નામ એનું રાજુ - 5 Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

નામ એનું રાજુ - 5

પ્રકરણ 5

ભાઈની બેની લાડકી

જયા બહેન ભાદરણ આવી ગયાં છે, રાજુને પણ મામાને ઘરે બહાર ચોકમાં રમવાની ખૂબ મજા આવે છે, ચોકમાં સરસ મજાનો હિંચકો અને સુંદર મજાનાં ફૂલછોડ... આવતી જતી ચકલીઓનો અને કાબરોનો કલરવ.. રાજુ ખરેખર આનંદમાં છે અને આટલા બધા વડીલોની વચ્ચે એક જ રમકડું છે રમાડવા માટે અને એ રમકડું એટલે નાનકડો રાજુ.


જયા બહેનની સુવાવડ માટે જોઈતી સઘળી તૈયારીઓ થઈ ગઈ છે, જયા બહેનની બંને ભાભીઓ પણ એમનાં આવવાથી ખૂબ જ ખુશમાં છે, કંચન બહેન અને કુસુમ બહેન... હા આ બંને એટલે જયા બહેનની ભાભીઓ, સવાર સાંજ તો ઘરકામમાં સમય નથી હોતો પરંતુ બપોરનાં સમયે બંને ભાભીઓ જયા બહેન સાથે અચૂક બેસે છે અને ક્યારેક પરસ્પરની સુખદુખની વાતો તો વળી ક્યારેક હળવી મજાક, એમ આનંદથી સમય પસાર કરે છે. જયા બહેન સુવાવડ અર્થે આવ્યા છે એટલે એમને ભાવતાં ભોજન નું પણ તેઓ ખાસ ખ્યાલ રાખે છે, રોજ જયા બહેનને ભાવતી વાનગી મળે છે, આ વખતની જયા બહેનની હૈળ પણ કંઈક અલગ જ છે, રાજુ વખતે એમને બધું ચટાકેદાર ખાવાની ઈચ્છા થતી હતી, ગળ્યું ખાવાની પણ એટલી જ ઈચ્છા થતી હતી પરંતુ આ વખતે તો એમને જુદા જ પ્રકારનું ખાવાની ઈચ્છા થાય છે. ક્યારેક પાપડીનો લોટ તો વળી ક્યારેક કાચી કાત્રી, કાચી પાપડી, વઘારેલી ખીચડી એટલે એક વાત તો દિવસો રહ્યા ત્યારથી જ નક્કી હતી કે રાજુ છેવો છે તેનાં કરતા જુદી હેળ છે એટલે એના કરતાં સાવ જુદા જ સ્વભાવ અને ગમા અણગમા વાળું બાળક જ આવશે. પરંતુ જયા બહેનને ઊંડે ઊંડે એમ સતત થયા કરતું કે જો દીકરો તો ઈશ્વરે આપી દીધો છે હવે એને રાખડી બાંધવા વાળી બહેની આવી જાય તો પછી ભાઈ બહેનની જોડ બની જાય. પછી મારા રાજુનો હાથ કોઈ રક્ષાબંધને અડવો રહે જ નહીં.


બસ આમ ને આમ જયા બહેનના દિવસો પિયરયામાં ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે એમ પસાર થાય છે, અને રાજુને પણ હિંચકો, મોસાળિયું અને મામા મામીના લાડ પ્યાર એમ મજાના દિવસો જઈ રહ્યા છે અને એવામાં જ જે દિવસની રાહ જોવાતી હતી તે દિવસ આવી પહોંચે છે, જયા બહેનને પીડા ઉપડે છે અને ઘરમાં શરણાઈઓનાં સૂર.. હા દીકરીનો જન્મ થાય છે, સ્હેજ શ્યામ પણ ચહેરો એકદમ ઘાટીલો અને આંખો પણ જાણે કે બે માછલીઓ જ જોઈ લ્યો, સરસ ભરાવદાર અને મારકણી એવી આંખ પરની નેણ, દીકરીની લંબાઈ જોઈને એવું આરામથી કળી શકાય કે ઓછામાં ઓછી સાડાપાંચ ફૂટ હાઈટ તો તેની થશે જ, આમ દીકરીનું રૂપ કામણગારું હોઈ તેનું નામ કામીની રાખીશું એવું જયા બહેનનાં મનમાં થયેલ પરંતુ નામ પાડવાનો અધિકાર તો ફોઈનો જ હોય ને...


ધર્મજ પણ દીકરી આવ્યાનાં સમાચાર પહોંચી ગયાં છે, સમાચાર મળે એટલે અગિયાર દિવસની વૃધ્ધિ પણ તો પાળવામાં આવતી હતી, પહેલાંનાં સમયમાં ક્યાં સમાચાર મળે તરત દોડીને જવાતું હતું, એનાં માટે પણ વડીલો કહે તેમ કરવું એવો રિવાજ હતો, પરંતુ અહીં જેમ રાજુ વખતે જયા બહેન અને સરયુ બહેનની સાંઠ ગાંઠ કામે લાગી હતી એમ આ વખતે જ્યંતિભાઈ પણ ગરનાં બધાંથી છાનાં એમ દવાખાને પહોંચી ગયેલાં પોતાની દીકરી ને જોવા, જયાબહેન પણ આમ જ્યંતિ ભાઈને આવેલાં જોઈ દીકરી માટે મનમાં ને મનમાં પોરસાતાં હતાં. દવાખાને એ વખતે જયા બહેનની સાથે એમનાં ભાઈ પ્રફુલ્લ ભાઈ રહેલાં, જ્યંતિભાઇ અને પ્રફુલ્લ ભાઈને પણ સારી એવી મિત્રતા હતી, સાળો બનેવી કમ ભાઈ બંધી નો સંબંધ વધુ ગાઢ હતો. મોટાં ભાઈ સતિષ ભાઈ સાથે પણ મનમેળ તો સરસ જ હતો, પણ તેમની સાથે જ્યંતિ ભાઈ ને જરા વડીલ જેવું લાગતું, અને કેમ ન લાગે સતિષ ભાઈ હતા જ એટલાં શિસ્તનાં આગ્રહી. આ બાજુ જ્યંતિ ભાઈ દીકરીનાં રૂપમાં અવતરેલ લક્ષ્મીનાં દર્શનથી મન ભરીને ધર્મજ પાછા જવા નીકળે છે અને આ બાજુ પોતાની ભાભીને મળવા જવાનું સરયુ બહેનનું નાચકણું ચાલું થઈ જાય છે... ઘરે સૌ કોઈ ખૂબ જ આનંદમાં છે અને કેમ ન હોય, લક્ષ્મીનું આગમન થયું છે ઘરમાં... પહેલાં આજની છેમ ન તો ગર્ભ પરિક્ષણ થતાં હતાં ન દીકરીઓને ક્યારેય અશુભ માનતાં... દીકરી હોય એ તો ફે ઘરને તારે... અને જેને ગેર લક્ષ્મીજીનાં પગલાં હોય એ બાપને પછી બસ આનંદ જ આનંદ હોય ને..


સરયુ બહેનનાં કોઈ જ ધમપછાડા આ વખતે ચાલતાં નથી, આ વખતે જયા વહુ પિયર ગયા છે અને એમને છોઈતો આરામ કરી પછી જ પાછા ફરશે એમ ચંચળ બા એ વટહુકમ બહાર પાડી દીધો હતો પછી તાકાત છે કોઈની કે એનું ઉલ્લંઘન કરે ? હા ભાદરણથી એટલે કે જયા વહુનાં પિયરથી જ્યારે કહેણ આવે એ અનુસાર ધર્મજ થી ગરનાં ઘરનાં અને ફળિયામાંથી પણ અંગત કહી શકાય તેવાં બે ત્રણ જણ એમ પાંચ કે સાત જણ દીકરી ને રમાડવા જઈ આવશે એમ નક્કી થયું હતું.


રાજુને પણ બાળ સહજ નવાઈ લાગતી હતી કે પોતાની મા પાસે જીવતી જાગતી ઢીંગલી સૂતી હોય છે.. એને પોતાની નાની બહેન કહેવાય એવું જયા બહેન જ્યારે પણ રાજુ રમતો રમતો એમની પાસે જઈ ચડતો અને દીકરીને અડવા કે રમતમાં મારી લેવા પ્રયાસ કરતો ત્યારે સમજાવતાં પણ હજુ રાજુ પણ ક્યાં એવડો મોટો ઝાડ જેવો થઈ ગયો હતો કે આ બધું પરિવર્તન એનાથી ખમી શકાય ?


હા રમવા મળે તો જીવતું જાગતું રમકડું મળે તેવો એને આનંદ હતો પરંતુ મા થી લઈને ઘોડિયા સુધીની એની નાનકડી દુનિયામાં બધી જ વસ્તુઓમાં ભાગ પડાવનાર નાનું બાળક રાજુથી ખમાતું જ નહોતું.. અને દરેક કુટુંબોમાં આ જ તો થતું હોય છે ને.. અને દરેક એક બાળકને પોતાનાંથી નાનું પણ કોઈક હોય એવું શીખવવા માટે અને માત્ર એક બાળક મોટું કેવી રીતે થાય એકલું એવી માન્યતાથી સૌ કોઈ પહેલાપાં જમાનામાં ત્રણેક બાળકો આવે ત્યાં સુધી તો ગૌરવ જ માનતા હતાં ને વળી..


દીકરીનાં છઠ્ઠીના દિવસે જ્યંતિ ભાઈ રિવાજ પ્રમાણે પોતાની નાની બહેન સરયુને લઈને દીકરીનું નામ પાડવા માટે આવે છે, દીકરી બા ને જયાબહેને સરસ મજાનું નવું ફ્રોક અને પોતાનાં હાથે બનાવેલાં ઊનનાં નાના નાના બૂટ પહેરાવ્યા છે, અને નામ પાડવા માટે સોપારી... સફેદ કાપડ... નાગરવેલનાં પાન વગેરે બધું જ તૈયાર છે... સરયુ બહેન ધર્મજથી પોતાની સાથે પોતાની બીજી ત્રણ બહેનપણીઓને પણ લાવ્યા છે, એટલે ચાર ખૂણે ચારે જણીઓ પકડી અને દીકરીબાને ઝૂલાવી શકે... જયા બહેને સાડા નવ થી અગિયારનું મૂહૂર્ત પણ જોવડાવીને રાખ્યું છે, અને બસ હવે સફેદ કપડું પાથરી વચ્ચે પીપળપાન મૂકી અને દીકરી બાને સૂવડાવે છે અને એને પણ કંકુનો ચાંલ્લો કરી ચોખાથી વધાવી અને ઓળી ઝોળી પીપળ પાન ફોઈએ પાડ્યું એટલું બોલતાં તો સરયુ બહેન એકદમ અટકીને પોતાની લાડકી ભાભી સામે જોઈને આંખ મારીને કહે છે, બોલો ભાભી.. કંઈ નામ વિચાર્યું છે તો બોલો... પણ હા તમારું ગમતું નામ રાખવાનું દાપું ડબલ આપવું પડશે હોં. જયા બહેન મલકાતા મોંઢે જવાબ આપે છે, કામીની... સરયુ બહેન તાનમાં આવીને કહે છે વાહ ભાઈ વાહ નમ તો મજાનું છે હોં ભાભી... ફોઈએ પાડ્યું કામીની નામ...


અને આમ રાજુની આવેલી નાની બહેનનું નામ માત્ર ઢીંગુ નહીં રહેતા કામીની પડી જાય છે. પછી નામકરણ વીધી પત્યા બાદ જમવાનું પતાવીને જ્યંતિભાઈ બધાંને લઈને ધર્મજ પરત રવાના થાય છે.
હસી ખુશીનાં માહોલમાં આમ ને આમ જયા બહેનની સુવાવડનાં વીસ વાસા પૂરા થાય છે અને ધર્મજથી એકવીસમા દિવસે સૌ કોઈ દીકરી બાને રમાડવા આવે છે બસ એ વખતે હવે જયા બહેનને ધર્મજ પાછા ક્યારે તેડી જવા એની પણ ચર્ચા થાય છે અને બરોબર મહિનો પૂરો થયે જયા બહેનને ધર્મજ પાછા જવા તેડવા આવવું એમ નક્કી થાય છે. અને સૌ કોઈ જમણ જમી અને હસી ખુશીથી ફરી મળવાનું નક્કી કરી છૂટાં પડે છે.

ક્રમશ:

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888