Bhuro books and stories free download online pdf in Gujarati

ભૂરો

અમદાવાદ એક ખુશ મિજાજ ને એક અલગ અંદાજ થી જીવતુ શહેર.અમદાવાદ ની એક આગવી જીવનશૈલી છે.અને એ જીવનશૈલી નું એક મહત્વ નું પાસુ ગણો કે અંગ તે છે,ચાં ની કીટલી ને પાન નો ગલ્લો.

અમદાવાદ માં દરેક પાંચ દુકાન છોડી એક પાન નો ગલ્લો ને દરેક એક કિલોમીટર નાં અંતરે તમને ચાં ની કીટલી કે નાની લારી જરૂર મળશે.અમદાવાદ માં કંઇ ના ચાલે પણ આ બે વસ્તું તો સારી ચાલે જ ભલે ને ગમે તેવી મંદી હોય.ને હવે તો એમાં પણ આધુનિકતા આવી છે.મહેલ નાં કોઈ સુશોભત ઓરડા જેવાં પાન નાં ગલ્લાં થયા છે.ને ચાં ની કીટલીઓ નું સ્થાન આ આધુનિક યુગ માં " કેફે કોફી ડે" એ લીધું છે.પરંતુ આ વાત એવી ભવ્ય કોઈ કીટલી ની નથી.એક નાની પરંતુ અમદાવાદ નાં પશ્ચિમ વિસ્તાર માં આવેલી ને ખૂબ સારી ચાલતી કીટલી ની છે.

"જય અંબે ટી-સ્ટોલ" આમ નાની પરંતુ મસાલેદાર,તુલસી નાં પત્તા નાખેલી સારું એવું દુધ ને ઉચ્ચ ગુણવત્તા વાળી વાધ-બકરી ચાં ની પત્તી વાપરી બનાવેલી ચાં મળે.કીટલી નાં માલિક કનુભાઈ ખૂબ નમ્ર ને શાંત સ્વભાવ નાં ને ખૂબ જ મહેનતુ.તે જેવી ચાં બનાવે કે લગભગ વીસ એક મીનીટ માં તો ખાલી થઇ જાય.આજુ બાજુ ખૂલી એવી સારી જગ્યા ને એમણે ત્યાં નાની નાની વાંસ માં થી બનાવેલી ખુરશી ઓ રાખેલી જેથી કંઇક અલગ ઉઠાવ આવતો જગ્યા નો ને સારી એવી પબ્લીક ત્યાં આવતી ને ખાસ કરીને યુવાધન વધારે આવતું.

કનુભાઈ ની ચાં ની ગુણવત્તા સારી હોવાથી એમની કીટલી ની ઘરાકી ઘણી સારી થતી.લોકો દૂર-દૂર થી તેન ચાં નો સ્વાદ માણવા આવતાં.લગભગ દરેક પ્રકાર નાં લોકો ત્યાં તને જોવા મળી જાય.જમીનો નાં દલાલો,માર્કેટીંગ ને સેલ્સ માં કામ કરતા યુવાનો,કોલેજ માં ભણતાં યુવાનો,નોકરી કરતાં યુવાનો લગભગ દરેક પ્રકાર નું માનવ મહેરામણ ત્યાં જોવા મળતું.ત્યાં બેસવાની ખુલ્લી ને સારીજ્યા હોવાથી લોકો ની સારી એવી ગોષઠી જામતી.

તે સમય દરમ્યાન મારો અભ્યાસ પૂર્ણ થયો હતો.મારો લગભગ નિત્યકર્મ હતો,કનુભાઈ નાં ત્યાં ચાં પીવા મિત્રો સાથે જવુ.મારા મિત્રો નો પણ અભ્યાસ પૂર્ણ થયો હતો,બધાં પોત-પોતાનાં ક્ષેત્ર માં નોકરી ની શોધ માં હતા.અમે સાંજ નાં રોજ કનુભાઈ ને ત્યાં પહોંચી જતાં.ત્યાં બસ ભવિષ્ય માં શું કરીશું?ને આપણું શું થશે ? એ જ ચર્ચા રહેતી.કનુભાઈ પણ અમને સારી રીતે ઓળખતાકનુભાઈ નાં ત્યાં રોજ આવાનું હોવાથી તેમની સાથે મિત્રતા જેવો જ સંબંધ બની ગયો હતો.કનુભાઈ એ ચાં આપવા તેમ જ સાફ-સફાઈ માટે બે માણસો રાખેલા.પણ,ઘરાકી વધારે હોવાને કારણે તેમનાં થી પહોંચી વળાતું નહોતું.

