બાથરૂમ Vipul Borisa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાથરૂમ

આજે સવારે મારી સાત વાગ્યાયા ની હૈદરાબાદ ની ફ્લાઈટ હતી.હું સવારે છ વાગે અમદાવાદ હતો ને દસ વાગે હૈદરાબાદ.પાછી રાત્રે અગિયાર વાગે હૈદરાબાદ થી મુંબઈ ની ફ્લાઇટ હતી.હું રાત્રિના બે વાગે મુંબઈ ની એક હોટેલ માં હતો.

ટેક્નોલોજી,આધુનિકતા, માણસ આજે ટૂંક સમય માં દુનિયા નાં ગમે તે ખૂણા માં પહોંચી શકે છે.ટેક્નોલોજી નો વિકાસ કેટલો થયો છે.ગમે ત્યાં હોય મોબાઇલ ને ફોન ને કારણે ગમે ત્યારે વાત-ચીત સરળતા થી શક્ય બની શકે છે.ટેક્નોલોજી થી આજ-કાલ ઘણું બધું શક્ય છે.હા,પણ કોઈ નાં મન સુધી પહોંચવા તો માત્ર લાગણીની જ જરૂર પડે છે.એમાં કોઈ પણ પ્રકારની ટેક્નોલોજી કામે લાગતી નથી.

આજ-કાલ નો માનવી એક હાઈ-પ્રોફાઇલ ડિજીટલ વર્સ્સન થઈ રહ્યો છે.ગમે તેટલી ભીડમાં હોય અંદરથી તો એકલો જ હોય છે.અલગ-અલગ મોહરાઓ સાથે અલગ-અલગ સંબંધો સાચવે છે.સંયુક્ત કુટુંબ ની પરંપરા આજ-કાલ તૂટતી જઈ રહી છે.સ્વતંત્ર રહેવું લોકોને ગમે છે.છતાં એ સુખ એ ખુશી એ આઝાદી આજ માનવી નાં ચેહરા પર જોવા મળતી નથી.માત્ર ને માત્ર ભૌતિકતા ભોગવી રહ્યો છે,આજ નો માનવી.ડીપ્રેસન,એકલાપણું,નિરસતા ખાઈ રહ્યા છે,ધીરે-ધીરે.

ધ્યાન,યોગ વગેરે નાં કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે.આજ નો માણસ ખૂલીને બહુ ઓછો બહાર આવે છે.અને બહુ ઓછી વ્યક્તિઓ જોડે આવે છે.

લગભગ આજ નાં દરેક માનવીની પરિસ્થિતિ આજ-કાલ આવી જ છે.પણ,મારે આજે મારા ને કદાચ લગભગ ઘણાં બધાં માનવી નાં એક એવા મિત્રની વાત કરવી છે,જેની સાથે તે જયારે હોય છે,ત્યારે તેને શાંતિ ને અનુકૂળતા મળે છે.ને તે છે,"બાથરૂમ" હા "સ્નાનગૃહ".

આમ તો એક નિર્જીવ વસ્તુ,પણ આજ નાં માનવીના જીવન માં બહુ મોટુ કામ કરે છે.એ હું માનુ છું.માનવી એ દર્દ કે તકલીફ અંદર છુપાવી રાખવી ના જોઈએ.કોઈને કહેવાથી દર્દ ઓછુ થાય.અંદર રાખી રીબાઇ ને ના જીવવું,ખુલીને બહાર આવવું જોઈએ.પણ,આ મારી કલ્પના,મારા અનુભવ છે.

અત્યાર ની વાસ્તવિકતા પ્રમાણે ને મારી કલ્પના ને અનુભવ પ્રમાણે કદાચ બાથરૂમ જ એક એવી જગ્યા છે,જ્યાં માણસ હાશકારો અનુભવી ને લઈ શકે છે.સાચું કહું મને મારુ બાથરૂમ ખૂબ ગમે છે.સવારે ઉઠતાની સાથે હું ઈશ્વર પહેલાં એના દર્શન કરું છું.એ મને એક એવા એકાંત અને પ્રાઇવેસી આપે છે કે હું ખુદ હું હોવાનો અનુભવ કરી શકું છું.ત્યાં મને કે મારાં વિચારો ને કોઈ શરમ નડતી નથી.રાતે સપનામાં આવેલી મારી પ્રિયસી નો ચેહરો હું સવારે બાથરૂમ માં સ્પષ્ટપણે અનુભવી શકું છું.ત્યાં મને કોઈ પણ પ્રકારની રોક-ટોક હોતી નથી.આજ આખો દિવસ શું કરવું,નવી યોજના,નવાં વિચાર મને ત્યાં જ મળે છે.હું ખૂબ ખુશ હોઉં તો મારી ખુશી મારા ચેહરા પર ના ભાવ ને સ્મિતને સૌ પ્રથમ એજ સ્પર્શે છે.મારા ઠીક-ઠાક સૂરમાં ગાયેલા ગીતો ને પણ તે જ આવકાર આપે છે.સાચું કહું તો મને નવું-નવું લખવાની,નવી કવિતા કે ગઝલ લખવાની શબ્દરૂપી તાજગી ત્યાંથી જ મળે છે.

મેં ક્યાંક વાંચ્યું કે સાંભળ્યું હતુ કે,અભિનેતા શાહરુખ ખાન નાં બંગલા "મન્નત" માં એમણે એમનું ખૂબ વૈભવશાળી ને અલાયદા બાથરૂમ બનાવ્યું છે.કોઈ પણ નવા સીન નો અભિનય કઈ રીતે કરવો તેની રિહર્સલ એ પોતે એ બાથરૂમમાં એકલા જ કરે છે.એમનું એવું માનવું છે કે બાથરૂમ ની પ્રાઇવેસી માં એમની વિચારશક્તિ વધારે ને સારી હોય છે.

