Sannatanu Rahashy - Part 20 books and stories free download online pdf in Gujarati

સન્નાટાનુ રહસ્ય - ૨૦

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

email – brgokani@gmail.com

સન્નાટાનુ રહસ્ય- એક ભયાનક વાર્તા

વિષય : સસ્પેન્સ – થ્રીલર

પ્રકરણ : 20

(હવે આ છેલ્લુ પ્રકરણ છે જેમાં અદિતીના શરીરમાં રહેલી જ્યોતિ પોતાની વાત કરી રહી છે) “જાનેમન તને પણ અમારી સાથે આ રાતને રંગીન કરવાની ઉત્તાવળ આવી લાગે છે કે રૂમમાં પહેલેથી જ આવી ગઇ?” કહેતા તેણે મને આંખ મારી અને મારો હાથ પકડી લીધો. “આહહહ શું મખમલી બદન છે તારુ છમિયા, આજે તો તારા એક એક અંગ પર અમારા નામ લખાશે જાનેમન.” તેની આ હરકતથી હું ખુબ ગુસ્સે થઇ ગઇ અને એક જોરદાર લાફો સુરજને લગાવી દીધો. “સાલા હરામી, તારી મા કે બેનના શરીર પર લખાવજે નામ, સમજે છે શું તુ તારા મનમાં?”

“અરે તારી ભલી થાય, મને લાફો મારે છે? કહેતો તે અને એ બધા કુતરાઓ રૂમમાં આવી ગયા અને સુરજે રૂમ લોક કરી દીધો. એ બધા ત્યાં ગોઠવાઇ ગયા. રવીએ આઇટમ સોંગ સી.ડી. પ્લેયરમાં ખુબ જોરથી વગાડવા લાગ્યો.

“નાચ છમીયા નાચ. એક વાર તારો ડાન્સ દેખાડી દે પછી તારા બાપને દવાખાને પહોચાડી દેશું.” “હું એ બધાની વચ્ચે ઊભી હતી. બધા મારી ફરતે આવી ગયા હતા અને અભદ્ર રીતે નાચતા હતા. બધાના હાથમાં દારૂના ગ્લાસ અને બીજા હાથમાં નોનવેજ ખોરાક હતો. અચાનક મણીલાલે સરાબનો આખો ગ્લાસ મારા શરીર પર ઢોળ્યો. હું હેબતાઇ ગઇ. એક પછી એક બધાએ સરાબના ગ્લાસ મારા પર ઢોળવાનુ શરૂ કરી દીધુ.

“આહ હવે આ મખમલી બદન પરથી સરાબ ચુસવાની જે મજા છે અને તેનો જે નશો છે તેની વાત જ ન પુછો.” અશ્વિન બોલ્યો. “કેમ તને વળી આવી કઇ કાચી કુંવારી કન્યા મળી કે જેના બદન પરથી તે સરાબનું સેવન કર્યુ હતુ સાલા હરામી.” કરણ બબડવા લાગ્યો. “અરે યાર ઘણી વખત કોલ ગર્લ સાથે આ રીતે એન્જોય કર્યુ છે મે તો.” કહેતા અશ્વિન હસવા લાગ્યો. “મને જાવ દો પ્લીઝ મને જાવ દો. હું બધાની વચ્ચે બેસી ગઇ અને રડતી તે બધાને આજીજી કરવા લાગી. પણ તે બેશરમ બધા મારી નજીક આવવા લાગ્યા. સમીર અને રવીએ પોતાના ટી-શર્ટ કાઢી નાખ્યા હતા.

“રવીએ પાછળથી મને પકડી લીધી. હું તેનાથી છુટવા પ્રયત્ન કરવા લાગી, પગ પછાડવા લાગી અને તેનો પ્રતિકાર કરવા લાગી ત્યાં સુરજ અને કરણે મારા પગ પકડી લીધા અને મણીલાલે આખી સરાબની બોટલ મારા પર ઢોળી દીધી. એ.સી. દ્વારા રૂમનુ ટેમ્પ્રેચર ખુબ કુલ કરી નાખ્યુ હતુ. હું ધૃજતી હતી.

