Speechless Words CH.22 Ravi Rajyaguru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Speechless Words CH.22

|| 22 ||

પ્રકરણ 21 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અને દિયા બીજી વખત રાજકોટમાં આવેલા રેસકોર્સના લવગાર્ડનમાં મળે છે. આ મુલાકાતમાં તેમની વચ્ચે અવનવી વાતચિત થાય છે. જેમાં આદિત્ય પોતાની લખેલી ડાયરી જેના પર આધારિત આ સ્ટોરી છે, તે ડાયરી દિયાને વાંચવા આપે છે અને ત્યારે દિયા આદિત્યને પોતાનો મોબાઇલ અને આલ્બમ આપે છે અને સાથોસાથ પોતાના ભાઈ અને પિતાનો પરિચય કરાવે છે. આ સિવાય દિયા આદિત્યને હેત્વીનો પણ પરિચય કરાવે છે. હવે આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

* * * * *

દિયાના જવાની સાથે જ હું પણ બાઇક લઈને ઘરે આવવા નીકળી ગયો પણ રસ્તામાં તો એની એ જ સ્માઇલ આંખ પાછળ તાજી હતી. દિયાના વાળ એની આંખો અને એના નખ રંગેલા પગ. તેના હાથની મોટી મોટી આંગળીઓ બધુ જ. હું કનફ્યુઝ હતો કે શું કહું આ ફિલિંગને આકર્ષણ કે રીયલ લવ ? પરંતુ વધારે કનફ્યુઝ થવા કરતાં મેં ઘરે જવાનું પહેલા વિચાર્યું. ઘરે આવીને સૌથી પહેલા જમી લીધું અને જમવામાં પણ આજે બે રોટલી વધારે ખવાય ગઈ કારણ કે મને તો દિયા જ યાદ આવતી હતી. હું જમીને મારા રૂમમાં ગયો અને અરીસા સામે જઈને ઊભો રહ્યો. મારી વાતો મારી જ સાથે શરૂ થઈ.

“ હું કેવો લાગો છું ? એટલે સારો એમ નહીં હું કેવી રીતે છોકરીને જોવ છું ? દિયા મને બહુ ગમે વાત સાચી છે પણ.. હજુ તો હું એને માંડ બે વખત મળ્યો છું એટલી વારમાં લવ ? ના, ખોટી વાત છે. હું દિયાને પ્રેમ નથી કરતો અને મારે તેના વિશે આવું વિચારે પણ નહીં. ઓકે હવે હું દિયાને મળવા નહીં બોલાવું. ઇટ્સ ઈનફ. હવે હું દિયાને મેસેજ જ કરીશ નો કોલ્સ “, આવું અરીસા સામે બોલીને હું સૂઈ ગયો.

અમારા રાજકોટનો નિયમ છે. અહીંયા લોકો બપોરે 2 થી 5 આરામ જ કરે છે. હું તો મસ્ત આરામ કરીને સાડા પાંચ વાગ્યે ઉઠ્યો. ફટાફટ પહેલા મોબાઇલ જોયો પણ યાર કોઈનો મેસેજ નહોતો. હવે ? મને વિચાર આવ્યો કે દિયા તો સ્વિમિંગમાં ગઈ હોય ક્યાંથી મેસેજ કરે ? થોડો સમય પસાર થયો અને રાત પડી ગઈ. રાત્રે સુવાના સમયે 11 વાગ્યે મેં દિયાને મેસેજ કર્યો.

Me : Hi

Diya : hmm bolo

Me : How’s you

Diya : F9

Me : kem message nay taro ?

Diya : tired now so pachhi vat karu. Gn

હું કઈ બોલું તે પહેલા જ દિયા તો પોતે થાકી ગઈ હોવાનું કહીને સૂઈ ગઈ. હું રાત આખી એ જ વિચારમાં જાગ્યો કે દિયાએ મારી સાથે વાત કેમ ના કરી ? ઉંમર એવી મોટી પણ નહોતી કે હું મારી જાતને મેચ્યોર કહી શકું. આથી બીજા દિવસે ઉઠવામાં પણ મોડુ થયું અને હું પરિણામે કોલેજ મોડો પહોંચ્યો. સરકારી કોલેજમાં ડિપ્લોમા કરીએ તો ટાઈમનું કોઈ ટેન્શન ના હોય પણ હા અમુક અગત્યના લેકચર મીસ થઈ જવાનો ડર હંમેશા રહેતો. આમ છતાં હું કોલેજ પહોંચ્યો પણ આખો દિવસ ભણવામાં બહુ મજા ના આવી. આજે ગ્રુપના બધા જ મિત્રો ફિલ્મ જોવા જવાના હતા. હું ફિલ્મ જોવાનું પ્લાનિંગ થાય એટલે ક્યારેય મીસ ના કરું પણ આજે એ પણ મીસ કર્યું. ડિપ્લોમા એન્જીનિયરીંગ પૂરું થવા આવ્યું હતું. થોડો સમય વધારે પસાર થયો મારે અને દિયા વચ્ચે કોઈ જ વાતચીત નહોતી થતી. હું દરરોજ ઘણા મેસેજ કરતો પણ મને કોઈ રીપ્લાય મળતો નહોતો. ત્યરબાદ મેં એ બધુ છોડીને ભણવામાં ધ્યાન આપવાનું વિચાર્યું કારણ કે મારે છેલ્લા ત્રણ સેમેસ્ટરમાં એક એક બેકલોગ હતા. આથી મારા માટે તેની પરીક્ષામાં પાસ થવું વધારે જરૂરી હતું.

થોડો સમય પસાર થયો અને મારૂ ડિપ્લોમા પૂરું થયું. હવે, આપણા શહેર, રાજ્ય અને દેશનો સૌથી સળગતો પ્રશ્ન નોકરી ક્યાં ? મારે તો ડિગ્રી કરવી હતી. બેચલર્સ કરવું હતું પણ જ્યાં સુધી બેકલોગ્સનું રીઝલ્ટ ના આવે ત્યાં સુધી એક પણ કોલેજ એડમીશન આપવા તૈયાર નહોતી. મારા એક સંબંધીની ઓળખાણથી અંતે મને એક નાનકડી ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં નોકરી મળી. મારો પગાર કઈ જ નક્કી નહોતો. કામ કરો અને પૈસા મળે આવી એક એન્જિનિયરની પરિસ્થિતિ હતી. આ દિવસ હતો જ્યારે મેં સૌથી પહેલી વખત હેત્વી સાથે વાત કરી.

રાજકોટના બસ સ્ટેશનની પાછળ આવેલા એક કોમ્પ્લેક્સના સેલરની ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં હું નોકરી કરતો. આજે કામ બહુ જ હતું, આથી બધુ કામ પતાવી બોસે મને 3 વાગ્યે જમવા માટે છૂટટો કર્યો. હું દુકનમાંથી બહાર આવીને મારી બાઇક પાસે આવ્યો ત્યાં જ મને યાદ આવ્યું કે ઘણા સમયથી દિયાને કોલ નથી કર્યો તો લાવ વાત કરી જોવ કદાચ કોલ રીસીવ કરે તો. ફાઇનલી દિયાએ મારો કોલ રીસીવ કર્યો. અમે થોડીવાર વાતો કરી અને પછી દિયાએ કહ્યું કે તેની સાથે હેત્વી પણ છે અને તેણે ફોન હેત્વીને આપ્યો. પરિણામે આજે મેં હેત્વી સાથે સૌથી પહેલી વાર વાત કરી.

Me : Hi hetvi

Hetvi : Hi Aaditya majama ?

Me : Haa ho, I know you. મેં સ્કૂલના છેલ્લા ફંક્શનમાં મેં તને જોઈ હતી. મને યાદ છે ત્યાં સુધી તે સફેદ ટી – શર્ટ પહેર્યું હતું.

Hetvi : હા, સાચી વાત મેં ફંક્શનમાં સફેદ ટી – શર્ટ જ પહેર્યું હતું.

Me : સારું ચાલ હવે હું ઘરે જાવ છું જમવા પછી વાત કરીએ.

બસ, આટલી વાત કરીને હું ઘરે જમવા જતો રહ્યો. આજે મારે દિયા સાથે વાત થઈ હતી. આથી આખો દિવસ હું ફોર્મમાં હતો. સાંજે ઊઠીને દીવાબત્તી કર્યા બાદ મેં સૌથી પહેલા દિયાને મેસેજ કર્યો. મને સમય બરાબર યાદ છે સાંજે સાડા સાત વાગ્યા હતા. મેં દિયાને મેસેજ કર્યો.

Me : Hi

Diya : Hmm

Me : Arey yaar kaik bol to khara

Diya : Bas swimming pool thi ghare jav chhu auto ma chhu pachhi vat karu ?

Me : Ok listen mari college puri thai gai so ek slam book banavi chhe and I want k tu ema tari entry fill up kare

Diya : Okay kale malie but just five minutes only.

Me : umm okay fine

બસ, અમારે વાત થયા મુજબ બીજા દિવસે ફરીવાર લવ ટેમ્પલની સામેના ગાર્ડનમાં અમે મળ્યા. આ જગ્યા અમારી હોટ ફેવરીટ છે. કારણ કે અહીંયા છોકરા – છોકરીઓ બહુ સારા ફેમીલીના આવે છે અને અહીંયા સિક્યોરિટી પણ સારા છે, જેના લીધે કોઈ છોકરા છોકરીઓને એક બીજા વચ્ચેનું અંતર ઘટાડવાનો અને આડા અવળા ફીઝીકલ રીલેશન બનાવવાનો મોકો જ ના મળતો. આથી ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી સંસ્કૃતિ જેવુ સાફ જણાય આવતું. મને આવા વાતાવરણમાં બહુ આનંદ આવતો કારણ કે હું અને દિયા બન્ને બહુ સારા અને સંસ્કારી કુટુંબમાંથી હતા. આથી અમને ફીઝીકલ રીલેશન બનાવવા, મસ્તી મજાકમાં શારીરિક અડપલાં કરવા અને એવી બધી વાતોમાં અમને રસ નહોતો. હું ગાર્ડનની બેચ પર પણ એનાથી છ થી સાત ફૂટ દૂર બેસતો. કારણ કે મને મારા કરતાં તેની આબરૂ વધુ વ્હાલી હતી. અમે નક્કી કર્યા પ્રમાણે હું સ્લેમ બૂક લઈને ગાર્ડનમાં આવી ગયો હતો અને દિયાને ઘણા ફોન કર્યા પછી કોલેજેથી ડાઇરેક્ટ તે ગાર્ડન આવી ગઈ. આજે દિયાએ મારી સ્લેમબૂક ફીલ કરી અને મને પોતાના નવા ક્લિક કરેલા ફોટોસ બતાવવાનું શરૂ કર્યું.

“ ફેવરીટ સીટી ઈન્ડિયામાં શિમલા અને આ મારો ઓટોગ્રાફ ચાલ કમ્પલીટ થઈ ગઈ. આ જો કાલે મેં અને માધવે ઘરે ફોટોશૂટ કર્યું. અમુક સાડીમાં છે અને અમુક મારા આ ન્યુયોર્કવાળા ગ્રે ટી – શર્ટમાં. કેવા છે ? “, દિયાએ પોતાના ફોનમાં ફોટોસ બતાવતા બતાવતા કહ્યું.

(ફોટોસ જોયા પછી)

“ આ કેમેરામાં ક્લિક કર્યા છે ને ? મસ્ત છે. આ ડ્રેસ ?? “, ફોટોસ જોતાં જોતાં દિયાનો એક સફેદ કલરના ડ્રેસ અને ગુલાબી દુપટ્ટામાં ફોટો મને બહુ જ ગમતા મેં દિયાને પૂછ્યું.

“ હા, મારી પાસે છે જ કેમેરો. મારે એન. સી. સી. ના કારણે બહાર જવાનું થતું હોય તો ત્યાંના ફોટોસ સારા આવે એટલા માટે પપ્પાએ લઈ દીધો છે.

“ વેરી નાઇસ, યાર દિયા મને તારો આ ફોટો બહુ જ ગમ્યો. વ્હાઇટ ડ્રેસ એન્ડ પિન્ક દુપટ્ટાવાળો મસ્ત છે. “, મેં દિયાના એક ફોટોના વખાણ કરતાં કહ્યું.

“ ઓહહો.. સારું હું આ ડ્રેસ કોઈને નહીં આપું તને જ આપીશ બસ ખુશ ? “, દિયાએ હસતાં હસતાં મને કહ્યું.

“ પાકકુ ડન “, એમ કહીને મેં દિયા સાથે હાથ મીલાવ્યો.

“ તારી પાંચ મીનીટ મારી અત્યારે અડધી કલાક થઈ ગઈ છે અને અમારો બ્રેક પણ પૂરો થઈ ગયો હશે તો નીકળીએ ? “, દિયાએ મને પોતાની કાંડા ઘડિયાળમાં જોતાં જોતાં કહ્યું.

“ યાર, ડી... હું તને હવેથી ‘ડી’ કહીને જ બોલાવીશ “, મેં દિયાને તેના શોર્ટ ફોર્મમાં કહ્યું.

“ ના હો, મારા બીજા ઘણા બધા નામ ઓલરેડી છે જ. તું મને દેવ કહી શકે અને તું મને ડીજે કહી શકે છે. “, દિયાએ મને પોતાના બીજા બે નામથી બોલાવવા કહ્યું.

“ ના આઈ લાઈક ‘ડી’ “, મેં કહ્યું. હજુ હું થોડું આગળ બોલું એ પહેલા જ.

“ હેં ? ? “, દિયાએ આંખો મોટી કરતાં પૂછ્યું.

“ આઈ મીન આઈ લાઈક યોર નેમ ‘ડી’ બસ “, મેં દિયાને કહ્યું.

“ હશે ચાલો હવે નીકળીએ ? “, દિયાએ ફરીવાર નીકળવા માટે મને પુછ્યું.

“ ઓકે ચાલો “, બસ આટલું કહીને અમે ત્યાંથી પોતપોતાના રસ્તે નીકળ્યા.

હું એક દમ ખુશ હતો કારણ કે મને એમ હતું કે આજથી હું દિયા સાથે દરરોજ રાતે મેસેજમાં વાત કરીશ. ધીમે ધીમે હું દિયાને સમજીશ અને દિયાને પણ મને સમજવાનો મોકો આપીશ. આવું વિચારતા વિચારતા હું ઘરે આવી ગયો. સાંજે મેં દિયાને મેસેજ કર્યો.

Me : Hi D

(No Reply)

Me : Hi Diya

(No Reply)

[ એક અઠવાડીયા પછી ]

Me : Hi Diya, yaar ketla divso thaya have to reply kar (9 pm)

(Again No Reply)

Me : Hello yaar kaik to bol message pan delievered thay chhe but you are not replying yaar shu thayu ? (10:30 pm)

Diya : hmm

Me : What hmm why are you behaving like this ?

Diya : Bas em j

Me : Ok just go away bye forever

Diya : Ok bye and delete my all pics too whatever you downloaded.

Me : Yaa ok I don’t have anyone don’t worry

મારી જિંદગીનો ફરી એકવાર આ સૌથી ખરાબ દિવસ હશે કે જ્યારે હું દિયાથી છુટ્ટો પડ્યો. પરંતુ દુ:ખ તો મને એક જ વાતનું હતું કે જ્યારે મેં તેને bye ફોરેવર કહ્યું ત્યારે તેણે તેનું કારણ પણ ના પૂછ્યું. મને આટલી બધી નફરત કેમ ? મેં તો એની સાથે એટલી બધી વાત પણ નહોતી કરી આમ છતાં ? શું દિયાને કોઈ બીજો છોકરો મળી ગયો હશે ? હા, તેને સ્વિમિંગમાં તો બહુ મોટું ગ્રુપ છે તો તેમાંથી જ કોઈ હોવું જોઈએ. આવા તો કેટલા બધા વિચારોએ મગજમાં ઘોડા દોડાવવાનું શરૂ કર્યું. રાતોની નીંદર હરામ બની ગઈ અને દિલ દુ:ખી થઈ ગયું. ફરીવાર મેં અરીસા સામે બેસીને નિરાતે વિચાર્યું,

“ દિયામાં મને શું ગમતું હતું ? દિયાની આંખ, દિયાના પગ, તેના હાથની આંગળીઓ, તેની સાડા પાંચ ફૂટ ઊંચાઈ, તેના ગુલાબની પાંદડી જેવા કોમળ હોઠ. બસ ? પૂરું ? શું મેં ક્યારેય દિયાના સ્વભાવ વિશે વિચાર્યું છે ? દિયાના વિચારો વિશે વિચાર્યું છે ? શું મારા વિચાર તેના વિચાર સાથે સહમત થઈ શકે એમ છે ? દિયાનું કુટુંબ કેવું છે ? શું હું તેના કુટુંબને જોઈએ એવો જ છોકરો છું ? “

આવા બધા વિચાર આવવાની સાથે મગજમાં બીજો વિચાર ફ્રી માં આવ્યો અને તે હતો ‘મેચ્યોરિટી’. હા, મને આટલા સરસ વિચાર આવ્યા કારણ કે મને હવે ગર્લફ્રેન્ડ નહીં એનાથી કઈક ઉપર જોઈએ છે. મને વાઈફ બનાવવાના વિચાર આવ્યા. આથી હું મોટો થઈ ગયો હોવાનું લાગ્યું. પહેલા મને કોઈ છોકરીનુ માત્ર શારીરિક આકર્ષણ હતું તો આ સ્વભાવનો પ્રશ્ન મને થયો. કારણ કે મને દિયાનો સ્વભાવ જાણવાની જિજ્ઞાસા થઈ. પરિણામે દિયાને મેસેજ કરવાનું મેં સાવ બંધ કર્યું અને એવું વિચારી લીધું કે દિયા મારા માટે નથી. તેના લેવલને હું પહોંચી શકું એમ પણ નથી. દિયા નેશનલ સ્વિમરની હરોળમાં છે અને હું એક ડિપ્લોમાના ત્રણ બેકલોગ્સ ધરાવતો સરકારી કોલેજનો સૌથી ખરાબ એન્જિનિયર કે જેને ટેકનિકલ કઈ જ ખબર નથી પડતી આથી તેને કોઈ કંપની નહીં પરંતુ એક સામાન્ય દુકાનવાળાએ પોતાને ત્યાં સેલ્સમેનમાં રાખ્યો છે. મને મારા પ્રત્યે જ નફરત થઈ ગઈ હતી.

સામાન્ય રીતે પુરુષોમાં મેં આ માર્ક કર્યું છે કે લાઈફના ટર્નિંગ પોઈન્ટ કહેવાય એવા વિચાર ટોઇલેટમાં જ આવે છે. મને પણ વિચાર આવ્યો કે દિયા સાથે તો મારે સંબંધ જ સાવ પૂરા થઈ ગયા છે. હેત્વીને મેં પહેલા ફોનમાં વાત કરેલી તો ચાલ ને હેત્વીને ફેસબુક પર શોધીને તેની સાથે વાત કરું. મારો કોઈ ઇરાદો નહોતો કે હું તેને લવ કરું કે તેની સાથે રિલેશનશીપમાં આવું મેં તો બસ, એક ફ્રેન્ડ બનાવવા હેત્વીને ફ્રેન્ડ રીકવેસ્ટ સેન્ડ કરી. રાત્રે જમ્યા પછી મને સૂતી વખતે ફેસબુક ઓપન કરવાની ટેવ છે. આથી ફેસબુક પર હેત્વીને પણ રીકવેસ્ટ સેન્ડ કરેલી. રીકવેસ્ટ એકસેપ્ટ પણ થઈ ગઈ હતી અને મને હેત્વીનો ફેસબુક પર મેસેજ આવ્યો.

Hetvi : Shu vaat chhe aaje amne tame request mokli ! good.

Me : yaa hows u ?

Hetvi : I am good lets meet.

Me : Ok let’s meet but where ?

Hetvi : Street of Swimming Pool kalawad road and exactly corner of Shraddha Deep Society opposite of BSNL head quarters.

Me : tu mane malva bolave ke mar khava ?

Hetvi : ha ha ha arey tyan koi na hoy so koi mane and tane jove nai etle.

Me : Ok sure malie kale and haa mane tara number aap.

મેં હેત્વીના નંબર લઈને મારા મોબાઇલમાંથી તેને મેસેજ કર્યો અને બસ મારા નંબર તેને પણ મળી ગયા. હું સૂઈ ગયો અને બીજા દિવસે અમે મળ્યા. ક્રમશ:

*****

હવે, શું થશે જ્યારે આદિત્ય અને હેત્વી મળશે ? શું આદિત્ય અને હેત્વી વચ્ચે પ્રેમપ્રકરણ શરૂ થશે ? હેત્વી તો દિયાની બેસ્ટ ફ્રેન્ડ છે તો આ વાત દિયા સુધી તો પહોંચી જ જશે ને ? શું થશે ? મળીએ આવતા પ્રકરણમાં આવતા સોમવારે ત્યાં સુધી આવજો.