કદાચ,ગાંધીજી એ પણ એવું કહેલું છે,જો તમને સૌથી શાંત વાતાવરણ ને એકાંત જોઈતો હોય તો એ જગ્યા તમારા બાથરૂમ સિવાય બીજી કોઈ જ નથી.આમ જોવાતું આ નિર્જીીવ બાથરૂમ ખરેખર મને તો મારા જીવન માં એક સાચા મિત્રરૂપી મદદ કરે છે.મારા ઉત્સાહ તેમજ મારા ખાલીપણા બેય ને તે એકદમ સરખી રીતે સાચવે છે.તેમજ નિયમિતપણે સાચવે છે.એવી રીતે જાણે કે એક માં પોતાના પુત્રને અને એક પ્રેયસી પોતાના પ્રેમીને સાચવતી હોય.ઘણી વાર તો એવો અનુભવ થાય આ કોઈ દીવાલો નથી.પણ મને આધાર આપતી મારીસંજીવનીઓ છે.માત્ર,અમુક સમય જ આમની સાથે હોઉં છું તોય એવું લાગે કે જાણે કેટલોય ગાઢ સંબન્ધ ના હોય.

મારી દરેક સ્થિતિ નો સૌ પ્રથમ અનુભવ મેં તેની સાથે જ કર્યો છે.બાળપણ નીી માસુમ,નિસ્વાર્થ મસ્તી તેમજ જવાની ના જોશ,ખુમારી અને ધીર-ગંભીર એકલતા પણ મેં તેની સાથે જ અનુભવી છે.ઉંમરના દરેક પડાવની જાણ સૌ-પ્રથમ મને તે જ કરાવે છે.મૂંછ નો પહેલો દોરો ફૂટવો,પ્રેમની મસ્તી માં કિશોર અને રફી નાં ગીતો ગાવા,અને ડૂસકે-ડૂસકે રડવું.હાં રડવું,શું કરૂં યાર,પુરૂષ છું ને બધા સામે રડી નથી શકતો.અને આ બાબતમાં કદાચ મારો નહીં વિશ્વનાં દરેક પુરૂષ નો અનુભવ હશે કે એ બાથરૂમ માં ક્યારેક તો એકલો જરૂર રડ્યો જ હશે.જીવન માં અમુક વ્યથા,દર્દ કે અમુક વાતો એવી હોય છે,જયારે તમે એ કોઈને કહી શકતાં નથી,કોઈને પણ નહી.ત્યારે આ બાથરૂમ જ તમને સંભાળે છે.હા,માત્ર મારા બાથરૂમે જ મને ડૂસકે-ડૂસકે રડતો જોયો છે.એની દીવાલોએ મારા આંસુઓની ખારાશ અનુભવી છે.અને ત્યારે મને સંભાળ્યો પણ છે.જાણે કોઈ માં પોતાનાં નાના બાળકને ખોળામાં લઈને સંભાળતી હોય અસલ એવી જ રીતે.

હા,આમ તો નિર્જીવ છે,પણ મારા મતે તો બાથરૂમ નું જીવન માં ઘણું મહ્ત્વ છે.જે રીતે આ નિર્જીવ આપણ ને સાચવી શકે છે.એવી જ રીતે કોઈ સજીવ સાચવી શકે ? આ પ્રશ્ન મેં મારી જાત ને ઘણીવાર કર્યો,પણ આ તો નિર્જીવ છે એટલે તમે જે કરો એ બધું એને ગમે ને ઍ ચલાવી પણ લે.સજીવ હોય તો તેની પોતાની પણ અપેક્ષા અને જરૂિયાત હોય ને.પણ,હા સંબંધ તો તમે જે રીતે નિભાવી શકો એના પર આધાર રાખે પછી એ સજીવ હોય કે નિર્જીવ,વસ્તુ હોય કે કોઈ પાત્ર હોય.

આ તો મેં મારા અનુભવની વાત કરી , હું કોઈ મોટો લેખક કે કોઈ ફિલોસોફર નથી.પરંતુ મને એવું લાગ્યું કે અમુક નિર્જીવ જગ્યા,વસ્તુુઓ પણ આપણાં જીવનમાં ઘણું મહત્વ ધરાવતી હોય છે.તેમજ જીવન ખરેખર કઈ રીતે જીવવું એ શીખવાડી પણ જતી હોય છે.અને આજે ઑગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર એટલે કે પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણે,"ફ્રેન્ડશીપ ડે".આમ

તો સંબંધ નિભાવવા ને બતાવા માટે દિવસો ની જરૂર પડે એવું માનતો નથી.આ તો આજ-કાલ પશ્ચિમી ચલણ અહીંયા પણ ચાલી રહ્યું છે,એટલે થયું લાવ કોઈ એવા મિત્ર વિષે લખું જે ન હોવા છતાં પણ જીવનમાં ઘણું બધું મહત્વ ધરાવે છે.એટલે કે નિર્જીવ હોવાં છતાં તે ક્યારેક મિત્ર,ક્યારેક પ્રેયસી,ક્યારેક મા,તો ક્યારેક એક વડીલ ની જેમ તમારી સાથે રહે છે અને તમને એનો આભાસ કરાવે છે.

જો તમને મારો આ વિચાર ગમે તો તમારા પણ વિચાર જણાવશો.બાકી તો કંઈક નવાં લેખનનાં પ્રયાસ સાથે આગળ મળતા રહીશું.

આભાર સહ,

વિપુલ બોરીસા