Kachbo ane Saslu : Aajna samayma books and stories free download online pdf in Gujarati

કાચબો અને સસલું: આજના સમયમાં

કાચબો અને સસલું : આજના સમયમાં

એક સમયે જંગલ માં એક કાચબ અને સસલા વચ્ચે વધારે ઝડપથી કોણ દોડી શકે છે તે માટે ચડસાચડસી થઇ. બંને કાના વચ્ચે આ મતભેદ નો નિકાલ કરવા માટે રેસ (Race) કરવાનું નક્કી થયું. સસલો અને કાચબો બંને જણા એક રુટ (Route) માટે સંમત થયા અને નિયત કરેલા સ્થળે અને સમયે રેસ ચાલુ કરવા માં આવી.

સસલો રેસ (Race) ની શરૂઆત થતા ની સાથે જ પુરઝડપે દોડી ગયો અને એ જ ઝડપ સાથે કેટલાક સમય સુધી દોડતો રહ્યો. થોડો સમય આ જ રીતે દોડ્યા પછી તેણે જોયું કે પોતે કાચબા કરતા ઘણો આગળ વધી ગયો હતો, તેણે વિચાર્યું, ‘કાચબો એની ઝડપ થી મને ઓવરટેક (overtake) કરી આગળ તો જઈ શકવાનો નથી, તો પછી હું કેમ કોઈ સારા છાયાવાળા ઝાડ ની નીચે વિશ્રામ ના કરી લઉં? થોડો આરામ કરીને આગળ રેસ(Race) માં દોડીશ અને જીતી જઈશ.’ સરસ છાયાવાળું લીમડા નું વૃક્ષ જોઇને તે આરામ કરવા બેસી ગયો, આહલાદક છાયડો અને ઉત્સાહ માં ઝડપભેર દોડી લેવાના થાક ના કારણે સસલાભાઈને મજાની નીંદર આવી ગઈ. કાચબો પોતાના લક્ષ્ય તરફ પોતાની ધીમી પણ મક્કમ ઝડપે આગળ વધતો રહ્યો અને રેસ (Race) પૂરી કરી દીધી અને કોઈ પણ જાત ના વિવાદ વગર વિજેતા ઘોષિત થઇ ગયો. સસલો જાગ્યો અને ખબર પડી કે પોતે રેસ (Race) હારી ગયો છે.

આ વાર્તા આપણે સૌએ જોઈ છે અને જાણીએ છીએ. પણ આ તો હમણાં ના સમય માં ફરીથી ઈતિહાસ રિપીટ (Repeat) થયો હતો. કાચબાને પોતાના ભૂતકાળ અને પોતાના પૂર્વજો વિશે જાણકારી હતી તેણે એ જ કર્યું જે કરી તેના વડવાઓ જીત્યા હતા. જયારે સસલાએ ભૂતકાળ તરફ ના તો ધ્યાન આપ્યું કે ના પોતાના વડવાઓ ની ભૂલ માંથી કઈ શીખવાનું વિચાર્યું.

અહીં થી મળતો બોધપાઠ: ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધવાવાળો વ્યક્તિ જીતે છે, પણ સાથે જ આપણે પોતાના રૂટ્સ (Roots) સાથે જોડાઈ રહેવું જોઈએ અને ભૂલો માંથી શીખવું જોઈએ.

આ તરફ સસલો ખુબ નિરાશ થઇ ગયો હતો અને કેટલાક ડાહ્યા લોકોએ આવીને તેને કહ્યું કે ભાઈ તે તો એ જ કર્યું જે તારા વડવાઓએ કર્યું હતું, આટલી જનરેશન (Generation) ગયા પછી પણ તારામાં કોઈ સુધારો ના આવ્યો, સસલાને પોતાની ભૂલ સમજાઈ, થોડું ચિંતન કર્યું અને તે પણ કઈ નવું શીખ્યો કે મારી હાર થવાના બીજા કારણો વધુ પડતો આત્મવિશ્વાસ, પોતાના પ્રતિસ્પર્ધીને નબળો સમજવો અને રેસ (Race) ને હળવાશ થી (lightly) લેવી પણ હતી. જો આ બાબતો પર પણ ધ્યાન આપ્યું હોત તો કાચબો કોઈ પણ હિસાબે જીતી શક્યો જ ના હોત.

હવે તેણે કાચબાને ફરીથી રેસ કરવાની ચેલેન્જ (Challenge) આપી અને હવે ઓવરકોન્ફીડંટ (overconfident) થયેલા કાચબાભાઇ તરત જ તૈયાર થઇ ગયા.

ફરી એકવાર રેસ (Race) થઇ અને નક્કી થયું કે કોઈ પણ જાત ના અન્ય રિસોર્સ (Resource) ના ઉપયોગ વગર જ સ્પર્ધા કરવી. આ વખતે સસલો શરૂઆત થી રેસ (Race) ના અંત સુધી પુરઝડપે રોકાયા કે બીજી કોઈ તરફ ધ્યાન આપ્યા વગર ફીનીશલાઈન (Finish Line) સુધી દોડી ગયો જયારે કાચબાભાઇ એ જ ઝડપથી એ જ જુની રીતે આગળ વધ્યા અને સસલો કેટલાક કિલોમીટર ના અંતર થી કાચબા સામે જીતી ગયો.

