Parashar Dharmshashtra books and stories free download online pdf in Gujarati

પરાશર ધર્મશાસ્ત્ર

असावादित्यो ब्रह्म

ब्रह्मे वहं अस्मि

અર્થઘટન

સૂર્ય બ્રહ્મ છે, હું બ્રહ્મ છું.

બ્રહ્મ એટલે કે જેને માપી કે જોઈ શકાય નહિ અને જે સુપ્રીમ બીઇંગ છે.

આપણા મોર્ડનાઈઝડ માઈન્ડસેટ પ્રમાણે પણ આ હકીકત છે. દુનિયાના દરેક ધર્મ માં પરમાત્માને ન જોઈ શકાય એવા પ્રકાશ સ્વરૂપે જ દર્શાવ્યા છે. સૂર્ય પણ દિવસ માં ઘણોખરો સમય નરી આંખે ન જોઈ શકાય એવા પ્રકાશપુંજ ના જેવોજ હોય છે. અને દરેક ધર્મ કહે છે કે દરેક વ્યક્તિ માં પરમાત્મા ક્યાંકને ક્યાંક છે. જરૂર છે ફક્ત તેને ઓળખવાની, જગાડવાની.

એથીસ્ટ વ્યક્તિ પણ આનો અસ્વીકાર ન કરી શકે, સૂર્ય પ્રત્યક્ષ છે અને જો ૨૪ કલાક માટે પણ સૂર્ય ના દેખાય તો એની અસરો ભારે છે, એ જ રીતે સમય સાથે વધતી જતી ગરમી એટલે સૂર્યનો વધારે પ્રભાવ શું કરી શકે એ પણ આપણે ગ્લોબલ વોર્મિંગ ની અસરો થી જોઈ રહ્યા છીએ.

પ્રસ્તાવના

ભગવાન પરાશર ઋષિ પણ મનુ, યાજ્ઞવલ્ક્ય વગેરે ની જેમ મહાન સિદ્ધ પુરુષ હતા. મહાભારત અંને અઢાર પુરાણો ના રચયિતા મહર્ષિ વેદવ્યાસ ના પિતા અને મહર્ષિ વશિષ્ઠ ના પોત્ર એવા પરાશર ઋષિ નો મહર્ષિ વેદવ્યાસ અને અન્ય ઋષિઓ સાથે કલિયુગ માં મનુષ્યના વાણી, વર્તન, કર્તવ્ય, અને ગુનાઓ ના દંડ વિશે થયેલો સંવાદ એ પરાશર ધર્મશાસ્ત્ર કે પરાશર સ્મુર્તી તરીકે ઓળખાય છે. પરાશર સ્મુર્તી વિષે કહેવાયું છે કે,

कृते तु मानवा धर्मास्त्रेताया गौतमा: स्मृता: I

द्रापरे शङ्खंलिखिता: कलौ पाराशरा: स्मृता: II

એટલે કે સત્યયુગ માં મનુએ કહેલા ધર્મ (રુલ્સ) માન્ય ગણાતા હતા, ત્રેતાયુગ માં ગૌતમે કહેલા ધર્મ માન્ય ગણાતા હતા, દ્રાપરયુગમાં શંખ અને લિખિતે કહેલા ધર્મ માન્ય ગણાતા હતા અને કલિયુગમાં પરાશર મુનિએ કહેલા ધર્મ માન્ય ગણાય છે.

પરાશર ધર્મશાસ્ત્ર કલિયુગ ની શરૂઆત એટલે કે મહાભારતકાળ માં જણાવ્યું હોવા છતાં આજે પણ કેમ મહત્વનું છે તેનું પ્રમાણ તેમાંના ફક્ત બે વાક્યો કે જે આજના સમયે પણ સાચા છે તે પરથી મળે છે.

