Prem Kitab books and stories free download online pdf in Gujarati

પ્રેમ કિતાબ

*લેખક વિશે*

નામ- મેહુલ એમ.સોની

લેખન કાર્ય માટેની અલૌકિકતા તેમની પહેલી પસંદ છે.

"શબ્દો સાથે સંકળાયેલો માણસ"

પ્રિય મિત્રો

મારી બૂક ‘ઈશ્વરનો મોબાઈલ નંબર' ‘પ્રકૃત’અને ‘સુખના સરનામે’

માતૃભારતી પર પ્રકાશિત થઈ છે. ચોથી બૂક ‘પ્રેમ કિતાબ’ આપની સમક્ષ મુકી રહ્યો છું.આશા છે વાચકમિત્રોને ગમશે અને હા પ્રતિભાવ પણ આપશો.

મહેન્દ્રભાઈ અને માતૃભારતીટીમનો આભારી છું.તેમજ મારા વહાલા વાચક મિત્રો, મારા પરિવારના સભ્યો, લેખક મિત્રોના સાથ સહકાર બદલ અંત:કરણથી આભાર માનું છું.

આપના તરફથી એક પ્રતિભાવ મારા માટે અમૂલ્ય છે.

આપ મિત્રો તરફથી મળેલા અપાર સ્નેહ બદલ ખૂબ ખૂબ આભાર ..

Mo- 7567537800

mail- moxmehul@gmail.com

~ પ્રેમ કિતાબ~

પ્રેમ એ અદ્ભૂત છે,તે ના તો સમજાય છે ના તો સમજવાની કોશિશ કરવી જોઈએ પ્રેમની તો માત્ર અનુભૂતિ જ હોય એ લોકો હમેંશા ખૂશ હોય છે જે લોકો પ્રેમને કામ સમજે છે! પોતાની અંદર જો સૌથી શ્રેષ્ઠ તત્વ હોય તો તે માત્ર એક જ તત્વ છે પ્રેમ! સિદ્ધિ પ્રસિધ્ધિના ચડાવ ઉતાર આવે છે..પરંતુ પ્રેમ હમેંશા અવિચલ જ હોય છે.અરે તમે કોઈને પ્રેમ કર્યો છે?(જો કે પ્રેમ અનાયાસે જ થઈ જતો હોય છે) જો પ્રેમ ના થયો હોય તો થઈ જાય તેવા પ્રયાસો અવશ્ય કરજો (પ્રેમ જ કરજો ટાઈમપાસ નહી!) અને પ્રેમનો અર્થ બિલકુલ એવો નથી કે તે માત્ર સ્ત્રી અને પુરુષ વચ્ચે જ હોય. પ્રેમ સર્વત્ર છે...અહા એ હ્રદયની ઊર્મિઓમાંથી ઊઠતો એક પરમઆનંદનો અહેસાસ ચાહે પોતાની જાત માટે હોય કે પોતાના ચાહીતા માટે અદ્ભૂત છે 'પ્રેમ'

યુવાનો જ્યારે કોઈ વિજાતીય પાત્રના પ્રેમમાં (માત્ર આકર્ષણ નહી) પડે છે ત્યારે તેમને આ જગતની દરેક ચીઝ નાની બની જાય છે,માત્ર રહે છે સૌથી શ્રેષ્ઠ પોતાના દિલના ધબકાર જેટલી મૂલ્યતા પોતાનું પ્રિય પાત્ર. જેને કહે છે તે પ્રેમિકા/પ્રેમી જ્યારે થાય છે true love ત્યારે આ જગતમાં બે જ વ્યક્તિ બચે છે એક પોતે અને બીજું તેનુ પ્રેમી પાત્ર અને પછી ...દો જીસ્મ એક જાન બની જાય છે તે બધું જ કરી છુટવા ત્યાર થઈ જાય છે...ના તો સમાજ,ના કુટુંબ ના ધર્મ (પ્રેમ જ તેમનો ધર્મ હોય છે) બસ માત્ર, હર ક્ષણ પ્યાર હી પ્યાર કી હોતી હૈ!

છે માત્ર પ્રેમ જ હોય છે.અને પ્રેમ હોય અને રોમાન્સ ના હોય એવું બને જ નહી ને! પ્રેમમાં વ્યક્તિ દુર હોય તો પણ તેનું મન તો તેના પ્યારના દિલની આરપાર જ જ્યારે બે પાત્ર એકબીજાનાં બની જાય પછી,જીવનમાં કોઈક પ્રકારનો આનંદ અનુભવાતો હોય છે (અરે..પ્રેમને શબ્દમાં ક્યારેય વર્ણવી શકાય છે?)

