Karn nu mrutyu jivan na bodhpath books and stories free download online pdf in Gujarati

કર્ણ નું મૃત્યુ જીવન ના બોધપાઠ

કર્ણ નું મૃત્યુ: જીવન ના બોધપાઠ

ભારતીય મહાકાવ્ય, મહાભારત દરેક વ્યક્તિ માટે જીવન જીવવાનાં બોધપાઠ ની વાર્તા છે અને તેમાંનું સૌથી નગણ્ય તેમજ સૌથી આકર્ષક કેરેક્ટર એટલે દાનવીર સૂર્યપુત્ર કર્ણ.

મહાભારત માં કહેવાયું છે કે,

सुतो व सूतपुत्रो वायो, वकोव भवाम्यहं

दैव येतं कुले जन्म, मतयेत्तं तु पौरुषं II

इति वदति सुर्यपुत्र कर्ण, परशुराम शिष्य कर्णः

એટલે કે, “ભલે હું સારથી, સારથી પુત્ર કે અન્ય કોઈનો પણ પુત્ર રહ્યો,

જન્મ નસીબ થી થયો છે પણ મારા વ્યક્તિત્વ ની શક્તિ એ મારી ઈચ્છા થી થશે.,

કહે છે, કર્ણ, સૂર્યદેવ નો પુત્ર, ભગવાન પરશુરામ નો શિષ્ય”

આજ ની વિચારસરણી થી એને સમજીએ, એ વ્યક્તિ કે જેની પાસે સૂર્ય જે, આખા બ્રહ્માંડ નું સૌથી મોટું powerhouse છે, તેના જેવું તેજ છે, જેની training, ગુરુ પરશુરામ કે જે અત્યાર સુઘી ના સૌથી greatest ટીચર છે અને જેમને દુબીયા નું સૌથી પૌરાણિક માર્શલઆર્ટ “કલારીપયટટુ” ની શોધ કરી. એ વ્યકતી કે જે હંમેશા જરૂરીયાતમંદ લોકો ની મદદ કરતો, એટલે જ દાનવીર કહેવાયો. અને જેનો લાઈફ મંત્ર હતો, મારા જન્મ થી ભલે મને કોઈ રીસોર્સીસ ના મળ્યા હોય પણ હું શું મેળવી શકીશ એ મારાથી પસંદ કરવા માં આવેલ જીવનપથ થી નક્કી થશે. કેટલી મહાન ફિલોસોફી અને એ પણ જીવન માં પ્રેક્ટીકલી ઉતારવામાં આવી.

છતાં, તેનો અંત કેવો હતો? રણભૂમિ માં શસ્ત્ર વગર નિઃસહાય હાલત માં, પોતાના કોઈ મિત્ર કે સગા ની ગેરહાજરી માં’, કીચડ માં ખુંપેલા રથ ના wheels નીકાળવાના પ્રયાસો કરતા જીવન નો અંત.

કેટલીક વખત આપને પણ આવું અનુભવ કરતા હોઈએ છીએ, જીંદગી માં ક્યાંક કોઈ પોતાના વ્યક્તિ વગર એકલા-અટુલા અટવાઈ ગયા હોઈએ એમ, આવું કેમ?

તો હવે આ situation analyze કરીને કંઈક શીખીએ.

 • કર્ણ ની પાસે દુનિયા નો બીજા નંબર નો શ્રેષ્ઠ સારથી હતો, રાજા શલ્ય, જે પોતાના driving માં ઝડપી અને કુશળ હતો, મન તે નિરંતર demotivate કરતો રહેતો, જેથી કર્ણ તેની સાથે ચડસાચડસી માં લાગેલો રહ્યો અને અંતે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવતો રહ્યો.
 • આપણુ મગજ સારથી રાજા શલ્ય છે, ખુબ જ ઝડપ થી દોડે છે અને વિચારે છે, પણ જો એમાં નેગેટીવિટી હશે, તો આ નેગેટીવ વિચારો મગજ માં જ સતત યુદ્ધ કરાવતા રહેશે અને આત્મવિશ્વાસ નું બાષ્પીભવન કરી નાખશે.

  મગજ ને ૨૪X૭ હકારાત્મકતા થી ભરેલું રાખો.

