|| 21 ||
પ્રકરણ 20 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્યના પિતા આદિત્ય પર ખૂબ જ ગુસ્સે થતાં આદિત્ય આપઘાત કરવાનું વિચારે છે. આત્મહત્યા કરવાની એક જ મીનીટ પહેલા તેના મોબાઇલમાં ફેસબુકમાંથી મેસેજ આવે છે. મેસેજ ચેક કરતાં તેને માલૂમ પડે છે કે મેસેજ કોઈ દિયા જોશીનો છે. આદિત્ય દિયા સાથે મળવાનું નક્કી કરે છે અને રાજકોટના કાલાવડ રોડ પર આવેલા એક લવગાર્ડનમાં તેઓ મળે છે. આદિત્ય અને દિયાની આ પહેલી મુલાકાતમાં અવનવી વાતચિત થાય છે. આદિત્ય ઘરે આવી જાય છે પણ તેના માનસપટ પર દિયા છવાય જાય છે. આદિત્ય દિયાને મેસેજ કરે છે. હવે આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...
* * * * *
મારી પાસે નેટ ફ્રી હતું. દિયાનું ફેસબુક એકાઉન્ટ જોતો હતો. દિયાના બધા જ ફોટોસ જોયા અને પછી થયું લાવ ને મેસેજ તો કરું. મોબાઇલ હાથમાં જ હતો અને મેં ફેસબુક બંધ કરીને મારા ડોકોમોના પહેલો મેસેજ 60 પૈસા અને બીજા બધા 200 મેસેજ ફ્રી મળે આ સર્વિસવાળા કાર્ડમાંથી મેં દિયાને મેસેજ કર્યો. અમારી સમયના અંત વગરની વાતો ફરીવાર શરૂ થઈ.
Me : Hi Mam
(no reply)
Me : Mam are you there ?
Diya : Mam ??
Me : Sorry Diya hii
Diya : Hi bolo
Me : How’s you ?
Diya : I am good you ?
Me : Same here
Diya : hmm..
Me : Jami lidhu ?
Diya : hmm..
Me : hmm.. thi aagal bol ne kaik
Diya : arey Haa pan jami lidhu
Me : Haa em, Shu jami ?
Diya : Rotli Shak ane Ras
Me : Tamara ghare roj ras hoy ?
Diya : Haa mummy banave ne
Me : Great saru chal hu sui jav rate vat karie bye
Diya : k by
અમારે જેવી રીતે વાત થઈ એવી જ રીતે મેં વર્ણવી. ખબર નહીં કેમ યાર છોકરીઓને ટાઈપ કરવામાં આળસ કેમ આવતી હશે ? આવા વિચારોના ઘોડા મારા મગજમાં દોડવાના શરૂ થયા. શું દિયાને મારી સાથે વાત કરવી નહીં ગમતી હોય ? શું એને બોરીંગ લાગતો હોઈશ ? આજે પણ આંખ બંધ કરું અને ડિયાને યાદ કરું ને તરત જ એની આંખ દેખાય અને એની એ આંખમાં લાગેલું કાજલ દેખાય છે. મારી પાસે એને વાપરેલું કાજલ પણ છે અમે એક વખત વરસતા વરસાદમાં મળ્યા ત્યારે દિયાએ મને આપેલું એ દિવસ પણ મને યાદ છે. 29 જુલાઈ 2016 શુક્રવાર અને સમય હતો રાત્રે બરાબર આંઠ વાગ્યાને તેર મીનીટ. એનીવેય્સ આ બધી વાતો તો આગળ આવશે જ. હવે, મને ખબર હતી કે મારી જેમ જ દિયા પાસે પણ ડોકોમોનું જ સીમકાર્ડ છે. આ 2010 ના સમયમાં તો ડોકોમોના કાર્ડની સાચી સિઝન હતી. કોઈને પણ પૂછો જો એ કોલેજનો વિધ્યાર્થી હશે તો તેની પાસે ડોકોમોનું જ કાર્ડ હશે. સીધી વાત છે યાર પહેલા મેસેજના સાઇઠ પૈસા અને પછી 200 મેસેજ ફ્રી મળે તો કેવી મજા આવે હેં ને ? આવી જ મજા અમને આવતી હતી.
દરરોજ સાંજે સાત વાગ્યે દિયા સ્વિમિંગમાં જતી. આથી સાતથી નક્કી ના હોય ક્યારે ફ્રી થાય. ત્યારબાદ રાત્રે અમારે વાતો થતી. તમને ખબર છે ? કોઈ છોકરી પ્રેમમાં હોય તેના કરતાં જ્યારે કોઈ છોકરો સાચા દિલથી પ્રેમમાં હોય ને ત્યારે તેની લાઈફ જે રીતે બદલાય તે જોવાની મજા જ કઈક અલગ હોય છે. મારી સાથે એવું જ બનતું જતું હતું. દરરોજ દિયાને મળવાનું મન થયા કરતું. એક દિવસ વિચાર આવ્યો કે અમે રેસકોર્સ ગાર્ડનમાં ક્યારેય નથી મળ્યા. અમારે રાજકોટમાં રેસકોર્સનું લવ ગાર્ડન લવર્સ માટે બહુ જ હોટ ફેવરીટ જગ્યા છે. મેં ક્યારેય કોઈ છોકરી સાથે લવ ગાર્ડનની મુલાકાત લીધી નહોતી. હા, એકલો લવ ગાર્ડન સવારમાં મોર્નિંગ વોક માટે ઘણી વખત જતો હોય પણ કોઈ છોકરી સાથે એ પણ એવી છોકરી જે મને ગમતી હતી. જસ્ટ વિચાર તો કરો કેવી મજા આવે. મારો કેસ બાજુ પર રાખો તમને કોઈ છોકરી કે છોકરો બહુ જ ગમે છે અને હું તમને કોઈ એવી જગ્યાએ મોકલું જ્યાં તમને જવું બહુ જ ગમે છે તો વિચારો કેવી મજા આવે ? મને એવી જ મજા આવવાની હતી. આ વખતે હું પહેલા પહોંચી ગયો હતો અને રાહ જોતો હતો દિયાને આવવાની. થોડી વાર થઈ દિયા આવી સ્લીવલેસ ગ્રે કલરનું ન્યુયોર્ક લખેલું ટી – શર્ટ અને સ્કાય બ્લૂ જીન્સમાં આવી અને હું તો બસ એને જોતો રહી ગયો. તેણે બ્રાઉન કલરના ગોગલ્સ પહેર્યા હતા. જ્યારે તેણે ચશ્મા કાઢ્યા અને હું તેની આંખોમાં જોતો જ રહી ગયો. મસ્ત કાજલ લગાવેલી કાળી ભમ્મર આંખો અને આ કાજળ તાજું હોવાને લીધે આંખોનો સફેદ ભાગ થોડો લાલાશ પડતો જોવા મળતો હતો. હું બે થી ત્રણ મીનીટ સુધી એને જોતો જ રહી ગયો.
“ શું થયું એની પ્રોબ્લેમ ? “, દિયાએ મને પોતાની તરફ ધ્યાનથી જોતો જોઈને પૂછ્યું.
“ નહીં પણ આજે તું બહુ મસ્ત લાગે છે. “, મેં દિયાને કહ્યું.
“ અરે ! આમાં શું ? આમ તો હું દરરોજ તૈયાર થાવ છું. આમાં કઈ સ્પેશ્યલ નથી. આ ટી – શર્ટ પણ જૂનું છે. “, એમ બોલીને તે હસવા લાગી.
“ તારું કઈ જ જૂનું હોતું જ નથી, બધુ નવું જ હોય છે. તું પણ અને તારી આ સ્માઇલ પણ. “, મેં એની સ્માઇલ જોતાં જોતાં કહ્યું.
“ બહુ થયું હવે અહિયાં બહાર જ ઊભું રહેવાનુ છે કે અંદર જઈને બેસવાનું પણ છે ? “, દિયાએ મને ગાર્ડનની અંદર બેસવા માટે કહ્યું.
અમે રેસકોર્સ ગાર્ડનની અંદર ગયા. વરસાદી વાતાવરણ હતું આથી ગાર્ડનની માટી બહુ જ ચીકણી થઈ ગઈ હતી. આમ છતાં એક બેન્ચ હતી જે કોરી હતી અને અમે ત્યાં જઈને બેઠા. આજે હું દિયા માટે મારી લખેલી મારી આ ડાયરી લાવ્યો હતો. ખબર નહીં કેમ પણ મારી ડાયરી મારા માટે બહુ જ અનલકી હતી. જે છોકરીને આ ડાયરી વાંચવું ને તેની સાથે મારા રિલેશન બ્રેકઅપ થઈ જતાં. હવે હું રહ્યો સત્યવાદી વ્યક્તિ કોઈ દિવસ જેને પ્રેમ કરું એની પાસે ખોટું બોલવાનું મન ના થાય. આજ સુધી કોઈ પ્રેમ કરતો હોય એવી છોકરી પાસે હું ખોટું નથી બોલ્યો અને એટલે જ મારી સાથે જે તે છોકરીના રિલેશન તૂટી જાય અને તે કોઈ બિન્દાસ્સ ખોટું બોલતા છોકરાની ગર્લ ફ્રેન્ડ અથવા તો વાઇફ બની જાય છે અને પછી ભગવાન પાસે એક જ ફરિયાદ રહી જાય છે કે યાર આવું મારી સાથે જ કેમ થાય છે ? ખેર ચાલો વાર્તા આગળ વધારીએ. દિયા જેટલી સારી છોકરી મેં ક્યારેય નહોતી જોઈ. અમે વાતો શરૂ કરી અને તરત જ દિયાએ મને તેનો ફોન આપ્યો.
“ આ ફોનમાં મારા એન. સી. સી. ના ફોટો છે. તું જો ત્યાં સુધી હું થોડી બૂક વાંચી લવ. “, એમ કહીને દિયાએ મારી ડાયરી વાંચવાનું શરૂ કર્યું. હું તેના ફોટોસ જોતો હતો અને તે મારી ડાયરી વાંચતી હતી. અમારા બન્નેની વચ્ચે નીરવ શાંતિ છવાયેલી હતી. કોઈ અવાજ નહીં. હું, દિયા અને ઝાડના પાંદડાનો આવતો ખડ ખડ અવાજ.
“ મસ્ત બૂક છે પણ મને વધારે નથી વાંચવી. આપણે વાતો કરીએ. “, થોડી બૂક વાંચી મને આપીને દિયાએ કહ્યું.
“ આ ફોટો અંકલનો છે ને અને આ ભાઈ રાઇટ ? “, મેં દિયાનો ફેમિલી ફોટો તેના મોબાઇલમાં જોતાં કહ્યું.
“ હા, આ પપ્પા અને આ ભાઈ માધવ, મારા કરતાં મોટો લાગે પણ નાનો છે, એ. જી. સ્કૂલમાં જ છે, 12th સાયન્સમાં છે. “, પોતાના ભાઈ અને પિતાનો ફોટો બતાવી દિયાએ બેગમાંથી એક આલ્બમ બહાર કાઢ્યો અને મને આપ્યો.
“ આ આલ્બમમાં મારા સ્વિમિંગ કેરિયરના ફોટોસ છે. યુ નો સ્વિમિંગમાં જવા માટે મેં એક એક્ઝામ પણ નહોતી આપી. કારણ કે મારે દિલ્લી જવું હતું સ્વિમિંગમાં. મારી ફ્રેન્ડ છે હેત્વી. મારી બેસ્ટ ફ્રેન્ડ. અમે સાથે જ હતા એ. જી. સ્કૂલમાં પણ હાઇ સ્કૂલમાં. કારણ કે એ પહેલા હેત્વી જી. જે. સ્કૂલમાં હતી આથી કદાચ તું નહીં ઓળખતો હોય. અમે બન્નેએ એડમિશન માટેની એક્ઝામ પણ સાથે જ આપી અને અત્યારે પણ અમે બી. એસ. સી. “, હેત્વીનો પરિચય આપતા દિયાએ મને કહ્યું.
“ પછી તમે આઈ મીન તું અને હેત્વી કોલેજમાં કેવી રીતે મળ્યા ? “, મેં દિયાને પૂછ્યું.
“ અરે ! અમે કોલેજમાં ફર્સ્ટ ડે હતો અને ત્યારે જ કેન્ટીનમાં મળ્યા. પહેલા તો હું ઓળખી નહીં હેત્વીને પણ પછી ઓળખાણ પડી ત્યારે મેં તેને બોલાવી અને હવે તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે. આવતા વર્ષથી તો અમારે બધુ અલગ થઈ જશે કારણ કે હું કેમેસ્ટ્રીમાં બી. એસ. સી. કરીશ અને હેત્વી બાયોલોજીમાં કરશે. હા, બીજી વાત તને કરું ને તો હેત્વી પણ મારી જેમ એન. સી. સી. માં છે પણ તે કેમ્પમાં ક્યારેય નથી આવતી. હું તો બધા કેમ્પમાં જાવ છું અને એટલે જ દરરોજ ફેસબુકમાં ઢગલો છોકરાઓની રીકવેસ્ટ હોય. એક ફોટો અપલોડ કરું એટલે કમેન્ટ પણ સામે એટલી જ હોય. અમુક કમેન્ટસને રીસ્પોન્સ આપવો પડે તો આપું તો અમુકને ઇગનોર કરીને જવા દેવાની. “, દિયા ઘણું બધુ બોલી અને હું શાંતિથી સાંભળતો હતો. કારણ કે મને તેની વાતો કરતાં તેને જોવાની મજા વધારે આવતી હતી.
“ હા મારે તને કઈક બતાવવું છે. એક સેકન્ડ. “, એમ કહીને મેં મારી બેગમાંથી મારી એક્સ ગર્લ ફ્રેન્ડનો ફોટો કાઢ્યો.
“ આ મારી એક્સ ગર્લ ફ્રેન્ડ છે. “, મેં દિયાને હાથમાં ફોટો આપી કહ્યું.
“ એક્સ ગર્લ ફ્રેન્ડ ? તો હવે નથી ? કેમ ? શું થયું ? “, દિયાએ મને મારા ભૂતકાળ વિશે પૂછ્યું.
“ હા, એક્સ ગર્લ ફ્રેન્ડ. અમે મેરેજમાં મળ્યા હતા. બે દિવસ સાથે હતા મેરેજમાં પછી થોડો ટાઈમ ફોનમાં વાતો ચાલી અને પછી એને કોઈ બીજું ગમી ગયું હોય એમ અચાનક તે મને ફોન કરતી બંધ થઈ ગઈ. એક વખત મારા ફ્રેન્ડ્સ દ્વારા મને ખબર પડી કે એને બોયફ્રેન્ડ છે. મેં તેને પૂછ્યું અને તેણે હા પાડી. બસ, તે પોતાના રસ્તે અને હું મુસાફિર મારા રસ્તે. “, મેં દિયાને મારા ભૂતકાળ વિશે વાત કરતાં કહ્યું.
“ પછી ? ક્યારેય એનો ફોન ના આવ્યો ? “, દિયાએ મને બીજી વખત તેના ફોન આવવા વિશે પૂછ્યું.
“ ના, ક્યારેય નહીં. હા એક વાર ફોન આવ્યો અને તેને કહ્યું કે મારા મેરેજ થવાના છે મુંબઈ છે કોઈ એનો હસબન્ડ. મારો નામેરી છે એટલે કે તેનું નામ પણ આદિત્ય છે. બસ, આટલી વાત થઈ હતી અમારે. “, મેં દિયાને ફોટો હાથમાં રાખી કહ્યું.
“ આ તારી જ સામે હું આ ફોટો ફાડી નાખું છું. કારણ કે મારી એવી જરાય ઈચ્છા નથી કે હવે હું તેને લાઇફમાં ક્યારેય પણ જોવ. “, મેં એવું કહેતા ફોટો ફાડવાનું શરૂ કર્યું.
“ પણ તે ફોટો કેમ ફાડયો યાર ? કેટલી ફાઇન છે. તારે એની સાથે ફ્રેન્ડસના રિલેશન તો રખાય ને ? ફ્રેન્ડસના રિલેશન તેની સાથે રખાય કે જેને આપણે પ્રપોસ કરીએ અને તે ના પાડીને એવું કહે કે હા મને તારી સાથે લાઇફ વિતાવવામાં પ્રોબ્લેમ છે પણ હા હું તારી ફ્રેન્ડ બનીને હંમેશા રહીશ. આવા વિચાર ધરાવતી છોકરી જ મારી ફ્રેન્ડ બની શકે. “, મેં મારી ફ્રેન્ડ વિશે વાત કરતાં દિયાને કહ્યું.
“ તને ખબર છે ? મારે પણ સ્વિમિંગ ચેમ્પિયન બનવું છે. ગુજરાતમાં તો હું ઘણી વખત ચેમ્પિયન બની છું પણ મારે તો નેશનલ લેવલ પર ચેમ્પિયન થવું છે. “, દિયાએ મને પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું.
“ તું બનીશ ને દિયા. તું જ બનીશ. મારા દાદા એવું કહેતા કે જે વ્યક્તિ સારા હોય ને સ્વભાવથી દિલથી બધી રીતે તેવા લોકોની સાથે ક્યારેય કશું ખરાબ નથી થતું હંમેશા સારું જ થાય છે. હા, ક્યારેક એવું બને કે તમને એમ થાય કે આ ખરાબ બન્યું મારી સાથે પણ થોડો સમય વીતી જાય પછી તરત જ તમને જ આપોઆપ ખબર પડી જશે કે જે થયું એ બરાબર થયું. “, મેં દિયાને આત્મવિશ્વાસ આપતા કહ્યું.
“ તું કેમ આવો છે હેં ? કોઈ દિવસ કઈ પણ થાય પણ તું નબળો નથી પડતો. તારી આ જે વિચાર કરવાની અને કોઈને આત્મવિશ્વાસ આપવાની જે રીત છે ને મને બહુ ગમે છે. આઈ રીયલી લાઈક ઈટ. “, દિયાએ મને પોતાની માસૂમ સ્માઇલ સાથે કહ્યું.
“ થેન્ક યૂ સો મચ. આજે તે મમ્મીને શું બહાનું આપ્યું છે ? જીવીને ત્યાં જવાનું ને ? “, મેં દિયાને હસતાં હસતાં પૂછ્યું.
“ મમ્મી ? ? “, દિયાએ થોડી આઇબ્રોસ ઊંચી નીચી કરતાં પૂછ્યું.
“ અરે આઈ મીન આંટી યાર. થોડોક હરખમાં આવી ગયો એટલે બોલાય ગયું. “, મેં સાચાને ખોટું બનાવતા કહ્યું. કારણ કે મારે તો આંટીને મમ્મી જ બનાવવા હતા. આઈ મીન મધર ઇન લો.
“ હા, એમ... પણ ના મેં મમ્મીને કોલેજે બુક્સ લેવા જવાનું કહ્યું છે. હવે હું અહીંયાથી જઈશ હેત્વીના ઘરે અને તેની પાસેથી લાઈબ્રેરીની બુક્સ લઈને મમ્મીને બતાવીશ. સિમ્પલ. “, દિયાએ શું બહાનું બનાવવાનું છે તેની વાત કરતાં કહ્યું.
“ આહાં... મને પહેલા એમ હતું કે મને એકને જ બહાના બનાવતા આવડે છે પણ તું પણ બહુ જ ઇન્ટેલીજન્ટ છે હો ગ્રેટ. “, મેં દિયાના વખાણ કરતાં કરતાં કહ્યું.
“ અચ્છા, હવે (કાંડા ઘડિયાળમાં જોઈને) દોઢ વાગ્યા છે. આપણે નીકળવું જોઈએ. “, દિયાએ ગાર્ડનથી નીકળવા કહ્યું.
“ સારું ચાલો “, એમ કહીને હું અને દિયા ગાર્ડનમાંથી ઊભા થઈને બહાર નીકળ્યા. (મનમાં તો મને બેન્ચ પરથી ઊભું થવાનું મન પણ નહોતું થતું પણ શું થાય ગમતી વ્યક્તિ સાથે હોય તો ગમે તેટલો સમય હોય ઓછો જ લાગશે)
(બાઇકનો લોક ઓપન કરીને બાઇક સ્ટાર્ટ કરતાં કરતાં)
“ તું મને તારી જેમ વિચારતા શીખવાડજે “, દિયાએ ગોગલ્સ પહેરીને એક્ટિવાનો શેલ્ફ મારતા મારતા મને કહ્યું.
“ પાકકું અને બદલામાં તારે મને સ્વિમિંગ શીખવાડવાનું છે. “, મેં દિયાને સ્વિમિંગ શીખવાડવાનું કહ્યું.
“ હા, પાકકું સ્વિમિંગ સાવ સહેલું છે તને આવડી જશે. સારું ચાલ બાઇ. ”, દિયાએ મને હસતાં હસતાં કહ્યું.
“ ઓકે બાય ”, મારા બાય કહેતા જ દિયા એક્ટિવા લઈને જતી રહી.
દિયાના જવાની સાથે જ હું પણ બાઇક લઈને ઘરે આવવા નીકળી ગયો પણ રસ્તામાં તો એની એ જ સ્માઇલ આંખ પાછળ તાજી હતી. દિયાના વાળ એની આંખો અને એના નખ રંગેલા પગ. તેના હાથની મોટી મોટી આંગળીઓ બધુ જ. હું કનફ્યૂઝ હતો કે શું કહું આ ફિલિંગને આકર્ષણ કે રીયલ લવ ? ?
ક્રમશ:
******
હવે વિચારો તમે પણ આદિત્યની આ ફિલિંગ્સને શું નામ આપવું ? આકર્ષણ કે રીયલ લવ ? હા, જે નામ આપો એ કમેન્ટમાં લખજો અને રેટીંગ્સ આપવાનું ના ભૂલતા મને ગમશે. બસ, આવતા સોમવાર સુધી વિચારો કે હવે આ સ્ટોરીમાં હેત્વી એન્ટર થશે ત્યારે શું થશે ? એક વાત તમને કરી જ દવ કે આદિત્ય અને દિયાની વચ્ચે બહુ જ મોટી પ્રોબ્લેમ થશે ત્યારે હેત્વી આદિત્યની જિંદગીના દરવાજા પર દસ્તક આપશે. શું થશે આદિત્યની જિંદગીમાં ? આ બધા પ્રશ્નોનાં જવાબ મળશે આવતા પ્રકરણમાં ત્યાં સુધી આવજો.