Sukhi Jivan Jivvani Guruchavio books and stories free download online pdf in Gujarati

સુખી જીવન જીવવાની ગુરુચાવીઓ

સુખી જીવન જીવવાની ગુરુચાવીઓ:

સુખી જીવન જીવવા માટે કેટલાક નિયમો જીવન માં ઉતારવાથી મન ણે ઘણી શાંતિ નો અહેસાસ થાય છે. આ રહી કેટલીક વાતો કે જે યાદ રાખી જીવન માં ઉતારવાનો વરોવાર પ્રયત્ન કરવો જોઈએ. મુશ્કેલ જરૂર છે પણ અશક્ય તો નથી જ. જરૂર છે તો ફક્ત થોડું મનોબળ વિકસાવી પ્રયત્ન કરવાની.

૧. ક્ષમા કરો અને ભૂલી જાઓ

સુખી જીવન માટેની આ સૌથી શક્તિશાળી સહાય છે. જે વ્યક્તિઓએ આપણું અપમાન કર્યું હોય કે નુકસાન પહોચાડ્યું હોય તેમના માટે જાણે-અજાણે આપણું મન વારંવાર કેટલીક લાગણીઓ ઉત્પન્ન કરે છે. આપણે તેનું જ પાલનપોષણ કરીને તેને આગળ વધવા દઈએ છીએ. આજ વિચારો અને લાગણીઓ આગળ જઈને હાઈ બ્લડ પ્રેશર, અનિંદ્રા અને અલ્સર જેવા રોગો માં પરિવર્તીત થાય છે. અપમાન કે નુકશાન એક જ વાર કરવા માં આવ્યું હોય જયારે તેને વારંવાર વાગોળ્યા કરવાથી આ બધા જ નુકશાન વધ્યા કરે છે. આ બાબત પરથી આગળ વધવાની જરૂર છે. જીવન આવી ક્ષણો ણે યાદ કરવા માટે બહુ જ ટૂંકું છે. ક્ષમા કરો, ભૂલી જાઓ અને આગળ વધો. ક્ષમા આપવામાં અને જીવન ના પોસિટીવ અનુભવો શેર કરવા માં જે આનંદ છે તે બીજે ક્યાય નથી.

૨. જ્યાં સુધી પૂછવા માં ના આવે ત્યાં સુધી બીજા કોઈના કામ માં દખલ ન કરશો.

આપણે વારંવાર અન્ય લોકો ની બાબતો માં દખલ કરીને પોતાના માટે જ ઘણી સમસ્યાઓ ઉત્પન્ન કરીએ છીએ. કોઈક રીતે આપણે પોતાની જાતે જ નક્કી કરી લીધું હોય છે કે આપણે વિચારેલો માર્ગ જ શ્રેષ્ઠ છે. આપણા જ તર્ક અને વિચારો શ્રેષ્ઠ છે. અને જે લોકો આપણા તર્ક, વિચારો કે માર્ગ સાથે સંમત નથી તેમને યોગ્ય દિશામાં (આપણી દિશામાં) વાળવા જ જોઈએ. આ વિચાર એ વ્યક્તિત્વ નો અસ્વીકાર છે અને પરિણામે ઈશ્વર ના અસ્તિત્વનો પણ અસ્વીકાર છે. ઈશ્વરે દરેક વ્યક્તિને અનન્ય બનાવ્યો છે. બે મનુષ્યો કોઈ પણ વખત એક સરખી રીતે વર્તી નથી શકતા. દરેક વ્યક્તિ પોતાની યુનિક રીતે વર્તન કરે છે કારણકે તેમનો અંતરાત્મા તેમને તે પ્રમાણે વર્તવા કહે છે. પોતાના કામ થી કામ રાખો અને સુખી થાઓ.

૩. પ્ર્રસંશા માટે ની ઝંખના જતી કરો.

આ વિશ્વ સ્વાર્થી લોકો થી ભરેલું છે જેમાં તમારો અને મારો પણ સમાવેશ થાય છે. સૌ કોઈ ભાગ્યે જ કોઈ સ્વાર્થ વગર કોઈની પ્રસંશા કરે છે. આજે તમારી પ્રસંશા થઇ રહી હોઈ શકે કારણકે આજે તમે શક્તિશાળી છો પણ જે સેકંડે તમે નિર્બળ થયા તો તમારી સિદદ્ધીઓ ભૂલી જવામાં આવશે અને તમારી ખામીઓ શોધવાની શરૂઆત થઇ જશે. શા માટે કોઈના તરફ થી રેકોગ્નીશન મેળવવા માટે મરણીયા થવું? એનું આટલું બધું મૂલ્ય નથી. ફક્ત નેતિકતા અને નિષ્ઠા થી પોતાની ફરજો નિભાવો.

૪. ઈર્ષ્યા ન કરો

આપણે સૌએ અનુભવ કરેલો છે કે ઈર્ષ્યા આપણી મન ની શાંતિને કેટલી હાની પહોચાડે છે. તમે જાણો છો કે તમે તમારા ઓફિસ ના સાથીદારો કરતાં વધુ કામ કરો છો પરંતુ ક્યારેક તેમને પ્રમોશન મળે છે; તમને નહિ. તમે બિઝનેસ ઘણા વર્ષો પહેલા શરૂ કર્યો છે , પરંતુ તમે તમારા પાડોશી જેનો બિઝનેસ માત્ર એક વર્ષ જૂના છે તેનાથી વધારે સફળ નથી. રોજિંદા જીવનમાં આના જેવા અનેક ઉદાહરણો છે. તો તમે ઇર્ષ્યા કર્યાં કરશો? ના. હંમેશા યાદ રાખો બધાનું જીવન પોતાની ડેસ્ટિની પ્રમાણે આકાર લેતું હોય છે , જે ધીમે-ધીમે વાસ્તવિકતા બને છે જો તમારી ડેસ્ટિની માં સમૃદ્ધ બનવું છે, તો કાંઈજ તમને રોકી નહિ શકે. પોતાની કમનસીબી નો દોષ નો ટોપલો માથે લઈને ફરવાથી કે કોઈના માથે નાખવાથી કઈ જ મળતું નથી. ઈર્ષ્યા આપણને ક્યાય આગળ વધારી શકતી નથી તે ફક્ત આપણી કામની એફિસિએન્શિ અને મન ની શાંતિને જ હણશે.

5. પોતાની જાત ને આજુ-બાજુ ના સંજોગો મુજબ ઢાળો.

સંજોગો કે આજુબાજુ ના વાતાવરણને બદલવા માટે એકલા હાથે પ્રયત્ન કરશો, તો નિષ્ફળ જવાના સૌથી વધુ ચાન્સ છે. તેના બદલે, તમારા સંજોગો મુજબ પોતાની જાત ણે અનુકુળ બનાવો. આ પ્રોસેસ માં, સંજોગો કે જે પ્રતિકુળ હતા તે પણ અને સંતોષપ્રદ અને નિર્મળ લાગતા થઇ જશે.

6. જેનો ઉપાય નથી તેને સ્વીકારવાની આદત કેળવો.

ગેરલાભને ફાયદા માં ફેરવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. દરરોજ આપણે અનેક તકલીફો, બિમારીઓ, કેટલાક પ્રસંગો, અનુભવો અને અકસ્માતો કે જે આપણા નિયંત્રણ બહાર છે તેનો સામનો કરીએ છીએ. જો આપણે તેને નિયંત્રિત કરી શકતા નથી, કે તેને બદલી શકતા નથી તો આ બધી વસ્તુઓ બાજુ પર મૂકી દેવામાં જ શાણપણ છે. તેને રાજીખુશીથી સહન કરવાનું, સ્વીકારી લેવાનું જ શીખવું જોઈએ. પોતાની જાત પર વિશ્વાસ કેળવો અને તમને ધીરજ, આંતરિક શક્તિ અને ઇચ્છા શક્તિ ની દ્રષ્ટિએ ફાયદો થશે.

7. ચાવી શકાય તેટલો જ કોળીયો ભરો

આ વાત સતત યાદ કરવાની જરૂર છે. આપણે ઘણી વખત આપણી કેપેસીટી કરતા વધુ જવાબદારીઓ લઇ લઈએ છીએ. જે ફક્ત આપણો અહમ સંતોષવા માટે કરવામાં આવે છે. પોતાની મર્યાદાઓ જાણો. શા માટે વધારાની જવાબદારીઓ લેવી કે જે ફક્ત ચિંતાઓ જ વધારી શકે છે? બહાર ની પ્રવૃત્તિઓ વધારવાથી મનની શાંતિ કે સુખ નથી મળતા. બાહ્ય ઘેલછાઓ ઓછી કરી પ્રાર્થના, ચિંતન, આત્મનિરીક્ષણ અને ધ્યાન માં સમય વિતાવો. આમ કરવાથી મન માં બેચેન કરતા વિચારો ઘટશે. એકાગ્ર અને ખુલ્લું મન સુખ આપે છે.

8. નિયમિતપણે ધ્યાન કરો.

ધ્યાન મનને શાંત કરે છે અને વિચલિત વિચારો થી છૂટકારો અપાવે છે. તે સુખ નું સૌથી સર્વોચ્ચ શિખર અપાવશે. જાતે પ્રયત્ન કરી અનુભવો. જો રોજ અડધા કલાક માટે મનન કરીશું તો, બાકીના સાડા ત્રેવીસ કલાક સુખશાંતિવાળું વલણ જીવન માં આપોઆપ ડેવલોપ થશે. જેટલી સરળતાથી તમે પહેલા ડીસ્ટર્બ થી જતા હશો તેમ હવે નહિ થવાય. રોજ ના અનુભવ થી ધીમે-ધીમે લાભ વધશે.આપણે માનીએ છીએ કે રોજ નો કેટલોક સમય આ પ્રવૃત્તિ ના કારણે બગડે છે પણ તેનાથી વિપરિત, આપણી કાર્યક્ષમતા ધ્યાન થી વધે છે અને ઓછા સમય માં વધુ સારી રીતે પરિણામો ઉત્પન્ન કરવા માટે આપણે સક્ષમ બનીએ છીએ.

9. ક્યારેય પણ મગજ ને ખાલી (ફ્રી) ન રાખો.

ખાલી મગજ માં જ બધા દુષ્ટ વિચારો અને ક્રિયાઓ આવે છે. તમારા મગજને કંઈક હકારાત્મક, કંઈક ઉપયોગી બાબત માં બીઝી રાખો. કોઈ હોબી નો ઉપયોગ કરો. કંઈક એવું કરવા માં સમય આપો કે જેમાં તમને રસ હોય. તામારે નક્કી કરવું જ પડશે કે તમારા માટે શું વધુ મુલ્યવાન છે? પૈસા કે સુખ? તમારી હોબી, સામાજિક કાર્ય અથવા ધાર્મિક કાર્ય, હંમેશા વધુ પૈસા નહિ કમાવી આપે, પણ જે સંતોષ અને સુખ આ કામો માંથી મળશે તેને પૈસો ક્યારેય નહિ અપાવી શકે. જયારે પણ તમે શારીરિક આરામ કરતા હોવ ત્યારે પણ છે, તમારી જાતને વાંચન કે ચિંતન માં બીઝી રાખો.

10. ટાળવા ની વૃતિ છોડો અને ભૂતકાળપર અફસોસ ન કર્યાં કરો.

"મારે કરવું જોઈએ કે નહીં?" માં સમય ના વેડફો. દિવસો, અઠવાડિયા, મહિનાઓ અને વર્ષો પણ આ વ્યર્થ માનસિક ચર્ચા માં બગડી શકે છે. તમે ક્યારેય પૂરું આયોજન નહિ કરી શકો કારણકે તમે ભવિષ્યમાં થઇ શકવાવાળી તમામ સંભાવનાઓ ણે નહિ જાની શકો. તમારા સમય ની કદર કરો અને જે કામ પૂર્ણ કરવાની જરૂર છે એની કિંમત કરતા થાઓ. જો તમે પ્રથમ વખત નિષ્ફળ જાઓ છે તો કોઈ વાંધો નહી, જુની ભૂલો થી હંમેશા શીખી અને બીજી વખત સફળતા મેળવી શકાય છે. બેસી રહી ને ચિંતા કરવાથી કાંઈ નહિ મળે. ભૂતકાળ ની ભૂલો પરથી શીખવાનું હોય એને વાગોળી-વાગોળીને જીવ્યા કરવાનું ન હોય. ભૂતકાળ પર અફસોસ ન કર્યાં કરશો. જે કઈ પણ થયું તે એ જ રીતે બનવાકાળ હતું એટલે ગણ્યું જ. હવે એની પાછળ અફસોસ કર્યાં કરવાથી આગળ નો રસ્તો જ બંધ થાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED