Ant ma Aarambh books and stories free download online pdf in Gujarati

અંત માં આરંભ

વિજય એક મધ્યમ વર્ગ નો પણ મહેનતુ છોકરો.વિજય મીકેીકલ એન્જીનીયર નો અભ્યાસ કર્યો હતો.તે કચ્છ માં એક સારી અને પ્રીતીસ્થિત કંપની માં નોકરી કરતો હતો.વિજય અમદાવદ માં જ જન્મેલો ને ઉછરેલ ને અમદાવાદ થી ખૂબ લગાવ.વિજયે ઘણાં પ્રયત્ન કર્યા કે તેને અમદાવાદ માં કોઈ સારી જગ્યા એ નોકરી મળે.પરંતુ તેના અનુભવ ના કારણે તે શક્ય નહોતું બનતુ.

આખરે એક દિવસ એ આવી ગયો.લગભગ પાંચ વર્ષ જેવું કચ્છ માં રહ્યા પછી તેને તેના એક મિત્ર ની ઓળખાણ થી અમદાવાદ માં નોકરી મળી.૧૬ ઓગસ્ટ,૨૦૧૧ વિજય માટે એક મહત્વ નો દિવસ હતો.વિજય ખૂબ ખુશ અને આનંદિત હતો.વિજય ના પિતા હયાત નહોતા.વિજય ની માં ને ભાઈ-બહેનો બધા ખુશ હતા.

વિજય આમ હસમુખ રહેતો.વિજય ને કોલેજ કાળ થી લખવાનો શોખ હતો.નાની-મોટી શાયરીઓ લખતો.લગભગ ૨૨ વર્ષ ની વયે વિજય ને એક છોકરી સાથે એકતરફી પ્રેમ થઈ ગયો વિજય અમદાવાદ માં આવ્યા પછી ઘણો ખુશ હતો નોકરી પણ શાંતિ થી સારી રીતે ચાલી રહી હતી.થોડોક સમય વીત્યો ને નવરાત્રી આવી.વિજય ને ગરબા રમવાનો ઘણો શોખ.અને લગભગ પાંચ વર્ષ પછી આખે આખી નવરાત્રી એને અમદાવાદ માં કરવાનો મોકો મળ્યો હતો.વિજય નાં આનંદ નો તો પાર નહોતો.

નવરાત્રી ની અજવાળી એ સાતમ ની રાત્રી હતી.વિજય ની નજરવીરા પર પડી.વિજય વીરા ને આમ જોએ ઓળખતો હતો.વીરા એની સોસાયટી માં જ રહેતી છોકરી હતી.પરંતુ,તે દિવસે વિજય નો વીરા પ્રત્યે જોવા નો ભાવ કંઇક અલગ જ હતો.વીરા ૨૨ વર્ષ ની થોડી જાડી સરખી પણ દેખાવ માં સારી તેમજ એક સમજુ અને સંસ્કારી સીધી છોકરી.વિજય આમ તો છોકરીઓ થી ખૂબ દૂર જ રહેતો.વિજય ને એક ડર હતો હવે કોઈ જીવન માં આવી જતુ રહેશે તો હવે એના થી સહન નહી થાય.પરંતુ,એના થી રેહવાયું નહી ને વીરા ની એક મિત્ર જેને તે ઓળખતો હતો તેની પાસે થી તેણે તેનો મોબાઈલ નંબર લીધો.અને છેલ્લી નવરાત્રી નોમ ના દિવસે વિજયે પ્રથમ સંદેશ વીરા ને મોકલ્યો.પરંતુ,વીરા તરફ થી કોઈ જવાબ આયો નહી.

વિજયે બીજા દિવસે સવારે વીરા ને ફોન કર્યો.પરંતુ,વીરા એ ફોન ઉપાડ્યો નહી ના કોઈ સંદેશ નો જવાબ આપ્યો.અને કહી દીધું કે હું તમને નથી જાણતી ના જાણવા માંગું છું.વિજયે ગુસ્સામાં આવી તેની મિત્ર ને સંદેશ કરી કહી દીધું કે,હું તો માત્ર મિત્ર બનવા માંગું છું.પણ,તારી બેનપણી ને અભિમાન છે તો કોઈ વાંધો નહી.વિજયે પછી સંદેશ બંધ કરી દીધા.જયારે,વીરા ની સખી એ વીરા ને આ વાત કરી ત્યારે વીરા નો સામે થી સંદેશ આવ્યો કે ,હું અભિમાની નથી.બસ,એ સંદેશ ને પછી વિજય અને વીરા વચ્ચે શરૂ થયો એક વાર્તાલાપ એક દોસ્તી જેવો સંબંધ.

વિજય એકદમ સાફ મન નો વ્યક્તિ.વીરા જે પૂછે એનો એકદમ સાચો જવાબ આપે.વીરા ની વાત પૂછવાનો ભાવ વિજય ને ખૂબ ગમતો.વિજય વીરા પાછળ મન માં ને મન માં ગાંડો થવા લાગ્યો.પરંતુ હજુ સુધી વીરા વિજય ને માત્ર એક સારા મિત્ર તરીકે જ ગણતી હતી.વીરા એક ચુસ્ત દરબાર કુટુંબ ની છોકરી,તેમજ તેમના માં પ્રેમ જેવું કોઈ છોકરી વિચારી પણ શકે નહી.તેમજ તેના માં-બાપ પણ ખૂબ રૂઠીચુસ્ત ને જુનવાણી વિચાર વાળા.

વિજય ખૂબ અંદર થી તૂટેલો હતો.તેને વીરા જે પૂછતી હંમેશા કહેતી કે સીરીયસ ના લેતા.પરંતુ લગભગ એક મહિના માં ફોન પર માત્ર સંદેશ થી વાત કરતા કરતા ના વીરા ને રૂબરૂ જોયા કે મળ્યા વગર વિજય એના પ્રેમ માં ડૂબી ગયો.વિજયે એક દિવસ હિંમત કરી વીરા ને સંદેશ પર જ કહી દીધું કે," હું તને પ્રેમ કરું છુ. તને ચાહુ છુ.તું મળવા આવે કે ના આવે તું મને મળે કે ના મળે,હું તને જ ચાહીશ."આ સંદેશ વાંચી વીરા ગુસ્સે થઇ ગઈ.તેણે કહ્યું કે હુ દરબાર છુ.ને આ શક્ય થાય એમ નથી.આપણે મિત્ર રહીએ એ સારું છે.પણ,તમે હવે આગળ વધી રહ્યા છો.તો હવે થી હું વાત નહી કરું.આમ

બેય વચ્ચે અબોલા થઈ ગયા.દિવસ વીતતા ગયા.લગભગ સ્થિતિ બેય બાજુ સરખી હતી.પણ,કોઈ પહેલ કરે કોણ સંદેશ મોકલવાની.દસ દિવસ વીતી ગયા.

વીરા ની મિત્ર જે વિજય ની પણ મિત્ર હતી તેનો વિજય પર ફોન આવ્યો.તેણે વીરા વિષે વિજય ને પૂછ્યું વિજયે કીધું કે,મેં મારી લાગણીઓ એને કહી દીધી પણ એનો જવાબ ના છે.તે મિત્ર એ વિજય ને કહ્યું,તે હમણાં આવીને ગઈ તને ખૂબ યાદ કરે છે.એને તું સંદેશ કર.એની ના નથી પણ એ ગભરાય છે.

વિજય થી આ સાંભળી રહેવાયું નહી અને તેણે તરત સંદેશો વીરા ને મોકલ્યો.વીરા પણ સંદેશ જોઈ ખુશ-ખુશ થઈ ગઈ.તેણે કહ્યું મને ખબર જ હતી કે તેમે મને યાદ કરો છો.પાછો આ સંબંધ આમ જ આગળ ચાલ્યો.પણ,વીરા એ કહ્યું આપણે મિત્ર રહીશું તો જ હું વાત કરીશ.વિજય સમજી તો ગયો હતો કે પ્રેમ વીરા પણ કરે છે.પરંતુ ડર છે એ કારણસર એણે વીરા ની હા માં હા મિલાવી માત્ર સંદેશ પર વાતો ચાલુ રાખી.ધીરે-ધીરે સમય વીતતો ગયો પાંચ થી છ માસ વીતી ગયા.

વિજય અને વીરા નો આ સંબંધ આમ ફોન પર જ ચાલતો.ત્યાં સુધી કે વીરા વિજય ને ફોન કરી વાત પણ ના કરતી.તેમ છતાં બન્ને નો આ સંબંધ ગાઢ ને ગાઢ બનતો ગયો.બન્ને ની વાતો માં ક્યાે દી કોઈ વિકાર કે ખરાબ વિચાર નહોતો.નિર્દોષ ને એકદમ શુદ્ધ.હા,વિજય ઘણી વાર વીરા પર શક કરતો.પણ,પછી સત્ય ની જાણ થતા માફી પણ માંગતો.બન્ન એકબીજા પર આડકતરી રીતે હ્ક પણ જમાવા લાગ્યા.આ સમય જાણે બેય માટે સુખદ હતો.

પછી એક સમય આવ્યો ને વીરા એ વિજય ને કહ્યું કે,મને છોકરો જોવા આવાનો છે.વિજય આ સાંભળતા જ ગમગીન થઈ ગયો.પછી થોડા દિવસ તે વીરા થી દૂર રહેવા લાગ્યો.ઓછી વાત કરવા લાગ્યો.વીરા સમજી તો ગઈ હતી વિજય ની તકલીફ.આખરે પંદર દિવસ પછી વીરા નો એવો સંદેશ આવ્યો કે,છોકરો જોઈને ગયો છે.છોકરો વિદેશ રહે છે.ખૂબ પૈસાવાળો છે.અમારા તરફ થી માતા-પિતા એ હા પાડી દીધી છે.બસ,એમના જવાબ ની રાહ જોવાઈ રહી છે.આ સંદેશ આખો વાંચતા-વાંચતા વિજય ની આંખ માં ભીનાશ આવી ગઈ.

વિજય બધું કામ મુકી કંપની બહાર ચાલ્યો ગયો.એક ખૂણા માં બેસી એકદમ નિરસ થઈ પોતાની જાત પર દુઃખી થવા લાગ્યો.ખૂબ હિંમત ભેગી કરી તેણે વીરા ને સંદેશ મોલ્યો કે,હશે ઈશ્વર તને મને આપવા તો નથી જ માંગતા પણ તને મારા થી દૂર પણ લઈ જવા માંગે છે.બસ,ભગવાન કરે તમે સુખી રહો.ચલો અલવિદા.આ સાંભળી વીરા હચમચી ગઈ એણે કહ્યું કે,હજુ નક્કી નથી થયું.ને આપણે મિત્ર તો રહીશું જ.પણ,વિજયે પછી કોઈ ઉત્તર ના આપ્યો.વીરા એ સળંગ બે દિવસ વિજય ને સંદેશ મોકલ્યા પણ વિજયે કોઈ જવાબ ના આપ્યો.પછી વીરા એ પણ સંદેશ બંધ કર્યા.

વિજય જેમ તેમ કરી દિવસ પસાર કરવા લાગ્યો.

લગભગ એક સપ્તાહ બાદ વિજય થી રેહવાયું નહી ને એણે રાત ના વીરા ને કોલ લગાવ્યો.ને વીરા ની પણ એજ હાલત હતી.એણે તરત ફોન ઉપાડી લીધો.બેય જણાની હાલત સરખી થોડી વાર સુધી કોઈ કઈ બોલ્યું નહી ને પછી વિજયે પૂછ્યું,નક્કી થઈ ગયું ત્યાં થી વીરા નો જવાબ આયો ,ના છોકરા તરફ થી ના આવી.આ સાંભળી વિજય ના આનંદ નો પાર નહોતો.ત્યારબાદ વીરા એ કબૂલ્યું કે,આ એક સપ્તાહ માં મને ખ્યાલ આવી ગયો છે,કે મને તમારા થી પ્રેમ થઈ ગયો છે.હું ખૂબ જ રડી છું.વીરા એ એના પ્રેમ નો એકરાર આખરે કર્યો.

એ અરસા માં વિજય નો જન્મદિવસ જતો રહ્યો હતો.એ થી વીરા એ પ્રથમ મુલાકાત ની ઈચ્છા વ્યક્ત કરી.વિજય ખૂબ ખૂબ ખુશ હતો.વીરા સાથે તેની પ્રથમ મુલાકાત થવાની હતી.એક કૉફી શોપ માં બન્ને જણા એ મળવાનું નક્કી કર્યું.પ્રથમ વાર મળવાનું હોવાથી વિજય એક ચોકલેટ તેમજ ભગવાન ગણેશ ની ચાંદી ની મૂર્તિ વીરા ને ભેટ આપવા લઇ ગયો.વીરા એ વિજય ને ભેટ આપવા એક સારી ટી-શર્ટ તેમજ સોનાટા ની ઘડિયાળ ભેટ માં લીધી.બન્ને ની પ્રથમ મુલાકાત થઇ ત્યારે બેય જણા એકબીજા સાથે વધારે ખૂલ્યા.હવે આ સંબંધ મન થી લઈ આંખો સુધી પહોચ્યો.

બન્ને જાણતા નહોતા આ સંબંધ આગળ કેવો અંત લાવશે પણ,પ્રેમ એમનો પવિત્ર અને સાચો હોવાને કારણે અંત માં એક આરંભ ની શરૂઆત થઇ.

આગળ આ પ્રેમ કથા શું વળાંક લે છે.તે પણ આગળ ના અંક માં જણાવીશ.

વિપુલ બોરીસા

બીજા રસપ્રદ વિકલ્પો