એક દિવસ સાંજે હું ખૂબ કંટાળેલો હતો.લગભગ પાંચ થી છ ઇન્ટરવ્યુ આપ્યાં હતા,પણ નોકરી નો કોઈ મેળ પડતો નહોતો.તે દિવસ હુ કંટાળી એકલો જ કનુભાઈ ની ચાં પીવા પહોંચી ગયો.જઈને બેસી લમણે હાથ રાખી માથું નીચું કરી કનુભાઈ ને બૂમ મારી ,"એક કટીંગ આવા દે જો કનુભાઈ".થોડી વાર રહી એક બાળક નો અવાજ મારા કાન માં પડ્યો,"લો સાહેબ ચાં".હું

તરત જ સ્થિર થયો મારાં વિચારો માં થી ને જોયું તો,ગોરો વર્ણ,ભૂરા વાળ,માંજરી આંખો નિર્દોષ અને માસૂમ ચેહરો.બે ગજવા વાળી છીકણી રંગ ની ચડ્ડી નેકાળા રંગ નુ ફાટેલું ખમીશ પહેરી લગભગ આઠ વર્ષ નો બાળક મારી સામે ચાં લઈને ઉભો હતો.

મેં ચાં લીધી ને એની સામુ જોતો રહ્યો.તે ચાં આપી ને એક હળવું સ્મિત આપી જતો રહ્યો.મે ચાં પી ને તરત જ કનુભાઈ ને કીધું,"આટલા નાનાં બાળક પાસે તમે કામ કરાવો છો.બાળમજૂરી ગુનો છે,કનુભાઈ".કનુભાઈ એ કહ્યું,"મને ખબર છે.પણ એ કાલે સામે થી જ મારી પાસે આયો હતો.ને ખૂબ આજીજી કરી એટલે મે એને રાખ્યો છે."ભૂરો ત્યાં જ ઉભો આ બધું સાંભળી રહ્યો હતો,તેણે વચ્ચે પડી ને કહ્યુ,"હા સાહેબ,હા સાહેબ હું મારી મરજી થી કામ કરુ છુ."આ સાંભળી મે વાત આગળ લંબાવી નહી.હું ચાં નાં રૂપિયા આપી નીકળી ગયો.

ભૂરા નાં જવાબ માં મને ખુદ્દારી અને જીન્દાદીલી લાગી.એક વાત નું દુઃખ હતું કે આટલો નાનો બાળક મજૂરી કરે છે ને એક વાત નો આનંદ હતો કે સારું છે ભીખ તો થી માંગતો ને.ભૂરો રોજ સવારે દસ વાગે આવી જતો ને રાત નાં આઠ વાગે જતો.ચહેરા થી રૂપાળો ને સુંદર એટલો કે જાણે રાજા નાં કુંવર જેવો લાગતો.ભૂરો ધીરે-ધીરે ત્યાં આવતા ગ્રાહકો થી પરિચિત થતો ગયો ને ગ્રાહકો એનાં થી.ભૂરો નાનો હતો તેમજ બોલવામાં મીઠો તેથી દરેક ગ્રાહકને તે પ્રભાવિત કરતો.કામ પણ તે નાના હોવા છતાં સરળતાથી કરી લેતો ને તેની ઉમર કરતા વધારે જવાબદારી નિભાવી લેતો.ભૂરા ને નાચવાનો ઘણો શોખ બાજુ નાં પાન નાં ગલ્લાં પર જયારે કોઈ નૃત્ય વાળું ગીત વાગે એટલે ભૂરો નાચવાનું ચાલુ કરી દે.તે નાનો હોવાથી ને તેના માં નિર્દોષતા હોવાથી લોકો પણ તેને પ્રોત્સાહિત કરી વધાવી લેતા.બસ,પછી તો ભૂરો ધીરે-ધીરે લોકપ્રિય થવા લાગ્યો.તેની ચાં આપવાની એક અલગ અદા ખભા પર ગમછો રાખે ને કોઈ ફિલ્મી હીરો ની સ્ટાઈલ માં બધા ને ચાં આપતો ને પૂછતો જાય."બોલો કટીંગ કટીંગ કટીંગ..."એ કામ કરતાં કરતાં પણ એનું બાળપણ ઉજવી લેતો.ક્યારેય તેના ચેહરા પર થાક કે ઉદાસી નાં હોય.કામ કરવામાં પણ એટલો જ મહેનતુ.

બસ પછી તો ભૂરો આમ જ બધા નો લાડીલો ને લોકપ્રિય થવાં લાગ્યો.એનાં ચેહરા પર ક્યારે પણ થાક કે ઉદાસીનતા ના જોવાતી. તે બધાં ગ્રાહકો ને સારી રીતે સાચવી લેતો.નાનો હોવાને કારણે લોકો જોડે મજાક મસ્તી કરે તો પણ કોઈ ને ખોટું ના લાગતું.લોકો હવે ચાં થી વધારે ભૂરા ને જોઇને ફ્રેશ થઇ જાતા.ભૂરો એની મસ્તી માં જ કામ કરે જતો.કનુભાઈ તેને એ સમય માં દિવસ ની સીત્તેર રૂપિયા મજૂરી આપતા.કનુભાઈ પણ ભૂરા થી ઘણાં ખુશ હતાં.ભૂરો રોજ વહેલી સવારે નવ વાગે કીટલી પર આવી જતો ને સાંજે સાત વાગે જતો.

મે એકવાર કનુભાઈ ને પૂછ્યું,"ભૂરા ને તમે રાખો છો કે શુ કનભાઈ".એમણે જવાબ માં કહ્યું,"ના ભાઇ,અહિયાં ક્યાંક નજીક માં જ એની માં સાથે રહે છે."ને આ સાંભળી મને આશ્ચર્ય થયું તરત જ મારા થી બોલી જવાયુ "આ તે કેવી માં છે.જે આટલાં નાનાં છોકરા જોડે મજૂરી કરાવડાવે છે."કનુભાઈ એ કોઈ જવાબ નાં આપ્યો તે એમનાં કામ માં લાગી ગયા.મે પણ વાત આગળ ના વધારી ને ચાં ના રૂપિયા આપી નીકળી ગયો.

ચોમાસા ની એક સાંજે અચાનક જ વાતાવરણ વાદળ છાયું થઇ ગયું.જાણે વાદળો એ ભેગા મળી કાળી ચાદર થી સૂરજ ને ઢાંકી દીધો હોય.ને જોતજોતા માં તો મૂશળધાર વરસાદ તૂટી પડયો.કનુભાઈ ચાં ની કીટલી બંધ કરવા લાગ્યા.લોકો ઘરે જવા લાગ્યાં ને વરસાદ થી બચવા જગ્યા શોધવાં લાગ્યા.ભૂરો હું ને અમુક લોકો કીટલી માં આવી ને ઉભા રહી ગયા.લગભગ અડધો કલાક વરસાદ પડયો ને પછી બંધ થયો.ભૂરા એ તરત જ કનુભાઈ ને કહ્યું,"શેઠ હું નીકળુ છુ."કનુભાઈ એ કીધુ,"ઉભો રે ભૂરા.વરસાદ તો જો."મે પણ કનુભાઈ ની વાત માં સંમતી દર્શાવી અને ભૂરા ને કીધુ ,"ચલ મારી સાથે હું તને ઘરે મુકી જાવ."ભૂરો તૈયાર થઇ ગયો.ભૂરો મારી સાયકલ પાછળ બેસી ગયો ને અમે નીકળ્યા ભૂરા ને ઘેર જવા.હજુ એ બે કિલોમીટર મારી સાયકલ ચાલી હશે ને ભૂરા એ પાછળ થી મારી પીઠ થપથપાવતા કીધુ,"બસ,ઉભી રાખો મારું ઘર આવયુ."જેવી મે સાયકલ ધીમી કરી ભૂરો તરત ઉતરીે દોડતો થયો."મારું ઘર અહી નજીક માં જ છે.થેંક્યું"એમ કેહતો કેહતો તે સાયકલ પર થી ઉતરી દોડવા લાગ્યો પણ,મારી ઈચ્છા ભૂરા ની માં ને મળવાની હતી એટલે ભૂરા ને જાણ નાં થાય એ રીતે હું એનો પીછો કરવાં લાગ્યો.થોડે દૂર ગયા પછી એક નાની એવી ચાલી મા નાનુ એવુ મકાન જે ઝુંપડી થી થોડી સારી હાલત મા ને મકાન થી થોડી બિસમાર હાલત માં હતું.ભૂરા એ જેવો મકાન માં પ્રવેશ કર્યો.હું બારી પાછળ સંતાઈ ને જોવા લાગ્યો.ભૂરા નાં ઘર માં પ્રવેશતા જ એક અવાજ આવ્યો,"અરે મારો દીકરો.હવે મારા જીવ માં જીવ આવ્યો.હું તારી જ રાહ જોતી હતી.કેવો વરસાદ હતો ! હું છત્રી લઈ તને લેવા આવા નીકળી પણ છત્રી નો કાગડો થઇ ગયો.દીકરા તું ખૂબ નાનો છે.મને મારા કરતા તારી ચિંતા વધારે રહે છે.તું મારા ઓપરેશન ની ચિંતા છોડ,બેટા.તું પાછો નિશાળ માં જા,તારે ભણવું જરૂરી છે."આ શબ્દો ભૂરા ની માં ના હતા.ભૂરા એ વળતા જવાબ માં તેની માં ને કહ્યું,"માં આપણે અત્યારે મારા ભણતર કરતા રૂપિયા ની વધારે જરૂર છે.તારા ઓપરેશન માટે ને હું રૂપિયા કમાઈશ ને તારું ઓપરેશન જરૂર કરાવીશ."

હું બહાર બારી માં થી બધું સાંભળી રહ્યો હતો ને આખુ દ્રશ્ય નિહાળી રહ્યો હતો.હું પરિસ્થિતિ સમજી ત્યાં થી નીકળી ગયો.વરસાદ તો બંધ થઇ ગયો હતો.પણ વિચારો નો વરસાદ મારી અંદર ચાલુ થઇ ગયો હતો.એક આઠ વર્ષ ના છોકરા ની હિંમત એનો એની માં પ્રત્યે નો પ્રેમ અને એનો આત્મવિશ્વાસ બિરદાવા લાયક હતો.તે દિવસે આખી રાત મને ઊંઘ ના આવી.હું જીંદગી થી એટલે નિરાશ હતો કે આટલું ભણવા છતાં મને કોઈ સારી નોકરી મળતી નથી.મારા મિત્રો પણ કોઈ ને કોઈ બાબતે જીંદગી થી હેરાન હતા.ને આ નાનો આઠ વર્ષ નો છોકરો જેની સામે દુઃખ નો પહાડ છે.તેની સામે અમારું દુઃખ સોંય સમાન પણ નહોતું.ને આ છોકરો આટલો નાનો હોવા છતાં પરિસ્થિતિ નો આટલો હિંમત થી ને હસી ને સામનો કરે છે.બધા ને મનોરંજન કરીને હસાવીને રાખતા ભૂરા ને આટલું દુઃખ છે,એમ કોઈ કહી ના શકે.

મે સવારે કનુભાઈ ને આખી વાત વિગતવાર કરી.અમે ભૂરા ને જાણ ના થાય એ રીતે એના ઘરે ગયા ને બધી વાત જાણી.ભૂરા ની માં ને વાલ્વ નો પ્રોબ્લમ હતો.ને તેના ઓપરેશન માટે રૂપિયા ની જરૂર હતી.અમે ભૂરા ની માં ને કહ્યું તમે ભૂરા ને જણાવતાં નહી કે અમે અહીયા આવ્યા હતા.કનુભાઈ એ ભૂરા ની માં ના ઓપરેશન માં મદદરૂપ થવા સંમતી દર્શાવી.કનુભાઈ ની કીટલી પર ભાત-ભાત ના લોકો આવતા એમાં સમાજ સેવા સંસ્થા માં કામ કરતા લોકો પણ આવતા જેમની સાથે પણ કનુભાઈ એ વાત કરી ને તેમણે પણ મદદરૂપ થવા તૈયારી બતાવી.લગભગ એકાદ મહિના ની સમાજ સેવા સંસ્થા ની મહેનત અને સહાય તેમજ કનુભાઈ ની સહાય થી ભૂરા ની માં નું સફળ ઓપરેશન થયું.

આજીવિકા નું બીજું કોઈ સાધન ન હોવાને કારણે તેમજ માં નાં સ્વાસ્થ્યની જવાબદારી ને કારણે ભૂરો ભણી શક્યો નહી.હા,પણ તેને લખતાં,વાચતા આવડે છે.ભૂરો આજે ૨૫ વર્ષ નો છે.કનુભાઈ ની કીટલી ની જગ્યા એ આજે નાનું રેસ્ટોરનટ છે.કનુભાઈ કાઊનટર સંભાળે છે.ને ભૂરો રેસ્ટોરનટ ચલાવે છે.ભૂરા ની માં સ્વસ્થ છે,સારી જીંદગી જીવે છે.ભૂરો અત્યારે મારા કરતા વધુ કમાય છે.સાથે-સાથે સમાજ સેવા પણ ખુબ કરે છે.

ભણતર સમાજ ના ઘડતર માટે તેમજ ખુદ ના વિકાસ માટે ઘણું જરૂરી છે.પણ ગરીબાઈ ના લીધે કે કોઈ સંજોગ ને કારણે તમે ભણતર મેળવી ના શકો એનો અર્થ એ નથી કે જીવન માં તમે કશું નહી કરી શકો.કે જીંદગી ખલાશ થઇ ગઈ કે પતી ગઈ.જે ભૂરા ની મહેનત,લગન અને તેના આત્મવિશ્વાસ થી ભૂરા એ સાબીત કરી બતાવ્યું.આવો જ એક ભૂરો આપણા દરેક માં જ છે,બસ જરૂર છે એને બહાર કાઢવાની.

વિપુલ બોરીસા

બીજા રસપ્રદ વિકલ્પો