8- LEKHIKA lekhika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

8- LEKHIKA

અંક – ૨

નમસ્તે.....

તમારે બાળક બનવું છે ? તમારા બાળપણને માનવું છે. એક હાથમાં ચડ્ડી અને એક હાથમાં સાયકલના હેન્ડલની મજા ફરી માણવી છે. બિન્દાસ્ત મસ્ત મૌલા થઈ ને ફરવું છે. જો તમારે તમારા બાળપણમાં ખોવાઈ જવાની ઈચ્છા હોય તો એક ક્લિક સાથે ડાઉનલોડ કરો અને બાળપણની મજામાં મસ્ત થઈ ખીલી ઉઠો.....

સાયકલ શીખવાનો પ્રથમ અનુભવ (હાસ્ય લેખ)

મારો સાયકલ શીખવાનો પહેલો અનુભવ એટલો સારો પણ ન હતો કે કોઈને કહી શકું..... પરંતુ એટલો ખરાબ પણ ન હતો કે, યાદ ન રાખી શકું, પણ સાયકલ શીખવાનીમજા જ ઓર હોય છો. આખા અઠવાડિયામાં એક રવિવાર આવે એટલે, ખરે બપોરે બે વાગ્યે ઉપડયે. રામભાઈ પણ અમારા જેવા ટેણીયાઓને જુએ એટલે તરત જ આંખોના ડોળાધુમાવતા સામે જુએ.

અમારી બાજુમાં આવે એટલે અમને ઘણી તકલીફ પડે. કેમકે, એમની હાઈટ સાત અને અમે ટેણીયાઓ એટલે અમારે ઉચું જોવું પડે, પણ રામભાઈ ભારી ફરેલા મગજના અમારી પાસે આવી નીચે બેસે તોય અમારે તો ઉંચે જ જોવાનું, અમારી આંખ સામે આંખ મેળવી એવા ડોળા ઘુમાવે કે અમારી સાથે બે-ત્રણ ટેણીયાઓ ને જાણે જમાલગોટો ખાધો હોય એવું પ્રેશર આવે, અને આજુબાજુ જોયા વગર જ ઘરનો રસ્તો કાંપે...

આપણે બંદા બહુ જમાલ ગોટો કે જુલાબગોટી આપણા મોઢા પર બીકના નામ નિશાન નહી, પણ મનમાં તો એવો ફફડાટ હોય કે જો આ લંબુ હાથ લગાવશે તો પછી ઘરની અગાશીએથી સીધું જ ઘરમાં ઉતરવું પડશે.....પછી શું ?

આપણાથી રહેવાય નહી, એટલે થોડા રૂઆબ સાથે કહેવું પડે, સાયકલ ભાડે જોય છે. મારાથી રુઆબમાં તો બોલાય ગયું, એટલે પોતે પણ ગબરશીંગ બોલતો હોય તેમ બરાડે, શીખવાડશે કોણ...... રામજી ?? (રામજી એટલે તેમનું હુલામણું નામ) એટલે હુય આજુબાજુમાં નજર કરી, અને એક રૂપિયાના બે સિક્કા બતાવું.

રામભાઈ ફરી ગરમી પકડી ગણગણે એક કલાક સાયકલ ભાડે જોઈએ પણ રૂઆબ તો સંકલ ખરીદવા આવે એવો રૂઆબ કરે, આ સાથે મારા હાથમાંથી એક રૂપિયાના બે સિક્કાને એવો તો ઝાપટ્યો કે, JAJA જાણે ઉંદર દેખીને બિલાડી ટુટી પડે, અને પછી એક નાનકડી સાયકલ હાથમાં રમકડું ઉંચકતા હોય તેમ ઉંચકીને મારી બાજુમાં મુકી અને સિંહ ત્રાડ નાંખતો હોય એવું મોં ફાડી ને ત્રાડુકે..... બે ને દસ થઈ છે. એટલે હું પણ સામે ડોળા કાઢી બોલ્યો...... તો ?

તો, વાળો થા માં..... ત્રણ ને દસે સાયકલ અહીં હાજર જોય ? આપણો પણ પહેલો દિવસ, વળી સાયકલ આવડે નહી એટલે કાંઈ બોલાય નહીં, પણ મનમાં તો કહી જ દીધું કે, સાયકલ આવડી જવા દે પછી ખેર નથી..... મિ. રામલાલ.

રામભાઈ એ, તો સાયકલને ઘોડી ચડાવી બાજુમાં મુકી...., બાજુમાં પડેલી સાયકલ મને તો ઘોડા જેવી લાગી, મને ઘોડેસવારીનો બહુ શોખ, એટલે ઘરના સહુ કહેતા મોટો થઈને તબેલો જ કરશે ? પણ આપણા મનમાં તો ફણગા ફૂટ્યા જાણે માથે પાઘડી બાંધીને ઘોડીએ ચડવાનો વખત આવી ગયો. મને આમ વિચારતો જોઈ રામભાઈ બોલ્યા, અરે ઓ દોઢફૂટ્યા.. સાયકલ લઈ ને હાલતો થા, આમ ઉભો ઉભો રૂપાળી કન્યાને જોતો હોય એમ જોયા રાખીશ તો મારી સાયકલને નજર લાગી જાશે ?

પછી......ભાન થયું, હારું ધોડીએ ચડવાની તો હજુ વાર છે, આજુ બાજુ માં જોયું, વાત સાચી હતી, આપણા સૈનીકો તો પહેલા જ પલાયનવાદી સાબિત થયા, અહીં જાનૈયા તો શું ? અમારી શેરીમાં રખડતી કાયળી કુતરીય નહોતી, અને બીતા બીતા જ મારા હાથ હેન્ડલ પર ગયા એટલે રામભાઈ ઉભા થઈ ફરી બાજુમાં આવી ઘોડી ઉતારી બોલ્યા, હવે અહીંથી જાવાના કેટલા લેવા છે તારે....?? અનાયાસે મારા મોઢામાંથી નીકળી ગયું બે રૂપિયા.....!

આ સાંભળીને રામભાઈ થોડે સુધી ગુસ્સામાં વળાવી ને ગણગણતા ચાલ્યા ગયા. થોડે આગળ જઈ ને ઉભો રહ્યો, અને પાછુ વળીને જોયું.....ત્યારે ખબર પડી. વાહ....! આપણને તો સાયકલ આવડી ગઈ. મનમાં તો ફટાકડા ફુટવા લાગ્યા, ત્યાં તો આપના પલાયન થયેલ સૈનિકો ફરી રણમેદાનમાં આવી ગયા, અને આપણે તો સૌ રક્ષસોના રાજમાંથી ચન્દ્રમુખીને જીતી આવ્યા હોય એવા વત સાથે સાયકલ સામે જોઈને કહ્યું, જોયું ને......તમે બધાં તો ધણી ફૂટે તેમ ઉડી ગયા, પણ આપણે તો આજ સંકલ શીખીને જ રામભાઈને બતાવી દેવું છે.

ખુલ્લા મેદાન સુધી તો સાયકલને દોરી ગયા. સાયકલ શીખવા વાળો હું એક, પણ શીખવાડવા વાળા બે બીજા, આપણે નાના એટલે, બહુ દુર તો જવા ન દે, એટલે અમારી સોસાયટીની પાછળના મેદાનમાં ગયા પછી ખબર પડી કે, નવેરામાંથી આવતી ઠંડી હવા, આટલી મિક્સમાં કેમ આવે છે ? મેદાન હતું તો ખાલી જ. થોડે દુર એક માજી લોટે બેઠેલા જોયા. એટલે અમે સમજુ અને ડાહ્યા હોવાથી અમારી દીશા ફેરવી નાખી.

હું સાયકલ પકડીને ઉભો અને મારી ડાબી અને જમણી બાજુ કાનીયો અને મુનીયો બેય હેન્ડલ અને કેરીયલ પકડીને ઉભા રહી ગયા.

કાનીયો કહે, બેસ તું તારે, અમે તને પડવા નહીં જ દઈએ. મેં પણ હિંમત કરીને સાયકલ પર બેસવાની કોશીષ કરી બેઠા પછી તો જાણે ઘોડા પર બેઠા જેવો મનમાં આનંદ હતો, પણ બેઠા પછી બે હાથ ને તો હેન્ડલ પર ગોઠવી દીધા, પણ પગ તો વડલામાં ટીગાતી વડવાઈની જેમ ટીગાયેલા અને કાનીયો અને મનીયો સાયકલ ચલાવે અને આપણે તો હેન્ડલ પકડીને આરામથી બેઠા.... પણ પેન્ડલ ફરતું ફરતું ઉપર આવ્યું, ને....મારા પગમાં જે ભંગાણ પાડ્યું, અને મારા મોઢેથી ચીસ સાથે નીકળી ગયું, અરે તારી ભલી થાય.

કાનીયા અને મનીયાએ એક સાથે ચીસ પાડી, શું થયું ? મેં સાઈડમાંથી પગ ઉંચો કર્યો લીલું ચકરડું બતાવ્યું એટલે કાનીયો કહે, ડફોળ પણ પગને આ નાની લાદી ઉપર રખાય ને..... એટલે એની મેળે ઉપર આવશે. મનીયો બોલ્યો મહા ડફોળ એને લાદી ન કહેવાય પેન્ડલ કહેવાય., ફરી ટ્રાય કરી, હવે સાયકલ ચાલતી હતી, પણ કનીયો અને મનીયો કેરીયલ પકડે તો !

કેમકે, હેન્ડલ પકડતા તો બરાબર ફાવી ગયું, અને પેન્ડલ ઉપર પગ ને એવા તો ચોટાડી દીધા કે, અત્યારે તો રામભાઈ પણ મને ઉંચકે તો સાયકલ સાથે ઉંચકાય......સાયકલમાં પેન્ડલ અને હેન્ડલ આ બેની જ ઓળખાણ. બ્રેકનું નામ તો સાભળ્યું પણ હજીસુધી અમને ત્રણેયમાંથી કોઈને પણ આખી સાયકલમાં બ્રેક દેખાણી નથી, હાલ તો પેન્ડલ અને હેન્ડલ આ બે માં જ ધ્યાન આપવું.

હવે તો ફાસમ ફાસ ચલાવીએ, બસ થઈ ગઈ શરૂઆત એક બાજુ કનીયો અને બીજી બાજુ મનીયો અને વચ્ચે સાયકલ પ વટથી હું પેન્ડલ મારું. જો કે, પેન્ડલ મારવાનો સવાલ જ નહોતો ઉઠતો, કેમકે કાનીયો અને મનીયો હેન્ડલ અને કેરીયલ પકડીને દોડ્યે જતા હતા એટલે પેન્ડલ તો ઓટોમેટીક ફરે....!

હવે ઝડપી ચલાવવાની શરૂઆત થઈ, ધીમે ધીમે ઝડપ પકડી સારી એવી ઝડપ, માંડ.... માંડ પકડી અને ક્યાંથી વચ્ચે, કેમ....? કેવી રીતે.....? હાથમાં લોટો લઈ જતાં દાદા વચ્ચે આવી ગયા....., મારું ધ્યાન જતાં જ બોલ્યો પણ ખરો......દાદા.....ઓ....... દાદા......દાદા......... ને આંબી લીધા, અને ધબ........ધબાય નમ: ચંદ્ર યાનની જેમ પ્રત્યારોપણ થઈ ગયું. ચંદ્રમાં નહી.... પરંતુ દાદાના બંન્ને પગ વચ્ચે.....સાયકલનું. દાદા સાયકલની વચ્ચે અને આપણું સ્થાન દાદાની કમર પર.....એટલે સાઈડના ભાગની નહી હો પાછળની સાઈડ.

દાદાનો લોટો તો...... આઠ દિવસ થયા ન નાયેલા કાનીયાને ભીંજવી અને સાયકલના પેન્ડલમાં એવો તો ભરાયો કે, જાણે પેન્ટના પાયસમા પગ એટલે એની પરિક્રમા તો ચાલુ જ હતી, અને મનીયો તો અમારાથી દસ ફુટે દુર પેલા માજી લોટે બેઠા હતા તે દિશામાં ફેકાયેલો એટલે એને તો ભૂલી ગયા.

આ પરિસ્થતિમાં પણ દાદાનો બબડાટ કાને પડ્યો, હું લોટે આયો શું ? લુંટવા નહીં ? પણ... તમારું અહીં હું દાયટું તું શેરીમાં બેહો છો ઈ બરાબર શે ? સાયકલ નીચે કનીયો અને સાયકલ ઉપર દાદા, અને દાદાની ઉપર આપણે હવે પરિસ્થિતિ કપરી બનતી જતી હતી.

દાદાને કળ વળતા તેનામાં બબડાટ સાથે સળવળાટ પણ થયો, મને તો લાગ્યું કે, સાયકલ ગઈ હવે..... સાયકલ તો ભાંગી ને ભૂકો જ, ત્યાં તો સાયકલ નીચેથી કાનીયો બોલ્યો દાદા એ તો મારો પેચો બોલાવી દીધો. દાદા ગુસ્સા સાથે બોલ્યા, પેચો.....ઓ.....હો......હો....હો..... આ બુઢાપા એ મારા હાડકા ભાગ્યા અને બાકી હતા ઈ તમે, અરે મારા ભગવાન, માથામાં તો એવો મુઢ માર લાગ્યો છે કે જાણે કિલો એકનું વજનીયું મુક્યું હોય એવું લાગે છે.

આ...હા...હા... તમ્મર ચઢાવી દીધા. થોડા ગુસ્સા સાથે બોલ્યા પેલા મારો લોટો ગોત, અને ચશ્માં નહી તો તારી ખેર નથી, દાદાને લોટાની ઉપાદી હતી અને મને સાયકલની પણ..... કનીયો પોતાના પીળા હળદર જેવા કપડા સાથે મોઢુ બગડતા ઉભો થતા બોલ્યો, મારા કપડાં બગડ્યાને પાછા તો લોટો ગોતવાની ધમકી આપો છો.

હાંકોટા અને ઉ.....હ.....હ......કર સાથે દાદા બબડ્યા, છે વેત એકના અને સાયકલ લઈને નીકળી પડ્યા છો..... ત્યાં તો મનીયો પણ રંગાયેલો આવતા સાયકલ પાસે પહોચતા આડી પડેલ સાયકલનું પેડલ પગમાં આવતા.... પડ્યો, જેવો પડ્યો એવો જ દાદાનો લોટો તો ઉછળીને દાદાના માથામાં જઈ પટકાયો... ગુસ્સા સાથે દાદા બોલ્યા એક સાયકલ સાથે ત્રણ-ત્રણ શું મરયા છો. પછી મારાથી ન રહેવાતા કહ્યું દાદા અમે તો સાયકલ શીખતા હતા. સાયકલના કટકા કરતા હોય એમ બાપા બોલ્યા, સાયકલ આ સાયકલ શીખવાની જગ્યા છે. ગામ આખું લોટે આવે ત્યાં જ તમારે સાયકલ શીખવાની જગ્યા મળી ?

અમારા ત્રણેય સામે જોતા બોલ્યા બે ને તો જોયા પણ તું ક્યાંથી ટપક્યો. મનીયો બોલ્યો ટપક્યો નથી, તમે અમારી સાયકલ વચ્ચે ટપક્યા, અને હું એવો ફેકાણો કે..... જવા દો ને..... બોલતા બોલતા કનીયો અને મનીયો ઘરે નાવા ગયા, અને હું રામભાઈને ત્યાં સાયકલ લઈને જતા પહેલા ગાયોને પાણી પીવાની કુંડીમાં સાયકલને ચતી ને બઠી પાણીમાં જબોરીને પછી ઘોડાની લગામ હાથમાં લઈને જતો હોય એમ રામભાઈની દુકાને જઈ ને ઉભો.

મને જોતા જ રામભાઈની આંખોમાંના ડોળા બટેકાની જેમ ઉપસ્યા, પછી ઘડિયાળમાં જોતાં સિંહની જેમ ગજર્યા ત્રણ ને દશની બદલે ચાર વાગ્યા..... બોલતાં બોલતાં જ સાયકલ સામે ધ્યાન જતા જ મારી પાસે આવી ને મારા માથા પર વહાલથી હાથ મુકીને બોલ્યાં, અરે વાહ..... સાયકલને તો સાફ કરી ને લાવ્યો, વાહ......વાહ..... આજ તો હું ખુશ થઈ ગયો, બોલ..... આજ તું માંગે એ આપું.

મારા મોઢામાંથી સરી પડ્યું, બે રૂપિયા, અરે એમાં મુજાય છે શું ? અને ખિસ્સામાંથી એક રૂપિયાના બે સિક્કા મારા હાથમાં મુક્યા......જેવા બે રૂપિયા હાથ આવ્યા, એવો જ હું સાયકલ મુકીને ભાગ્યો છું...... આજ સુધી ક્યારેય રામભાઈની દુકાને ગયો નથી, પણ હા મને સાયકલ આવડી ગઈ હો.....એ પણ મફતમાં........

રાનુ પટેલ

E-mail :