ભૂલ Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂલ

ભૂલ

અમદાવાદ એક્ષપ્રેસ ધસમસથી એની મંઝીલ તરફ જતી હતી..ટ્રેન ની જડપ કરતા વધારે જડપથી વાનીતાનું મન દોડતું હતું વનીતા ને મન મા ચેન ના હતુ, આંખો માં નીંદર ન હતી..બસ જાણે ગયા છ વર્ષ ની વાતો માનસ પટલ પર દ્રષ્ય ની જેમ આવતી હતી..એણે વિચારો થી બચવા આંખો જોર થી મીચી લીધી ..પણ વિચારો નાં વેગ કોઇ થી અટકતા નથી...અને બંધ આંખોએ એ વિચારો ને પોતાનાં થી વનીતા ને ઘેરી લીધી..અને એ સકંજા માં થી વનીતા ન જ બચી શકી..એને એમ થયુ કે એ શું સમજી બેઠી હતી ને હકીકત શું હતી..ક્યારેક સંબંધો પણ આપણને એટલા ગુંચવી નાંખે છે ..કે કાંઇ આપણને જ ખબર નથી પડતી..આપણે જ સંબંધોને સમજતા નથી અને જ્યારે સંબંધો બગડી જાય છે ત્યારે પોતાની ભૂલ સમજાય છે

એની સામે આવી ગઈ એ બધી વાતો ..એ એક એક દિવસ જે વીતેલો હતો અને એ એક એક ક્ષણ જે કાકા નાં ઘર માં વિતાવી હતી . વનીતા નાં મમ્મી અને પપ્પા નું અકસ્માત માં મૃત્યુ થયું ત્યારે એ ફકત ૧૨ વર્ષ ની હતી..હવે ઘર માં ફકત એ અને એનાં કાકા જ બચ્યાં હતા..બસ કાકા એ એને બહુ સરસ રીતે સંભાળી કે એને હવે બીજુ કાંઇ જ નહોતુ જોઇતુ..કાકા એનાંથી ૮ વર્ષે મોટાં હતા..પણ જાણે એક દોસ્ત બની ગયાં હતા..એનાં બધાં નિર્ણયો એ જ લેતા હતા..અને કાકા નાં નિર્ણયો એ સ્વીકારી પણ લેતી હતી ..કારણ એને ખબર હતી કે કાકા જે કરશે એ સાચ્ચુ જ હશે..કાકા કાકા કાકા બસ કાકા જ એની જિંદગી હતા..

એક દિવસ સવારે એ ઉઠી ત્યારે એમનાં કોઇ સગા એમનાં ઘરે આવ્યા અને કહેતા ગયાં કે આજે કાકા ને જોવા કોઇ છોકરી વાળા આવવાના હતા ..વનીતા વિચારતી હતી કે એ ભૂલી જ ગઈ હતી કે કાકા નાં જીવન માં કોઈ બીજું પણ આવશે ..વનિતાને એમ હતું કે જાણે જિંદગી આખી એ અને એના કાકા જ ભેગાં રહેવાના હતા..એને ગમ્યું ન હતું પણ તે કાંઇ બોલી ન હતી..

આખરે કાકી આવી જ ગયાં ઘરે...વનિતાને બિલકુલ ગમ્યું જ ન હતુ..હવે કાકા ને એની માટે સમય જ ન હતો...અને એ જ તો નહોતુ ગમતું..પણ કોઇને ક્યાં ખબર હતી કે એના હ્રદય પર શું વિતતી હતી..એને પણ નહોતી ખબર આમ તો..પણ કાંઇક હતુ...થોડાં દિવસો પછી કાકી ને પાછા પગ કરવા એનાં પિયરીયા લેવા આવ્યા..એ મન માં ને મન માં રાજી થતી હતી કે હાશ હવે એ અને કાકા આઠ દિવસ માટે પાછા એકલાં શાંતી થી રહેશે ...

રાતનાં કાકા કામ પરથી આવ્યા ..તેઓ બન્ને સાથે બેસીને જમ્યા..પછી ગાર્ડન માં બેઠા..ત્યારે વાતો ચાલુ હતી..કાકા એ કેટલાં દિવસ પછી બધું પૂછ્યું..વનિતાએ કાકા ને પૂછ્યું હતું કાકા કેટલે વખતે આટલું બધું તમે મને પૂછ્યું..

કાકા એ હસીને કહ્યું "વનીતા તુ સમજે છે ને હવે તુ પણ મોટી થઈ ગઈ છો અને મારી પણ જવાબદારી વધી છે..."

ત્યારે વનીતાથી બોલાઈ ગયુ હતુ કે "તમે લગ્ન કર્યા શું કામ કાકા..હુ હતી ને.."

કાકા જોર થી હસ્યાં .."વનીતા મારી પણ કંઇક જરુરતો હોય ને...હવે તારા કાકી છે ને..એમને તુ બધી તારી વાતો કર એ પણ ખૂશ થાશે"

અને વનીતાથી બોલાઈ ગયુ હતુ.."હુ છુ ને હુ તમારી બધી ઇચ્છા પુરી કરીશ.."

કાકા એક જ ઝટકા થી ઉભા થઈ ગયાં હતા..અને અંદર ચાલ્યા ગયાં હતા...

આખી રાતએ સૂતી ન હતી..અને સવારે જ્યારે એ પોતાનાં રૂમ માં થી બહાર આવી ત્યારે કાકી આવી ગયાં હતા..ખબર ન પડી શું થયું..

પણ હવે નું વાતાવરણ વનિતાને જ ભારી લાગવા મંડ્યું હતુ ..એ કોઈને કાંઇ કહ્યા વગર ઘર છોડી ને નીકળી ગઈ હતી..

એ જ્યારે ઘરે થી નીકળી ત્યારે શું હતુ એની પાસે..કાંઇ જ નહી .ખાલી એક સહેલી નો સાથ. કે જેને લીધે એ મુંબઈ માં આવી હતી..પહેલા બે ત્રણ દિવસ પોતાની સખી સાથે એનાં મામાનાં ઘરે રહી હતી...પછી એક હોસ્ટેલમાં જગ્યા લઈ આપી અને એક જગ્યાએ નોકરી પણ અપાવી..પછી તો ધીરે ધીરે ઓફીસનાં લોકો સાથે દોસ્તી થવા લાગી.. કામ વધારે કરવા લાગી..અને પછી પોતાનું ઘર ભાડા પર લઈ લીધુ..વચમાં ક્યારેક ક્યારેક પોતાની સખી પાસેથી કાકાનાં સમાચાર મેળવી લેતી..એને ખબર પડી હતી કે એનાં કાકા જાણે પાગલ થઈ ગયા હતા. કાકાને વાનીતાની બહુ ફિકર થતી હતી કે વનીતા ક્યાં હશે ? પણ વનિતાએ એની સખીને પોતાના કોઈ પણ સમાચાર આપવા માટે નાં કહ્યું હતું

.કાકાને પણ એમ હતું કે એની આ સખેલી ને વાનીતાની વિષે જાણ હશે એટલે તેઓ કેટલી વાર એની સહેલી પાસે ગયાં હતા પણ ધીરે ધીરે એ પણ બંધ કરી નાખ્યું હતુ અને હવે તો બીમાર જ રહેતા હતા.

વનિતાને એક દિવસ સમાચાર મળ્યા કે કાકા બહુ જ બીમાર છેં..

અને એનેજ બહુ યાદ કરતા હતા..અમદાવાદ આવી ગયું.. હવે આજે પાછું એને એ ઘર માં જવાનું હતુ..

એ બહૂ વાર એકલામાં વિચારતી કે આમાં ભૂલ કોની હતી..પોતાની કે પોતાની ઉમરની..કે જેને લીધે આકર્ષણ થયું હતુ..શું કાકા એને સમજાવત તો એ સમજત નહી ? પણ એણે પણ ક્યાં મોકો આપ્યો હતો કાકા ને સમજાવાનો? અને ઘર છોડી દીધુ હતુ..ઓફીસમાં કેટલા પરીણીત અને કેટલા અપરીણીત લોકો એ એની સાથે સંબંધ બાંધવાની કોશીશ કરી હતી પણ એનાં મગજમાં થી કાકા દૂર જ નહોતા થતા..પણ ઓફિસની એક સહેલી એ એને સમજાવ્યું હતુ કે પ્રેમ શું હોય છે ? અને કાકા સાથેનાં સંબંધમાં ભૂલ એની હતી..

એ ઘરે પહોંચી અને ત્યાં જઈને જોયુ તો કાકા ની હાલત બહુ ખરાબ હતી ..શરીર તો જાણે દેખાતું જ ન હતુ..

અને કાકી રડતા હતા...

એ વનિતાને જોઇને એની પાસે આવ્યા અને કહ્યુ જો વનીતા તારા કાકા છેલ્લાં છ વર્ષ થી આમ જ પીડાય છે ..અને એક જ વાત કહે છે કે મારા ઉછેર માં શું ભૂલ રહી ગઈ હતી...

વનીતા ની આંખોમાં આંસું આવી ગયાં..એ કાકા પાસે ગઈ અને કહ્યું "કાકા ખોટ તમારાં ઉછેર માં નહી પણ મારી માનસીકતા માં હતી મારી ઉમર માં હતી , તમારી કાંઇ જ ભૂલ ન હતી..મને માફ કરી દ્યોં.." અને કાકા એ વનિતાના માથા પર હાથ રાખ્યોં અને છેલ્લો શ્વાસ લીધો...વનીતા વિચારતી હતી રહી કે પોતાની આ ભૂલની કેટલી મોટી સજા કાકા અને કાકી એ ભોગવી હતી .

નીતા કોટેચા "નિત્યા"