વિષ્ણુ મર્ચન્ટ - 14 Chetan Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ્ણુ મર્ચન્ટ - 14

“વિષ્ણુ મર્ચન્ટ”

પ્રકરણ – 14

હુ સમાજની એ સૌથી પ્રસિધ્ધ પણ વગોવાયેલી ગલી તરફ વળ્યો જેને રસ્તો બધાને ખબર હોય છે પણ પૂછો તો અજાણ બને છે. એ હતુ “વેશ્યાઘર”, બરોડામા કોઇ અલાયદો એરીયા નહોતો પણ બધે એ ધંધો પૂરજોષમા ચાલતો હતો એટલે મને પણ લીંક શોધતો વધારે વાર ના લાગી.

મારા માટે આ નિર્ણય લેવો બઉ કપરો નહોતો કારણ કે હુ એની જરૂરિયાત સમજતો હતો. અને એક દિવસ નીકળી પડ્યો એ બદનામ રસ્તા પર.

એજન્ટે મને મારા ઇમેઇલ પર થોડા ફોટા મોકલ્યા. બીજા ફોટા મંગાવ્યા. લગભગ વીસેક ફોટા જોઇને એક સીલેક્ટ કરી પણ ભાવ વધારે હતો એટલે ના પાડી દીધી.

મે એને મારુ બજેટ કહી દીધુ. ફરી પાછા વીસેક ફોટો મોકલ્યા. ફાઇનલી એક મળી ગઇ જે બજેટમા પણ બેસતી હતી અને ક્રાઇટેરીયામા પણ.

તમારા મનમાં સવાલ થતો હશે કે જે માણસ ખરીદીને લગ્ન કરવા રાજી નહોતો એ માણસ સેક્સ ખરીદવા કેમ તૈયાર થઇ ગયો. આનો હુ તમને જવાબ આપીશ.

સેક્સ ખરીદવામા હુ સર્વિસ લઉ છુ જેના હુ એને પૈસા આપુ છુ, એ મને સર્વિસ આપવાની ના પણ પાડી શકે છે જ્યારે ખરીદીને લગ્ન કરવા એટલે એને પૂરેપૂરી ખરીદી લેવી, ટેક્નીકલી એ મારી ગુલામ કહેવાય. મને સર્વિસ ખરીદવામા કોઇ વાંધો નહોતો પણ ગુલામ બનાવવામા હતો.

આપણા સમાજમા નાનામા નાના ગામથી માંડી મોટા શહેરોમાં આ ધંધો ધમધમે છે જેની સર્વિસ મજૂર થી મેનેજર, કારીગર થી વૈજ્ઞાનિક, કાર્યકર થી ધારાસભ્ય, સ્વયંસેવક થી ધર્મગુરૂઓ, કિશોર થી વૃધ્ધ, ભિખારી થી કરોડપતિ લે છે. આમતો ગેરકાનૂની છે પણ સરકાર અને પોલીસના હાથ નીચે બેફામ ચાલે છે. કેમ? કારણ કે આ સમાજની જરૂરિયાત છે. એમ કહેવુ અતિશયોક્તિ નથી કે સમાજના સમતોલનમા એક વેશ્યાનો ખૂબજ મોટો ફાળો છે. આમતો અત્યારે સ્ત્રી વેશ્યાની વાત ચાલે છે કારણ કે પુરૂષ વેશ્યા હજી ખૂબજ નહિવત છે.

મારે હોટેલ “કમ ઇન” ના રૂમ નંબર 402 મા જવાનુ હતુ. સાડાઆઠ વાગ્યા, નીકળવાનો સમય થઇ ગયો. બદનામીના ભય અને વાસનાની ગુલામીમાથી જન્મેલી નિર્બળતા મારા મનમા ગુનાહિત કાર્ય કરી રહ્યો એવી તીવ્ર લાગણીના ચુલા પર ઊકળી રહી હતી.

હુ રૂમમાં પહોચ્યો. રૂમ સાદગીથી શણગારેલો હતો. આછા ગુલાબી રંગની દિવાલો પર ટ્યુબલાઇટનો સફેદ પ્રકાશ રોમાન્ટિક લાગતો હતો. હુ એ સુંદર કાયાની રાહ મા વિહવળ હતો. શૃંગારિક આનંદના પતંગિયા ઉડી રહ્યા હતા તો અજાણ્યા ભયના સાપોલીયા સળવળ કરી રહ્યા હતા. એક તરફ શરીરની જરૂરિયાત તો બીજી તરફ વેશ્યાગમનના લાંછનનો ડર.

જ્યારે જ્યારે જરૂરિયાત અને નૈતિકતા વચ્ચે યુધ્ધ થાય ત્યારે 99.99% કિસ્સામા જરૂરિયાતનો વિજય થાય. મનમા ઉઠતી ઇચ્છાઓને ડામવી એ સંન્યાસ નથી, એના પર વિજય મેળવવો એ સંન્યાસ છે.

ડોરબેલ વાગી, એકજ સેકન્ડમાં ધબકારા ત્રણ ગણા વધી ગયા, આખા શરીરમા ઝણઝણાટી આવી ગઇ. હુ ઊભો થયો, હથેળી ઘસી, ઊંડો શ્વાસ લીધો, દરવાજો ખોલવા આગળ વધ્યો એટલામા ત્રણ ચાર વાર બેલ વાગી ગઇ. મે ધીરેથી દરવાજો ખોલ્યો, એ ધક્કો મારતી અંદર ઘુસી ગઇ. મે એની તરફ જોયુ.

શરીર સૌષ્ઠવ સામાન્ય પણ કામણગારુ હતુ, ચહેરો આકર્ષક હતો, લાખોની મેદનીમા એક એવો ચહેરો જે તમે ભૂલી ના શકો. સામાન્યતામા આકર્ષણનો અતૂટ દાખલો હતી.

“ક્યા ખોવાઇ ગયો?”

“ક્યાય નહિ, બેસો”

“બેસો.... ઓહો.... પહેલીવાર લાગે છે”

મને સમજાતુ નહોતુ કે હુ શુ કરુ? શુ વાત કરુ? કેવી રીતે શરૂઆત કરુ?

“બેસો....” એ હસી

મને સમજાયુ નહિ કે શુ બોલુ?

“પહેલા બધા બેસવાનુજ કહે છે, થોડા જુના થાય એટલે બેસવાનુ તો દૂરની વાત, રૂમમા ઘૂસતા કપડા ઉતાર, આડી પડ, ઊંધી થા, ઉપર આવી જા” એ મોં મચકોડી હસવા લાગી

હુ તો એની નિખાલસતા જોઇને સ્તબ્ઘ હતો. એ બેઠી, સેન્ડલ ઉતાર્યા.

“લાલુએ કેટલા કીધા છે?”

“અઢી હજાર”

“સાલાને કહ્યુ હતુ કે આ મહિનેથી 500 વધારી દેજે, સરકારનો ટેક્સ વધી ગયો છે”

“500 વધારે હુ આપી દઇશ”

“વધારે સારો થવાનો ટ્રાય ના કરીશ, 500 માટે નિયમોમા કોઇ બાંધછોડ નહિ કરુ”

“નિયમો?”

“હા થોડા નિયમો સાંભળી લે”

“ભલે લાલુએ આખી રાતના પૈસા હોય પણ બેજ વાર કરવા દઇશ”

“પતી ગયા પછી બંન્નેએ અલગ અલગ સૂઇ જવાનુ, ઘરે પત્નીને ચીપકીને સૂવે એમ નહિ, એક વાર પત્યા પછી સીધુ સવારે છ વાગ્યે બીજી વાર, પછી અલગ અલગ નાહવાનુ અને છૂટા પડી જવાનુ”

“ઓ.કે.”

“આની સાથે વધારે મસ્તી નહિ” એણે છાતી તરફ આંગળી કરી

“મને તકલીફ પડે એવુ આસન હુ નહિ કરુ, કોન્ડમ જરૂરી”

“લાયો છુ”

“અને હા ઓરલ કરીશ પણ નહિ અને કરવા પણ નહિ દઉં”

“ફોરપ્લે ખાલી પાંચ મીનીટ પછી ચાલુ પડી જવાનુ અને આફ્ટર પ્લેની આશા નહિ રાખવાની”

“બીજા નિયમો ચાલુમા જેમ યાદ આવશે એમ સમજાવી દઇશ”

“અને હા બાથરૂમ સવારે પહેલા હુ વાપરીશ” એટલુ બોલતા એ બાથરૂમમા ચાલી ગઇ.

એ તરતજ બહાર આવી.

“ઊભો થા, બેગ લાવ્યો છે?”

“હા”

એણે મારો શર્ટ-પેન્ટ ખોલ્યા. બેગ ચેક કરી. મને કંઇ સમજાયુ નહિ.

“સાલાઓ આજકાલ વિડિયો ઉતારી ઇન્ટરનેટ પર મુકી દે છે”

“હુ એવો નથી” બચાવની મુદ્રામા

“તુ કેવો છે એતો બેડમાંજ ખબર પડશે” એ ખડખડાટ હસવા લાગી

હુ તો એની નિખાલસતા, છટા અને વાણીથી અવાક બની ગયો હતો. સમાજના અલગ અલગ પ્રકારના પુરુષો સાથે સૂઇને એની વાણીમા પણ સમાજની ક્રૂરતા આવી ગઇ હતી. એ સમજી ગઇ હતી કે આ સમાજ આંગળી આપો તો હાથ પકડી લે છે એટલે એ નખ આપતી.

“જોઇ શુ રહ્યો છે, ચલ ચાલુ કર”

“હા”

હુ ઊભો તો થયો પણ ખબર નહોતી પડતી કે કેવીરીતે કે ક્યાથી શરૂ કરુ. મારી સામે માંસનુ પૂતળૂ હતુ ના તો હુ એને પ્રેમ કરતો હતો, ના એ મને. સાત્વિક વાસના કહી શકાય, જેમા કોઇ ભેળસેળ નહોતી. ટેસ્ટોસ્ટેરોન સ્ત્રાવ હતો, ડોપામાઇનનો નહિ. દુષ્કાળના વર્ષો પછી ચાતક માટે કૃત્રિમ વરસાદ જેવુ હતુ.

જો આર્યા હોત તો એને બાહોમા જકડી લેત, એના અંગે અંગને ચુંબનોથી નવડાવી દેત. હુ એનામા વિલીન થઇ જાત. હુ એની સાથે સેક્સ નહિ પણ પ્રેમના અતૂટ સમુદ્રમા મેડીટેશન કરતો હોત.

“પહેલા નથી કર્યુ?”

હુ જબક્યો.

“ક્યાં ખોવાઇ ગયોતો?”

“ક્યાંય નહિ”

“તો ચાલુ કરીએ”

મનના ડહોળાઇ ગયેલા પાણીમા હુ એ ઉત્સાહની શોધમા હતો પણ ક્યાંય જડતો નહોતો. જોઇએ વેશ્યા નામની આ ફટકડી કઇ કરી શકે છે કે નહિ, જોકે આસાર તો નહોતા.

એણે કપડા કાઢી નાખ્યા, આગળ વધી અને મારા બંન્ને હાથ એની છાતી પર મૂકી દીધા. શરીરમા એક ઝણઝણાટી વ્યાપી ગઇ. મે એની આંખોમાં આંખો પરોવી, એની આંખોમાં ના પ્રેમ હતો, ના સ્નેહ હતો, ના મિત્રતા, લાગણી વિહીન હતી એ આંખો. અમે બંન્ને પલંગમા ફસડાયા.

