સરહદની પારથી Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરહદની પારથી

સરહદની પારથી

ડીંગ ડોંગ '

જેવી ઘર ની બેલ વાગે એટલે ઘર માં જેટલા હોય એ બધા જ નાં મન અને મગજ માં તોફાન ચાલુ થઇ જાય , અને ખૂણા માં બેસેલો એ અઢાર વર્ષ નો છોકરો આખો ઉભો થઇ જાય અને દરવાજા ની પાછળ ઉભો રહી જાય અને હાથ માં બંદુક નું નિશાન ઘર ની સૌથી વૃદ્ધ સ્ત્રી બા પર હોય , જે પણ દરવાજા પર આવ્યું હોય એને બહારથી જ બહાનું બતાવી રવાના કરવામાં આવતું , આ ક્રમ ચાર દિવસ થી ચાલતો હતો. કોઈને કોઈ સાથે વાત કરવા દેવામાં આવતી ન હતી, ઘરમાં પણ નહિ અને બહારના લોકો સાથે પણ નહિ . ફોન ઉપાડવા દેવામાં આવતો નહિ , ઉચક જીવે બધા જીવતા હતા . પણ કોઈ પાસે આનો ઈલાજ ન હતો, પણ જેવો દરવાજો બંધ થતો એ વૃદ્ધ બા એ છોકરા ની બંદુક નાં ડર વગર એ છોકરા ને કહેતા કે " હજી મૂછ નો દોરો નથી ફૂટ્યો અને કોઈકના ભરમાવે તું આજે બંદુક લઈને નીકળી પડ્યો છે . તારા અલ્લાહ ને ગમતું હશે કે તું લોકોના જીવ લઈશ તો ? જો હા હોય તો મને સાબિતી આપ કે તારા અલ્લાહ આ બધાથી ખુશ છે .

છોકરો પહેલે દિવસે તો અકળાઈને બોલ્યો કે ચુપ રે બુઢ્ઢી તને શું ખબર કે શું સાચ્ચું છે અને શું ખોટું ? પણ એ બા ચુપ રહેતા નહિ , એક વાર એમણે પૂછ્યું " શું તારી મા તારા આ કામ થી રાજી થશે , તું અહીયાની લડાઈ માં મરી જઈશ કે અહીયાની પોલીસ પકડીને લઇ જાશે અને ફાસી એ ચડાવશે અને તું જ નહિ બચે તો ?

ત્યારે એ છોકરો રડી પડ્યો મારી મા નથી મારે ફક્ત ભાઈ અને બાપ છે અને એમણે જ મને આ કામ સોપ્યું છે .

એ દિવસ થી બા એ એને પ્રેમ આપવા માંડ્યો . એને સરખું જમવાનું આપતા અને પ્રેમ થી વાત કરતા અને કહેતા કે જો વધારે માં વધારે શું થાશે તું અમને બધાને મારી નાંખીશ પણ તું પણ મરીશ અથવા તું પકડાઈ જઈશ તો ફાસી એ ચડીશ , તારી અમારી સાથે કોઈ આવી લેણા દેણી બાકી હશે એટલે જ તને અમારું ઘર મળ્યું , હવે જે થાવું હોય તે જોયું જવાશે . કારણ જેમ તું તારા દેશ માટે લડે છે અને મારવા મરવા તૈયાર છે એમ અમે પણ અમારા દેશ માટે મરવા તૈયાર છીએ અને તને હું થોડો પ્રેમ પણ એટલા માટે આપું છુ કે તે તારું જીવન અઢાર વીસ વર્ષની ઉમર માં ખતમ કરી નાખ્યું પણ તારું મૌત તો સુધરે , અને મારો એક દીકરો આમ જ એક આતંકવાદી ને પકડવામાં માર્યો ગયો છે એટલે અમે તારી ધાક ધમકી થી ડરશું એ ભૂલી જજે અને ત્યારથી એ છોકરા ને થયું કે જેમ હું મૌત થી નથી ડરતો એમાં આ લોકો પણ નથી ડરતા

