Love Junction
Part-05
By.Parth J. Ghelani
j. ghelani
કવર પેજ આ રાખવાનુ છે
Dedicated to
My parents and my family
Disclaimer
ALL CHARECTERS AND EVENT DEPICTED IN THIS STORY IS FICTITIOUS.
ANY SIMILARITY ANY PERSON LIVING OR DEAD IS MEARLY COINCIDENCE.
આ વાર્તા અને તેના દરેક પાત્ર કાલ્પનિક છે,તથા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેઓનો કોઈ સંબંધ નથી.અને અમારો મુખ્ય ઉદેશ્ય દર્શકો ને મનોરંજન પૂરું પાડવાનો છે.
આગળ જોયું,
આરોહી ,પ્રેમ તરફ થી મળેલા પ્રપોઝલ નો ઇનકાર કરે છે,અને ત્યારબાદ બંને એકબીજાની પસંદ અને નાપસંદ વિષે વાત કરે છે અને તેમા આરોહી થી પ્રેમ ને તેના ભૂતકાળ વિષે પૂછાય જાય છે ત્યારબાદ પ્રેમ પોતાનો ભૂતકાળ આરોહી ને જણાવે છે અને ત્યાર પછી આરોહી પ્રેમ ને પોતાની એક વાત ભૂતકાળ ની વાત કહેવાની શરૂઆત કરે છે.
હવે આગળ,
ના,પછી ક્યારેક વાત.આરોહી એ કીધું
કેમ,શું થયું??કેવાનો વિચાર નથી કે શું?મેં આરોહી ને પૂછ્યું
ના,એવું નથી.આરોહી એ કીધું
તો પછી શું છે.મારો ભૂતકાળ તો સાંભળી લીધો અને હવે પોતાનો વારો આવ્યો એટલે બાય,પછી વાત એવું કેમ????મેં આરોહી ને પૂછ્યું
અરે એવું નથી,અને ઓહ્હ,મિસ્ટર તમારે કાલે ઓફીસ પર નથી જવાનું??આરોહી એ મને પૂછ્યું
જવાનું છે ને.પરંતુ તેનું તારી વાત ની સાથે શું લેવા દેવા છે?મેં પૂછ્યું
ઘડિયાળ માં સમય જુવો.કેટલા વાગ્યા ખબર છે??અઆરોહી એ કીધું
ઓહ્હ તેરી,આટલા બધા વાગી ગયા છે?આરોહી ને પૂછતો હોય તે રીતે મેં કીધું
હમમમ.ગુડ નાઈટ.આરોહી એ કીધું
આગળ ની મુલકાત નો સમય અને તારીખ??મેં પૂછ્યું
હં,સન્ડે બપોરે ૨:૦૦ વાગે ફેસબુક પર.ઓકે.આરોહી એ કીધું
નોટ,ઓકે.મેં કીધું
કેમ??આરોહી એ પૂછ્યું
સેટરડે નાઈટ 9:30pm ,બરાબર છે,કારણ કે સન્ડે તો રજા જ હોય છે તો ફૂલ નાઈટ વાત થઇ શકે.મેં કીધું
ઓહ્હ,ફૂલ નાઈટ એમ??પરંતુ મારો ભૂતકાળ એટલો બધો પણ લાંબો નથી.આરોહી એ કીધું
તો,શું છે.તુ તો છે જ ને??એટલે વાતો તો પૂરી જ નહી થાય.મેં કીધું
એક વાર મારો ભૂતકાળ સાંભળયા પછી ખબર,કે કેટલી વાત કરીશ.
અને બાય,બાય ,ગુડ નાઈટ.આરોહી એ આટલું કહીને ઓફલાઈન થઇ ગઈ.
ગુડ નાઈટ,સ્વીટ ડ્રીમ્સ નો મેસેજ મોકલીને હું પણ સુઈ ગયો.કારણ કે કાલે સવારે ફરીથી ઓફીસ પર જવાનું હતું અને ૩:૦૦ તો ઓલરેડી વાગી ચુક્યા હતા.
***
ગુડ મોર્નિંગ,પ્રેમ.જેવો ઓફીસ પર પહોંચ્યો કે અજય મારા તરફ આવીને પોતાનો હાથ મારા તરફ આગળ લંબાવીને બોલ્યો.ગુડ મોર્નિંગ અજય મેં તેની સાથે મારો હાથ મેળવતા કીધું અને પૂછ્યું કેયુર ને એ લોકો ક્યાં છે??
પાછળ જો.અજય બોલ્યો એટલે મેં પાછળ જોયું તો કેયુર અને પ્રિયા બંને સાથે આવતા હતા અને ખુશી વોશરૂમ તરફ થી બહાર આવતી હતી,અને તે બધા હું અને અજય જ્યાં ઉભા હતા ત્યાં આવીને ઉભા રહી ગયા.
ઓહ્હો,લેલા મજનું સાથ સાથ.મે, કેયુર અને પ્રિયા તરફ જોઈને કીધું.
એટલે જ હું પ્રપોઝ કરતો ન હતો.મને ખબર જ હતી,કે તમને લોકો ને તો કોઈ ની ખેંચવા માટે નાનો ટોપિક જોઈએ.કેયુર બોલ્યો
ભાઈ,સીધું જ બોલ ને કે હિંમત જ ન હતી તારા માં,ફટટુ આવા બહાના બનવાનું બંધ કર.મેં તેને કીધું
એય્ય,રીસ્પેક્ટ થી વાત કરવાની કેયુર સાથે,હજુ મેં મારું બોલવાનું બંધ કર્યું ત્યાં તો પ્રિયા બોલી.
હવે,તમારું બધા નો બકવાસ પુરો થયો હોય તો કામ શરુ કરીએ??અજય બોલ્યો
હમમ,ચલો મિસ્ટર એમ્પલોય ઓફ ધ યર.મેં અજય ની તરફ જોઈને કીધું
અજય,નામ છે,પ્રેમ તેનું.ત્યાં તો ખુશી પણ બોલી
શું છે તમારું ચારેય નું??ના તમે લોકો મને કહો શું છે?આ કેયલા ને કઈ બોલુ તો પ્રિયા અને અજયા ને કહી કહું તો ખુશી તુ વચ્ચે બોલે છે.મેં તે લોકો ની તરફ જોઈને કીધું
મને કોઈએ સાંભળ્યો જ ના હોય તેવી રીતે તે ચારેય મારા તરફ જોઈને હસતા હસતા પોતાના ડેસ્ક પર ગયા અને અજયે મને કીધું ચાલ પ્રેમ કામ પર લાગી જા હવે.અને હું પણ મારા ડેસ્ક પર જઈને ગોઠવાઈ ગયો અને કામ શરુ કરી દીધું.
પ્રેમ,પ્રેમ ઓં પ્રેમ ચાલ ઉભો થા અને ટેબલ પર લંચ બોક્સ લઈને આવ,પ્રિયા મારા ડેસ્ક પાસે આવીને ઉભી રહી અને જોર થી બોલી એટલે હું ફરી વર્તમાન માં આવ્યો.
કોના વિચારો માં ખોવાયેલો છે ભાઈ,તુ??પ્રિયા એ મને પૂછ્યું
કોઈના નહી,ચાલ તુ જા.હું પાંચ જ મીનીટ માં આવું છુ.મેં પ્રિયા ને કીધું
ઓકે,પરંતુ જલ્દી આવજે.પ્રિયા એ મને કીધું અને ત્યાંથી ચાલી ગઈ.
હમમમ.મેં કીધું અને પાંચ મીનીટ પછી ટેબલ પર જઈને માંરી દરરોજ જ ની જગ્યા પર જઈને બેસી ગયો.પરંતુ મેં ટેબલ પર સરખી રીતે જોયુ તો ખબર પડી કે કેયુરે તેની જૂની જગ્યા બદલીને તે પ્રિયા ની બાજુની ખુરશી પર જઈને બેસી ગયો હતો.
તો,શરુ કરીએ.કેયુર બોલ્યો
હમમ,ખુશી બોલી.
અમે બધા એ પોતપોતાના લંચ બોક્સ ખોલ્યા અને જમવાનું શરુ કર્યું,પરંતુ આજે મેં જોયું તો પ્રિયા કેયુર ની ફેવરીટ વાનગીઓ અને ખુશી અજય ની ફેવરીટ વાનગીઓ લઈને આવેલી અને બંને પોતાના હાથે તે બંને ને ખવરાવતી હતી અને આ મારા થી ના જોવાયું એટલે હું એકલો ઉભો થયો અને બાજુ ના ટેબલ પર મારું લંચ બોક્સ લઈને બેસી ગયો અને જમવાનું શરુ કર્યું.
