Coffee House - 13 books and stories free download online pdf in Gujarati

કોફી હાઉસ - પાર્ટ-૧૩

કોફી હાઉસ

પાર્ટ – ૧૩

વિષય – લવ સ્ટોરી

રૂપેશ ગોકાણી

“ચલો.....ચલો.....ચલો અંકલ જુઓ, બધા આવી ગયા છે. હવે જલ્દી કરો. કાલની વાત પુરી કરો. તમારા સસ્પેન્સને કારણે તો મને આખી રાત ઊંઘ જ ન આવી. આખી રાત એ જ વિચારતી રહી કે પ્રેયને શું થઇ ગયુ કે તે આમ અચાનક કોઇને કહ્યા વિના નીકળી ગયો?” શિલ્પા બોલી ઉઠી.

“હા બેટા હા. આટલી અધિરાઇ સારી નથી. જરા શાંત બની જા પ્લીઝ.”

“તે દિવસે બધુ પડતુ મુકીને હું સીધો બસ સ્ટેશન તરફ ભાગ્યો. મનમાં ખુબ ઉચાટ હતો. મન બેચેન બની રહ્યુ હતુ. મારા ચહેરા પરસેવો બાઝી ગયો હતો. બસ એક જ વાત મગજમાં હતી કે સૌથી પહેલી નડિયાદની જે બસ મળે તે પકડી નડિયાદ પહોંચી જઉ.” બસ સ્ટેશન પહોંચી હોયુ તો બહુ જ ભીડ હતી. હું દોડતો દોડતો ઇન્ક્વાયરી ઓફિસ તરફ દોડ્યો કે એક લોફરબાઝ મારી સાથે જાણીજોઇને અથડાયો. મને તેના પર ખુબ ગુસ્સો આવ્યો પણ પરિસ્થિતિને સમજી હું તેને નજરઅંદાજ કરી ત્યાંથી નીકળી ગયો. ઇન્ક્વાયરી પરથી ખબર પડી કે નડિયાદ માટેની બસ ૧૦ મિનિટમાં જ મુકાવવાની હતી. હું પ્લેટફોર્મ પર બેસી બસની રાહ જોવા લાગ્યો અને મનોમન ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યો. “બસ આવતા જ હું દોડીને બેસી ગયો. દસ મિનિટ થઇ છતા બસ ઉપડી નહી ત્યારે મને ખુબ ગુસ્સો આવવા લાગ્યો પણ મારા હાથમાં કાંઇ ન હતુ. થોડીવાર બાદ બસ કન્ડક્ટર અને ડ્રાઇવર બન્ને લટાર મારતા આવી તો પહોંચ્યા પણ હજુ બસની બહાર ઉભા ગપ્પા મારી રહ્યા હતા. હવે મારાથી રહેવાયુ નહી. “સાહેબ પ્લીઝ જલ્દી બસ સ્ટાર્ટ કરો ને. મારે બહુ મોડુ થાય છે. મારે વહેલામાં વહેલી તકે નડિયાદ પહોંચવુ છે.” મે ડ્રાઇવરને કહ્યુ. “એ ભાઇ એટલી જ ઉતાવળ હોય તો પ્રાઇવેટ વાહનમાં નડિયાદ નીકળી જા. આ કાંઇ મારી કે તારી પ્રોપર્ટી નથી કે આપણી ઇચ્છા થાય ત્યારે બસ ઉપાડી અને મન થાય ત્યારે બસને ઉભી રાખી દીધી. બહુ આવ્યો ઉતાવળ વાળો.” “મન તો એવુ થતુ હતુ કે ઉતરીને એક થપ્પડ લગાવી દઉ પણ ગુસ્સાને કન્ટ્રોલ કરતો હું બેસી રહ્યો. દસ મિનિટ બાદ બસ ઉપાડી. ડ્રાઇવર મારી સામે કતરાઇને જોઇ રહ્યો હતો. મારી પાસે તેણે ટીકીટ માંગી ત્યારે જેવો મે હાથ જીન્સ પોકેટમાં વોલેટ લેવા માટે નાખ્યો કે મારા હોંશ ઉડી ગયા. મારુ પોકેટ કપાયેલુ હતુ અને વોલેટ અને મોબાઇલ ફોન બન્ને હતા નહી. હું આજુબાજુ બાંવરાની જેમ વોલેટ અને મોબાઇલ શોધવા લાગ્યો પણ આજુબાજુમાં તો કાંઇ હતુ નહી. “એ ભાઇ બહુ ઉતાવળ હતી ને નડિયાદ જવાની? હવે ટીકીટ લેવાની ઉતાવળ નથી કે શું?” “સોરી સર, મારુ પોકેટ કપાઇ ગયુ હોય તેમ લાગે છે. કોઇ મારુ વોલેટ અને મોબાઇલ ફોન બન્ને ચોરાઇ ગયા લાગે છે.” મે નમ્રતાથી તેને કહ્યુ. “હવે રહેવા દે આ બધી બહાનેબાજી. ટીકીટ માટે પૈસા ન હોય તો ઉતરી જા બસમાંથી.”

જ્યારે મુસિબત આવે છે ત્યારે ચારેબાજુથી આપણને ઘેરી વડે છે. મને નડિયાદ પહોંચવાની ઉતાવળ હતી અને અહી ત્યારે મારે બસમાંથી નીચે ઉતરવાની નોબત આવી ચુકી હતી. હું કન્ડક્ટરને વિનંતી કરવા લાગ્યો પણ તે માનવા તૈયાર જ ન હતો. મે જીન્સના બીજા પોકેટમાં હાથ નાખ્યો ત્યાં મારા જીવમાં જીવ આવ્યો. પાંચસોની એક નોટ નીકળતા જાણે મને લોટરી લાગી હોય તેવો એહસાસ થયો. મે કન્ડક્ટરને પૈસા આપી ટીકીટ લઇ લીધી. મારી એ ખરાબ ટેવ મને તે દિવસે આશિર્વાદરૂપ લાગી. જ્યારે પણ કોઇ પૈસા પાછા આપે ત્યારે વોલેટમાં ન મુકતા હું તેને જીન્સના ખિસ્સામાં રાખી દેતો. ઘણીવાર તો મામીને જીન્સના પોકેટ ચેક કરતા ભૂલી જાય ત્યારે આ રીતે પૈસાની નોટો ધોવાઇ પણ જતી. હવે મનમાં એ જ વિચારતો હતો કે મારુ વોલેટ અને મોબાઇલ કોણ અને ક્યારે લઇ ગયુ હશે??? અચાનક મને યાદ આવ્યુ કે ભીડમાં પેલો જે છોકરો જાણીજોઇને મારી સામે અથડાયો હતો તે જ મારુ વોલેટ મોબાઇલ લઇ ગયો હોવો જોઇએ. મને તેના પર ખુબ ગુસ્સો આવી ગયો. હું ઘરે કોઇને પણ કહ્યા વિના નડિયાદ નીકળી ગયો છું. મામા-મામી મને નહી જુવે તો તેમને થશે કે હું કોલેજ નીકળી ગયો હોઇશ પણ કોલેજમાં કુંજ મને નહી જુવે ત્યારે??? તે તો સૌ પ્રથમ મને કોલ જ કરશે અને મોબાઇલ તો હવે મારી જોડે છે નહી. હવે કરવું તો શું કરવું? એ વિચારોએ હું ઘેરાઇ ગયો. મનોમન નિશ્ચય કર્યો કે નડિયાદ પહોંચી કુંજને બધી વાત કહી દેવી જેથી તેને મારી કોઇ ચિંતા ન થાય. “વિચાર્યુ હતુ કે આજે હું કુંજને પ્રપોઝ કરી તેને જીવનભર માટે મારી બનાવી લઇશ પણ હાય રે કિસ્મત!!! પણ એક વિશ્વાસ મને હતો જ કે હવે હું અને કુંજ એકબીજાથી અલગ તો નહી જ થઇએ. તે મારા પ્રપોઝનો પોઝીટીવ રિસ્પોન્સ જ આપશે. નડિયાદ પહોંચતા જ હું રીક્ષા કરી દોડતો ઘરે પહોંચ્યો. દિલમાં ડર હતો કે અચાનક કોને શું થઇ ગયુ હશે કે જેથી દાદાજીએ અચાનક જ મને તેડાવી લીધો.

“મમ્મી..... ઓ મમ્મી......,, દાદાજી , ક્યાં છો બધા?” હું મમ્મી પપ્પા અને દાદાજીનો રૂમ જોઇ આવ્યો પણ કોઇ હતુ નહી. ત્યાં નરહરીકાકા દોડતા આવતા દેખાયા. “દીકરા માફ કરજે. હું ઉપરના માળે હતો તેથી તારો અવાજ ન સાંભળ્યો.”

“કાકા શું થયુ એ તો કોઇ કહો મને? દાદાજી મમ્મી પપ્પા બધા ક્યાં છે? અને એવી તે શું ઘટના ઘટી કે દાદાજીએ કાંઇ પણ કહ્યા વિના મને બસ અહી આવી જવા કહ્યુ.” “દીકરા વાત જ એવી છે કે તને તેડાવવો પડ્યો. સાહેબને ગઇકાલે રાત્રે અચાનક જ છાતીમાં દુ:ખાવો ઉપડ્યો. ભાભીએ તાત્કાલિક દાદાને ઉઠાડ્યા અને અમે બધા તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા અને ડોક્ટરે તપાસ કરતા કહ્યુ કે સાહેબને બહુ ભારે હ્રદયરોગનો હુમલો આવ્યો છે. દાદાજી અને ભાભીના તો જીવ તાળવે ચોંટી ગયા આ વાત સાંભળીને એટલે તને તાત્કાલિક ફોન કરી તેડાવી લીધો બેટા.” “હું તો હેબતાઇ જ ગયો. આખા રસ્તે એ વિચાર આવતો હતો કે મમ્મી પપ્પા વચ્ચે બહુ મોટો ઝઘડો થયો હશે અને પરિસ્થિતિ બહુ ગંભિર બની જતા દાદાજીએ મને બોલાવ્યો હશે પણ અહી આવી સાચી વાત માલૂમ થતા મને જરા વધુ સદ્દ્મો લાગ્યો. પપ્પાને કઇ હોસ્પિટલમાં લઇ ગયા છે તે બાબતે પુછતાછ કરી મમ્મીના કબાટમાંથી થોડા પૈસા લઇ હું દોડતો ઘરેથી નીકળી ગયો. આ ન્યુઝ સાંભળ્યા બાદ મને ઘરની લેન્ડલાઇનમાંથી કુંજને કોલ કરવાનુ પણ યાદ ન રહ્યુ. એપોલો હોસ્પિટલ પહોંચી ઇન્ક્વાયરી પર પુછતાછ કરી સીધો હું દોડતો આઇ.સી.યુ. સેન્ટરના પાંચમાં રૂમમાં પહોંચી ગયો અને જોયુ કે પપ્પા ઊંઘમાં હતા અને મમ્મી તેની પાસે ટેબલ પર બેઠા હતા. મમ્મીની આંખમાં આંસુ હતા. આખી જીંદગી જેના મેણા અને માર સહન કર્યો અને તે પણ કોઇપણ પ્રકારના વાંક કે ગુનાહ વિના તો પણ આજે મારી મા આજે રડી રહી હતી. “મા............” અવાજ સંભળતા જ સાડીના પાલવ વડે પોતાની આંખ લુંછતી તેણે મારી સામે જોયુ. હું તેમની નજીક જઇ બાજુમાં ટેબલ પર બેસી ગયો. તે મારાથી તેના આંસુને છુપાવવા માંગતી હતી પણ તેની જ આંખ તેને સાથ આપતી ન હતી તેના આંસુ દડ દડ કરતા આંખમાંથી રસ્તો કરી વહેવા લાગ્યા.

મે મારી માતાને આ રીતે ઘણી વખત રડતી જોઇ હતી પણ પહેલા તે પપ્પાના જુલ્મને કારણે રડતી પણ આજે તેની બિમારીને કારણે તે રડી રહી હતી.

“ચિંતા ન કર મા. પપ્પાને કાંઇ નહી થાય. આપણે સમયસર હોસ્પિટલ આવી ગયા એટલે હવે ડોક્ટરની ટ્રીટમેન્ટથી પપ્પા જલ્દી સાજા-સારા થઇ જશે. હું આવી ગયો છું ને હવે. બિલકુલ ચિંતા ન કરજે તું.” “દીકરા મને બહુ ચિંતા થાય છે. એકદમ સાજા-સારા તારા પિતાજીને રૂવાડે પણ રોગ ન હતો અને અચાનક આ રીતે મેજર એટેક આવ્યો તો હું અને દાદાજી બન્ને હેબતાઇ ગયા, આ તો આપણા પડોશી મનુભાને દાદાજીએ બોલાવી લીધા અને રાત્રે બાર વાગ્યે અમે દવાખાને આવી પહોંચ્યા. દાદાજીને પણ તારા પપ્પાની આવી હાલત જોઇ ટેન્શન આવી ગયુ હતુ. બીચારા તે આવી પરિસ્થિતિમાં મને સંભાળે, પોતાને સંભાળે કે તારા પપ્પાને??? મને પણ આ બધુ જોઇ ચક્કર આવવા લાગ્યા. રાજલબાએ તો કહ્યુ કે તમે અહી રહો. મનુભા અને દાદાજી બન્ને દવાખાને જાય પણ મારો જીવ ન રહ્યો. હું પણ તેમની સાથે જ અહી આવી ગઇ. “દાદાજી ક્યાં છે? દેખાતા નથી.?” “તારા પપ્પા માટે ડોક્ટરે કહેલી દવા લેવા ગયા છે દાદાજી.”

હજુ તો અમે વાત કરતા હતા ત્યાં દાદાજી આવી પહોંચ્યા. તેમની હાલત જોઇ મને તેમના પર ખુબ દયા આવી ગઇ. જેમનો એકનો એક દીકરો આ રીતે હોસ્પિટલમાં હોય ત્યારે એક પિતાની શું હાલત હોય તે મને દાદાજીના ચહેરા પરથી સાફ દેખાઇ આવી. હું તરત જ તેમની પાસે ગયો અને હાથમાંથી દવાની બેગ લઇ તેમને બેસાડ્યા અને તેમને પાણી આપ્યુ, “ દાદાજી તમે જરા પણ ચિંતા ન કરજો. જુઓ હવે હું આવી ગયો છું ને? પપ્પાને કાંઇ પણ નહી થાય. થોડા જ દિવસમાં ચુસ્ત અને ફીટ થઇ ફરી મમ્મી અને તમારા પર રોફ જમાવવા લાગશે.” કહેતા મે તેમને જરા હસાવવાની કોશિષ કરી. તેઓ હસ્યા પણ જાણે કમને હસતા હોય તેવુ તેમનુ કૃત્રીમ હાસ્ય તેમના ચહેરા પર મે જોયુ. “દીકરા ભગવાનની શું ઇચ્છા છે તે તો એ જાણે પણ ડોક્ટર સાહેબનુ કહેવુ એમ છે કે બહુ ભારે એટેક આવ્યો છે તારા બાપને. હ્રદયની લગભગ બધી નળીઓ બ્લોક જ થઇ ગઇ છે. લોહીની હેરફેર લગભગ બંધ જ થઇ ગઇ છે અને આગળના ૨૪ કલાક તેમને બહુ ખતરો છે ડોક્ટરે તો ત્યાં સુધી કહ્યુ છે કે ચોવીસ કલાક સુધી કાંઇ કહી શકાય તેમ જ નથી. કદાચ બચે કે........” કહેતા દાદાજી અટકી ગયા અને રડવા લાગ્યા. તેમનુ કહેવાનુ હું સમજી ગયો હતો પણ મને ભગવાન પર વિશ્વાસ હતો. “હું ડોક્ટરને જરા મળી આવું.” કહેતો હું ઉભો થઇ નીકળ્યો. જતા જતા દાદાજીના રડવાનુ ડુંસકુ મારા કાને અથડાયા વિના ન રહ્યુ.

“મે આઇ કમ ઇન સર?” ડો. પારસની કેબિનમાં જતા મે પુછ્યુ. “યા કમ ઇન. હેવ અ શીટ પ્લીઝ.” નમ્રતાપુર્વકના જવાબથી મને શાંતિ મળી. “સર આઇ એમ પ્રવીણ પટેલ. આઇ.સી.યુ. રૂમ નં 5 માં મારા ફાધર એડમિટ છે. હું તેમની હેલ્થ બાબતે તમારી સાથે વાત કરવા આવ્યો છું. જો તમે ફ્રી હોવ તો.”

“યા આઇ એમ ફ્રી મિસ્ટર પ્રવીણ. બાય ધ વે કાલે તમે હતા ક્યાં? તમારા દાદા અને મમ્મી બહુ હેબતાઇ ગયા હતા અને ઉપરથી તમારા ફાધરનો અતિ ઉગ્ર સ્વભાવ, આઇ એમ સોરી ટુ સે પણ આટલો બધો ગુસ્સો તેમના માટે હાનિકારક છે.” સર હું રાજકોટ અભ્યાસ માટે મામાના ઘરે રહુ છું. આજે સવારે જ દાદાનો ફોન આવતા હું તાત્કાલિક અહી આવી ગયો.” “ઓ.કે. મે તમારા દાદાને બધી વાત તો કરી જ દીધી છે પણ તમને હું સમજાવી દઉ છું કે આ એક ગંભીર એટેક છે. હ્રદયની તમામ નળી લગભગ બ્લોક છે. અત્યારે ૨૪ કલાક સુધી કાંઇ કહી શકાય તેમ નથી. અમે અમારી પુરતી મહેનત કરીએ છીએ પણ હ્રદયની નળી બ્લોક છે તો તેના માટે બાયપાસ સર્જરીનું ઓપરેશન તો જરૂરી જ છે.” “સર પ્લીઝ ગમે તેમ કરીને મારા પપ્પાને બચાવી લો.” “મિસ્ટર પ્રવીણ આઇ વીલ ટ્રાય માય બેસ્ટ. ડોન્ટ વરી એટ ઓલ.” તેમણે મને દિલાસો આપતા કહ્યુ. “ઓ.કે. સર થેન્ક્સ.” કહેતો હું પણ ત્યાંથી નીકળી પપ્પા પાસે રૂમમાં ગયો. હું આવ્યો ત્યારથી અત્યાર સુધી પપ્પા બેહોંશ જ હતા અને મમ્મી તેની બાજુમાં સુનમુન ચહેરે બેઠી હતી.

“મા.... તુ થોડી વખત હવે આરામ કર. હું અહી પપ્પા પાસે બેસુ છું.” “ના બેટા તુ લાંબી મુસાફરી કરીને આવ્યો છે તો ઘરે જતો રહે અને આરામ કર. હું અહી છું તારા પપ્પા પાસે.” “મમ્મી સમજવાની કોશિષ કર. આ રીતે ટેન્શન લેવાથી તને કાંઇક થઇ જશે. જરા તુ પણ આરામ કર. તારા ચહેરા પરથી સાફ દેખાઇ આવે છે કે તે આખી રાત ઉજાગરો જ કર્યો છે. તને મારી કસમ છે તું અને દાદા બન્ને ઘરે જઇ આવો અને ફ્રેશ થઇ જાઓ પછી રાત્રે આવજો અહી. હું અહી બધુ મેનેજ કરી લઇશ.”