તેઓએ મને બેડ પર ફેંકી દીધી અને બધા બેડ પર મારી ફરતે આવી ગયા. હું મારા શરીરને સંકોળી ગઇ હતી. મણીલાલ અને સુરજે મને બળજબરીપુર્વક સુવાડી દીધી. હું પગ ઉછાળવા લાગી. “સાલે હવે નખરા બહુ થયા. લાગે છે તારી સાથે બળજબરી કરવી જ પડશે. મણીલાલ જાડી દોરી હોય તો આપ. સાલીના હાથ પગ બાંધી દઉ.” મણીલાલ જાડી દોરી લઇ આવ્યો અને સુરજ રવી અને બધાએ સાથે મળી મારા હાથ પગ બેડ સાથે બાંધી દીધા. હું હવે આંખ બંધ કરી ગઇ હતી. બસ મનમાં સતત ભગવાનને યાદ કરતી હતી કે ભગવાન એવા તે મારા શું ખરાબ કામ કર્યા હતા કે આ હવસખોરોની વચ્ચે હું આવી ગઇ.

અચાનક બધા લોકોના હાથ મારા શરીર પર ફરવા લાગ્યા. એક પછી એક મારા શરીરને વીખવા લાગ્યા. હું ખુબ જોર જોરથી રડતી હતી પણ આજુબાજુ બહુ વસ્તી ન હોવાના કારણે અને ગીતના બહુ લાઉડ અવાજને કારણે મારો અવાજ એ રૂમમાં જ ઘુમરાવા લાગ્યો.

કોઇ આટલુ હવશખોર અને હૈવાન હોઇ શકે એ મને તે દિવસે ખબર પડી હતી. એ હૈવાનોએ મારા શરીર પરના કપડા ધીરે ધીરે ફાડવાનુ શરૂ કરી દીધુ. તે બધાની વચ્ચે હું આંતરવસ્ત્રોમાં હતી. દિલ તો એમ કરતુ હતુ કે જો મારા હાથ ખુલ્લા હોત તો મારા હાથે જ હું મારો જીવ કાઢી નાખુ પણ આલા એ હૈવાનોએ મને એ મોકો પણ ન આપ્યો હતો. અચાનક સુરજ અને રવીએ મારા ખુલ્લા શરીર પર ઠંડા પાણીની બોટલ છીડકવાનુ શરૂ કરી દીધુ. ઠંડુ પાણી સાથે સાથે ખુલ્લુ શરીર અને રૂમમાં એ.સી. ચાલુ હોવાના કારણે મારુ શરીર ધૃજવા લાગ્યુ. “આહાહાહાહા...... શું કાતીલાના બોડી છે સાલી છમીયાનું. મણીલાલ હવે મારાથી કન્ટ્રોલ નહી થતો.” રવીની કાળી જુબાનમાંથી આવા શબ્દો નીકળતા હું ધૃજી ઉઠી. “એય રવી, તારા લગ્નને તો હજુ બહુ સમય પણ થયો નથી અને તને આટલી ઉત્તાવળ આવી ગઇ?” અશ્વિન બોલ્યો. “અરે યાર, રોજ રોજ એક જ દાળ ખાવાની મને મજા નથી આવતી અને આજે તો હોટેલની દાલફ્રાય મળી છે તો કન્ટ્રોલ કેમ થાય. મોઢામાં પાણી આવે છે મને તો.” કહેતો રવી મારા સ્તન પર.....................” બોલતા જ તે ધૃસકે ધૃસકે રડી પડી. “બેટા હું સમજુ છું તારી પરિસ્થિતિ. બહુ ખરાબ બન્યુ છે તારી સાથે.” કહેતા અંજલિએ તેના માથે હાથ ફેરવતા વ્હાલ કર્યુ. અંજલિએ માર્ક કર્યુ કે તેના રૂવાડા ઉભા થઇ ગયા હતા. “રવીની સાથે સાથે સુરજ અશ્વિન મણીલાલ સમીર કરણ બધા મારા સ્તન અને પેટના ભાગે તૂટી પડ્યા. સરાબનો નશો એટલો તેમનામાં હતો કે તેઓ મારા શરીરને બચકા સુધ્ધા ભરવા લાગ્યા હતા.

“કાજલ તારો એ કહેવાતો બાપ મારા શરીર પર નોનવેજ રાખીને ખાતો હતો. જરા વિચાર કર કેવી હાલત થઇ હશે મારી ત્યારે?” કહેતી તે ઊભી થઇ ગઇ. તેની આંખો ભયાનક રીતે લાલચોળ થઇ આવી હતી. કાજલ તેને જોઇ ડઘાઇ ગઇ. “કાજલ ચલ તું રૂમમાં આરામ કર. હું તને લઇ જાંઉ.” આદિત્યએ કાજલને કહ્યુ. “ના આદિત્ય આઇ એમ ઑલ રાઇટ. એક સ્ત્રી હોવાના નાતે હું તેની હાલત સમજી શકુ છું અને મારા પિતાજીએ શું કાળા કામ કર્યા એ સાંભળવામાં મને કોઇ વાંધો નહી આવે.” “પણ તુ આ બધુ કહે છે એ કઇ રીતે અમે સાચુ માની શકીએ? અદાલત કે કાનુન આ વાતનો ભરોસો નહી કરે.” મેહુલે પુછ્યુ. “મારી કહાની સાંભળી લો પછી તમને સબુત પણ મળી જશે મેહુલભાઇ. મારી સાથે જે થયુ તે બધુ બોલતા પણ કોઇ સ્ત્રી દસ વખત વિચારે મેહુલભાઇ અને હજુ તમને લાગે છે કે હું ખોટુ બોલુ છું?” “ના દીકરી એવુ કાંઇ નથી. અમે બધા તારી સાથે જે થયુ તે બાબતે દિલગીર છીએ. મને ખબર ન હતી કે મારો મિત્ર સમીર આટલી હદ્દે વિકૃત નીકળશે.” અજયભાઇએ કહ્યુ.

“હદ્દ તો ત્યારે થઇ જ્યારે તમારા એ જ મિત્રએ મને બળજબરીપુર્વક નોનવેજ ખવડાવવાનું શરૂ કર્યુ અને બીજી બાજુ સુરજે મને સરાબ પીવડાવવાની શરૂઆત કરી. મે ખુબ જોરથી દાંતને ભીસી રાખ્યા હતા. જ્યારે એ બધાને લાગ્યુ કે હું આસાનીથી તેમના તાબે નહી થાઉ ત્યારે.......ત્યારે..........ત્યારે........” આખા હોલમાં અદિતીના શરીરમાં રહેલી આત્માના રૂદનના પડઘા પડવા લાગ્યા. “બસ દીકરી બસ.....આટલુ રદ નહી. બસ બેટા.” હવે અંજલિ તેની બાજુમાં જ બેસી રહી હતી અને તેણે તેનો હાથ પકડી રાખ્યો હતો. “...............ત્યારે કરણે બાજુમાં પડેલી ફોર્ક(કાંટા ચમચી મારા સ્તન પર બેરહેમીપુર્વક ખોસી દીધી. હું દર્દના મારે ઉહકારો ભરી ગઇ અને મારું મો ખુલતા જ તે મણીયો અને સુરજ મને નોનવેજ અને સરાબ પીવડાવા લાગ્યા. એ સુરજ અને રવીએ મારા શરીર પર રહેલા આનતરવસ્ત્રોઅ પણ ફાડી નાખ્યા. હું સંપુર્ણ નગ્નાવસ્થામાં એ લોકોની વચ્ચે બાંધેલી પડી હતી. “વાઉ યાર શું બોડી છે આ કાચી કુંવારી છમીયાનું.... બધા મારા સ્તન અને ગુપ્તાંગ પર તૂટી પડ્યા હતા. ધીમે ધીમે તેમના શરીર પરથી પણ કપડા ઉતરવ લાગ્યા હતા. તેઓ બેશરમ બની મારી સામે નગ્ન બની બેડ પર હતા. અને બાદમાં જે કરાવ્યુ એ હું અત્યારે તમારી આમે બોલતા પણ અચકાઉ છું.” “શરાબ માણસને ભાન ભુલાવે છે તેમ અચાનક રવીએ મારા ગુપ્તાંગમાં ફોર્કથી ચેકો પાડી દીધો હું દર્દથી કરાહી ઉઠી.” “આહ હજુ બૂમો પાડ” કહેતા તેણે તેનુ એ દુષ્કૃત્ય ચાલુ જ રાખ્યુ. “એ રવી બસ કર સાલા. આ શું ચાલુ કર્યુ છે તે?” અશ્વિને કહ્યુ. “ઍરે યાર જ્યાં સુધી છમીયાની બૂમ ન સાંભળુ ત્યાં સુધી મને સેક્સમાં મજા ન આવે યાર.” “તો શું ઘરે પણ આમ જ મજા લે છે ભાભી સાથે કમીના...?”

“નહી રે યાર.. ત્યાં તો શું.......? પણ હા જ્યારે કોઇ કોલગર્લ સાથે હૌ ત્યારે તો વાઇલ્ડ બની જ જાઉ.” કહેતા રવી અટ્ટહાસ્ય કરવા લાગ્યો.

પીડાના હિસાબે અર્ધબેભાન અવસ્થામાં પડેલી હતી. એટલો અસહ્ય દુ:ખાવો થઇ રહ્યો હતો કે જેનાથી હુ મરી જઇશ તેવુ થતુ હતુ.

ધીમે ધીમે એ બધા નશાની ચકચુર હાલતમાં મને પીંખતા રહ્યા. આખી રાત આ નર્કની યાતના મે ભોગવી. પોતાની વાસના સંતોષી એ બધા જોરજોરથી હસતા હતા જેમ સિંહનાં પંજાથી કોઇ નાનુસુનુ પ્રાણી તરફ્ડતુ હોય તેમ હવે હું અંતિમ શ્વાસ લેતી હતી. જીવ શરીરમાંથી બહાર નીકળતો ન હતો. સાયદ હજુ થોડુ સહન કરવાનુ બાકી હતુ મારે.” “હવે આને મને સોંપી દેજો. આ છમીયાને તો હું મુંબઇ લઇ જઇશ અને વેચીને અઢળક પૈસા મેળવીશ.” રવિ યાદવ નફ્ફટની જેમ બોલ્યા.

“અરે યાર પાગલ બન્યો છે કે શું? આના બાપને ખબર પડશે તો આપણે કોઇને નહી છોડે.” મણીલાલ બબડ્યો. “એ તો કયારનો મરી ગયો હશે.” બોલી સુરજ મોટે મોટેથી હસવા લાગ્યો અને ત્યાં મારા શરીરમાંથી પણ પ્રાણ નીકળી ચુક્યા હતા. મારો આત્મા મારુ શરીર છોડીને નીકળી ગયો. ભલે મારા શરીરમાં જીવ ન હતો પણ હું એ રાક્ષસોને જોઇ શકતી હતી. મારો આત્મા હજુ ત્યાં જ ફરતો હતો.. મે મારા ઘરે જઇ જોયુ તો મારા પપ્પા પણ મૃત હાલતમાં પડ્યા હતા. એ જોઇ મને એ રાક્ષસો પર ખુબ ચીડ ચડી અને હું મણીલાલનું ગળુ પકડવા ગઇ પણ વ્યર્થ હોય તેમ હું તેને પકડી શકવા અસમર્થ હતી બસ તેમની એ કરતૂતો જોતી હતી. મારી માતાના આત્મા રૂપે મને મળવા આવી અને મને કહ્યુ , “બેટા તારા પપ્પા તારા નામની માળા ઝપતા ઝપતા મોતને ભેટ્યા છે દીકરી. તેના દુઃખ કરતા તેમને તારી ચિંતા વધુ ઘેરી વળી અને એ આઘાતમાં ને આઘાતમાં તે મૃત્યુને ભેટ્યા છે. તેને અમે લઇ ગયા છીએ. ચાલ હવે તુ પણ ચાલ મારી સાથે.

“ના કોઇ સંજોગોમાં હું તારી સાથે નહી આવુ મા. આ હૈવાનોને તો હું એવુ મોત આપીશ કે તે આગળના સાત જન્મ આવુ કૃત્ય કરતા અચકાશે. “દીકરી તેને સજા ભગવાન આપશે. તું ચલ મારી સાથે. કુદરતના નિયમ મુજબ જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે તેના સ્વજનો કે જે મૃત્યુ પામ્યા હોય તે આત્માને લેવા આવે છે તેમ હું તને લેવા આવી છું.” “મા હું મૃત્યુ પામી નથી. અવગતે ગઇ છું. અને મારો બદલો લીધા વીના હું તારી સાથે તો શું કદાચ ભગવાન લેવા આવે તો તેની સાથે પણ નહી આવું.”

મારી મા વિલા મોઢે પાછી ફરી ગઇ અને મે જોયુ કે તે બધા હૈવાનો મારા મૃત શરીરને હજુ ચુંથતા હતા. તેમને એ પણ ભાન ન હતી કે હું હવે મરી ગઇ છું, મારા શરીરમાં જીવ નથી રહ્યો. “એ રવી જરા જો તો આ સાલી તો મરી ગઇ લાગે છે, અત્યાર સુધી તેના શરીરની મુવમેન્ટ થતી હતી હવે તેનુ શરીર બેજાન હાલતમાં હોય તેમ મને લાગે છે.” સુરજે કહ્યુ. “રવીએ મારા નાક પાસે હાથ રાખી ચેક કર્યુ અને ત્યાર બાદ સમીરે મારી નાળ તપાસી.” “હા યાર આ સાલી તો મરી ગઇ છે. હવે શું કરશું??? “કાંઇ નહી હવે કરવાનું શું? આ મારા બંગલાનો આટલો મોટો ગાર્ડન ક્યારે કામ આવશે? સાલીને અહી જ દાટી દઇએ. કોણ જોવાનુ છે? કોને ખબર પડશે કે આ ક્યાં ગઇ. આમ પણ તેનો બાપ પણ હવે આ દુનિયા છોડી જ ચુક્યો હશે.” મણીલાલ બોલ્યો. “હા ગુડ આઇડિયા. ચલો આ બોડીને ઠેકાણે પાડવાનુ કામ પતાવો. સવાર થઇ જશે અને લોકોની અવરજવર થવા લાગશે ત્યારે કામ નહી થઇ શકે.” અશ્વિને કહ્યુ અને બધાએ સાથે મળી એક મોટી પ્લાસ્ટીકની બેગ લાવ્યા અને પહેલા મારા શરીરને જેમ તેમ કરી એ બેગમાં ભરવા લાગ્યા પણ તેમા તેઓ સફળ ન થયા એટલે મણીલાલ કિચનમાંથી બે મોટા ચપ્પુ લાવ્યો અને મારા શરીરના નાના કટકા કરવા લાગ્યો એ કસાઇ.” “જેમ કસાઇ કોઇ પ્રાણીના કટકા કરતો હોય તેમ બધા મારા શરીરના અંગોને કાપી પ્લાસ્ટીકની બેગમાં ભરવા લાગ્યા. આવુ કામ કરતા પણ કોઇના ચહેરા પર દુઃખના ભાવ જણાતા ન હતા. “બે પ્લાસ્ટીકની મોટી બેગ ભરી રૂમમાં ખુણે રાખી દીધી અને પછી બધા સાથે મળી ગાર્ડનમાં ગયા અને પાછળના ભાગે મોટો ખાડો ખોધ્યો. “જા સુરજ અને રવી બન્ને જઇ બેગ લઇ આવો. ત્યાં સુધીમાં અમે અહી દેખરેખ રાખીએ છીએ.” મણીલાલે કહ્યુ અને સુરજ અને રવી બેગ લેવા જતા રહ્યા. “એ પ્લાસ્ટીક બેગને મોટી પ્લાસ્ટીકની બોરીમાં ભરી મને ત્યાં દફનાવી દીધી. અને એક મોટો પથ્થર ત્યાં ખોસી દીધો. તમારા ગાર્ડનમાં જે પાછળના ભાગે પથ્થર ખોસેલો છે ત્યાં જ મારી લાશ દાટી હતી. લાશને દફનાવી રૂમને જેમ તેમ સાફ કરી તે બધા બહાર નીકળ્યા કે મારા ઘર પાસે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા ત્યાં આવી ગયા. “શું થયુ વર્મા??? કેમ બધા અહી ભેગા થયા છે?” મણીલાલે પુછ્યુ.

“મણીલાલ શુખવીંદરભાઇનું અવસાન થયુ છે. તેમની લાશ હોલમાં પડી છે અને તેમની દીકરી જ્યોતી પણ ઘરે નથી.” વર્માજીએ કહ્યુ. “અરે શું થઇ ગયુ શુખવીંડરજીને?” મગરમચ્છની જેમ મણીલાલ બોલવા લાગ્યો. “લાગે છે હાર્ટ એટેક આવેલ છે. પણ એ સમજાતુ નથી કે તેના પિતાજીને છોડીને જ્યોતી ક્યાં જતી રહી?” “અરે વર્મા તું પણ સાવ ભોળો જ છે. જ્યોતીની ચાલ ચલગત ક્યાં સારી હતી. હાલતા ચાલતા અહી શુખવીંદરજીની ગેરહાજરીમાં ઘણા અજાણ્યા છોકરાઓને મે આવતા જોયા છે અને કલાકો સુધી જ્યોતી સાથે રહેતા.” “ઓહ માય ગોડ. આવી બધી તો ખબર જ ન હતી અમને તો.” “હા એ જ્યોતી ઘરે એકલી હોય ત્યારે ઘણી વખત તો મે ત્રણ ચાર યુવાન છોકરાઓને આવતા જોયા છે. હવે એક યુવાન દીકરીના આવા લક્ષણ હોય તો બાપને એટેક જ આવે ને??? કાલે રાત્રે બે વાગ્યે પણ જ્યારે હું જાગ્યો ત્યારે એક કાર તેના ઘર પાસે ઊભી હતી અને થોડી વાર બાદ એ કાર પુરપાટ ત્યાંથી નીકળી ગઇ એટલે હવે મને લાગે છે કે જ્યોતી કોઇ સાથે ભાગી જ ગઇ હશે અને એ જ આઘાતમાં શુખવીંદરજીને એટેક આવી ગયો હશે.” “અરે ભગવાન આ છોકરી આવી હશે એ તો સ્વપ્ને પણ નહી વિચાર્યુ અમે. શું જમાનો આવી ગયો છે.” “હા ચલો હું નીકળુ છું મારે અર્જન્ટ એક મીટીંગમાં જવાનુ છે. ભગવાન શુખવીંદરજીની આત્માને શાંતિ આપે.” કહેતો મણીલાલ ખંધુ હસતો ત્યાંથી નીકળી ગયો. થોડી જ વારમાં મણીલાલે કહેલી વાત ત્યાં બધા લોકોને ખબર પડી ગઇ. બધા મારા નામ પર જેમ ને તેમ બોલવા લાગ્યા.

“તે જ દિવસે મે નક્કી કરી લીધુ હતુ કે મારા ગુનેગારોને શાંતિથી તો રહેવા નહી જ દઉ. મણીલાલને મારા મૃત્યુ બાદ એ ઘરમાં રહેતા ડર લાગતો હતો આથી તેણે સમીરને અને તેના મિત્રોને બધી વાત કરી અને સમીરે તમને આ મકાન અપાવ્યુ. તેમને હતુ કે હવે તેઓ આબાદ બચી ગયા પણ તે બધા હજુ અંધારામાં હતા. આજે તે બધાને મારીને મે મારો બદલો પુરો કર્યો છે. હવે મને શાંતિ મળી. “પણ મને એ સમજાતુ નથી કે આ બધુ કરવા માટે તે અદિતીને જ કેમ ટારગેટ બનાવી?” મેહુલે પુછ્યુ. “અજયભાઇનું ફેમીલી અહી રહેવા આવ્યા બાદ મે જોયુ કે અદિતી ખુબ ડરપોક અને મનની નબળી છે. એટલે જ મે તેનું શરીર મેળવ્યુ અને એક પછી એક ખુન કર્યા. જ્યારે જ્યારે ખુન થયા હતા ત્યારે ત્યારે અદિતી એક યા બીજા કારણોસર તેની યોગ્ય જગ્યાએ હતી અને ખુન કર્યા બાદ પણ તેની હાલત હંમેશા ખરાબ જ બની ગઇ હતી. મારા કારણે બીચારી અદિતીએ પણ બહુ ભોગવ્યુ છે.” “હું ધારત તો આ છેલ્લુ ખુન કર્યા બાદ કોઇ આગળ પગલુ ન ભરત પણ મે જાણી જોઇને છેલ્લા ખુન વખતે અદિતીની અમૂક વસ્તુઓ ત્યાં ઘટનાસ્થળે સમીરના ઘરે રાખી દીધી કારણ કે મારે સત્ય હકિકત તમને બધાને કહેવી હતી.” “હવે તમે જ કહો કે આ લોકો સજાને હકદાર હતા કે નહી? મે જ્યારે જ્યારે તેના ખુન કર્યા છે ત્યારે બેરહેમીપુર્વક અને કોઇ પણ હથિયાર વિના તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને મેહુલભાઇ તમે કદ્દાચ તપાસ વખતે માર્ક કર્યુ હશે કે તે બધાના ગુપ્તાંગ મે કાપી નાખ્યા હતા. એ છ રાક્ષસો પુરૂષ ન હતા બલ્કે એ વાસનાના રાક્ષસો હતા. એ બધાની રાક્ષસી નિતીનો મે તેમને આ અંજામ આપ્યો છે.” “મારે પણ આ દુનિયામાં રહેવુ હતુ. મારુ નામ બનાવવુ હતુ. મારા પણ ઘણા સ્વપ્નો હતા. મે પણ વિચાર્યુ હતુ કે એક એવો જીવનસાથી મને મળે જે મને પ્રેમ કરે. આ બધા સ્વપ્ના પર એ છ રાક્ષસો ફરી વળ્યા. મારો શું ગુનો હતો કે મને આ રીતે તે લોકોએ સામુહિક બળાત્કાર કરી મારીને દાટી દીધી??? મણીલાલની હેલ્પ માંગી એ મારો ગુનો હતો???? હું ખુબ દેખાવડી હતી એ મારો ગુનો હતો???? મારુ શરીર ભરાવદાર અને આકર્ષક હતુ શું એ મારો ગુનો હતો????” આખા હોલમાં સન્નાટો છવાઇ ગયો અને બસ અદિતી સ્વરૂપે જ્યોતીનુ રૂદન બધા સાંભળી રહ્યા. થોડીવાર બાદ અજયભાઇ પણ જ્યોતીની બાજુમાં બેઠા તેણે પણ એક પિતાના ભાવે તેને પસવારી અને માંફી માંગી. “બહેન આજે મને મારા પપ્પાના એક સારા ચહેરા પાછળ રહેલો ભયાનક ચહેરો જોવા મળ્યો. તેમના મોત બાદ હું હર એક પળ એ જ વિચારતી કે ભગવાન તેના ખુનીને મોતથી પણ બદતર સજા આપે પણ આજે આ બધુ સાંભળ્યા બાદ હું એમ કહું છું કે તે મારા પપ્પાને જે સજા આપી તે યોગ્ય જ છે. કદાચ કાનુન તેને સજા આપત તો એ સજા બહુ ઓછી પડત આ હેવાનોને. હું મારા પિતાજીના કર્મોની માંફી માંગુ છું જ્યોતી.” કહેતી કાજલ તેના પગે પડી ગઇ. “ના કાજલ આ બધી બાબતમાં તારો શું વાંક કે તુ મારી માંફી માંગે છે? મે આ છ લોકોના ખુન કર્યા તેમા તેના કોઇ પરિવારના સભ્યોને હેરાન કર્યા નથી બસ એ છ હૈવાનોને જ તેમના કર્યાની સજા આપી છે. આજે મારો બદલો પુરો થયો છે. “મેહુલભાઇ તમને મેસેજ અને ઇ-મેઇલ કરનાર હું જ હતી અને સ્વાતી ખન્ના બનીને પણ હું જ તમારી પાસે હોટેલમાં આવી હતી. બીજી વાત કે આજ દિન સુધી ગાર્ડનના એ પથ્થરને કોઇ ખસેડી શક્યુ ન હતુ. આજે તમે એ પથ્થર ખસેડજો. હજુ ત્યાં મારા હાડકા તમને કોહવાયેલી હાલતમાં મળશે. હું જે કોલેજમાં હતી ત્યાં મારી પ્રોફાઇલમાં મારુ બ્લડગૃપ, મારા શરીર પરના ખાસ ઓળખની નિશાની એ બધુ તમને મળી જશે. અને આજે તો વિજ્ઞાન એટલુ આગળ વધી ગયુ છે કે હાડકાની મદદથી પણ ખુન કેવી રીતે થયુ છે તે અને મારા પર સામુહિક બળાત્કાર થયો હતો કે નહી એ સાબિત થઇ જશે.”

“ઓ.કે. જ્યોતી. અને ડોન્ટ વરી તારી આખી શરૂઆતથી અંત સુધીની કહાની મે વિડીયો રેકોર્ડ કરી લીધી છે અને હવે હું તને વચન આપુ છું કે અદિતીને હું બેગુનાહ સાબિત કરીને જ રહીશ.” “અલ્વીદા બધા ને.” જ્યોતીએ બે હાથ જોડ્યા અને બધાએ તેની સામે બે હાથ જોડ્યા. જ્યોતીની સાથે સાથે આખા પરિવાર અને મેહુલની આંખમાં આંસુ આવી ગયા. થોડી વારમાં જ અચાનક અદિતી બેહોશ બની ઢળી પડી. બધાને લાગ્યુ કે હવે જ્યોતીએ અહીથી વિદાય લઇ લીધી છે.

****************************

શું એક દીકરી તેના બાપ માટે મદદ માંગવા ન જઇ શકે??? શું પુરૂષ એક સ્ત્રીને બસ સેક્સની નજરથી જ જોય છે? શું એક સ્ત્રી પુરૂષની સેક્સની ઇચ્છા પુરી કરવાનુ રમકડુ છે? એક ન મળી તો બીજી અને બીજી ન મળી તો ત્રીજી સ્ત્રી, આ તે કેવી રીત છે? આપણે રોજબરોજ ન્યુઝ જોઇએ છીએ અને પેપર વાંચીએ છીએ તો આ સામુહિક બળાત્કારના કેસ નજરે ચડ્યા વિના રહેતા જ નથી. સ્ત્રીનુ અંગ એ માત્ર સેક્સ પુરતુ સિમિત નથી એ જનની છે. જો આવી રીતે જ સ્ત્રીની સલામતી નહી જળવાય તો ભવિષ્યમાં કોઇ દીકરીને જન્મ આપશે જ નહી અને સ્ત્રી વિનાના સંસારની કલ્પના આંખ બંધ કરીને એક વખત કરી લેજો. તમારા શરીરના રૂવાડા ઉભા ન થઇ જાય તો કહેજો.... મિત્રો સ્ત્રીને માન આપો. સ્ત્રી છે તો અને તો જ સંસાર છે. સ્ત્રી વિના સંસાર અકલ્પનિય છે. ભગવાનને પણ આ દુનિયામાં જન્મ લેવા માટે એક સ્ત્રીના ગર્ભમાં નવ માસ રહેવુ પડ્યુ હતુ.

યત્ર નાર્યસ્તુ પુજયન્તે, રમન્તે તત્ર દેવતા:

અસ્તુ.

મિત્રો, આજે આ નવલકથા “સન્નાટાનું રહસ્ય” પુરી થઇ છે. વીસ અઠવાડિયાની આ લાંબી સફર દરમ્યાન તમે મારી સાથે જોડાઇ રહ્યા તેના માટે આપનો ખુબ ખુબ આભાર. આ નવલકથા માટે આપના સારા કે નરસા જેવા પ્રતિભાવો હોય કે કોઇ સુચનો હોય તો જરૂરથી મારા મેઇલ આઇ.ડી પર મોકલાવજો અને મારુ ધ્યાન દોરજો. માતૃભારતીની સફર દરમ્યાન આ ત્રીજી નોવેલ મારી પુરી થઇ ગઇ છે. જે ત્રણેય એકબીજા સાવ અલગ જ હતી. હવે મારી ચોથી નોવેલ આવતા અઠવાડિયેથી શરૂ થશે જે તદન નવા વિષય અને રસ સાથે મે લખવાનો પ્રયાસ કર્યો છે. તો આપ સૌ તેનો પણ આનંદ માણજો. વાંચતા રહેજો, આનંદ માણતા રહેજો અને જીંદગીમાં હમેંશા હસતા રહેજો અને ખુશ રહેજો. આભાર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED