Viniyo books and stories free download online pdf in Gujarati

વિનીયો

[એક દિવસ ટી.બી થી પીડાતો વિનીયો હરિચરણ પામ્યો પરંતુ એનો આત્મા મર્યો ન હતો. રોજ સાંજે ડ્રાઈવરની સીટ પર ડલી માટે ભાથું મુક્યુ જ હોય. ડ્રાઈવર મહંમદે ઘણી તપાસ કરી, પણ ભાથું પહોંચાડનારની ભાળ ન મળી. મહંમદે આ નેક કામ કરવાની પ્રતિજ્ઞા લીધી.]


“મારે ત્યાં દીકરીનાં રૃપે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા છે એને હું સાવકી મા ના હાથે નહી દઉં. હું બેઠો છું ને હજારહાથવાળા એનો બાપ. હું જ એની માં અને હું જ એનો બાપ”.
મજુરો કામકરતા જાય ને અવારનવાર ડાલીનું ધ્યાન રાખતા જાય. ડાલીનો વાણ પણ એની મા માણેક જેવો ઉજળો અને ગાલે ખંજન. સૌ કોઈને એના પર વ્હાલ વરસતું. ડાલી એટલે જાણે કબીલાની પરી! એ કબીલામાં મહારાષ્ટ્રનો મંગલ નામનો મજૂર એનાં પરિવારસાથે રહેતો હતો. મંગલ અને વિનીયાના તંબુઓ અડોશ-પડોશમાં અને મજૂરી પણ સાથે કરતા. એટલે એમની વચ્ચે ઘરોબો બંધાય ગયો. મંગલના મોટા પરિવારમાં નાના-નાના પાંચ બાળકો હતા એ બધા સાથે ડાલી ભળી ગઈ. મંગલની ઘરડી મા બધા બાળકોનું ધ્યાન રાખતી એમની સાથે ડાળી ક્યાં મોટી થઈ ગઈ એ વિનીયાને ખ્યાલ પણ ન આવ્યો. મજૂરોનાં કબીલામાં એક મજૂર પાસે રેડિયો હતો. રાતે વાળું પતાવી બધા મજૂરો રેડિયો સાંભળતા. ડાલી ને ભગવાનની દેણ હતી. એકવાર કોઈપણ ગીત સાંભળે એટલે એ ગીત એને યાદ રહી જતું. એ સુંદર રીતે કાલાઘેલાં મીઠાં-મીઠાં અવાજે ગીતો ગણગણાવતી. બધા મજૂરોનો આખા દિવસનો થાક ઉતરી જતો જ્યારે ડાલી. ’મેં તેરી લાડલી રે’ ગીત ગાતી ત્યારે વિનીયો અડધો-અડધો થઈ જતો.
મૂંઝયો. એને ક્યાં કોઈ ગામ, વતન કે સીમ હતું! મંગલના પરિવારે વિનીયાને પોતાની સાથે આવવા કહ્યું એમણે કહ્યું ”“ત્યાં ખેતમજૂરી કરીશું જે કંઈ મળે એ હળીમળી ખાઈશું અને જીવી લઈશું! તું દીકરીને લઈ ક્યાં ભટકશે!? અમને પણ ડાલી વિના ક્યાં ગમવાનું છે? મન જો એની સાથે લાગી ગયું છે. ડાલી મોટી થશે ત્યારે અજીત્યા સાથે એનાં હાથ પીળાં કરી દઈશું. ઘરની દીકરી ઘરમાં જ રહેશે અને તને પણ કોઈ ચિંતા ન રહે””. વિનીયાને ગળે વાત ઊતરી. વિનીયો અને ડાલી પણ મંગલ અને તેનાં પરિવાર સાથે બારસાખી ગયા. બારસાખી પહોંચી બધાએ ખેતમજૂરીનું કામ શરૃ કરી દીધું. આખો પરિવાર અન્નભેગા થઈ શકતા હતા. આથી વધું કયું સુખ જોઈએ!!!