કંઈક કંઈક થવા લાગે છે...પ્રેમ થવાની ઉમર હોય ખરી? ના યાર પ્રેમ તો કોઈ પણ ઉમરે,કોઈ પણ સમયે થઈ જાય છે..કહે છે 'પ્રેમ આંધળો છે,માટે જ તેમાં સપર્શનું મહત્વ છે!'

કોઈએ સરસ કહ્યું છે 'તમારે વશીકરણ શીખવું છે? તો પ્રેમ કરવા લાગો આપોઆપ લોકો વશ થઈ જશે!' પ્રેમ અલૌકિક છે દોસ્ત પ્રેમની કોઈ વ્યાખ્યા જ નથી.!

હા તે પ્રેમ સાચો, નિસ્વાર્થ હોવો અગત્યનું છે..

એક ઝેન વાર્તા છે..

એક છોકરો રોજેરોજ એક લાઈબ્રેરીમાં જતો અને એક પુસ્તક પોતાની સાથે લઈ જતો.લાઈબ્રેરીમાં જે છોકરી કામ કરતી હતી એને આ છોકરો ખૂબ પ્રેમ કરતો પણ એને કહી શકતો નહીં. એ રોજ એને એક પત્ર લખતો પણ પોસ્ટ કરી શકતો નહીં.દિવસો વિતતા ગયા અને છોકરો અચાનક અકસ્માતમાં ગુજરી ગયો.એના ખાનામાંથી આ છોકરીને લખેલા બધા જ પત્રો મળ્યા...અને છોકરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી કારણ કે એ એને રોજ જે પુસ્તક આપતી એમાં પત્ર મૂકતી..છોકરો પુસ્તક વાંચવા નહોતો લઈ જતો, છોકરીને મળવા આવતો હતો..એ પુસ્તક ખોલ્યા વિના જ પાછું આપી દેતો અને છોકરીનો પત્ર વગર ખોલ્યે બંધ કવરમાં પાછો આવતો.

છોકરી માનતી રહી કે એ એને પ્રેમ નથી કરતો એટલે પુસ્તક નથી ખોલતો, છોકરો માનતો રહ્યો કે હું રોજ જાઉં છું અને પુસ્તક નથી ખોલતો એવી ખબર હોવા છતાં એ કંઈ રીસ્પોન્સ નથી આપતી એનો અર્થ એ કે એ મને નથી ચાહતી..!.

પ્રેમમાં સહજતા હોવી જોઈએ, બલિદાન હોવું જોઈએ પરંતુ બલિદાન એટલે કેવી એકદૂજે કે લીએ મર જાયેંગે! ના યાર એકબીજાનો ખ્યાલ રાખવાનો સમાજ સામે લડીએ પરંતુ કોઈક સમય આવે જુદાઈનો તો ધીરજ રાખવાની અને એક સમય હોય મજબૂરી કોઈ એક પાત્રની ત્યારે....પ્રેમ હોય ત્યારે જો પોતાનો પ્યારની ખૂશી જોવાની દૂર રહીને દિલમાં રાખીને જીવનને જીવી લેવાનું..હા તે છે પોતાની ખૂશીનું બલિદાન! રાધા અને કૃષ્ણ, લૈલા અને મજનું,રોમીયો અને જુલીયટ પ્રેમના જાગતા ઉદાહરણો છે....વધું વાત કરીએ પ્રેમની હા આ પ્રેમ કિતાબ છે અને અહી છે ફક્ત પ્રેમ અને પ્રેમ જ...પ્રેમ અમર છે, જ્યાં પ્રેમ છે ત્યાં સર્વસ્વ છે. મીઠાની મુર્તી મહાસાગરના તળિયે પહેંચી જાય તો પ્રેમની વ્યાખ્યા મલી જાય! જગતની દરેક મહાન વ્યક્તિએ કહ્યું છે શાસ્વત હોય તો તે માત્ર પ્રેમ જ છે.ઈશ્વરનું બીજું નામ કહો કે રૂપ કહો તો તે છે પ્રેમ. છે તો માત્ર અઢી અક્ષરનો પરંતુ તે અઢી અક્ષરને ઉકેલવા ભલભલા વિદ્વાનો ગોથા ખાઈ ગયાં છે... મહાન સંત કવિ કબિરજીએ પ્રેમ વિશે જબરજસ્ત કહ્યું છે;

પોથી પઢી પઢી જગ મુવા,પંડિત ભયા ન કોય,

ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય.

જા ઘટ પ્રેમ ન સંચરે,સો ઘટ જાનો મસાન;

જૈસી ખાલ લુહાર કી,શ્વાસ લેત બિન પ્રાણ.

પ્રેમ ન વાડી ઉપજે,પ્રેમ ન હાટ બિકાય;

બીના પ્રેમ કા મનવા,બાંધે જમપુર જાય.

લાખો નહી કરોડો પુસ્તક વાંચો તો પણ વિદ્વાન નથી થવાતું અઢી અક્ષરને પ્રેમના જો કોઈ જીવનમાં ઉતારી લે તો જીવન ધન્ય થઈ જાય.

(અહી પ્રેમ એટલે પ્રેમની જ વાત નહી કે છોકરા-છોકરીની રમતો) પ્રેમ અવર્ણનીય છે!

પ્રેમ વિના કશું શક્ય નથી, પ્રેમ વિનાનો માણસ જીવતો હોવા છતાં લાશ સમાન જ છે.અને પ્રેમ વિનાના માનવનું શરીર સ્મશાન જેવું જ હોય છે....જગતને જીતવું હોય તો પહેલા પ્રેમ આપો,પ્રેમ પામો પછી જગત જ નહી આખું બ્રહ્માંડ પ્યારું થઈ જશે.

-જ્યોર્જ બર્નાર્ડ શોએ એક સરસ વાત કહી છે; પહેલો પ્રેમ એટલે થોડી મૂર્ખામી અને વધારે કુતૂહલ.

જ્યારે છોકરાની અને છોકરીની આંખ મલે અને જે સંચાર થાય અને માથાથી લઈ પગના તળીયા સુધી એક ઝણઝણી પસાર થઈ જાય

પછી એક બીજાના વિચારોમાં ખોવાય જાય અને જ્યારે નિસ્વાર્થ લાગણી ઉદભવે ત્યારે પ્રેમનું અવતરણ થાય છે! સૌથી શ્રેષ્ઠ ધર્મ છે, 'પ્રેમ'કારણ કે ધર્મનો પાયો છે, પ્રેમ હા પ્રેમ હોય ત્યાં જ સર્વ સદગુણ હોય છે. પરંતુ મોહ અને પ્રેમમાં ફર્ક છે, હા ઘણો જ ફર્ક છે.

પ્રેમમાં ત્યાગ,નિજાનંદ,આઝાદી, પ્રેમમાં બધું જ શ્રેષ્ઠ છે મોહમાં છે માત્ર બંધન અને બંધનમાં જકડી ગયાં પછી નિકળવું મુશ્કેલ હોય છે...

પ્રેમ એ સમજવાની નહી અનુભવવાની રીતી છે..એક ચંદ્ર અને ચકોરીની દંતકથામાં કહે છે,ચકોરી કોઈજ સ્વાર્થ વિના ચંદ્રને જોયા કરે છે માત્ર પ્યારથી! અને જ્યારે ચંદ્ર અસ્ત થાય છે ત્યારે,ચકોરી પણ મૃત્યુ પામે છે....

પ્રેમનો આધાર છે; વિશ્વાસ જ્યારે વિશ્વાસ તુટે ત્યાં પ્રેમ નથી રહેતો.

મિત્રો પ્રેમ વિશે કહીએ તેટલું થોડું છે અને એક નહી અનેક પ્રેમ કિતાબ આવે તો પણ ક્યારેય પ્રેમ વિશેની વાત પુરી ના થાય.

પ્રેમ હમેંશા અવિચલ છે પ્રેમ એક દિવ્ય ઉર્જા છે,જો સાચો પ્રેમ હોય તો પ્રેમ કરનાર વ્યક્તિ તથા પામનાર વ્યક્તિ દિવ્ય બની જાય છે.વિશ્વનો સૌથી સુખી માણસ એ છે જેને સાચો પ્રેમ મલે છે!

"પ્યાર તો હમેંશા મનુષ્યના ચરિત્રને ઊંચુ ઉઠાવે છે,એ કદી તેને નિચું નથી પાડતુ પણ શરત એટલી કે પ્યાર પ્યાર હોય"

- શહીદ ભગતસિંહ

માટે જ કહેવાયું છે પ્રેમમાં વારંવાર પડો (પોતાના પ્રિય પાત્રના અને ચાહીતી ચીઝમાં)

જ્યારે વ્યક્તિ પ્રેમમાં પડે છે ત્યારે તેની સીધી અસર તેના શરીર અને મન પર પડે છે.અને વ્યક્તિના નર્વસનો વિકાસ વધી જાય અને તેના આયુષ્યમાં એક વર્ષનો વધારો થાય છે.

પ્રેમ વિશે કવિઓએ,લેખકોએ,સંતો,સાહિત્યકારોએ ખૂબ લખ્યું છે અને લખાતું રહેશે હમેંશા લખાશે...

પ્રેમકિતાબ ક્યારેય પૂર્ણ નથી થતી તેમાં પ્રેમ હમેંશા ઉમેરાતો જ હોય છે!

અને મિત્રો મલીશું પ્રેમની અનુભૂતિ સાથે..

ફરી ક્યારેક પ્રેમકિતાબમાં!

કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ

વધારે હોય છે.

–હરીન્દ્ર દવે

- મેહુલ એમ. સોની

Mo:-7567537800

Mail- moxmehul@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED