21 mi sadi sanyas 6 Jitendra Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

21 mi sadi sanyas 6

૨૧ મી સદી નો સન્યાસ - 6

લેખક વિશે,

" મન જે પામે તેને પોતાની આગવી ઢબ માં

કાગળ પર ઉતારનાર છું હું , તમે તમારી ભાષા

માં લેખક કહી શકો છો. "

નવું નવું શરુ કરી ને મૂકી દેવાની ટેવ ધરાવતો ,અઢળક પ્રેમ મળે એવી ઈચ્છા રાખતો અને જીવન પ્રત્યે પોતાની અલગ જ વિચારસરણી દાખવતો અને થોડો સ્માર્ટ દેખાતો ૨૦ વર્ષ નો યુવાન એટલે હું , જીતેન્દ્ર પટેલ .

ભગવાન નો ખુબ આભાર માનું છું આ જીવન આપવા માટે .હું મોજ શોખ વગર ચલાવી શકું

છું, એક રીતે સંતૃપ્ત માણસ છું એટલે હમેશા

જેને જરૂર હોય એને આપજો એવી જ પ્રાથના

રોજે પ્રભુ ને કરું છું .

introduction જેટલું સારું છે એના કરતા સારું કામ કરવાની ઈચ્છા રાખીશ . બાળપણ થી જ કલા માં રૂચી રાખતો આવ્યો છું . કોઈ પણ પ્રસંગે સ્પીચ આપવાનું કામ બહુ ખૂબી થી કર્યું છે પણ લેખન ની વાત કરું તો ૨૦૧૪ માં મેં લખેલી એક આખી નોવેલ ખોવાઈ ગયી બોલો !

પણ ૨૦૧૫ માં લખેલા લેખો માંથી અમુક matrubharti માં પ્રકાશિત થયેલા છે .હાલ ' dreamer boy ' નામ ની નોવેલ પર કામ ચાલુ છે જે મારા engineering નો અભ્યાસ ૨૦૧૭ માં પતે એટલે લોન્ચ થશે .દરેક વાચક ને વિનંતી કે whatsapp કે facebook દ્વારા

આવતા દરેક પ્રતિભાવો હું વાંચું છું અને બને તો

અનુસરવાનો પ્રયત્ન પણ કરું છું .કદાચ ક્યારેક

કોઈ ને પ્રત્યુતર આપવાનો રહી ગયો હોય તો

માફ કરજો અને ફરી મને જણાવજો .મારા વિશે વધારે મારા કામ થી જણાવીશ

૨૧ મી સદી નો સન્યાસ - 6

આપડે આગળ જોયું કે જીતું એક બાજુ પલ્લવી ને ગુમાવવા ના ગમ માં હતો અને બીજી બાજુ 'મિશન પરબીડિયું ' માટે ચિંતિત !

એને મહા મેહનતે એટલું જાણી લીધું કે પરબીડિયું મોકલનાર તેની કોલેજ માં જ છે .

હવે આગળ ,

ફોન કટ કરી દીધો પણ મારી ધડકનો જોર જોર થી નગારા વગાડી રહી હતી ,હવે સમય હતો અસલી મોહરા ને પકડવાનો ,

બીજે દિવસે કોલેજ પહોચતા ની સાથે જ ક્રીમ બ્રાંચ જેમ વોચ ગોઠવે એમ પાર્કિંગ માં વોચ ગોઠવી ને બેઠો હતો ,

પાર્કિંગ માં અમુક કપલીયા ઓ બેઠા હતા કદાચ મને જોઈ ને એમને ડીસ્ટર્બ થતું હશે એવું મને લાગ્યું .પણ મારે પણ ત્યાં રેહવું જરૂરી હતું

બરોબર સાડા દસ વાગ્યે બ્લેક કલર ની એજ ગાડી એ એન્ટ્રી મારી ..ઝુમ્મ્મ્મમ કરતી આવી ને ત્રીજી લાઈન માં ગાડી પાર્ક થઇ .

હું મારી આંખો માં 5x d .s .l .r કેમેરો હોય એમ તૈયાર જ બેઠો હતો કે કોણ ઉતરે છે એમાંથી !

અને આ શું ?

ખુલ્લા હાથે ૪૪૦ વોલ્ટ ના વાયર ને અડકી ગયો હોય અને ઝટકો જ ના લાગે એવી સાવ કોરી હાલત થઇ ગયી હતી ,

ધડકનો જાણે ફાસ્ટ ધબકવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવા જઈ રહી હોય એમ લાગી રહ્યું હતું ,

આંખે કાળા rayban ના ચશ્માં , સાથળ પર ફાટેલું જીન્સ અને કમર માં એક દમ પાતળી પટ્ટી વાળો બેલ્ટ , રેશમી સ્કાય બ્લુ કલર નું ટોપ પેહરી ને ઉતરેલી એ અપ્સરા બીજું કોઈ ની પણ ધ્વની !!!!!

હા , એ ધ્વની હતી , બે ઘડી મગજ ચક્રમ થઇ ગયું .

એનો મતલબ કે મને party નો પાસ મોકલનાર બીજું કોઈ ની ધ્વની હતી ,

એ પરબીડિયું મોકલનાર ધ્વની હતી ,

મતલબ મારી પરિસ્થિતિ ને સમજનાર વિસ્મય નહિ પણ ધ્વની હતી !

હું જરા પણ સમય વેસ્ટ કરવા નહોતો માંગતો ,

હું તરત ધ્વની જોડે ગયો અને એ કાર નો દરવાજો લોક કરી જ રહી હતી અને પાછળ થી આવી ને મેં હળવા સ્વર માં કહ્યું ,

"you are so cute dhwani "

ધ્વની એ પાછળ ફરી ને જોયું ને એના ખુલ્લા વાળ મારી આંખ માં વાગ્યા ,હું આંખો મળતો હતો અને ધ્વની એ એના હાથ થી મારા હાથ મારી આંખો પરથી દુર કર્યા અને જે કરંટ મારા આખા શરીર માં પ્રસરી રહ્યો હતો કહી ના શકાય .

એને મારી આંખો માં ફૂંક મારી ને રાહત આપવાનો પ્રયત્ન કર્યો પણ હું તો એના હોઠો એ જોતો રહ્યો .

"thank you " કહી ને ધ્વની એ જવાનો પ્રયત્ન કર્યો પણ આટલું બધું જાણ્યા પછી મારું મન નહોતું માનતું એને જવા દેવા પરંતુ હું પણ કઈ કહી ના શક્યો .

આખો દિવસ મગજ માં બધું ભમી રહ્યું હતું પણ હવે બધું ક્લિઅર હતું કે પેલો પાસ ધ્વની એ ર માટે મોકલ્યો હતો અને એને જ કીધું કે પલ્લવી સારી છોકરી નથી દુર રહેજે !

મતલબ કે બાળપણ માં હું જેને મિત નો માલ સમજતો હતો એ કદાચ મારો ........

હવે મારે બીજું કઈ વિચારવું નહોતું .હું બીજા દિવસે પણ એજ સમયે પાર્કિંગ માં પહોચ્યો મેં જોયું કે પાર્કિંગ માં બીજા કપલો એન્જોય કરી રહ્યા હતા .હું બસ બ્લેક ગાડી ની રાહ માં હતો અને ફરી એજ ઝુમ્મ્મ્મમ ....અવાજ સાથે ગાડી પાર્ક થઇ .આજે ધ્વની એ વાળ બાંધેલા હતા અને માથા માં એક લાંબી સળી ભરાવેલી હતી .સફેદ કલર નો ડ્રેસ જેમાં ગુલાબ પથરાયેલા હતા એના પર બહુજ સુંદર લાગતો હતો .હું ધ્વની પાસે ગયો એ દરવાજો લોક કરી રહી હતી અને મેં પાછળ થી બોલાવી અને જેવી એ ફરી અને એ કઈ બોલે એ પેહલા જ મેં મારા હોંઠ એના હોંઠ પર મૂકી દીધા !

********************************************************************************

વાચક મિત્રો માટે ,

આ નવો વળાંક કઈ તરફ જશે ?

જીતું ના આ પગલા પર ધ્વની નું શું રીએક્શન હશે ?

પલ્લવી ખરેખર નઈ સારી હોય ?

********************************************************************************************

તમારા અભિપ્રાય નીચે આપેલાં કોઈ પણ માધ્યમ દ્વારા મોકલજો। અને ના ફાવે તો છેવટે મોબાઈલ પર મેસેજ મોક્લી ને નોવેલ ને મદદ રૂપ થઇ શકો છો.

Jitendra.officially@facebook.com

jitendraking7@gmail.com

whatsapp : 9408690896

matrubharti comment box.

આ પ્રક્રિયા ઘણી ફળી છે અમુક વાચકો ના અભિપ્રાય પ્રમાણે નોવેલ ને રૂપ આપ્યો છે.

અને નવો પાર્ટ ક્યારે આવશે એની તારીખો જાણવા મળજો વોટ્સએપ પર .

અને હા આપના મંતવ્યો ની હું કાગડોળે રાહ જોઈ રહ્યો છું .