 • પોતાના પુરા જીવનદરમ્યાન, કર્ણ પોતાની જાતની અર્જુન સાથે સરખામણી કરતો રહ્યો અને અર્જુન ના એચીવમેન્ટસ ની ઈર્ષ્યા ની આગ માં બળતો રહ્યો. યુદ્ધ માં જયારે અર્જુન ની સાથે લડાઈ થઇ ત્યારે કર્ણએ સાપ સાથેનું કે સર્પવિષવાળું તીર છોડ્યું. પણ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ભાર થી અર્જુન ના રથ ને જમીન માં થોડો નીચે દબાવી દીધો અને તીર નિશાન ચુકી ગયું.
 • અહી સર્પવિષવાળું તીર સતત કરવામાં આવતી સરખામણી અને ઈર્ષ્યા છે. જે આપણને જીવન ના સામાજિક અને/અથવા આર્થિક એચીવમેન્ટસ જોઇને થતી હોય. ભગવાન શ્રી કૃષ્ણ આપણો ધર્મ છે, એટલેકે આપણી ડ્યુટીઝ, અને તીર આપણુ કર્મ છે, એટલે કે આપણી એક્શન્સ, પ્રયત્નો અને જયારે આપણા પ્રયત્નોમાં બીજા સાથેની સરખામણી અને ઈર્ષ્યા મળેલી હોય ત્યારે, આપણી ડ્યુટીઝ ના ભાર હેઠળ, આપણુ નિશાન, ટાર્ગેટ હમેશા મિસ થાય છે.

  ક્યારેય પણ પોતાની જાતની સરખામણી બીજા કોઈની પણ સાથે ના કરવી અથવા, ડ્યુટીઝ ના ભાર હેઠળ પોતાના ટાર્ગેટ, ગોલ ને ચૂકવા તૈયાર રહો. દરેક વ્યક્તિ યુનિક હોય છે અને સમય સાથે પોતાનામાં સુધારો કરતા રેહવાની જરૂર પડે છે.

 • આ પ્રયત્નો પછી, કર્ણએ સતત અર્જુન પર પ્રહારો કર્યા, અર્જુન ઘાયલ થઈને થોડા સમય માટે થાકી ગયો, કર્ણઆ જોઇને જોર જોર થી હસવા લાગ્યો અને અર્જુન નું અપમાન કરવા લાગ્યો.
 • કેટલીક વાર જયારે આપને થોડા સમય માં કોઈક નાની નાની સિદ્ધિઓ મેળવીએ છીએ, ત્યારે આપને તેનું સેલિબ્રેશન કરીએ છીએ પણ આ સેલિબ્રેશન અહંકાર માં ના પરિણમવું જોઈએ, કેમ કે, અહંકાર, લાંબા ગાળા ની નિષ્ફળતાઓ અપાવે છે.

  નાની નાની સિદ્ધિઓ નું સેલિબ્રેશન કરવું જોઈએ પણ એ પ્રોસેસ માં, ક્યારેય લાંબા ગાળા ના ગોલ ભૂલવા ના જોઈએ અને નાની સિદ્ધિઓ થી ક્યારેય છકી ન જતા વિનમ્ર રેહવું જોઈએ.

 • આ પછી તરત જ, કર્ણ ના રથ નું ચક્ર, કીચડ માં ફસાઈ ગયું અને તેને નીકળવા માટે કર્ણ રથમાંથી નીચે ઉતર્યો. તેણે પોતાના સારથી કે બીજા કોઈ પાસે આ માટે મદદ ન માગી.
 • કીચડ માં ફસાયેલું ચક્ર એ લાઈફ ના distraction છે, જયારે આપણામાં અહંકાર ની હવા ભરાઈ જાય છે, ત્યારે distraction આપણને control કરવા લાગે છે. આ distractions થી દુર જવા માટે, આપણે આપણા મગજ ને કામ પર લગાડવું જોઈએ નહિ કે આપણી બધીજ શક્તિઓ distractions તરફ આપી દેવી, અને હા સાથે જ કુટુંબ, મિત્રો, સહકર્મીઓ ની મદદ પણ ખુબ ઉપયોગી સાબિત થાય છે.

  Distractions જીવન ની એક ભાગ જ છે, પણ તે હમેશા અહંકાર અને બેધ્યાનપણા ના સમયે જ હુમલો કરે છે. આપણા મગજની પોઝીટીવીટીનો ઉપયોગ આ પરિસ્થિતિઓ ને analyze કરવામાં કરવો અને તેમાંથી બહાર આવવા માટે મદદ લેતા અચકાવું ન જોઈએ.

 • હવે કર્ણ જમીન પર બેસી ચક્રને કીચડ માંથી બહાર કાઢવા ના અથાગ પ્રયત્નો કરવા લાગ્યો અને સાથે જ આગળ ના સમય માં અર્જુન સામે કઈ રીતે લડવું તેની strategy બનાવતો રહ્યો. એક્દુમ જ તેને અનુભવ્યું કે તેણે તેના ગુરુ પાસેથી મેળવેલ યુદ્ધશાત્રની નીપુણતાઓ માંથી કાંઈ પણ યાદ આવી ન રહ્યું હતું.
 • અહંકાર હમેશા distractions ને નોતરે છે અને જો તેને સારી રીતે handle કરવામાં ન આવે તો તે બેચેની માં પરિણમે છે. આ જ બેચેની આપણને એવા field માં પણ ભૂલો કરાવે છે કે જેમાં આપણે માસ્ટર હોઈએ.

  જે skills આપણે આખી જિંદગી દરમ્યાન develop કરી હોય અને જેમના વડે આપને ઘણી સિદ્ધિઓ મેળવી હોય, તે પણ જયારે આપને સંપૂર્ણપણે distraction તરફ રચ્યા પચ્યા હોઈએ ત્યારે બાષ્પીભવન પામે છે.

 • હવે કર્ણ એ થાકીને અર્જુનને જ્યાં સુધી પોતે રથમાં ન બેસી શકે ત્યા સુધી પોતાના પર વાર ન કરવાની વિનંતી કરી, પણ ભગવાન શ્રીકૃષ્ણ ના ઈશારે અર્જુને વાર કર્યો અને શૂરવીર કર્ણ ની જિંદગીનો અંત આવી ગયો.
 • અગાઉ કહેવામાં આવ્ય હતું તેમ, કૃષ્ણ ભગવાન એ કર્મ છે, એટલે કે ફરજો અને અહી અર્જુન એ જવાબદારીઓ નો ભાર છે. આપને જો જીવન ને ફરજો અને જવાબદારીઓ ની વચ્ચે સંતુલન જાળવવા નો પ્રયત્ન પણ કરીએ તો પણ જ્યાં સુધી distraction થી દુર ન આવીએ ત્યા સુધી ફરજો ની સાથે મળીને જવાબદારીઓ આઓની રાહ ન જોતા, આપણને ઘેરી વળે છે. કર્ણ ની જેમ જ પછી ભલે ને આપને કેટલું પણ અચીએવે કર્યું હોય, કે કેટલી પણ skills master કરી હોય, કેટલા પણ સારા સંબંધો સાચવ્યા હોય કે કેટલું પણ નામ કમાવ્યું હોય, આપણે સફળતા ના પથ પરથી ભૂસી જઈએ છીએ.

  Distractions થી દુર રહી અને બને એટલા ઝડપ થી એમાંથી બહાર આવી જવું જોઈએ, સમય અને સાહિલ કોઈની રાહ જોતા નથી, જ્યાં સુધી આપણા સમાજ માં કઈ આવે ત્યા સુધીમાં તો નિષ્ફળતાની કેડી પર ઘણા આગળ નીકળી ગયા હોઈએ છીએ.

  જયારે પણ આપણને આવી કોઈ ખુબ જ powerful અને સફળતાઓ ના શિખર પર હોવાનો અનુભવ થાય, ત્યારે પોતાની જાત ને ફક્ત કર્ણ ની મહાનતા સાથે સરખાવી કેટલાક પ્રશ્નો પૂછવા જોઈએ,

  શું મારી પાસે કર્ણ જેવું ઓજસ કે નામ છે ?

  શું મારી પાસે તેના જેટલું જ્ઞાન અને અભ્યાસ છે?

  શું મારી પાસે કર્ણ ની જેટલા powerful મિત્રો છે?

  શું મારી પાસે તેના જેટલી સફળતાઓ છે?

  જો આમાંથી કોઈ પણ જવાબ ના માં હોય તો, પાછા પોતાના સાચા સ્થાને આવી જવાની જરૂર છે, કેમકે જો આટલો શક્તિશાળી કર્ણ આટલા ઝડપથી પોતાના જીવન પથમાંથી ભૂસાઈ શકતો હોય તો, હું તેની સામે કોણ છું?

  તા. ક.: અહી કરવામાં આવેલી ઘટનો નું વર્ણન અને તેની કરેલી જીવન ના કેટલાક મુલ્યો સાથેની સરખામણી ફક્ત શીખવા માટે છે. દરેક વ્યક્તિ ના આ વિશેના પોતાના વિચારો/ મંતવ્યો હોઈ શકે.

  ડો. ભુવન રાવલ

  બીજા રસપ્રદ વિકલ્પો