વિષ્ણુ મર્ચન્ટ - 20 Chetan Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ્ણુ મર્ચન્ટ - 20

“વિષ્ણુ મર્ચન્ટ”

પ્રકરણ – 19

બંન્ને જણ મારી સામે બેસ્યા એમા એક તો જ્યા અશોક બેઠો હતો ત્યાંજ બેઠો. હુ એમને ચેતવવાજ જતો હતો પણ પછી વિચાર્યુ છોડો યાર એ તો મારા મનનો વહેમજ છે. પેલા બંન્ને સીક્યુરીટી ગાર્ડ મારી આજુબાજુમાં ગોઠવાઇ ગયા. હુ થોડો ઘભરાયો પણ એ બંન્ને અદબ વાળીને ઊભા રહ્યા બસ.

“મિ. વિષ્ણુ, ઇટ્સ માય હેબિટ ટુ ટોક ટુ ધ પોઇન્ટ, સો વાતને વધારે ઘુમાવીશ નહિ, સીધો પોઇન્ટ પર આવીશ” એચ. આર. હેડ

મે ખાલી ગરદન હલાવી.

“યુ આર ટર્મીનેટેડ”

મારા હાવભાવમાં કોઇ ફરક નહોતો કારણ કે હુ તો એ પહેલાથીજ જાણતો હતો.

“બીકોઝ.......”

“મને કારણ જાણવામા કોઇ રસ નથી. ફોર્માલીટીની વાત કરો, ક્યા સાઇન કરવાની છે” મે તોછડાઇથી કહ્યુ

અશોક એ બંન્નેની બિલકુલ પાછળ ઊભો હતો અને મને એ લોકોને મારવા ઉકસાઇ રહ્યો હતો. હસી પણ રહ્યો હતો અને નાના છોકરાઓની જેમ ચાળા પાળી રહ્યો હતો જેમકે જીભ બતાવવી, બે હાથ કપાળના બે છેડે મુકી પંજા હલાવવા.

બંન્ને જણા હેતબાઇ ગયા. તરતજ એમણે બધા કાગળીયા કાઢ્યા અને મારી સહિ લેવા લાગ્યા. જ્યા જ્યા એમણે કહ્યુ મે સહિ કરી દીધી.

“પત્યુ?”

“હા”

“હુ જઇ શકુ છુ?”

એ બંન્ને જણ અચંબામાં હતા કે મે કારણ જાણવાનો પણ પ્રયત્ન ના કર્યો. સાચુ કહુ તો મને કારણ જાણવામા રસ પણ નહોતો. મને અંદેશો હતોજ કે આજે નહિ તો કાલે કોઇ ને કોઇ કારણસર એ લોકો મને કાઢવાનાજ હતા. કદાચ એમને એ કારણ મળી ગયુ હશે, જે ફેંસલો એ લોકો કરી ચુક્યા હતા એ આમપણ બદલવાના નહોતા.

હુ નીકળી ગયો. મને મળવા કોઇ ના આવ્યુ ખાલી એજ મિત્રજ આવ્યો અને અશોક તો હતોજ મારો મજાક ઉડાડવા. અશોક તો ગેલમા હતો કારણ કે એ જાણતો હતો કે હવે મારો અંત નજીક છે. એક યા બીજી રીતે.

*****

અશોક કોણ હતો? એ વખતે હુ જાણતો નહોતો પણ હવે જાણુ છુ. દરેક મનુષ્યના બે મન હોય છે. એક સજ્જન અને એક રાક્ષસ. મારે ત્રીજુ મન હતુ અને એ હતો અશોક. ત્રીજા મનની જરૂર ત્યારેજ પડી જ્યારે રાક્ષસ મનનો પ્રભાવ વધવા લાગે છે, જે ડેમેજ કંન્ટ્રોલનુ કામ કરે છે, મનને વાળવાનો પ્રયત્ન કરે છે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે, એને બહેલાવવાનો પ્રયત્ન કરે.

હવે મારા મનને સમજાવવાનો સમય નીકળી ગયો હતો એટલે મને ખતમ કરી નાખવો એજ એ સોલ્યુશન હતુ. એટલેજ અશોક મને વારંવાર આત્મહત્યા કરાવવા ઉકસાવતો હતો પણ હુ ડરપોક હતો મરવાથી પણ ડરતો હતો.

અશોક મારુ મનજ હતો જે મને બધા દુખોમાંથી મુક્તિ અપાવવા આવ્યો હતો પણ હુ એને સમજી ના શક્યો અને એવુ કંઇક કરી બેઠો જેને મારી જીંદગી તો ઠીક એ તો આમપણ બરબાદ થઇ ગઇ હતી પણ એક એવી વ્યક્તિની જીંદગી બરબાદ કરી નાંખી જેનો કોઇ વાંક નહોતો. એને આખી જીંદગી માટે એક એવુ દુખ આપ્યુ જેની ભરપાઇ કોઇ ના કરી શકે.

“કાશ મે અશોકની વાત માની લીધી હોત” ઊંડો નિસાસો નાંખ્યો

(એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, લગભગ દસેક મીનીટ અમે બંન્ને શાંત રહ્યા, એમની આંખો નીચી હતી)

[ચાલો આગળ વધીએ]

[હા]

[હવે......] એ અટક્યા

[હવે શુ?] હુ

[હવે છે મારો અંત, એક એવા વિષ્ણુનો અંત જે સમય જતા હેવાન બની ગયો, અંત હતો હેવાનનો કારણ કે હેવાન જે કરવા આવ્યો હતો એ થઇ ગયુ]

[મન મક્કમ રાખજો, હુ તમારી નફરતને લાયક પણ નહિ રહુ]

[હુ તૈયાર છુ]

[હુ કેટલો મોટો ડરપોક છુ નહિ, આત્મહત્યા પણ ના કરી શક્યો] આંખના ખૂણા ભીના થઇ ગયા

કાશ એ રાત્રે મે આત્મહત્યા કરી લીધી હોત તો સારુ હતુ, મારા જેવા દાનવની આ દુનિયામા કોઇ જરૂર નહોતી અને નથી. મને સમજાતુ નથી કે કોર્ટે મને કેમ ઉમરકેદની સજા આપી, મને તો ફાંસીની સજા થવી જોઇતી હતી.

*****

હુ કંમ્પનીની બહાર નીકળી ગયો. ગેટની બહાર નીકળ્યો પછી પહેલો વિચાર એ આવ્યો કે જઇશ ક્યા? ગેટની બહાર આવેલા ગલ્લે ગયો, ગલ્લાની પાછળ જઇને બેઠો, ચા મંગાવી અને ગાંજાના કસ મારવા લાગ્યો. એટલામા અવાજ સંભળાયો.

“સુરેશભાઇ, ખબર પડી પેલો રંડીબાજ સાયકો ગયો”

મારુ ધ્યાન તરતજ એ અવાજ તરફ ગયુ. કદાચ સુરેશભાઇએ એને ઇશારો કર્યો હશે કારણ કે પછી એ લોકોએ મારા વિષે કંઇ વાત ના કરી. એટલામા બીજુ કોઇ આવ્યુ.

“અલા, સાંભળ્યુ પેલો રંડીબાજ સાયકો ગયો”

ફરી પાછા બધા ચૂપ થઇ ગયા. મને બઉ ફરક નહોતો પડતો કારણ કે મારુ આ ઉપનામ, મે ઘણીવાર સાંભળ્યુ હતુ. મારુ મન વિચારોમાં વ્યસ્ત હતુ કે હવે શુ? નોકરી નહિ હોય, પૈસા નહિ હોય...... વિચારતાજ ધબકારા વધી ગયા, પરસેવો છુટી ગયો, પગ ધ્રૂજવા લાગ્યા. મે તરતજ ગાંજો કાઢ્યો અને કસ ખેંચવા લાગ્યો. આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.

“માબાપે કેવા કેવા સપના જોયા હતા અને મે શુ કરી નાંખ્યુ પણ હવે પછતાવાથી શુ ફાયદો, આજે પણ મમ્મી પપ્પા વિષે વિચારુ છુ ત્યારે હુ માનસિક સંતુલન ગુમાવી બેસુ છુ, હુ બેચેન થઇ જઇ છુ, આમતેમ આંટાફેરા મારવા લાગુ છુ, મુઠ્ઠી આપોઆપ વળી જાય છે, રાડ નીકળી જાય છે”

અશોક મારી બાજુમાં બેઠો હતો. એ મને કદાપી અડકતો નહોતો કારણ કે એ મારુ મન હતુ જે મને રોકવા આવ્યુ હતુ. એ મારી એકદમ નજીક આવ્યો અને બોલ્યો.

“ચલો વિષ્ણુભાઇ”

મે એની સામે જોયુ. એ થોડુ હસ્યો.

“આમ ક્યાં સુધી પોતાને પીડા આપશો, મારી પાસે આવી જાઓ એજ આ સઘળા દુખોમાંથી હંમેશા માટે મુક્તિ અપાવશે”

મે બઉ પ્રતિભાવ ના આપ્યો પણ મન એ દિશામાં વિચાર કરવા લાગ્યુ. મન ઢીલુ પડ્યુ, અશોકને જે જોઇતુ હતુ એ મળી ગયુ એટલે એણે પ્રહાર વધારી દીધા.

“સૌથી સહેલા રસ્તો, દવા ખઇલો”

“તુ જા અહિંયાથી”

“ગળે ફાંસો ખવાય પણ એ પણ કંઇ અઘરુ નથી, મે કરેલુજ ને”

મે એની સામે જોયુ અને અણગમો વ્યક્ત કર્યો.

“આગ લગાવવાનુ ના વિચારતા, તડપી તડપીને મરશો”

મે ફરી પાછો નીચે જોઇને, માથે હાથ રાખીને બેસી ગયો.

“બીજો એક આઇડિયા છે, સૂરસાગરમાં કૂદકો મારો”

મારી સહનશક્તિની હદ આવી ગઇ હતી. ગુસ્સો ભરાવા લાગ્યો.

“સાઇનાઇડ”

“બસસસસસસ......ચૂપ.....મને એકલો છોડી દે, જા અહિંયાથી” હુ ઊભો થયો અને જોરથી રાડ નાખી. રાડ નાખતા વખતે એટલુ જોર લગાવ્યુ કે મુઠ્ઠીઓ વળી ગઇ અને શરીર સહેજ આગળ નલી ગયુ.

બધા ગલ્લાની પાછળ આવી ગયા. એ બધાને જોઇને હુ શાંત પડી ગયો. મે પૈસા કાઢ્યા અને ગલ્લાવાળાના હાથમાં મુકી નીકળી ગયો.

થોડા સમય માટે અશોક જતો રહ્યો. આમ તો ઘરે જવા નીકળ્યો હતો પણ ઘરે ના ગયો. રસ્તામાં બગીચો આવ્યો, બાઇક રોકી અને ગયો અંદર. એક મસ્ત ઝાડ શોધીને એના છાયડામાં આડો પડ્યો, આંખો બંધ કરી પણ વધારે સમય માટે આંખો બંધ રાખી ના શક્યો. કારણ કે જેવી આંખો બંધ કરી મન ચારગણી ગતિએ વિચારવા લાગ્યુ. શુ વિચારતુ હતુ એ યાદ નથી કારણ કે એટલા બધા વિચારોની માયાજાળ હતી કે કોઇ વિચાર પૂરો થતોજ નહોતો. મન બેચેન થવા લાગ્યુ, વિચારોનો અપચો થવા લાગ્યો, અકળામણ થવા લાગી અને છેલ્લે આંખના પલકારામાં હુ ઊભો થઇ ગયો. ઉદાસ હતો, નિરાશ હતો, હતાશ હતો. માથે હાથ દઇને બેઠો, આંખો ઊભરાઇ ગઇ.

માથુ નીચુ કરીને બેઠો હતો એટલામાં કંઇક સરસ અવાજ સંભળાયો.

“અશોક, મને એકલો છોડી દે”

પણ અવાજ ચાલુજ હતો. મને એવો અહેસાસ થયો કે આ કંઇક અલગ અવાજ છે. મે આજુબાજુ જોયુ તો મારાથી લગભગ દસેક ફૂટ દૂર એક પ્રેમી યુગલ હતુ જે એકબીજાને એટલા આવેગથી, એટલી ઉત્કંઠાથી ચૂમી રહ્યુ હતુ કે હુ એમનાથી દસ ફૂટ દૂર હતો પણ એમને કોઇ ફરક નહોતો પડતો. બંન્ને એકબીજામા એટલા વિલિન હતા, એટલા ખોવાયેલા હતા કે આજુબાજુમાં કોણ છે, શુ ચાલી રહ્યુ છે એનુ ભાન પણ નહોતુ. છોકરા હાથ છોકરી છાતી થા માંડીને સાંથળ અને નિતંબ સુધી ફરી રહ્યા હતા. છોકરીના ચહેરા પર તરી આવતી ઉત્તેજના સ્પષ્ટપણે દેખાતી હતી. છોકરાનુ મને ખબર નથી પણ છોકરી એ છોકરાને જરૂર પ્રેમ કરતી હશે કારણ કે જે સેક્સમાં પ્રેમ ના હોય એ મે અનુભવ્યુ છે અને જેમાં પ્રેમ હોય એનો પણ મે સાક્ષાત્કાર કરેલો છે. એ છોકરીના ચહેરા પર જે તૃપ્તિ, જે સંતોષ, જે ખુશી હતી એ ખાલી પ્રેમજ લાવી શકે, વાસના નહિ.

આ બાજુ મારી હાલત ખરાબ હતી. બઘા વિચારો થઇ ગયા એકબાજુ અને મન સમસમી ઉઠ્યુ કે હુજ એકલો છુ. મારો કોઇ સાથી કેમ નથી? મે શુ ગુન્હો કર્યો છે? કેટલો પ્રેમ છે બંન્નેમાં? મને આવો પ્રેમ કેમ ના મળ્યો? હુ કેમ એકલો રહી ગયો? મને ગુસ્સો આવવા લાગ્યો. આજુબાજુનુ ઘાસ ચૂંટવા લાગ્યો.

શિશ્નમાં લોહીનો પ્રવાહ વધી ગયો. શરીરમાં ઉત્તેજના વ્યાપી ગઇ. હુ આકુળવ્યાકુળ થવા લાગ્યો. સેક્સની ઇચ્છા જાગી, કોઇના સહવાસની ઇચ્છા જાગ્રત થઇ. હુ તરતજ ઊભો થયો અને ગાંજો કાઢ્યો, કસ મારતો મારતો ઉપડ્યો ઘર તરફ. રસ્તામાં લાલાને ફોન કર્યો પણ એને ના ઉપાડ્યો. ઘરે પહોંચીને ફરી પાછો ફોન કર્યો પણ એણે ના ઉપાડ્યો. પેલી છોકરીને ફોન કર્યો, એણે પણ ના ઉપાડ્યો. થોડા સમય પછી એનો જવાબ આવ્યો કે એ લેક્ચરમાં છે. મન હવે અશાંત થવા લાગ્યુ.

હુ ઊભો થયો આમતેમ આંટા મારવા લાગ્યો. ધીરે ધીરે ઝડપમાં પણ વધારો થયો. ગાંજો કાઢ્યો અને એક પછી એક કસ ખેંચવા લાગ્યો. બાથરૂમમાં ગયો, અરીસામા જોયુ. ખાસો ટાઇમ એમ ને એમ ઊભો રહ્યો. મન થોડુ શાંત થયુ પણ મારી જીંદગીમાં શાંતિ ક્યાં હતી. મે આંખો જરા નીચે કરીને ઉઠાવી ત્યા અશોક આવીને ઊભો હતો. નિસાસો નાંખ્યો. મનમાં ગાળો પણ દીધી કે આવી ગયો.

“પાછુ એજ ચાલુ ના કરતો” મે કહ્યુ

“તમને બચાવવા આવ્યો છુ, તમારી માનસિક સ્થિતિ સારી નથી”

“મારે કોઇની જરૂર નથી”

“છે, મારી જરૂર છે”

“તુ જા અહિંયાથી, મને એકલો છોડી દે”

આટલુ બોલતા હુ બાથરૂમની બહાર નીકળી ગયો. અશોક પણ પાછળ પાછળ આવ્યો. મે લાલાને ફોન કર્યો પણ એણે ના ઉપાડ્યો.

“હુ કંઇ મદદ કરુ”

“જો લાલાના ઘરે જા અને એને કેહ કે કોઇને ફટાફટ મોકલે”

“હુ ખાલી તમનેજ દેખાઉ છુ અને તમારી સાથેજ વાતચીત કરી શકુ છે”

“તો જા તુ મારા કોઇ કામનો નથી”

“હુ તમને આ પીડા, વેદનામાંથી મુક્તિ અપાવવા આવ્યો, ચલો મારી સાથે હવે એત ઉપાય છે”

પહેલાવાર મે એને પકડવાનો પ્રયત્ન કર્યો, એને ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો પણ એ ખસી ગયો.

“જા અહિંયાથી, જા અહિંયાથી”

અશોક ગયો તો નહિ પણ શાંત થઇને એક ખૂણામાં બેસી ગયો. આ બાજુ હુ આકુળવ્યાકુળ થઇ ઉઠ્યો. મનને એક સેકન્ડ પણ શાંતિ નહોતી.

મે ફરી લાલાને ફોન કર્યો. ફોન ઉપાડ્યો.

“ફટાફટ, કોઇને મોકલી આપ”

“તુ કોણ?”

“તમે કોણ?” લાલાનો અવાજ નહોતો.

“ઇન્સ્પેક્ટર ડાભી”

હુ થોડો ગભરાયો. ધબકારા થોડા વધી ગયા.

“શુ થયુ સાહેબ?”

“લાલો તો લાંબો જવાનો છે, એ પોલીસ કસ્ટડીમાં છે, અને મોકલવાની વાત કરતો હતો?”

“કંઇ નહિ સાહેબ?”

“તારે આવવુ છે?”

મે તરતજ ફોન મુકી દીધો. ધબકારા વધી ગયા. પગ ધ્રૂજવા લાગ્યા. જ્યા ઊભો હતો ત્યાંજ ફસડાઇ ગયો. ખાસો સમય તો ત્યા ને ત્યાંજ બેસી રહ્યો.

“હવે શુ?” મનમાંજ

મારા પ્રશ્નનો જવાબ આપવા અશોક આવ્યો.

“હુ આવી ગયો, ચલો મારી સાથે” એ બોલતા બોલતા રડવા લાગ્યો.

મે મોબાઇલ ખોલ્યો તો પહેલુ નામ અમન દેખાયુ. સજ્જન મને તરતજ ફેંસલો કર્યો એનો ફોન કરવાનો.

“હાય વિષ્ણુ, હાઉ આર યુ?”

“નોટ ફાઇન યાર”

“શુ થયુ?”

“મને નોકરી પરથી કાઢી મુક્યો”

“ઓહ, ઓહ..... ડોન્ટ વરી હુ કંઇક કરુ છુ, મારો એક ફ્રેન્ડ છે જેની કંમ્પની છે એને વાત કરી જોઉ છુ”

“મારે આર્યા સાથે વાત કરવી છે, નંબર આપ”

“વિષ્ણુ તુ ઠીક તો છેને?”

“મને આર્યોનો નંબર આપ, પ્લીઝ”

થોડીવાર અમન કંઇ ના બોલ્યો.

“અમન પ્લીઝ..... ”

“ઓ.કે.”

અમને મને આર્યાનો મોબાઇલ નંબર આપ્યો.

મે ફોન કર્યો, એણે ઉપાડ્યો અને વાત કરી અને એજ મારી સૌથી મોટી ભૂલ હતી.

આર્યોએ ફોન ઉપાડ્યો પણ કંઇ બોલી નહિ. કદાચ મારો નંબર એના પાસે હતો કે પછી અમને ફોન કરીને કહ્યુ હશે.

“આર્યા, કેમ છે?”

“મજામાં, શુ કામ છે?” આર્યાએ વર્તાવમાં તોછડુ થવાનો પ્રયત્ન કર્યો.

“કેમ મને મળ્યા વગર જતી રહી હતી અને કેમ કહ્યુ હતુ કે લંડન જાય છે?”

“એમાંજ બંન્નેની ભલાઇ છે”

“હુ તૂટી ગયો છે”

“સંભાળ પોતાની જાતને”

“હવે હુ અસક્ષમ છુ, તુ આવીજાને”

“એ હવે શક્ય નથી, તુ જાણે છે”

“વિહાન સાથે હુ વાત કરી લઇશ”

“ના વિષ્ણુ” એના અવાજની તીવ્રતા વધી ગઇ

“આર્યા, પ્લીઝ... હુ ખલાશ થઇ જઇશ, હુ બરબાદ થઇ જઇશ”

“વિષ્ણુ એ શક્ય નથી”

“તુ મારી જીંદગીમાં નહિ આવે તો હુ આત્મહત્યા કરી લઇશ”

“વિષ્ણુ ડોન્ટ બી ફૂલીશ, તુ સંભાળ તારી જાતને”

“કેવી રીતે સંભાળુ, પહેલા સમાજે મને સમાન દરજ્જા ના આપ્યો, સમાજે મારો અને મારા પિતાને અપમાનીત કર્યા, એજ સમાજના કારણે હુ તને અપનાવી ના શક્યો, તારા પ્રેમને હુ અપનાવી ના શક્યો, મારા સમાજમાં મારા માટે કોઇ છોકરીજ ના વધી, મારા માતાપિતાએ મારા માટે ગર્ભમાંજ એક બાળકની હત્યા કરી, મારા એક ને એક વાંઢા સાથીએ એકલાપણુ ના સહેવાતા આત્મહત્યા કરી લીધી, સેક્સની ભૂખ સંતોષવા વેશ્યાનો સહારો લેવો પડ્યો, પોલીસ પકડી ગઇ, માર ખાધો, બદનામી ઊઇ, માબાપ સાથે આંખ ના મીલાવી શક્યો, બધા મારાથી દૂર ભાગવા લાગ્યા, એક નાની પાંચ વર્ષ ની છોકરીને જોઇને મનમાં વાસના જાગી, અશોક મને રોજ રોજ આત્મહત્યા કરવા ઉકસાવે છે, મને નોકરી પરથી કાઢી મુકવામા આવ્યો અને તુ મારી જીંદગીમાં આવવાની ના પાડે છે, હુ કેવીરીતે મારી જાતને સંભાળુ?”

“તુ કોમલને બોલાવી લે ને”

“એ પણ હવે મારો ફોન નથી ઉપાડતી” હુ રડવા લાગ્યો.

અચાનક કંઇક અવાજ સંભળાયો.

“આર્યો, ચલ સોનોગ્રાફી માટે નથી જવાનુ, તને કેટલીવાર કહ્યુ કે આવી પરિસ્થિતિમાં બઉજ જરૂરી હોય તોજ ફોન વાપરવાનો”

હુ સાંભળતો રહ્યો.

“તને ખબર છે ને એ ગાયનેક અઠવાડિયામાં બેજ વખત આવે છેને”

એ રોકવાનો પ્રયત્ન કર્યો પણ વિહાન બોલતોજ રહ્યો અને મે ફોન મુકી દીધો.

આર્યો પ્રેગનન્ટ હતી અને એ મારાથી સહન ના થયુ.