વિષ્ણુ મર્ચન્ટ - 16 Chetan Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ્ણુ મર્ચન્ટ - 16

“વિષ્ણુ મર્ચન્ટ”

પ્રકરણ – 16

“આવ સમીર”

“કેમ છો?”

“બસ મજામા, બધુ શાંતિથી પતી ગયુ?”

“હા, બસ આજે ભાઇનો સામાન લેવાજ આવ્યા છીએ”

“ઓ.કે.”

“ભાઇ, તમને કંઇક આપવા માંગતા હતા”

“મને? શુ?”

“ઘડિયાળ છે”

“સ્યુસાઇડ નોટમા લખીને ગયા હતા કે આ ઘડિયાળ તમને આપી દઇએ”

મારી ઘડિયાળ બગડી ગઇ હતી એ જાણતો હતો. મે સપ્રેમ સ્વીકરી લીધી.

સમીર ઊભો થઇને જવા લાગ્યો. મે રોક્યો.

“અશોકે આત્મહત્યા કેમ કરી?”

“હુ જાણતો હતો તમે સવાલ જરૂર પૂછશો, કદાચ અશોકભાઇ પણ જાણતા હતા, કદાચ હુ અહિંયા એટલેજ આવ્યો છુ”

અશોકની જીંદગી

અમારો પરિવાર ખૂબજ ગરીબ હતો. અમે ઝૂંપડપટ્ટીમા જન્મ્યા અને ત્યાજ મોટા થયા. પિતાજી સાયકલ રીક્ષા ચલાવતા હતા. એમની ઇચ્છા હતી કે અમે બંન્ને ભાઇઓ ભણીગણીને આગળ આવીએ કદાચ એટલેજ પિતાજી ઝૂંપડપટ્ટી છોડવા નહોતા માંગતા કારણ કે એ એટલા પૈસા એ અમારા ભણતર પાછળ ખર્ચી શકે.

અશોકભાઇને ભણવામા રસ નહોતો પણ જેમતેમ કરીને ગાડુ ચાલ્યા જતુ હતુ પણ બારમામા નાપાસ થયા. પિતાજીએ ખૂબ માર્યા. હુ વચ્ચે પડેલો એમને બચાવવા. મને પણ બે ત્રણ પડી હતી. અમે બંન્ને બહાર ગયા ત્યારે ભાઇએ મારા ખભા પર હાથ મુકતા કહ્યુ કે સમીર તુ ભણજે, મારી જેમ ના કરતો. પિતાજીને આપણાથી ખૂબજ આશાઓ છે, હુ તો ડફોળ નીકળ્યો પણ મને લાગે છે તુ એમની આશાઓ પર ખરો ઉતરીશ. તુ પૈસાની ચિંતા ના કરતો, હવે તો હુ પણ કમાવાવાળો છુ. હુ તનતોડ મહેનત કરીશ પણ તને ભણાવીશ.

ભાઇ એક કારખાનામા નોકરી લાગી ગયા અને આ બાજુ હુ મન લગાવીને ભણવા લાગ્યો. ખબરજ ના પડી ક્યારે હુ એન્જીનીયર બની ગયો અને ભાઇ ત્યાના ત્યાજ રહી ગયા. કારખાનામા કામ કરી એમના ચહેરાની રંગત જવા લાગી હતી. શરીરનો કસ નીકળી ગયો હતો. 27 ની ઉંમરે એ પાંત્રીસની લાગતી હતા.

હુ એન્જીનીયરીંગના બીજા વર્ષમાં હતો ત્યારથી એમના માટે છોકરી જોવાનુ ચાલતુ હતુ પણ કંઇ મેળ પડતો નહોતો. એમ ને એમ પાંચ વર્ષ ક્યા વીતી ગયા. ઘરમાં ઓલરેડી બધા ભાઇ માટે ચિંતામા હતા એટલામા મે બધાની તકલીફો વધારી દીધી. એ દિવસે ઘરમા મહાયુધ્ધ છેડાઇ ગયુ.

આપણી સામાજીક વ્યવસ્થાનો એક વણલખાયાલો નિયમ છે કે ઘરમા જ્યા સુધી મોટુ કોઇ કુંવારુ હોય ત્યા સુધી નાના ની સગાઇની વાત પણ ના થાય. હુ અને પ્રિયા એકબીજાને ચાહતા હતા. કોલેજ પતી એના છ મહિનામાંજ પ્રિયા મને લગ્ન માટે પ્રેશર કરવા લાગી હતી પણ હુ એક યા બીજુ કારણ ધરી લંબાયા કરતો પણ હવે પ્રિયાનો સંયમ ખૂટવા લાગ્યો. એમા એનો વાંક નહોતો. એના માતા-પિતા આમપણ માંડમાંડ મારી સાથે લગ્ન કરાવવા રાજી થયા હતા.

એ નહોતી ઇચ્છતી કે એના માબાપ વિચાર બદલી નાખે. હુ તો ભારે ઘર્મસંકટમા ફસાયો હતો. શુ કરવુ મને સમજાતુ નહોતુ?

એક રાત્રે એજ વાત પર મારે અને પ્રિયાને જબરદસ્ત ઝઘડો થયો. હુ એને સમજાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે મારા ભાઇની જીંદગી બરબાદ થઇ જશે. ભાઇ એ વખતે ધાબા પરજ હતા, એ અમારી બધી વાતો સાંભળી ગયા.

ભાઇએજ અમારા લગ્ન કરાવી દીધા. ભાઇએ બધાને મનાવી લીધા. મમ્મી ખૂબજ નારાજ થયા કારણ કે મમ્મીને ભાઇ માટે મારા માટે વધારે પ્રેમ હતો. હોયજ કારણ કે ભાઇ અમારા પરીવારના સારા ભવિષ્ય માટે પોતાની જાત સુધ્ધા ઘસી નાખી. આમપણ માને કમજોર સંતાન માટે વધારે સ્નેહ હોય છે. મમ્મીએ છ મહિના સુધી મારી સાથે વાત સુધ્ધા ના કરી.

બે વર્ષ તો બધુ શાંતિથી ચાલ્યુ. ઘીરે ધીરે વાસણ ખખડવા લાગ્યા. એની શરૂઆત થઇ, માર્ચ મહિનો હતો, ઇન્કમટેક્ષ માટે મે બે ત્રણ પોલીસી લીધી હતી એટલે મહિનાના છેલ્લા દિવસોમા થોડી તકલીફ પડી અને ત્યારેજ પ્રિયાએ કપડાની ડિમાન્ડ કરી અને મે આવતા મહિને કહીને ટાળી દીધી. એનુ મન પહેલીવાર નકારાત્મક દિશામા વિચારવા લાગ્યુ. એણે આખરે એ સવાલ પૂછીજ લીધો જેના લીધે મોટા મોટા પરીવારો ભાંગી જાય છે.

“શુ ઘર ચલાવવાની જવાબદારી ખાલી તારીજ છે?”

મને ભણાયો જ એના માટે કે હુ પરીવારનો ભાર મારા ખભા પર લઇ શકુ પણ પ્રિયા અમારામાથી એક નહોતી પણ મારી પત્ની હતી. પ્રિયા એ દિવસોમા અમારી સાથે નહોતી જ્યારે આખા પરીવારે પોતાની બધી જરૂરીયાતોનુ બલીદાન આપીને મને ભણાવ્યા હતો.

હુ એને શુ સમજાવતો કારણ કે એ એની જગ્યાએ સાચી હતી. મારીજ જવાબદારી હતી કે હુ પરીવારની બધીજ જવાબદારી પૂરી કરુ કારણ કે મારા માટે બંન્ને સમાન હતા. મારેજ બધામા સમતોલન બનાવી રાખવાનુ હતુ. એમાજ હુ નીષ્ફળ રહ્યો.

હુ કમાતો થયો ત્યારથી ભાઇ ઘરનુ ખાલી લાઇટબીલજ ભરતા. પહેલા તો મને ખબર નહોતી કે ભાઇ પૈસા ક્યાં વાપરે છે પણ એક દિવસ રાત્રે બે વાગ્યે ભાઇનો ફોન આયો. એમણે મને પોલીસ સ્ટેશન બોલાવ્યો. ભાઇ એક વેશ્યા સાથે પકડાયા હતા. પોલાસને પાંચ હજાર આપીને કેસ પતાવ્યો. એ રાત્રે ના મે ભાઇની આંખમા આંખ માલાવી ના એમને. ના એ કંઇ બોલ્યા ના હુ.

દરેકને વીજાતીય શરીરની ઉષ્માની ખપ હોચ છે. ભાઇ અત્યારે ઉમરના એ પડાવમા હતા જ્યારે જાતીય ઉન્માદો એની ચરમસીમા પર હોય છે.

આ બાજુ હુ સુખી દામ્પત્ય જીવન વીતાવતો હતો તો બીજી બાજુ ભાઇ સારસંભાળ રાખવા વાળુ, એમની વાતા સાંભળવા વાળુ, એમના સુખદુખ વહેંચવાવાળુ કોઇ નહોતુ. હુ અને પ્રિયા બેડરૂમનો દરવાજો બંધ કરીને એકબીજાના બાહુપાશમા સમાઇને સૂઇ જતા જ્યારે ભાઇનુ પડખુ સુનુ હતુ.

મે ભાઇને કહી દીધુ કે તમારે ઘરમા પૈસા આપવાની જરૂર નથી કારણ કે વેશ્યા પાસે જઇ શકે પણ પ્રિયાને હુ કેવીરીતે સમજાવુ. પ્રિયા મારી સાથે ઝઘડવા લાગી. ધીરે ધીરે વાસણ બેડરૂમની બહાર ખખડવા લાગ્યા.

મમ્મીએ હુકમ આપી દીધો કે તુ અને પ્રિયા અલગ થઇ જાઓ. એ દિવસે ઘરમા મહાબારત થયુ કારણ કે પ્રિયાએ એવુ કહી દીધુ કો જો અમે અલગ જઇશુ તો આ ઘરમા એક પણ રૂપિયો આપાશુ નહિ. ખૂબ ચાલ્યુ, ના પ્રિયા ટૂટી ના મમ્મી. ઝઘડીને, થાકીને બધા સૂઇ ગયા. સવારે ઉઠ્યા ત્યારે ભાઇએ સામાન પેક કરીને રાખ્યો હતો.

મમ્મીએ મનાવવાનો ખૂબજ પ્રયત્ન કર્યો. ઘરમા મહાતાંડવ થયો, મમ્મીએ મનભરીને મને અને પ્રિયાને ગાળો દીધી જે એ એક સમયે ઝૂંપડપટ્ટીમા ઝઘડો થાય ત્યારે દેતી હતી. ભાઇએ મમ્મીને મનાવી લીધા. એ દિવસ પછી આજદીન સુધી મમ્મીએ મારી સાથે વાત નથી કરી, એ દિવસ પછી મે પ્રિયા સાથે લગભગ છ મહિના વાત ના કરી, હવે આમતો બધુ થાળે પળી ગયુ પણ મે હજી પ્રિયાને માફ નથી કરી એ પ્રિયા જાણે છે. પ્રિયાએ એકવાર મને ભાઇને પાછા બોલાવાનુ કહ્યુ, હુ ભાઇ પાસે ગયો પણ એમણે પ્રેમથી ના પાડી દીધી.

હુ જાણતો હતો કે ભાઇ કોઇનો સાથ ઝંખતા હતા, કોઇનો પ્રેમ ઝંખતા હતા, કોઇ એવી કોઇ વ્યક્ત ઝંખતા હતા ને ખાલી એમની હોય, એવુ કોઇ ઝંખતા હતા જે એમના સુખ દુખમા ભાગીદાર બને, એમની સાથે પ્રેમભરી વાતો કરે, એમની દેખભાળ રાખે, એ પણ એની દેખભાળ રાખે, બંન્ને પ્રેમભર્યા ઝઘડા કરે, હાથમા હાથ નાંખી કલાકો સુધી બગીચાની છેડે આવેલી બેન્ચ પર મુંગા બેસી રહે, સાંજે એમની રાહ જુએ, ટીફીનમા જમવાનુ વધ્યુ હોય તો ગુસ્સે થાય, જમતા જમતા ઉધરસ આવે તો પાણી આપે, બીમારીમા બળજબરીથી દવા આપે, સાથે ફરવા જાય, ફિલ્મો જોવા જાય, જીંદગીના એ બધા રસ માણે જે એક પરણિત માણસ માણે છે.

પહેલા તો રવિવારે ઘરે આવી જતા ધીરે ધીરે એ પણ બંધ કરી દીધુ. એમનો સ્વભાવ પણ ધીરે ધીરે બદલાવા લાગ્યો. કોઇક વાર ખુશ લાગતા તો કોઇક વાર ખૂબજ ઉદાસ. એમને બે ત્રણ વખત ઘર બદલવા પડ્યા.

પછી તો એવા પણ દિવસો આવ્યા કે મહિનાઓ સુધી એમના કોઇ સમાચાર ના હોય એટલે પપ્પા મને એમના ઘરે મોકલતા. છેલ્લીવાર એ મને મળ્યા તારે એ થોડા વધારે પડતાજ ખૂશ લાગતા હતા બસ પછી એ પછી સીધા એમની મોત ના સમાચાર આવ્યા.

એમની શેરવાની પહેરેલી લાશ જોઇને કોઇપણ અંદાજો લગાવી શકે કે એકલવાયુ જીવન જીવીને એ કેટલા કંટાળી ગયા હતા.

*****

હુ ભાંગી પડ્યો. મને ક્યાંક અશોકમા મારુ ભવિષ્ય દેખાતુ હતુ પણ મારે અશોકના જેમ આત્મહત્યાનો રસ્તો નહોતો અપનાવવો પણ મને ક્યા ખબર હતી કે મારો અંત તો એનાથી પણ ખરાબ આવશે.

મે તરતજ મારી સંકટ સમયની સાંકળ ને યાદ કરી “કોમલ”. કોમલ આવી ગઇ. એ દિવસે મે એને ચૂમી લીધી. એ દિવસે અમારા બે શરીર એક થયા. કોમલ પણ જરા અચંબામા હતી કે હુ કેમ આટલો બદલાઇ ગયો. એણે એ દિવસે પૈસા ના લીધા. મે બળજબરી કરી છતા ના લીધા.

******

મે રસ્તો બદલી લીધો. અશોકનો સાથ છુટ્યા પછી મે જુના ફ્રેન્ડ્સને યાદ કર્યા પણ એ બધા દૂર હતા. નજીકમા કોઇ નહોતુ, તલાશ ચાલુ હતી. સોસાયટીને નાકે ગલ્લે બેઠક ચાલુ કરી. નવા નવા લોકોને મળવા લાગ્યો. ખુશ રહેવાનો ટ્રાય કરવા લાગ્યો.

એવામા એકવાર અનનોન નંબર પરથી ફોન આવ્યો. આર્યા હતી.

“સાંભળ્યુ કે તુ બરોડા આવી ગયો છે?”

“હા, તુ પણ આવી ગઇ?”

“હા”

“ક્યારે?”

“આજે સવારે”

“કેવુ રહ્યુ લંડનમા, મજા આવી?”

“પહેલો એકાદ મહિનો મજા આવી પછી કંટાળી ગઇ”

“તો મળીએ?”

“આવતા રવિવારે, વિહાન પાછો લંડન જવાનો છે”

એ દિવસે અમે બઉજ વાતો કરી. એણે લંડનની વાતો કરી, વિહાનની વાતો કરી પણ મારા લગ્નની વાત ના કરી કદાચ એજ યુસુયલ એ મારી પરિસ્થિતિ પારખી ગઇ હતી.

અમે લંચ માટે મળ્યા. પછી મૂવિ જોવા ગયા. મારી આંખો પડદા પર હતી પણ મન આર્યામા હતુ. હજી પણ એની કાયા એવીજ કામણગારી હતી. જ્યારથી મળ્યા હતા ત્યારથી મારુ ધ્યાન કોઇવાર એની છાતી પર જતુ, કોઇવાર જાંઘો પર તો કોઇવાર નિતંબ પર. જ્યારે એ મારી સાથે વાત કરતી હુ એના હોઠનેજ તાકી રહેતો. મન તો કરતુ હતુ કે એના એ ગુલાબના પંખુડી જેવા હોઠોને કસકસાવીને ચૂમી લઉ પણ સજ્જન મન હજી જીવીત હતુ.

જોકે સેક્સની ભૂખે, સમાજના નિર્દયી વલણે મારા રાક્ષસ મનને દિન પ્રતિદિન વધારે ને વધારે મજબૂતજ કર્યો હતો. સાચી વાત કહુ તો જે દિવસે આર્યાને ફોન આવ્યો હતો એ દિવસથી મારા મનમા બસ સેક્સજ ઘુમ્યા કરતો હતો. આર્યાને આવી રીતે બાહોમા લઇશ, આવી રીતે ચૂમીશ, આમ કરીશ, તેમ કરીશ, બસ સેક્સ, સેક્સ અને સેક્સ. પ્રેમનુ તો નામોનિશાન નહોતુ રહ્યુ. મારુ મન ધીરે ધીરે વાસનાગ્રસ્ત થવા લાગ્યુ હતુ. હુ જે આવેગથી હસ્તમૈથુન કરતો એ મારામા આકાર લઇ રહેલી એક માનસીક બીમારીનો સંકેત હતો.

ત્યાંથી એક મોલમાં ગયા, વિડિયો ગેમ્સ રમ્યા. આમતેમ ફર્યા. આર્યાને મે એક નાનકડી ગીફ્ટ લઇ આપી. એ ખુશ થઇને મને ભેટી પડી. એની છાતીના સ્પર્શ માત્રથી રગે રગ મા ઉત્તેજના વ્યાપી ગઇ. શિશ્નમા અચાનક લોહિનુ પરિવહન અસામાન્ય રીતે વધી ગયુ.

“ચલ ક્યાંક જઇને શાંતિથી બેસીએ”

“ક્યા જઇશુ”

“કમાટી બાગ”

“સન્ડે છે બઉજ ભીડ હશે”

“સરદાર બાગ”

“બાગમા નથી જઉ”

“તો પછી મારા ઘરે ચલ, ઘર પણ જોઇ લે અને શાંતિથી વાતો પણ થશે”

“ઓ.કે”

અમે ઘરે પહોચ્યા. મે અને પાણી આપ્યુ.

“તુ કેટલો ગંદો છે યાર તારા રૂમની હાલત તો જો, અને તુ સીગારેટ પીવા લાગ્યો છે?”

“કોઇક વાર, મે રસોડામાંથી જવાબ આપ્યો”

“શુ કરે છે તુ રસોડામા?”

“ચા બનાવુ છુ”

“અરે ના ના” એ બોલતી બોલતી રસોડામા આવી

“શુ હાલત કરી નાખી છે, રસોડાની”

મે એને બહાર બેસાડી. બંન્નેએ શાંતિથી ચા પીધી. મારુ ધ્યાન દરવાજા તરફ હતુ કારણ કે એ ખુલ્લો હતો અને મને કારણ નહોતુ મળતુ એને બંધ કરવાનુ. મારા બાજુવાળાને ફૂલ વોલ્યુમ પર ટી.વી. જોવાની આદત હતી પણ આજે સાલો શાંત છે એના નિસાસા હુ નાંખતો હતો.

એટલામા એણે ફૂલ વોલ્યુમ કર્યો અને હુ રાજી ને રેડ થઇ ગયો. હુ ઊભો થયો.

“દરવાજો બંધ કરી દઉ?” મે પૂછ્યુ

“હા” આર્યાએ સહજતાથી જવાબ આપ્યો

બિચારીને મારા ઇરાદા ક્યા ખબર હતા. એને મારા પર વિશ્વાસ હતો. એના મનમા પણ એવો વિચાર નહિ આવ્યો હોય કે હુ એની સાથે આવુ કંઇક કરવાનો છુ. અને હુ તો કોન્ફીડેન્ટ હતો કે આર્યા મને ના પણ નહિ પાડે.

હુ આર્યાની પાસે બેઠો. મે એને હાથ પકડવાનો પ્રયત્ન કર્યો પણ મન વિચારતુ કંઇક હતુ અને કરતુ કંઇક હતુ. આર્યા બોલ્યા જતી હતી પણ મારા મનમા તો સેક્સનુ સામ્રાજ્ય હતુ. મારામા વધારે જીરવવાની હિંમત નહોતી એટલે મે આર્યાને બે ગાલ પર હાથ મુક્યા અને એના હોઠને ચૂમી લીધા. આર્યા ધક્કો મારીને ઊભી થઇ ગઇ.

“વિષ્ણુ વોટ આર યુ ડુઇંગ?”

મે ફરી એને કીસ કરવાને પ્રયત્ન કર્યો. એણે ફરી મને ધક્કો માર્યો.

“આર યુ ગોના મેડ, વિષ્ણુ?”

“આઇ થોટ.....” સેક્સના આવેગો ઠંડા પડી ગયા.

“આઇ એમ મેરીડ, વિષ્ણુ”

એ બેગ ઉઠાવતા નીકળી ગઇ. મને મારી જાત પર ઘીન્ન થઇ, પોતાની જાત પર ધ્રૂણા આવી, નફરત થઇ.

મે આર્યાને ફોન કર્યો પણ એને ના ઉપાડ્યો. ફરીથી કર્યો તો પણ ના ઉપાડ્યો. મે કોમલને ફોન કર્યો, એને પણ ફોન ના ઉપાડ્યો. સીગરેટનુ પેકેટ કાઢ્યુ પણ ખાલી હતી. હુ આકુળવ્યાકુળ થઇ ગયો, તરતજ ઉપડ્યો ગલ્લા તરફ.

“અરે વિષ્ણુભાઇ, કેમ છો?” મનોહર

“બસ મજામા”

“શુ થયુ, મોઢુ કેમ ઉતરેલુ છે?”

“કંઇ નહિ બસ એમજ. તબિયત જરા નરમ છે”

“લો આ સ્પેશિયલ સીગારેટ પીવો”

“અરે ના ના, હુ તો મારીજ બ્રાન્ડ પીશ”

“એકવાર પીવો, સ્પેશિયલ છે, અરે ટ્રાય તો કરો, એકવાર પીશો પછી આજ માંગશો”

એના આગ્રહને વશ થઇને મે એ સીગારેટ પી લીઘી પણ થોડા સમય પછી મારુ માથુ ભમવા લાગ્યુ. હુ ક્યારે ઘરે પહોચ્યો, કેવીરીતે પહોચ્યો મને યાદજ ના રહ્યુ. હુ તો રેગ્યુલર સીગારેટ પીતો હતો તો આવુ થયુ કેવીરીતે? શુ હતુ એમાં?