The last night 20 Poojan N Jani Preet (RJ) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The last night 20

લેખકની વાત

પૂજન નિલેશભાઈ જાની મૂળ ભુજનાં હાલ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જન્મભૂમિ અખબાર જુથ દ્વ્રારા પોતાનાં લેખનની શરૂઆત કરનાર પૂજન છેલ્લા 2 વર્ષથી અલગ અલગ જગ્યાએ લખે છે. દિવ્યભાસ્કરનાં કચ્છ વિભાગમાં 'નવી દ્રષ્ટિ' દ્વારા પોતાની વાત મૂકતા રહે છે. ખૂબ વાંચન અને થોડું લખાણનાં સિધ્ધાંતને વળગી રહી આગળ વધતા રહે છે.

લાસ્ટ નાઈટ વિશે

વાત આટલી આગળ સુધી પહોચશેં એ ખબર ન હતી. આ બધું થઈ જતું હોય છે આપણે તો નિમિત્ત માત્ર હોઈયે છીયે. જેમ જેમ વાંચકોનો પ્રેમ મળતો ગયો તેમ તેમ લખવામાં પણ સાહસ આવી ગયું. આ વાર્તા મારા માટે નસીબવંતિ પુરવાર થઈ છે. ઘણા નવા મિત્રો આ વાર્તા એ અપાવ્યા છે જેને ખૂબ વફાદારી પૂર્વક સાથ નિભાવ્યો છે જે આગળ પણ મળતો રહે તેવી આશા સહ...........

ચલોનો હુકમ થતાં જ એમનું વાહન પણ ખાસ્સી સ્પીડ પર ચાલવાં લાગ્યુ આને લીધે આગળ જતી કાર જાણે ધુંવાપુવા થઈ હોય એમ તેમાંથી ગોળીઓ છુટવા લાગી. કોઈ જાતનાં નિશાના વગર આવતી ગોળી મોટે ભાગે નિશાના પર આવતી ન હતી. સામસામે છુટતી ગોળીનો વરસાદ વાતાવરણની ઉત્તેજના વધારતું હતું, પણ હજુ સુધી કંઈ પણ નુકશાન થયું ન હતું એકેય પક્ષને.

" કારમાં બેઠેલા તમામને અહીં જ દફન કરવાનાં છે એ યાદ રહે, એમને ખોટા કેસોમાં દોડાવવા હુ નથી માંગતો" અધિકારી ખંધુ હસ્યો. " હા એકદમ સાચું. એમની પાછળનો ખોટો ખર્ચો અને પછી પણ નિર્દોષ છોડી દેવાય તો પણ નવાઈ નહીં અથવા તો એમને છોડાવા કોઈ પ્લેન હાઈજેક પણ કરી લેવાય એ પણ હદ સુધી આ નાલાયકો જઈ શકે છે એટલે આ રણ જ તેમની કબર બને એમાં જ ભલાઈ" જાનીએ પેટ છુટી વાત કરી ******

" ગાડી રોક આફતાબ અબ ચુહે બિલ્લે કે ખેલ બહોત હો ગયા, અબ એક્શન હોગા ઔર ઈન કુત્તો કો છઠી કા દૂધ યાદ દિલા દેંગે" આકએ ડ્રાઈવરને કહ્યું ....અને કાર ઉભી રહી. લગભગ 250 મીટર જેટલું અંતર તેમની વચ્ચે હતું અને છ જણાને તેઓએ બંધક બનાવી લીધા હોય તેમ જમીન પર બેસાડી દિધા અને તેમનાં માથા પર રિવોલ્વર તાકીને તેઓ ઉભા રહ્યાં. " જે વિચાર્યું તું એ જ થયું. આ લોકો સામે છાતીએ તો લડી નહીં શકે એટલે નિર્દોષોને નિશાન બનાવે છે અને આપણી સામે જીતવાનો પ્રયત્ન કરે છે (ગાળ) " જાનીએ ગુસ્સામાં તાડુકી ઉઠ્યાં

" ગાડી રોકો" આટલું કહી અધિકારી ઉતર્યા, જાની અને રાણા પણ ઉતર્યા.

" હથિયાર ફેંક દો કુત્તો, નહી તો એ સબ કુત્તો કી મૌત મરેંગે" આકા તાડુક્યો જાનીએ બધાનાં ચહેરા જોયાં. એક એક ચહેરાને તેઓ નામ સહિત ઓળખતા હતાં. તેમનાં ચહેરા પર ડર કે ચિંતાનાં ભાવની એક પણ રેખા ન હતી. મનોમન જાનીને પણ થયું કે આ લોકો મારા કહેવાથી જ આટલા ખતરાની સામે ગયાં હતાં અને આ ચહેરા પરનો વિશ્વાસનું કારણ પણ કદાચ હું છું.