કાશ્મીર નાં પહાડી વિસ્તાર માં અંદાજે બધા મળીને લગભગ 15 ઘર હતા। એમાંનું એક ઘર એટલે સોહન લાલ નું , સોહન લાલ એની પત્ની એના બે નાના બાળકો, કે જે લગ્નના અઢી વર્ષ માં જ આવી ગયા હતા અને એની વૃદ્ધ માતા , પાંચ લોકો રહેતા હતા . અને કાશ્મીરમાં તેઓ વર્ષો થી રહેતા હતા. અને એમનું ઘર પહાડી ઇલાકા માં હતું , જ્યાંથી સરહદ ની વાડ પણ દેખાતી હતી , આ પંદર ઘરના ઓ ને કાશ્મીર માં રહેવા વાળા લોકો એ કેટલી વાર કહ્યું કે ગામ માં રહેવા આવી જાવ અહિયાં જીવ નો ખતરો વધારે રહેશે પણ એ લોકો નું માનવું હતું કે અહિયાં તેઓ વધારે સલામત હતા કારણ સરહદ પર ચોકી કરવા વાળા હમેશ સજાગ રહેતા , પણ સાચ્ચું કારણ એ હતું કે ત્યાંના રહેવાવાળા ઓ નાં મગજ માં એક વાત બેસી ગઈ હતી કે અમે સૈનિકો તો ન બની શક્યા પણ કમસેકમ સૈનિકો ને સંભાળવામાં થોડુક તો દેશ માટે કામ કરવાનું સુખ મેળવીએ . એ ચોકી કરવા વાળા પહેરેદાર માટે પણ આ પંદર ઘર નાં લોકો જ એમના કુટુંબી ઓ બની ગયા હતા , એમની સાથે જ રક્ષા બંધન અને દિવાળી હોળી બધું જ એમની જ સાથે ઉજવાતું . ટપાલમાં મળતી રાખડી ત્યાં જ કોઈક બહેનનાં હાથે તેઓ પહેરાવતા . ત્યાં જ મા અને ત્યાં જ પિતાનો પ્રેમ એમને મળતો . ક્યારેક જો કોઈ સૈનિકો શાંતિ થી બેઠા હોય ત્યારે કોઈ વૃદ્ધ અચાનક આવે અને હાથ માં ગરમ પૂરી શાક હોય અથવા તો કોઈ મીઠાઈ બનાવેલી હોય , સૈનિકો ભલે એમના લાવેલા માં થી જરા જરા લેતા પણ તણાવ માં જીવતા સૈનિકો માટે આ હૂફ પણ બહુ હતી . એજ તારની બનેલી વાડ ને જોઇને અને દુરબીન માં થી સરહદ ની પાર જોવામાં જ એમની જિંદગી પૂરી થઇ જતી હતી ,

જ્યારની રજા લખાવી હોય ત્યારે જ ક્યાંક બોમ્બ બ્લાસ્ટ થાય ને અથવા સરહદ ની પાર થી ગોળી બારી થાય એટલે રજા કેન્સલ થાય , ઘર નાં બધા દુખી થાય પણ સૈનિકો ને તો દુખી થવાનો પણ સમય મળતો નથી , એ પાછા પોતાની ફરજ સંભાળવામાં પડી જાય છે , એવું જ હમણાં સૈનિકો સાથે થયું હતું કારણ ચાર સૈનિકો એ રજા માંગી હતી અને સમાચાર મળ્યાં હતા કે 8 ટેરેરિસ્ટ જંગલના રસ્તે ભારત ની સરહદ પાર કરીને ભારતમાં આંતકવાદી હમલો કરવા માટે આવ્યા હતાં। અને હવે સૈનિકો એ બધું ભૂલીને નાનામાં નાની હિલચાલ પર ધ્યાન રાખવાની હતી। કારણ એમનું ઘર નાં લોકો ને મળવું ન મળવું બધું સરહદની પાર થી થતી ગતિવિધિઓ પરથી નક્કી થતું .

