Love Junction Part-18 Parth J Ghelani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Love Junction Part-18

Love Junction

Part-18

By.Parth J. Ghelani

j. ghelani

Dedicated to

My parents and my family

Disclaimer

ALL CHARECTERS AND EVENT DEPICTED IN THIS STORY IS FICTITIOUS.

ANY SIMILARITY ANY PERSON LIVING OR DEAD IS MEARLY COINCIDENCE.

આ વાર્તા અને તેના દરેક પાત્ર કાલ્પનિક છે,તથા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેઓનો કોઈ સંબંધ નથી.અને અમારો મુખ્ય ઉદેશ્ય દર્શકો(વાંચકો) ને મનોરંજન પૂરું પાડવાનો છે.

આગળ જોયું,

પ્રેમ તાન્યા ની અને તેના મમ્મી ની વાતો થી કંટાળીને તાપીકીનારે જાય છે અને ત્યાં જઈને આરોહી ની સાથે વાતચિત કરે છે જેમાં પ્રેમ તેને ચીડવે છે અને આરોહી ને ખોટું લાગી જાય છે અને ત્યારબાદ પ્રેમ ના ફોન ની બેટરી પૂરી થઇ જાય છે એટલે ફટાફટ ઘરે આવે છે અને તેના લેપટોપ માંથી તેને મેસેજ કરે છે પણ આરોહી ઓફલાઈન થઇ ચુકી હોય છે અને તેમાં તાન્યા તેને આરોહી વિષે પૂછે છે અને પ્રેમ તેને બધું જ સાચે સાચું કહી દે છે.

હવે આગળ,

અરે ભાઈ તું ટેન્શન ના લે એ તારી સાથે મજાક કરતી હશે.તાન્યા એ મને કીધું

ગુસ્સા માં??મેં તાન્યા ને પૂછ્યું

હાસ્તો,જો ભાઈ તું હજુ તારી આરોહી ને ઓળખી નથી શક્યો અને મને એક વાત જણાવ તુ, કે તમે લોકો છોકરીઓ ની સાથે ગમે ત્યારે મજાક કરી શકો પરંતુ કોઈ છોકરી મજાક કરે તો તમે તો...તાન્યા આટલું બોલીને અધૂરું છોડી દીધું.

સાચે??મેં તાન્યાને પૂછ્યું

હાં,અને ચલ હવે જલ્દી થી સુઈ જા ઓકે કાલે સવારે ઓફીસ જવાનું છે ને તારે??તાન્યા એ મને પૂછ્યું

હાં,ત્યાં તો જવાનું જ હોય ને.મેં તાન્યાને કીધું

તો જલ્દી થી સુઈ જા અને ટેન્શન વગર.ગુડ નાઈટ.તાન્યા આટલું કહીને નીચે તેની રૂમ માં ચાલી ગઈ અને મેં પણ તેને ગુડ નાઈટ કીધું અને સુઈ ગયો.

***

આગળ ના દિવસે સાંજે ઓફીસ પર થી આવ્યો અને જમીને ફેસબુક ખોલ્યું અને આરોહી ને મેસેજ કર્યો પરંતુ હજુ પણ તે ઓફલાઈન જ હતી અને કાલ રાત્રે કરેલા મેસેજ નો કોઈ જ જવાબ આપ્યો ન હતો.મેં લગભગ રાત ના બાર વાગ્યા સુધી રાહ જોઈ પરંતુ કોઈ જ રીપ્લાય નહી એટલે આખરે કંટાળીને હું સુઈ ગયો.

પરંતુ જેવો સુતો તેવો ફરી વાર વિચાર આવ્યો કે શું આરોહી હવે મારી સાથે વાતચીત કરશે??તાન્યા તો કહેતી હતી કે તે મજાક કરતી હશે પરંતુ આવી તે કઈ મજાક હોતી હશે??મને તો આ છોકરીઓ ની સાયકોલોજી તો ખબર જ નથી પડતી.હવે અમારી મુલાકાત નું શું થશે??મુલાકાત થશે કે નહી આ બધું વિચારવામાં જ મને ક્યારે ઊંઘ આવી એ ખબર જ ના પડી.

સવારે ઉઠ્યો તેવો તરત જ મેં મારો ફોન હાથ માં લીધો અને જોયું તો તેમાં દિવ્યા ના નંબર પરથી ગુડ મોર્નિંગ નો મેસેજ આવેલો.અને તે જોઇને મારું મગજ ભમી ગયું એક તો આરોહી નું ટેન્શન અને ઉપર થી આ નંગ.આજે તો મારી સવાર થી જ હાલત ખરાબ હતી અને તે મારા ચેહરા પર સાફ સાફ દેખાઈ રહ્યું હતું કારણ કે તાન્યા એ જેવો મને સવારે જોયો એટલે તેને ખબર પડી ગઈ કે શું થયું હતું.એટલે હું જેવો નીચે બ્રેકફાસ્ટ માટે ટેબલ પર બેઠો તેવું મને પૂછ્યું,

હજુ વાતચીત નથી થઇ??

અને મેં એકપણ શબ્દ બોલ્યા વગર જ તાન્યા ને જવાબ આપ્યો.

કઈ વાંધો નહિ થઇ જશે ટેન્શન ના લે.તાન્યા એ મને સાંત્વના આપતા કહ્યું.

મેં માત્ર માથું હલાવીને તાન્યા ને જવાબ આપ્યો અને બ્રેકફાસ્ટ પૂરોકરીને ઓફીસ જવા માટે નીકળી ગયો.આગળ ના બે દિવસ સુધી પણ પરીસ્થીતી માં કોઈ પણ પ્રકાર નો બદલાવ આવ્યો નહિ.આગળ ના દિવસે એટલે કે શનિવારે સવારે મેં દરરોજ ની જેમ મારો ફોન હાથ માં લીધો અને ફેસબુક ખોલીને ચેક કર્યું કે આરોહી નો કોઈ મેસેજ છે કે નહિ??પરંતુ આ શું??મેં જેવું મારા ફોન માં જોયું એટલે મારી અંદર એક સવાલ થયો કારણ કે આરોહી નો મેસેજ હતો અને તેમાં તે ખુબજ ગુસ્સે હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે તેની સાથે ગુસ્સા વાળા ૧૦૦ જેટલા ઇમોજીસ હતા અને ત્યારબાદ એક મેસેજ હતો જેમાં લખ્યું હતું રવિવારે સવારે સમયસર પહોંચી જવું અને જો ના પહોંચ્યા ને તો તો વાટ લાગી જશે...ખબર પડી??

આ મેસેજ વાંચીને તો હું એટલો બધો ફોર્મ માં આવી ગયો કે શું વાત કરુ.પરંતુ સાલુ મને મન માં થયુ કે આ લવ છે શું???કારણ કે જયારે તેની સાથે વાત ના થાય ત્યારે મન એકદમ અશાંત થઇ જાય ,મન એકદમ બેબાકળું બની જાય,અને જયારે આટલા બધા વિરહ બાદ તેની સાથે એક વાર પણ વાત થઇ જાય ત્યારે એટલી ખુશી મળે કે તેની તો વાત જ કઈ અલગ છે.પરંતુ આ જ પ્રેમ છે.

ખુશી માં ને ખુશી માં હું તૈયાર થઇ ગયો અને તે પણ સમય કરતા વહેલા.તૈયાર થઈને તરત જ હું નીચે ગયો અને તાન્યા આજે પણ મારા ચેહરા પર ના ભાવ ઓળખી ગઈ અને હસતા હસતા મને પૂછ્યું,

શું વાત છે??કેમ આજે જરૂર કરતા વધારે જ ખુશ દેખાઈ છે??

અરે,આરોહી નો મેસેજ આવ્યો હતો કે આ રવિવારે કોઈ પણ સંજોગો માં આપણે મળવાનું છે એટલે તે દિવસે સમયસર આવી જવું.મેં તાન્યા ને કીધું

અરે,વાહ.મેં કીધું હતું ને તને કે થઇ જશે તું ટેન્શન ના લે,પરંતુ નહિ આપણું તો માને જ નહી.તાન્યા થોડા મજાકવાળા ગુસ્સા માં બોલી.

સોરી,બાબા.મેં તાન્યા ને કીધું

સોરી,બોરી છોડ તું મને એ જણાવ કે ભાભી માટે ગીફ્ટ માં શું લઇ જાય છે??તાન્યા એ મને પૂછ્યું

ઓ તેરી,આ તો મેં હજુ સુધી વિચાર્યું જ નથી.મેં તાન્યા ને કીધું

તારે તો આજે ઓફીસ પણ જવાનું છે તો તું ક્યારે ગીફ્ટ ની ખરીદી કરીશ??તાન્યા એ મને કીધું

અરે,યાર એક મુસિબત ખત્મ થાય ત્યાં તો બીજી રાહ જોઇને જ ઉભી હોય છે.હવે??મેં તાન્યા તરફ જોઇને કીધું

એ ભાઈ તું ચિંતા ના કર “મેં હું ના”.તાન્યા એ પોતાની તરફ ઈશારો કરીને મને કીધું

એટલે??મેં પૂછ્યું

એટલે એમ કે તું ઓફીસ પર જા અને તને સાંજે મારા ભાભી નું ગીફ્ટ મળી જશે.તાન્યા એ મને કીધું

સાચે??થેન્ક્સ તન્નું.મેં તાન્યા ને કીધું

થેન્ક્સ થી કઈ નહિ થાય મને પણ એક ગીફ્ટ જોઇશે.તાન્યા એ મને કીધું

તારે પણ જે જોઈએ તે ખરીદી લેજે.મેં તાન્યા ને કીધુ

મારે ગીફટ માં કઈ ખરીદવું નથી.તાન્યા એ મને કીધું

તો?મેં તાન્યા ને પૂછ્યું

એ સમય આવશે ત્યારે હું કહીશ ઓકે,અને ચાલો હવે બ્રેકફાસ્ટ પૂરો થઇ ગયો છે તો ઓફીસ તરફ આગળ વધો.તાન્યા એ મને કીધું

ઓકે,બાય કહ્યું અને હું ઓફીસ તરફ જવા નીકળી પડ્યો..

***

સાંજે ઓફીસ પર થી આવીને તરત જ મેં તાન્યા ને બોલાવી અને પૂછ્યું,

ક્યાં છે??

શું??તાન્યા એ મને પૂછ્યું

તારા ભાભી ની ગીફ્ટ.મેં તાન્યા ને કીધું

એ તો તમને ખબર.તાન્યા એ મને કીધું

તન્નું મજાક ના કર,ક્યાં છે ગીફ્ટ એ મને કે.મેં તાન્યા ને પ્રેમ થી પૂછ્યું

હું મજાક નથી કરતી,મેરે સર કી કસમ હું તે વાત મને યાદ જ ના રહી,સોરી ભાઈ.તાન્યા એ મને કીધું

આ સાંભળીને તરત જ હું ટેન્શન માં આવી ગયો અને સોફા પર માથા માં હાથ ફેરવતા ફેરવતા બેસી ગયો.જેવો હું બેઠો કેતરત જ તાન્યા જોર જોર થી હસવા લાગી અને બોલી કેવું લાગે છે ભાઈ?

ભાઈ કી બચ્ચી ઉભી રે તું કહી ને હું તેની પાછળ દોડ્યો અને તે મારી આગળ દોડવા લાગી અને દોડતી દોડતી મારી રૂમ માં જઈને ઉભી રહી,અને જેવો હું ત્યાં પહોંચ્યો કે તાન્યા એ બેડ પર પડેલા ગીફ્ટ તરફ આંગળી ચીંધી અને કહ્યું લે જો તારી ગીફ્ટ.

મારી નહિ,તારા ભાભી ની ગીફ્ટ..મેં તાન્યા ને કીધું

હશે.વધારે પડતી હોશિયારી ના કર,હમણાં થોડી વાર પહેલા તારો ચેહરો જોયો હતો.તાન્યા એ મને ચીડવતા કહ્યું.

એ બધું છોડ અને મને તું એ જણાવ કે તું ગીફ્ટ માં શું લાવી??મેં તાન્યા ને પૂછ્યું

અરે એ તમારા માટે પણ સરપ્રાઈઝ છે.તાન્યા એ મને કીધું

ઓહ્કે..એન્ડ થેંક યુ..મેં તાન્યા ને કીધું

થેંક યુ,વેંક યુ પછી પહેલા નીચે આવીને ડીનર કરીલો પછી ભાભી સાથે વાત કરો અને કાલ નું નક્કી કરો.તાન્યા એ મને કહ્યું

ઓહ્કે હું જમવાનું તૈયાર રાખ હું હમણાં જ હાથ-મોઢું ધોઈને નીચે આવું છુ.મેં તાન્યા ને કીધુ અને તાન્યા ઠીક છે તેવું બોલતા બોલતા નીચે ઉતરી ગઈ.

***

મેં જમવાનું પૂરું કર્યું એટલી વાર માં તો ૮:૩૦ જેવા વાગી ચુક્યા હતા એટલે મારી રૂમ માં જઈને તરત જ મેં ફેસબુક ખોલ્યું અને આરોહી ને મેસેજ કર્યો અને નસીબ પણ સારા કે તે ઓનલાઈન જ હતી.એટલે તેણી નો તરત જ રીપ્લાય આવ્યો,

ઓહ તો મળી ગયો સમય તમને??

ઓહ હેલ્લો મેમ યાદ ના હોય તો તમને જાણ કરવામાં આવે છે કે સમય તમારા પાસે ન હતો એક મેસેજ કરવાનો.મેં આરોહી ને સામે મેસેજ કર્યો

ઓહ હો ગુસ્સા??આરોહી એ મને મેસેજ કર્યો

તુમ પે કભી ગુસ્સા કિયા હે મેને મેરી જાનેમન?મેં આરોહી ને મેસેજ કર્યો

અરે વાહ હમણાં ૨ મિનીટ પહેલા તો ગુસ્સે હતો ને મારા પર અને આ રોમેન્ટિક મુડ કેમ થઇ ગયું??આરોહી એ મને મેસેજ કર્યો

અરે એક હમ હૈ જિસે આપકે ગુસ્સે મેં ભી પ્યાર નજર આતા હૈ ઔર એક આપ હૈ જીસકો મેરે પ્યાર મેં ભી ગુસ્સા નજર આતા હૈ.મેં આરોહી ને મેસેજ કર્યો

વાહ...શું વાત છે હજુ એક ડાયલોગ પ્લીજ પ્રેમ.આરોહીએ મને કીધું

હવે તે બધું છોડ અને હવે આપણે કામ ની વાત કરીએ ઓકે.મેં આરોહી ને કીધું

શું કામ ની વાત??કે હું હમણાં થી કેમ રીપ્લાય નથી આપતી???મારા પર ગુસ્સે તો ના હતી ને??કેમ સાચું ને ???આરોહીએ મને પૂછ્યું

ના,હું બીજી વાત કરવા માંગું છુ પણ તું છે કે આ જ લઈને બેઠી છે,અને તને તો બહુ જ મઝા આવી હશે,કેમ?મને હેરાન કરીને. મેં આરોહી ને કીધું

હાસ્તો.આરોહી એ મને કીધું

બસ,હવે મજાક પછી કરીશું અને કાલ ના પ્લાન વિષે વાત કરીએ??મેં આરોહી ને પૂછ્યું

હાં,જેસે આપ કહે એસે મેરે જહાંપનાહ.આરોહી એ મને કીધું

તો કાલે ટ્રેન માં આવે છો કે બસ માં?મેં આરોહી ને પૂછ્યું

ટ્રેન,બસ માં તો મને ના ફાવે.આરોહી એ મને કીધું

કેમ??મેં તેને પૂછ્યું

મને વોમિટ થાય એટલે.આરોહી એ મને કીધું

એટલે જ તો તને કહું છુ કે તું ત્યાં જ રહે અને હું ત્યાં આવું છુ પરંતુ તું તો મારું માનતી જ નથી.મેં તેને કીધું

ના ના હું કાલે વડોદરા આવું છુ અને આપણે બંને વડોદરા જંકશન પર મળીશું.આરોહી એ મને ઓર્ડર પૂર્વક કહ્યું

પણ ટ્રેઈન માં જગ્યા નહિ મળે તો??મેં આરોહી ને કીધું

અરે,નહિ મળે તો હું ઉભી ઉભી આવી જઈશ પરંતુ હું ત્યાં આવી જઈશ.આરોહી એ મને કીધું

ઉભા ઉભા આવીશ તો તું થાકી જઈશ યાર.મેં આરોહી ને કીધું

અરે,યાર મને નહી થાક લાગે,પૂછ કેમ?આરોહીએ મને કીધું

કેમ??તો મેં પણ તેને પૂછ્યું

કારણ કે ત્યાં આવતી વખતે તને મળવાની છુ એ ખુશી અને જતી વખતે તારા સાથે પસાર કરેલા સમય ની યાદ માં મને થાક જ નહિ લાગે.આરોહી એ મને કીધું

ઓહ,હવે તારા માં રહેલો લેખક પણ જાગી રહ્યો છે,વાઉઉ.મેં આરોહી એ કીધું

હાસ્તો,હવે જગાડવો જરૂરી છે કારણ કે મારે મારી પૂરી જિંદગી આ શીખાવ લેખક સાથે જ પસાર કરવાની છે.આરોહી એ મને કીધું

હમમ,તારી આ વાત તો એકદમ સાચી છે,પરંતુ તમે પાછા તમારા ટ્રેક થી દુર જઈ રહ્યા છો.મેં આરોહી ને કીધું

ઓહ્કે,બોલો શું??આરોહી એ મને પૂછયું

તો તું કાલે કેટલા વાગે વડોદરા પહોંચીશ એ બોલ.મેં આરોહી ને કીધું

હમમ,સવારે ૯:૦૦ વાગતા જ પહોચી જઈશ

અને કઈ ટ્રેઈન છે?મેં આરોહી ને પૂછ્યું

ગુજરાત એક્સપ્રેસ.આરોહી એ મને કીધું

ઓહ્કે,ત્યાંથી કેટલા વાગે નીકળશે ટ્રેઈન??મેં આરોહી ને પૂછ્યું

હમમ.સવારેં ૭:૦૦ વાગે અહમદાબાદ થી નીકળે અને સવારે ૯:૦૩ વાગતા જ વડોદરા,હવે બીજ્જુ કઈ??આરોહી એ મને પૂછ્યું

પરંતુ,તેમાં ગુસ્સે શા માટે થાય છે??મે આરોહી ને પૂછ્યું

અરે,હું અહિયાં કેટલા દિવસ પછી તારી સાથે વાત કરવા ઓનલાઈન થઇ છુ અને તેમાં પણ તને આ ટ્રેઈન ની પડી છે,તો પછી ગુસ્સે ના થાવ તો શું થાવ બોલ?આરોહી એ મને પૂછ્યું

ઓહ્હ્કે..બાબા સોરી.ખુશ હવે??મેં આરોહી ને પૂછ્યું

પરંતુ,મને અંદર થી ખુશી પણ થાય છે કે તને મારી ચિંતા છે એટલે આ બધું પૂછી રહ્યો છે.આરોહી એ મને કીધું

આ ચિંતા નથી મારો તારા માટે નો પ્રેમ છે,એન્ડ યુ નો “Friendship means sharing and Relationship means Caring.”મેં આરોહી ને કીધું

હમમમ.આરોહી એ ટૂંક માં જ જવાબ આપ્યો...

કાલે ભૂલ્યા વગર પેલા મને જે ફોટો મોકલ્યો છે તેમાં જે ડ્રેસ છે તે પહેરીને આવજે.મેં આરોહી ને કીધું

કેમ??બીજો નહી ચાલે??આરોહી એ મને પૂછ્યું

ના.મેં તેને કીધું

કેમ પણ??આરોહી એ મને પૂછ્યું

કારણ કે તું તે ડ્રેસ માં એકદમ પ્રેમપરી લાગે છે.મેં આરોહી ને કીધું

પ્રેમપરી???આરોહીએ મને પૂછ્યું

હમમ.મેં ટૂંક માં જ જવાબ આપ્યો

એટલે કેવી પરી એમ પુછુ છુ.હમમમ વાલી,આરોહી નો રીપ્લાય આવ્યો

પ્રેમ ના એટલે કે મારા સપના માં રહેનાર પરી.મેં આરોહી ને જવાબ આપ્યો

પરંતુ પ્રેમ તે ડ્રેસ મારા પાસે નથી.આરોહી નો મેસેજ આવ્યો

To be continue…

શું લાગે છે મિત્રો તમને??શું આરોહી પ્રેમ ના કહ્યા મુજબ ડ્રેસ પહેરીને આવશે??શું પ્રેમ અને આરોહી ની મુલાકાત થશે કે બંને વચ્ચે કોઈ વિઘ્ન આવશે??જો બંને ની મુલાકાત થશે તો કેવી રહેશે???તે બંને ની મુલાકાત નું મને ખબર નથી પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે તમને લોકો ને આ Love Junction બોર તો નહી જ કરે અને હા, મિત્રો તમારા મગજ માં સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર શુક્રવારે Love Junction ની મુલાકાત લેવી પડશે.

મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ Love Junction... ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

સુચના:મારા પ્યારા વાંચક મિત્રો મારી પહેલી શોર્ટ ફિલ્મ “Knock Knock” ના શુટિંગ માં વ્યસ્ત હોવાને કારણે તમારી લવ જંકશન ની વાંચન લીંક માં ખલેલ પહોંચાડવા બદલ માફી ચાહું છુ.હવે તમે લવ જંક્શન ની સાથે Knock Knock ને પણ YouTube પર જોઈ શકો છો અને મને તે કેવી લાગી તેના સારા કે ખરાબ રીવ્યું મોકલી શકો છો

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,

સવાલ : શું આરોહી પ્રેમ ના કહ્યા મુજબ ડ્રેસ પહેરીને આવશે??

તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,matrubharti app પર પણ આપી શકો છો તથા,

facebook.com/parth j ghelani ,

,

,

instagram.com/parth_ghelani95

પર મોકલી શકો છો....

.