અમદાવાદ,ભારત માં આમ તો ઘણા વિકસિત શહેરો છે.પણ,અત્યારે જો કોઈ શહેર આ સ્પર્ધા માં ઝડપ થી આગળ વધી રહ્યું હો,તો એ અમદાવાદ છે.અહી ની રહેણી-કરણી બીજા બધા શહેરો થી કંઈક અલગ તરી આવે છે.અહી તહેવાર ઉજવવાની જીવન જીવવાની એક અલગ અદા એક અલગ અંદાઝ છે.તેનુ કારણ અહીનાં લોકો માં સંપ વધારે છે.અહિયાં વર્ષો થી પોળ કલચર ચાલે છે,એટલે.પોળ ની એક આગવી વશિષ્ટતા છે,ભલે આમ કેટલાય ઝઘડતાં હોય પણ,કોઈ કામ વખતે,તહેવાર કે પ્રસંગ સમયે તે બધાં એકબીજા સાથેજ ઉભા હોય.
જો કે હવે અમદાવાદ માં પોળ બહુ ઓછી રહી છે.ધીરે-ધીરે લોકોનું સ્થળાંતર હવે અમદાવાદ નાં નદી પેલે પાર નાં વિસ્તારો માં થઇ રહ્યું છે.લોકો હવે સોસાયટીઓ માં ને એપાર્ટમેન્ટ માં રહેતા થયા છે.પોળ નાં મકાનો નો ઉપયોગ હવે ગોડાઉન ને દુકાન બનાવા થઇ રહ્યો છે.
પણ,કલચર તો હજુ એવુજ છે.પહેલા લોકો પોળ નાં નાકે ભેગા થતા.હવે,લોકો સોસાયટી કે પાન ના ગલ્લે,કે ચાં ની કીટલી એ ભેગા થાય છે.અમદાવાદ ની જીવનશૈલી નું એક વિશીષ્ટ પાસું છે,મંડળ એટલે કે ગ્રુપ અને બેઠક.અમદાવાદ માં લગભગ દરેક યુવાધન ને ગ્રુપ ને બેઠક તો હોય જ.કેહવાનો અર્થ એ છે કે ગ્રુપ એટલે કે મિત્રો નું એક સંગઠન.મિત્ર,મિત્રો એ દરેક નાં જીવન માં હોય છે.મિત્રતા એ જીવન નું એક મહત્વ નું પાસુ છે.અમદાવાદની જીવનશૈલી માં મિત્રો નું ગ્રુપ તેમજ તે ગ્રુપ ની કોઈ એક ચોક્કસ જગ્યા એ બેઠક એ લગભગ હોય જ છે.જાણે કે એક અનિર્વાય બાબત હોય તેમ.જો કે આ લાક્ષણીકતા માત્ર અમદાવાદ ની જ છે એવું નથી.દરેક વ્યક્તિ નાં જીવન માં મિત્રો તેમજ તેમની મુલાકાત નું કોઈ ચોક્કસ સ્થળ હોય જ છે.પણ,હું અમદાવાદ થી જોડાયેલો છું એટલે તેમજ અહીનાં લોકો માં મેં આ પ્રકાર નો સ્વભાવ વધારે જોયો છે.