સોહનલાલ નું ઘર પણ સરહદ ની નજીક જ હતું અને વધારે પડતા બધા સૈનિકો એમના આખા ઘર ને ઓળખતા . એમના ઘરે જ્યારે બંને બાળકો થયા ત્યારે એમની ખુશી માં સૈનિકો પણ ખુશ થયા હતા , અને સોહનલાલ ની માતા ને તેઓ પોતાની મા સમજતા . અને એ વૃદ્ધ બા પોતાના કડક સ્વભાવ માટે પણ પ્રખ્યાત હતા . જો કઈ ખોટું હોય તો એ મોટા માં મોટા લોકોનો વારો કાઢી નાખતા .

એ બધાનું રોજ એકબીજાને મળવાનું થતું અને જો એક દિવસમાં કોઈક ન દેખાય તો કોઈક ને કોઈક સૈનિક પૂછા કરવા જતો જ . અને હમણાં ચાર દિવસ થી સોહનલાલ'નાં ઘર નું કોઈ સભ્ય બહાર નહોતું દેખાણું એટલે બેલ મારવા વાળો એક સૈનિક જ હતો . દરવાજો સોહનલાલે જ ખોલ્યો અને સામે સૈનિક ને જોઇને સોહાનલાલે કહ્યું કેમ વીર સિંગ કેમ છે વીર સિંગે કહ્યું " ક્યા છો બધા ચાર દિવસ થી કોઈ દેખાતું નથી " સોહનલાલે જવાબ આપ્યો " પત્ની ને જરા ઠીક નથી તો એને માથા પર ઠંડા પાણીના પોતા લગાડવા પડે છે અને સાથે મા થી કઈ થાય નહિ એટલે બાળકો ને પણ સંભાળવું પડે એમાં નીકળાણું જ નહિ . વિરસિંગે આખા ઘર માં નજર ફેરવી સોહનલાલ ની પત્ની ખાટ્લા માં ચાદર ઓઢીને સુતી હતી . અને મા સામે બેઠા હતા પણ સૈનિક ને બધા નાં ચહેરા પર થોડું તણાવ દેખાણું એટલે વિરસિંગે પાછુ પૂછયું " સોહનલાલ કાઈ ટેન્શન નથી ને ? કાઈ પણ હોય તો કહેજો અમને . સોહાનલાલે કહ્યું ના ના તમે છો પછી અમને શું ચિંતા ? પણ આખરે તો સૈનિક , એને સોહનલાલ ની વાતો માં સચ્ચાઈ ન લાગી . એણે ઘરની વૃદ્ધ સ્ત્રી તરફ જોયું અને એ વૃદ્ધ સ્ત્રી એ નજર નીચી કરી લીધી જાણે સાચું બોલાશે નહિ અને ખોટું બોલવું ન હતું . હવે વીરસીંગ ને પાક્કું શક ગયો એણે ઘર ની અંદર જવા માટે કોશિશ કરી તો સોહનલાલ ગુસ્સે થઇ ગયો અને બોલ્યો વીરસીંગ ભાભી સોઈ હૈ તુજે કૈસે અંદર બીઠાઉં તું એક દો દિન મેં આના હમ સાથ મેં બૈઠ કે ખાના ખાયેંગે

વીરસીંગ સમજી ગયો કે કઈક તો ગડબડ છે . પણ હવે કરે શું ? ત્યારે તો એ પાછો ચાલ્યો ગયો પણ એના મગજ માં સોહનલાલ નાં ઘર નાં લોકો માટે ફિકર હતી

બીજા બે દિવસ એમ જ વીતી ગયા , હવે વીરસીંગ નું પૂરું ધ્યાન સોહનલાલ નાં ઘર તરફ અને એની ગતિ વિધિઓ તરફ હતું , સોહનલાલ દિવસ માં એક વાર બારે જતો અને દોડી દોડી ને ઘરે પાછો જતો , પહેલા કરતા ખાવા પીવાનો સામાન પણ વધારે લેતો .

