મેહુલિઝમ - 2 Mehul M Soni शौर्यम દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેહુલિઝમ - 2

મેહુલિઝમ

નસીબ નોકર નથી

તે વડીલ છે સૌનો

નસીબની વાત છે તો ત્યાં અનેક સવાલ આવે છે

લોકો કહે છે જેના નસીબ સારા હોય તેની લાઈફ ખૂબ સારી હોય ચલો માની લઈએ નસીબ સારું કે નરસું હોય પરંતુ શું તમે જાણો છો નસીબ એટલે શું? નસીબ એટલે જે કંઈ મળે છે તે પછી એ ગમતું હો કે અણગમતું

નસીબ હમેંશા સારું જ હોય છે બોસ! પરંતુ તેને માન આપવું પડે, સ્વીકારવું પડે કારણ કે તે નોકર નથી તે વડીલ છે તો તે જે કરે તે યોગ્ય જ કરે પરંતુ નસીબ સંજોગની આગળ નત મસ્તક થઈ જતું હોય છે, માટે નસીબ નામનો વડીલ ઘણી વાર નિર્ણય લેવામાં ભૂલ કરી નાખે તેથી આપણે અનુભવીએ છીએ મુશ્કેલી પણ તેનો રસ્તો છે કે સ્વીકાર બસ એ પરિસ્થિતીને સ્વીકારી લઈએ.નસીબ કોઈને દાદ આપતું નથી એ હકીકત આપણે સાંભળી છે માટે જ આપણે નસીબને બદલવા માટે જાત જાતના અખતરા કરતા રહીએ છીએ. નસીબને બદલવા જ્યોતિષ, કુંડલી, વગેરેના સહારા લઈએ છીએ ક્યારેક મન શાંત થાય છે બાકી કશું થતું નથી.

નસીબ સારું કે નબળું હોતું જ નથી કારણ કે તે માન્યતાના આધાર પર હોય છે. નસીબ પોતાના વિચારોમાં જ હોય છે, ના તો એક ડગલું આગળ ના તો એક ડગલું પાછળ હા માણસ જ્યારે પોતાનાથી હારી જાય છે ત્યારે કહે છે મારું નસીબ જ પાંગળું છે! દરેકની વિચારધારા અલગ હોય છે.

એક પ્રેરક પ્રસંગ જુઓ

સંત જ્ઞાનેશ્વરના બે શિષ્યો તનય અને મનય વચ્ચે ચર્ચા થઈ કે

માનવજીવનને ભાગ્ય ઘડે છે કે કર્મ ? બંને વચ્ચે ઘણી ચર્ચા

વિચારણા થઈ પરંતુ કોઈ ઉકેલ ના આવ્યો. તેથી તેઓ સંત

જ્ઞાનેશ્વર પાસે ગયા. સંત જ્ઞાનેશ્વરે કહ્યું : ‘તમને જવાબ

જરૂર મળશે, તે પહેલાં તમારે મારી શરત પાળવી પડશે કે એક દિવસ

તમારે બંધ ઓરડામાં રહેવું પડશે. તમને ભોજન, પાણી. ઉજાસ

નહીં મળે.’ બીજે દિવસે સંત જ્ઞાનેશ્વરે બંનેને નાના ઓરડામાં

પૂરી દીધા. ઉજાસ ક્યાંય હતો નહીં. મનયને ભૂખ લાગી, તેને

તનયને કહ્યું, ‘ભૂખ લાગી છે. ચાલ આ અંધારા ઓરડામાં તપાસ

કરીએ, કદાચ કશું ખાવા મળી જાય.’ તનયે કહ્યું : ‘આવી

ઝંઝટ શું કામ કરવી, ભાગ્યમાં હશે તો મળી જશે માટે શાંતિથી

ભાગ્યને ભરોસે બેસ.’ પુરુષાર્થમાં માનનારો મનય અંધારા

ઓરડામાં ખાવા યોગ્ય કંઈક મળે તે માટે શોધવા લાગ્યો.

તેમના હાથમાં એક માટલી આવી એમાં બાફેલા ચણા હતા.

તેને ખુશી થઈ. એણે તનયને કહ્યું ‘જોયોને કર્મનો મહિમા ! તું

ભાગ્યને આધારે બેસી રહ્યો તને કશું મળ્યું નહીં મને ચણા

મળ્યા.’ તનયે કહ્યું : ‘આમાં આનંદ પામવા જેવું કંઈ નથી ?

તારા ભાગ્યમાં ચણા પામવાનું લખ્યું હશે એટલે તને મળ્યા.’

મનયે કહ્યું, ‘જો તું ભાગ્યને શ્રેષ્ઠ માને છે તો ચણા સાથે કેટલાક

કાંકરા છે. તે કાંકરાનો તું સ્વીકાર કર તારા નસીબમાં ચણા

નથી, કાંકરા છે.’ તનયે કાંકરા સ્વીકારી લીધા. બીજે દિવસે

સવારે સંત જ્ઞાનેશ્વરે અંધારા ઓરડામાંથી બંનેને બહાર

કાઢ્યા. અને કહ્યું : ‘કહો કેવો રહ્યો તમારો અનુભવ.’ મનયે

બધી વાત કહી. માટલીમાંથી મળેલા ચણા મેં ખાધા અને

કાંકરા ભાગ્યવાદી તનયને આપ્યા. સંત જ્ઞાનેશ્વરે કહ્યું ‘મનય,

તે કર્મ કર્યું તેથી તને ખાવા માટે ચણા મળ્યા એ સાચું પણ તનય

ભાગ્યશાળી કે એને કશીય મહેનત કર્યા વિના હીરા મળ્યા. તું

જેને અંધારા ઓરડામાં કાંકરા માનતો હતો, તે વાસ્તવમાં

હીરા હતા.’ બંને શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. ભાગ્ય

શ્રેષ્ઠ કે કર્મ એનો કોઈ નિર્ણય લઈ શક્યા નહીં. ત્યારે સંત

જ્ઞાનેશ્વરે કહ્યું, ‘બંને શ્રેષ્ઠ છો, કારણ કે ભાગ્ય અને કર્મ બંને

એકબીજાના પૂરક છે. કર્મ વિના ભાગ્ય અધૂરું છે અને ભાગ્ય

વિના કર્મ અપૂર્ણ છે.' અહી આપણાને સમજાય છે કે બન્ને જરૂરી છે. બસ મહત્વનું એ છે કે કોઈ પણ કામ કરીએ તેનું જે પરિણામ આવે તેનો સહજ સ્વીકાર કરવો.

નસીબ એ સ્વીકારનો વિષય છે, જે સહજતા આપે છે જીવનને સાચી રીતે માણવાની સમજ આપે છે. મુશ્કેલી આવે ત્યારે નસીબના કારણે હોય કે કર્મના કારણે તેની તપાસ કરવાની શું જરૂર? સહજ સ્વીકારીને શાંત બનવું જે થવાનું હશે તે થશે જ જે થયું તેને ભૂલીએ જે થઈ રહ્યું છે તેને માણીએ. નસીબને પણ પડકાર ફેંકનારા આપણે માણસ છીએ.!

પ્રખ્યાત લેખક કૃષ્ણકાંત ઉનડકટ સાહેબે એક લેખમાં સરસ લખ્યું છે,

એક યુવાનની વાત છે. એ જે કંપનીમાં કામ કરતો હતો એ બંધ પડી

ગઈ. તેને નોકરીમાંથી છૂટો કરી દેવાયો. એની નોકરીનો ક્યાંય

મેળ ખાતો ન હતો. આખરે તે કહેવા લાગ્યો કે મારાં નસીબ જ

ખરાબ છે. દસ વર્ષથી જ્યાં નોકરી કરતો હતો એ બંધ થઈ ગઈ અને

હવે બીજી નોકરી મળતી નથી. તેના મિત્રએ કહ્યું કે તું વારંવાર

નસીબને શું દોષ દે છે? દસ વર્ષ તારી નોકરી હતી ત્યારે પણ તું

નસીબને જ દોષ દેતો આવ્યો હતો કે મારી કંપની ભંગાર છે, ત્યાં

કોઈ વર્કિંગ એટમોસ્ફિયર જ નથી. મારાં નસીબ ખરાબ છે કે મને

આવી ભંગાર કંપનીમાં કામ કરવું પડે છે. હવે એ કંપની બંધ થઈ તો પણ

તું તારાં નસીબને દોષ દે છે. તારી સાથે તારી કંપનીના ઘણાંની

નોકરી ગઈ છે એ બધાં નસીબને દોષ દે છે? ખોટી વાતો ન કર. આ

સમય પણ ચાલ્યો જશે અને બીજી નોકરી પણ મળી જશે. હા, એટલું

યાદ રાખજે કે બીજી નોકરી મળે પછી ત્યાંના વાતાવરણને આગળ

ધરીને તારાં નસીબને દોષ ન દેતો. વાતાવરણ તો આપણે જેવું

માનીએ એવું જ હોય છે અને નસીબનું પણ એવું જ છે. તમારે નસીબને

ખરાબ જ સમજવું હોય તો કોઈ તમને ન રોકી શકે.

આપણે બધાં કેવા છીએ? બધામાં આશ્વાસન જ શોધતા ફરીએ

છીએ. કંઈક ખરાબ થાય તો પણ આપણે એવું જ કહીએ છીએ કે જે થતું

હશે એ સારા માટે થતું હશે! જિંદગીની કોઈ ઘટનાને આપણે

તટસ્થતાથી સ્વીકારી જ નથી શકતા! જે થયું તે થયું. બધું સારૂ જ

થાય એવું કંઈ જરૃરી છે? આપણે કંઈ પણ થાય એટલે તરત જ લેબલ

મારી દઈએ છીએ કે આ 'સારૂ' થયું અને આ 'ખરાબ' ! કોઈ ઘટનાને

તમારાં નસીબ ન માની લ્યો! બસ નસીબની ફિલોસોફી તો એટલી જ છે જેટલી આપણી માન્યતા!. નસીબ એ રમત છે જો રમતા આવડે તો જીત છે નહી તો હાર પણ રમતમાં હાર અને જીત હોય તેવું જ તો નસીબમાં છે. નસીબના ભરોસે બેસી રહેવું મુર્ખામી છે. જે કરવું તે ધ્યાનથી કરવું જે થશે તે યોગ્ય જ છે.

ક્યારેક તકલીફ તો ક્યારેક મજા હોય કેમ કે નસીબ ભલે કુદરતી હોય પરંતુ કુદરતે કર્મ તો આપ્યું જ છે તો બસ જીવીએ જલસાથી. નસીબની બલીહારી રોજ રોજ મલતી જ હોય છે તેને ક્યારેક ડિલીટ કરીએ ક્યારેક સેવ કરી લઈએ.

નસીબ નામની કલ્પનાને પણ માણવાની મજા લઈ લઈએ!

રોજ એ બગડે ભલે ને છે મને પ્યારું નસીબ,

એક ‘દિ તો માનશે છે આખરે મારું નસીબ.

-રિષભ મહેતા ‘બેતાબ’

નસીબ બદલવું છે?

તો મહેનત કરો

મજૂરી નહી!

-મેહુલિઝમ

-મેહુલ સોની

Mo-7567537800