21મી સદીનો સન્યાસ - 7 Jitendra Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

21મી સદીનો સન્યાસ - 7

૨૧ મી સદી નો સન્યાસ - ૭

લેખક વિશે,

" મન જે પામે તેને પોતાની આગવી ઢબ માં

કાગળ પર ઉતારનાર છું હું , તમે તમારી ભાષા

માં લેખક કહી શકો છો. "

નવું નવું શરુ કરી ને મૂકી દેવાની ટેવ ધરાવતો ,અઢળક પ્રેમ મળે એવી ઈચ્છા રાખતો અને જીવન પ્રત્યે પોતાની અલગ જ વિચારસરણી દાખવતો અને થોડો સ્માર્ટ દેખાતો ૨૦ વર્ષ નો યુવાન એટલે હું , જીતેન્દ્ર પટેલ .

ભગવાન નો ખુબ આભાર માનું છું આ જીવન આપવા માટે .હું મોજ શોખ વગર ચલાવી શકું

છું, એક રીતે સંતૃપ્ત માણસ છું એટલે હમેશા

જેને જરૂર હોય એને આપજો એવી જ પ્રાથના

રોજે પ્રભુ ને કરું છું .

introduction જેટલું સારું છે એના કરતા સારું કામ કરવાની ઈચ્છા રાખીશ . બાળપણ થી જ કલા માં રૂચી રાખતો આવ્યો છું . કોઈ પણ પ્રસંગે સ્પીચ આપવાનું કામ બહુ ખૂબી થી કર્યું છે પણ લેખન ની વાત કરું તો ૨૦૧૪ માં મેં લખેલી એક આખી નોવેલ ખોવાઈ ગયી બોલો !

પણ ૨૦૧૫ માં લખેલા લેખો માંથી અમુક matrubharti માં પ્રકાશિત થયેલા છે .હાલ ' dreamer boy ' નામ ની નોવેલ પર કામ ચાલુ છે જે મારા engineering નો અભ્યાસ ૨૦૧૭ માં પતે એટલે લોન્ચ થશે .દરેક વાચક ને વિનંતી કે whatsapp કે facebook દ્વારા

આવતા દરેક પ્રતિભાવો હું વાંચું છું અને બને તો

અનુસરવાનો પ્રયત્ન પણ કરું છું .કદાચ ક્યારેક

કોઈ ને પ્રત્યુતર આપવાનો રહી ગયો હોય તો

માફ કરજો અને ફરી મને જણાવજો .મારા વિશે વધારે મારા કામ થી જણાવીશ.

૨૧ મી સદી નો સન્યાસ - ૭

આપડે આગળ જોયું કે જીતું નું 'મિશન પરબીડિયું ' પૂરું થઇ ગયું હતું .ખબર પડી ગયી હતી કે એ ધ્વની જ હતી .જીતું એ ધ્વની ને કિસ કરવાનો પ્રયત્ન કર્યો હતો હવે આગળ ,

મેં મારા હોંઠ એના હોંઠ પર મૂકી દીધા , ધ્વની તરફ થી શું રીએક્શન હશે એ મને જાણ નહોતી

પણ આશ્ચર્ય ની વાત છે કે ધ્વની એ પણ મારા જેટલો જ જુસ્સો સામે દાખવ્યો , એને એના વાળ માં ભરવેલી સળી કાઢી દીધી , એના ખુલ્લા વાળ માં મારા હાથ ની આંગળીઓ ફરી રહી હતી , હજુ અમારા હોંઠ એક બીજા થી અલગ નહોતા થયા , મેં એની લીપ્સ્ટીક નો એક એક કણ નો આનંદ લીધો , ધ્વની એ પણ મને એના હાથે બાથ ભરી હતી એને વધુ ટાઈટ કરી , અમારા બંને ની આંખો બંદ હતી અને બાળપણ થી લઇ ને અત્યાર સુધી ની યાદો તાજી કરતા કરતા એક બીજા પર પ્રેમ વરસાવી રહ્યા .

લગભગ વીસેક મિનીટ સુધી અમે એક બીજા ની પકડ ઢીલી નહોતી મૂકી, કદાચ અમારા બંને માટે આ પહેલી વખત હશે એટલે !

થોડી વારે અમે એક બીજા થી છુટા થયા અને હાથ માં હાથ પરોવી ને એક બીજા ની આંખો માં રહેલી ચમક ને જોઈ રહ્યા .

" જીતું " ધ્વની એ ધીમા સ્વર થી મારું નામ લીધું .

" ધ્વની " મેં પણ સામે શાંત સ્વરે એની આંખો માં જોતા જોતા કહ્યું .

" જીતું , આઈ લવ યુ !!!" ધ્વની એ જાણે મારા મોઢા માંથી શબ્દો વાંચી લીધા હોય એમ એને દિલ ની વાત કહી દીધી.

" ધ્વની , આઈ લવ યુ ટૂ ! " મારે પણ એજ કહેવાનું હતું .

ધ્વની એ પછી એની બધી story કીધી પરબીડિયા વાળી !

પલ્લવી વિષે પણ જાણવા મળ્યું કે એ રૂપિયા પાછળ ભાગનારી છોકરી છે , પૈસા ઉડાવે તો શરીર પણ વેચી દેનાર છે .વિસ્મય વિષે જાણ્યા પછી જાતે કરી ને તે વિસ્મય ની આસપાસ ફરતી હતી .

મારા નસીબ એવા કે ભગવાને મને બહુ દયાળુ અને ઉદાર સ્વભાવ નો છોકરો બનાવ્યો હતો એટલે , મારી લવ સ્ટોરી ને એન્જોય કરવાને બદલે મેં અને ધ્વની એ વિસ્મય ને પલ્લવી ની અસલિયત થી વાકેફ કરવાનું વિચાર્યું .

ધ્વની ની સમજદારી ને પણ સલામ કરવાનું મન થયું .

મારે એક તરફ પરિક્ષા નજીક આવી રહી હતી અને બીજી તરફ આ ગુથ્થી !

સૌથી પેહલા પલ્લવી ક્યાં રહે છે એ શોધવાનું હતું , મારે તો ditective ની જોબ કરવા જેવી હતી એવું મને લાગ્યું !

કોલેજ ના રજીસ્ટર વાળા પેલા જાડિયા જોડે થી પલ્લવી નું એડ્રેસ મેળવવું અઘરું હતું .પણ ધ્વની એ પોતાની અદાઓ દ્વારા એ મેળવી લીધું હતું .એડ્રેસ જોઈ ને હજુ એક ઝટકો લાગ્યો કેમ કે એ એડ્રેસ બીજે ક્યાય નું નહિ પણ મારા જ ફ્લેટ ની સામે નો ફ્લેટ હતો !

હવે મને સમજાયું કે વિસ્મય એ દિવસે દૂરબીન થી શું જોતો હતો .

રજીસ્ટર ના એના ઘર ના વિઝીટ લીસ્ટ માં વિક્રાંત નામ નો વ્યક્તિ એક મહિના પેલા બહુ આવેલો હતો .

" વિક્રાંત ! આ તો અમારા જ department માં છે કદાચ એજ હશે " ધ્વની એ જોરદાર news આપી .

"આજે ઘરે જઈ ને વિસ્મય ને વાત કરવી પડશે " મેં ધ્વની ને કહ્યું .

રાત્રે ઘરે ગયો તો રોજ ની જેમ વિસ્મય ફોન કર ચોંટેલો હતો .

" વિસ્મય , તારી જોડે કૈક વાત કરવી છે ." મેં સાફ શબ્દો માં કહ્યું .

" હા , બ્રો બે મિનીટ બસ !" વિસ્મય એ મને ટાળી ને વાત ચાલુ રાખી .

લગભગ એક કલાક સુધી હું એની રાહ જોતો રહ્યો અને પછી એ ફોન મૂકી ને આવ્યો .

" હા , બોલ લ્યા શું કામ હતું , જોતો નાતો ભાભી નો ફોન હતો !" વિસ્મય એ મને પૂછ્યું .

" વિસ્મય , પલ્લવી સારી છોકરી નથી " મેં પરબીડિયા માં રહેલા શબ્દો ફરી દોહરાવ્યા.

*************************************************

વાંચક મિત્રો માટે ,

જીતું ના આ વાક્ય થી વિસ્મય નું શું રીએક્શન હશે ?

શું વિસ્મય સમજી જશે ?

જીતું અને ધ્વની વિસ્મય સામે પલ્લવી ની હકીકત કઈ રીતે પુરવાર કરશે ?

*******************************************

તમારા અભિપ્રાય નીચે આપેલાં કોઈ પણ માધ્યમ દ્વારા મોકલજો। અને ના ફાવે તો છેવટે મોબાઈલ પર મેસેજ મોક્લી ને નોવેલ ને મદદ રૂપ થઇ શકો છો.

Jitendra.officially@facebook.com

jitendraking7@gmail.com

whatsapp : 9408690896

matrubharti comment box.

આ પ્રક્રિયા ઘણી ફળી છે અમુક વાચકો ના અભિપ્રાય પ્રમાણે નોવેલ ને રૂપ આપ્યો છે.

અને નવો પાર્ટ ક્યારે આવશે એની તારીખો જાણવા મળજો વોટ્સએપ પર .

અને હા આપના મંતવ્યો ની હું કાગડોળે રાહ જોઈ રહ્યો છું .