પરંતુ અહિયાં વાત મારે એવી વ્યક્તિ ની કરવાની છે.જે પ્રકાર ની વ્યક્તિ લગભગ દરેક ગ્રુપ માં હોય છે.દરેક મિત્રવર્તુળ માં એક એવી વ્યક્તિ લગભગ હોય છે,જેને દુનિયા નાં દરેક અનુભવ થયા હોય છે.જે ઘટના તમારી સાથે થઇ હોય તેવા પ્રકારની જ ઘટના તેની સાથે બની ચુકી હોય છે.કોઈ પણ વિષય હોય એ વ્યક્તિ ને ખબર હોય કે ના હોય તોય સલાહ અને વિશેષ ટીપ્પણી એને આપવાની જ હોય છે.તે વ્યક્તિ ભલે આમ કશુ ના હોય પણ,પોતે એવો ડોળ કરતો તોય છે,જાણે દરેક બાબત માં નિષ્ણાત છે.પોતાની મોટાઈ ને બડાઈ બતાવાની એને હરહમેશ ટેવ હોય છે.આવા પ્રકાર ની વ્યક્તિ કે જેને મેં "વિભૂતિ" નામ આપ્યું છે.આ વાત એક આવા જ "વિભૂતિ" ને તેના મિત્રવર્તુળ ની છે.અમદાવાદ નાં નદી પાર નો વિસ્તાર તે સમયે ડેવલોપ થઇ રહ્યો હતો.લોકો પોળ છોડી તે બાજુ સ્થળાંતર થઇ રહ્યાં હતા.તે સમયે મકાન સસ્તાં ને પોળ કરતા મોટા મળી રહ્યાં હતા.બસ,આવા જ એક નવા વિસ્તરેલા ભાગ માં સાત થી આઠ મિત્રો નું એક ગ્રુપ.બધાં જ એકસરખી વય નાં છોકરા ઓ શહેર નાં અલગ-અલગ સ્થળે થી ત્યાં રહેવા આવ્યા હતા તેમના પરિવાર સાથે.બધા ધીરે-ધીરે મોટા થતા ગયા ને તેમની વચ્ચે ગાઢ મૈત્રી બંધાતી ગઈ.તેમનું એક ગ્રુપ બની ગયું.હરવા-ફરવાં,રમવા બધા સાથે જ હોય.તહેવાર માં કે કોઈ પણ પ્રસંગ બધા એકસાથે જ હોય.
બસ,આમ સમય વીતતો ગયો અને બધા મોટા થતા ગયા.હવે આ મિત્રો મોટા થઇ ચૂક્યા હતા.ઉંમર અને સમજણ બધી બાબતો માં પરિપક્વ થવાનો તેમનો સમય હતો અને થઇ પણ રહ્યા હતા.દરેક પોત-પોતાની બુદ્ધિશક્તિ અને જ્ઞાન થી અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા હતા.કોઈ કોમર્સ મા સ્નાતક થયો હતો.કોઈ સાયન્સ માં સ્નાતક થયો હતો.તો કોઈ એ એન્જીનીયર ની પદવી પણ મેળવી હતી ને કોઈ એ અભ્યાસ અધુરો પણ મુકી દીધો હતો.પરંતુ દરેક જણ નાની મોટી નોકરી પર લાગી ગયા હતા.
માત્ર અમારા એક અને માત્ર એક "વિભૂતિ" કશું ખાસ નહોતા કરતા.નામ -"માનવ" ,શિક્ષણ - કોમર્સ માં બીજા વર્ષ સુધી અભ્યાસ કરી છોડી દીધેલું.લોકો ને બતાવા ખાતર મકાન ને જમીન ની લે-વેચ નું કામ કરે.આમ એક રીતે કહીએ તો જમીન ની દલાલી નું કામ.આ કામ માં ના કોઈ નાણા રોકવા પડે,ના ભણતર ની જરૂર,કે કોઈ મોટી આવડત ની.માનવ આમ સ્વભાવ નો રમૂજ ને વાતોડિયો.મન નો ભોળો,ગમે તે સમયે મદદે ઉભો રહે.ભલે રૂપિયા થી નહી પણ બીજી રીતે કામ માં આવે ખરો.આખો દિવસ ચાં ની કીટલી એ બેસી બસ ગપ્પાં હાંકે રાખવાના.કોઈ નાં સંપર્ક થી મકાન કે જમીન વેચવાની કે ખરીદવાની જાણકારી મળે તો ગ્રાહક ને ત્યાંજ કીટલી પર બોલાવી બતાવી આવાનુ.
માનવ નાં પિતા બેંક માં ક્લાર્ક હતા ને માતા માધ્યમિક શાળા માં શિક્ષિકા.માનવ તેમ નો એક નો એક દીકરો હતો,તેથી તેને લાડકોડ થી ઉછેરેલો.ઘર માં આર્થિક પરિસ્થિતિ સારી હોવાને કારણે માનવ પર કોઈ જવાબદારી નહોતી ને તે જીવન માં એટલો ગંભીર પણ નહોતો.બસ,દલાલી ને કારણે તે એનો હાથ ખર્ચો નીકાળી લેતો.પરંતુ આમ પાછો એ ઉત્સાહી હતો.કોઈ પણ કાર્યક્રમ નું આયોજન હોય,બહાર હરવા-ફરવા જવાનું હોય,બધા ને ભેગા કરવાના હોય તે હંમેશા આગળ જ હોય.ફક્ત પોતાની બડાઈ મારવી,ઊચા ઊચા ગપ્પાં મારવા,દરેક બાબત માં તે જ નિષ્ણાત હોય,તેમજ બધા ને સલાહ આપવી,આવા અમુક ગુણો તેના માં ખૂબ ખોટા હતા.પણ,આવા ગુણો ને કારણે જ તેને "વિભૂતિ" નામ અપાયું હતું તેનાં મિત્રો તરફ થી.
રોજ આખો દિવસ કીટલી પર જ હોય ને રાતે બધા કરતા વહેલો જમીને બેઠક પર પહોંચી જાય ને બીજા મિત્રો ને ફોન કરી બોલાવે ને પોતાની દિનચર્યા વાગોળે તેમજ મોટી મોટી હાંકે.દરેક ને ખબર હતી કે આ ગપ્પાબાજ છે.તોય તેને કોઈ ઉતારતું નહી,એની વાતો સાંભળી બધા મિત્રો પોતાનું ટેન્સન ભૂલી હળવા થઇ જતા.આખા દિવસ નો થાક ઉતરી જતો.લોકો ને ખબર હોવા છતાં તેને લોકો જોશ પૂરતા તેની હા માં હા મિલાવતા.
આ મિત્રવર્તુળ માં એક "ભાર્ગવ" ના નામે સદસ્ય હતો.ભાર્ગવ એકદમ શાંત સ્વભાવ નો હતો.ભાર્ગવ જયારે દસ વર્ષ નો હતો ત્યાર જ તેનાં પિતા હ્રદયરોગ ના હુમલા થી મૃત્યુ પામ્યા હતા.ભાર્ગવ ની માં એ ખૂબ મહેનત અને મજૂરી કરી ભાર્ગવ અને તેની બહેન ને મોટા કર્યા હતા.ભાર્ગવે તેની માં ની તકલીફ,મહેનત બધું જ જોયું અને અનુભવ્યું હતું.તે તેની નાની ઉંમર માં જ પરિપક્વ થઈ ગયો હતો.આ દુનિયા માં કેવી રીતે જીવાય એની તેને સમજણ અને ખ્યાલ હતો.તેને સાયન્સ માં પદવી મેળવી હતી.તે એક દવા ની કંપની માં એમ.આર. હતો.પણ તેને માનવ ની આ ગપ્પાબાજી સહેજ પણ નહોતી ગમતી.તે સ્વભાવ માં માનવ થી એકદમ વિરુદ્ધાર્થી હતો.લોકો માનવ ને ચડાવી વધારે ગપ્પાબાજી કરાવતા અને આનંદ લેતા તે પણ ભાર્ગવ ને સહેજ પણ ગમતું નહી.તે શાંત અને ચૂપચાપ જ રહેતો.માનવ પણ તેની સાથે જીભાજોડી કરતો નહી.
એક દિવસ રાતે બધા મિત્રો નું મન ચાં પીવાનું થયુ.બધા ચાં પીવા નીકળ્યાં રાત ના લગભગ બાર એક વાગ્યા હતા.નવરાત્રી સમાપ્ત થઇ હતી ને દિવાળી નું આગમન થઇ રહ્યું હતુ.તેને કારણે બજાર માં ભીડ અને રોશની તેમ જ જાહોજલાલી જેવું વાતાવરણ હતું.બા મિત્રો શહેર તરફ ચાં પીવા નીકળ્યાં.ગુલાબી ઠંડી ની પણ શરૂઆત થઇ ગઈ હતી.ચાં પીધા બાદ બધા મસ્તીએ ચડ્યા એકબીજા ની ઠેકડી ઉડાડી મજાક કરતા હતા.અચાનક મજાક-મજાક માં માનવ અને ભાર્ગવ વચ્ચે બોલાચાલી ઉગ્ર બની અને તેનું સ્વરૂપ ઝગડા એ લીધું.ભાર્ગવ થોડો ગરમ સ્વભાવ નો હોવાથી તેનાથી નાં રેહવાયું તેણે ગુસ્સામાં ને ગુસ્સામાં માનવ ને કહ્યુ,"તું તો એક નંબર નો ગપ્પાબાજ અને ફેકું છે.તે જીવન માં અત્યાર સુધી કશુંજ નથી કર્યું.માં-બાપ ના પૈસે તાગડધિન્ના કરે છે.આ બધા પણ તારી મસ્તી જ લે છે.તું શૂન્ય છે.શૂન્ય."વાતાવરણ માં નીરવ શાંતિ ફેલાઈ ગઈ.માનવ સ્તબધ થઇ ગયો.તે ઝડપ થી ત્યાં થી એકલો નીકળી ગયો.ભાર્ગવ પણ નીકળી ગયો.બાકી નાં મિત્રો પણ ચૂપચાપ ઘર તરફ નીકળી ગયા.
ભાર્ગવ વાસ્વિકતા માં જીવતો છોકરો હતો.તેણે દુનિયા નાં ઉતાર-ચડાવ જોયેલા હતા.જયારે માનવ ને હજુ સુધી કોઈ એવી તકલીફ કે દુઃખ સ્પર્શયા નહોતા.તે એક શેખચિલ્લી ની રીતે જીવતો હતો.તે દિવસ પછી ત્રણ દિવસ સુધી માનવ કોઈ ને મળવા ના આવ્યો કે કોઈ મિત્ર નો ફોન પણ પર સંપર્ક ના કર્યો.ભાર્ગવ પણ આવીને ચૂપચાપ બેસી જતો રહેતો.ગ્રુપ એકદમ શાંત અને નિરસ થઈ ગયું જાણે.ભાર્ગવ નો ગુસ્સો શાંત થયો ને તેણે સામે થી માનવ ને મળવા ઘરે ગયો ને તેની માંફી માંગી.માનવ નો સ્વભાવ મૃદુ હતો તે માની ગયો.પછી ભાર્ગવ પોતે માનવ ને લઈને બેઠક પર ગયો.બધા મિત્રો આ દ્રશ્ય જોઈ આનંદ માં આવી ગયા.બધા એકબીજા ને અને માનવ અને ભાર્ગવ ને ભેટવા લાગ્યા.એ રાત પણ દિવાળી ની રાત હતી.બધા મિત્રો ને દિવાળી સાથે ભેગા થવાનો પણ અલગ આનંદ હતો.એ આખી રાત મિત્રો એ ખૂબ શાનદાર અને યાદગાર રીતે ઉજવી.
બધાં જ મિત્રો નું જીવન પાછું રાબેતા મુજબ ચાલવા લાગ્યું.માનવ હજુ એવો જ છે સ્વભાવ થી તેનામાં કોઈ પણ જાત નો ફર્ક નથી પડ્યો.હા,ભાર્ગવ નાં સ્વભાવ માં ઘણો ફર્ આવ્યો છે.તે હવે હસે છે.પહેલાં કરતાં ઘણું વધારે.
શું થયું?આખી વાર્તા વાચી."વિભૂતિ" મે અગાઉ કહ્યું એ પ્રમાણે આવા પ્રકાર ની વ્યક્તિ દરેક નાં જીવન માં હોય જ છે,કોઈ નાં મિત્રવર્તુળ માં,કોઈ ના સગાસબંધી કે પરિવાર માં,કોઈ નાં ઓફીસ કે કાર્યાલય કે ક્યાંક ધંધા માં કે કોઈ પણ રીતે આવી વ્યક્તિ સંપર્ક માં કદાચ તો હોય જ છે.પણ અત્યાર ના માનવ ને આ વાર્તા ના પાત્ર માનવ (વિભૂતિ) ની જરૂર છે.અત્યાર નો માનવી સામાજિક,આર્થિક,શારીરિક બધી રીતે સંકુચિત થતો જાય છે.લાગણીઓ,હાસ્ય,પ્રેમ બધું નહીવત થતું જાય છે.ત્યારે આવી વ્યક્તિ ભલે ખોટું બોલી ગપ્પાં મારી તમને સાચું જીવડાવી જાય છે.ભલે ઘડી બે-ઘડી પણ એની મજાક માં તમારું સાચું છુપાયેલું હાસ્ય નીકળે છે.ભાર્ગવે એ જ જોયું તેના મિત્રો માનવ વગર નિરસ થઈ ગયા હતા.તેના જીવનમાં પણ ઘણી તકલીફો હતી પણ તેને પણ માનવ ના લીધે હસતા આવડ્યું.
બસ જીવન જીવવા જેવું જયારે મળે જીવી લો દિલ થી.