Love Junction Part-02 Parth J Ghelani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Love Junction Part-02

કવર પેજ આ રાખવાનું છે

ઓકે

Love Junction

Part-02

By.Parth J. Ghelani

Whatssapp-08866872302

j. ghelani

E-Mail-parthghelani246@gmail.com

Dedicated to

My Parents and My Family


About Author

Hiii, this is Parth J. Ghelani and my native place is Morba(District-Bhavanagar and County-Gariyadhar),me and my family leave at surat. I am the final year computer engineering Student In GIDC Degree Engineering College(GTU).My Professional Skill is Acting(My passion is Acting) and I am also work as a story writer as well as screenplay writer. until now I work with project(Drama , play)like OMG-2 god v/s dark politics(Drama) in this drama I have done the job as a lead actor, story writer and screenplay writer. now a days me and my team work our next project(play) is B.E.Pass :A complete journey of an Engineer. in B.E.Pass my job also as a lead actor, story writer and screenplay writer. B.E.Pass will be done on February-2016,and 1st show play In our college campus(My last Annual function in college), because is tribute to all my junior friends, my teachers etc.. in my collage.

My life’s main aim is a Become A Graduate Actor that’s why reason that I have select the first Engineering and after completion of my Engineering I am ready to work with our Gujarati movie industry as a Actor, and Sometime as writer. and I know that I have done this because you all are with me.

For more information about me and my next project you can follow the below link.

J. Ghelani

j. ghelani

www.twitter.com/@Pghelani

www.instagram.com/@parth_Ghelani95

Special Thanks

I would like to give special thanks to my, parents and my family, GOD, as well as all my teachers, all my friends which always provides some useful guidelines to do something new and thrill.

I would like to give special thanks to all my readers(priyu,Hardik Sankrechi Harsh, Ravi Patel, Ravi Rajyguru, Bhavik Gabani, Charmi, Anjal, Pushpa Jani,Brijesh Dobariya, PalakShah, Himesh Jadav,Ashish Vaddoria, roshni, Mahesh, Kenil Modi, Himpal Purohit ,Geet Patel ,Ravi Sakhat, Rashmin Donda, Drashti, Mansi Panchal, Deep Shah, Ahir vijay, Nancy ShethWala, Pradeep Patel, Komal, Mayur Dholiya, Jay Patel, Haresh, and Samu Patel for giving Some useful rating)and Others which give me lots of love and lots of response for my 1st chapter from the Novel Love Junction. I am so happy to get readers like you.

And last I would like to give special thanks to mahendra Sharma and his team (Matrubharti-ebook) to give a chance to represent my story or my thoughts on front off good readers as well as good writers.

આગળ જોયું....

પ્રેમ અને તેના મિત્રો પાર્ટી માં જાય છે અને તેના બેસ્ટ ફ્રેન્ડ અજય ને અને બીજા બે ને પણ એવોર્ડ મળે છે જેમાંથી એક એવોર્ડ આરોહી ને મળે છે અને પ્રેમ આરોહી ના એક તરફી પ્રેમ માં પડી જાય છે અને તેની સાથે વાત પણ કરે છે અને ત્યારબાદ આ બધું તે જ્યારેં તેના મિત્રો ને કહેતો હોય ત્યારે અચનાક તેનાથી બોલાય જાય છે કે ખુશી ,અજય તને પસંદ કરે છે અને ત્યારબાદ ત્યાં અજય આવે છે અને ખુશી તેની સામે જઈને ઉભી રહે છે..

હવે આગળ...,

આ વાત સાચી છે,અજય ???ખુશી એ અજય ને પૂછ્યું

અજય ને કઈ સમજાતું નથી અને પૂછે છે કે કઈ વાત ખુશી??

એ જ કે જે મને પ્રેમ ના મોઢે થી સાંભળવા મળી એ ,ખુશી એ જવાબ આપ્યો..

કઈ વાત પ્રેમ??અજય મારા તરફ જોઈને બોલ્યો પણ હું શું બોલું તે મને પણ કઈ સમજાતું ન હતું અને જેવો બોલવા ગયો કે ખુશી મને અટકાવતા કહ્યું,ના પ્રેમ તું કઈ પણ નહી બોલે હવે આ મામલો અમારા બે ની વચ્ચે નો છે.અને ફરીથી અજય તરફ જોયું.

અરે પણ અહીં શું ચાલી રહ્યું છે મને કોઈ જણાવો યાર, અજય થોડો મુંજાઈને બોલ્યો.

તને બધી જ વાત ની ખબર પડી જશે પણ એ માટે તારે મારા એક સવાલ નો જવાબ આપવો પડશે,બોલ છે મંજુર?

મંજુર છે ,મને બધું જ મંજુર છે પણ એ સવાલ શું છે??અજય બોલ્યો

ડુ યુ લાઈક મી??ખુશી એ ડાયરેક્ટ જ પૂછી લીધું અને મેં ,પ્રિયા એ અને કેયુર એ એકાબીજાની સામે જોયું અને ત્યરબાદ તરત જ અજય તરફ જોયું.

વ્હોટ???અજય થોડો આસ્શર્ય સાથે બોલ્યો

એટલે કે શું તું મને પસંદ કરે છે??ખુશી ગુજરાતી માં બોલી

અજય ને કઈ ખબર જ નહોતી પડતી કે શું બોલવું અને શું નહી અને લથડતી જીભે બોલ્યો આ કેવો સવાલ છે અને આવું તને કોણે કીધું ??અજય બોલ્યો

હાં કે ના માં જ જવાબ જોઈએ છે મને,ખુશી બોલી

તુ મને પસંદ કરે છો કે નહી?મને ખબર છે ત્યાં સુધી માં ખુશી એ આ સવાલ ત્રીજી વાર અજય ને પૂછ્યો હતો.અને હવે અજય બરાબર નો ફસાઈ ગયો હતો ના તો એ પડવાનો નહતો એ મને ખબર હતી એટલે હવે તેના પાસે એકજ વિકલ્પ હતો અને એ હતો...

ખુશી હું તો. હજુ અજય એટલું બોલ્યો ત્યાં ફરી ખુશી બોલી હાં કે ના??

અને છેલ્લે અજય થોડા ડરેલા નહી પણ થોડા વધારે જ ડરેલા અવાજે બોલ્યો ,

હ...અમ્મ..હા..

અને હવે અમે એટલે હું,કેયુર અને પ્રિયા એકાબીજાની સામે બાઘા ની જેમ જોવા લાગ્યા અને લગભગ ત્રણેય ના મન માં એકજ સવાલ હતો કે હવે પછી નો કાર્યક્રમ શું છે...એટલે કે ખુશી નો પ્રતિઉત્તર શું હશે??

અને ખુશી થોડા ગુસ્સા માં હોય એવી રીતે બોલી,તે એવું વિચારી પણ કેમ લીધું કે હું તને પસંદ ના કરી શકુ.અને આ સાંભળીને અજય બોલ્યો સોરી ખુશી અને આ ડર ને લીધે જ હું તને કઈ પણ કેહવા નહોતો માંગતો.

અરે ભાઈ અજય તારી વાળી માની ગઈ છે અને તું આ શું બોલ્યા કરે છે??કેયુર બોલ્યો

અજય ખુશી ને જવાબ આપ્યા પછી એટલો બધો ગભરાય ગયેલો હતો કે તેને એ પણ ખબર નહોતી કે ખુશી એ તેના ,મારા તરફ થી મળેલા પ્રપોઝલ ને સ્વીકારી લીધું છે..અને કેયુર ના બોલ્યા પછી તેણે ખુશી તરફ જોયું અને આંખો થી ખુશી ને ફરીથી પૂછ્યું અને જવાબ માં ખુશી એ પોતાની બંને આંખ બંધ કરીને નીચું જોયું અને અજય સમજી ગયો અને પછી બંને એ એકબીજાએ અમારા સામે ટાઈટ હગ કર્યું અને એકબીજાના કાન માં બોલ્યા આઈ લાવ યુ...આ જોઈને મને આરોહી ની યાદ આવી ગઈ.......

બસ કરો હવે મને તમને બંને ને જોઈને જલન થાય છે,મેં મજાક ને મજાક માં બંને ને કહ્યું અને બંને છુટ્ટા પડ્યા અને મારા સામે જોઈને હસવા લાગ્યા..

થેન્ક્સ બ્રો,તારા થી ભૂલ થી બોલાય ગયું અને મને ખુશી મળી ગઈ પરંતુ તે આ ભૂલ ના કરી હોત તો હું તો આ ભૂલ થી પણ ના બોલી શક્યો હોત.અજય મારા સામે જોઈને બોલ્યો

બસ કર ભાઈ હવે રડાવાનો કે શું,અને હાં ભાઈ હવે આ ભૂલ હું તમારા ફેમીલી ની સામે જઈને કરું તે પેહલા તમે કરી દેજો ઓકે ??મેં હસતા હસતા કહ્યું

હવે તારે ભૂલ નહી કરવી પડે પ્રેમ,ખુશી બોલી

ભાઈ કેયુર અને બેન પ્રિયા તમારે બંને ને કઈ નથી ને જો હોય તો આજે બોલી દેજો,મેં કેયુર અને પ્રિયા તરફ જોઈને કહ્યું

ચુપ્પ રે તું ,પ્રિયા શરમાઈને બોલી અને કેયુર ઉભો થઈને મારા તરફ દોડ્યો અને આસપાસ થોડું વાતાવરણ હળવું થયું ત્યાં તો લંચ બ્રેક પણ પુરો થઇ ગયો.અને અમે બધા ફરીથી પોતાની ડેસ્ક પર ગોઠવાયા અને પોતપોતાના કામે લાગી ગયા...

સાંજે ૬:૦૦ વાગતા અમારી શીફ્ટ પૂરી થઇ ગઈ અને અમે બધા ઓફીસ ની બહાર આવીને દરરોજ ની જેમ આજે પણ ભેગા થયા અને આજે બધા જ હળવા મૂડ માં હતા એટલે ક્યાંક જઈને નાસ્તો કરવા જવાનું નક્કી કર્યું એટલે અઠવાગેટ સુગર એન સ્પાઈસ પર ગયા અને બર્ગર ની સાથે કોક ની મઝા લીધી અને થોડો સમય તેની પાસે આવેલી ચોપાટી માં જઈને બેઠા અને ૭:૦૦ વાગતા અમે છુટ્ટા પડ્યા.

સાંજે ઘરે જઈ ફ્રેશ થઈને લેપટોપ લીધું અને ફરીથી ફેસબુક ખોલી ચેક કરવા લાગ્યો કે આરોહી નો કોઈ મેસેજ આવ્યો કે નહી?અને જોયું તો તેનો કોઈ પણ મેસેજ હતો નહી.સાંજ ના ૯:૦૦ વાગી ચુક્યા હતા એટલે હું રાત્રે ઘરની બહાર ઠંડા વાતાવરણ માં દરરોજ ની જેમ ચાલવા નીકળી પડ્યો અને મારા ઘર ની પાસે આવેલા તાપી ના કિનારા પાસે જઈને ત્યાં રાખેલી બેંચ પર જઈને બેઠો કેમ કે આ એકજ એવી જગ્યા હતી કે જ્યાં કોઈ પણ વ્યક્તિ શાંતિ મેળવી શકે અને એટલે જ હું દરરોજ આવતો અને ૧૦:૦૦ વાગ્યા સુધી બેસતો.

રાત્રે ૧૦:૩૦ વાગે આવીને મેં આરોહી ને ગુડ નાઈટ નો મેસેજ કર્યો અને સુઈ ગયો.અને સવારે ઉઠીને ફરીથી જોયું તો મેસેજ નો કોઈ જ રીપ્લાય ન હતો અને મેં પણ મારી રોજીંદી ટેવ ની જેમ ગુડ મોરનીંગ નો મેસેજ પાછો મોકલી દીધો અને આવું આગળ ના ૧૦ દિવસ સુધી ચાલ્યું અને એક દિવસ સાંજે આવીને ચેક કર્યું તો આરોહી નો મેસેજ આવેલો હતો “Hiii”.અને મેં સામે રિપ્લાય આપ્યો પરંતુ તે એક કલાક પેહલાજ ઓફલાઈન થઇ ચુકી હતી.

આજે રવિવાર નો દિવસ હતો એટલે થોડો મોડે સુધી સુતો રહ્યો અને ફ્રેશ થઈને રોજની જેમ જ મેં મારુ ફેસબુક ખોલ્યું અને જોયું તો સવાર ના ૭:૦૦ ના સમયે “ગુડ મોર્નિંગ” નો મેસેજ હતો અને બીજો મેસેજ હતો “બોલો” મેં વાંચી ને રિપ્લાય કર્યો કે “ક્યારેક તો ઓનલાઈન રહેવાય કે નહી??”પરંતુ તેનું લાસ્ટ સીન ૧૫:૦૦ મીનીટ પહેલા નું બતાવતું હતું.અને ઘડિયાળ માં જોયુ તો ૨:૦૦ વાગેલા હતા એટલે એક મુવી જોવાનું નક્કી કર્યું અને લેપટોપ માં મુવી ના ફોલ્ડર માં જઈને સ્કયફોલ મુવી જોવાનું સ્ટાર્ટ કર્યું.પરંતુ મુવી નો કલાઈમેક્સ ચાલતો હતો ત્યાં જ તે ફેસબુક મેસેજ નું નોટીફિકેશન પોપ-અપ થયુ અને મેં ફેસબુક ઓપન કરીને જોયું તો આરોહી નો મેસેજ હતો ,

પરંતુ જયારે હું ઓનલાઈન હોવ છું ત્યારે તમે ઓફલાઇન અને તમે ઓનલાઈન હોવ છો ત્યારે હું ઓફલાઇન હોવ છુ તો એનું હું શું કરી શકુ?

ઓહ્હ !!એવુ છે એમ ને?મેં પણ સામે રિપ્લાય આપ્યો

હા,અને તમને તો ખબર જ છે કે હુ ફેસબુક ઓછુ જ વાપરુ છુ,તેમનો મેસેજ આવ્યો

હા,એતો મને ખબર છે પરંતુ એક વીક માં એક વાર તો ફેસબુક ઓપન કરો તો શું થાય?મેં પૂછ્યું

થાય કઈ જ નહી?પરંતુ મને ફેસબુક પર ખોટો સમય બગાડવો નહી ગમે એટલે. આરોહી નો રિપ્લાય આવ્યો.

તો,કેવી રીતે સમય બગાડવો ગમે??અને તમને એમ ના થાય કે તમારા કોઈ ફેસબુક મિત્રો તમારી રાહ જોતા હસે ફેસબુક પર તેનું શું? મેં હસતા હસતા પૂછ્યું

મને મારા ફેસબુક ના મિત્રો સાથે વાત કરવા કરતા મારા જે પાસે જે મિત્રો રહે છે તેની સાથે રૂબરૂ વાત કરીને સમય બગાડવો ગમે ,સમજ્યા મીસ્ટર.આરોહી નો રિપ્લાય આવ્યો.

ઓહ્હ ,ઉંચે લોગ ,ઉંચે વિચાર...મેં રિપ્લાય કર્યો

ઓહ્હહહ!!!!હેલ્લો ,એવું કઈ નથી,ઔર મેં ઉંચે લોગ કી કેટેગરી મેં કેસે પંહોચ ગઈ??તેણે આવુ પૂછ્યું

અરે ,તમે એવોર્ડ વાળા છો તો થયા ને ઉંચા માણસ...મેં આવો જવાબ આપ્યો

હવે જો એવોર્ડ વિષે કોઈ પણ વાત કરી છે તો હું આજ થી તમારી સાથે વાત નહી કરું,ઓકે,આરોહી નો રિપ્લાય આવ્યો

આ ધમકી છે કે પછી ઓર્ડર???મેં પૂછ્યું

ઈટ્સ ધેટ ઓર્ડર ,ડુ યુ અન્ડરસ્ટેન્ડ??તેણે કીધુ

હાં ,મારી માં મને ખબર પડી ગઈ અને આજ પછી ક્યારેય પણ એવોર્ડ વિષે એક પણ શબ્દ નહી બોલું,હવે તો ખુશ ને?મેં રિપ્લાય કર્યો

એવું નથી પણ ,હું પણ એક સામાન્ય માણસ છુ તો પછી મારી ઓળખ આ એવોર્ડ થી કેમ?આરોહી નો રિપ્લાય આવ્યો

ઓકે,સોરી મેં રિપ્લાય કર્યો.

અરે તમે પણ છો ,ફ્રેન્ડ્સ ભી કહો છો અને સોરી પણ.. લાગે છે કે મેને પ્યાર કિયા નથી જોયું..આરોહી નો રિપ્લાય આવ્યો

ઓહ્હ ,તો તમે મને ફ્રેન્ડ્સ તરિકે સ્વીકારી લીધો એમ ને??મેં પૂછ્યું

એટલે?તેણે સામે પૂછ્યું..

એટલે એમ કે એવોર્ડ વાળા મોટા માણસો ને અમારી દોસ્તી ની શું જરૂર ,મેં મઝાક સાથે પૂછ્યું.

આરોહી એ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો..

જસ્ટ ચીલ ,જસ્ટ કિડિંગ ડીઅર,મેં રિપ્લાય કર્યો

હવે મારે કોઈ પણ જાત ની વાત જ નથી કરવી ,આરોહી નો રિપ્લાય આવ્યો

કેમ??બોય ફ્રેન્ડ્સ નો ફોન આવી ગયો??મેં મઝાક મઝાક માં પૂછી લીધું

મારી આજ સુધી ની ઝીન્દગી માં કોઈ સીરીઅસ બોય-ફ્રેન્ડ નથી,આરોહી નો મેસેજ આવ્યો

ઓહ્હ,રીયલી????મેં પૂછ્યું

ઓફ કોર્સ.તેણે કીધું

આ મેસેજ વાંચી ને મારા મનને ખુબજ શાંતિ થઇ..

તો આખી જીન્દગી માં આવી રીતે જ રહેવાનું છે કે પછી કોઈ ને શોધવાનો છે???મેં પૂછ્યું

હમણાં તો કોઈ જ વિચાર નથી.અરોહી એ રિપ્લાય આપ્યો.

કેમ??મેં પૂછ્યું

બસ,હજુ મારે કેરિયર બનવવાનું છે અને ત્યારપછી આરોહી એ જવાબ આપ્યો

તો ક્યારે બનશે કેરિયર ??મેં પૂછ્યું

એ તો બની જશે તમે તમારું બોલો કેટલી ગર્લ-ફ્રેન્ડ્સ છે??

આઈ એમ સિંગલ અનટીલ નાવ,મેં કીધુ

કેમ?તેણે પૂછ્યું

આજ સુધી જેટલી ગર્લ્સ ને મેં પૂછ્યું તો એકજ જવાબ મળ્યો છે કે મારે ઓલરેડી બોય-ફ્રેન્ડ્સ છે તમારા સિવાય..મેં પણ થોડા ફલર્ટ વાળા અંદાઝ માં રિપ્લાય આપી દીધો..

ગુડ ટ્રાય,મિસ્ટર,આરોહી એ પણ ફલર્ટના અંદાઝ માં રિપ્લાય આપ્યો

કોલેજ માં કોઈ છોકરા એ તમને પ્રપોજ કરેલુ કે નહી???મેં થોડુ ઉત્સાહ થી પૂછ્યું

ના,આરોહી નો રિપ્લાય આવ્યો.

ઈમ્પોસિબલ,મેં પણ કહ્યું

અરે સાચે જ યાર,અને તમને કેમ આ ઈમ્મ્પોસીબલ લાગે છે??તેનો નો રિપ્લાય આવ્યો.

બસ એમજ મેં કીધું

ના ,કઈ તો કારણ હોય જ આવું કેવાનો..,બોલો મીસ્ટર તેણે કીધું

અરે યાર તમને છોકરી ઓ ને ખબર જ હોય બધી જ છતા પણ તમે પૂછ્યા કરો ,એવું કેમ??મેં આવું કીધું

ડોન્ટ ચેન્જ ધ ટોપિક.આઈ વોન્ટ ટુ આન્સર કે.તેણે કીધુ

તો તમારે જાણવું જ છે એમને ,મેં પણ થોડું ગુસ્સા વાળા અંદાજ માં કીધું

હા ,અને તમે કયો હું કઈ નહી બોલુ તમને.તેણે વિનતી પૂર્વક કીધું અને પછી તો મેં પણ કહ્યું...,

બીકોજ ,યુ આર લુકિંગ સો હોટ એન્ડ સેક્સી મેં આવો જવાબ મોકલી દીધો પછી ખબર પડી કે સાલુ આ શું થઇ ગયું

વ્હોટ???તેને પૂછ્યું

અરે ,ખુબસુરત એજ કેવા માગું છુ પણ આ શબ્દો કેવી રીતે ટાઈપ થઇ ગયા ઈ મને નથી ખબર.મેં મારો બચાવ કરતા કહ્યું

પાંચ મીનીટ પછી તેનો રિપ્લાય આવ્યો.

બાય

અરે આરોહી ,સોરી યાર હવે ક્યારેય પણ આવુ નહી બોલુ,મેં મેસેજ કર્યો

પરંતુ તેનો કોઈ જ રિપ્લાય આવ્યો નહી અને છેલ્લે થાકીને મેં પણ ફેસબુક બંધ કર્યું અને પ્રિયા ને ફોન કરીને નજીક માં આવેલા ગાર્ડન માં બેસવા બોલાવી કારણ કે હું ખુલ્લા મને તેની સાથે જ વાત કરી શકું છુ અને એક ખાલી બેંચ પર જઈને બેસીને તેની રાહ જોવા લાગ્યો અને આખરે ૨૦ મીનીટ પછી પ્રિયા આવી.

હાય,ડીઅર પ્રિયા આવીને અને મારી બાજુ માં બેસતા બેસતા બોલી

ઓહ્હ હાય,મેં મારો ચેહરો તેના તરફ કર્યો અને બોલ્યો

કોના વિચારો માં ખોવાયેલો છે???પ્રિયા ને ખબર હતી છતા પણ જાણી જોઈને તેણે મને પૂછ્યું

અરે યાર આ તમને લોકો ને સમજવી ખુબજ મુશ્કેલ છે,મેં પ્રિયા ને ઇરીટેટ થઈને કહ્યું

અરે ,પણ થયું છે શું? એ તો કે પેલા મને, પ્રિયા બોલી

અને મેં પ્રિયા ને આજે આરોહી સાથે કરેલી વાત કરી અને કીધું કે મેં તેને સેક્સી અને હોટ કીધું તો તેણે મને પાંચ મીનીટ પછી એક જ મેસેજ કર્યો અને એ હતો “બાય”.

જેવી મેં મારી વાત પૂરી કરી કે તરત જ પ્રિયા જોર જોર થી હસવા લાગી ..

અરે અહીં મારી હાલત આટલી ખરાબ છે અને તને હસવું આવે છે..મેં થોડું ગુસ્સે થઈને કહ્યું

અરે પણ આવે જ ને તને કોમ્પ્લીમેન્ટ આપવા માટે આ બે શબ્દો સિવાય બીજા કોઈ શબ્દો ના મળ્યા તેને કહેવા માટે??અરે ખુબસુરત પણ કહી શકતો હતો ને પ્રિયા બોલી

અને ફરી થી હસવા લાગી.

બસ હવે ,મેં કીધું

ઓકે ,ઓકે એ બોલી

સાંભળ,છોકરી ઓને પણ આ શબ્દો સાંભળવા વધારે ગમે છે અને તે પણ એવું જ ઇચ્છતી હોઈ કે કોઈ તેનું માનીતું,પોતીકું તેને આવા શબ્દો દ્વારા કોમ્પ્લીમેન્ટ આપે.સમજ્યો તો તારે વધારે ગભરાવાની જરૂર નથી એ ફરી બોલી

મતલબ,તેને મારી વાત નું ખોટું નહી લગાડ્યું હોય??મેં થોડું ઉત્સાહ થી પૂછ્યું

ના ,બિલકુલ નહી કારણ કે તમારી બંને વચ્ચે થતી વાતો પર થી તો એવું જ લાગે છે.પ્રિયા બોલી

તો,તે મારી સાથે વાત પણ કરશે??મેં પૂછ્યું

એ ,હા ભાઈ હવે અને તુ આ નાના છોકરા જેવું વર્તન કરવાનું બંધ કર અને મને બહુ ભુખ લાગી છે ચાલ કઈ નાસ્તો કરવા પ્રિયા બોલી

અને અમે બંને ગાર્ડન ની બહાર આવેલી શોપ પર નાસ્તો કરવા પંહોચી ગયા અને મેં મારા માટે સેન્ડવીચ અને પ્રિયા એ તેના માટે દહીંપુરી નો ઓર્ડર કર્યો અને ઓર્ડર કર્યા ના પાંચ મીનીટ માં અમારો નાસ્તો અમારા ટેબલ પર આવી ગયો અને મેં સેન્ડવીચ નો એક ટુકડો મોઢા માં નાખતા નાખતા પ્રિયા ને પૂછ્યું ડુ યુ લાઈક કેયુર???

શું???પ્રિયા આચ્ચર્ય સાથે બોલી

એ ,શું વાળી બંધ થા મને બધી જ ખબર છે મેં તેને કીધું

શું ખબર છે તને અને આવી બધી ખોટી અફવા ફેલાવાનું બંધ કર પ્રિયા થોડા ગુસ્સા સાથે બોલી

શું,કામ ખોટું બોલે છો,મેં તે દિવસે તારી આંખો માં કેયુર માટે નો પ્રેમ જોઈ લીધો હતો ,મેં કહ્યું

ક્યારે???પ્રિયા બોલી

અરે તે દિવસે જયારે અજય અને પ્રિયા નું મિલાપ થયું અને મેં તને અને કેયુર ને પૂછે લુ કે તમારે બંને ને તો કઈ નથી ને અને તે તારી આંખો શરમ થી નીચી કરી લીધેલી એટલે મને ખબર પડી ગઈ હતી..

અરે એવું કઈ નથી.પ્રિયા વધારે શાંતિ થી બોલી

ચાલ ,ફટાફટ બોલવાનું શરુ કર હવે મારા થી કઈ છુપાવ નહી ઓકે,મેં કહ્યું

તે કઈ ના બોલી એટલે ફરી મેં પૂછ્યું અરે કઈ બોલ એટલે હું તારી કઈ મદદ કરી શકુ સમજી??મેં વિનંતી પૂર્વક કહ્યું એટલે એ બોલી

યસ,આઈ લાઈક કેયુર.પ્રિયા નીચું જોઈને બોલી

ક્યારથી???મેં પૂછ્યું

તને તો ખબર જ છે કે અમે બંને એકજ કોલેજ માં અને એકજ ક્લાસ માં સાથે ભણતા.તેણે કીધું

હાં એ મને ખબર છે,તુ હવે આગળ બોલ મેં કહ્યું

બસ ત્યારથી જ હું એને પસંદ કરુ છુ,પ્રિયા બોલી

આ વાત ની કેયુર ને ખબર છે??મેં પૂછ્યું

ના,એ બુદ્ધુ ને તો કઈ ખબર જ ક્યાં પડે છે,કોલેજ માં હતો ત્યારે એક્ઝામ ,એક્ઝામ કર્યા કરતો અને હવે બસ કામ અને કામ બીજી કઈ ખબર જ નથી પડતી એ ને તો ,એ થોડા રોમેન્ટિક વાળા ગુસ્સા(રોમેન્સ+ગુસ્સો) માં બોલી

તો ,તે ક્યારેય તેને તારા મનની વાત કરી છે કેયુર ને???મેં પૂછ્યું

ના,આજ સુધી ક્યારેય નહી,તે બોલી

તો ક્યારે કેવાનું છે હવે???મેં પૂછ્યું

યાર,દરરોજ સાંજે સુતી વખતે નક્કી કરું છુ કે કાલે જઈને વાત કરું અને તે ના પાડશે તેવા ડર થી કઈ પણ બોલી શકાતું નથી.પ્રિયા થોડી નિરાશ થઈને બોલી

હું કઈ મદદ કરું??મેં પૂછ્યું

કઈ રીતે?પ્રિયા બોલી

હું કેયુર ને પૂછીશ તારા વિષે અને તારા માટે તેની શું ફીલિંગ્સ છે તે જાણી લઈશ.મેં કીધું

અને મેં ઘડિયાળ તરફ નઝર કરી તો ૬:૪૫ વાગી ચુક્યા હતા એટલે મે અને પ્રિયા એ નાસ્તો પુરો કરી બિલ ચૂકવીને બહાર નીકળ્યા અને કાલે ઓફીસ માં મળીએ એવું કહીને છુટા પડ્યા.

ઘરે આવીને જમીને મારી રોજીંદી ટેવ મુજબ હું તાપી કિનારે બેઠો હતો અને મારા સ્માર્ટફોન માં ફેસબુક ખોલી ને ફરીથી આરોહી ને મેસેજ કર્યો “સોરી”.

બીજે દિવસે સવારે ઉઠીને ફ્રેશ થયો અને ઓફીસ જવા માટે ઘરે થી નીકળ્યો અને હવે કેયુર ને આજે પર્સનલ માં મળીને પ્રિયા માટે તેની ફીલિંગ્સ શું છે તે જાણવાનું હતું તેના વિષે જ વિચાર કરતા કરતા ઓફિસે પંહોચી ગયો.

ઓફીસ પર પંહોચી ને દરરોજ ની જેમ બધાને ગુડ મોર્નિંગ કીધું એક વ્યક્તિ સિવાય અને એ હતો કેયુર.પ્રિયા કેયુર ક્યાં છે??મેં પૂછ્યું કારણ કે પ્રિયા અને કેયુર દરરોજ એક જ સાથે ઓફીસ પર આવતા હતા

આજે એ નથી આવ્યો??પ્રિયા એ નિરાશ થઈને જવાબ આપ્યો

કેમ???મેં પૂછ્યું

ખબર નહી,પરંતુ એ કહેતો હતો કે તારા માટે આ ફ્રેન્ડશિપ ડે માટે એક સરપ્રાઈઝ છે.પ્રિયા એ મને કીધું

ઓહો,તો કેયુર એ તારા માટે સરપ્રાઈઝ રાખેલું છે ,શું વાત છે ,તને શું લાગે છે પ્રિયા શું હશે એ???મેં પૂછ્યું

મને ક્યાંથી ખબર હોય પ્રેમ,તે બોલી

ઓકે,પણ હવે તુ એક કામ કર આવતા રવિવારે ફ્રેન્ડશિપ ડે છે તો તે જ દિવસે તુ કેયુર ને પ્રપોઝ કરી દે,મેં પ્રિયા ને કીધુ

પણ ,પ્રેમ,પ્રિયા હજુ બોલતી જ હતી ત્યાં હું વચ્ચે બોલ્યો પણ શું??પ્રિયા પણ શું?

આ બધું વધારે જલ્દી થતું હોય એવું નથી લાગતું તને?પ્રિયા બોલી

એ જલ્દી વાળી આ ઉતાવળ નહી ધીરજ કેવાય ,એક તો પેલા જ કોલેજ ના ચાર વર્ષ તથા આ ઓફીસ ના બે વર્ષ મળીને કુલ છ વર્ષ થયા અને હજુ તને આ ઉતાવળ લાગે છે?મેં થોડા મઝાક વાળા ગુસ્સ્સા માં કહ્યું..

પરંતુ,હજુ એ બોલે એ પેલા જ હું બોલ્યો ,લેકિન ,કિન્તુ ,પરંતુ,વરંતુ કુછ નહી,ઇસ સન્ડે તુમ ઉસે પ્રપોઝ કરોગી ઓકે...મેં પણ કીધું અને હવે ઓફીસ માં કામ નો સમય થઇ ગયો હતો એટલે પ્રિયા ને બાય કહી ને મારા ડેસ્ક પર આવીને બેસી ગયો અને કામ કરવામાં વ્યસ્ત થઇ ગયો..

બપોરે લંચ કરતા હતા ત્યારે મારા ફોન માં કેયુર નો કોલ આવ્યો કે પ્રેમ મારે તારું કામ છે તો આજે સાંજે ઓફીસ પરથી રજા પડે એટલે મને મળવા માટે અઠવાગેટ ચોપાટી પર આવ એવું કીધું એટલે મેં કીધું ઓકે અને ફોન મૂકી ને ફરી થી ટેબલ પર આવ્યો અને જેવો આવ્યો કે તરત જ ખુશી અને અજય બોલ્યા કોણ હતું ફોન પર??

કેયુર મેં કીધું ,કેમ કઈ કામ હતું ??ત્યાં તો પ્રિયા બોલી

ના,બસ એમજ મેં કીધુ

ઓકે ,તે બોલી અને અમે લંચ પૂરું કર્યું અને ફરી કામે લાગ્યા અને સાંજે ઓફીસ પર થી જેવી રજા પડી એટલે હું સીધો જ અઠવાગેટ ચોપાટી પર ગયો અને કેયુર ને મળ્યો.

કેયુર પાસે ગયો ત્યારે કેયુરે મને તેની સાથે આવેલા તેના મિત્ર સાથે મારી ઓળખાણ કરાવી

મેં મારો હાથ તેના તરફ લંબાવ્યો અને બોલ્યો,

હાય,મારું નામ પ્રેમ ,પ્રેમ પટેલ.

બ્રિજેશ ,બ્રિજેશ શાહ ,કેયુર ની સાથે આવેલા મિત્ર મારી સાથે હાથ મીલાવતા મિલાવતા બોલ્યો.

યાર,પ્રેમ મારે તારું કામ છે ,કેયુર બોલ્યો

અને મારે પણ તારું કામ છે, તરત જ મેં તેને કીધું અને પૂછ્યું ચાલ બોલ શું કામ છે તારે પેલા તું બોલ

યાર તને તો ખબર જ હશે કે આવતા રવિવારે ફ્રેન્ડશીપ ડે છે ,હાં એ મને ખબાર છે હવે આગળ બોલ તરત જ મેં તેને કીધું

તો એ દિવસે એક સરપ્રાઈઝ પાર્ટી નો પ્લાન બનાવ્યો છે મેં તેમાં મને તારી હેલ્પ ની જરૂર છે તો તું મારી હેલ્પ કરીશ??તેણે મને પૂછ્યું

ઓફ કોર્સ ,ભાઈ જરૂર કરીશ,મેં પણ કીધું

અને પ્રિયા,માટે ભાઈ તે શું સરપ્રાઈઝ રાખી છે??મેં પૂછ્યું

બ્રિજેશ,એ સરપ્રાઈઝ બ્રિજેશ છે,કેયુર બોલ્યો

એટલે??મેં પૂછ્યું

એટલે એમ કે હું,પ્રિયા અને બ્રિજેશ એક જ સાથે એક જ કોલેજ માં સાથે ભણતા હતા અને અમારા ત્રણેય નું ગ્રુપ હતુ,મતલબ સાથે રમતા ,સાથે જમતા ,સાથે જ બંક મારીને મુવી ઓ જોવાના વગેરે વગેરે...અને બ્રિજેશ કોલેજ પૂરું કર્યા પછી આજે મળ્યો છે એટલે આ ફ્રેન્ડશીપ ના દિવસે બ્રિજેશ ને અચાનક જ પ્રિયા ની સામે રજુ કરી ને તેને સરપ્રાઈઝ આપવાની છે ,કેયુર બોલ્યો અને પાછુ મને પણ કીધું તું એને કઈ કેતો નહી

ઓકે,મેં કીધું

પ્રેમ,તારે હવે પાર્ટી માટે એક જગ્યા નક્કી કરવાની છે,કેયુર બોલ્યો

ઓકે,પણ પેલા મને એ કે પાર્ટી કેટલા લોકો માટે રાખેલી છે? એ મુજબ જગ્યા શોધું ,મેં કેયુર ને પૂછ્યું

આપણે પાંચ અને એક બ્રિજેશ ,હાં પ્રેમ પેલી લેડી સ્ટાર આવશે તો પણ ચાલશે કેયુર હસતા હસતા બોલ્યો

આટલા લોકો હોય તો આપણે કોઈ મોટા પાર્ટી હોલ ની જરૂર નથી એટલે આપણે લોકો એક કામ કરીએ તે દિવસે સવાર થી જ આપણે લોકો કાર લઈને કોઈ સારી જગ્યા પર ફરવા નીકળી જઈએ અને આખો દિવસ સાથે એન્જોય કરીશું અને સાંજે કોઈ સારી હોટેલ માં સાથે ડીનર કરીશું

ઓકે,કેયુર બોલ્યો

તો હવે બીજું હવે કાલે ઓફીસ પર આવ ત્યારે આપણે બધા સાથે મળીને નક્કી કરીશું ઓકે,મેં કીધું અને થોડી વાર બેસીને અમે લોકો છુટા પડ્યા.

આજે વધારે જ થાક લાગેલો હોવાથી ઘરે જઈ ફ્રેશ થઈ ને જમીને તાપી કિનારે ચક્કર લગાવવા પણ ના ગયો અને આરોહી ને વિષે વિચારતા વિચારતા સુઈ ગયો..

બીજે દિવસે સવારે ઓફીસ પર પંહોચી ને કામ પર લાગી ગયો અને લંચ ના સમયે ટેબલ પર આ ફ્રેન્ડશીપ ડે ના દિવસ ના પ્લાનીંગ વિષે ચર્ચા કરતા હતા.અને છેલ્લે તે દિવસે ડુમસ જવાનું નક્કી કર્યું અને સાંજે રીંગ રોડ પર આવેલી સુગર & સ્પાઇસ માં ડીનર લેવાનું નક્કી કર્યું.

અને હમણા વર્કલોડ વધારે હોવાથી આ વીક ના દિવસો ફટાફટ પસાર થતા હતા અને છેલ્લા ૪ દિવસ થી ફેસબુક પણ નથી ઓપન કર્યું એટલે આરોહી ની પણ કોઈ અપડેટ નથી.

હવે,આજે શનિવાર છે અને આ વીક નો છેલ્લો દિવસ અને આવતી કાલે ફ્રેન્ડશીપ ડે હોવાથી તેના વિષે જ વિચારત કરતા કરતા ઓફીસ પર પહોંચી ગયો અને જઈને બધાને ગુડ વીશીસ કરી ને કામ પર ગોઠવાઈ ગયો.બપોરે લંચ કરતા કરતા નક્કી કરી લીધું કે આપણે કાલે બપોરે ૨:૦૦ વાગે ડુમસ જવા નીકળી જઈશું અને હું મારી કાર લઈને આવીશ જેમાં આપણે બધા જ જઈશું.અને લંચ પછી કામ પર લાગી ગયા અને સાંજે ઓફીસ પર થી છુટી ને બધા પોતપોતાના ઘરે ગયા.

આજે તો સાંજે ઘરે જઈને ફ્રેશ થઈને તરત જ લેપટોપ ઓપન કર્યું અને ફેસબુક ખોલી ને જોયું કે આરોહી નો કોઈ મેસેજ કે નહી પરંતુ ફરીથી નિરાશા જ હાથ લાગી કેમ કે હજુ સુધી તેનો કોઈ રિપ્લાય જ નહી આવેલો અને લાસ્ટ સીન ગયા રવિવાર નું જ બતાવતું હતું.એટલે હું ઉદાસ મને મારા સાથી પાસે એટલે કે મારા ઘર ની પાસે આવેલી તાપી કિનારા ની બેંચ પર જઈને બેસી ગયો અને નક્કી કર્યું કે આરોહી ને ફ્રેન્ડશીપ ડે ની પહેલી વિશ્ મારા તરફ થી અને ત્યાં જ બેઠા બેઠા કેયુર અને પ્રિયા ને કઈ રીતે ભેગા કરવા તેના વિષે પણ વિચાર કરતો જ હતો ત્યાં તો વોટ્સેપ નોટીફીકેશન પોપ-અપ થયું મેસેજ ફ્રોમ પ્રિયા..

હેલ્લો,પ્રેમ

હાં બોલ,મેં રિપ્લાય કર્યો

યાર,હું નર્વસ છુ કાલ માટે કે કઈ રીતે કેયુર ને આ વાત જણાવુ

અરે ,શા માટે આટલી બધી ગભરાઈ છે તુ,મેં હું ના..મેં કહ્યું

ઓકે,તે બોલી

ઓકે,ચાલ બાય ગુડ નાઈટ મેં કહ્યું

ઓકે,સેમ ટુ યુ,પ્રિયા એ કીધુ

ફોન માં જોયું તો ૧૧:૦૦ તો વાગી ચુક્યા હતા એટલે ઘર તરફ જવા માટે પગ ઉપાડ્યા અને રસ્તા માં જતા જતા વિચારતો હતો કે આજે આરોહી ને એવો મેસેજ કરું કે તે વાંચી ને તરતજ તેનું મન ખુશ થઇ જાય અને આવુ જ વિચારતો હતો ત્યાંજ મેં મારા વોટ્સેપ આજે સવારે વાંચેલો મેસેજ યાદ આવ્યો અને મેં ઘરે જઈ ફ્રેશ થયો અને ૧૧:૪૫ થયા એટલે મેં તે મેસેજ ટાઈપ કર્યો,

ત્રણ ચેહરે થી કાળા મિત્રો એક સાથે જતા હતા અને ત્યાં જ રસ્તા માં અચાનક એક દેવી પ્રગટ થઇ,

દેવી-હું તમારી એક ઈચ્છા પૂરી કરીશ માંગો જે માંગવું હોય એ ,

પહેલો મિત્ર-હે દેવી મને ગોરો (વ્હાઈટ) કરી દો,અને એ ગોરો થઇ ગયો,

બીજો મિત્ર- હે દેવી મને પણ ગોરો (વ્હાઈટ) કરી દો,અને એ પણ ગોરો થઇ ગયો,

અને ત્રીજો જોર જોર થી હસીને બોલ્યો હે દેવી આં બંને ને ફરીથી કાળા કરી દો,અને એ બંને કાળા થઇ ગયા...

હર એક ફ્રેન્ડ કમીના હોતા હે....

Happy frendship day,dear arrohi….

જેવા બાર વાગ્યા એટલે મેં સેન્ડ પર ક્લિક કર્યું અને.....

આજે થાક વધારે લાગેલો હોવાથી આ મેસેજ મોકલીને તરત જ હું સુઈ ગયો અને તરત જ મસ્ત ઊંઘ પણ આવી ગઈ...

બીજે દિવસે રવીવાર હોવાથી દર રવિવાર ની જેમ આજે પણ હું મોડે સુધી સુતો રહ્યો અને ૧૧:૦૦ વાગે જાગ્યો અને પેલા બ્રશ કર્યું અને ત્યારબાદ તરતજ મેં મારી ઇનોવા કાર ને સાફ કરી ને ટકાટક ચળકતી બનાવી દીધી અને ત્યારબાદ હું બાથરૂમ માં શાવર લેવા માટે ગયો અને ૧:૦૦ વાગ્યા સુધી માં હું મારા ફેવરીટ બ્લેક કલર ના ફુલ સ્લીવ ટી-શર્ટ અને સાથે ડેનીમ ડાર્ક બ્લુ જીન્સ માં તૈયાર થઇ ગયો અને પછી મેં બપોર નું લંચ કરી ને અને અજય ને કોલ કર્યો કે ઘર ની બહાર ઉભો રહે હું મારી કાર લઈને આવું છુ અને ૧:૩૦ થતા મેં મારા ઘરે થી ઇનોવા અજય ના ઘર તરફ ભગાવી અને.....ત્યાંથી...ખુશી..અને ત્યાંથી...પ્રિયા ને ત્યાં ગયા પરંતુ જેવી પ્રિયા ને જોઈ એટલે ખબર પડી ગઈ કે આજે કેયુર તો ગયો....

કેયુર અને બ્રિજેશ બને સાથે જ આવવના હતા અને અમને ડાયરેકટ ડુમસ પર જ મળવાના હતા કારણ કે પ્રિયા માટે સરપ્રાઈઝ જો રાખેલી હતી.અને અમે લોકો ૩:૩૦ જેટલા વાગ્યા ત્યાં તો ડુમસ પહોંચી ચુક્યા હતા.પરંતુ હજુ કેયુર અને બ્રિજેશ આવ્યા ન હતા એટલે મેં બધા થી દુર જઈ ને કેયુર ને ફોન કર્યો કે ભાઈ ક્યારે આવો છો.બસ પાંચ જ મીનીટ માં આવું છું પરંતુ તુ પ્રિયા ને થોડી દુર રાખ જે જેથી કરી ને એ અમને જોઈ ના જાય.

ઓકે,મેં કહ્યું અને ફોન મૂકી ને તરત જ અજય ને તેઓની પાસે જઈને ફરીથી વાતો માં જોડાઈ ગયો.અજય અને ખુશી પોતાની મસ્તી માં હતા અને મેં પણ કહ્યું ઓ લાવ બર્ડ અમે લોકો પણ સાથે આવ્યા છીએ અને એટલું બોલીને મેં પ્રિયા તરફ નઝર કરી પરંતુ પ્રિયા ઉદાસ જણાઈ રહી હતી અને તેનું કારણ પણ મને ખબર હતી.ત્યાં જ કેયુર અને બ્રિજેશ મને આવતા દેખાયા એટલે મેં પ્રિયા નો ચેહરો એવી રીતે ફેરવી દીધો અને જેથી કરીને એ બ્રિજેશ અને કેયુર ને જોઈ ના શકે.શું થયું પ્રેમ? પ્રિયા બોલી.

કઈ નહી પેલી તરફ જો પેલી છોકરી પ્રપોઝ કરે છે તે અને આજે તારો પણ વારો છે હજુ એટલું જ બોલી રહ્યો ત્યાં તો પ્રિયા બોલી કોણ છે પ્લીઝ મારી આંખ પર થી હાથ લઇ લ્યો.અને અજય અને ખુશી ને મેં મારા મો પર આંગળી રાખી ને ચુપ રહેવાનો ઈશારો કર્યો.

કોણ છે???પ્રેમ હમણાં મશ્કરી ના કર તને ખબર છે ને મારી હાલત કેવી છે...પ્લીઝ પ્રેમ..

અરે હું નથી,હું પણ બોલ્યો અને જેવી મારી નઝર કેયુર પર પડી કે એ ભાઈ તો સપના માં ખોવાઈ ગયો હોય એવી રીતે પ્રિયા ને જ જોયા કરતો હતો.અને જોવે જ ને કેમ કે આજે પ્રિયા વ્હાઈટ ટી-શર્ટ અને નીચે ગ્રીન કલર નું નેરો જીન્સ સાથે ગ્રીન અને વ્હાઈટ રંગ ની ઇયરીન્ગ્સ તથા હાથ માં બ્રેસલેટ અને તેના બ્લેક-બ્રાઉન ખુલ્લા વાળ કે જેમાં પ્રિયા આજે કોઈ પરી જેવી જ લાગતી હતી.

કેયુર,પ્રિયા જરા ધીરા અવાજે બોલી

ના,હજુ ગેસ કર કોણ હોઈ શકે???હું બોલ્યો

ના,પ્રેમ બોલ હવે નહીતર એટલું જ હજુ પ્રિયા બોલી ત્યાં તો બ્રીજેશે પ્રિયા ની આંખ પર થી હાથ હટાવી લીધા એટલે પ્રિયા તરત જ પાછળ ફરી અને જોયું.......

અને થોડી વાર શાંત રહીને બોલી,બિરજુ તુ???વ્હોટ અ સરપ્રાઈઝ અરે યાર મને એમ હતું કે કોલેજ માંથી અલગ થયા પછી તુ તો અમને ભૂલી જ ગયો હશે...

અરે તુમ્હારી જેસી ગધી કો કોઈ ભૂલ સકતા હૈ ક્યાં??બ્રિજેશ બોલ્યો

શું બોલ્યો તુ,ઉભો રે તુ,પ્રિયા પાછળ દોડતા દોડતા બોલી

અરે તુમ્હારી જેસી પ્યારી ગધી ,બ્રિજેશ ફરી બોલ્યો

અરે યાર તુ તો હજુ ય એવો ને એવો જ છે ,પ્રિયા બોલી

હેપ્પી ફ્રેન્ડશીપ ડે,બ્રિજેશ પ્રિયા ને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધતા બાંધતા બોલ્યો

અને પ્રિયા એ પણ સામે ફ્રેન્ડશીપ ડે કહ્યું અને બેલ્ટ બાંધ્યો..અને ખુશી એ કહ્યું આ અજય અને ખુશી અમારા ગ્રુપ ના લવ-બર્ડ આ અમારો નટખટ અને મસ્તીખોર ફ્રેન્ડ્ પ્રેમ એટલું જ બોલી ત્યાં બ્રિજેશ તેના અટકાવતા બોલ્યો હાં તેણે તો હું ઓળખું છુ..

કેવી રીતે???પ્રિયા બોલી

અરે આ સરપ્રાઈઝ નો પ્લાન તેણે અને કેયુરે મળીને બનાવેલો હતો..

અને પ્રિયા મારા તરફ જોઈને હસીને બોલી યાર તુમ ભી ના કમાલ કરતે હો પ્રેમ...અને મને તેણે ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધ્યો અને મેં પણ તેણે વિશ્ કરીને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધ્યો.. અને પછી અમે બધા એ પણ એકબીજા ને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધ્યા અને એકબીજા માટે લાવેલી ગીફ્ટ બધા એ એકબીજાને આપી...

પ્રિયા કેયુર ની પાસે જઈને બોલી અરે તારે તો કઈ અગત્યનું કામ હતું ને કેમ આવી ગયો અહીંયા??.

અરે તારા માટે સરપ્રાઈઝ હતી એ જ અગત્યનું કામ હતું,કેયુર બોલ્યો

ઓહ્હ,પ્રિયા બોલી

તો કેવી લાગી આ સરપ્રાઈઝ ??કેયુર બોલ્યો

ખુબજ સરસ,પ્રિયા બોલી

અને આ બધાની વચ્ચે મને આરોહી ની યાદ આવતી હતી અને વિચારતો હતો કાશ એ પણ અહીંયા હોય તો.અને મન થયું કે ફોન કાઢીને ફેસબુક મેસેજ ચેક કરી લવ અમારા ગ્રુપ ના નિયમ મુજબ જયારે અમે બધા સાથે બેઠા હોઈએ ત્યારે નો,ફોન-નો-ફેસબુક,વોટ્સેપ વગેરે...એટલે રાત સુધી રાહ જોયા વિના બીજો કોઈ રસ્તો જ ન હતો...

અરે પ્રેમ,ક્યાં ખોવાઈ ગયો ખુશી એ મને પૂછ્યું,અરે અહીં જ તો છુ મેં પણ જવાબ આપ્યો...

અને હું ફરીથી વાતચીત માં જોડાયો અને વાત સાંભળી તો બ્રિજેશ ને તેના કામ વિષે અને તેના ફ્રેન્ડ્સ નહી પણ ગર્લફ્રેન્ડ વિષે પૂછવામાં આવી રહ્યું હતું તો બ્રિજેશ બોલ્યો અરે યાર મારે કોઈ જ ગર્લફ્રેન્ડ નથી...

યાર મને એક વાત ખબર નથી પડતી હજુ એટલું જ બોલ્યો ત્યાં તો પ્રિયા અને અજય એક જ સાથે બોલ્યા કઈ વાત ભાઈ??

જયારે કોઈ ગર્લ્સ ને પ્રપોઝ કરીએ ત્યારે એ એવું કહે કે મારે ઓલરેડી બોય-ફ્રેન્ડ છે અને બોયસ ને પૂછો તો એમ કે મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી....

યાર,કેયુર આઈ એગ્રી વિથ યુ,મેં કેયુર ની વાત માં સુર પુરાવ્યો.અને આજુબાજુ નું વાતાવરણ હળવું થયું.સમય જોયો તો ઘડિયાળ માં ૫:૩૦ થઇ ચુક્યા હતા.અને અમે બધા ધીરે ધીરે દરિયા ના પાણી માં ગયા અને આજ ના સમય ની ફેશન ગણાતી સેલ્ફી એ લેવાનું શરુ કર્યું અને સાથે બધા એ જ ગ્રુપ ફોટો પણ પડ્યો અને ત્યારબાદ અમે બધા સાંજ ના ૬:૩૦ સુધી બેઠા અને ત્યારબાદ ૭:૩૦ વાગ્યા ની PVR ની મુવી ટીકીટ હતી એટલે અમે બધા ડુમસ થી તરત જ રાહુલરાજ પર આવી ગયા અને સ્ક્રીન -૩ માં પ્રવેશ કર્યો અને પોપકોર્ન ની મઝા સાથે મુવી જોવાનું શરુ કર્યું અને ૯:૪૫ થતા મુવી પણ પૂરું થઇ ગયું એટલે હવે અમે અમારા આગળ ના પ્લાન મુજબ રીંગ-રોડ પર આવેલી સુગર & સ્પાઇસ પર પંહોચી ગયા અને જોયું તો વેઇટિંગ વધારે હતું પણ અમારે શાંતિ હતી કેમ કે અજએ અગાઉ જ ફોન પર વાત કરીને બુક કરાવી દીધું હતું..

હવે અમે બધા જ સાથે સુગર & સ્પાઇસ માં એન્ટર થયા અને ૬ લોકો નું ટેબલ ખાલી હતું ત્યાં જઈને બેઠા અને પાંચ જ મીનીટ માં વેઈટર આવ્યો અને પાણી મૂકી ગયો અને અમે બધા એ પોતપોતાની રીતે ઇટાલિયન,મેક્સીક્સ્નસ,પિઝ્ઝા,સીઝલર વગેરે નો ઓર્ડર આપ્યો.અને વેઈટર ત્યાંથી જતો રહ્યો...

ફ્રેન્ડ્સ,હું હમણાં જ આવું છુ??

ક્યાં જાય છે??કેયુરે પૂછ્યું

વોશરૂમ,બ્રિજેશ બોલ્યો

ઓકે,કેયુર ફરી બોલ્યો અને બ્રિજેશ ટેબલ પર થી ઉભો થઈને વોશરૂમ તરફ ગયો

મેં પણ આસપાસ નઝર કરી તો હોટેલ વાળા લોકો એ પણ એકદમ રોમેન્ટિક વાતાવરણ ક્રીએટ કરેલું હતું જેમાં ધીમે ધીમે રોમેન્ટિક તેમજ ફ્રેન્ડશીપ ડે ના સોન્ગ્સ વાગી રહ્યા હતા દીવાલો પર પણ ફ્રેન્ડશીપ ના સ્ટીકર્સ લગાવેલા હતા વગેરે વગેરે....અને મારું ધ્યાન હજુ આ બધુ જોવા માં જ હતું ત્યાં જ,

કેયુર પ્રિયા એટલું જ બોલી ને અટકી ગઈ

હાં બોલ,પ્રિયા કેયુર બોલ્યો

કેયુર મારે તને કઈ કહેવું છે,પ્રિયા થોડું અચકાતા બોલી

હમમમ,કેયુર જવાબ આપ્યો

સુ હમમમ,??હું બોલ્યો

આ લાઈક યુ...પ્રિયા બોલી ગઈ અને ખુશી થઇ કે ચાલો બોલી તો ખરી પ્રિયા અને અજય અને ખુશી પણ પોતાની વાતો બંધ કરી ને આ વાત પર આવી ગયા..

મતલબ??કેયુર બોલ્યો

અરે ,યાર હું તને પસંદ કરું છુ,કોલેજ સમય થી અને આં વાત તને હું કેટલા સમય થી કહેવા માંગું છુ પણ મારા થી બોલાતું ના હતું પરંતુ પ્રેમ એ મને થડી હિંમત આપી અને હું બોલી શકી આજે ,અને આટલું બોલીને ...

I love you keyur

હજુ પ્રિયા આટલું બોલી ત્યાં તો બ્રિજેશ પણ વોશરૂમ માંથી આવી ને ટેબલ પર આવી ને બેઠો અને તરત જ બોલ્યો ,

પ્રિયા

હમમમ,પ્રિયા અચાનક જ કોઈ વિચાર માંથી બહાર નીકળી હોઈ એ રીતે બ્રિજેશ તરફ ફરી..

પ્રિયા મારે તને કઈ કહેવું છે...બ્રિજેશ બોલ્યો

અને તરત જ સમય બગડ્યા વગર બ્રીજેશ ફરી બોલ્યો,

I love you,priya

આ સાંભળીને ટેબલ બધા હલન ચલન વગર જેમ બેઠા હતા એમજ બેઠા રહ્યા અને ટેબલ પર વાતાવરણ એકદમ શાંત ગયુ અને કેયુર પ્રિયા તરફ અને પ્રિયા બ્રિજેશ તરફ તથા અજય-ખુશી અને હું અમે બધા એકબીજાની સામે જોતા રહ્યા....

To be Continue…..

તો મિત્રો શું લાગે છે તમને શું કેયુર પ્રિયા ના પ્રપોઝ નો સ્વીકાર કરશે???શુ પ્રિયા બ્રિજેશ ના પ્રપોઝ નો સ્વીકાર કરશે??શું આ ની અસર પ્રિયા,કેયુર અને બ્રિજેશ કોલેજ સમય ની દોસ્તી પર થશે??શું ફ્રેન્ડશીપ ડે ના દિવસ પર જ આ કોલેજ સમય ની ફ્રેન્ડશીપ તૂટશે??શું આરોહી પ્રેમ ને માફ કરશે અને ફરીવાર તેની સાથે વાત કરશે???શું આ સંબંધ આગળ ચાલશે કે પછી અહીંયા જ પુરો થઇ જશે??સવાલો તો ઘણા બધા છે પરંતુ મિત્રો આ બધા જ સવાલો ના જવાબ જાણવા માટે તમારે love junction part-03 ની રાહ જોવી પડશે.અને હાં મિત્રો મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનુ ભૂલતા નહી અને જો કોઈ ભૂલ-ચૂક થતી હોઈ તો બેફીકર બોલવાનું કારણ કે એક લેખક માટે તો તેના સૌથી મોટા ગુરુ જો કોઈ હોય તો એ હોય છે લેખક ના વાંચકમિત્રો ,અને તેના થાકી જ અમે લોકો એ ભૂલ આગળ સુધારી શકીએ અને વધારે સારું લખી શકીએ.

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,

સવાલ : શું આરોહી એ પ્રેમ ને માફ કરવો જોઈએ કે નહી??

A.yes

B.No

તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,

facebook.com/parth j ghelani ,

whatsapp-08866872302,

,

,

instagram.com/parth_ghelani95

પર મોકલી શકો છો....