“ઠીક છે બેટા પણ કાંઇ પણ તકલિફ જણાય તો મને તાત્કાલિક બોલાવી લેજે.” “ઓ.કે. મમ્મી. ડોન્ટ વરી, હું છું ને અહી. તુ કોઇપણ જાતની ચિંતા વિના ઘરે જઇ આવ અને થોડી વખત આરામ કરી લે પ્લીઝ.” “હા દીકરા.” કહેતા મમ્મી અને દાદા બન્ને ઘરે જવા નીકળી ગયા અને હું પપ્પા પાસે બેઠો. બેઠા બેઠા અચાનક યાદ આવ્યુ કે કુંજને કોલ કરવાનો તો ભુલાઇ જ ગયો પણ હવે તો મમ્મી અને દાદા બન્ને નીકળી ગયા હતા અને મારી પાસે તો ફોન હતો નહી એટલે વળી કુંજની ચિંતા કરતો હું પપ્પા પાસે બેસી રહ્યો. આ રીતે એકાએક જતુ રહેવાથી કુંજ શું વિચારશે? કુંજને પણ મારી ચિંતા થતી જ હશે અને વળી તે મને કોલ કરવાની ટ્રાય કરશે તો પણ મારો ફોન તો લાગવાનો નથી અને અત્યારે એટલો સમય પણ નથી કે મારા ફોનનુ નવુ સીમકાર્ડ કઢાવી શકું. અત્યારે મારે પપ્પા પાસે રહેવુ જરૂરી હતુ અને મનોમન મને કુંજ પર પુરો વિશ્વાસ હતો કે જ્યારે તેને આ બધી વાતની ખબર પડશે ત્યારે તે મારી પ્રોબ્લેમ સમજી શકશે.” આ બધા વિચારોમાં હું ખોવાયેલો હતો ત્યાં નર્શ પપ્પાને ચેકઅપ માટે આવી અને મારા ગતિમાન વિચારોને એકાએક બ્રેક લાગી ગઇ.

“પ્રવીણ્યા તારા પર તો અચાનક મુસિબતોનો પહાડ તૂટી પડ્યો હો દીકરા. એકબાજુ તારી કુંજળી હતી અને એકબાજુ તારા પપ્પા અને તુ પાછો રહ્યો સાવ બેજવાબદાર. તારો ફોન કોઇ જીન્સમાંથી ચોરી જાય ત્યાં સુધી તને ખબર ન પડે??? ભુલકણો અને એક નંબરનો બેકદરો.” ઓઝાસાહેબ બોલી ઉઠ્યા. “કાકા, નશીબના ખેલ છે આ બધા. અચાનક પપ્પાને એટેક આવ્યો, રસ્તામાં મારો ફોન ચોરાઇ ગયો, આ બધા મને મારી કુંજગલીથી દૂર લઇ જનારા પરિબળ હતા. કુદરત ઇચ્છતી ન હતી કે અમે બન્ને એક થઇ શકીએ. એટલે જ તો આ બધી પરિસ્થિતિ સર્જાઇ.” “તો એનો મતલબ એમ કે અંકલ તમે ત્યાર બાદ ક્યારેય કુંજ આન્ટીને મળ્યા જ નથી? તમે ફરી રાજકોટ ગયા જ નહોતા?” પાર્થે પુછ્યુ. “દીકરા ઇચ્છા તો બહુ હતી કુંજને મળવાની, તેની સાથે મનભરીને વાતો કરવાની અને તેને મારા દિલની વાત કરવાની પણ..............” “પણ શું અંકલ. કેમ અચાનક ચુપ થઇ ગયા?” વ્રજેશે પુછ્યુ. “એ બધુ કાલે કહીશ દીકરા તમને. ચલો આજે આટલુ બસ. હવે આપણે નીકળીએ.” બધાના ચહેરા પર દુઃખના ભાવ જણાયા. ચુપચાપ બધા બાલાહનુમાન મંદિરે દર્શન કરી પોતાની મંજિલ તરફ નીકળવા લાગ્યા. પ્રવીણભાઇ એકલા મંદિરમાં ચાલતી અખંડ રામધૂનમાં બેસી મગ્ન બની ગયા.

to be continued…………….

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED