Love Junction
Part-08
By.Parth J. Ghelani
j. ghelani
કવર પેજ આ રાખવાનુ છે
Dedicated to
My parents and my family
Disclaimer
ALL CHARECTERS AND EVENT DEPICTED IN THIS STORY IS FICTITIOUS.
ANY SIMILARITY ANY PERSON LIVING OR DEAD IS MEARLY COINCIDENCE.
આ વાર્તા અને તેના દરેક પાત્ર કાલ્પનિક છે,તથા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેઓનો કોઈ સંબંધ નથી.અને અમારો મુખ્ય ઉદેશ્ય દર્શકો(વાંચકો) ને મનોરંજન પૂરું પાડવાનું છે.
આગળ જોયું,
આરોહી પ્રેમ ને વાતવાતમાં જ પ્રપોજ કરી દે છે અને ત્યારબાદ પ્રેમ પાસે તેનો જવાબ માંગે છે,જેના બદલામાં પ્રેમ તેની પાસે જવાબ આપવા માટે થોડો સમય માંગે છે.પ્રેમ લગભગ આખી રાત અને દિવસ તેના વિશે જ વિચાર કર્યા કરે છે અને ત્યારબાદ એક નિર્ણય લે છે અને આરોહી ને તેનો જવાબ મેસેજ કરી દે છે.
હવે આગળ,
આરોહી ને મેસેજ કરીને મેં ફોન ને બાજુ માં મુક્યો અને આજે તો આરોહી વિશે પણ વિચાર કરવાનો સમય જ ના હતો કારણ કે કાલની અધૂરી ઊંઘ ની સાથે માનસીક થાક અને શારીરિક થાક ને લીધે પથારી માં પડતા ની સાથે જ મને ક્યારે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના પડી.
બીજે દિવસે સવારે જયારે જાગ્યો ત્યારે મારું મુડ એકદમ જ ફ્રેશ થઇ ગયું હતું અને મન એકદમ હળવું હતુ એટલે આજે મોજ માં ને મોજ માં કાલ નો અને આજ ના બંને દિવસ નો બ્રેકફાસ્ટ એક જ સાથે કરી લીધો અને સમય કરતા પહેલા ઓફીસ પર પંહોચી ગયો.
ઓફીસ પર પંહોચ્યા ની ૧૦ મીનીટ જેવી થઇ હશે એટલા માં તો અજય-ખુશી અને કેયુર-પ્રિયા આવી ગયા અને મને ઓફીસ પર સમય કરતા પહેલા જોઈને બોલ્યાં કે આજે કઈ ખુશી માં ઓફીસ પર વહેલો આવી ગયો???
બસ,આજ મેં વિચાર્યું કે આજે ઓફીસ પર વહેલા પહોંચીને તમને સરપ્રાઇઝ આપું એટલે આજે વહેલા આવી ગયો.મેં પણ તે લોકો ને જવાબ આપ્યો.
ચાલ હવે રહેવા દે ફેંકુ.ખુશી બોલી
અરે,સાચુ.મેં કીધું
હશે બસ,ખુશ હવે??અજય મારા તરફ જોઈને બોલ્યો
હમમમ.મેં કીધું
તો ચાલો લાવો સરપ્રાઈઝ ની કોફી.કેયુર બોલ્યો
ચાલો કેન્ટીન મા હું એટલું જ બોલ્યો ત્યાં તો અજય મને અટકાવતા બોલ્યો એ કોફી વાળા હવે કામ કરવાનો સમય થઇ ગયો છે ઓકે,તો પેલા કામ પર લાગી જાવ અને પછી કોફી પીજો.
ઓકે,બોસ જેવી તમારી ઈચ્છા.હું અજય તરફ જોતા બોલ્યો અને પછી અમે બધા કામ પર ગોઠવાઈ ગયા અને કામ કરવાનું શરુ કર્યું.આમ જ કામ કરતા કરતા ક્યારે લંચ નો સમય થઇ ગયો એ પણ ખબર ના પડી અને અમે બધા લંચ કરવા માટે ટેબલ પર ભેગા થયા અને જેવું લંચ પૂરું થયું એટલા માં તો પ્રિયા મારા પાસે આવી અને કીધું તો કેમ છે હવે???
પેલી બાજુ ચાલ તને બધું જ કહું છુ.મેં પ્રિયા ને કીધું
મને પ્રિયા એ તેના હાથ વડે આગળ તરફ જવાનો ઈશારો કર્યો અને બોલી,ચાલો તે બાજુ.અને અમને બંને ને અલગ બીજી બાજુ જતા ખુશી જોઈ ગઈ અને બોલી ક્યાં જાવ છો??
અહિયાં જ છીએ,હમણાં જ આવ્યા ઓકે.પ્રિયા એ જવાબ આપ્યો.
ઓકે.ખુશી બોલી
બેસ અહિયાં મેં તેને ખુરશી તરફ ઈશારો કરતા કરતા કીધું અને હું પણ તેની સામે જ રહેલી ખુરશી માં ગોઠવાયો.
બોલ,હવે.પ્રિયા બોલી
શું બોલું??મેં પ્રિયા ને કીધું
શું,શું કર્યા કરે છો??કાલે આરોહી સાથે શું વાત કરી એમ પુછુ છુ મગજ.પ્રીયા થોડી રમતવાળા ગુસ્સા માં બોલી
કહી જ વાત નથી થઇ મારી તેની સાથે અને તને તો ખબર જ છે કે અમે બન્ને માત્ર ને માત્ર શનિવારે જ વાત કરીએ છીએ તો પછી શા માટે પૂછે છો.મેં પણ સામે રમતવાળા ગુસ્સા માં પ્રિયા ને કીધું
ઓકે,પરતું તું કાલે ટેન્શન માં હતો અને આજે ખુશ દેખાય છે એટલે મેં તને પૂછ્યું.પ્રિયા એ મને કીધું
બસ તારા જેવી ફ્રેન્ડસ જો બધા જ પાસે હોય તો કોઈ ને ટેન્શન રહે જ નહિ એમ કહી અને પછી મેં ગઈ કાલે તેની સાથે વાત કર્યા પછી જે કઈ પણ કર્યું તે મેં બધું જ તેને વિગતવાર જણાવ્યુ.
અરે તું પણ ગજબ કરેં છો આવા નિર્ણય લેવા માં પણ તે ચીઠી બનાવી.પ્રિયા મારા તરફ જોઇને હસતા હસતા બોલી
હમમ્મ,અને થેંક્સ.મેં પ્રિયા ને કીધું
એઓ ભાઈ,આ થેંક્સ અહિયાં ક્યાંથી આવી ગયું???પ્રિયા બોલી
સોરી,ભૂલ થી આવી ગયું.મેં કીધું
પાછો,વળી સોરી પણ લઈને આવ્યો.પ્રિયા ફરી બોલી
ઓકે,બાબા આ છેલ્લી વાર બોલાઈ ગયું હવે આ શબ્દો નો ઉપયોગ નહી કરું ઓકે.હું બે હાથ જોડીને તેની સામે જોઇને બોલ્યો
અને હા,ભાઈ તે ભૂલ કરી છે ને આ શબ્દો બોલીને તો હવે તેની ભરપાઈ પણ કરો,ઓકે.પ્રિયા બોલી
કેવી ભરપાઈ??મેં તેને પૂછ્યું
ભરપાઈ માં તારે ચોકલેટ આપવી પડશે.પ્રિયા બોલી
કેમ,આ કેયલો નથી લઈને આપતો??મેં પ્રિયા ને કીધું અને ઉભો થઇ ને કેયુર તરફ ગયો અને તેને જઈને કીધું,
કેમ ભાઈ મારી આ ફૂલ જેવી મિત્ર ને એક ચોકલેટ પણ નથી લઇ આપતો??
કેવી ચોકલેટ???કેયુર બોલ્યો
યાર,પ્રિયા તને આ કેવી રીતે પસંદ આવ્યો??મેં કેયુર ને ચીડવવા માટે પ્રિયા તરફ જોઇને કહ્યું અને સાથે સાથે એ પણ કહ્યું કે કેયુર કરતા તો સિંગલ હતી એજ સારી હતી.
આટલું સાંભળતા ની સાથે જ કેયુર ખુરસી પરથી ઉભો થયો અને મારા તરફ ગુસ્સા ભરી નઝરે જોઇને પોતાના ટેબલ પર ગયો અને તેની બેગ લઈને આવીને મારા હાથ માં મૂકી દીધી.એટલે મેં તેને પૂછ્યું.
શું છે ભાઈ આ??
બેગ.કેયુર બોલ્યો
એ તો મને પણ દેખાય છે.પરંતુ,એ મને કેમ આપી આ બેગ??મેં પૂછ્યું
બેગ ની બીજી ચેન ખોલ અને અંદર જો.કેયુર બોલ્યો
મેં પણ તેના કહ્યા મુજબ બેગ ની બીજી ચેન ખોલી અને અંદર હાથ નાખ્યો તો અંદર એક પોલીથીન હતી તે બહાર કાઢી અને તેને ખોલી ને જોયું તો અંદર થી દસ જેટલી ડેરી મિલ્ક સિલ્ક નીકળી.
ચોકલેટ કહેવાય આને.કેયુર બોલ્યો
વાહ,કેયુર તું તો ગજબ નો છે હો આટલી બધી ચોકલેટ કોના માટે છે??પ્રીયા માટે??ખુશી બોલી
ના,હજુ કેયુર એટલું બોલ્યો ત્યાતો હું તેની વચ્ચે બોલી પડ્યો તો કોઈ બીજી શોધી લીધી??
અરે આ બધી ચોકલેટ હું આપણા બધા માટે લાવ્યો છુ.કેયુર બોલ્યો
પણ કઈ ખુશી માં??અજય બોલ્યો
અરે,અજય તેના જેવા ડફર ને પ્રિયા જેવી સ્માર્ટ એન કુલ ગર્લફ્રેન્ડ મળી ગઈ એટલા માટે.હું ફરી બોલ્યો
તું,ચુપ રે ને પ્રેમ. શું કામ બિચારા ને હેરાન કરે છો?? ખુશી બોલી
અરે,આજે મને તમારા જેવા બેસ્ટ મિત્રો ને સરપ્રાઈઝ આપવી હતી.તેમાં આ લંગુર ને નહિ ગણતા(મારા તરફ જોઇને મઝાક કરતા કરતા કેયુર બોલ્યો)
પણ સરપ્રાઈઝ કઈ ખુશી માં??પ્રિયા બોલી
હદ,છે યાર તમારી તો.સેલિબ્રેશન કરવા માટે અને સરપ્રાઈઝ આપવા માટે કોઈ ચોક્કસ સમય ની કે ચોક્કસ તહેવાર ની જરૂર નથી હોતી એટલી પણ ખબર નથી પડતી તમને??કેયુર હવે અકળાઈને બોલ્યો
ઓકે.શાંત લંગુર એન ચાલો લેટ્સ સેલીબ્રેટ ધીસ મોમેન્ટ..મેં કેયુર તરફ જોઇને કીધું
ઓકે,લેટ્સ સેલીબ્રેટ અમે બધા જ એક સાથે બોલ્યા.અને અમે બધા એ ચોકલેટ ખાધી અને લંચ નો સમય પૂરો થતા અમે બધા ફરી વાર કામ પર લાગી ગયા.
સાંજે છુટા પડી ને અમે બધા કોફી પીવા ગયા જે મારે લંચ માં પીવરાવવાની હતી તે કારણ કે બપોરે તો કેયુર તરફ થી ચોકલેટ ની સરપ્રાઈઝ મળેલી.કોફી પીને અમે બધા છુટ્ટા પડ્યા.
સાંજે ઘરે જઈને મેં સાંજ નું જમવાનું પતાવ્યું અને ફરી મારા દરરોજ ના મિત્ર એટલે કે તાપીકીનારે જઈને આવી ગયો અને ત્યાંથી આવીને આરોહી ની સાથે કરેલી વાતો વાંચવા લાગ્યો અને વાંચતા વાંચતા જ સુઈ ગયો.દરરોજ આવી રીતે ઓફીસ જવાનું અને આવવનું એટલે દિવસો કેમ જાય એ ખબર જ ના પડે અને જોતજોતામાં તો શનિવાર આવી ગયો અને શનિવાર એટલે મઝાનો દિવસ કારણ કે એક તો બીજે દિવસે રજા હોય અન બીજું આરોહી સાથે મીટીંગ હોય ફેસબુક પર.અને આજ ની મીટીંગ માં તો મારે તેના પ્રપોજ નો જવાબ પણ આપવાનો હતો.એટલે આજે સાંજે જેવા ૯:૦૦ વાગ્યા એટલે હું ફેસબુક નામ ના પ્લેટફોર્મ પર જઈને આરોહી નામ ની ટ્રેન ની પાસે ઉભો રહી ગયો પરંતુ હજુ સુધી આરોહી ની ટ્રેન ને રેડ સિગ્નલ જ મળેલો હતો અને હું તેના ગ્રીન સિગ્નલ ની જ રાહ માં ઉભો હતો.
હવે તો એકજેટ ૯:૩૦ વાગી ગયા હતા એટલે મને એમ હતું કે હવે તો તેને આવવું જ જોઈએ પરંતુ તે ૯:૩૦ ના ૧૦:૯:૩૦ ના ૧૦:૩૦ થયા તેમ છતાં પણ હજુ તે રેડ સિગ્નલ પર જ હતી અને જેવું હું મારું ફેસબુક બંધ કરવા જઈ રહ્યો હતો એટલા માં તો આરોહી ની ટ્રેન ને ગ્રીન સિગ્નલ મળી ગયું...
(આગળ ની વાત આરોહી ના મોઢે થી)
પ્રેમ ને ગુડ નાઈટ નો મેસેજ કરીને મેં મારા મોબાઈલ નું ડેટા કનેક્શન બંધ કર્યું અને પથારી માં લાંબી થઇ.પરંતુ જેવી લાંબી થઇ કે મારા મન માં વિચારો આવવા માંડ્યા કે શું મારે ખરેખર પ્રેમ ને આ વાત કરવાની જરૂર હતી કે નહી કેમ કે હું હજુ તેને સરખી રીતે ઓળખતી પણ નથી અને હજુ સુધી મેં તેની સાથે માત્ર ને માત્ર ત્રણ થી ચાર વાર તો વાત કરી છે અને તે પણ ફેસ-ટુ-ફેસ ની બદલે ફેસબુક પર અને જે એક વાર ફેસ-ટુ-ફેસ વાત થઇ છે તે પણ ના ગણી શકાય તેવી રીતે.
અરે જે વાત આજ સુધી મેં મારા બેસ્ટ ફ્રેન્ડસ ને પણ નથી કીધી તે વાત મેં પ્રેમ ને જણાવી દીધી ખબર નહી કેમ પરંતુ મને અંદર થી એમ થયું કે હું જો હું આ વાત કોઈને કહી શકું એમ છુ તો તે છે માત્ર ને માત્ર પ્રેમ બીજું કોઈ નહી.પરંતુ મને એવું અંદર થી શા માટે થયું એ તો હું ખુદ પણ નથી જાણતી.
પરંતુ હવે તો વાત થઇ ગઈ છે એટલે હવે આ બધું વિચારવાનો કોઈ જ મતલબ નથી.પરંતુ ગાંડી તે તેને વાત કરી ત્યાં સુધી તો બધું બરાબર હતું પરંતુ તેને પ્રપોઝ કરવાની શું જરૂર હતી.હજુ મારા પેલા વિચાર ચાલુ છે ત્યાં તો મારા મગજ ના બીજા ખૂણા માંથી અવાજ આવ્યો.
આજે તને કેમ છે??ત્યાં તો મગજ ના ત્રીજા ખૂણા માંથી અવાજ આવ્યો અને મારા મગજ ના ચોથા ખૂણા માં રહેલી આરોહીએ જવાબ આપ્યો કે ખુબજ સારું ફિલ થઇ રહ્યું છે કારણ કે જ્યાર થી આ ઘટના મારી સાથે બની છે ત્યારથી જ તે મારા મગજ માં આ ઘટના દરરોજ આવ્યા કરતી હતી અને મને દરરોજ જ રાત્રે પરેશાન કર્યા કરતી હતી.પરંતુ આજે મને શાંતિ લાગી રહી હતી.આમજ વિચારતા વિચારતા મને ક્યારે ઊંઘ આવી ગઈ તે પણ ખબર ના પડી.
બીજે દિવસે સવારે ઉઠી તો મને ખુબજ સારું લાગી રહ્યું હતું અને આજે હું દરરોજ કરતા થોડી વધારે ખુશ લાગી રહી હતી.ખુશી માં ને ખુશી માં આજે સવારે મારાથી વધારે જ પડતું બ્રેક ફાસ્ટ લેવાઈ ગયુ અને પેટ થોડું ભારે થઇ ગયું હોય એવું લાગ્યું પરંતુ છેલ્લા વર્ષો થી મારા મન માં જે ભાર રહેલો હતો તેના કરતા તો હલકું લાગતું હતું.
બ્રેકફાસ્ટ પૂરો કરીને હું ઓફીસ પર જવા નીકળી પડી અને ઓફીસ પર સાંજ સુધી કામ કરીને સાંજે ફરી ઘરે આવી ગઈ અને સાંજ નું જમવાનું પૂરું કરીને મારી રૂમ માં જઈને લેપટોપ લીધું અને જે ઓફીસ નું થોડું રહેલું કામ હતું તે પૂરું કરીને સુવા માટે પથારી માં લાંબી થઇ.
પરંતુ જેવી લાંબી થઇ કે મારા મન માં ફરી વિચાર આવવા લાગ્યા કે મેં પ્રેમ ને શા માટે વાત કરી??શું મારે ખરેખર તેને આ વાત કરવી જોઈતી હતી??પછી ફરી એક વિચાર આવ્યો કે મારે આ મનનો ભાર હળવો કરવો જ હતો એટલે ના છુટકે આ વાત મારે કોઈને કરવી પડે એમ જ હતી.પરંતુ પ્રેમ ને જ શા માટે??પ્રેમ ને વાત કરવાનું કારણ પણ એટલું જ હતું કે તે મારા સિવાય મારા બીજા કોઈ ફ્રેન્ડસ ને પ્રેમ ઓળખતો જ નથી.એટલે તે કોઈને વાત કરશે જ નહી.મારું મગજ પણ આવા સ્ટુપીડ વિચારો માં ગૂંચવાઈ ગયું આખરે જેમ તેમ કરીને મને ઊંઘ આવી અને સુઈ ગઈ.
બીજે દિવસે સવારે ફરીથી મુડ એકદમ ફ્રેશ હતો ઓફીસ પર ગઈ અને ત્યાંથી કામ પતાવીને સાંજે ઘરે આવી ગઈ અને જેવી પથારી માં સુવા માટે લાંબી થઇ કે મારા મન માં પેલા સ્ટુપીડ વિચારો પાછા આવવા લાગ્યા અને આતો હું જ્યાં હતી ત્યાં જ આવીને ઉભી રહી ગઈ મતલબ કે પેલા મને રાત્રે પેલી ઘટના યાદ આવ્યા કરતી અને હવે આ પ્રેમ સાથે કરેલી વાત. પછી મને વિચાર આવ્યો કે સવારે મુડ એકદમ ફ્રેશ હોય છે અને આ રાત્રે શું થઇ જાય છે??પરંતુ કહેવાય છે ને કે પુરા દિવસ ભલે તમે તમારા ફ્રેન્ડસ ની સાથે રહો પરંતુ રાત્રે તો તમે જેને દિલ થી પસંદ કરતા હોવ છો તેના જ વિચારો આવે છે.અને મને પ્રેમ ની સાથે કરેલી વાત જ યાદ આવ્યા કરે છે અને બસ પ્રેમ જ.તો શું ખરેખર મને પ્રેમ ની સાથે પ્રેમ થઇ ગયો છે?કે પછી મેં તે દિવસે તેને આવેશ આવીને પ્રપોઝ કરી દીધું??
મેં તેને આવેશ માં કે આવેશ માં પ્રપોઝ તો કરી દીધું પરંતુ શું હવે તે મારા આ પ્રપોઝ નો સ્વીકાર કરશે કે નહી??હવે વાત મને પરેશાન કરી રહી હતી કારણ કે જયારે તે મારી પહેલા જેને પસંદ કરતો હતો તેને માત્ર બોયફ્રેન્ડ છે એવું ખબર પડી ત્યારથી તો તેની સાથે વાત પણ નથી કરી અને મારે તો મારે તો બોયફ્રેન્ડ પણ છે અને તેની સાથે...તો શું તે મારા આ પ્રપોજ નો સ્વીકાર કરશે કે નહી??બસ આવા વિચારો ની સાથે જ મને ક્યારે ઊંઘ આવી તેની ખબર જ ના પડી.
બીજે દિવસે સવારે જાગીને ફરીવાર ઓફિસ પર ગઈ અને સાંજે ફરી આવી ગઈ અને ડીનર પતાવીને મારા રૂમ માં જઈને આજે બેઠા બેઠા વિચાર કરતી હતી કે મારા કરેલા પ્રપોઝ નો શું જવાબ આપશે પ્રેમ??શું જવાબ હા માં આપશે કે પછી ના પડશે.મારે જો આ વાત જાણવી હોય તો શનિવાર સુધીની રાહ જોવી પડશે કારણ કે મારી પ્રેમ ની સાથે ની આગળ ની મીટીંગ શનિવારે છે અને આજે વાર થયો હતો બુધવાર મતલબ ગુરુ અને શુક્ર થઈને બે દિવસ ની વાર છે.
શનિવાર ની રાહ જોવામાં જ ક્યારે આ બે દિવસ પુરા થઇ ગયા એ પણ મને ખબર ના પડી અને જોતજોતામાં જ શનિવાર ની સાંજ પડી ગઈ.હવે મારાથી રાહ જોવાતી હતી નહી એટલે એક કલાક પહેલાજ મેં મારું ફેસબુક ખોલ્યું અને તેમાં મેસેજ માં પ્રેમ નો એક મેસેજ હતો જે મેં ખોલ્યો અને વાંચ્યો.તે મેસેજ વાંચી ને તરત જ મેં મારું ફેસબુક બંધ કરી દીધું અને.....ફરી રાત્રે ૧૦:૩૦ વાગે ઓપન કર્યું...
To Be Continue….
મિત્રો,શું લાગે છે તમને??આરોહી એ તો એવું શું વાંચ્યું છે કે જેના કારણ થી તે તરત જ ઓફલાઈન થઇ ગઈ. શું પ્રેમ એ આરોહીના પ્રપોજ નો સ્વીકાર કર્યો હશે??શું આરોહી ને જો પ્રેમ તરફ થી જવાબમાં ના મળશે તો તે ક્યારેય પ્રેમ સાથે વાત કરશે કે નહી??અને જો હાં મળશે તો પ્રેમ અને આરોહી ની આગળ શું થશે??મિત્રો સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર અઠવાડિયે Love Junction ની મુલાકાત લેવી પડશે.
મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ Love Junction... ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.
મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,
સવાલ :પ્રેમ ના મેસેજ માં એવું તો શું લખ્યું કે તે વાંચી ને આરોહી તરત જ ઓફ્લાઈન થઇ ગઈ???
તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,matrubharti app પર પણ આપી શકો છો તથા,
facebook.com/parth j ghelani ,
,
,
instagram.com/parth_ghelani95
પર મોકલી શકો છો....