Did Shabari actually feed Ram tasted berries books and stories free download online pdf in Gujarati

Did Shabari actually feed Ram ‘tasted’ berries

 • શું શબરીએ ખરેખર રામને ચાખેલા બોર ખવરાવ્યા હતાં
 • હમણાં જ ટી.વીમાં ભગવાન શ્રી રામની આદિવાસી ભક્ત એવી શબરીની વાર્તા ફરીવાર સાંભળવા મળી. આ વાર્તામાં તે રામને દ્રાક્ષ ખવરાવે છે, બોર નહીં. જેના કારણે ઘણાં બધા નિરાશ થઈ ગયા. સાથે એવું થયું કે આ ચેનલોને વધુ પડતી સ્વતંત્રતા આપવામાં આવી છે. આ જોઈને ઘણાંએ ફેસબૂક અને ટ્વિટર પર ઘણી કમેન્ટસ પણ કરી. લોકોને એ વાતનો ખ્યાલ નથી કે આ શબરીની વાતને 2000 જેટલા વર્ષો થયા છે. કદાચ તેમની ચાખેલા બોરની વાર્તા 300 વર્ષ જૂની હશે. અથવા તો વધુમાં વધુ 500 વર્ષ જૂની હશે. 2000 વર્ષ જૂની વાલ્મિકી રામાયણમાં ક્યાંય આ વાતનો ઉલ્લેખ નથી, ન તો એવા રામચરિતમાનસમાં રામાયણમાં તુલસીદાસે આવું કંઈક લખ્યું. ખરેખર તો આ વિચાર સૌ પ્રથમ તો ઉડિયા કવિ એવા બલરામદાસને આવ્યો હતો જેઓ 15મી સદીમાં થઈ ગયા અને તેઓ પોતાને શુદ્રમુનિ તરીકે ઓળખાવતા હતા અને તેમણે બ્રાહ્મણોની રુઢિચુસ્ત પરંપરાને તોડવા માટે આવું લખ્યું હશે.

  હવે શબરી વાર્તા પર જઈએ. 2000 વર્ષ પહેલા સીતાની શોધમાં રામ ગાઢ જંગલમાં ગયા હતા. આ વનવાસ દરમ્યાન તેઓ પંપા સરોવર પાસે આવ્યા જ્યાં તેઓ માતંગ ઋષિના આશ્રમે રોકાયા હતા. માતંગ ઋષિ તો શરીર ત્યાગીને જતા રહ્યા હતા. પરંતુ જ્યારે રામ આવ્યા ત્યારે આશ્રમની દેખરેખ રાખતી એવી શબરીએ તેમની સરભરા કરી હતી. તે રામની રાહ જોતી હતી અને જ્યારે રામ આવ્યા ત્યારે તેણે તેમની અદ્દભૂત આગતા-સ્વાગતા કરી હતી. તેણે રામના ચરણ સ્પર્શીને તેમને ફળો આરોગવા આપ્યા હતા જે આ વિસ્તારની આસપાસમાં ઉગતા હતા. રામને ફળો આરોગીને સંતોષ થયો અને આ મોદના કારણે શબરી પણ પણ સ્વર્ગમાં સીધાવી ગઈ. શબરીના સામાજિક સ્તર વિશેનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ તે જે પ્રકારે રામના ચરણ સ્પર્શે છે તે જોતાં તે ઉતરતા સામાજિક સ્તરની હોય તેવું જણાય છે. મહાભારત, બૌદ્ધ વાર્તાઓમાં પણ માતંગને નીચી જ્ઞાતિના ઋષિ ગણવામાં આવ્યા છે. પરંતુ આમાં ક્યાંય બોર ચાખવાની વાતનો ઉલ્લેખ નથી.

  આંધ્રપ્રદેશના સિંહાચલમમાં શબરી અને રામની પ્રતિમા

  એક હજાર વર્ષ પહેલા લખાયેલી કંબન રામાયણમાં જોઈએ તો ખ્યાલ આવશે કે શબરી નવધા ભક્ત હતી જેણે ભગવાન રામને જુએ છે અને તેમને જે જોઈએ તે આપવાની વાત કરે છે. આમાં તો ફળોનો પણ ઉલ્લેખ નથી. સાતસો વર્ષ પહેલા લખાયેલી તેલુગુ રામાયણમાં ફળોનો ઉલ્લેખ છે પરંતુ કયા ફળો તેની કોઈ માહિતી નથી અને તેમાં ચાખવા અંગેની કોઈ વાત નથી. છસો વર્ષ પહેલા લખાયેલી સંસ્કૃત આધ્યાત્મ રામાયણમાં શબરી રામની પૂજા કરે છે અને રામને પોતાની નિમ્નતા અંગે જણાવે છે પરંતુ રામ કહે છે કે જાતિ કે ઊંચ-નીચમાં તેઓ માનતા નથી. પોતે નીચી જાતિમાં જન્મી છે છતાં પણ તે પોતે સમાધિ લઈ લે છે અને મુક્ત થઈ જાય છે.

  પાંચસો વર્ષ પહેલા લખાયેલી અવધી તુલસી રામાયણ ખરેખર તો આધ્યાત્મ રામાયણથી પ્રેરાઈને લખાઈ છે, શબરી રામના ચરણે પડે છે અને પોતાના નીચા હોવાની વાત કરે છે અને પોતાના જાતિ અને જન્મ અંગેનો ઉલ્લેખ કરે છે, ફળો અને કંદ આપે છે, અંતે પોતાનો દેહ ત્યાગીને વિષ્ણુના ધામમાં જાય છે, જે વિષ્ણુના વૈષ્ણવપંથીઓની વાયકા સાથે જોડાય છે. પરંતુ આમાં ક્યાંય શબરીના ચાખેલા બોરની વાત ક્યા છે ? આ જ અરસામાં તુલસીદાસ પણ તેમની રામાયણમાં લખે છે, ઉડિયામાં બલરામદાસ લખે છે. અહીં તો આપણને એવી વાર્તા જોવા મળે છે કે જેમાં રામ શબરીની પાછળ પાછળ જાય છે અને તે જંગલામાંથી મીઠી કેરીઓ તેમના માટે લાવે છે. રામ આરોગે છે અને જેના પર તેમના દાંતના નિશાન ચે તે બતાવે છે કે તેમણે આરોગ્યા અને આરોગ્યા વિનાના છે તેમાં કોઈ નિશાન નથી. કદાચ આ પહેલી વાર ચાખવાનો આ પ્રકારનો ઉલ્લેખ છે. અથવા તો શબરી દ્વારા ચાખવામાં આવેલા ફળો રામને આપવામાં આવે છે જે તેઓ સ્વીકારે છે. આપણી ભારતીય રુઢિ પ્રમાણે એક વાર ફળ ચાખવામાં આવે તો તેને ઉચ્ચ જ્ઞાતિના લોકો ફરીથી નોતા ખાતા. પરંતુ અહીં રામ ચાખેલા ફળો ખાઈને એ સાબિત કરે છે કે તેઓ ઊંચ-નીંચમાં માનતા નથી. આ વાતમાં ક્યાંય માતંગ ઋષિનો ઉલ્લેખ નથી. શબરી-શબરાની અને શબારા, એક આદિવાસી યુગલ રામને મળે છે અને તેઓ તેમના આવવા અંગેની ઈન્દ્ર દ્વારા જાણ થઈ છે તેવું કહે છે. અહીં શબરી એક સામાન્ય નામ છે. સર્વનામ નથી. આવી જ રીતે બલરામદાસ દ્વારા આ વાર્તા લખાઈ હશે જે સમજી શકાય છે. તેઓ 15મી સદીમાં જે ઓરિસ્સાના પુરીમાં પંચસખા ગ્રુપ બન્યુ હતું અને જેમણે બ્રાહ્મણોના રીત-રિવાજોને પડકાર્યા હતા અને પોતે શુદ્ર-મુનિ તરીકે ઓળખાયા હતા. એવું પણ જાણવા મળે છે કે દક્ષિણ ભારતીય સંસ્કૃત પરંપરામાં સંતોને દિવ્ય સુરી ચરિથમ્ તરીકે ઓળખવામાં આવતા, પરંતુ તેમાં બ્રાહ્મણોની રુઢિચુસ્તતાની વાત આવતી નથી. પુરી અને ઓરિસ્સા ત્યાંના સવાર નામની જાતિ માટે જાણીતા છે. જગન્નાથ મંદિર પણ મૂળ તો સવાર દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેઓ મંદિરમાં પૂજાપાઠ પણ કરતા અને રથયાત્રાના દિવસે ભગવાને ચાખેલું ભોજન પણ ખાતા. (જો કે આજે બ્રાહ્મણો સ્પષ્ટ રીતે આવું કરવાની ના પાડે છે.) આજે અહીં રુઢિવાદીઓ અને મુક્ત માનસિક્તાઓ વચ્ચે સતત તણાવ ચાલ્યા કરે છે- જે સદીઓથી ચાલ્યો આવ્યો છે. આમ શબરીના ચાખેલા બોરની વાત ઓરિસ્સામાં લખાયેલી રામાયણમાંથી આવી હશે તેવું માની શકય.

  લાલઘૂમ સુંદરી કેરી

  ગંગાના પ્રદેશમાં બે સદી વીતતાં આજે કેરીમાંથી બોર સુધી વાત પહોંચી ગઈ. નવાઈની વાત એ છે કે બલરામદાસે સુંદરી કેરીઓમાં આજકાલ મળતી નો સુંદરી તરીકે ઉપયોગ કર્યો છે. બોરનો રંગ પણ સુંદરી કેરીના લાલાશ પડતા રંગ સાથે મળતો આવે છે.

  પારંપરિક રીતે જોવા જઈએ તો શબરી સાથે બોર વધુ સંકળાયેલા છે.

  આ પ્રતિકૃતિ સૌ પ્રથમવાર પ્રિયા દાસે રજૂ કરી હતી જે જાણીતી કલ્પના બની ગઈ. અહીં ત્રણ વસ્તુ સ્પષ્ટ રીતે એકબીજા સાથે જોડાયેલી છે, શબરી, ફળનું પ્રતિક જે બોર છે શબરી દ્વારા ચાખવામાં આવ્યા હતા અને રામે પણ ચાખ્યા હતા અને હિન્દુઓની જ્ઞાતિ સાથે જોડાયેલી માન્યતા. બીજી એક વસ્તુ પણ અહીં જોવા મળે છે અને એ છે માતંગ ઋષિની શિષ્યા કે જે પોતાની જ્ઞાતિ પરત્વે કશું જણાવતી નથી. પરંતુ તેના વ્યક્તિગત અને વ્યવહાર પરથી તે નીચી જાતિની હોય તેવું દેખાય છે.

  છેલ્લી સદીમાં, શબરીની વાર્તા ગોરખપુર પ્રેસ દ્વારા ચાલતા કલ્યાણ મેગેઝીનમાં પ્રકાશિત થઈ. આ પ્રેસ બે મારવાડી ભાઈઓ દ્વારા ચલાવવામાં આવે છે અને તેમના લેખકો અને એડિટરો પણ બ્રાહ્મણો છે. આ નિબંધમાં શબરીને શાકાહારી દર્શાવવામાં આવી છે અને તેના લગ્ન વખતે જ્યારે પ્રાણીના માંસનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે સૂર્ય જતો રહ્યો છે એવું બતાવવામાં આવ્યું છે એટલે કે તેનો પ્રકાશ જતો રહ્યો હતો. તેનું માંસાહારીમાંથી શાકાહારી બનવું એ જ બતાવે છે કે તે નિમ્ન આદિજાતિમાંથી આવતી હશે (ભીલ, સવાર કે કિરાત) અને તેને બોર ચખાડવામાં આવે છે. તેની ભક્તિમાં નવધા ભક્તિ એટલે એકકાર થવા સાથેની ભક્તિ દર્શાવવામાં આવી છે. આ પ્રકારની ભક્તિને જેમાં ભક્ત ભગવાનમાં મગ્ન હોય તેવી ભક્તિને નવધા ભક્તિ કહેવામાં આવે છે. તે રામનું સ્વાગત કરવા આશ્રમને ફૂલોથી સુશોભિત કરવામાં આવે છે. તેના ગુરુએ પણ રામના આગમનની આગાહી કરી હતી અને તેના કારણે તે રાહ જોઈને બેઠી હતી. એક નીચી જાતિની વ્યક્તિ રામને બોર ખવરાવતા જોઈને લક્ષ્મણ પણ ઉગ્ર થઈ જાય છે કે આવું કેવી રીતે બની શકે પરંતુ રામ તેને સમજાવે છે કે જ્ઞાતિવાદ કરતા પ્રેમ અને સમર્પણ વધુ મહત્ત્વના છે. આ વાત રામાનંદ સાગરના વર્ઝનમાં રજૂ કરવામાં આવી હતી.

  વધુ વાંચો...

  1.પંપા સરોવરના કિનારે રુચિ ભોજનઃ ફિલિપ લુટેનડોર્ફ, યુનિવર્સિટી ઓફ ઈઓવા

  2 બલરામદાસ લિખિત અને પ્રતિક પટનાઈક દ્વારા રૂપાંતરીત રામાયણ

  3. તેઓ દક્ષિણમાં યોજનો સુધી ચાલીને જાય છે અને સબરા અને સબરીને જુએ છે. આ વાતનો ઉલ્લેખ કબંધ કર્યો છે. શબરા પણ ભગવાનને માનતો હોય છે. ભગવાને તેને પોતાના વિશે જણાવે છે કે 'હું રામ છું દશરથ પુત્ર રામ.' 'કૌશલ્યા મારી માતા છે અને મારા પિતાની આજ્ઞાથી આ જંગલમાં હું રહેવા માટે આવ્યો છું. ગોદારવી નદીની નજીક મેં મારી પત્ની ગુમાવી છે. તેની શોધમાં હું અહીં આવ્યો છું.' આ વાત સાંભળીને શબરાણીને તેમના માટે વધુ લાગણી થાય છે અને તે રામ અને લક્ષ્મણને પોતાના ઘરે લઈ જાય છે. કમંડળથી રામના પગ ધોવે છે. અને કહે છે, 'રઘુનાથ, તમારા માટે મેં પાકેલા ફળો રાખ્યા છે. મને ઈન્દ્રએ તમારા આગમનની વાત કરી હતી જેથી મેં ફળો અને કંદ સાચવીને રાખ્યા છે. ' આટલું બોલીને તે રામ સામે મૂકે છે. રામ બોર પર દાંતના નિશાન જુએ છે કહે છે કે, 'યોગ્ય સમયે પાકેલા આ ફળો છે, આવા પાકા ફળો હજુ લાવો.મારી ક્ષુધા તૃપ્ત થઈ ગઈ.' શબરી ત્વરિત બીજા ફળો લઈ આવે છે. આમ કરતાં જે ફળો પર દાંતના નિશાન નથી તેવા ફળો તેઓ ફેંકી દે છે. હવે ચોથી એક વાત સાંભળો જ્યારે રામના આગમનો સંદેશો શબરીને મળે છે ત્યારે તે કેવી રીતે ભગવાન રામ માટે કેરીઓ લાવે છે. તે રામ માટે કેરીઓ લેવા માટે ખાસ ચ્યુતવનમાં જાય છે અને ત્યાં કેરીઓ ભેગી કરે છે. પોતાના દાંત વડે કેરીઓને દબાવીને ચાખે છે અને ખાટી કેરીઓને એક તરફ કરે છે અને મીઠી કેરીઓ સાચવીને રામ માટે લાવે છે. તેની પાસે ફળોનું બહુ જ્ઞાન નથી એટલે તે ચાખીને લાવે છે. આમ છતાં તે સારા સારા ફળો રામ માટે એકત્રિત કરીને લાવે છે. 'મેં તમારા માટે ભેગા કર્યા છે. આ માટે જ જે સારા છે તે એક તરફ રાખ્યા છે.' 'જે કેરીઓ સારી હતી તે કેમ નથી ચાખી ? ચાખ્યા સિવાયના ફળો ના આપીશ. આ ખાઈને હું જરાય અસ્પૃશ્ય નહીં થાઉં. જ્યાં જ્યાં તારા દાંતના નિશાન છે તેનો સ્વાદ સારો છે. હું દાંતના નિશાન વિનાના બોર નહીં આરોગુ. ' આટલું બોલીને રામ તેમની જગ્યા પરથી ઊભા થઈ ગયા. એકલા લક્ષ્મણે પાકા ફળો ખાધા.

  બીજા રસપ્રદ વિકલ્પો

  શેયર કરો

  NEW REALESED