અહીંથી મળતો બોધપાઠ: જો પોતાની જાતને ઈમ્પ્રોવાઈઝ (Improvise) ના કરીએ તો ભૂતકાળ ની સફળતાઓ રિપીટ (Repeat) નથી થતી, સતત શીખતા રહેવું, કેટલુક જનું શીખેલું ભૂલવું અને ફરીથી નવું શીખવું (Learning, Unlearning and Relearning) એ આજના સમય ની તાતી જરૂરિયાત છે અને ઝડપથી અને કન્સીસ્ટન્સી (Consistency) થી આગળ વધવાવાળો વ્યક્તિ ધીમા અને મક્કમ વ્યક્તિને પણ હરાવી શકે છે.

પણ હવે કાચબાભાઈ નું સ્વમાન હણાયું. તેમણે પણ થોડું વિચાર્યું અને સમજ્યાં કે જે રીતે રેસ (Race) ને ડીઝાઇન (Design) કરવામાં આવી હતી એ પ્રમાણે તો પોતે કોઈ દિવસ જીતી જ ન શકે. ઘણા મનોમંથન પછી આ વખતે તેને સસલાને ચેલેન્જ (Challenge) કર્યો પણ એક કંડીશન (Condition) સાથે કે હવે રૂટ (Route) માં થોડો ફ્રેરફાર કરીએ. સસલો માની ગયો. અને ફરી એક વાર રેસ (Race) શરુ થઇ.

પહેલા ની જેમ ક્યાંય રોકાયા વગર સસલો ઝડપથી દોડી ગયો, પણ થોડું દોડ્યા પછી એકદમ થી રોકી ગયો, આ શું? આગળ તો નદી આવી ગઈ જે પાર કરીને જવાનું હતું. કાચબાએ રુટ (Route) બદલાવી નાખેલો. પહેલા થી નક્કી થયા પ્રમાણે કોઈ પણ જાતના અન્ય રિસોર્સ (Resource) નો ઉપયોગ કરવો શક્ય ન હતો. રેસ (Race) નદી પર કરીને થોડે દૂર જતા પૂરી થતી હતી. સસલાભાઈ શું કરવું એ વિચારતા બેસી રહ્યા ત્યાં સુધીમાં કાચબો ધીમે ધીમે ચાલતો આવ્યો અને શાંતિથી નદી તરીને પાર કરી ગયો, આગળ જઈ રેસ (Race) પણ જીતી ગયો.

અહીંથી મળતો બોધપાઠ: પોતાની આવડત અને નિપુણતા જોઈ તેમજ અસમર્થતાઓ ને ધ્યાન માં રાખી કોઈપણ સાહસ કરવું.

આટલી વખત ની રેસ અને તેમાં સસલા અને કાચબા બંનેને વારંવાર મળેલા સફળતા અને નિષ્ફળતાઓના અનુભવો માંથી શીખતા-શીખતા હવે તેઓમાં મિત્રતા થઇ ગઈ હતી. બંને જણાએ પોત પોતાની શકતીઓ અને નિર્બળતાઓ પણ સ્વીકારી લીધી હતી. હવે, સમજ માં આવ્યું આપણી બંને વચ્ચે સ્પર્ધા ના થઇ શકે પણ સાથે મળી બંને વધુ આગળ વધી શકે. છેલ્લી વખત બંનેએ ફ્રેન્ડલી રેસ (Friendly Race) કરવાનું નક્કી કર્યું. પણ આ વખતે બંને એ એક ટીમ (Team) ની જેમ દોડવાનું વિચાર્યું.

છેલ્લા વખત ના નદી વાળા રુટ (Route) ને જ પસંદ કરવામાં આવ્યો અને રેસ (Race) શરુ થતા ની સાથે જ સસલાએ કાચબાને પોતાની પીઠ પર બેસાડ્યો અને દોડવા લાગ્યો. જ્યાં સુધી નદી આવી ત્યાં સુધી આ રીતે જ તેઓ આગળ વધ્યા અને નદી કિનારે પહોચતા જ કાચબા એ સસલાને પોતાની પીઠ પર બેસાડી નદી પાર કરાવી. નદી પાર કર્યાં બાદ ફરીથી સસલા એ કાચબાને પોતાની પીઠ પર બેસાડ્યો અને બંને એ સાથે રેસ (Race) પૂર્ણ કરી. રેસ (Race) ઓછા સમય માં અને કોઈ પણ તકલીફ કે મનમુટાવ વગર પૂરી થઇ શકી.અત્યાર સુધી ની જીત કે હાર માં થતી લાગણીઓ કરતા વધારે સારો સંતોષ બંનેને આ રેસ (Race) પૂરી કરવા માં મળ્યો.

બોધપાઠ: પોતાની શક્તિઓ અને નિર્બળતાઓ સ્વીકારી તેના પરથી જ આપણને પૂર્ણ કરી શક્તા (complementary) લોકોને સાથે લઇ ટીમવર્ક (teamwork) સાથે કામ કરવાથી વધારે સારી સફળતા મળી શકે છે. પોતાના વિરોધીઓને પણ એકબીજા ના ડિફરન્સ (Difference) સમજાવી સાથે લઇ આગળ વધવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિ કેટલીક બાબતો માં નેચરલી (Naturally) નિપુણ હોય છે જયારે કેટલીક બાબતો માં ઘણા પ્રયત્નો કરવા છતાં જે લોકો ની પોતાની નેચરલ (Naturally) નિપુણતા ધરાવતા હોય ત્યાં સુધી આપણે ઘણા પ્રત્યનો પછી કદાચ પહોચી શકીએ, એ કરતા મતભેદો ભૂલાવી એક બીજા ની સ્કીલ (Skill) ઓળખી સાથે મળીને આગળ વધવું જોઈએ.

આ જ કારણ થી કહેવાયું છે કે, “ संघे शक्ति कलियुगे”, એટલે કે “કળીયુગ માં ટીમ (Team) જ સૌથી વધુ શક્તિશાળી છે”.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED