Love Junction Part-20 Parth J Ghelani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Love Junction Part-20

Love Junction

Part-20

By.Parth J. Ghelani

j. ghelani

Dedicated to

My parents and my family

Disclaimer

ALL CHARECTERS AND EVENT DEPICTED IN THIS STORY IS FICTITIOUS.

ANY SIMILARITY ANY PERSON LIVING OR DEAD IS MEARLY COINCIDENCE.

આ વાર્તા અને તેના દરેક પાત્ર કાલ્પનિક છે,તથા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેઓનો કોઈ સંબંધ નથી.અને અમારો મુખ્ય ઉદેશ્ય દર્શકો(વાંચકો) ને મનોરંજન પૂરું પાડવાનો છે.

આગળ જોયું,

પ્રેમ અને આરોહી લાંબી રાત સુધી વાતો કરે છે.પ્રેમ પોતાની કાર ને રાત્રે સાફ કરે છે ત્યારબાદ તે સુઈ જાય છે અને સવારે ઉઠીને બ્રેકફાસ્ટ પૂરો કરીને પોતાની મમ્મી ના આશીર્વાદલઈને આરોહી ને મળવા માટે વડોદરા તરફ નીકળી પડે છે..

હવે આગળ,

ઘરેથી નીકળ્યો એટલામાં તો ૬:૧૫ જેટલો સમય થઇ ચુક્યો હતો અને હું પણ મારી કાર સાથે આરોહી ના ચેહરા ને મારી આંખ ની સામે રાખીને કાર ને જડપથી ચલાવી રહ્યો હતો.

હું આરોહી ની વિષે જેમ જેમ વધારે વિચાર કરતો હતો તેમ તેમ મારી કાર ની જડપ પણ વધતી જતી હતી અને મારી આંખો ની સામે આરોહી આવીને ઉભી રહી જતી હતી.

જોતજોતામાં મારી કાર કામરેજ પાસે આવેલા ખોલવાડ ગામ ની આગળ નીકળી ગઈ.જેમ મારા મન માં આરોહી ને મળવાની ઈચ્છા હતી ,જેટલી ખુશી હતી એટલો જ મારી અંદર થોડો ડર પણ હતો.મને મન માં એક જ વિચાર આવ્યા કરતા હતા કે હું તેની સામે જોકર તો નહિ દેખાવ ને ???શું હું તેને સારો તો લાગીશ ને??હવે તમે લોકો વિચાર કરતા હશો કે દર્રોર્જ આટઆટલી વાતો કર્યા પછી પણ આ માણસ તેને મળવા માં આટલો બધો ગબરાય છે શામાટે??પરંતુ આ સત્ય સનાતન છે કેમ કે આજ સુધી વાત થઇ છે તે માત્રને માત્ર શબ્દો થી થઈ છે અને હવેં જે વાતચીત થવાની છે તેમાં શબ્દો ની સાથે આંખો પણ ભળવાની છે.

કાર ની વધતી રફતાર,આરોહી ના વિચારો ની વધતી રફતાર અને તેની સાથે સાથે મારા હૃદય ના ધબકારાની વધતી રફતાર માં ભરૂચ કયારે આવી ગયું તેની ખબર જ ના પડી.ભરૂચ થી વડોદરા નું બાકી રહેલું અંતર ૭૯ કિલોમીટર હતું એટલે લગભગ ૧ કલાક નો જ રસ્તો બાકી રહ્યો હતો એટલે મેં કાર ને ક્યાય પણ ઉભી રાખ્યા વગર ભરૂચ થી વડોદરા તરફ ભગાવી.

ફરી હું આરોહી ના વિચારો ની ટ્રેક પર જઈ રહ્યો હતો એટલા માં મારા ફોન ની રીંગ વાગી અને જોયું તો પેલા દિવ્યા મેડમ નો ફોન હતો એટલે મેં તરત જ કટ કરી દીધો.કટ કરીને ફોન હજુ બાજુ માં મુક્યો ત્યાતો ફરી વાર ફોન આવ્યો એટલે મેં ફરી વાર કટ કરી નાખ્યો અને આવી જ રીતે આગળ ની ૨૦ મિનીટ માં તેના ૬ જેટલા ફોન આવી ચુક્યા પરંતુ મેં એક પણ વાર રીસિવ જ ના કર્યા એટલે તેની જાતે જ તે ફોન કરતી બંધ થઇ ગઈ.

મેં મારી કાર માં રહેલી ડીજીટલ વોચ તરફ નઝર કરી તો તે ૮:૦૫ AM જેટલો સમય બતાવી રહી હતી.આરોહી લગભગ ૯:૦૦ વાગ્યા ની આસપાસ વડોદરા પહોંચવાની હતી એટલે મેં મારી કાર ની જડપ વધારી.કાર આગળ વધતી ગઈ અને પલેજ થી કરજણ પાસે પહોંચી ગઈ.હવે મારી અને આરોહી ની વચ્ચે માત્ર ને માત્ર ૩૪ કિલોમીટર જેટલું અંતર રહ્યું હતું એટલે વચ્ચે કોઈ જ ડીસ્ટર્બ નહિ જોઈએ તેવું વિચારીને મેં મારી કાર ને સીધી વડોદરા તરફ જ ભગાવી.મારા ફોન માં રીંગ વાગી રહી હતી પરંતુ મેં ફોન ને રીસીવ કરવાનું તો દુર ની વાત છે પરંતુ મેં તે તરફ જોવાની પણ તસ્દી ના લીધી,કારણ કે મને ખબર હતી કે આ પેલી નખરાળી દિવ્યા ના જ ફોન હશે.ખબર નહી તેને મારી સાથે શું દુશ્મની છે.આવા બધા જ વિચારો ની સાથે ૮:૩૫ ની આસપાસ મારી કાર વડોદરા માં પ્રવેશી ચુકી હતી.

આગળ ની ૧૫ મિનીટ માં મારી કાર વડોદરા જંકશન પર પહોચી ચુકી હતી અને ત્યાંથી મેં કાર ને સ્ટેશન ના પાર્કિંગ માં પાર્ક કરી અને ગુજરાત એક્સપ્રેસ જે પ્લેટફોર્મ પર આવવાની હતી ત્યાં જઈને હાથ માં એક વ્હાઈટ રોજ ગુલાબ લઈને ઉભો રહી ગયો આરોહી ની રાહ માં.

હું આરોહી ની રાહ જોઇને ઉભો હતો એટલામાં તો ફરી પેલી દિવ્યા નો ફોન આવ્યો એટલે મેં રીસીવ કર્યો અને બોલ્યો,

હાં,બોલ મારી માં શું કામ છે તારે??

યાર મને માં ના બોલ.તેણે મને સામેથી કહ્યું

તો??મેં ગુસ્સા માં સામે જવાબ આપ્યો

તેના સિવાય બીજું જે કહેવું હોય તે કહી શકે છો.દિવ્યા એ મને કહ્યું

ઓકે,મારી નાની બહેન મારી તને એક જ વિનંતી છે કે મહેરબાની કરીને આજે મને હેરાન ના કરતી.મેં દિવ્યા ને વિનંતી કરતા કહ્યું

કેમ??ફરી પાછો તેનો સવાલ આવ્યો

બસ એમજ.મેં કહ્યું

તો તો પછી આજે હેરાન થવા માટે તૈયાર રહેજે.દિવ્યા એ મને કહ્યું

કારણ કે આજે મારી જિંદગી નો સૌથી સારો અનેં કીમતી દિવસ છે,પ્લીજ આજે કંઇજ નહિ.મારો આજનો દિવસ તેના માટે જ છે અને તેના માટે હું સુરત થી અહીં વડોદરા આવી ચુક્યો છુ.મેં દિવ્યા ને કહ્યું

વાત વાત માં ક્યારે ટ્રેઈન આવીને ઉભી રહી ગઈ તેની ખબર જ ના પડી,અને જેવી ટ્રેઈન આવી એટલે મેં દિવ્યા ને કહ્યું કે ચાલો હવે ફોન મુકો હું જેના માટે અહીં આવ્યો છુ તે આવી ચુકી છે.

અને મને જેવી ખબર પડી કે તું વડોદરા જઈ રહ્યો છે એટલે હું પણ અહીં વડોદરા આવી ગઈ છુ મારા આજના દિવસ ને તારા નામે કરીને તેનું શું??દિવ્યા એ મને જવાબ આપ્યો

શું તું પાગલ છે??મેં તેને કહ્યું

હાં,તારા પ્રેમ માં પાગલ છુ.દિવ્યા એ મને કહ્યું

તો હું શું કરું??મેં તેને કહ્યું

મને પ્રેમ કર,કાં તો ૨ વીઘા બાજરી કર.દિવ્યા એ મને કહ્યું

જો મારી પાસે તારા માટે સમય નથી એટલે ફોન મુક અને મને મારી આરોહી ને શોધવા દે.મેં દિવ્યા ને કહ્યું

હાં જરૂર પરંતુ હું અહિયાં સુધી આવી છુ તો મને એક વાર મળીલે એટલે તું પણ છુટ્ટો અને હું પણ.દિવ્યા એ મને કહ્યું

જો મજાક ના કર આવી મને મારું કામ કરવા દે.મેં તેને કહ્યું

હું D6 ની સામે ઉભી છુ મને જલ્દી થી મળવા માટે આવ,નહીતર આજે અખો દિવસ ફોન કરીને હેરાન કરીશ.દિવ્યા એ મને કહ્યું

આવું છુ ત્યાજ રહેજે,અને ડ્રેસ નો કલર કહી દે એટલે જલ્દી થઇ જાય.મેં દિવ્યા ને કહ્યું

વ્હાઈટ કલર નો ફુલ્લ સ્લીવ ડ્રેસ છે.દિવ્યા એ મને કહ્યું

હું D6 પાસે છુ તું ક્યાં છે??મેં દિવ્યા ને કહ્યું

સોરી,હું આગળ ના જનરલ ડબ્બા પાસે છુ ત્યાં આવ ને.દિવ્યા મને કહ્યું

હવે મજાક બંધ કર મારા પાસે સમય નથી અને હવે ફોન ના કરવો.મેં તેને કહ્યું

ઓકે,હવે મજાક નથી કરતી હું ત્યાજ છુ મને આવીને મળી જા એટલે આજપછી હું તને ક્યારેય હેરાન નહિ કરું.દિવ્યા નો મેસેજ આવ્યો

ઓકે,છેલ્લી વાર હવે હું પણ નથી શોધવાનો તને.મેં દિવ્યા ને કહ્યું અને તેને જનરલ ડબ્બા પાસે જઈને શોધવા લાગ્યો અને તેને શોધતા શોધતા મારી નજર એક પિંક કલર ના ડ્રેસ તરફ ગઈ.ડ્રેસ તો આરોહી ના પેલા ફોટા માં હતો તેવો જ હતો પરંતુ તેનો ચેહરો હું જોઈ શકતો ન હતો કારણ કે તે પીઠ પાછળ રાખીને ઉભી રહેલી હતી.એટલે મેં ફોન કટ કર્યો અને તેની તરફ આગળ વધ્યો.જેવો તેની પાછળ જઈને ઉભો રહ્યો કે તે મારા તરફ ફરી અને...બસ હું તેને જોતો જ રહ્યો કારણ કે તે બીજું કોઈ નહિ પરંતુ મારી આરોહી જ હતી...

મને અચાનક જ તેની સામે જોઇ અને મારા તરફ જોઇને થોડી વાર રહીને બોલી,

સ્વાગત નહિ કરોગે??

હું કઈ પણ બોલ્યો નહી,બસ તેની તરફ જોઇને મેં મારા હાથ માં રહેલું સફેદ ગુલાબ આરોહી ને આપ્યું અને કહ્યું સ્વાગત હૈ આપ કા લવ જંકશન(વડોદરા જંકશન) મેં.

તેણે ફૂલ તેની હાથ માં લીધું અને મારા તરફ જોઇને બોલી,

હું ક્યારની તને જોઈ રહી હતી કે તું સ્ટેશન પર આમ-તેમ આંટા મારી રહ્યો હતો.

હમમમ.હું કોઈને શોધી રહ્યો હતો.મેં આરોહી ને કીધું

કોને?મને??આરોહી એ મને કીધું

ના.હું બીજા કોઈને શોધી રહ્યો હતો.મેં આરોહી ને જવાબ આપ્યો

તો,મળ્યા કે નહી??આરોહી એ મને પૂછ્યું

ના.મેં તેને જવાબ આપ્યો

તો,ચાલો સાથે મળીને શોધીએ.આરોહી એ મને કહ્યું

ના,કોઈ જરૂર નથી.મેં આરોહી ને કીધું

કેમ??આરોહી એ મને પૂછ્યું

બસ એમજ.મેં આરોહી ને જવાબ આપ્યો

ના,પ્રેમ આપણે પેલા તેને મળી લઈએ અને પછી જઈએ.આરોહી એ મને કહ્યું

પરંતુ તેને ક્યાં શોધીશું??મેં આરોહી ને કીધું

બોયસ,ઓર ગર્લ્સ??આરોહી એ મને પૂછ્યું

ગર્લ્સ..મેં આરોહી ને જવાબ આપ્યો

ઓકે,ડ્રેસ કોડ??આરોહી એમને પૂછ્યું

ફૂલ સ્લીવ વ્હાઈટ ડ્રેસ.મેં આરોહી ને કીધું

ઓકે.આરોહી એ મને કીધું

એક કામ કરૂ છુ હું તેને ફોન કરુ અને પુછુ છુ.મેં આરોહી ને કીધું

અરે,નંબર છે તો કોલ જ કરાય ને આમતેમ થોડી ફાંફા મરાય,પ્રેમ તુમસે એ ઉમ્મીદ નહિ થી.આરોહી એ મને કીધું

ઓકે,કોલ કરું છુ એમ કહીને હું આરોહી થી થોડો દુર ગયો અને દિવ્યા ને કોલ કર્યો અને તેણે તરત જ રીસીવ પણ કર્યો એટલે હું બોલ્યો,

હેલ્લો,ક્યાં છે તું??

અરે કહ્યું તો ખરું કે જનરલ ડબ્બા પાસે પરંતુ તું છે કે ત્યાં આવીને પાછો ચાલ્યો ગયો,ચાલ આવ જલ્દી થી.દિવ્યા એ મને કહ્યું

ઓકે,આવું છુ ત્યાજ રેજે.મેં દિવ્યા ને કહ્યું

ઓકે.દિવ્યા એ કહ્યું

હું આરોહી પાસે ગયો અને કહ્યું કે તું અહિયાં જ રહે હું હમણાં આવું છુ અને જનરલ ડબ્બા તરફ આગળ વધી રહ્યો હતો એટલા માં દિવ્યા નો હસવા નો અવાજ આવ્યો એટલે મેં તેને પૂછ્યું કેમ શું થયું??મને હેરાન કરીને હસી રહી છે?મેં દિવ્યા ને કહ્યું

જનરલ ડબ્બા પાસે જવાની જરૂર નથી પાછળ ફર હું તારી પાછળ જ ઉભી છુ.દિવ્યા નો એ કહ્યું

આ સાંભળીને હું પાછળ ફર્યો અને જોયું તો મારા થી ૧૦ ફૂટ પાછળ આરોહી જ ઉભી હતી એટલે મેં ફોન માં જ પૂછ્યું,

ક્યાં છે પાછળ??

આ સાંભળીને આરોહી એ જ ફોન ઉંચો કર્યો અને મારા તરફ જોઇને હસવા લાગી આ જોઇને મને બધી જ ખબર પડી ગઈ કે દિવ્યા બીજું કોઈ નહિ પરંતુ આરોહી જ છે એટલે ૧ મિનીટ તો તેમજ જ્યાં હતો ત્યાં જ ઉભો રહી ગયો.

આરોહી હું જ્યાં ઉભો હતો ત્યાં હસતા હસતા આવી અને મારી પાસે ઉભી રહી ગઈ,આ બધું જોઇને હું હજુ એમ જ ઉભો હતો કઈ પણ બોલ્યા વગર અને મન માં ને મન માં હસી રહ્યો હતો કે કારણ કે આવી રમતો મેં પણ ખુબજ કરી છે મારા મિત્રો સાથે અને આજે તો મારો જ દાવ થઈ ગયો.

થોડા સમય પછી તે હસતી બંધ થઇ અને મારા તરફ જોઇને બોલી,

પ્રેમ,મને એક વાત નો જવાબ આપ કે તું મારી સાથે રહેવા માંગે છો કે દિવ્યા સાથે??આટલું બોલીને ફરી વાર તે હસવા લાગી એટલે મેં પણ તે હસતી જ હતી ત્યાં જ તેને મારા તરફ ખેંચીને મારી બાહોમાં લઇ લીધી અને કહ્યું કે હું મારી ઝીંદગી બંને ની સાથે પસાર કરવા માંગું છુ કારણકે આખરે બંને છે તો એક જ.

આમ અચાનક જ તેને મારી બાહો માં લેતા તે થોડી શરમાઈ ગઈ અને મારા કાન માં બોલી પ્રેમ આજુબાજુ માં રહેલા લોકો જોઈ રહ્યા છે.

તો શું થયું??મેં આરોહી ને કીધું

બસ,ચાલો હવે આખો દિવસ અહીં જ કાઢવાનો છે કે પછી??આરોહી મારા થી છુટા પડતા પડતા બોલી

અરે,નહી ચાલો આપણે આજે આપણે વડોદરા ફરવાનું છે.મેં આરોહી ને કીધું

ઓહો,તેવું??આરોહી એ મને પૂછ્યું

હમમ.અને અમે બંને વાતો કરતા કરતા સ્ટેશન ની બહાર નીકળ્યા અને અમે બંને કાર માં ગોઠવાઈ ગયા અને સ્ટેશન ની બહાર નીકળ્યા.

તો,મિસ્ટર પ્રેમ વોટસેપ પર અનબ્લોક કરવાનો કોઈ વિચાર છે કે નહી??આરોહી એ મને પૂછ્યું

ના.બિલકુલ નહિ.મેં આરોહી ને કહ્યું

કેમ??આરોહી એ મને પૂછ્યું

અરે,હવે તો હું ડાયરેક્ટ કોલ જ કરીશ.મેં આરોહી ને કીધું

ઓહો,તેવું??આરોહી એ મને પૂછ્યું

હમમમ.મેં તેને કહ્યું અને પૂછ્યું તો મને આટલા દિવસ થી હેરાન કરવામાં તને ખુબજ મજા આવી એમ ને??

હાં હો મને તો ખુબજ મજા આવી.આરોહી એ મને કહ્યું

પરંતુ,હું હેરાન થઇ ગયો તેનું શું??મેં આરોહી ને કીધું

I’ am so sorry prem..પરંતુ પ્રેમ તું વિચાર તો કર જયારે આપણે આપણા બાળકો ને આપણી આ લવ સ્ટોરી કહીશું ત્યારે બંને ને કેવી મજા આવશે.આરોહીએ મને કીધું

ઓહ્હો, તો મેડમ તમે ત્યાં સુધી વિચાર કરી ચુક્યા છો??મેં આરોહી ને પૂછ્યું

હમમમ,કેમ તારો વિચાર નથી??ઓહ મિસ્ટર કહી ધોખા દેને કા પ્લાન તો નહિ હે ના??આરોહી એ મને પૂછ્યું

અરે,તુમ્હે છોડકર મેં અપને આપકો ધોખા દેના નહિ ચાહતા.મેં આરોહી ને કીધું

મને ખબર જ હતી એટલે જ મેં ત્યાં સુધી નું વિચારી રાખેલું.આરોહી એ મને કીધું

શું??મેં આરોહી ને પૂછ્યું

કે તું મને ક્યારેય છોડી ને નહિ જાય.આરોહી એ મને કીધું

ઓહ્કે તમારો આભાર મેડમ.મેં આરોહી ને કહ્યું

પરંતુ શા માટે??આરોહી એ મને પૂછ્યું

મારા પર ભરોસો રાખવા બદલ.મેં આરોહી ને કીધું

જો ફરી પાછો થેંક્યું બોલ્યો??આરોહી એ મને કીધું

સોરી,મેં આરોહી ને કીધું

વાહ,હવે સોરી પણ બોલી લીધું કેમ??મુજે એક હી પલ મેં પરાયા કર દિયા.આરોહી એ મને કીધું

I love you.બસ ખુશ હવે??મેં આરોહી ને કીધું

હમમમ,પરંતુ મને એ તો જણાવ કે આપણે લોકો કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ?આરોહી એ મને કીધું

મેં કાર ને તપોવન મંદિર પાસે જઈને ઉભી રાખી અને આરોહી ને કીધું સામે જો.

ઓહ,પ્રેમ મારી કેટલા દિવસ થી તપોવન મંદિર પર આવવાની ઈચ્છા હતી અને આજે ફાયનલી મને સરપ્રાઈઝ મળી અહિયાં આવીને...થેંક યુ પ્રેમ,થેંક યુ..આરોહી મારા તરફ જોઇને બોલી

થેંક યુ શબ્દ સાંભળતા જ કઈ પણ બોલ્યા વગર મેં આરોહી ની સામે જોયું એટલે તે કઈ પણ બોલી નહી અને કાર માંથી નીચે ઉતરીને મને કહ્યું ચલ જલ્દી થી નહીતર ભગવાન શંકર નારાજ થઇ જશે.

કાર ને વ્યવસ્થિત રીતે પાર્ક કરીને હું પણ આરોહી ની સાથે સાથે મંદિર માં દર્શન કરવા આગળ વધ્યો.

હું તો પહેલી વાર જ આ મંદિર પર જઈ રહ્યો હતો એટલે તે માંડીએ ની સુંદરતા,ત્યાંનું વાતાવરણ એકદમ શાંત અને સ્વચ્છ આ બધું અને સાથે આરોહી એટલે મારી તો સવાર એકદમ જ ફ્રેશ થઇ ગઈ અને આજ ની ફીલિંગ્સ ની તો વાત જ થઇ શકે તેમ નથી.

આ મંદિર એકદમ જ સાઉથ ઇન્ડયન સ્ટાઇલ માં બનેલું હતું.તપોવન મંદિર એ માત્ર શિવજી નું જ મંદિર ના હતું પરંતુ આ મંદિર માં તેની સાથે સાથે નવગ્રહ મંદિર,બાલાજી મંદિર,અયપ્પા અને મુરગન સ્વામી ના મંદિર તથા બીજા પણ ઘણા મંદિરો હતા અને મેં અને આરોહી એ ધીરે ધીરે તે બધા જ મંદિરો ના દર્શન કર્યા અને ત્યારબાદ ત્યાં આવેલા ગાર્ડન માં સાથે બેઠા.

પ્રેમ,અહીં કેટલી શાંતિ છે નહી?આરોહી એ મને પૂછ્યું

ખરેખર,ખુબજ શાંતિ છે.મેં આરોહી ને કીધું

મને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે આપણે બંને એકજ સાથે અહીં બેઠા છીએ.આરોહીએ મને કીધું

મને પણ,હજુ તો મને એવુજ લાગી રહ્યું છે કે આપણે તો હજુ કાલે મળ્યા હતા.,મેં આરોહી ને કીધું

હું જયારે પણ રાત્રે સૂવ છુ ત્યારે મને આપણે બંને ની મુલાકાત,ફેસબુક પર વાતચીત,એકબીજા ને ભૂતકાળ જણાવવા અને આજની આ પરમ શાંતિ માં તારી સાથે પસાર થઇ રહેલો સમય બધું જ મને કોઈ સપના જેવું લાગી રહ્યું છે.આરોહીએ મને કીધું

મને પણ તેવું જ લાગી રહ્યું છે.મેં તેને કહ્યું

પ્રેમ,હું આ ક્ષણ ને ભૂલવા નથી માંગતી,ક્યારેય નહી.આરોહી એ મને કીધું

તો,ચાલો આ ક્ષણ ને કેપ્ચર કરી લઈએ તેવું કહી મે મારી બેગ માંથી કેમેરો બહાર કાઢ્યો અને અમે બંને એ એકબીજાના ફોટા લીધા અને સાથે સાથે સેલ્ફી સ્ટીક થી આરોહી ના ફોન માં પણ અમારા બંને ના ફોટા લીધા.

અમે ફોટા લઇ રહ્યા હતા ત્યાં જ અમારી સામે ગાર્ડન માં રમી રહેલો નાનો છોકરો રમતા રમતા પડી ગયો અને રડવા લાગ્યો એટલે હું અને આરોહી તેની પાસે ગયા અને તેને મારા બેગ માંથી ચોકલેટ કાઢીને આપી અને તેની સાથે અમે બંને થોડી વાર રમ્યા અને ફરી પાછા હતા ત્યાં જઈને બેસી ગયા અને વાતો કરવા લાગ્યા.

આરોહી,તારે ચોકલેટ ખાવી છે??મેં આરોહી ને પૂછ્યું

હમમ.આરોહી એ મને કીધું

એટલે મેં બેગ માં રહેલી પાર્લે કીસમી બહાર કાઢી અને તેને આપતા આપતા પૂછ્યું,

આ ચોકલેટ કઈ છે તને ખબર છે??

હાં,એતો ખબર જ હોય ને.આરોહી એ જવાબ આપ્યો

તો બોલ નામ.મેં આરોહી ને કીધું

કીસમી...આરોહી બોલી

આરોહી જેવું કિસ મી બોલી એટલે હું મારો ચેહરો એકદમ જ તેના ચેહરા પાસે લઇ ગયો કે જ્યાંથી અમારા બંને ના હોઠો....

To be continue..

શું લાગે છે મિત્રો તમને આરોહી અને પ્રેમ વચ્ચે કિસ થશે?જો બંને પબ્લિક પ્લેસ માં અને તેમાં પણ મંદિર માં કિસ કરશે તો બંને ને કઈ પ્રોબ્લેમ થશે કે નહી થાય?આ બધી મને ખબર નથી પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે તમને લોકો ને આ Love Junction બોર તો નહી જ કરે અને હા, મિત્રો તમારા મગજ માં સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર શુક્રવારે Love Junction ની મુલાકાત લેવી પડશે.

મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ Love Junction... ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

લવ જંકશન તેના આખરી પડાવ પર આવી પહોંચ્યું છે તો આ પૂરી નોવેલ વિષે ના રીવ્યું તમે મને તમારા નામ સાથે વોટસેપ પર મોકલી શકો છો.

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,

સવાલ : શું લાગે છે મિત્રો તમને આરોહી અને પ્રેમ વચ્ચે કિસ થશે???

તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,matrubharti app પર પણ આપી શકો છો તથા,

facebook.com/parth j ghelani ,

whatsapp:8866872302

,

,

instagram.com/parth_ghelani95

પર મોકલી શકો છો....