વિરસિંગે બધાને જણાવી દીધું હતું કે એને કઈક ગડબડ લાગે છે પણ તે લોકો એ સોહનલાલ નાં ઘર વાળા ઓની પણ સલામતી જોવાની હતી . કારણ અંદર શું હતું એ જ કોઈને ખબર પડતી ન હતી .

આખરે સાતમે દિવસે સોહનલાલ ની મા એક બંદુક લઈને ઓચિંતા ની બહાર આવી અને કહ્યું " બોલ હવે કેવી રીતે મારીશ તું મારા કુટુંબ ને . હવે તો તારી બંદુક મારી પાસે છે ,

જે વાત ની રાહ હતી એ જ હવે સમય આવીને ઉભો રહ્યો અને તરત જ દસ સૈનિકો સોહનલાલ નાં ઘરમાં ગુસી ગયા , પણ જે છોકરો હતો એણે પોતાને સોહનલાલ નાં બેડરૂમ માં બંધ કરી નાખ્યું હતું અને સોહનલાલ ની પત્ની રડતી હતી કે મારી દીકરી અંદર સુતી છે એને કઈ ન થાય

સૈનિકો પણ થોડા અટકી ગયા કારણ સોહનલાલે કહ્યું કે એ પોતા સાથે મોટી છુરી લઈને અંદર ગયો છે હવે બધાને એ એક વર્ષ ની દીકરી ની ફિકર થઇ

ત્યાં હવા થી દરવાજો ખુલી ગયો સૈનિકો ધીરે પગલે અંદર ગયા જોયું તો એ અઢાર વર્ષ નાં છોકરા એ પોતાના હાથ ની નસ કાપી લીધી હતી' અને એના હાથ માં થી લોહી વહેતું હતું ધીરે ધીરે એની આખો બંધ થાતી હતી પણ એ એકી નજરે દરવાજા પર ઉભી રહેલી સોહનલાલ ની મા ને જોતો હતો , એણે એક સૈનિક ને કહ્યું કે એમને નજીક બોલાવો , સૈનિકે એ વૃદ્ધ સ્ત્રી ને કહ્યું આવો , ત્યારે એ છોકરો બોલ્યો કે જેમ કોઈકે મગજ ફેરવ્યું અને ટેરેરીસ્ટ થયો કે જે હું જન્મ થી નહોતો એમ જ તમારી વાતો એ મને સારા માણસ થવાની ઈચ્છા જન્માવી જો હમણાં પકડાઈ ગયો હોત તો કેટલા વર્ષો જેલ માં રહેત અને પછી ફાસી મળત મારે એવી મૌત નહોતું મરવું , મારે આ ઘર માં જ મરવું હતું અને એની આખો બંધ થઇ ગઈ હમેશ માટે , એ અઢાર વર્ષ નાં બાળકને મૌત ની નીંદર માં સુતા જોઇને એ વૃદ્ધ માની આંખમાંથી બે અશ્રુ સરી ગયા અને એને બંને હાથ ઉપર તરફ જોડીને કહ્યું " હે પ્રભુ આવા બાળકોને આવતો જન્મ સારો આપજે "

ત્યાં ઉભા રહેલા બધા સૈનિકો એ એ વૃદ્ધ સ્ત્રી ને સલામી આપી કે જેમને બહાદુરી થી પોતાના ઘર નાં લોકો ની જાન બચાવી અને પોતાની વાતો થી એક આતંકવાદી નાં વિચારો પણ બદલ્યા .

ત્યાં એકદમ નવો આવેલો સૈનિક બોલ્યો કે આટલા દિવસ થી આ લોકો કહેતા કે અમને અહિયા બધા ઘર પોતાના ઘર લાગે છે એ વાત હવે સાચી લાગે છે . ત્યારે ત્યાં ઉભેલો એક સીનીયર સૈનિક બોલ્યો કે ખાલી આ પંદર ઘર નહિ પણ આખું ભારત આપણું ઘર છે અને આપણે બધાનું ધ્યાન રાખવાનું છે। ત્યારે એ વૃદ્ધ સ્ત્રી એ, એ બધા સૈનિકો ને સલામી આપી અને ગામ માં રહેતા બધા એ સલામી આપી .