શું થયું ભાઈ??હું બાજુ ના ટેબલ પર જઈને બેસી ગયો એટલે અજય એ મને પૂછ્યું
કઈ નહી.હું તમને લોકો ને હેરાન કરવા નથી માંગતો.તમે ચારેય એન્જોય કરો.મેં અજય ને કીધું
અરે,મેલે પ્લેમ કો બુલા લગ ગયા??ખુશી મારા તરફ આવતા આવતા બોલી અને મારી સામે એક ડબ્બો રાખ્યો.
શું થયું તને??હું કઈ નાનો છોકરો છુ??કે મને તેવી રીતે સમજાવે છો??અને આ ડબ્બો અહીં કેમ રાખ્યો.??મેં ખુશી ની તરફ જોઈને કીધું
નાના છોકરા ની જેમ તો રિસાય જાય છે,તો પછી એમજ વાત કરુ ને તારી સાથે.અને ડબ્બો ખોલીને જોઇલે ડફોળ-ડબ્બા. ખુશી હસતા હસતા બોલી
સેન્ડવીચ??આહાહાહાહાહ મઝા આવી ગઈ ખુશી.મેં જેવો ડબ્બો ખોલ્યો ને જોયું તો મારા મોઢા માંથી આવા શબ્દો નીકળી ગયા.કારણ કે આ એક મારી ઓલ ટાઈમ ફેવરીટ નાસ્તો કહો લંચ કહો કે ડીનર કહો.થેંક યુ ખુશી તુ એક જ છે જે મને સમજે છે.મેં ખુશી ને કીધું
ચાલ,હવે પાછો ટેબલ પર આવીજા અને બેસી જા.ખુશી એ મને કીધું
એક શર્ત પર.મેં ખુશી ને કીધું
કેવી શર્ત??ત્યાં તો અજય વચ્ચે બોલ્યો
આ સેન્ડવીચ હું તમારા હાથે થી જ જમીશ.હું હજુ મારું બોલવાનું પૂરું કરું ત્યાં તો ખુશી એ એક સેન્ડવીચ નો મોટો ટુકડો મારા મોઢા માં મૂકી દીધો અને અજય એ મારો હાથ પકડ્યો અને પાછો ટેબલ પર લઇ ગયો.
તો,માની ગયા મુગલ-એ-આઝમ??પ્રિયા બોલી
હમમમ,અજય અને ખુશી એક સાથે બોલ્યાં.અને હું ટેબલ પર જઈને બેસી ગયો અને અમે બધા એ લંચ કર્યું અને પછી શાંતિ થી બેઠા બેઠા વાત કરતા હતા,અને વાત વાત માં પ્રિયા બોલી શું કરે છે લેડી સ્ટાર???પ્રેમ.
જલસા.મેં કીધું
સાલા,તુ હજુ તેની સાથે કોન્ટેક્ટ માં છે??કેયુર બોલ્યો
મને તો એમ હતું કે તુ હવે ભૂલી ગયો હશે તેને.ખુશી બોલી
એ કોઈ ભૂલવાની વસ્તુ થોડી છે??કેમ પ્રેમ??કેયુર મારા તરફ જોઈને પોતાના બંને નેણ ઉંચા કરીને બોલ્યો
અરે,ભૂલવાની ક્યાં વાત કરે છો દરરોજ રાત્રે તેની સાથે જ વાત કરતો હોય છે.નથી ખબર તમને??પ્રિયા બોલી
ક્યાં બાત હૈ,પ્રેમ યાર તારી તો નીકળી પડી.ખુશી બોલી
ક્યાં સુધી પંહોચી ભાઈ તારી આ લવ સ્ટોરી??ત્યાં તો અજય પણ બોલ્યો
ભાઈ,એક એક કરીને બોલો.આમ બધા એક સાથે ના બોલો મગજ હેંગ થઇ જાય.મેં વાત બદલવાના હેતુ થી કીધું
કસમ થી યાર શું માલ બતાય છે તે તો,કેમ અજય??કેયુર બોલ્યો
સાલા,તારી ભાભી છે,અને ભાભી માલ સમાન નહી,માં સમાન હોય છે.મેં થોડું રમત વાળા ગુસ્સા માં કીધું
ઓહ્હ હો ભાભી??પ્રિયા બોલી
પ્રિયા,તને ખબર છે આ છોકરાઓ ની એક વાત??ખુશી બોલી
કઈ વાત??પ્રિયા બોલી
કે,કોઈ છોકરી તેની પત્ની બને કે ના બને પરંતુ પોતાના દોસ્તો ની ભાભી જરૂર બની જાય છે.ખુશી બોલી
યાર,એ વાત તો સાચી છે.પ્રિયા બોલી
તો,તો પછી તમારી છોકરીઓ માં પણ આવું જ હશે ને?અજય બોલ્યો
કેવું??ત્યાં તો બંને બોલ્યાં
કે,કોઈ છોકરો તમારો પતિ બને કે ના બને પરંતુ તમારી ફ્રેન્ડ્સ નો જીજુ બની જતો હશે ને??કેયુર એ તે બંને ને કીધું
હાં,તો.પ્રિયા બોલી
તો,પછી એક સવાલ નો જવાબ આપશો મને??મેં તે બંને ને પૂછ્યું
કેવો સવાલ??ખુશી એ પૂછ્યું
યાર,અમે લોકો કોઈ સારી દેખાતી છોકરીઓ ને માલ કહીએ ઓકે,તો તમે છોકરીઓ ઓ અમારા જેવા હીરો ને શું કહી ને બોલાવો છો??મેં પૂછ્યું
જો,ખુશી પેલો કેવો સરસ છોકરો જાય છે.પ્રિયા ખુશી ની સામે જોઈને બોલી કેમ સાચી વાત ને??
જાને,જુઠ્ઠી.મેં થોડા ગુસ્સા સાથે કીધું
અરે,ના કહેવું હોય તો ના કહી દો,પણ આમ આલોક નાથ નું ફીમેલ વર્જન બનવાની એક્ટિંગ ના કરો.કેયુર બોલ્યો
હમમમ.અજય પણ બોલ્યો
અરે,અમે લોકો પણ માલ જ કહીએ છે.ખુશ??ખુશી બોલી રહી,એટલામાં તો અમારો લંચ નો સમય પણ પુરો થઇ ગયો એટલે બધા પોતપોતાના ડેસ્ક પર કામ માટે ફરી ગોઠવાયા.
સાંજ ના છ સુધી અમે કામ કરતા રહ્યા અને ત્યારપછી ઓફીસ પરથી છુટીને ત્યાં નજીક માં આવેલા કોફી ના સ્ટોલ પર જઈને એક-એક કોફી પીધી અને અમે લોકો કાલે મળીશું એવું કહીને છુટ્ટા પડ્યા.
***
હવે,આજ થી શનિવાર સુધી ફેસબુક ખોલવાની પણ જરૂર હતી નહી,કારણ કે મારી અને આરોહી ની આગળ ની મીટીંગ શનિવારે જ થવાની હતી એટલે આજે ઈન્ટરનેટ ને બદલે થોડો સમય ટી.વી.જોઈને દરરોજ ની જેમ તાપી કિનારા પર બેસવા જવાનું નક્કી કર્યું.
રાત્રે તાપીકીનારા પરથી ઘરે આવીને જેવો બેડ પર જઈને સુતો અને અંખ બંધ કરી કે મારી આંખો ની સામે આરોહી નો ચેહરો આવી ગયો અને તેની સાથે કરેલી વાતો યાદ આવવા લાગી,એટલે ઊંઘ તો આવવાનું નામ જ લેતી ન હતી.ખબર નહી કેમ પરંતુ મને ફરી એક વાર આરોહી સાથે કરેલી વાતો વાંચવાની ઈચ્છા થઇ એટલે મેં મારો ફોન લીધો,મેસેન્જર ઓપન કર્યું અને આરોહી ની સાથે કરેલી પહેલા દિવસ થી કરેલી વાત થી શરુ કરીને છેલ્લે કરેલી ગઈકાલ સુધી ની વાત જાણે કોઈ નોવેલ વાંચતો હોવ તે રીતે વાંચી લીધી પરંતુ આરોહી ના એક મેસેજ પર આવીને હું ઉભો રહ્યો અને એ મેસેજ હતો આરોહી ના ભૂતકાળ વિશે નો.પછી મેં ફોન મુક્યો બાજુ માં,અને વીચારવા લાગ્યો કે એવી તે કઈ વાત છે જે આરોહી એ આજ સુધી તેના ફ્રેન્ડ્સ ને પણ નથી કીધી અને,તે માત્ર મને જ કહેવા માંગે છે.આવું જ વિચારતા વિચારતા મને ક્યારે ઊંઘ આવી ગઈ એ પણ ખબર ના પડી.
બીજે દિવસે સવારે ઉઠીને ફરીથી રોજ ની જેમ જ ઓફિસ પર ગયો અને સાંજે આવીને ગઈકાલ ની જેમ જ થયું ફરી વાર વાતચીત વાંચી ને ફરી વિચારવા લાગ્યો કે આરોહી કઈ વાત કહેવા માંગે છે,અને તે વિચારતા વિચારતા ફરી ઉંઘી ગયો અને આવી જ રીતે શનિવાર સુધીના બધા જ દિવસો પુરા થઇ ગયા,અને ફાઈનલી આજે શનિવાર પણ આવી ગયો.
શનિવાર અઠવાડિયા નો છેલ્લો દિવસ હોવાથી અમે લોકો સામાન્ય દિવસો માં પણ શનિવાર ના દિવસે ખુશ જ હોઈએ છીએ,પરંતુ આજે મારી ખુશી બમણી હતી અને હું શા માટે એટલો બધો ખુશ એ તમને લોકો ને તો ખબર જ છે..પરંતુ મારા મિત્રો ને મારી આ ખુશી મારા ચેહરા પર બતાઈ હોય કે ના બત્તાઈ હોય એ ખબર નહી એટલે અમે જયારે લંચ કરવા બેઠા ત્યારે ખુશી બોલી,
પ્રેમ,શું વાત છે કેમ આજે બદલાયેલો લાગે છે??
ના,તો.એવું કઈ જ નથી.મેં કીધું
મને તો પ્રેમ આજે જરૂર કરતા વધારે જ ખુશ દેખાય છે.પ્રિયા બોલી
એતો,આજે શનિવાર છે ને એટલે બકુડી..મેં પ્રિયા ને કીધું
નક્કી,આજે કંઈક તો છે જ પ્રેમ,કેમ કે જયારે જયારે તુ વધારે ખુશ હોય છે ત્યારે ત્યારે તુ મને બકુડી કહી ને બોલાવે છે.પ્રિયા બોલી
ના,તારે કહેવું તો પડશે જ.ખુશી બોલી
એ,ભાઈ જે હોય તે બોલ ને જલ્દી થી.ત્યાં તો કેયુર બોલ્યો
ભાઈ,કેયુર તુ હમણા થી વધુ જ બોલવા લાગ્યો છે,એવું મને કેમ લાગી રહ્યું છે.મેં કેયુર ને કીધું
ના,તો.કેયુર બોલ્યો
કેમ,બોલ ને હવે જે હોય તે.મેં કેયુર ને કીધું
અરે,પણ કઈ છે જ નહી,તો હું શું કરું.કેયુર થોડો અકળાઈને બોલ્યો
તો,બસ ભાઈ હું એજ વાત આ બંને ને સમજાવતો હતો,એટલા માં તો તુ પણ વચ્ચે બોલ્યો એટલે મારે તને સમજાવવું પડ્યું.મેં કેયુર ને કીધું
ઓકે,બાબા તારે કહેવું હોય તો કે નહીતર કઈ નહી.પ્રિયા બોલી
અરે,કઈ નહી આજે આરોહી ની સાથે મારી મીટીંગ છે.એટલે હું થોડો વધારે ખુશ છુ,બીજું કઈ નથી.હું બોલ્યો
અરે,વાહ પ્રિયા તે,તો પ્રેમ પાસે થી પ્રેમ થી વાત બોલાવી દીધી.ખુશી એ પ્રિયા ને કીધું
તને ખબર જ હશે કે માણસ એક એવું પ્રાણી છે,કે જેને કહો છો તેના થી ઉલટું જ કરે છે,અરે ક્યારના સીધી રીતે પૂછતા હતા તો ભાવ ખાતો હતો અને પછી...સમજી ગઈ ને તુ??પ્રિયા એ ખુશી ને કીધું
લંચ,પૂરું કરી ને અમે ફરી કામે લાગ્યા પરંતુ આજે ,મારી એક એક સેકન્ડ એક એક દિવસ બરાબર થઇ ગઈ હતી.મારા મન માં એક જ વિચાર શરુ હતો કે ક્યારે ઓફીસ પરથી રજા પડે અને ક્યારે સાંજ પડે અને ,હું ક્યારે જઈને આરોહી ની સાથે વાત કરું.છેલ્લે અમે ઓફીસ પર થી છુટા પડ્યા અને ૭:૦૦ વાગ્યા ની આસપાસ હું ઘરે પંહોચી ગયો તથા ૮:૦૦ વાગતા મેં મારા જરૂરી બધા જ કામ પુરા કરી દીધા અને આજે સાંજે તાપીકીનારે જવાનો વિચાર પણ બંધ રાખ્યો માત્રને માત્ર આરોહી માટે પરંતુ....
પરંતુ,સાંજ ના ૮:૦૦ વાગ્યા થી લઈને ૯:૩૦ સુધી નો આ દોઢ કલાક નો સમય મારા માટે ખુબજ લાંબો થતો જતો હતો.મારા મન માં માત્ર ને માત્ર એક જ વિચાર આવતો હતો કે આરોહી કઈ વાત મને જણાવવા માંગે છે,લગભગ ૯:૩૦ સુધી આ એકજ વિચાર શરુ હતો.જેમ તેમ કરીને ૯:૦૦ તો વાગી ગયા પરંતુ ૯:૦૦ વાગ્યા પછી નો સમય જોવા માટે તો હું ઘડીયાળ માં એવી રીતે નઝર નાખીને બેઠો હતો,જાણે કે હું કોઈ ફૂટબોલ મેચ નો રેફરી હોવ.પરંતુ,છેલ્લે જેવા ૯:૩૦ વાગ્યા એટલે મારાથી રહી શકાયું નહી ,અને મેં તરત જ ફેસબુક ઓપન કર્યું ,મેસેજ માં જઈને તરત જ આરોહી ને મેસેજ કર્યો,
હાયય..અને મેં જોયું તો તે હજુ ઓફલાઇન જ હતી તેથી મેં વિચાર્યું કે છોકરીઓ મેક-અપ કર્યા વગર કોઈ ની સાથે મુલાકાત ના કરે,પરંતુ આજે એવું લાગ્યું કે ઓનલાઈન મીટીંગ માં પણ તેઓ ને મેક-અપ મી જરૂરિયાત હોય છે.
ઘડિયાળ માં જોયું તો ઘડિયાળ માં રહેલો નાનો કાંટો ૧૦ પર અને મોટો કાંટો ૯ પર બતાવતો હતો પરંતુ આરોહી નો હજુ સુધી કોઈ જ રીપ્લાય આવ્યો ન હતો,છતાં પણ મેં તેની ઓનલાઈન થવાની રાહ જોવાનું નક્કી કર્યું અને ઘડિયાળે તેનું કામ કર્યું અને ફરી બીજી એક કલાક નીકળી ચુકી અને ઘડિયાળ હવે ૧૧:૪૫ બતાવતી હતી અને આટલા સમય માં મેં તેના ઈનબોક્સ માં મારા તરફ થી ૨૦ જેટલા, જુદા જુદા મેસેજ મોકલી દીધા હતા.પરંતુ તે બધા નો કોઈ જ રિપ્લાય આવ્યો નહી અને છેલ્લે મેં પણ ફેસબુક બંધ કર્યું અને ૧૨:૩૦ જેવા વાગ્યા એટલે હું સુઈ ગયો.
પરંતુ,આખી રાત મને ઊંઘ જ ના આવી,અને મન માં સતત એક જ વિચાર આવ્યા કરતો હતો કે આરોહી આજે ઓનલાઈન કેમ ના થઈ,તેની તબિયત તો બરાબર હશે ને,તેને કઈ થયું તો નહી હોય ને,મારા મન માં એક ડર પેસી ગયો.એટલે લગભગ મેં ૩:૩૦ વાગ્યા ની આસપાસ ફરી ફેસબુક ઓપન કર્યું એવી આશા એ કે કદાચ મારા ઓફલાઈન થયા પછી તે ઓનલાઈન થઇ હોય,પરંતુ મને ફરી નિષ્ફળતા જ હાથ લાગી.અને આમજ વિચારતા વિચારતા મને ૫:૩૦ વાગ્યા ની આસપાસ ઊંઘ આવી ગઈ અને પછી સવારે ૧૨:૦૦ વાગ્યા સુધી પાથરી માં પડ્યો રહ્યો.
સવારે ઉઠીને તરત જ બ્રશ હાથ માં લેવાને બદલે મેં ફરી મારો ફોન હાથ માં લીધો અને ફરી ચેક કર્યું કે આરોહી નો કોઈ રિપ્લાય છે કે નહી?પરંતુ કોઈ જ રિપ્લાય ન હતો.ત્યારબાદ મેં મારો ફોન ચાર્જ માં મુક્યો અને ફ્રેશ થવા માટે બાથરૂમ માં ગયો અને પછી તૈયાર થઈને મેં ૨:૦૦ વાગ્યા ની આસપાસ ફરી એક વાર ચેક કર્યું કારણ કે તેણે છેલ્લી મુલાકાત માં મને સન્ડે ૨:૦૦ વાગ્યા ની અપોઈન્ટમેન્ટ આપેલી.પરંતુ...
મેં,મારો આખો દિવસ લગભગ આજ કામ કરવામાં કાઢી નાખ્યો પરંતુ મને સરેઆમ નિષ્ફળતા જ હાથ લાગી.હવે તો હું પણ થાકી ચુક્યો હતો અને સાંજે મારી એકલતા દુર કરવા માટે તાપીકીનારા ની મુલાકાત લેવા ચાલ્યો ગયો,અને ત્યાંથી આવીને ફોન માં ચેક કર્યા વગર જ સુઈ ગયો.બીજે દિવસે ઉદાસ મને ઓફીસ પર ગયો અને કામ માં મન પોરવી દીધું.પરંતુ લંચ સમય પર મારા બધા મિત્રો ને જે મીટીંગ થઇ જ ન હતી તે મીટીંગ વિષે જાણવાનો ઉત્સાહ હતો.જેમ તેમ કરીને તે લોકો ને તો ચુપ કરાવ્યા પરંતુ મારા મન માં ચાલતા તેના વિશેના વિચારો ને કેમ બંધ કરવા તેની ખબર જ પડતી ન હતી.
આવુ,લગભગ આગળ ના ૨ મહિના સુધી ચાલ્યું,મને આ બે મહિના માં જયારે પણ થોડો સમય પણ મળ્યો હોય ત્યારે મેં તેને મેસેજ કર્યા અને તેના તરફ થઈ રિપ્લાય આવવાની રાહ જોતો રહ્યો,આં બે મહિના ઓ માં ઘણા બધા તહેવાર આવીને ચાલ્યા ગયા અને તે બધા જ તહેવાર ની બેસ્ટ વિશિષ મેં તેને મેસેજ દ્વારા કરી દીધી હતી.આજે મને એવું લાગ્યું કે જો તેનો ફોન નંબર મારા પાસે હોત તો હમણાં જ તેને કોલ કરી ને વાત કરૂ.પરંતુ,અફસોસ છે મને કે હું તેના પાસે થી ફોન નંબર ના માંગી શક્યો.અને મન માં એક વિચાર આવ્યો અને મેં તરત ફેસબુક ઓપન કર્યું અને મેં મારો નંબર તેને મોકલી દીધો અને કહ્યું કે હવે મને ડાયરેક્ટ આ જ નંબર પર મેસેજ કરે...
To be continue…
તો,મિત્રો શું લાગે છે તમને શું પ્રેમ ની આરોહી સાથે ફરી વાર વાત કરી શકશે??શું પ્રેમ આરોહી નો ભૂતકાળ જાણી શકશે???શું,આરોહી પ્રેમ ને તેના ફોન પર મેસેજ કરશે??મિત્રો સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર અઠવાડિયે Love Junction ની મુલાકાત લેવી પડશે.
મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ Love Junction... ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.
મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,
સવાલ :શું આરોહી પ્રેમ ને તેના ફોન પર મેસેજ કરશે????
A)yes
B)No
તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,matrubharti app પર પણ આપી શકો છો તથા,
facebook.com/parth j ghelani ,
,
,
instagram.com/parth_ghelani95
પર મોકલી શકો છો....