“ભઈ! હું ડાલીને પેટ જણી દીકરીની જેમ સાચવીશ. તમે સુખેથી જાઓ. આમપણ, ડાલી નાનપણથી હળીમળી ગઈ છે આથી ચિંતા કરવા જેવું કશું છે નહીં તમે સાથે લઈને જશો તો ક્યાં સાચવતા ફરશો? કે મજૂરીએ જશો?”” વિનીયાએભારે હૈયે સહુનો એક નિર્ણય માથે ચડાવ્યો. વિનીયો ફરી અમદાવાદ આવી પહોચ્યો. ભાડેની હાથલારીની મજૂરી શરૃ કરી. આમ ને આમ બે – ત્રણ વર્ષ નીકળી ગયા. એકવાર મંગલ અને એની ઘરવાળી ડાલીને લઈ વિનીયાને મળવા અમદાવાદ આવ્યા. અચાનાક ડાલીને જોઈ વિનીયો રાજીના રેડ થઈ ગયો. ભંગારમાંથી ખરીદેલ પરતાની પેટીમાં પાઈ-પાઈ એકઠી કરી હતી એમાંથી આખું અમદાવાદ શહેર ડાલી ને બતાવ્યું. ચકડોળમાં બેસાડી. નવું ફ્રોક લઈ આપ્યું એક દિવસ આઈસ્ક્રીમ પણ ખવડાવ્યું. આઈસ્ક્રીમના પીગળતા ટીપાંએ ઝીલી લેતો અને ફરી ડાલીને ચટાડતો. હરખાતી દીકરીને જોઈ એ પોતે પણ આખોને આખો આગળી જતો. એક શેઠિયા પાસે ઓછીના ૨૦૦ રૂપિયા લઈને પણ ડાલીને જીવનની તમામ ખુશીઓ આપી. આઠ-દસ દિવસમાં અમદાવાદમાં હરીફરી મંગલ અને એની વહુ ડાલીને લઈ બારમાસી જવા રવાના થયા. વિનીયાથી એ દસ દિવસ ભૂલ્યા ભૂલાતાં ન હતા. ખુશીઓ સમેટી વિનીયોએ હ્ર્દયના ગજવે સાચવીને મૂકી દીધી. ડાલીના સંસ્મરણો વાગોળતો. ડાલી ને કુદકે ને ભૂસકે વધતી જોઈ વિનીયાને હવે દીકરી મોટી થઈ રહ્યાનો અહેસાસ થવા માંડ્યો. ફરીથી આછી પાતરી મજૂરીની કમાણીમાંથી એ પાઈ-પાઈની બચત કરવા માંડ્યો. પાંચ-સાત વર્ષની બચત પછી એણે ડાલી માટે ચાંદીના ઝાંઝર ખરીદ્યા. વિનીયા માટે એ ખુબ મોટી મૂડી હતી. ડાલીના કન્યાદાન માટે એ હરખાતો. પાંચ જોડ સાદલાં લીધા અને હા! ઘાઘરાચોળી પણ લીધા. સવા પાંચશેર લાપસી અને બાકીના જે બચ્યા એ રોકડા રૂપિયા લઈ વિનિયો બારસાખી પહોચ્યો. વિનીયાને જોઈ ડાલી અને મંગલ સપરિવાર રાજીનાં રેડ થઈ ગયા. એક શુભદિને લગ્ન લેવાયા. લગ્નની તૈયારીમાં સૌ હરખભેર જોડાયા. ડાલી અને વિનીયાને તો કુંવરબાઈના મામેરા જેવો આનંદ હતો. આનંદભેર લગ્નવિધિ સમેટી બધા ઠરીઠામ થઈ ગયા. વિનીયાએ ભારે હૈયે દીકરી ડાલી મંગલના પરિવારને સોંપી. મંગલના પરિવાર અને વિનિયા વચ્ચે જાણે કે સ્નેહ અને સગપણનો સરવાળો થઈ ગયો. દીકરીનાં સાસરે વધુ ન રહેવાય એમ વિચારી વિનીયાએ અમદાવાદ પરત થવા માટે રજા માંગી. છુટા પડવું કોઈને ગમતું ન હતું. સર્વ પરિવારના આગ્રહથી વિનીયો વધુ એક અઠવાડિયું રોકાયો. અંતે એકદિવસ પોતાના હિસ્સાની ખુશીનો સૂરજ હથેળીમાં અને ડાલીની ઝમકઝમક ઝાંઝરની મીઠી યાદો હ્ર્દયમાં લઈ વિનીયો અમદાવાદ પરત થયો.
વસાવેલ દીકરી ડાલીનું સાક્ષાત રૃપ જાણે એની આંખો સામે તરવરતી ઉઠતું જાણે રૃમઝુમતું હાસ્યવેરતી, હાથમાં પાણીનું પવાલું લઈ છણછણ ઝાંઝરના ઝણકાર કરતી આવી હોય એવું સ્મરણ કરતો એના દિલમાં ટાઢક વળતી એ મીઠી નીંદરમાં પોઢી જતો.
સૌ કોઈને મીઠી લહેરખીનો અહેસાસ થતો એ ડાલી મરવા વાંકે જીવી રહી હતી. બાપુને જોઈ ભેટી પડી પણ પાણીનું પવાલું સુધ્ધાંએ બાપુને ધરી નહી શકી. આંખના આંસુઓ પણ સુકાય ગયા. વિનીયો આખી વાત સમજી ગયો. એ હવે જાણી ચૂક્યો હતો મંગલ અને એની વહુ આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા છે. ડાલીનો ઘરવાળો અજીત સરકારી દવાખાનામાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. અજીતને લઈ અમદાવાદ સુધી આવી શકાય એવી હાલત પણ ન હતી. આખી રાત વિનીયો વિચારોનાં ચકરાવે ચડ્યો. એણે મનોમન નક્કી કયુઁ કે ‘અહી રોકવાનો કોઈ અરથ નથી’. ફરી એનો દઢૅ વિશ્વાસ એનાં હજારહાથવાળા ભગવાન પ્રત્યે જાગી ઊઠયો. એણે વિચાયુઁ ”ભગવાને દાંત આપ્યા છે તો અન્ન પણ એજ આપશે. હું રાતદિવસ મજૂરી કરીશ અને ડાલી અને એનાં પરિવાર માટે ખાવાનું મોકલીશ.”
સાથવાળા મજૂરો સરકારી દવાખાને લઈ ગયા. ત્યાંથી પણ જે દૂધ, બિસ્કીટ, ફળ મળે એ પોતે જરાતરા ખાતો અને બાકીનું ડાલી માટે મોકલી આપતો અને, એક દિવસ ટી.બી થી પીડાતો વિનીયો હરિચરણ પામ્યો. વિનીયાનું શરીર ખાખ થઈ ગયું પરંતુ એનો આત્મા મર્યો ન હતો. રોજ સાંજે ડ્રાઈવરની સીટ પર ડાલી માટે ભાથું મુક્યું જ હોય. ડ્રાઈવર મહંમદ જાણીતો હતો કે હવે વિનીયો આ દુનિયામાં નથી. મહંમદે ઘણી તપાસ કરી પણ ભાથું પ્હોચાડનારની ભાળ ન મળી તે ન જ મળી. મહંમદે આ નેક કામ કરવાની પ્રતિજ્ઞા લીધી. મહંમદે આ બાબતે મૌન સેવી દીધું ક્યારેય કોઈની આગળ એણે મોં ખોલ્યું નહીં નિયમિત ડાલી ને એનું ભાથું પહોંચાડી દેતો અને ડાલીને માથે હાથ મૂકી ’આબાદ રહો’ નાં આશીર્વાદ આપતો. ડાલીને પણ મહંમદચાચા પ્રત્યે અપાર માન ઉપજતું. મહંમદચાચાને મળી જાણે એનાં બાપુને મળી હોય એવો ડાલી સંતોષ અનુભવતી. ડાલી અવારનવાર મહંમદને પૂછતી ”“ચાચા! મારાં બાપુનાં શું સમાચાર છે?”” મહંમદ ઉત્તર આપતો. ”ખૂબ આનંદ કરે છે “તમને બધાને યાદ કરે છે આવતા વર્ષે તને મળવા આવવાનું મને કહ્યું છે”.” આટલું બોલતાં મહંમદનાં ગળે ડૂમો ભરાય આવતો, આંખમાં આસુ આવી જતાં છતાં કોઈ ન જોઈ એમ પાછો સ્વસ્થ થઈ જતો. એ મનોમન વાતો કરતો ”‘અલ્લાહ્તાલાએ મને આ બાપ-દીકરી વચ્ચે સેતુ બનાવ્યો છે. મને ખુદાનો પયગંબર બનાવ્યો છે. મારે આ કામ નેકી થી કરવાનું છે’.”
“મહંમદ! હું તારી સીટ પર પાંચહજારની પોટલી મૂકીશ. એ તું ડાલી ને આપજે અને કહેજે ચા ની કીટલી શરૃ કરે. ધંધો ખૂબ સારો ચાલશે”.” મહંમદ ચોકયો પરંતુ ખરેખર એની સીટ પર રૂપિયાની પોટલી મળી આવી. મહંમદે ડાલી ના માથે હાથમાં મૂકી અને એનાં બાપુનો સંદેશો આપ્યો. ડાલી રાજીનાં રેડ થઈ ગઈ. મહંમદે ડાલીના માથે હાથ મૂકી ’આબાદ રહો, બેટા!’ નાં આશીર્વાદ આપી. યામીન યામીન બોલતાં ઘરે પહોંચ્યા. મહંમદ ઘણીવાર મૂંઝાતો એની ઊંઘ ઊડી જતી. ”ખુદા ન કરે અગર કિસી દીન ડાલી યા કિસી ઔર કો પતા ચલ જાએગા ઉસ દીન મેં ક્યાં જવાબ દૂંગા?” પરંતુ વિનીયાનો ચહેરો એની સમક્ષ તરવરતા એ નેકી કામ માટે તત્પર થઈ જતો.
વિનીયાએ ડાલીના માથે હાથ મૂક્યો, કપાળે ચૂમી આપી સુખી થાઓના આશીર્વાદ આપ્યા. ડાલી ને એનાં પરિવાર સાથે ખુશ જોઈ વિનીયા સંતોષથી અભિભૂત થઈ ગયો. દૂર સુધી દીકરીને હાથ ઊચો કરી આશીર્વાદ આપતો રહ્યો. બસ એ છેલ્લો દિવસ ત્યારપછી મહંમદે ક્યારેય વિનીયાને જોયો નથી. મહંમદ પોતે પણ વિનીયાનો હેવાયો થઈ ગયો હતો. ઘણીવાર વિનીયાની રાહ જોતો. પરંતુ વિનીયો ક્યારેય ન દેખાયો. એનો આત્મા તૃપ્ત થઈ ગયો.
“યા અલ્લાહ! એ ક્યા થા કોઈ મેરા સપના તો નહી થા!”” મહંમદની બેગમ હસીના એ મહંમદને એક દિવસ પૂછયું ” “આપ કો ક્યા હો ગયા હૈ? આપ ખોયે-ખોયે ક્યું રહેતે હૈ? સબ ખૈર તો હૈ ના!”” મહંમદે વાત ટાળી કહ્યું ”સબકુછ ઠીક તો હૈ! “ખામ્ખા તું પરેશાન હો રહી હૈ!”” હસીના એ કહ્યું ” “પરેશાન? ઔર મૈ? મૈ પરેશાન નહી હૂં! પરોશાન તો આપ રહતે હૈ! ઈન્સાહ અલ્લાહ, આપ પહેલે સે તો ઐસે નહી થે. જરૃર આપ મુજ સે કોઈ બાત છૂપા રહે હૈ! કઈ બાર મૈ ને દેખા હૈ. અલ્લાહ કરે સબ ઠીક તો હૈ ના?””
કયુઁ હવે મારે સાચી હકીકત હસીનાને જણાવવી જોઈએ. મહંમદે હસીનાને માંડીને આખી વાત કરી. વાત કરતાં-કરતાં બંનેની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. વાત પૂરી કરતા મહંમદે હસીનાને પૂછયું “તું હી બતા ”યે કૈસી મહોબ્બત!? ખુદા સબકો ઐસી હી મહોબ્બત દે.” હસીનાએ કહ્યું ”મૈને તો ઐસી મહોબ્બત ન કભી દેખી હૈ ન કભી સુની હૈ”.” બંને સાથે બોલ્યા ” “હૈ પરવરદિગાર! તું હી બતા વિનીયા કે ઈસ પ્યાર કો ક્યાં નામ દે!””

⥽⟢⦁⟣⥼

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED