માનવ ધર્મ Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માનવ ધર્મ

માનવ ધર્મ

કોણ કહે છે કે મુસલમાન ખરાબ અને કોણ કહે છે હિંદુ ખરાબ. ટીવી નાં રોજ નાં સમાચાર ક્યાય દુર સુધી સલમા અને માનસી નાં કુટુંબ ને અડતા પણ નહિ . બાલમંદિર થી કોલેજ સુધી બંને સાથે ભણ્યા હતા . કોલેજ પત્ય પછી નોકરી પણ એક જ ઓફીસ માં કરી . તે ખોળીયા બે અને આત્મા એક એવું હતું . શાંતિથી એક બીજા સાથે જીવતા હતા . કેટલી વાર માનસી અને સલમા એક બીજાનાં ઘરે પણ રાત રોકાવા જતા . એમને ત્યાં કોઈને ન લાગતું કે એમના ધર્મ અલગ હતા . માનસી ને નમાઝ પઢતા આવડી ગઈ હતી અને સલમા ને શ્લોક . અને બંને ખુશ હતા .

તેમના માતા પિતા ને પણ હવે તો જાણેએક સંબંધ માં બંધાઈ ગયા હતા . એક બીજા સાથે બધા જ ઉત્સવ મનાવતા હતા . એમને એ પણ ખબર હતી કે એ બે ઘર વચ્ચેની મિત્રતા સોસાયટી માં રહેવા વાળાઓ ને ગમતી નહિ પણ હવે એ લોકો ને એ બધી વાતો થી કોઈ ફર્ક પડતો નહિ

જ્યારે જ્યારે સલમાને ત્યાં ખુશી નો દિવસ આવતો સલમા નાં ઘરવાળા ઓ માનસીના ઘરવાળાને હોટેલ માં લઇ જતા . હજી સુધી ક્યારેય માનસીના ઘરવાળાઓ સલમાના ઘરે જમ્યા ના હતા કારણ ત્યાં પર્માતી રંધાતી હતી અને માનસીના ઘરવાળા ઓ હિંદુ હતા એટલે સંબંધ તૂટે નહિ અને એમને શામિલ કર્યા વગર એમની ખુશી બમણી થાતી નહિ એટલે બધા સાથે હોટલ માં જતા અને ખુશી મનાવતા .

અને સંબંધ સુવાળો ચાલતો હતો . પણ કહેવાય છે ને કે સારા સંબંધો પર જલ્દી નજર લાગે છે . આજે સલમા , માનસી ને ત્યાં રહેવા આવી હતી
બધા બેસીને જમતા હતા . ત્યાં સલમાના પપ્પાનો ફોન આવ્યો .

“ માનસી , સલમાને સંભાળજે ગામ માં હિંદુ મુસ્લિમ ફાટી નીકળ્યું છે . અને હું એને લેવા પણ નહિ આવી શકું . બસ હવે સલમા તારા ભરોસે છે . અને બધાના મન પર ટેન્શન શુરુ થયું .

હવે સલમાને કેવી રીતે સંભાળવાની એ જ વાત બધા પોતાની રીતે વિચારવા લાગ્યા . બંનેને એક રૂમ માંથી બહાર નીકળવાની માનસીનાં પપ્પા એ નાં પાડી . બંને ને એક રૂમ માં બેસાડ્યા અને બધા ચુપચાપ બેઠા રહ્યા . ઘરની લાઈટ બંધ કરી નાખી અને જરા પણ અવાજ બહાર જાય નહિ એમ બધા એક જ જગ્યાએ બેઠા રહ્યા કે બહાર નાં લોકો ને લાગે કે ઘર માં કોઈ છે જ નહિ

અળધી રાત વીતી . બંને દીકરીઓ સુઈ ગઈ હતી અને માનસીના મમ્મી અપ્પા જાગતા બેઠા હતા . એમને ખબર હતી કે આ મોકો આજુબાજુ વાળા જવા નહિ દે. આટલા વખતથી જે ગુસ્સો બધાના મન માં હતો એનો બદલો વાળવાનો મોકો એમને મળી ગયો હતો



રાતના ૩ થયા ત્યાં તો દરવાજો જોર જોર થી પછાડવાનાં અવાજો આવ્યા . બંને સફાળા બેઠા થઇ ગયા કે આખરે એ ઘડી આવી પહોચી . હવે શું થશે ?

દરવાજો ખોલતા ના હતા પણ બહાર વાળા ક્યા પકડાય એમ હતા . દરવાજો તોડી નાખ્યો અને આવીને કહ્યું ક્યા છે ઓલી મુલ્લાની દીકરી ? બંને એ બહુ આજીજી કરી પણ આવવાળાઓ નાં મગજ માં શૈતાન સવાર હતો

એમણે બીજો દરવાજો બંધ જોયો તો એ તોડ્યો અંદર જઈને જોયું તો બંને સુતી હતી . એકે બુરખો પહેર્યો હતો અને એક પંજાબી માં હતી . જેના પર બુરખો જોયો એના પર તલવારના ઘા પાડ્યા એ છોકરી ઉછળીને સીધે પડખે સુતી . બસ છેલ્લા શ્વાસ હતા

.. અને બધા અવાચક થઇ ગયા કારણ બુરખો પહેરેલી છોકરી માનસી હતી એણે શ્વાસ ને માંડ પકડતા કહ્યું કે તમારે બુરખા વાળીને મારવી હતી ને શાંતિ થઇ ને હે મારી છેલ્લી ઈચ્છા પૂરી કરજો મારી સલમાને એના અબ્બા સુધી સલામત પહોચાડી આવજો. અને એક વાત કહી દુ કે કપડા થી ધર્મ નથી ઓળખાતો . સૌથી મોટો ધર્મ માનવ ધર્મ છે કે જે તમારા માં પણ નથી અને એ મુસલમાનો માં પણ નથી કે જ કોઈની પણ હત્યા કરે છે . થોડો તો વિચાર કરો કે કયા ઈશ્વર કે કયા અલ્લાહ ને તમે કોઈને મારશો એ ગમશે .

અને માનસી એ સલમાનો હાથ પકડી ચૂમી ને છેલ્લા શ્વાસ લીધા . મારવા આવવાવાળા ઓ પણ એકદમ શાંત પડી ગયા કે આપને આપણી જ દીકરી ને મારી નાખી એમની આંખોમાં થી પણ આંસુ વહેવા લાગ્યાં . સલમા પણ ખુબ રડતી હતી પણ માનસી નાં મમ્મી પપ્પા બિલકુલ રડતા ન હતા કે એમને પોતાની દિકરી પર ગર્વ હતો કે એને ફક્ત સલમા ને બચાવી ન હતી પણ કેટલા લોકો ણી આંખ ઉગાડી હતી . હવે તેઓ જિંદગી માં પણ આવું કૃત્ય નહિ કરે . માનસી એ ખુબ જ સમજદારી પૂર્વક મૃત્યુ ને સ્વીકાર્યું હતું અને સલમા સાથે ણી દોસ્તી નિભાવી હતી . લોકો એ એમની દોસ્તી ને સલામ કર્યા અને ઉભો થયેલો જુવાળ શાંત થઇ ગયો

સાલમાં નાં અમ્મી અબ્બને જ્યારે આ બધી વાતની ખબર પડી ત્યારે તેઓ પણ ચોધાર આંસુ એ રડ્યા અને ભેગી થયેલી ભીડ ને હાથ જોડીને કહ્યું કે “ જન્મ લેતા વખતે કોઈ પોતાના કપાળમાં પોતાનો ધર્મ લખાવી ને નથી આવતું. મહેરબાની કરીને બધા ઈશ્વર અલ્લાહ બનવાનું બંધ કરો અને માનવ ધર્મ અપનાવો .

બધા ની નજર નીચી થઇ ગઈ .પણ બધાના હૃદય માં માનસી એક કદી પણ ન ભરાય એવો ઘાવ મુકીને ગઈ હતી.