તિમિર મધ્યે તેજકિરણ - 6 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તિમિર મધ્યે તેજકિરણ - 6

" ઓ.કે ડેડ આઈ એમ કમીંગ રાઈટ નાઉ" પ્રનીએ કહ્યું...

એને થયું જ કે એનાં ડેડી અનિકેતની બિમારીની ચર્ચા બાબતે જ વાત કરવા બોલાવતાં હશે એ એક્ટીવા ફરી સ્ટાર્ટ કરીને ઝટ પહોંચી જવા તલપાપડ બની...
..એ હજું રસ્તામાં હતીને અશ્ફાકનો ફોન એનાં મોબાઈલમાં ચમક્યો...એણે ચાલુ સ્કુટરે મોબાઈલ લીધો ...સામે છેડેથી અશ્ફાક બોલ્યો...

"કૈસા હૈ વો ? આજ તું મીલી થી ક્યા ઉસે ? ડો .વિશાલને કુછ ઔર બતાયા તેરે કો ?
"અશ્ફાક, આઈ એમ ડ્રાઈવિંગ ,સારે જવાબ એક સાથ તો નહિ દે પાઉંગી ....બટ ટ્રાય ટુ કોન્ટેક્ટ મી ઇન અબાઉટ એન અવર , આઈ મેં હેવ મોર ડીટેઈલ્સ .." પ્રનીએ જણાવ્યું....
"ઓ.કે પ્રણાલી , કોલ કરતા હૂ ,ઘંટે કે બાદ , અભી તો મુજે સંજીદાસે ભી બાત કરની હૈ ,વો આંખે ખોલે તબ ના ..!" "શાયદ દો દિન ઓર રુકના પડે મુજે "...,અનિકો સમાલ લેના તુ ,ઉસકી ભી મેરે બગૈર કટતી નહિ .."

" ઓ.કે... અશ્ફાક, આઈ વિલ ટોક ટૂ યુ લેટર ...બાય " પ્રની બોલી...

"બાય પ્રણાલી..." અશ્ફાકે ફોન કટ કર્યો...

પ્રણાલી ફક્ત ૧૦ મીનીટમાં ડેડનાં કન્સલ્ટીંગ રૂમ "સુશ્રુત" પર પહોંચી ગઈ . "સાહેબ અંદર તમારી રાહ જુએ છે" કહીને રીસેપ્શનીસ્ટે ફટ કરતો કેબીનનો દરવાજો ખોલી આપ્યો ...ને જાણે એ દરવાજો વિધાતાના કક્ષનો હોય,અને એ વિધાતા આજે જે કોઈ વિધાન કરશે એ મુજબ એનું ભવિષ્ય નક્કી થવાનું હતું એવો અંદેશો પ્રણાલીને કોણ જાણે કેમ પણ આવી ગયો હતો ...!

"બેસ પ્રની .." ડૉ.સરૈયા બોલ્યા..

...કેંમ ડેડ..મને આમ અચાનક બોલાવી ? એનીથીંગ સીરીયસ અબાઉટ અનિકેત..?
"તને એજ સમજાવવા અહીં બોલાવી છે પ્રની ...બેટા સમજ ..હવે આજથી તું અનિકેતને ભૂલી જા...!" ડૉ.સરૈયાએ જાણે ચાલાકીથી હળવેથી બાજી રમવાની શરુ કરી...
પ્રણાલી એકદમ હલબલી ગઈ...તે બોલી " કેમ ડેડ એકદમ શું થયું અનિ ને ?...હજી સવારે તો હી વોઝ ફાઈન "

"બેટા એ તને ખબર નહીં પડે , ને એ તારો વિષય પણ નથી...હું તારાં ભલા માટેજ કહુ છું કે અનિકેત ને હવે તું ભૂલી જાય ને એમાં જ તારું ભલું છે..." ડૉ.સરૈયા વાતને મોંઘમ રાખીને એમની તરફે મામલો સુલઝાવવા માંગતાં હતાં ને પ્રણાલી હવે યેનકેન પ્રકારેણ ગોળગોળ સમજાવવાથી અનિકેતને ભૂલી જાય ને એને મળવાનું છોડી દે એજ તે ઇચ્છતા હતાં...