जितो धर्मो ह्धर्मेन सत्यं चैवनृतेन च I

जिताष्चोरेस्च राजान: स्त्रिभिष्च पुरुषा: कलौ: II

કલિયુગમાં લોકો અધર્મ (ગુનો) કરતા ડરતા નથી, કારણ વગર વારંવાર જુઠું બોલે છે, ચોરોથી રાજા હેરાન થાય છે અને તેમને કંટ્રોલ માં લાવવા મહાપરિશ્રમ કરવો પડે છે. સ્ત્રીઓનું પ્રાધાન્ય સૌથી વધુ છે. અને

सीदन्ति चाग्निहोत्राणि गुरुपुजा प्रणश्यति I

कुमार्यस्च प्रसूयन्ते अस्मिन्क्लियुगे सदा II

આ કલિયુગમાં કોઈ કોઈ ગામમાં જ કદાચ જ અગ્નિહોત્ર થાય છે. (અગ્નિહોત્ર એટલે જ્યાં અખંડ હવન-હોમ ચાલુ હોય) માણસોએ ગુરુપૂજા (શિક્ષક,વડીલ અને જ્ઞાની વ્યક્તિઓનું માન કરવાનું) બંધ કરી દીધી છે અને કુંવારી કન્યાઓ સંતાનને જન્મ આપે છે. (ટીનએજ સિંગલ મધર).

સંસ્કૃત ભાષા અને ધર્મગ્રંથો માં લખેલી ભાષા નો અનુવાદ અને તેનું અર્થઘટન અઘરું પડતું હોવાથી તેમને આજના સમય માટે પ્રેક્ટીકલ ગણવામાં આવતા નથી. આ એક નાનકડો પ્રયાસ છે કલિયુગ ની રુલબુક એવી પરાશર ધર્મશાસ્ત્ર નું અનુભવ અને સમજ મુજબનું શક્ય એટલું લોજીકલ અર્થઘટન કરવાનો જે પરથી આજે પણ તેમાં પ્રેક્ટીકલી કેટલું ખરું છે એ પર પ્રકાશ પડી શકે અને એનો ઉપયોગ અત્યારે પણ કેટલો મદદરૂપ છે એ જાણી શકાય. પરંતુ પરાશર ધર્મશાસ્ત્ર નું અર્થઘટન જોતા પહેલા કેટલુક વર્ણવ્યવસ્થાનું અર્થઘટન જરૂરી છે જેથી કરીને આ રુલબુક ને પૂર્ણ રીતે સમજી શકાય. અને નોલેજ ની શરૂઆત શૂન્ય થી થાય છે તો પોતાની જાતને શૂન્ય સ્વીકાર કરી ભાગ ૧ નું ઓપનીંગ પ્રકરણ શૂન્ય (Chapter 0) થી કરીએ કે જે દરેક ભાગ ની શરૂઆત કરશે. તો આવો આ જર્ની ની શરૂઆત કરીએ.

પ્રકરણ શૂન્ય

ब्राह्मणोस्य मुखमासीद बाहु राजन्यः कृतःI

उरु तदस्य यद्वैष्यः पदाभ्या शूद्रो अजायत II १२

ઋગ્વેદ ના આ શ્લોક પ્રમાણે વિરાટ પુરુષ એટલે કે સુપ્રીમ બીઈંગ ના મુખ માંથી બ્રાહ્મણ, ભુજાઓ માંથી ક્ષત્રીય, પેટ માંથી વૈશ્ય અને પગ માંથી શુદ્ર નો જન્મ થયો.

આ આખો કોન્સેપ્ટ જ તુલનાત્મક છે કે જયારે મનુષ્ય નું સર્જન થયું ત્યારે ગુણ આધારિત ક્રિએશન થયા, મુખ દ્વારા નોલેજ સ્પ્રેડ કરી શકાય એટલે શિક્ષક, ઉપદેશક, જેવા લોકો, ભુજાઓ માં બળ હોય જેનાથી રક્ષણ કરી શકાય એટલે પોલીસ, આર્મી માં કામ કરવાવાળા લોકો, પેટ હંમેશા ચાલકબળ રૂપી ખોરાક અને શક્તિ આપે એટલે કે બીજા બધા લોકો માટે ઇકોનોમી નું સંચાલન કરવાવાળા વેપારીઓ જયારે પગ અખા શરીર ને વહનશક્તિ આપે એટલે કે લોજીસ્ટીક અને અન્ય સર્વિસ પ્રોવાઈડર્સ. આ જ આગળ જતા ચાર વર્ણ તરીકે ઓળખાયા. જયારે સંસ્કૃત શબ્દ “વર્ણ” ના અનેક અર્થ થાય છે જેમકે ગુણ, પ્રકાર, રંગ, ઉચ્ચારણ અને ઘણા બીજા. એટલે આ પરિપેક્ષ્ય પ્રમાણે વર્ણ વ્યવસ્થા ના વર્ણ એ ગુણ છે.

અર્થ એ થયો કે જે વ્યક્તિ માં જે પ્રકારના ગુણ (સ્કીલ અને ઈન્ટરેસ્ટ) હોય એ પ્રમાણે એનો વર્ણ કહેવાય.

चतुर्वर्ण मया सृष्टं गुणकर्मविभागशः I

तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम II

શ્રીમદભાગવત ગીતા ના આ શ્લોક માં શ્રીકૃષ્ણ એ કહ્યું છે કે મેં કર્મ (પ્રોફેશન) અને ગુણ પ્રમાણે સૃષ્ટિ માં ક્રમ ની રચના કરી છે. જેમાં હું પોતે પણ ફેરફાર ન કરી શકું. એટલે કે જે જ્ઞાની, શિક્ષક, ઉપદેશક નું કામ કરે છે તેમને સન્માન મળે, જે રક્ષણ કરે છે તેમને સૌથી વધુ રીસોર્સીસ મળે કારણકે તેઓ સમાજ માટે પોતાનો જીવ આપવા જ બેઠા છે, જે ઇકોનોમી સાંભળે છે તેમને તે પ્રમાણે જ જ્ઞાન અને રક્ષણ મળે અને જે સર્વિસ પ્રોવાઈડર છે તેમને પણ રિસોર્સ અને રક્ષણ મળે. આ રુલ માં ભગવાને પોતાને પણ ફેરફાર ન કરવો એમ કહ્યું છે. જેથી સમાજ માં સંવાદિતા અને સૌ નો એકસરખો વિકાસ થઇ શકે.

ગુણ (સ્કીલ અને ઈન્ટરેસ્ટ) પર આધાર રાખીને વ્યક્તિ પોતાનું પ્રોફેશન નક્કી કરે અને તેનો સમાજ સ્વીકાર પણ કરે છે. તેનો જન્મ ભલે કોઈ પણ ઘર માં થયો હોય. આવા પણ ઘણા ઉદાહરણો છે.

બ્રાહ્મણ એટલે કે શિક્ષક ના પુત્ર રાવણે રાજ્ય સ્થાપ્યું શક્તિથી એટલે કે તે ક્ષત્રીય થયો.

અત્રેય ઋષિ દાસ એટલે સર્વિસ પ્રોવાઈડર ના પુત્ર થઇ શિક્ષક એટલે કે બ્રાહ્મણ થયા.

પરશુરામ, શિક્ષક પુત્ર ગુણ પ્રમાણે ક્ષત્રીય થયા. વિશ્વામિત્ર કે જે ક્ષત્રીય હતા તે બ્રાહ્મણ થયા.

વેદવ્યાસ, સત્યવતી ના એટલે કે માછીમાર કન્યા ના પુત્ર બ્રાહ્મણ થયા. પ્રીશધ,

દક્ષ ક્ષત્રિય પુત્ર શુદ્ર થયા. મહર્ષિ વાલ્મિકી, અભણ વ્યક્તિ માંથી નોલેજ મેળવી બ્રાહ્મણ થયા.

