંતુ 2 દિવસ પહેલા જ તેના કઝીનનો ફોન આવ્યો અને ગૂડ ન્યુઝ આપ્યા કે ભાઈ બેસી જા બસમાં, સગાઇ નક્કી થઇ ગઈ છે.

હવે કેમ કહેવું ક્રિષાને તે મુંજવણ જશને હતી. ગમે તેમ કરીને તેણે કહ્યું. ક્રિષાને વાતની ખબર પડી, તે સમજતી હતી કે જશને ત્યાજ જવાનું હોય ને છતાં અપસેટ થઇ ગઈ અને બર્થડે સરખો સેલીબ્રેટ ના કર્યો.

ક્રિષાને ખુદને ખબર નહોતી પડતી કે પોતે જાણે છે કે તેની પહેલી પ્રાયોરીટી ફેમિલીની જ હોવી જોઈએ તો પણ મને ખોટું લાગે એનું શું કારણ?? અને આવું વિચારીને પોતાના જ ભાગ્યને દોષ દીધે રાખતી.

સાચું જોવા જઈએ તો એમાં વિચારવા જેવું કાંઈ છે જ નહી, થોડોક માઈન્ડસેટ ફેરવી નાખે તો બધું સિમ્પલ થઈ જાય. પણ ફરે તો તો એ ક્રિષા શાની..!! કોમ્પ્લીકેટેડ તો પહેલેથી જ હતી એ. આવું તો જશ એને ઘણી વખત સમજાવી ચુક્યો હતો. જયારે સમજાવે ત્યારે 2-4 દિવસ યાદ રહે અને ફરીથી એનું એજ. વળી પાછી દરેક વખતની જેમ જશને પ્રોમિસ આપે કે હવેથી પાક્કું આવું નહી કરું.

અને તે હસતો હસતો કહે કે કેટલામી વાર છે આ પાક્કું??

હજુ પણ પાછું વળવાનું નામ ના લેય અને કહે કે સાચ્ચે યાર આ વખતે છેલ્લી વાર બસ!!!હવે તો ક્યારેય ના થાય આવું. જશ ફક્ત મુસ્કુરતો કારણ કે, આ છેલ્લી વાર છે એવું પણ એ 3-4 વાર સંભી ચુક્યો હતો.

આ બધી જ વાતને બાજુ પર મુકીએ તો એક વાત હતી કે ક્રિષા જશને દિલ ઓ જાનથી પ્રેમ કરતી હતી અને કરતી રહેવાની હતી.

pg 27

કર્ણાવતી એક્સપ્રેસ ધીમી પડી, ટ્રેનના કોચની બહારથી લોખંડના થાંભલા પર ચતુષ્કોણ આકારના પતરામાં લખેલું દેખાયું વડોદરા જં.

“ઓહહ વડોદરા આવી ગયું?? ક્રિષા અને જશનું ઘર” પેલી છોકરીએ એકસાઈટેડ થઈને તે યુવાનની સામે જોયા વગર જ બારીમાંથી બહાર જોતા કહ્યું. ઇઅરફોન કાનમાં હોવાથી તેને સહેજ ઓછું સંભળાયું પણ, અંદાજ આવી ગયો કે તે શું બોલી હશે...

“પૂરી કરી દીધી બૂક?” એકદમ સહજતાથી યુવાને પૂછ્યું. “ના હજુ તો બાકી છે, અમદાવાદ સુધી પતિ જશે.”

અને ફરીથી તેણે ઉત્સાહથી પૂછ્યું “ હેં!! જશ અને ક્રિષા સાચે અહિયાં રહે છે?? તમે ઓળખો છો તેમને? મને મળાવો ને...”

“ગુજરાતી વાંચતાં નથી ને તમે!! મને તો એમ કે બોર થઈને સુઈ ગયા હશો. By the way u never know if it is real or fiction, બૂક હજુ પબ્લીશ નથી થઇ” એકદમ શાંતિથી તેણે જવાબ આપ્યો.

“ના એવું નથી, પણ આતો અમારી પેઢીની છે એટલે મને ગમી. ચાલો કઈ નહિ હું વધુ સિક્રેટ ખુલ્લા નહિ પાડું. અને હવે મને વાંચવા ડો હમણાં અમદાવાદ આવી જશે”, “ઓકે ઓકે વાચો”

માઉન્ટેન ડ્યુનું ટીન લઈને તે ફરીથી પોતાની સીટ પર સેટલ થઈ ગયો.

સ્ટોરી આગળ,

“હમણા બર્થડે આવે છે ખબર ને, પાર્ટી ક્યાં આપશે?” ક્રિષા બોલી

“તે તો નથી આપી હજુ તારા બર્થડેની, હા હા હા !!”

“શું બોલ્યો, બોલ તો ફરી થી. એક નાખીશ ને હમણાં. પાર્ટી વાળો થતો, આવવું છે નહિ ને પાર્ટી જોઈએ” તેણે ગુસ્સા અને મજાક વાળા મૂડમાં કીધું. જશ હસતો જ રહ્યો.

“ચલ તું કે ત્યાં...ક્યાં જવું છે”

“મારે ક્યાય નહિ જવું, તું અહિયાં આવી જા હું કોલેજ હોવ ત્યારે”

“પછી ક્યાં જશું, ત્યાં કાઈ છે તો નહી જવાય એવું”, “હું તો છું ને હરામી!!??”

“તારું શું કામ મારે... હા હા હા” જશનું ચીદાવવાનું ચાલુ જ હતું

“તો માય જા. કઈ કામ નહિ ને મારું, મારેય કઈ કામ નહિ હો. ના આવતો ચાલશે”

“અરે બકા મજાક કરું. બર્થડે પછીના શની-રવિ માં ઘરે આવવાનો છું, ત્યારે આવીશ ચાલશે ને”

“હા ચાલશે પણ તું આવ તો ખરા”

ફાયનલી તે દિવસ આવી ગયો, સવારે જશ તૈયાર થઈને પહોચી ગયો વાઘોડિયા.

આજે વ્હાઈટ ટોપ અને બ્લુ જીન્સ સાથે મોઢા પર સ્કાર્ફ બાંધેલો હતો. ચહેરો દેખાતો નહોતો છતાં પણ તે એકદમ અદભૂત લગતી હતી. ઘણું ખરું જઘડ્યા પછી અને ઘણા સમય પછી આજે મળ્યા હતા તો ક્રિષાને એમ થતું હતું કે જોતાજ હગ કરીને કિસ કરીને બર્થડે વિશ કરું પણ, આ મુવીમાં બતાવે એવું ફોરેન કે મેટ્રો તો નથી. આતો રીયાલીટી છે. વડોદરાની કોલેજનો આસપાસનો વિસ્તાર છે એટલે ફક્ત હાય હેલ્લો અને બર્થડે વિશ કરીને બંને મુવી માટે ઉપડ્યા.

મુવી ચાલુ થવામાં હજુ વાર હતી. તે બંને અંદર બેઠા હતા સોફા પર હાથમાં હાથ પરોવીને. જશ ક્રિષાએ પહેરેલી રીંગ જોતો હતો તેમાં ગણેશ ભગવાનની મુખાકૃતિ હતી. ક્રિષા આજે સહેજ વધુ લો નેકનું ટોપ પહેરીને આવી હતી તેણે સ્કાર્ફ છોડ્યો ત્યારે જશે જોયું.

જશને તેના ડાબા હાથ પર એક મુક્કો પડ્યો ક્રિષાનો. બન્યું એવું કે જેવો ક્રિષાએ સ્કાર્ફ છોડ્યો અને વાળ સરખા કરવા હાથ ત્યાં ગયા ત્યારે તેનું ટોપ સહેજ આગળ ની બાજુ ખુલ્યું. ક્રિષાએ પહેલા જશ સામે જોયું, ત્યારે તે સામે જ જોતો હતો. અચાનક જ જશે તેના ટોપમાંથી દેખાતી ક્લીવેજ તરફ જોયું અને ક્રિષા પણ તેણે અનુસરી. ફરીથી જયારે બંનેની આંખો મળી ત્યારે જશે રમતિયાળ સ્માઈલ આપી અને તેણીએ મુક્કો માર્યો. સાથે સાથે બોલી કે તું એક પણ મોકો છોડે નહી હે ને આવી વાતમાં...

“મૌકા છોડે વો મર્દ કેસા..!! હા હા હા”

“હા હો ચલ આમ જો મુવી ચાલુ થાવનું છે” ક્રિષા સોફા પરથી ઉભી થતા બોલી.

“કોનું?? આપણું કે આપણે જોવા આવ્યા તે??” જશે ફરી તેની હરકતોનો સંદેશો આપ્યો.

“તું અંદર આવ પછી કહું તને” ક્રિષા પણ ગળી ગઈ હવે અને મુવી ચાલુ થઇ ગયું.

To be continue

Email:

Cell/Mo No.: 7405560760

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED