મેહુલિઝમ Mehul M Soni शौर्यम દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • શંખનાદ - 15

  કેન્દ્રીય ગૃહ પ્રધાન Shri સતીશ શાહ સાહેબે સીબીઆઈ ઓફિસર વિક્ર...

 • નિયતી - 1

  આખી ઓફિસનું વાતાવરણ ગમગીન હતું. એકદમ શોક છવાયેલો હતો. બધા એક...

 • પ્રેમ સમાધિ - પ્રકરણ-87

  પ્રેમ સમાધિ પ્રકરણ-87 કાવ્યા કલરવનાં પ્રેમભીનાં સ્પર્શથી આકર...

 • બચપન કા પ્યાર...

  ગીરજાને સ્કૂલનો આજે પહેલો દિવસ હતો. એની મમ્મીએ એને બહુ મસ્ત...

 • કાળું ગુલાબ

  કાળું ગુલાબ​​મંગલપુર માં રાજા ઉદયસેનનું રાજ હતું. રાજા ઉદયસે...

શ્રેણી
શેયર કરો

મેહુલિઝમ

પ્રિય વાચક મિત્રો આપની હુંફ સ્નેહ અને

માતૃભારતી ટીમ તેમજ મહેન્દ્રભાઈના આભાર સાથે

હું મેહુલ સોની આપની સમક્ષ 'મેહુલિઝમ' નામથી આર્ટિકલ લઈ ઉપસ્થિત થઈ રહ્યો છું ત્યારે આપના સાથ સહકાર અને સલાહ સૂચન માટે વિનંતી તેમ જ આભાર.

મારી આ પહેલા 4 ઈ-બૂક માતૃભારતી પર પ્રકાશિત થઈ ચૂકી છે. જે મને ખૂબજ સારો પ્રતિભાવ મલ્યો છે જેનો શ્રેય આપ વાચક મિત્રો તેમ જ મહેન્દ્ર ભાઈને જાય છે.

આશા છે મારા આવનારા દરેક આર્ટિકલને આપ તટસ્થતાથી મને પ્રતિભાવ આપશો. (મારી ભૂલ ચૂક તરફ ધ્યાન દોરશો તો મને ગમશે.)

-મેહુલ સોની.

mo-7567537800

Mail - moxmehul@gmail.com

~ મેહુલિઝમ~

સાચું શું અને ખોટું શું? એ પોતાની નૈતિકતાના આધારે નક્કી થતું હોય છે.સત્ય પાંગળુ નથી હોતું તે મજબૂત હોય છે. કહેવત છે ને સાચ ને આંચ નહી!

ઘણી વાર આપણે જોઈએ છીએ ખોટું બોલનાર,ખોટું કરનારને લીલાલહેર હોય છે! હા તે સાચું જ છે પરંતુ તમે તેને પૂછજો કે ભાઈ તારી અંદર ક્યાંય કંઈ ખૂંચે છે? અને તે ચોક્કસ પણે ખચકાટ અનુભવશે. હા ક્યારેક ખોટું બોલવું પડે છે તો તેમાં કશું ખોટું નથી પરંતુ વારંવાર ખોટું બોલવું પડે ત્યારે સમજજો ઘણું જ ખોટું થઈ રહ્યું છે.

સમાજની દ્રષ્ટીએ મહાન ના બની શકો તો કંઈ નહી આંતરીક દ્રષ્ટીએ મહાન બની રહેવું હોય તો પોતાની નૈતિકતા સત્યને સોંપી દેજો.

જુઓ આ સત્ય ઘટના

ગોપાલ કૃષ્ણ ગોખલે જેઓ મહાન નેતા હતા

એમના બાળપણની એક વાત છે. એક દિવસ એમના શિક્ષક કહેવા

લાગ્યા : ‘તેં બધા સવાલના જવાબ સાચા લખ્યા છે; માટે લે, હું

તને આ પુસ્તક ઈનામમાં આપું છું.’ પણ આશ્ચર્યની વાત એ થઈ કે આ

સાંભળીને ગોપાલ ખુશ થવાને બદલે રોવા લાગ્યો. શિક્ષક

બિચારા હેબતાઈ ગયા. ધીરે ધીરે ગોપાલ રોતાં રોતાં બોલ્યો:

‘ગુરુજી, તમે મને ઈનામ નહીં, સજા આપો !’

‘સજા શું કામ બેટા ?’

‘વાત એમ છે કે આમાંથી એક સવાલ મને આવડતો ન હતો, તેનો

જવાબ મેં મારા એક મિત્રની મદદથી લખ્યો છે. એટલે મને આ ઈનામ

લેવાનો અધિકાર નથી.’ શિક્ષક આ સાંભળીને ખૂબ પ્રસન્ન થયા.

ગોપાલની પીઠ થાબડીને એમણે કહ્યું : ‘બેટા, પહેલાં આ ઈનામ હું

તારી બુદ્ધિને માટે આપતો હતો, હવે બુદ્ધિ ઉપરાંત તારી સચ્ચાઈ

માટે, તારી ઈમાનદારી માટે પણ આપું છું. લે, આવી રીતે હંમેશાં

સાચું બોલજે. ભગવાન તારું ભલું કરે !’ આવી સચ્ચાઈ અને

ઈમાનદારીને લીધે જ ગોપાલ મોટો થતાં મહાન બની શક્યો. 'હમેંશા સાચું બોલજે'

આ શબ્દ તેમના જીવનમાં વણી લીધો. સાચું બોલવાથી ઘણાં નુકશાનથી બચી જવાય છે. ગાંધીજીએ કહ્યું છે ને 'સત્ય એ જ ઈશ્વર' આજના સમયમાં સત્યની હાની થઈ રહી છે છતાં આજનો યુગ ખૂબ સારો છે હજી વિશ્વાસ ઉપર ઘણું બધું ટકી રહ્યું છે.જમાનો જરાયે ખરાબ નથી આપણી નજર નબળી પડતી જાય છે. યુવાનો 'પ્રોફેશનાલિઝમ' તરફ સભાન બન્યાં ત્યાં ભલે ધર્મ નથી પરંતુ નૈતિકતા છે. સત્યતા છે અને આમ પણ ધર્મ કરતા કર્તવ્ય વધું ચડીયાતું હોય છે. અને તેમાં જો સત્યને પડખે રાખવામાં આવે તો ગમે તેવો મુશ્કેલીનો ઢાળ ચડી જવાય.

મહાભારતના કર્ણપર્વના ૬૯મા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સત્ય અસત્ય ધર્મ અધર્મ વિષયક વિચારો પૈકી એક પર્વ અહી જુઓ રસમય અને વિચારવા યોગ્ય છે

શ્રીકૃષ્ણ એ અર્જુનને ઉદબોધીને કહ્યું છે કે-

તપસ્વીઓમાં ઉત્તમ અને વેદાદિ શાસ્ત્રોમાં પારંગત

કૌશિક નામનો બ્રાહ્મણ એક ગામની નજીક, નદીઓના

સંગમસ્થળે, આશ્રમ બાંધીને રહેતો હતો.

તે બ્રાહ્મણે સત્યનું વ્રત લીધું હતું. તેથી તે સત્યવાદી

તરીકે પ્રસિદ્ધિ પામેલો.

એક દિવસ કેટલાક મુસાફરો ચોરના ભયથી એના

આશ્રમમાં આવીને વૃક્ષોની ઘટામાં છુપાઇ ગયા. તેમને

પગલે પગલે પેલા ચોર લોકો પણ ક્રોધે ભરાઇને આશ્રમમાં

આવી પહોંચ્યા અને એમની તપાસ કરવા લાગ્યા.

તે ત્યાં રહેનારા સત્યવાદી કૌશિક પાસે પહોંચીને

પૂછવા લાગ્યા કે અહીં ઘણા માણસો આવ્યા હતા તે

ક્યાં ગયા ? આપ સત્યવાદી છો તેથી અમે તમને પૂછીએ

છીએ. માટે આપ જાણતા હો તો કહો.

કૌશિકે તેમને સાચી માહિતી આપી દીધી; એટલે પેલા

ક્રૂર લૂંટારાઓએ તે મુસાફરોને પકડીને મારી નાખ્યા.

કૌશિક બ્રાહ્મણે સત્ય વચનને વળગી રહીને દુષ્ટ વાણી

કહીને મહાન અધર્મ કર્યો હતો, તેથી તે કષ્ટદાયક ઘોર

નરકમાં ગયો, કારણ કે તે સૂક્ષ્મ ધર્મોના રહસ્યને સમજતો

ન હતો.

જે પુરુષે શાસ્ત્રનો અલ્પ અભ્યાસ કર્યો હોય છે, અને

તેથી જ જે ધર્મોના વિભાગને બરાબર સમજતો હોતો

નથી, તેવો મૂઢ પુરુષ પોતાના ધાર્મિક સંશયના સંબંધમાં

પોતાનાથી વૃદ્ધવયના પુરુષોને પૂછતો નથી, અને

પરિણામે તે મહાન નરકમાં જ પડે છે.

કેટલાક લોકો વેદમાંથી જ ધર્મનો નિશ્ચય કરવો એમ

કહેતા હોય છે. તારા વિચારો તે લોકોને અનુસરતા

હોય તો પણ હું તારા એ વિચારોને દૂષિત ઠરાવતો

નથી; પરન્તુ મારે તને કહેવું જોઇએ કે વેદમાં સર્વ જાતના

સૂક્ષ્મ ધર્મોનું પ્રતિપાદન કરવામાં આવ્યું નથી.

ધર્મનું મૂળ તત્વ પ્રાણીઓનો ઉત્કર્ષ થાય તે માટે જ હોય

છે.

જે કર્મ અહિંસાથી યુક્ત હોય તેનું નામ ધર્મ. ધર્મનું પ્રવચન

એ હેતુથી જ કરવામાં આવ્યું છે કે હિંસા કરનારા પુરુષોને

હાથે બીજાં પ્રાણીઓની હિંસા ના થાય. માટે જ

વિદ્વાનો ધર્મ શબ્દની વ્યાખ્યા કરતાં કહે છે કે જે કોઇ

કર્મ સર્વનું ધારણ કરે, પ્રજાઓનું રક્ષણ કરે, તેનું નામ ધર્મ.

પરન્તુ કેવળ વ્યાખ્યા પર જ આધાર રાખીને ધર્મના

યથાર્થ સ્વરૂપને જાણી શકાતું નથી.

વેદાનુકૂળ હોય અને બીજાને સુખકારક હોય તેવું જે કર્મ તેનું

નામ ધર્મ.

શાસ્ત્ર કહે છે કે પ્રાણનાશનો પ્રસંગ આવી પડયો હોય,

વિવાહ તૂટી જવાની તૈયારી પર હોય, સર્વ

જ્ઞાતિઓનો વિનાશ ઉપસ્થિત થયો હોય, અને

ઉપહાસનો પ્રસંગ ચાલતો હોય, તે વેળા અસત્ય વચન પણ

અસત્ય ગણાતું નથી. ધર્મના તત્વાર્થને જાણનારા

વિદ્વાનો પણ તેવે પ્રસંગે બોલવામાં આવેલા અસત્યને

અધર્મ તરીકે ગણતા નથી. કોઇ મનુષ્ય ચોરલોકોના

હાથમાં સપડાઇ ગયો હોય તો જૂઠા જૂઠા સોગંદો

ખાઇને પણ તેણે તેમના હાથમાંથી છૂટી જવું. તેવે પ્રસંગે

વિચાર કર્યા વિના અસત્ય ભાષણ કરવું તે જ શ્રેયસ્કર

હોય છે, અને તે અસત્ય ભાષણ સત્ય તરીકે જ ગણાય છે.

ધર્મને અર્થે અસત્ય ભાષણ કરીને પુરુષ અસત્યવક્તા થતો

નથી. આ રીતે સત્યને સમજવું જોઈએ જીવનની મજા એમાં છે જ્યાં હિત થતું હોય અને ક્યાંય પોતાનું કે બિજાનું અહિત ના થતું હોય.અને હા ધર્મ અધર્મ પોતાના જ બનાવેલા હોય છે બસ પોતાની નૈતિકતાને મુલવીને ચાલીએ એટલે જય હો!

સચ્ચાઈનો રણકો નક્કોર હોય છે!

-મેહુલિઝમ