"વાપસ ચલે જાવ વરના ઉલટી ગિનતી ચાલુ હો જાયેગી"

" હમારે હી દેશ મેં આકર હમસે હી હોશિયારી સાલે, ઈધર હી ગાડ દેંગે સાલે. હિંમત હે તો સીધી જંગ મે આકર દેખ કભી" અધિકારીએ ચેલેંજ આપી

" હાહાહાહાહાહા" તેને અટ્ટહાસ્ય કર્યું અને કહ્યુ" તુમ્હારે મુલ્ક કે લોગ મરને કો તૈયાર હૈ તો હમ અપને મુલ્ક કે લોગો કી જાન ક્યું લે. બેવફુક હો તુમ સભી, અપની જમીન કો માં કહતે હો ઔર ઉસકી હી ઈજ્જ્ત બેચ આ તે હો. ભુખે હો તુમ સબ, અપને આપ કો છુપાને કે લિયે દેશ કો નંગા કરતે હો સાલે. યે ગાડી, યે હથિયાર, યે તુમ્હારી જગહ જહાં મેં ખડા હું ઔર યહાં તુમ્હારે હી લોગ મેરે નિશાને પર હૈ, સભી જો દેખ રહે હો વો તુમ્હારા હિ તો હૈ ભાઈજાન....."" બસ બહુત બોલ લિયા તુ ને સાલે સુવર તું ને, હમારે ટુકડો પે પલને વાલા હમે ભુખા કહેતે હો. હમારે યહા સે કઈ ગુના તો તુમ્હારે આદમી મરતે હૈ તુમ્હારે મુલ્ક મૈં વો ભી હર દો તીન દિનમેં એક દફા. દેશ તો ઠીક સે ચલાના જાનતે નહી ઔર દુમ હિલા કર પહુંચ આતે હૈ"અચાનક આકાએ ગોળી આકાશમાં છોડી અને બોલ્યો " ચુપ કર નહી તો યે ગોલીયાં ઈન કે દિમાગ મેં હોગી"

કોઈ કશું ન બોલ્યું. પવનનો અવાજ સંભળાઈ એટલી શાંતિ થઈ ગઈ હતી. કદાચ અનિર્ણયની સ્થિતિમાં બંને પક્ષો હતાં. પીછેહટ કરવા કોઈ રાજી ન હતું એ સ્પષ્ટ હતું અને એ પણ સ્પષ્ટ હતું કે બંને એક બીજાને પીછેહટ કરાવવા મથી રહ્યા હતાં.બરોબર નિશાના પર ગોળી વાગી, આકાનો જમણા હાથનો પંજા પર એ.કે.47ની ગોળીથી વિંધાઈ ગયો અને હાથમાંની બંદુક હાથમાંથી છટકી ગઈ. બંદુક ગોળીની દિશામાં આગળની તરફ પડી અને ત્યાંથી કોઈ ઉપાડવા જાય તે પહેલા રાણાએ ઉપાડી લીધી. બીજી જ ક્ષણે આ જ રીતે ગોળીઓ આવી અને બધાનાં હાથમાંથી બંદુક છટકી ગઈ.અચાનક આવેલા પ્રહારથી સ્તબ્ધ બની ગયેલા આકાએ પાછળ જોયું અને તેમને તેની આંખો પર વિશ્વાસ થાય એમ ન હતું, ભારતીય ફોજનાં 30 જેટલા સૈનિકો પોઝીસનમાં ઉભા હતાં. પોતાની આગળની બાજુ પણ આ જ સ્થિતિ હતી અને હાથમાં કોઈ હથિયાર ન હતું.

"ચલો જી સરેંડર હો જાવ અભી કોઈ ચારા નહીં હૈ તુમ્હારે પાસ" અધિકારીએ કહ્યું અને આટલામાં તો પેલા છ જણ પણ જાનીની બાજુમાં આવી પહોચ્યાં.

"(ગાળ) આ બહુ જ મોંધુ પડશે તને" આટલું કહી તેને થુંક ફેકી અને પછી પોતાનાં હાથ તરફ જોયું, દળદળ લોહી વહેતું હતું અને ગોળી હજુ અંદર જ હતી જેનાથી હાથમાં પણ દર્દ થતું હતું.ફરી ગોળીનો છુટવાનો અવાજ થયો અને આ વખતે ગોળી આકાની પીઠમાં હતી. આ અસહ્યય પ્રહારથી તેં ઘુંટણ પર બેસી ગયો અને એક પ્રશ્નાર્થ નજરથી તે જાની સહિત બધાની સામે જોઈ રહ્યો. આટલું પુરતું ન હોય તેમ ફરી 5 થી 6 ગોળીઓ તેની પીઠ પર આવી અને તેનાં પ્રાણ પંખેરું ઉડી ગયાં. બાકીનાં બધા આખીય ઘટના જોતા રહ્યાં અને તેમનો જીવ તાળવે ચોટી ગયો હતો."જી આપ પરેશાન મત હોઈયે આપ કો અભી ઉપર જાનેમેં દેર હૈ" આટલું બોલી અધિકારીએ તેમને વાહનમાં બેસાવાનો ઈશારો કર્યો. *********

સાતે સાત ગેરમાર્ગે દોરવાયેલા તમામનાં ચહેરા પર ખુશીની લહેર હતી, સતત ભયનાં ઓથાર હેઠળ જીવ્યા બાદની શાંતિ હતી. એમને નવી જિંદગી મળી હતી, જો આ ઓપરેશન ન થાત તો તેઓ કદાચ તેઓ અત્યારે ભારતની ધરતી પર ન હોત અને દેશ માટે થું થુંની લાગણી પેદા કરાવત તે અલગથી.

