aefil tavr Kirti Trambadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

aefil tavr

ઍફીલ ટાવર

આ માળખાનું બાંધકામ ૧૮૮૭ અને ૧૮૮૯ વચ્ચે એક્સપોઝીશન યુનેવર્સલ (૧૮૮૯),એક વૈશ્વીક મેળાના પ્રવેશ દ્વાર તરીકે શરૂ થયું. આ મેળો ફ્રેન્ચ ક્રાંતિની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે આયોજવામાં આવ્યો હતો. ઍફીલે શરૂઆતમાં, ૧૮૮૮ના વૈશ્વીક પ્રદર્શન સમયે, ટાવર બર્સેલોનામાં બંધવાની યોજના ઘડી હતી પણ બાર્સેલોનાના સીટી હૉલના પદાઅધિકારીઓને તે બાંધકામ ખૂબ વિચિત્ર અને ખર્ચાળ અને તે શહેરની રચનાને પ્રતિકુળ લાગ્યું. બાર્સેલોનાના પ્રતિનિધી સભા દ્વારા પ્રસ્તાવ ના અસ્વીકાર પછી ઍફીલે તે પ્રસ્તાવ પૅરિસના યુનિવર્સલ એક્સિબિશન (વૈશ્વીક મેળો) ના વ્યવસ્થાપકો સમક્ષ મૂક્યો, જ્યાં એક વર્ષ પછી તેણે ૧૮૮૯માં બાંધકામ શરૂ કર્યું.

આ ટાવરનું ઉદઘાટન ૩૧ માર્ચ ૧૮૮૯ના થયું અને તેને ૬મે ના ખુલ્લો મુકવામાં આવ્યો. ૩૦૦ કામદારોએ ૧૮૦૩૮ પુડ્ડલ આયર્નના(સૌથી વિશુદ્ધ બાંધકામનું લોખંડ) ભાગો અને લગભગ ૫ લાખ રીવૅટ વાપરીને મુરીસ કૉચ્લીનની સ્ટ્રક્ચરલ ડીઝાઇન અનુસાર જોડીને આ ટાવરને મૂર્ત રૂપ આપ્યું. આજના બહુમાળી ઇમારતોથી વિપરીત આ ટાવરમાં નીચેના બે સ્તરોને છોડીને વચમાં કોઇ પ્લેટફોર્મ આદિ ન હોતાં અકસ્માતનો ભય ખૂબ જ હતો. પરંતુ ઍફીલે સુચવેલ ગાર્ડ રેઇલ ચલિત સ્ટેજ જાળી આદિને લીધે સમગ્ર બાઁધકામ દરમ્યાન માત્ર એક જ માણસનું મૃત્યુ થયું.

જ્યારે ટાવર બંધાયું ત્યારે તે લોકોની અપાર નિંદાનો ભોગ બન્યો. ઘણાએ તેને આંખમાંનુ કણું કહ્યો. પૅરીસના કલા સમીક્ષકોના ક્રોધીત પત્રોથી છાપાંઓ ભરાયેલા હતાં. ૧૮૯૨માઁ સંયુક્ત રાજ્યોની સરકારી પ્રેસના પ્રકાશન “પૅરીસ પ્રદર્શન સીવીલ એંજીનીયરીંગ, પબ્લીક વર્કસ અને વાસ્તુકલા” માં વિલિયમ વૉટ્સને વિસ્તારથી લખ્યું કે :વીસ વર્ષો સુધી આપણે સદીઓમાં રચાતી અસાધારણ રચનાને, લોખંડની પટ્ટીઓ અને રીવૅટ જોડીને બનેલો કાળા ખૂંટાની જેમ આખા શહેર પર પડછાયો પાડતા જોઇશું. આ કાગળ પર સહી કરનારામાં મેસ્સોનીઅર, ગુનોડ, ગેરોમ, બુગિરીઉ અને દુમસ શામિલ હતાં.

નવલકથાકાર ગાય દ મુપાસાન્ત, આ ટાવરને નફરત કરતો હતો,પણ દરરોજ આ ટાવરના ભોજન ગૃહમાં જ બપોરે જમતો હતો. જ્યારે તેને પૂછવામા આવ્યું તો તે કહેતો કે સમગ્ર પૅરીસમાં તે એક જ જગ્યા હતી જ્યાં તેને ઇમારતો ન દેખાતી. આજે આ ટાવરને માળખાની (સ્ટ્રક્ચરલ આર્ટ) કળાનો ઉત્તમ નમૂનો માનવામાં આવે છે.

ચિત્રપટમાં એક રમૂજી વાત હમેંશા જોવા મળે છે. પૅરીસના ઘર જે ફીલ્મોમાં બતાવાય છે તેની બારીમાંથી ઍફીલ ટાવર અચૂક દેખાય છે. હકીકતમાં એવું નથી. શહેરના બાંધકામના ક્ષેત્રિય નિયમોને આધિન ઊંચાઈ પર પ્રતિબંધ છે. જેથી કોઈપણ મકાનની ઊંચાઈ સાત માળથી ઊંચી નથી. આને લીધે અમુક જ ઊમ્ચા મકાનની બારીમાંથી ઍફીલ ટાવરનું સંપૂર્ણ દ્રશ્ય દેખાય છે.

ઍફીલ ટાવરને માત્ર ૨૦ વર્ષ જ ઊભા રહેવાની પરવાનગી હતી, તે અનુસાર ૧૯૦૯માં તેને તોડી પાડવો જોઈતો હતો, જ્યારે તેની માલિકી પૅરીસ શહેરની થઈ ગઈ હતી. પ્રશાશનની યોજના તો તેને તોડી પાડવાની હતી તેથી જ તો સ્પર્ધાની શરત હતી કે તે સહેલાઈથી જૂદુ પાડી શકાય તેવું હોવું જોઈએ. પરંતુ સંદેશવ્યવહાર ની દ્રષ્ટીએ આ ટાવર ખૂબ મૂલ્યવાન સાબિત થયું હતું,આથી તેની પરમીટ અવધિ પછી પણ તેને બન્યા રહેવાની પરવાનગી મળી હતી.

માર્નેની પ્રથમ લડાઈમાં સેનાએ તેનો ઉપયોગ પૅરીસની ટેક્સીઓને સીમા સુધી મોકલવમાં કર્યો આથી તે લડાઈનું વિજય સ્મારક સમાન બની રહ્યો.

જ્યારે ટાવરનું બાંધકામ શરૂ થયું ત્યારે તેનો સાહસી આકાર જોઈને ઘણાં લોકો આશ્ચર્ય પામ્યાં હતાં. શરુઆતમાં ઍફીલ ટાવરની કોઈકે એન્જીનીયરીંગને અવગણીને તેને કળાત્મક બનાવવા બદલ તો કોઈકે તેની અકળાત્મકતા કે કદરૂપતા બદ્દલ તેની નિંદા કરી. ઍફીલ અને તેના એન્જીનિયરો, પુલ બાંધકામના ક્ષેત્રે અગ્રણી હોવાથી તેમેને હવાના દબાણની અસરોનો અંદાજો તો હતો જ, તેઓ જાણતા હતાં કે જો તેમણે વિશ્વનું સૌથી ઊંચો મિનાર બનાવવો હોય તો તેમણે તે તકેદારી રાખવી જ રહી કે તે હવાના દબાણ કે પવનના માર ને સહી શકે.

વર્તમાન પત્ર 'લે ટેમ્પ્સ'ને આપેલ એક મુલાકાતમાં ઍફીલે કહ્યું: " કે હવે કયા મુદ્દાને મેં ટાવરનો આકાર નક્કી કરવામાં પ્રાધાન્ય આપ્યું? તો તે છે, હવાનો અવરોધ. તો પછી, ટાવરની બાહરની વક્ર ધારનો આકાર જેટલી સૂત્રો દ્વારા હોવી જોઈએ તેટલી જ વક્ર બનાવવામં આવી છે (...) તે ટાવરની મજબૂતાઈ અને સુંદરતા બનેંને ન્યાય આપશે અને તે દર્શક્ની આંખોને તેની સાહસિક્ રચનાનો ચિતાર પણ આપશે. - ફ્રેંચ્ વર્તમન પત્ર "લા તેમ્પ્સ"ના ૧૪ ફેબ્રુઆરી ૧૮૮૭ માંથી. “હવે શું મેં ટાવરનો ડિઝાઇન પ્રાથમિક ચિંતા આપ્યું? તે . વેલ પછી! હું માને છે કે સ્મારક ચાર બાહ્ય ધાર વળાંક છે, કે જે ગાણિતિક ગણતરી અસર તે પ્રયત્ન કરીશું માટે નિરીક્ષક નીડરતા આંખો ઉઘાડી કરશે, તાકાત અને સુંદરતા એક મહાન છાપ આપશે સમગ્ર ડિઝાઇન .”

ફ્રેન્ચ અખબાર -translated લે temps 14 ફેબ્રુઆરી 1887

આમ ટાવરનો આકાર હવાના પ્રતિરોધને લક્ષ્યમા લઈને ગણીતીય સૂત્રોના આધાર પર નક્કી કરવામાં આવ્યો હતો. આ ગણિતીય સૂત્રની ઘણી થિયરી તેના પછીના વર્ષોમાં બતાવવામાં આવી. છેલ્લામાં છેલ્લી થિયરી અરૈખીક સામુહીક વૈવિધ્ય સૂત્ર integral ટાવરના કોઈ પણ એક સ્થળે વતા હવાના દબાણને ટાવરના અન્ય ભાગોમાં ઉત્પન્ન થતા તનાવ દ્વારા સમતોલ કરવા પર આધારિત છે.

આ ટાવરનો આકાર પરિગુણીક વક્ર છે. જો તેના આકારને ધ્યાન પૂર્વક દોરવામાં આવે તો સમજાય છે કે તે ખરેખર બે પરિગુણીક વક્રોથી બનેલ છે. નીચેનો ભાગ અવરોધ સામે વધુ અડીખમ બનાવાયો છે

૧૦ સપ્ટેમ્બર ૧૮૮૯ન દિવસે, અહીંની મુલાકાત લીધી. તેણે અભિપ્રાય પુસ્તિકામાં નીચે મુજબ લખ્યું - પ્રતિ શ્રી એમ ઍફીલ, આધુનીક ઈજનેરીનું ઉદાહરણ સમાન આવું વિશાળ અને મૌલિક બાંધકામ કરવા બદલ- એક એવી વ્યક્તિ તરફથી, જેને બૉન ડ્યુ સહિત વિશ્વના દરેક ઈજનેર પર માન છે- થોમસ ઍડીસન.

સંત-ફાધર થીઓડેર વુલ્ફએ ૧૯૧૦માં ટાવરની ટોચે અને પગે વિકીરિત શક્તિના મોજાંનું અવલોકન કર્યું અને શોધ્યું કે ટોચ પર તે ધાર્યાં કરતાં ઘણી વધુ હતી અને તે શોધની આધારે આજના કોસ્મીક કિરણોની શોધ થઈ.

૪ ફેબ્રુઆરી ૧૯૧૨ન દિવસે ઑસ્ટ્રીયન દરજી પોતાના હાથે સીવેલા પેરાશૂટ પહેરી ૬૦ મીટરની ઊંચાઈએથી કૂદકો મારતાં મરણ પામ્યો.

૧૯૨૫માં કોન કલાકાર વિક્ટર લસ્ટીંગે બે ભિન્ન પણ સંબધિત ઘટનામાં ટાવરને ભંગારમાં વેચી દીધો.

૧૯૩૦માં, ન્યુયોર્કના ક્રિસલર ટાવરના બાંધકામથી તેનું વિશ્વની સૌથી ઊંચી ઇમારત હોવાનું માન જતું રહ્યું.

૧૯૨૫થી ૧૯૩૪ સુધી ટાવરની ચારમાંથી ત્રણ તરફ સિટ્રોનની પ્રકાશીય ચિન્હ મૂકાયું આમ તે સમયે તે વિશ્વનું સૌથી ઊંચુ જાહેરાતીય સ્થળ બન્યું.

૧૯૪૦માં નાઝીઓ દ્વારા પૅરીસ પર કબ્જો કરતાં ફ્રેંચો દ્વારા લીફ્ટના દોરડાં કાપી નાખવામાં આવ્યાં જેથી એડોલ્ફ હીટલરને ઉપર ચડીને જવું પડે. યુદ્ધને લીધે તેને સમારકામ કરવાના ભાગો તે સમયે મળવા અશક્ય હતાં. જર્મન સૈનિકોને સ્વસ્તિક ફરકાવવા ઉપર ચડીને જવું પડ્યું. તે ધ્વજ એટલો મોટો હતો કે અમુક કલાકોમાં જ તે ઊડી ગયો. તેને સ્થાને નાનો ધ્વજ લગાવવામાં આવ્યો. પૅરીસની મુલાકાત સમયે હીટલરે નીચેથી જ તેને જોવાનું પસંદ કર્યું એમ કહેવાય છે કે હીટલર પૅરીસ જીતી શક્યો પણ ઍફીલ ટાવરને જીતી ન શક્યો.

જર્મન તબા સમયે એક ફ્રેંચ નાગરિક ઉપર ચઢીને ફ્રેંચ ધ્વજ ફરકાવવા ઉપર ચઢ્યો. ઑગસ્ટ ૧૯૪૪ન દિવસે જ્યારે મિત્ર રાષ્ટ્રો પૅરીસની નજીક પહોંચ્યા ત્યારે હીટલેરે તેના પૅરીસના સૈનિક અધિપતિને ઍફીલ ટાવર તોડીને પૅરીસને ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો જેનો તેણે અનાદર કર્યો. મિત્ર રાષ્ટ્રોના પૅરીસ પર પુન: સત્તા સ્થાપના પછીના અમુક કલાકોમાં જ લીફ્ટોએ સામાન્ય કામ શરૂ કરી દીધું હતું.

૧૯૫૬, જાન્યૂઆરી ૩, આગ દ્વારા ટાવરની ટોચને નુકશાન થયું.

૧૯૫૭માં અત્યારે છે તે રેડીયો એંટેના ટોચ પર ઉમેરવામાં આવ્યો.

૧૯૮૦માં ટાવરના મધ્ય ભાગમાં આવેલ ખાદ્ય ગૃહ અને તેને આધાર આપતું માળખાને તોડી પાડવામાં આવ્યો. આને જોહન ઓનોરીયો અને ડેનિયલ બોન્નોટ દ્વારા ખરીદીને ન્યૂ ઓર્લીન્સ લ્યૂસિનિયામાં સેંટ ચાર્લસ એવેન્યૂમાં પુન: પ્રસ્થાપિત કરવામાં આવ્યો. તેને ટુર ઍફીલ રેસ્ટોરંટ એવું નામ અપાયું. આ રેસ્ટોરંટને ઍટલાંટીકમાં આગબોટ દ્વારા વહન કરી તેના ૧૧૦૦૦ ટુકડા જોડીને બનાવામાં આવ્યો.

૩૧ માર્ચ ૧૯૮૪ના દિવસે રોબર્ટ મોરિઆર્ટિએ તેની કમાનમાંથી બીચક્રાફ્ટ બોનાંઝા ઉડાડ્યું.

૧૯૮૫માં બનેલી જૅમ્સ બૉન્ડ પર આધારીત સાહસ રોમાંચ ફીલ્મ માં અભિનેતા સર રોજર મૂર દ્વારા (જૅમ્સ બૉન્ડના પાત્રમાં) અભિનેત્રી ગ્રેસ જોન્સ નો (મૅ ડેનોના પાત્રમાં) પીછો ઍફીલ ટાવરમાં કરાતો બતાવવામાં આવ્યો છે. ત્યાંથી બચવા તેણી પૅરાશૂટનો ઉપયોગ કરે છે.આ ફીલ્મની થીમ ટ્યુનના વીડીયોમાં સંગીત ટોળી ડુરાન ડુરાન ટાવરની પાશ્ચાત્ય ભૂમિમાં ફીલ્માંકન થયું હતું. તેથી ૨૦ વર્ષ પહેલાં બનેલ બૉન્ડ ફીલ્મ 'થંડરબૉલ' (૧૯૬૫) ટાવરના દ્રષ્હ્યનો ખલનાયકી ચિન્હ રૂપે કરાયો હતો.જેમાં એડોલ્ફો સેલી લાર્ગો નામના ખલનાયકની ભૂમિકા ભજવે છે.

૧૯૮૭માં એ જે હેક્કેટે પોતાની મદદ વડે સંશોધિત નવા દોરડાનો પ્રયોગ કરીને ટાવર પરથી બન્જી જમ્પ નો પ્રયાસ કર્યો. તેની તુરંત બાદ પૅરીસ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી.

૧૪ જુલાઈ ૧૯૯૫ના દિવસે, બૅસ્ટીલ ડે, ફ્રેન્ચ સંગીતકાર એ યુનેસ્કોની મદદ માટે ટાવર પર કાર્યક્રમ આપ્યો. આ મફત કાર્યક્રમ ૧૫ લાખ માણસોએ કામ્પ દ માર્સને પૂરો ભરીને માણ્યો. આ કાર્યક્રમમાં ટાવર પર પ્રકાશની રમઝટ અને આતશબાજી કરાઈ હતી. તેના ત્રણ વર્ષ પછી ફરી તે સંગીતકાર વધુ નૃત્ય અને સંગીત સાથે ફરી ત્યાં કાર્યક્રમ કર્યો.

૧૯૯૯ના નવા વર્ષની સંધ્યાએ ઍફીલ ટાવર સહસ્ત્રાબ્દી ઊજવણીનો યજમાન બન્યો. ટાવરની સંપૂર્ણ લંબાઈ પરથી આતશબાજી કરાઈ. પ્રથમ સ્તર ઉપર આવેલ સંગ્રહાલયમાં આ ઘટનાની યાદ તાજી રખાઈ છે.

૨૦૦૦માં ફ્લેશ લાઈટ અને ૪ ઉચ્ચ શક્તિ શોધ લાઈટને ટાવર પર મુકવામાં આવી. ત્યાર બાદ લાઈટ શૉ એક રાત્રી રોમાંચ બની છે. પૅરીસના રાત્રી આકાશમાં ઍફીલ ટાવર એક દીવાદાંડી બની ગયું છે.

ટાવરના ૨૦૦૦૦૦૦૦૦મા પ્રાવાસીએ ૨૦૦૨મા તેની મુલાકાત લીધી.

૨૨ જુલાઈ ૨૦૦૩ના ૧૯.૨૦ વાગ્યે ટાવરની ટોચ પર આવેલ પ્રસારણ કેંદ્રમાં આગ લાગી. આખા ટાવરને ખાલી કરવામાં આવ્યું, ૪૦ મિનિટમાં આગ બુઝાવાઈ અને કોઈ જાન હાનિ ન હતી થઈ.

૨૦૦૪ની સાલ થી શિયાળામાં અહીં પ્રથમ સ્તર પર હિમપટ તૈયાર કરી સ્કેટીંગ સ્પર્ધાનું આયોજન કરાય છે.

૨૦૦૮ના ઉત્ત્રરાર્ધમાં યુરોપિયન યુનિયનમાં ફ્રેન્ચ પ્રમુખત્વ આવતાં બાર સોનેરી તારાઓને ટાવરના પાયાપર લગાડીને સંપૂર્ણ ટાવરને ભૂરા રંગની રોશનીથી સજાવાયો. તે ઉપરાંત દર કલાકે ૨૦,૦૦૦ ચમકારા કરતાં બલ્બ દ્વારા ટાવરને ચળકાવાતો હતો.