Love Junction Part-19 Parth J Ghelani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Love Junction Part-19

Love Junction

Part-19

By.Parth J. Ghelani

j. ghelani

Dedicated to

My parents and my family

Disclaimer

ALL CHARECTERS AND EVENT DEPICTED IN THIS STORY IS FICTITIOUS.

ANY SIMILARITY ANY PERSON LIVING OR DEAD IS MEARLY COINCIDENCE.

આ વાર્તા અને તેના દરેક પાત્ર કાલ્પનિક છે,તથા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેઓનો કોઈ સંબંધ નથી.અને અમારો મુખ્ય ઉદેશ્ય દર્શકો(વાંચકો) ને મનોરંજન પૂરું પાડવાનો છે.

આગળ જોયું,

પ્રેમ તાન્યા ને આરોહી વિષે બધી જ વાત કરે છે.આગળ ના બે દિવસ સુધી બંને ની વાતચીત થતીજ નથી અને એક દીવાસ અચાનક જ આરોહી નો મેસેજ આવે છે અને મળવાનું કન્ફોર્મ થઇ જાય છે ત્યારબાદ પ્રેમ પાસે પુરતો સમય ન હોવાથી તાન્યા આરોહી માટે ગીફ્ટ લઇ આવે છે પછી પ્રેમ અને આરોહી ની વાતચીત થાય છે,

હવે આગળ,

કેમ??મેં આરોહી ને પૂછ્યું

અરે તે ડ્રેસ ખુબજ જુનો છે અને મને ખુબજ ફીટ પણ થાય છે એટલે મેં તેને પહેરવાનું જ બંધ કરી દીધું છે.આરોહી નો રીપ્લાય આવ્યો

તો શું થયું??જે એકદમ ફીટ હોય તે ફીટ જ દેખાય.મેં આરોહી ને મેસેજ કર્યો

વોટ યુ મીન??મિસ્ટર.આરોહી નો રીપ્લાય આવ્યો

કઈ જ નહી.મેં આરોહી ને રીપ્લાય આપ્યો

મને બધી જ ખબર પડે છે હો.આરોહી નો રીપ્લાય આવ્યો

સાચે??પરંતુ મેં તો તારી ફિટનેસ ની વાત કરી છે અને તું છે કે કઈ પણ....મેં આરોહી ને મેસેજ કર્યો

એ તો મને ખબર જ છે કે..આરોહી નો રીપ્લાય આવ્યો.

જવાબ તો પુરા આપો પેલા તે પણ અધૂરા આપે છો અને વાત કરે છે..મેં આરોહી ને રીપ્લાય આપ્યો

શરુ કોણે કરેલું??આરોહી નો રીપ્લાય આવ્યો

તે જ કરી.મેં આરોહી ને જવાબ આપ્યો

પેલા સરખી રીતે જોવાય પછી કહેવાય,જો ઉપર નો મેસેજ અને પછી બોલો કોણે શરૂઆત કરેલી.આરોહી નો રીપ્લાય આવ્યો

હશે મારી માં.મેં આરોહી ને રીપ્લાય આપ્યો

માં??આરોહી નો રીપ્લાય આપ્યો

અરે,હું તો માલ લખતો હતો અને ભૂલ થી માં લખાઈ ગયું.મેં આરોહી ને રીપ્લાય આપ્યો

શું??હું તને..આરોહી નો મેસેજ આવ્યો

અરે,સોરી યાર હું મજાક કરું છુ જાનું એટલું તો સમજ.મેં આરોહી ને મેસેજ કર્યો

હમમમ,મને ખબર છે.આરોહી નો રીપ્લાય આવ્યો

મને પણ ખબર છે.મેં આરોહી ને રીપ્લાય કર્યો

શું??આરોહી નો રીપ્લાય આવ્યો

કે I love you and you love me.મેં આરોહી ને રીપ્લાય કર્યો

હમમમ.તે તો મને પણ ખબર છે.આરોહી નો રીપ્લાય આવ્યો

ચાલો હવે જલ્દી જલ્દી થી સુઈ જાઓ કાલે સવારે વહેલું ઊઠવાનું છે.મેં આરોહી ને રીપ્લાય કર્યો

વહેલું તો દરરરોજ જ ઊઠવાનું હોય છે.આરોહી એ મને કહ્યું

એ તો મને પણ ખબર જ છે પરંતુ કાલ ની સવાર તો કંઇક અલગ જ છે.મેં આરોહી ને મેસેજ કર્યો

અરે,મનેતો ખબર જ ના હતી કે,હું તો ભૂલી જ ગયેલી આ વાત સારું થયું તે મને યાદ અપાવ્યું.આરોહી એ મને કહ્યું

