અંક - ૧
ભાગ – ૧
અત્યાચારની પરાકાષ્ટા
એક સમયની વાત છે. ખુબજ ક્રૂર, રૂઢીચુસ્ત ઘરમાં એક દીકરીનો જન્મ થયો. પરંતુ તે ઘરમાં સ્ત્રીની કોઈ પરવાહ કે અહેમિયત નહી. પરંતુ તે ઘરની બદનસીબી એ હતી કે સ્ત્રી જ સ્ત્રીના મોતનું કારણ બને છે, અને તે પણ સરપંચની ખુરશીના હોદાદાર.
આ પરિવારમાં એક દીકરી દીકરો છે, દીકરો કામ કરવામાં મહાચોર એટલે કે કામનો મહાચોર. તેને કામ કરવું એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત. માતા સરપંચ હોવાથી થોડો અહમ પણ ખરો. મારે કામ કરવાની શું જરૂર છે ???
માતા સરપંચ હોવાથી પોતાની થોડી ધાક બધાંને હેરાન કરવામાં પુરતો ઉપયોગ કરતો, અને દીકરી કોલેજમાં અભ્યાસ કરતી હતી. દીકરીને ભણવા ખાતર ભણાવતા હતા. તે દીકરીનું નામ માનસી હતું, માનસી ખુબજ એકલી પડી ગઈ હતી. તેના ઘરના આ વાતાવરણના કારણે તે ખુબજ માનસિક ત્રાસ અનુભવતી.
એ સમયમાં માનસીને કોલેજના એક છોકરા સાથે પ્રેમ થાય છે. જેનું નામ વીરેન હોય છે. વીરેન માનસીને ખુબજ પસંદ કરતો હોય છે, અને વીરેને આ વાત માનસીને કરી તો માનસીના મનમાં આશાનું કિરણ દેખાયું, કે તેનું કોઈ છે, તેને કોઈ મનથી ચાહે છે, કોઈ તેને પસંદ કરે છે, માનસી પણ વીરેનને પ્રેમ કરવા લાગી.
આમને આમ ઘણા દિવસો વીતી ગયા માનસી અને વીરેન ડરતા હતાં કે ઘરે વાત કરશું કે લગ્ન કરવા છે, તો શું પરિણામ આવશે તેનાથી તે અજાણ ન હતા, તેથી બન્નેએ ભાગવાનો નિર્ણય કર્યો.
આમ, તે વિચાર અમલમાં મુકીને તે બંને ભાગી જાય છે,ઘરમાં ખ્યાલ આવે છે, અને માનસીની માતા સરપંચ હોય છે તો તે ગમે તેમ કરીને માનસી અને વીરેન ને શોધે છે, અને માનસીના ભાઈને કહે છે કે બન્નેને મોતને ઘાટ ઉતારે.
આ વાત સાંભળી માનસીના પગ નીચેથી જમીન ખસી જાય છે, તે ખુબજ દુઃખી થાય છે. આ વાતને લઈને ખુબજ તકરાર થાય છે, આમ થતા થતા રાતનો સમય આવે છે, અને માનસીની માતા અને તેનો ભાઈ બંને માનસી અને વીરેનને બાંધી અને જંગલમાં લઈ જાય છે.
તે બન્નેને ખુબજ માર મારે છે, અને જેરી દવાઓ તેના મો માં ધરારથી નાંખે છે, આમ માં અને ભાઈ માનસી અને વીરેન ઉપર એટલી હદે અત્યાચાર કરે છે, કે રાક્ષસ છે, કે માણસ તેજ ખ્યાલ નથી આવતો, માનસી અને વીરેન એવો તે શું ગુનો કર્યો તો કે તેને આ સજા મળી હતી.
માનસી અને વીરેનની આ હાલતનો કોઈને ખ્યાલ ન હતો કે કોઈ તેની મદદમાં આવે બસ તેની પાસે સહન કરવા સિવાય બીજું કોઈ જ વિકલ્પ ના હતો, અને માનસીની માતા અને તેના ભાઈએ ત્રાસ ગુજારવામાં બાકી નહોતું રાખ્યું.
કોઈ દુશ્મન સાથે પણ આવો વ્યવહાર ના કરે તેનાથી પણ આકારો વ્યવહાર માનસીની માતા અને ભાઈ માનસી સાથે કરતા હતા, આમને આમ સમય પસાર થતો જતો હતો, અને અંતે માનસી વીરેનનો અંત સમય આવી જ ગયો અને અંત માં એટલી બેરહેમીથી ભર્યું મોત આપ્યું.
માનસી અને વીરેનને એક જાળ સાથે બાંધી અને ભૂખ્યા કુતરાઓને તેમની પર છોડી મુકવામાં આવ્યા. કુતરાઓએ વીરેન અને માનસીને જીવતા ફાડી ખાધા, ત્યારે તે હસતાં હસતાં તે બધું જોતા હતાં, એટલી હદે બે રહેમ માણસ હોય શકે કે તે વિચારતા જ કંપારી છૂટી જાય છે, અને વીરેન અને માનસી તે જંગલી કુતરાઓ નો શિકાર બની ગયા અને તે બંનેના હાડકા જ બચ્યા હતા, તેને જમીન માં ખાડો કરીને દાટી દીધા અને સવાર પડતાજ તે બંને ઘરે પોહચ્યા.
જાણે કશુંજ બન્યું જ નથી તેમ તે બંને ઘરે જઈને આરામ કરે છે, અને માનસીની બધીજ વસ્તુઓને પેક કરીને ગામ બાર નદીમાં ફેકી આવે છે, અને લોકો સામે ખોટા નાટક કરે છે, કે માનસીને કોઈ ઉપાડી ગયું તે મળતી નથી આવા નાટક કરે છે અને પોલીસમાં ખબર આપે છે, ત્યારબાદ પોલીસ તેની તપાસ ચાલુ કરે છે.
પરંતુ તે માતા અને દીકરો એટલા ચાલાક હતા કે પોલીસને કોઈ પણ સબુત સુધી પહોંચવા ન દીધા કે તે પકડાય શકે. આમ વીરેન અને માનસીના પ્રેમ નો એટલો કરુણ અંત આવ્યો કે ખબર નહી તેની આત્માને શાંતિ પણ મળશે કે નહિ.
Bani Dave
E-mail :