માતંગ, ચાંડાલ પુત્ર બ્રાહ્મણ થયા.

આ બધા જ લોકો ણે તેમના પોતાના સમય ના સમાજે સ્વીકાર્યા જ છે. ઉપરાંત યજ્ઞોપવીત એટલે કે જનોઈ પણ બધાજ વ્યક્તિ ધારણ કરતા અને તે સાક્ષર હોવાની નિશાની હતી. આજે પણ યજ્ઞોપવીત ની ઉમર સાત વર્ષ થી શરુ થાય છે જયારે એજ્યુકેશન માં પણ પહેલું ધોરણ સાતમાં વર્ષે શરુ થાય એટલે યજ્ઞોપવીત સંસ્કાર એ સ્કુલ માં એડ્મિશન ની પ્રોસીજર હતી. આજે પણ યજ્ઞોપવીત ની વિધિ માં બટુક ને પેન, કટાર, સોનું અને અસ્ત્રો આમાંથી કોઈ એક ઉઠાવવા નું કહેવાની વિધિ છે એટલે કે પ્રોસ્પેક્ટીવ સ્ટુડન્ટ પોતાના નેચરલ ઇન્સ્ટીકટ પ્રમાણે તેની એજ્યુકેશનલ લાઈન પસંદ કરે. પેન ઉઠાવવાળો શિક્ષક, કટાર વાળો સંરક્ષણ, સોના વાળો વેપારી અને અસ્ત્રાવાળો સેર્વિસ પ્રોવાઈડર બની શકે.

આ ઉપરાંત જનોઈ લીધા પછી બટુક ને “દ્વિજ” કહેવાય. દ્વિજ એટલે કે જેનો સેકન્ડ બર્થ થયો છે તે. એટલે કે ભલે સર્વિસ પ્રોવાઈડર ના ઘરે જન્મ લીધો હોય પણ જો તેનો નેચરલ ઇન્સ્ટીકટ સોનું ઉઠાવવાનું કહે અને તે વેપારી બનવા માંગે તો તેનો બીજો જન્મ કહેવાય કારણકે અત્યાર સુધી તેને સમાજ સર્વિસ પ્રોવાઈડર ના પુત્ર તરીકે ઓળખતો હતો પણ ગુણ પ્રમાણે હવે તે વેપારી તરીકે નો અભ્યાસ કરી તેની નવી આઈડેન્ટીટી ઉભી કરશે.

તો હવે પ્રશ્ન થાય કે બ્રાહ્મણ નો પુત્ર બ્રાહ્મણ અને વૈશ્ય પુત્ર વૈશ્ય આ ક્યાંથી આવ્યું?

જેમ આજે પણ બાળકો માટે સૌથી મોટો અને પહેલો રોલ મોડેલ તેના પિતા હોય છે તે જ આનું કારણ છે. બાળક તેના પિતા નું અનુકરણ કરીને મોટાભાગે એ જ પ્રોફેશન જોઈન કરતો જેમાં તેના પિતા જોડાયેલા હોય. એટલે મોટાભાગે શિક્ષક નો પુત્ર શિક્ષક, સર્વિસ પ્રોવાઈડર નો પુત્ર સર્વિસ પ્રોવાઈડર, સૈનિકપુત્ર સૈનિક અને વૈશ્યપુત્ર વૈશ્ય નું જ કામ કરતા. અને આ માટે ફેમિલી તરફ થી પ્રોત્સાહન અપાતું કેમકે તેમણે અનુભવ આ જ પ્રોફેશન નો કર્યો હોય. આજે પણ મોટાભાગ ના સૈનિકોની બીજી પેઢી સૈનિક બને છે, ઘણા ડોકટર્સ અને વકીલોની ઘણી પેઢીઓ ડોક્ટર અને વકીલ જ છે. સમય જતા લોકો એ જ આનો રુલ બનાવી દીધો અને એ જ બની ગઈ અત્યાર સુધી આપણે જેને વર્ણ વ્યવસ્થા સમજીએ છીએ તે.

આ બધુ જ એટલે માટે સમજવું જરૂરી હતું કે હવે પછી ના બધાજ ભાગ માં જ્યાં બ્રાહ્મણ છે એનો અર્થ બ્રાહ્મણ કુલ માં જન્મેલ વ્યક્તિ જ હોય એમ નથી બ્રાહ્મણ એટલે જે વ્યક્તિ સમાજ માં નોલેજ આપે છે, શિક્ષક, ઉપદેશક, સ્પીકર, મોટીવેટર, આ બધાજ. પછી તે કોઈ પણ કુળ, જાતિ કે કાસ્ટ ના હોય.

જ્યાં ક્ષત્રીય છે તે બાય પ્રોફેશન સૈનિક હોય પછી કોઈ પણ કાસ્ટ નો હોય. રાજા એટલે હેડ ઓફ ઇન્સ્ટીટ્યુશન હોય, હવે આ ઇન્સ્ટીટ્યુશન પરિવાર પણ હોઈ શકે, બેંક, કંપની કે પેઢી પણ હોય, કોઈ રાજ્ય(સ્ટેટ) હોય કે દેશ હોય, અરે યુનાઈટેડ નેશન્સ પણ કેમ ન હોય?

જ્યાં વૈશ્ય છે એ બીઝનેસમેન છે, એ કોઈ મલ્ટીનેશનલ કોન્ગ્લોમરેટ ધરાવતો હોય કે નાની પાન ની દુકાન.

જ્યાં શુદ્ર છે એ સર્વિસ પ્રોવાઈડર હોય, એ કોઈ પણ મોટી સર્વિસ પ્રોવાઈડ કરે, ભલે લવાદ (આર્બીટરેટર) હોય કે નાના માં નાનું ચા કે પાણી લઇ આપવાનું કામ કરતો ઓફીસ બોય હોય.

શુદ્ર નો એક બીજો અર્થ પણ છે કે જે વ્યક્તિ એ જ્ઞાન કે એજ્યુકેશન ન મેળવ્યું હોય તેને પણ શુદ્ર કહી શકાય કારણકે નિરક્ષર લોકો મોટાભાગે ત્રણેય કેટેગરી ના લોકો ના ત્યાં નાના મોટા કામ એટલે કે તેમના ત્યાં સેવા આપતા હોય છે એટલે બીજા પરિપ્રેક્ષ્ય પ્રમાણે શુદ્ર એટલે કોઈપણ કુળ માં જન્મેલો નિરક્ષર વ્યક્તિ પણ હોઈ શકે.

આ જ પ્રમાણે બ્રહ્મચારી નું પણ અર્થઘટન સમય અનુસાર કરવા જેવું છે. બ્રહ્મચારી એટલે બ્રહ્મ + આચરણી. જેના આચરણ (બીહેવીઅર) માં બ્રહ્મ (પરમાત્મા) છે તેવો વ્યક્તિ. જે વ્યક્તિ પોતાની મૂળભૂત જવાબદારીઓ અને ફરજો નું મલીન પાના વગર પાલન કરે અને જેના ચિત્ત માં હંમેશા પરમાત્મા તરફ ધ્યાન હોય તેને બ્રહ્મચારી કહી શકાય. જે ગૃહસ્થાશ્રમ માં નથી મતલબ કે અપરણિત છે તે કામ થી દુર રહે, જે પરણિત છે તે પોતાના લાઈફ પાર્ટનરને વફાદાર રહે અને પોતાના સંસારીક કર્મો કરતા કરતા પરમાત્મા પ્રત્યે ધ્યાન આપેલ રહે તેને બ્રહ્મચારી કહી શકાય.

પ્રકરણ ૧ શરુ કરતા પહેલા સૌનો feedback ખુબ જ મહત્વ નો છે, kindly reach me at, and

બીજા રસપ્રદ વિકલ્પો