બહુ થઇ ચુકી મજાક,અને હવે સુઈ જા જલ્દી થી કાલે મળીને ખુબજ વાત કરવાની છે.મેં આરોહી ને કીધું

હમમમ...પરંતુ મને તો આજે ઊંઘ જ નથી આવતી તેનું શું?આરોહી એ મને કીધું

તો આવું??મેં આરોહી ને કીધું

ક્યાં??આરોહી એ મને પૂછ્યું

લલ લલ લૌરી સુનાને,તાકી તુમ્હે જલ્દી સેં નીંદ આ જાયે.મેં આરોહી ને મેસેજ કર્યો

ના,કોઈ જ જરૂર નથી.આરોહી નો મેસેજ આવ્યો

સાચે,કાલે પણ નથી જરુર??મેં આરોહી ને મેસેજ કર્યો

સુરત આવીને ધોકે ધોકે મારીશ જો કાલે સમયસર નથી પહોંચ્યો તો.આરોહી નો રીપ્લાય આવ્યો

અરે,ધોકો હું આપીશ બસ.મેં આરોહી ને કીધું

જાને તું.આરોહી એ મને મેસેજ કર્યો

તારા વગર ક્યાય નહી જાઉં.મેં આરોહી ને મેસેજ કર્યો

યાદ તો છે ને કે કાલે વડોદરા થી સુરત મારા વગર જ જવાનું છે?આરોહીએ મને મેસેજ કર્યો

પરંતુ કહ્યું ને કે તારા વગર ક્યાય જ નહિ જાઉં.મેં આરોહી ને કીધું

તો શું??તું મને સુરત લઇ જઈશ એમ??આરોહીએ મને પૂછ્યું

હાસ્તો.મેં આરોહી ને જવાબ આપ્યો

અને ઘરે શું કહીશ???જયારે એમ પૂછશે કે કોણ છે આ..આરોહી એ મને પૂછ્યું

કહીશ કે આમને મળ મમ્મી આ છે તારી થનાર પુત્રવધુ,તાન્યા ની ભાભી અને મારી ધર્મપત્ની કમ ફ્રેન્ડ જ્યાદા એવી આરોહી.મેં આરોહી ને રીપ્લાય આવ્યો

ઓહ્હો આટલું બધું ડેરિંગ છે તમારા માં એ તો મને આજેજ ખબર પડી.આરોહી એ મને મેસેજ કર્યો

તો,તે તો હજુ મારા ડેરિંગ ના કિસ્સા સાંભળ્યા જ નથી.મેં આરોહી ને મેસેજ કર્યો

ગુડ નાઈટ.આરોહી નો મેસેજ આવ્યો

અરે સાચે.મેં આરોહી ને મેસેજ કર્યો

હાં,તો મેં ક્યારે ના પાડી.આરોહી એ મને મેસેજ કર્યો

પરંતુ મને તો એવું જ લાગ્યું.મેં આરોહી ને મેસેજ કર્યો

ઓકે,તો એક કામ કરીએ કે કાલે તું મને તારા ડેરિંગ ના કિસ્સા સંભળાવજે.આરોહી એ મને મેસેજ કર્યો

બિલકુલ નહિ.મેં આરોહી ને મેસેજ કર્યો

કેમ??આરોહી એ મને પૂછ્યું

કાલે તો હું માત્ર ને માત્ર તને જ સાંભળવા માંગું છુ,તારો અવાજ મારા મન માં સેવ કરવા માંગું છુ,તારા ખોળામાં મારું માથું રાખીને તારા ચેહરા ને જ જોવા માંગું છુ...મેં આરોહી ને મેસેજ કર્યો

મને લાગે છે કે હવે તમને પુરેપુરી ઊંઘ ચડી છે.આરોહી એ મને મેસેજ કર્યો

અરે,મેરી એંજલ આજ રાત તો મુજે નીંદ હી નહિ આને વાલી,ઔર મુજે તો એસા લગ રહા હૈ કી ઇસસ રાત કી કભી સુબહ હી નહિ હોગી,ઔર અગર હો ભી ગઈ તો મેં ચાહૂંગા કી ઇસ સુબહ કી કભી રાત હી ના હો.મેં આરોહી ને કીધું

પરંતુ આ દુનિયા પ્રેમ-આરોહી માટે નથી ચાલતી મારા વહાલા પ્રેમ એતો યાદ છે ને??આરોહી નો રીપ્લાય આવ્યો

હમમમ.મેં આરોહી ને મેસેજ કર્યો

ચલો હવે જલ્દી થી સુઈ જાઉ,કાલે સવારે મળીયે.આરોહી નો મેસેજ આવ્યો

ઓકે,ગુડ નાઈટ એન્ડ ટેક કેર.મેં આરોહી ને મેસેજ કર્યો

ગુડ નાઈટ,ટેક કેર,સ્વિટ ડ્રીમ્સ.આરોહી નો મેસેજ આવ્યો અને ત્યારબાદ તે ઓફલાઈન થઇ ગઈ એટલે મેં પણ મારું ઈન્ટરનેટ બંધ કર્યું અને સુવાની તૈયારી કરવા લાગ્યો,પરંતુ જેવો સુતો તેવામાં મને અચાનક જ યાદ આવી ગયું કે મારે કાલે કાર લઈને વડોદરા જવાનું છે અને તેને હજુ સાફ કરવાની બાકી છે.આ વાત યાદ આવતા જ હું પથારી માંથી ઉભો થયો અને તરત જ પાર્કિંગ માં જઈને કાર સાફ કરવાનું ચાલુ કર્યું એટલા માં તો મારા મમ્મી ત્યાં આવ્યા અને બોલ્યા,

બેટા આટલી રાતે શું કરે છે તું અહિયાં??

કઈ નહી કાર સાફ કરું છુ.મેં જવાબ આપ્યો

હાં,પરંતુ આટલી રાત્રે શા માટે??કાલે સવારે ઉઠીને કરીલે જે ને.મારી મમ્મી એ મને કીધું

સવારે મારા પાસે સમય જ નથી એટલે રાત્રે કરું છુ.મેં જવાબ આપ્યો

કેમ??કાલે તો રવિવાર છે ને.મારી મમ્મી એ મને કીધું

કાલે મારે બહાર જવાનું છે કાર લઈને એટલે.મેં મારી મમ્મી ને જવાબ આપ્યો

કઈ બાજુ?? મારી મમ્મી એ મને કીધું

મમ્મી,મારે બહાર જવાનું છે કહ્યું તો ખરા.મેં મારી મમ્મી ને કીધું

હાં,પરંતુ કઈ જગ્યાએ??મારી મમ્મી એ ફરી મને સવાલ પૂછ્યો

વડોદરા જવાનું છે મારે.મેં મારી મમ્મીને કહ્યું

તો તેતો અહિયાં થી બે કલાક નો જ રાસ્તો છે એટલે સવારે તું આરામ થી ત્યાં પહોંચી જઈશ,એટલે હમણાં તું સુઈ જા.મારી મમ્મી એ મને કીધું

પરંતુ મારે સવારે તો ૮:૩૦ વાગતા જ ત્યાં પહોંચી જવાનું છે.મેં કીધું

કેમ આટલું બધું વહેલું ત્યાં શું કામ છે??મારી મમ્મી એ ફરી સવાલ પૂછ્યો

ઓફિસ ના કામ થી જાવ છુ.મેં મારી મમ્મી ને કહ્યું

પરંતુ આટલી જલ્દી??ફરી મારી મમ્મી એ સવાલ પૂછ્યો

હજુ હું જવાબ દેવા જ જતો હતો એટલામાં જ તાન્યા આવી અને મમ્મી ને સુવા માટે મોકલી દીધા અને મારા તરફ જોઇને હસતા હસતા બોલી ,

કયું ઓફીસ નું કામ??

તે ઓફિસ નું જ કામ છે.મેં તાન્યા ને કીધું

એવું??તાન્યા એ મને પૂછ્યું

હમમ.મેં ટૂંક માં જ ઉતર આપ્યો

કેવી રીતે??તાન્યા એ ફરી સવાલ પૂછ્યો

અરે તે મને ઓફીસ ના એન્યુઅલ ફંક્શન માં મળેલી,તો થયું ને ઓફીસ નું કામ.મેં તાન્યા ને કીધું

હું કઈ હવે નાની નથી.તાન્યા એ મારા તરફ જોઇને બોલી

અરે,તને તો બધી ખબર જ છે તેમ છતાં તું સવાલો પૂછ્યા કરે તો તને શું કહું બોલ બીજું??મેં તાન્યા તરફ જોઇને કીધું

ઓકે,સોરી..બટ તને ચીડવવા માં સાચે મને ખુબજ મજા આવે.તાન્યા એ મને કીધું

એમ??મેં તાન્યા ને કીધું

હાસ્તો..તાન્યા એ મને કીધું

તો લઇ લીધી ને મજા??તો હવે જઈને સુઈ જા કાલે સવારે વહેલા ઊઠવાનું છે.મેં તાન્યા ને કીધું

મારે થોડી ઊઠવાનું છે.તાન્યાએ મને કીધું

તો કોને ઊઠવાનું છે??મેં તાન્યા ને કીધું

મારે શું કામ ઊઠવાનું??તું મળવા જાય છે તારી આરોહી ને તેમાં મને શું છે અને હાં જો મને સાથે લઇ જઈશ તો હું જરૂર ઉઠીશ.તાન્યા એ મને કીધું

નથી લઇ જવાનો તને ત્યાં અને વહેલા પણ ઊઠવાનું છે તારે.મેં તાન્યા ને કીધું

હું શા માટે ઉઠું વહેલી??તાન્યા એ મને કીધું

બ્રેકફાસ્ટ કોણ બનાવશે હું??મેં તાન્યા ને કીધું

સાથે તેને પણ લઇ આવજે એટલે મારી ઊંઘના બગડે બીજી વાર.તાન્યા એ મને કીધું

હમમમ,એવું જ કંઇક કરવું પડશે.મેં તાન્યા તરફ જોઇને કીધું

એવું કરવા વાળી,પેલા આ કાર સાફ કર.તાન્યા એ મને કીધું

હું એકલો શા માટે કરું??તું પણ કર સાથે હું મારી આરોહી ને નહિ તારી ભાભી ને મળવા જાવ છુ સમજી.મેં પાણી ની પાઈપ તાન્યા ના હાથ માં આપતા કહ્યું.

આખરે અડધી કલાક અમે બંને એ વાતો કરતા કરતા કાર ને સાફ કરી દીધી અને પોતપોતાની રૂમ માં જઈને સુઈ ગયા.

***

હું મારી પથારી માં જઈને સુઈ ગયો અને સવારે એલાર્મ વાગતા જ ઉઠી ગયો અને તે પણ પહેલી જ વાર માં.સવારે ઉઠીને મને તેવું લાગ્યું કે હું સુતો જ નથી કેમ કે જેવો સુતો,જેવા આરોહી ના વિચાર માં ખોવાઈ ગયો કે રાત ની સવાર ક્યારે થઇ ગઈ તે ખબર જ ના પડી.

ઉઠી ને તરત જ હું તાન્યા ની રૂમ માં ગયો ને જઈને તેના પર આખી એક પાણી ની ડોલ રેડી દીધી અને તે તરત જ ઉઠી અને મારી પાછળ ભાગી પરંતુ તે મને પકડે તે પહેલા તો હું બાથરૂમ માં ચાલ્યો ગયો અને નાહવાનું ચાલુ કરી દીધું.જેવો બાથરૂમ માંથી બહાર આવવા માટે દરવાજો ખોલવા ગયો તો તે ખુલ્યો જ નહિ કારણ કે તાન્યા બહાર થી બંધ કરીને બેસી ગઈ હતી.એટલે મેં તાન્યા ને કીધું

દરવાજો ખોલ તન્નું.

નહી ખોલું જા.તાન્યા ગુસ્સા માં બોલી

આવું શા માટે કરે છે??મેં તાન્યા ને પૂછ્યું

ઓહ્હો હમણાં આપણે શું કર્યું હતું તે યાદ છે ને ??તાન્યા એ મને કીધું

એતો તને ઉઠાડવા માટે.મેં તાન્યા ને કીધું

તો તેના વગર પણ હું ઉઠી જ જવાની હતી.તાન્યા એ મને કીધું

પરંતુ ઉઠાડ્યા પછી પણ તું થોડી વાર સુધી સુતી ના રહે એટલે.મેં તાન્યા ને કીધું

એટલે પાણી રેડવાનું,અને આખો બેડ પાણી પાણી કરી દીધો તેનું શું??તાન્યા એ મને કીધું

પરંતુ આ તુક્કો કામ કરી ગયો કેમ,તું નીચે ફરી સુવા જ ના ગઈ અને અહીં જ રહી.મેં તાન્યા ને કીધું

તો હવે અંદર જ રહે,આપણે ક્યાય જ જવાની જરૂર નથી.તાન્યા એ મને કીધું

સોરી,હવે નહિ કરું.મેં તાન્યા ને કીધું

તારા કરતા તો હું વધારે ખુશ હતી એટલે હું ક્યારની ઉઠી ગયેલી અને બેડ પર એમજ આંખ બંધ કરીને સુતેલી.તાન્યા એ મને કીધું

સોરી,ખોલ હવે દરવાજો.મેં તાન્યા ને કીધું

એક જ શરત પર.તાન્યા એ કીધું

મને બધી જ શરત મંજુર છે,પરંતુ શર્ત શું છે??મેં તાન્યા ને કીધું

શર્ત એ છે કે હુ જે કપડા લાવી છુ તે જ પહેરીને જવાનું રહેશે.તાન્યા એ મને કીધું

ઓકે,ડન.બીજું કઈ??મેં તાન્યા ને પૂછ્યું

દરવાજો ખોલતા ખોલતા બોલી આગળ ની ૨૦ જ મિનીટ માં તૈયાર થઈને નીચે આવી જવું.આટલું કહી અને કપડા ની બેગ આપીને તે નીચે ચાલી ગઈ.

આગળ ની ૨૦ મીનીટ માં હું તાન્યા એ આપેલા ડેનીમ જીન્સ,વ્હાઇટ ટીશર્ટ ને ઉપર બ્લેક કલર ના જેકેટ માં તૈયાર થઈને નીચે ગયો એટલે તાન્યા તરત જ જોઇને બોલી,

વાહ હવે લાગે છે તું કઈ આરોહી જેવી હીરોઈન નો હીરો.

એતો હું છુ જ.મેં તાન્યા ને જવાબ આપ્યો

એતો મને ખબર જ છે.તાન્યા બોલી

શું??મેં તેને પૂછ્યું

કે મેં આં કપડા ના આપ્યા હોત તો હમણાં પેલા ઓફીસ ના ડ્રેસ જેવા ફોર્મલ કપડા પહેરી ને આરોહી પાસે પહોંચી જવાનો હતો.તાન્યા એ મને કીધું

થેંક યુ.મેં તાન્યા ને કીધું

નો થેંક યુ,ઓકે.ઇટ્સ માય ફરજ.તાન્યા એ કીધું

સરસ ઈંગ્લીશ બોલે છે ગુજરાતી માં.મેં તાન્યા ને કીધું

હમમમ હશે ચલ હવે જલ્દી થી બ્રેકફાસ્ટ કરીલે નહીતર પછી મોડું થઇ જશે.તાન્યા એ મને કીધું

ઓકે,એક કામ બીજું પેલી ગીફ્ટ...હજુ હું બોલવાનું પૂરું કરું તેના પહેલા જ તાન્યા બોલી એ તમારી કાર ની ફ્રન્ટ સીટ પર મૂકી દીધી છે.

થેંક યુ તન્નું...થેંક યુ..મેં તાન્યા ને કીધું

થેંક યુ વાલે અબ જલ્દી સે જા ઔર જી લે અપની જીંદગી જી લે... હહાહાહા.તાન્યા બોલી અને આ સાંભળીને હું હસવા લાગ્યો અને સાથે સાથે તે પણ.બ્રેકફાસ્ટ પૂરો કરીને મમ્મી ના આશીર્વાદ લઈને હું અને મારી ઈનોવા નીકળી પડ્યા આરોહી ને મળવા માટે...

To be Continue..

શું લાગે છે મિત્રો તમને??શું લાગે છે મિત્રો તમને પ્રેમ વડોદરા સુધી પહોંચી શકશે?????પ્રેમ ને રસ્તા માં કઈ થશે???શું તાન્યા અને તેની મમ્મી ને તથા તેના બીજા મિત્રો ને પ્રેમ ફરી મળી શકશે??શું પ્રેમ અને આરોહી મળી શકશે???તે બંને ની મુલાકાત નું મને ખબર નથી પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે તમને લોકો ને આ Love Junction બોર તો નહી જ કરે અને હા, મિત્રો તમારા મગજ માં સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર શુક્રવારે Love Junction ની મુલાકાત લેવી પડશે.

મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ Love Junction... ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

લવ જંકશન તેના આખરી પડાવ પર આવી પહોંચ્યું છે તો આ પૂરી નોવેલ વિષે ના રીવ્યું તમે મને તમારા નામ સાથે વોટસેપ પર મોકલી શકો છો.

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,

સવાલ : શું પ્રેમ વડોદરા પહોંચી શકશે??શું પ્રેમ ને રસ્તા માં કઈ થશે??

તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,matrubharti app પર પણ આપી શકો છો તથા,

facebook.com/parth j ghelani ,

whatsapp:8866872302

,

,

instagram.com/parth_ghelani95

પર મોકલી શકો છો....