" પણ જાની સર સમજમાં ન આવ્યું તમને આ લોકોનાં પ્લાન વિશે ખબર ક્યાંથી પડી? અમે તો તમને કંઈ પણ કહી શકીયે એ સ્થિતિમાં ન હતાં તો આ કઈ રીતે કર્યુ બધુ તમે?" શ્રેયાનાં ભાઈએ પૂછ્યુંજાની વળતા જવાબમાં હસ્યા પણ એ હાસ્યમાં નિર્દોષતા હતી અને કહ્યું " યાર આપણા જ દેશમાં એ લોકોનાં સ્લીપર સેલ્સ હોય તો આપણા દેશમાં આપણા લોકો ન હોય જે આપણી બી.એસ.એફ અને આર્મીને વફાદાર હોય. તમારા પર સુરતથી જ પહેરો હતો અને તમારામાંથી કોઈ બેની બેગ પર જી.પી.એસ. ભી હતું એટલે ક્યારે શું થયું કે થશે એ લોકેશન તો અમને મળતા રહેતાં હતાં અને હોટલનાં કેમેરા પણ અમારી દેખરેખમાં હતાં એટલે તમે અમને દગો આપો છો કે નહીં એ પણ અમને ખબર હતી." જાનીએ અધિકારીની પીઠ થાબડતા કહ્યું

આ જવાબ સાંભળીને સાતેય જણને થયું કે આજે પણ અમારો દેશ અમને સાચી દિશા દેખાડવા હર હંમેશ અમારી સાથે જ છે." સર હવે આ પકડયેલા આતંકીઓનું શું કરીશું આપણે અને પેલા આકાની લાશ ઠેકાણે પાડવી પડશેને આપણે એનું શું કરીશું?" રાણાએ અધિકારીને પૂછ્યું

" પહેલા તો આખી વાત મિડિયામાં વહેતી નહીં થાય. હું એક મેઈલ લખી આપણા ગૃહપ્રધાનને મોકલી દઈશ. ખાનગી વાત રાખવાથી આપણે આ લોકોનાં સ્લિપર સેલ સુધી પહોચી જશું. એક એક જગ્યાએ એકી સાથે છુપાવેશમાં આપણા જવાન છાપા મારશે અને પકડી પાડશું આખુંય નેટવર્ક આપણે." આખોય પ્લાન એકદમ ગંભીરતા પૂર્વક તેમણે કહ્યો" છ મહિના સુધી આ સાતેય જણ પણ અંડરગ્રાઉંડ મારી હાજરીમાં રહેશે અને એનાં પછી એમને પેલા ખૂનની સજા તો થશે જ હા પણ ઓછી થશે કેમ કે તેઓની જુબાની પર જ આપણે મોસ્ટ વોંટેડ આતંકવાદી પકડ્યો છે એટલે કંઈક રાહત મળશે"

********

3 મહિના પછી: ગુજરાતમાં ઠેર ઠેર છાપામારીમાં લગભગ 60 જેટલા લોકોની ધરપકડ. ભારતીય સેના અને પોલીસની ખાસ ટુકડીનું સ્પેશિયલ ઓપરેશન. પોલીસનું કહેવું છે કે આ તમામ લોકો સ્લિપર સેલનાં નેટવર્કનાં છે અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરે છે.

ગુજરાતનાં દરેક પેપરની આ હેડલાઈન હતી અને ઈલેક્ટ્રોનિક મિડિયા પણ કવરેજમાં જોડાઈ હતી અને જાની સહિત બધા આ ખબરથી દુર રહ્યાં હતાં. સાતેય મિત્રોને 4 વર્ષની સજા થઈ જેની સામે તેઓએ હવે પોતાનું જીવન સુધારવાનાં સંકલ્પ લીધા. ********

"સર તમારા ફોન વાગ્યા કરે છે." રાણાએ ટી.વી જોતાં જાનીને કહ્યું"લાવ ભાઈ"" હેલ્લો"" હેલ્લો સર......હેલ્લો સર....... ઓળખ્યા કે નહીં અમને" સામેથી એકીસાથે અવાજ આવ્યો" તમને ભુલાય સાલાઓ વિરલ, રૂષભ ,રિતુ, અંજના અને સંજય હે ને?"

" હાશ યાદ તો છે " રિતુ બોલી the end

2 જાન્યુઆરથી શરૂ થયેલી આ યાત્રા આજે અહીં પૂર્ણ થાય પણ એક અલ્પવિરામ છે..... આભાર સૌનો જાણે અજાણ્યે આ યાત્રમાં જોડાવા બદલ.......