હુ એને ચૂમી ના શક્યો. ના તો એના એક પણ અંગને સહેલાઇ શક્યો. મે મનમાં જાગેલા વાસનાના રાક્ષસને તો શાંત પાડી દીધો પણ મનમા લાગેલી પ્રેમની આગને કેવીરીતે બૂજાવવી.

હુ એની બાજુમા તદ્દન નગ્ન અવસ્થામા સૂતો હતો પણ મારુ મન તો બીજા વિચારોમા ખોવાયેલુ હતુ.

“કોઇને પ્રેમ કરે છે?”

મે એની તરફ જોયુ.

“એના બીજે લગ્ન થઇ ગયા?”

“તુ કંઇ અલગ નથી, મારી જોડે તારા જેવા ઘણા આવે છે, કોઇને પત્ની એને શરીર સુખ નથી આપતી તો ઘણાની મરી ગઇ હોય છે, ઘણાના લગ્ન નથી થયા હોતા તો ઘણા ખાલી જલ્સા કરવા આવે છે”

હુ એની તરફ પીઠ કરીને સૂઇ ગયો પણ સૂઇ ના શક્યો. મનમા એકજ વિચાર આવતો હતો કે મારે આખી જીંદગી આજ કરવુ પડશે.

સવારે એણે મને ઉઠાડ્યો.

“ચલ આવી જા”

હુ કંઇ ના બોલ્યો બસ માથુ ધુમાવી ના પાડી દીધી.

એ બાથરૂમમાં ગઇ. નાહીને બહાર નીકળી ત્યારે હુ જાગતો હતો.

“આવતી વખતે ડીસ્કાઉન્ટ ના માંગતો, કરવુ હોય તો કરી લે”

“ના”

એણે બેગ ઉઠાવી.

“મે તારુ નામ તો પૂછ્યુજ નહિ”

“વિષ્ણુ”

“મારુ નામ નહિ પૂછે?”

“શુ નામ છે તારુ?”

“કોમલ”

એ દરવાજો ખોલી નીકળી ગઇ.

જ્યારે જ્યારે જાતીય આવેગો હદ વટાવવા લાગતા ત્યારે કોમલને બોલાવી લેતો. એજ હોટેલ એજ રૂમ. લાલુ ઘણીવાર કહેતો કે વિષ્ણુભાઇ લોકો એક પત્નીના નથી થઇ શકતા પણ તમે તો એક રાંડના થઇ ગયા. હુ જ્યારે ફોન કરતો, કોમલ આવી જતી ધણીવાર તો અડધા પૈસાજ લેતી કારણ કે હુ એને કોઇપણ જાતની હાની પહોચાડ્યા વગર આવેગો સંતોષી લેતો. હવે થોડી થોડી છૂટછાટ લેવા લાગ્યા હતો પણ એને ચૂમી શકતો નહોતો. એ ઘણીવાર મારા વિષે જાણવા મને સવાલો પૂછતી પણ હુ એને કંઇ કહેતો નહિ છતા અમારા વચ્ચે એક આત્મિયતા બંધાઇ ગઇ હતી.

કોમલના સહવાસમા બે વર્ષ ક્યા પતી ગયા ખબરજ ના પડી.

*************

મારે ઘર બદલવાનુ થયુ. નવા ઘરે રહેવા ગયો ત્યાં મારો પરિચય ભૂરા સાથે થયો. એણે વગર પરીચયે મને સામાન ચડાવવામા મદદ કરી. પહેલી મુલાકાતમા મને એ થોડો સાયકો લાગ્યો કારણ કે ના તો મે એને મદદ કરવા બોલાવ્યો હતો, ના તો મને એના વિષે જાણવામા કોઇ રસ હતો પણ એણે તો એની જનમકુંડળી મારી સામે ખોલી દીધી. શુ નામ છે? શુ કરે છે? ક્યાનો છે? દેખાવમા સામાન્ય હતો, પાતળો બાંધો, સામાન્ય ઊંચાઇ, ગાલપર કાળા ડાઘા, આંખો સૂકાઇ ગયેલુ સરોવર, લાંબા વાળ.

બીજી મુલાકાત થઇ પછી તો હુ એને અવોઇડ કરવા લાગ્યો પણ એ વારંવાર મારી સાથે વાત કરવા આવી જતો. મારા ઘરે પણ આવી ચડતો. એ મારા બાજુના ફ્લેટમાં રહેતો હતો.

આજુબાજુમા બધા એને ભૂરો કહેતા પણ એનુ સાચુ નામ અશોક કોઠારી હતુ. અલ્કાપુરીમા વીઝા કન્સલ્ટીંગ ઓફિસમાં નોકરી કરતો હતો. થોડા સમયમા મને ખબર પડી ગઇ કે એ આજુબાજુ ના લોકોમા પણ એની એવીજ ઇમેજ હતી. જે એને જોતુ એકજ વાક્ય બોલતુ “ચાલો ફેકુ આવી ગયો”. એની ગેરહાજરીમા એ સેન્ટર ઓફ ડીસ્કશન રહેતો, જેમ કે

“પેલો ફેકુ મળ્યો હતો, મે તો બઉ ટ્રાય કર્યો પણ સાલાએ મને પકડી લીધો. કહેતો હતો કે હવે તો નોકરી છોડી ધંધો ચાલુ કરવો છે, બે લાખનુ સેટીંગ થઇ ગયુ બસ હવે બીજા બે લાખનુ સેટીંગ કરવાનુ છે”

“મને તો કહેતો હતો કે અમેરીકા જવાનુ સેટીંગ કરે છે”

ટૂંકમા અશોક બધા માટે ખાલી હસવાનુ એક સાધન માત્ર હતો. મને એના પ્રત્યે ત્યારે સહાનૂભૂતિ જ્યારે ખબર પડી કે એ પણ મારી જેમ વાંઢો છે. એના પણ લગ્ન નહોતા થયા જે અમારા બંન્ને કોમન હતુ કદાચ એટલે જ મે એને અવોઇડ કરવાનુ બંધ કરી દીધુ અને એની બકવાસ સાંભળતો, એની સાથે જમવા જતો, બહાર ફરવા જતો.

એમ કહી શકાય કે એ મારો મિત્ર બની ચુક્યો હતો. એકલતાના એ દિવસોમા એજ મારો સહારો હતો, હૂંફ હતો. અમને બંન્નેને એકબીજાની જરૂર હતી એટલેજ એની ફેંકાફેંકીથી હવે મને જરા પણ ચીડ નહોતી આવતી અને મારી ખામોશી એને ખૂંચતી નહોતી. હુ ઘીરે ધીરે એની કંમ્પની એન્જોય કરવા લાગ્યો અને એ મારી, જોકે ના તો એણે મને એના ભૂતકાળ વિષે કંઇ કહ્યુ હતુ ના મે. અમે બંન્ને એક બંધ પુસ્તક લઇને ફરતા હતા, હજારો વાતો કરતા પણ એ પુસ્તકના પાના પણ નહોતા ઉથલાવતા.

એ આટલી બધી વાતો કરતો, મને બધુ કહેતો પણ એણે આટલુ મોટુ પગલુ ઊઠાવ્યુ અને મને ભનક પણ ના આવવા દીધી. કદાચ એ મારા માટે એક સીગ્નલ હતુ, પણ હુ સમજી ના શક્યો અને જીવનને એક ખોટો વળાંક આપી દીધો અને એક એવી અંધયારી ગલીમાં પહોંચી ગયો જ્યાંથી પાછુ વળવુ અશક્ય થઇ ગયુ.