..."પણ ડેડ મને ખબર છે ત્યાં સુધી અનિ ના રીપોર્ટ એટલાં સીરીયસ નથી, વ્હોટ ઇસ ગોઇંગ ઓન ?"...પ્રની એ દલીલ કરી...

.."મેં કહ્યું ને એ ફાયનલ, પ્રની... એ તારો વિષય નથી...તને એમાં કશું ખબર નહિ પડે !" ડૉ.સરૈયા નો ટોન હવે થોડો બદલાયો ને એમાં ગુસ્સો ભળેલો હતો... ને આ રીતે એમણે કદી એમની લાડલી સાથે વાત કરી ન હતી,

.."પણ ડેડ હજું એની સારવાર પણ ચાલે છે ને ડૉ.વિશાલ પણ હજું ક્લીયર ડાયેગ્નોઝ નથી કરી શક્યા.." પ્રનીએ હજું ડેડનો સામનો કરવાનું વિચારી વળતી દલીલ કરી..
.."જો, પ્રની મને સમજાવવાનો પ્રયત્ન ન કરીશ મને ચેલેન્જ કરે એવું આ શહેરમાં કોઈ છે નહીં... ને તું મને સમજાવીશ ?" "
"એ કદી નહીં બને.".."તારે અનિકેતને ભૂલવોજ પડશે..."

ડૉ.સરૈયાએ હવે આ પાર કે પેલે પાર એ પરિસ્થિતિમાં વાતને પહોંચાડવા માંગતા હોય એમ પ્રણાલીને લાગી રહ્યું ...

"આ ડાયેગ્નોસીસની વાત નથી ,એના વર્તનની પણ વાત છે ,તને એની અને અશ્ફાકની બિહેવિયર નોર્મલ લાગે છે ?" સરૈયા વેધક રીતે પ્રણાલીની આંખોમાં આંખ પરોવીને બોલ્યા

સવારનું દ્રશ્ય ,જે રીતે બન્ને દોસ્તો એક બીજાની લગોલગ હતા , હસી રહ્યા હતા એ ઝબકી ગયું , પ્રનીની આંખ સામે ...,પછી તો જે રીતે એ બે યાર એક બીજાને વળગીને બાઈક પર બેસતા , એના એપાર્ટમેન્ટમાં જ જોયેલી બન્નેની નજદીકી ...ઓહ ...દિલના એક ખૂણો જાણે , પેરાલેસીસના એટેકથી સુન્ન થઇ ગયો .

એ આગળ કાંઈ બોલી શકે એ પહેલાં સરૈયા એ મન મક્કમ કરીને એક છેલ્લું પત્તું ઉતાર્યું .."પ્રની , અનિકેત હવે એક કાચનું વાસણ છે , જેમાં તિરાડ પડી ચૂકી છે , આ વાસણ તારો પ્રેમ ઝીલી નહિ શકે , હી ઈઝ એચ આઈ વી પોઝીટિવ ..."

પળ ભરમાં જમીન સરકી ગઈ , પ્રનીના પગ નીચે થી ...વિનીપાત ...વલવલાટ ...દ્રોહ ..વિદ્રોહ , કોણ જાણે કેટલી લાગણીઓ ચિત તંત્રને ઝંકોરી ગઈ ...!!

કેટલી વાર પછી જાતને મહા મુશ્કેલી એ સંભાળીને વાતને વાળવા માંગતી હોય એમ એ બોલી "ડેડ મને હજું સમય આપો, હું એમ નથી કહેતી કે તમે ખોટા છો...પણ હું શાંતિથી વિચારીને યોગ્ય નિર્ણય લઈશ" .

ડેડના જવાબની આશા રાખ્યા વિના જે ઝડપે કેબિનનો દરવાજો ખોલીને આવી હતી એજ ઝડપે દરવાજો ખોલીને મનમા કશું નક્કર વિચારતી પ્રણાલી બહાર નીકળી ગઈ.... આજે જાણે જ્યાં સુધી અનિકેત અંગે પૂરી માહિતીથી વાકેફ ના થઇ જવાય ત્યાં સુધી કોઈની પર પણ ભરોસો ના મૂકવો ,પછી ભલે એ ડેડ જ કેમ નાં હોય .... એણે મનમાં ગાંઠ વાળી જ લીધી .

આખી રાત એની અજંપામાં વીતી . સવારે ઉઠવામાં સારું એવું મોડું થઇ ગયું . કોલેજ વર્ક પતાવવામાં બપોર ક્યાં પડી ગઈ એની એને ખબર પણ નાં પડી . ના તો એને પોતાની જમવાની સુધ હતી , ના તો અનિકેતને ટીફીન પહોંચાડવાની સુધ રહી ..!!
==========================================================================================================================
ક્યારેક કુદરત માનવીને ખોબલો ભરી ખુશીઓ દઈ દે છે તો ક્યારેક દુઃખનો દરીયો વણ માગ્યે ભેટમાં દઈ દે છે, પણ આ બેયમાં એક સ્થિતિ એવી પેદા કરે છે કે એ સ્થિતિમાં માનવી પોતે સુખ કે દુઃખ બેયની વચ્ચે ઝોલા ખાતો ફક્ત ઇશ્વરને ભરોસે જ દિવસો ગુજારે છે, કારણ સુખની પરિભાષા સમુ ધન , દોલત ને સાહ્યબી ભોગવી શકાય ને આરામથી જિંદગી ગુજારી શકાય એટલું એની પાસે ભલે હોય છતાં પણ અજંપાભરી હાલક ડોલક થયા કરતી જીવન નૈયા ,ગમે એટલી સુખ સાહ્યબી હોય માનવીને અસુખ સિવાય કશું નથી આપી શકતાં.

--ને હવે અનિકેત કંઈક આવી જ લાગણી મહેસૂસ કરી રહ્યો હતો. હોસ્પીટલમાં કયા રોગની સારવાર માટે તેમજ એ બાબતે જાણ કરવી હોય તો તેનાં પોતાનાં અંગત કહી શકાય એવાં ગણો તો તેનાં માતા-પિતા એવાં માં ભારતી ને બાપ હરિવદન પંડ્યા જ હતાં.આમ તો વૈવાહીક સંબંધથી ભલેને તેઓ વર્ષો અગાઉ કાયદેસર રીતે અળગાં થઈ ગયા હોય પણ અનિકેત માટે તો તેઓ અલગ તો અલગ પણ અંગત અને પોતાનાં કહી શકાય તેવાં તે બેજ તો હતાં.

તે મનમાં વિચારી રહ્યો કે...
"હે ભગવાન મને હવે કેમ તું એકલો હોવાની લાગણીનો અહેસાસ કરાવી રહ્યો છું?"
"આજ દિન લગી મને જિંદગીમા કેમ કોઈ મારા અંગત સાથે ન હોવા બાબતે કશું ખટક્યું નહીં ? અને આજે ... "
હોસ્પીટલનાં રુમ નં ૨૦૭ માં અનિકેત ભલેને તેની બિમારી અંગે હજું સુધી કશું જાણતો ન હતો છતાં આજે એને પહેલી વાર નબળાઈનો એહસાસ થયો , શું આ નબળાઈ માંદગીની હતી કે એકલતાની ..?. આજ સુધી ક્યારેય ન કર્યાં હોય કે આવ્યાં ન હોય એવાં અમંગળ વિચારો બેડ પર પડેલા અનિકેતનો જાણે પીછો છોડતાં ન હતાં....

આવા અંધકારભર્યા વિચારો વચ્ચે ક્યારેક સોનેરી કિરણ જેવા વિચારો પણ ઝબકી જતા , એ સાવ એકલો તો નાં જ કહેવાયને ? સરૈયા ફેમીલીની એની સાથેની નિકટતાં ને જિગરજાન દોસ્ત અશ્ફાક વિનાં એ પોતાનાં અસ્તિત્વની એ કલ્પના પણ ન કરી શકે ...! પણ ત્યાંજ એની વિચારતંદ્રા તૂટી એનાં રુમનું બારણું ખુલતાંની સાથે નર્સ આવી જેનાં હાથમાં એક નાનું સરખું ટીફીન અને જ્યુસની બોટલ હતાં ને તેનો જમવાનો સમય થઈ ગયો હતો. હમણાંજ બારણું ખોલીને પ્રણાલી કે મીના આંન્ટી બે માંથી કોઈ આવશે એ આશાએ બારણા તરફ જોઈ રહેલ અનિકેતને નર્સે કહ્યું "ભાઈ કોની રાહ જોઈ રહ્યા છો ?"
" અરે , આ ટીફીન કોણ લાવ્યું ? સાથે કોઈ આવ્યું નથી?" બે દિવસથી તો પ્રણાલી કે મીના આંટી બેમાંથી એક અથવા બેય ખાસ આવતાં ને આજે કેમ ? પ્રની પણ ના ડોકાઈ, બપોર પડી ગઈ ને !

બેડ પર જમવા માટેનું નાનું ડેસ્ક ગોઠવીને તેની પર ટીફીન મૂકીને ખોલતાં નર્સ બોલી .." ના..તો ...આજે કોઈ આવ્યું નથી...ને તમારો જમવાનો સમય થઈ ગયો છે.."
અનિકેતને તે પોતે જાણે એકલો પડી ગયો હોય એમ લાગ્યું...તેણે પરાણે ખોરાક ગળે ઉતારતાં ઉતારતાં નજરો નીચીજ રાખીને પરાણે જમવાનું પતાવ્યું...અશ્ફાક પણ આજે અહીં આવવાનો ન હતો એ વળી નવી ઉલઝનમાં ફસાયો હતો ને..
============================================================================================================================
લખનૌના ફૈઝાબાદ રોડ વિસ્તારમાં આવેલા એ ઉચ્ચ મધ્યમવર્ગી ઘરના અંદર તરફના કમરામાં સંજીદા નિઢાલ હાલતમાં સુતી હતી , તો એનાથી બે કદમ દૂર અશ્ફાક ભીંતને અઢેલીને અદબ વાળીને ઉભો હતો . આ હમઉમ્ર જોડા વચ્ચે વાતો ક્યારેય ખૂટતી નહિ , પણ આજે બન્ને ઉપર ખામોશીનું બોઝિલ વાદળ ઝળુંબી રહ્યું હતું .

--સંજીદા અશ્ફાકની ચચેરી બહેન જાણેકે એક કુંડાળામાં પગ મુકી બેઠી હતી ,એક વિધર્મી મિત્રને દિલ દઈ બેઠી હતી અને એની સાથે લગ્ન કરી જિંદગી ગુજારવા માંગતી હતી પણ એ ના તો એના પરિવારને મંજુર હતું કે ના સમાજને ..માનસિક તણાવમાં એ એ આપઘાત કરવાનું પગલું લઈ બેઠી હતી પણ ખુદાને કદાચ એ મંજુર નહીં હોય તેથી એનીં જિંદગી વેળાસરની સારવારથી શારીરિક રીતે તો બચી તો ગઈ હતી ,પણ જહેન પરનો ઝખ્મ ...?? અને અશ્ફાક એને સમજાવવા માટે જ સમાચાર સાંભળતા જ આવી પહોંચ્યો હતો.

.સંજીદા સૂન રહી હો ,મૈ અશ્ફાક .......સંજીદાએ ધીરે રહીને આંખો ખોલી ને સામે અશ્ફાકને જોયો..."તુજે પતા હૈ ,તુને ક્યાં કર દીયા ?, એક બાર બતાતી તો સહી મુજે "." સંજીદા ચોધાર આંસુએ જાણે જીવવા ન માંગતી હોય એવાં ભાવ સાથે રડી રહી હતી...ને અશ્ફાક એને સધીયારો આપીને એને જિંદગીનું મુલ્ય સમજાવવાના પ્રયત્નોમાં હતો.
"ખેર કોઈ બાત નહિ ,અભી ભી કુછ બીગડા નહિ "

"નીકાલેંગે કોઈ ન કોઈ રાસ્તા , અબ્બા જાનસે મૈ મશવરા કરૂંગાના .."
અશ્ફાક જેમ બને એમ સંજીદાને સમજાવી એ એનાં અબ્બા ને સમજાવવા માટે કેવી રજુઆત કરવી એની ગડમથલમાં લાગી ગયો પણ એનાં મનમાંથી એનો જિગરજાન મિત્ર અનિકેત ખસતોજ ન હતો .એ દવાખાને શું કરતો હશે? એની તબિયત કેવી હશે? ને ડૉ.વિશાલ એનાં રિપોર્ટ આવ્યા બાદ એનો કઈ રીતે ઇલાજ કરવો એ વિશે આગળ શું કર્યું હશે ? ..ભલેને એનાથી છુટા પડ્યે એકજ દિવસ થયો હોય પણ અનિકેતની એને એટલીજ ચિંતા હતી.
==================================================================================================================
અનિકેત પથારીમાં પડ્યે પડ્યે આજે પ્રણાલીની રાહ જોતો જાણે તડપતો હતો એને મન કોઈ તો આજે આવવું જોઈએ એની પાસે એની સંગાથે એની ભાળ લેવાં આમ વિચારોમાં અમળાતો હતો ત્યાંજ એને એનાં રુમની કાચનાં દરવાજા મહીંથી ડૉ.સરૈયા ને ડૉ.વિશાલની સાથે કશું ગંભીર ચર્ચા કરતાં નીકળતાં જોયાં ને એ બેયનાં ચહેરા જાણે કશું ચડભડ થઈ હોય એવાં ભાવની ચાડી ખાઈ રહ્યાં હતાં.

ડૉ.સરૈયા અને મીનાબહેન પણ જે હજું હમણાં બે ત્રણ દિવસ પહેલાંજ અનિકેત ને પ્રણાલીની નિકટતા બાબતે ખુશી ખુશી જાણે સંમત હતાં , તો પ્રણાલી પણખુબ ખુશ હતી કે ડેડ અને મોમ બન્ને મારી ખુશીઓ માટે મને ગમતું બધું કરવા તૈયાર છે . પણ હવે ..પરિસ્થિતીએ કરવટ બદલી હતી ને કોણ જાણે કેમ ડૉ.સરૈયા હજું ડૉ.વિશાલ અનિકેતની બિમારી બાબતે કશું ચોક્કસ નિદાન કરે એ પહેલાં જાણે અનિકેત એકદમ સીરીયસ HIV +ve નો દરદી છે જ એમ માની ચૂક્યા હતા ... એમણે અશ્ફાક અને અનિકેતનાં સંબંધ વિશે ગહેરાઈથી વિચારવાનું શરુ કરી દીધું હતું એક જવાબદાર ડૉક્ટર પર એક ચિંતાતૂર બાપ હાવી થઇ ચૂક્યો હતો .

આ ચોવીસ કલાકમાં તો મીનાબહેન કે જેમને અનિકેત એની મમ્મી કરતાં વિશેષ માનતો એ પણ હવે અનિકેત બાબતે એકદમ રુક્ષ વલણ ધરાવતાં થઈ ગયા હતાં ને એમણે આજે ટીફીન પણ મહારાજને એમ કહીને બનાવડાવ્યું કે "પોતાનાં એ પોતાનાં ને ઘરનાં એ ઘરનાં... આપણે આપણામાંથી ઉંચા નથી આવતા ને બીજાનું કેટલું કરીએ , તમારે તમને ઠીક લાગે એમ બનાવી ટીફીન ભરીને ડ્રાઈવર સાથે મોકલાવી દો.."

.."અને હું સાહેબને કહું છું કે કાલથી એને ખાવાની વ્યવસ્થા હોસ્પિટલમાં જે વ્યવસ્થા હોય છે એમાંથી કરવા કહી દે...મારે પણ જુઓ ને કેટલાં કામ હોય છે એમાં આ ઝંઝટ કોણ કરે..?" "શું ખબર એનાં માં-બાપ કેવાં છે સગા દીકરાની એમને કશી જ નથી પડી તો આપણે તો દૂરનાં રહ્યાં... એ વળી આપણો શું લાગે ?...!!"

--અનિકેતને એમ હતું કે ડૉ.વિશાલ કશું કહેવા કે એની ટ્રીટમેન્ટ બાબતે એને માહિતગાર કરવા એના રુમમાં જરુર આવશે પણ એમ ન બન્યું અને તરત એણે નિર્ણય લીધો કે આજે તો ડેડ અને મોમ બેયની સાથે વાત કરવીજ પડશે . એણે તરત મોબાઈલ ચાર્જિંગમાં મુક્યો હતો તે ચાર્જરનાં વાયર સાથે જ મમ્માને ફોન જોડ્યો....ઘણી બધી રીંગ વાગતી રહી ને તે બબડ્યો...

"પ્લીઝ મમ્મા પ્લીઝ જલદી ફોન ઉઠાવ"

ને સામે છેડેથી એકદમ અવાજ આવ્યો...
" હાય અની માય સન, ટેલ મી ...હાઉ આર યુ..."

ને અનિકેત ભારતી મોમનો અવાજ સાંભળતાંજ એકદમ ડુમો ભરાયો હોય એવા સાદે બોલ્યો...
" મમ્મા પ્લીઝ મારે તને મળીને ઘણી વાતો કરવી છે હું હોસ્પિટલમાં છું,મને ઠીક નથી લાગતું ,પ્લીઝ તું જલદી અહીં આવી જાને "
ને તરત સામેથી ભારતી બોલી " ડોન્ટ બી સીલી માય સન્..ટેલ મી વોટ હેપન્ડ્"
અનિકેત તરત બોલ્યો

" મમ્મા મેં ક્યારેય તારી પાસે કશુ માગ્યું નથી પણ એકવાર તું મને મળવા નહીં આવી શકે ? પ્લીઝ"
"અની...પ્લીઝ તું મને સમજ , આઈ એમ નાવ વેરી બીઝી ઇન માય લાઈફ , આઈ ડોન્ટ હેવ ટાઈમ ટુ હીયર ઇફ ઇટ ઈઝ નોટ વર્ક રીલેટેડ ,એન્ડ યુ આર નાવ રીસ્પોન્સીબલ પર્સન"
"એટ ધીસ એજ યુ શુડ નોટ નીડ એની વન નાઉ" "ઇફ યુ નીડ મની ,ટેલ ધેમ નોટ ટુ વરી એબાઉટ ધ મની, ગેટ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ "
"મમ્મા તું સમજ મને તારી જરુર છે પૈસા મારી પાસે પૂરતાં છે , બસ તું અહી આવી જા" અનિકેત જાણે કગરતો હોય એમજ બોલ્યો...
"નો અનિ , એ નહીં બની શકે, સો...પ્લીઝ ટેક કેર ઓફ યોર હેલ્થ, ને કશું પણ જરુર હોય તો જણાવતાં ખચકાઈશ નહીં...ઓ.કે..ચાલ મારે કામ પર જવાનું મોડું થઈ રહ્યું છે...બાય.."
-અનિકેત સાવ નિરાશ થઈ ગયો પણ એને હજું એનાં ડેડ હરિવદન પંડ્યા ઉપર ભરોસો હતો, એ વ્યક્તિને એ જાણતો હતો કે તે એક ભરોસાપાત્ર પતિ ઉપરાંત જવાબદાર બાપ હોવાનાં બધાં ગુણ ધરાવતાં હતાં પણ મોમ ભારતીનાં સ્વચ્છંદી પ્રકારનાં વિચારો અને હરકતોએ એમને તોડી નાંખ્યાં હતો અને એ કારણેજ બેય જણનો વૈવાહીક સંબંધ વધારે નભી શક્યો ન હતો કારણ એમાં વધુ પડતો વાંક તો ભારતીનો હતો, હરિવદન માનતો કે ભારતીમાં થોડા પણ ભારતિયપણાનાં સંસ્કાર હશે ને હોવા જોઈએ પણ એની એ આશા સાવ ઠગારી નીવડી હતી. હરિવદન પંડ્યા ભારતીથી છુટ્ટા પડ્યા બાદ સાવ એકલોજ હતો ને લગભગ એકલતાને એણે સાથી માની લીધેલ હતી.
અનિકેતે તરત ડેડને ફોન લગાડ્યો ....બે જ રીંગ વાગી હતી ને તેને તરતજ સામે ફટાક કરતો અવાજ સંભળાયો ...

"બોલ બેટા..જય શ્રી કૃષ્ણ , કેમ છે તું ? ને કેમ આમ અચાનક મને યાદ કર્યો ? બધું ઠીક તો છે ને?"...

અનિકેતનું મોં ડેડનો અવાજ સાંભળીને ખીલી ઉઠ્યું...એણે તરત જવાબ આપ્યો...
.."ડેડ હું એકલો પડી ગયો છું .પ્લીઝ હેલ્પ મી આઉટ ..મને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે ને કશું સીરીયસ હોય એમ મને જણાઈ રહ્યું છે"

"કેમ ? શું થયું અનિકેત, આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ યુ નીડ્ મી, એન્ડ આઈ ઓલ્સો નીડ યુ ..બટ આઈ જસ્ટ હેડ પ્રોસ્ટેટ સર્જરી કપલ ઓફ ડેઝ એગો ...આ કારણથી હું નહીં આવી શકું .... મને ખબર છે મારે તારી પાસે રહેવું જોઈએ પણ જો ને બેટા હું અત્યારે હેલ્પલેસ છું ને મને ટ્રાવેલ કરવાની ડોક્ટરે ના કહી છે"

"પણ બેટા તેં ભારતીને વાત કરી ?" હરીવદને પૂછ્યું...
"હા, ડેડ પણ મમ્માને આવી કોઈ વાતમાં રસ નથી એ તો એનાંમાંજ ડૂબેલી છે" અનિકેતે કહ્યું ...
"બેટા , અનિ કશો વાંધો નહીં હું જેવો સારો થઈશ એટલે તરત ઇન્ડીયા આવું છું તું જરાય ઓછું ન લાવીશ અને તારી ટ્રીટમેન્ટ બાબતે મને વિગતે જાણ કરતો રહેજે, સૌ સારા વાના થશે ,મારો કાળીયો ઠાકોર તારી રક્ષા કરશે ,તું ચિંતા ન કરીશ."
"ઓ.કે અનિ બેટા ...કશું કામ હોય તો જણાવ " હરિવદને કહ્યું..
"ના ડેડ હવે મને ભરોસો છે કે ભગવાન સારુ જ કરશે...ને તમારા સાથે વાત કર્યા બાદ મને ખૂબ સારું લાગ્યું ....પણ ડેડ ..તમે પણ તમારી હેલ્થનો ખ્યાલ રાખજો.." અનિ બોલ્યો..
"હા, બેટા હું તારા કોન્ટેક્ટમાં રહીશ ...મને લાગે છે મારો અનિ મને ખૂબ મીસ કરી રહ્યો છે...પણ જો ને મારી હાલત !! તું સમજી શકે છે ને..." હરિવદન બોલ્યા..
"હા ડેડ હું સમજું છું ને હું તમને નિયમિત ફોન કરતો રહીશ ઓ.કે બાય ડેડ.. " અનિ બોલ્યો..
"બાય માય સન, જય શ્રી કૃષ્ણ" ને ફોન કટ થયો....

અચાનક ડાબા હાથમાં લાગેલી ઇન્ટ્રાવેનસની સોય , હાથ હલતા સાથે ચૂભી .."ઓહ માં .." અનિકેતથી બોલાઈ ગયું ..

માં ..ક્યાં હતી ? ..ભારતીમાં ...? ...મીના આંટીમાં ...?...ટિફિનનો ખાલી ડબ્બો , માંના પ્રેમ વગરની ખાલી જિંદગી ...સોયથી પણ વધુ ઘેરી ચૂભન દિલને ચીરતી હોય એમ ઉઠી ગઈ ...!!

આંસુના બે ટીપાં ,બેડના હેડ બોર્ડને અઢેલીને બેઠેલા અનિકેતની જમણી હથેળીની એક ચોક્કસ હસ્ત રેખા પર પડીને એને ધૂંધળી કરી રહ્યાં ...!!!