વિષ્ણુ મર્ચન્ટ - 12 Chetan Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ્ણુ મર્ચન્ટ - 12

“વિષ્ણુ મર્ચન્ટ”

પ્રકરણ – 12

હુ બરોડા પહોચ્યો. અમનના ઘરે રોકાયો. બીજા દિવસે અમારે આર્યાને મળવા જવાનુ હતુ.

રાત્રે એજ યુસુયલ સિવાસ રિગલ ખૂલી. ધીરે ધીરે પેગ બનવા લાગ્યા. આમ તો મને મારી લીમીટ ખબર હતી પણ એ દિવસે આમપણ મન ગૂંચવાયાલુ, ઉદાસ હતુ એટલે લીમીટ ચૂકી ગયો અને મનમા લાગણીની સુનામી આવી ગઇ, લાગણીના ઊંચા ઊંચા મોજા મનને તરબતર કરવા લાગ્યા અને ઊભરાઇને આંખો વાટે અવિરત વહેવા લાગ્યા.

મે અમન આગળ મન ખોલી નાખ્યુ.

અમન કંઇ ના બોલ્યો બસ સાંભળી રહ્યો. મે એ રાત વિષે પણ અમનને કહ્યુ જે મે અને આર્યાએ સાથે વિતાવી.

“ડુ યુ લવ આર્યા?”

“હા”

“તો પછી ચલ અત્યારેજ આર્યાના ઘરે”

“અત્યારે?”

“તુ એને ચાહે છે તો પ્રેમનો ઇકરાર અત્યારેજ કરી દે, કદાચ કાલે આપણે જઇએ ને એ તને એના ફિઆન્સ જોડે ઇન્ટ્રોડ્યુસ કરાવી દે, ચલ અત્યારે”

“આર યુ સ્યોર, અમન”

“યેસ, તુ ચલ” એણે મારો હાથ પકડ્યો અને મને ઊભો કર્યો.

“અમન, એને ફોન તો કરી દઇએ”

“સરપ્રાઇઝ”

“ના યાર એના પપ્પા મને જોશે તો અકળાશે, એક વાર ફોન કરી દઇએ”

“ત્યા જઇને ફોન કરીશુ”

અમે પહોંચી ગયા. એના ઘરની બહાર ઊભા રહ્યા.

“આર યુ રેડી, વિષ્ણુ?”

“યસ” આંખો બંધ થઇ ગઇ, મુઠ્ઠીઓ વળી ગઇ.

એણે આર્યાને ફોન કર્યો. આર્યા બહાર આવી. એણે મસ્ત વાયોલેટ કલરની ટી-શર્ટ અને મેંચીંગ લહેંગો. મસ્ત લાગતી હતી.

“વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ”

આર્યા અમને બંન્નેને ભેટી પડી.

“આર્યા”

“અમન”

અમે બંન્ને થોડા થોડા ડોલતા હતા.

“પાર્ટી?”

“હા”

“સિવાસ રીગલ?”

“હા”

“સાલા બેવડાઓ”

“આર્યા, ધેર ઇઝ સરપ્રાઇઝ ફોર યુ” અમન

“શુ સરપ્રાઇઝ છે?”

“બોલ વિષ્ણુ”

હુ તો એકદમ ચૂપ થઇ ગયો. જીભ ઉપડીજ નહિ. અવાજ ના નીકળ્યો.

“બોલ વિષ્ણુ”

બંન્ને મારી સામે એકીટસે જોઇ રહ્યા હતા. આર્યા મારી આંખો જોઇને સમજી ગઇ.

એ ધીરેથી બોલી.

“બોલી દે વિષ્ણુ”

શાંતિ ડહોળાઇ.

“આર્યા”

અમારુ ધ્યાન અવાજની દિશામા ગયુ.

“ઓહ વિહાન, આવ”

હુ અને અમન બંન્ને વિચારતા હતા કે આ વળી કોણ.

“મીટ માય સરપ્રાઇઝ, માય ફીઆન્સ, વિહાન”

એકજ સેકન્ડમા સિવાસ રીગલ ઉતરી ગઇ. કોઇએ તીક્ષ્ણ હથિયાર હ્રદયની આરપાર કરી દીધુ હોય. એક સીસકારી છુટી ગઇ પણ એ અંદરજ ધરબાઇને રહી ગઇ.

“આને માટેજ મે તને બરોડા બોલાયો હતો, આમતો કાલે મળવાનુ હતુ પણ તમે બે આવી ગયા એ સારુ કર્યુ”

પછી ના તો એણે મારા સરપ્રાઇઝ વિષે પૂછ્યુ ના મે કહ્યુ.

“ચલો અંદર”

“ના બસ, કોલે મળીએ”

એટલામા એના પિતા આવ્યા.

“કોણ છે? અરે આ તો પેલો વાપી વાળો છે ને, અહીંયા શુ કરે છે, તને એ દિવસેજ ના પાડી હતી ને કે આની જોડે કોઇ સંબંધ ના રાખીશ”

“મારો ફ્રેન્ડ છે”

અમે વધારે સમય ના બગાડતા નીકળી ગયા.

અમનના ઘરે જઇને પાછો પીવા બેસી ગયો. આંસુ રોકાતા નહોતા. અમને પણ એકલો છોડી દીધો. આખી રાત હુ સૂઇ ના શક્યો. એ દિવસથી મારી પડતીની શરૂઆત થઇ. એક બાજુ સમાજમા કોઇ છોકરી બાકી નહોતી, જે બાકી હતી એના મા-બાપ મારી સાથે લગ્ન કરાવવા તૈયાર નહોતા. બીજી બાજુ આર્યા પણ હવે લગ્ન કરવા જઇ રહી હતી જે મારી છેલ્લી આશા હતી.

મને અંદેશો નહી, વિશ્વાસ થઇ ગયો હતો કે મારા લગ્ન નથી થવાના.

“આર્યાના લગ્ન”

આખરે એ દિવસ આવી ગયો. હુ હજી એજ અસમંજસમાં હતો કે જઉ કો ના જઉ. હુ તૈયાર હતો, બેગ પેક હતી પણ પગ ઉપડતા નહોતા. આર્યાને બીજા કોઇની થતા દેખવાની હિંમત મારામા નહોતી. એક અજાણી લાગણી મને રોકતી હતી.

ફોન રણક્યો. વિચારોની ગતિ અને તીવ્રતાને બ્રેક વાગી.

“આવે છે?” અમન

“બસ નીકળુ છુ”

મનમા ઊઠતા વિચરોને ક્યાંક કેદ કરવાનો પ્રયત્ન કરતો હુ ઊભો થયો. બાથરૂમમાં ગયો, મોઢુ ધોયુ, અરિસામાં આંખમા આંખ મીલાવી, ઊંડો શ્વાસ લીધો. મનમા ઉઠતા આક્રંદ દાબી નીકળી ગયો.

મારુ મન જાણે છે અમદાવાદ થી બરોડાની એ બે કલાકની મુસાફરી મે કેવીરીતે કરી હતી. પ્રેમીકાના મૃત્યુ બાદ અગ્નિસંસ્કારની રાહ જોતા એ પ્રેમી જેવુ લાગ્યુ. એક એક સેકન્ડ જાણે એક એક સદી. વિચારોનો અવિરત પ્રવાહ જે મનને કોઇ એક વિચાર પર ટકવા ના દે. મન જોળે રમ્યા કરે એને સતાવ્યા કરે. જેવુ એ વિચારને પકળવાનો પ્રયત્ન કરીએ, ધ્યાન ચૂકવી નવો વિચાર પધરાવી દે તો કોઇ વાર અચાનક વિચારોનો પ્રવાહ અટકી પડે, મન ખાલી ખમ થઇ જાય. શૂન્યમનસ્ક.

હુ પહોંચી ગયો.

મે દુ˸ખના જ્વાળામુખીને મનમા દાબી દીધો અને ચહેરા પર સ્મિત સાથે એને ભેટવા ગયો પણ એ મને અનદેખો કરીને નીકળી ગઇ. હુ એને જાણતો હતો. એ ગુસ્સામા હતી. મારુ કામ હતુ હવે એને મનાવવાનુ.

એક પણ મીનીટ ના બગાડતા હુ એની પાછળ ભાગ્યો. મે એને કેટલી વખત બોલાવી પણ એણે મારી સાથે વાત ના કરી પણ હુ એને આટલો જલ્દી છોડી દઉ એમાનો નહોતો. એને પીછો કરતો કરતો હુ એના રૂમ સુધી પહોચી ગયો.

“આર્યા”

“મારી સાથે વાત ના કરીશ”

“આઇ એમ સોરી આર્યા”

“કેમ?”

હુ જાણતો હતો એ મને મોડા આવવાનુ કારણ નહોતી પૂછતી.

હુ કંઇ બોલુ એ પહેલા એના મમ્મી આવી ગયા.

“વિષ્ણુ?”

“કેમ છો આન્ટી?”

એમણે માથુ ધુણાવ્યુ.

“ચલ બેટા પીઠીનો સમય થઇ ગયો છે, તૈયાર થઇ જા”

આર્યા અંદર ચાલી દઇ અને હુ બહાર. બસ બંન્નેની આંખો મળી.

એક પછી એક વીધી થવા લાગી. જ્યારે જ્યારે મારી અને આર્યાની આંખો મળતી પ્રેમ અને ફરીયાદોનો એક અદ્રશ્ય સેતુ બની જતો.

સાચી વાત કહુ તો એકવાર એવો પણ વિચાર આવ્યો કે આર્યાને લઇને ભાગી જઉ કે પછી આર્યાને કહી દઉ કે તુ લગ્ન કરવાની ના પાડી દે પણ હિંમત ના ચાલી. આર્યાના પિતા સમાજમા મોભાવાળા વ્યક્તિ હતા, રાજકારણમા પણ એમની પહોંચ હતી એવામા હુ જો આવુ કોઇ પગલુ ઉઠાવુ તો આબરૂના નામ પર અમારી હત્યા થઇ જાય કે પછી ખોટા કેસમા ફસાવી દે તો મારા લગ્ન તો દૂરની વાત છે, કોઇ વાત પણ ના ચલાવે.

આખરે એ દિવસ આવી ગયો.

“વિષ્ણુ તુ કહે તો આર્યાને વાત કરુ, તમને બંન્ને ભગાડવામા હુ તમારી મદદ કરીશ”

હુ આછુ હસ્યો, એના ખભા પર હાથ મૂક્યો પછી એને ભેટી પડ્યો.

“વિષ્ણુ, આર્યા બોલાવે છે”

હુ આર્યાના રૂમમાં ગયો. પાનેતરમા સજ્જ આર્યા એવી લાગતી હતી જાણે શ્રાવણ મહિનાની એ પરોઢ, ઝરમર વરસાદ સાથે ક્ષિતિજમાં ઉગતા સૂરજનો આછો લાલ પ્રકાશ.

અરિસામા મારી અને આર્યાની આંખો ટકરાઇ. સવાલો અને ફરિયાદોનો પ્રવાહ ચાલુ થયો એટલે મે નજર ફેરવી લાધી.

“વિષ્ણુ...... ઓ વિષ્ણુ” શિવાંગી

“બોલ”

“ક્યા ખોવાઇ ગયો?”

“અરે કંઇ નહિ બોલ”

“બધાના લગ્ન થઇ ગયા, આર્યાના પણ આજે થઇ જશે, તુ ક્યારે બોલાવે છે વાપી?”

મે આર્યા સામે જોયુ

“છોકરી મળે એટલે”

“ચલ શિવાંગી આપણે જરા આપળા વાળાઓની ખબર લેતા આવીએ, એમને તો આજે મજા પડી ગઇ હશે સરસ સરસ છોકરીઓ જોઇને” નિશિતા

નિશિતા શિવાંગીનો હાથ પકડી ખેંચીને લઇ ગઇ.

મારી અને આર્યાની નજર મળી. એણે આંખોથી નારાજગી વ્યક્ત કરી. મે પણ આંખોથીજ જવાબ આપ્યો. એ ઊભી થઇ મારી પાસે આવી. કંઇક કહેવા જતી હતી એટલામા એની બહેનો આવી ચઢી. એ મારી સામે જોઇ રહી અને હુ એની સામે.

હવે મારામા વધારે જીરવવાની હિંમત નહોતી. હુ ત્યાથી નીકળી ગયો.

હુ સીધો લગ્ન મંડપની બહાર નીકળી ગયો. અમન મારી પાછળ પાછળ આવ્યો.

“અમન, હુ મંડપમા નહિ આવી શકુ, હુ આર્યાને કોઇ બીજાની થતા નહિ જોઇ શકુ”

અમન કંઇ ના બોલ્યો બસ મારા ખભે હાથ મુકી ઊભો રહ્યો.

“મારીજ ભૂલ છે, આર્યાએ ઘણી વાર મને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ હુ ના માન્યો તે નાજ માન્યો, હુ ડરતો હતો કે ફરીથી એજ થશે જે વર્ષો પહેલા વાપીમા થયુ હતુ અને કદાચ આર્યા પણ એજ કરશે જે કામિનીએ કર્યુ હતુ”

“હુ ડરતો હતો કે જો આર્યા એના માતા પિતા અને પરિવારના દબાણમા આવી મારા વિરુધ્ધ સ્ટેટમેન્ટ આપી દેશે તો મારી અને મારા પરિવારની જીંદગી બરબાદ થઇ જશે”

“મારા જેવા કેટલાય વિષ્ણુ એવા ગુન્હાઓની સજા ભોગવે છે રે એમણે કર્યો નથી હોતો”

“એમા પણ જો રેપ કેસ કરી દે તો”

“મને મારી જાત પર નફરત થાય છે કે મને આર્યાના પ્રેમ પર વિશ્વાસ નથી, પણ શુ કરુ એ ચાન્સ લઉ અને જો આર્યાની મક્કમતા સહેજ પણ ડગી જાય તો મારુ અસ્તિત્વ ખતરામા આવી જાય”

“કાલે પણ હુ મારા સ્વાર્થ ખાતરજ આવ્યો હતો, કારણ કે મારા સમાજમા સ્ત્રીભ્રૂણ હત્યાનુ પ્રમાણ એટલુ વધારે છે કે હવે મારા માટે કોઇ વધ્યુ નથી”

“વિષ્ણુ, ચિંતા ના કર કોઇ ને કોઇ તો મળી રહેશે”

“તુ મેરેજ બ્યુરો કે પછી લગ્ન માટેની વેબસાઇટ પર પ્રોફાઇલ મુકી જો ને”

સાચુ કહુ તો મને આઇડિયા ગમ્યો. થોડી રાહત મળી. આશાનુ એક નાનુ બાકોરુ દેખાયુ.

મે અમન તરફ જોયુ. એણે મને સાંત્વના આપી.

“આજે સાંજેજ તારી પ્રોફાઇલ બનાવી દઇએ”

અમે બંન્ને મંડપમા ગયા.

આજે હુ જ્યારે એ સમય વિષે વિચારુ છુ તો એવુ લાગે છે કે હુ કેટલો એકલો હતો, કોઇના સાથને કેટલી તીવ્રતાથી ઝંખતો હતો.

જ્યારે જ્યારે મારી અને આર્યાની આંખો મળતી મન એક ઊંડો નિસાસો નાખતુ અને હુ નજર ફેરવી લેતો. આમતો લગ્નની એક એક મીનીટ ખૂબજ પીડાદાયક હતી પણ એક આશા પણ હતી કે હજી બધા રસ્તા બંધ નથી થયા.

એક હકિકત કહુ તો હુ તમારી આગળ રહ્યુ સહ્યુ માન પણ ગુમાવી બેસીસ.

“બોલો હુ એ તો જાણવા માંગુ છુ” હુ (આદિત્ય મહેતા)

આર્યાના લગ્નના બે દિવસ તો યેનકેન વિતી ગયા પણ એનાથી પણ વધારે પીડાદાયક હતી એની સુહાગરાત, મે જેવી આંખો બંધ કરી આર્યા વિહાનની બાંહોમા મારી આંખો સમક્ષ તરવરવા લાગી, મે તરતજ આંખો ખોલી દીધી અને ઊભો થઇ ગયો.

હુ પોતાને સમજાવવા લાગ્યો કે આવુ ના વિચાર પણ જેટલુ તમે રાક્ષસ મનને રોકો એ એનાથી પણ વધારે તીવ્રતાથી વડતો પ્રહાર કરે, મારા મને પણ એવુજ કર્યુ.

એક એક ક્ષણ મારા કલ્પનાના ઘોડા મને આર્યા અને વિહાનની સુહાગરાતમા લઇ જતા. આંખો સમક્ષ ઉપસી દ્રશ્યોને દૂર કરવા કોઇપણ લક્ષ્ય વગર રૂમમા ફરવા લાગ્યો, પાછો બેસી જતો, પાછો ઊભો થતો, બાથરૂમમા જતો, બહાર આવતો, આંટા ફેરા મારતો પણ એ આર્યાને બીજાના બાહુપાશમા હોવાની કલ્પના માત્રથી શરીરમા એક ઝણઝણાટી આવી જતી. ખૂબ પ્રયત્ન કર્યા પણ સફળતા ના મળી એટલે છેલ્લે કંટાળી પથારીમા ફસડાયો. જેવી આંખો બંધ કરી આર્યાનો ચહેરો મારી આંખો સામે તરવરવા લાગ્યો. એણે બાહો ફેલાવી, હુ જેવો એને ભેટવા ગયો મારી જગ્યાએ વિહાન આવી ગયો અને એ એક એક દ્રશ્યો મારી આંખો સામે એક પછી એક તરવરવા લાગ્યા જે ક્ષણો મે આર્યા સાથે કોલેજના છેલ્લા દિવસે હોટેલમા વીતાવી હતી, બસ એમા હુ નહિ વિહાન હતો. મારાથી આંખો વધારે સમય ખુલ્લી ના રખાઇ.

એ એક એક ક્ષણ, મારા સ્પર્ષથી આર્યાના શરીરમા આવતી ઝણઝણાટી, ચુંબનથી એના ચહેરા પર તરી આવતી ખુશીથી ઊપસી આવતી શૂન્યતા, બે શરીર અને બે મન એક થવાથી તરી આવતી એ અવિસ્મરણીય તૃપ્તિ મને વિહવળ કરી રહી હતી.

એ પીડા તો મારે ભોગવવાનીજ હતી. હુ થાક્યો પછી જે થયુ એ થવા દીધુ.

હવે મારા માટે એકલા રહેવુ અસહ્ય હતુ એટલે મે બીજાજ દિવસે મે એક મેટ્રીમોનીયલ વેબસાઇટ પર પ્રોફાઇલ બનાવી દીઘી. ત્યા પણ એજ પરિસ્થિતિ. એક લાખ છોકરાઓની પ્રોફાઇલ સામે ખાલી દસ હજાર છોકરીઓ એમા પણ મારા સમાજમા જોયુ તો માંડ દસ થી બાર અને સમાજના સીમાડા થોડા વધારુ તો પચાસ થી સો. છલ્લે એક દમ લીબરલ થઇ જાઉ તો એકાદ બે હજાર. એક્ચુયલી એ વખતે તો હુ ખુશ થયો હતો કે કેટલા બધા ઓપ્શન છે પણ હકિકત અલગ હતી.

મે પેઇડ મેમ્મરસીપ લઇ લીધી. ધીરે ધીરે છોકરીઓને રીક્વેસ્ટ મોકલવાની ચાલુ કરી દીધી. હુ ખૂબજ ખૂશ થયો હતો જ્યારે પહેલી વાર એક છોકરીનો જવાબ આયો, હુ તો એટલો ખૂશ થયો હતો જણે મારા લગ્ન થઇ ગયા હોય, પણ એ ખૂશી લાંબો સમય ના ટકી. એના સપના ખૂબજ મોટા હતા અને હુ નાનો માણસ, ના જામી. એ વખતે પહેલી વાર મે સીગારેટ પીધી.

મે પ્રયત્ન ચાલુજ રાખ્યો. મે મારી મેમ્મરસીપ એક વાર રીન્યુ પણ કરાવી. કોઇ ખૂબજ હાઇ ફાઇ હતી જેના સપના ખૂબજ મોટા હતા, તો કોઇને મારી ફેમીલીથી પ્રોબ્લમ હતો, કોઇને મારો પગાર ઓછો પડતો, તો કોઇને મારો દેખાવ ના ગમતો, છેલ્લે કોઇ કારણ ના મળે તો ગ્રહો નથી મળતા.

એમ ને એમ બે વર્ષ વીતી ગયા. કંઇ મેળ ના પડ્યો. હુ નિરાશ થઇ ચૂક્યો હતો.

એક વાર મમ્મીનો ફોન આવ્યો. મમ્મીએ મને ઘરે બોલાવ્યો, કહ્યુ કે છોકરી જોવા જવાનુ છે. હુ તો ખૂબજ ખૂશ થઇ ગયો. હુ વાપી જવા ઉતાવડો હતો.

મને એવો આભાસ થવા લાગ્યા હતો કે આ વખતે મારા લગ્ન પાકા થઇ જશે.

એજ આશા સાથે હુ વાપી જવા નીકળ્યો.