લેખીકા-10 lekhika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

લેખીકા-10

અંક - ૧

ભાગ – ૧

મારા મતે તો...... “ભોજયેષુ માતા – શયનેષુ રંભા – કાર્યેષુ મંત્રી અને કરણેષુ દાસી” આ એક વાક્ય જ સ્ત્રીના કર્તવ્યની પુરતી કરવા માટે ઓછું લાગે છે તમને ? ખરેખર તો.... સ્ત્રીઓએ જન્મથી જ કર્તવ્યની આગમાં તપીને પોતાની ચમકને સોના જેવી ચમકીલી બનાવી દીધી છે. એટલે તો સ્ત્રીઓ વગરની દુનિયાની કલ્પના કરવી પણ અશક્ય છે.

વાંચવાનું ભુલાય નહી, અને તમારા વિચારો જરૂર જણાવશો............

સ્ત્રી વગરનું કર્તવ્ય પાંગળું

સ્ત્રી વગરનું કર્તવ્ય ખરેખર પાંગળું હોય છે. મારા મતે તો કર્તવ્ય શબ્દનું અસ્તિત્વ જ શક્ય નથી. ઉપરોક્ત હેડીંગ થોડું તમને સામાન્ય લાગતું હશે ? પરંતુ મારા માટે તે શબ્દ જરાય સામાન્ય નથી ! તમે મને પાગલ કહી શકો છો ?

પરતું તમને મારો એક પ્રશ્ન છે કે, કર્તવ્યનું હેડીંગ ફકત મહિલાઓ માટે જ કેમ ? પુરુષો માટે કેમ નહીં ? માફ કરશો..... પરતું મારા પ્રશ્ન માટેનું એક કારણ છે કે, મહિલાઓ માટે ઘર હોય કે ઓફીસ, ઘરની અંદરનું કાર્ય હોય કે ઘરની બહારનું કાર્ય તે હંમેશાને માટે કર્તવ્ય અને નિષ્ઠાપુર્વક જ કરતી આવી છે અને હંમેશા કરતી રહે છે.

મને તો લાગે છે કે, પૃથ્વીના ઉત્પત્તી સમયથી મહિલાઓના કર્તવ્યની ગણત્રી હંમેશાને માટે કરવામાં આવી રહી છે, વાત ફક્ત કલયુગ કે એકવીસમી સદીની નથી થતી, પરતું..... સત્યુગની સીતા હોય કે અહલ્યા કે પછી રાધા હોય કે મીરા દરેક સ્ત્રીએ પોતાનું કર્તવ્ય બખૂબી નિભાવ્યું છે.

મારા મતે તો...... “ભોજયેષુ માતા – શયનેષુ રંભા – કાર્યેષુ મંત્રી અને કરણેષુ દાસી” આ એક વાક્ય જ સ્ત્રીના કર્તવ્યની પુરતી કરવા માટે ઓછું લાગે છે તમને ? ખરેખર તો.... સ્ત્રીઓએ જન્મથી જ કર્તવ્યની આગમાં તપીને પોતાની ચમકને સોના જેવી ચમકીલી બનાવી દીધી છે. એટલે તો સ્ત્રીઓ વગરની દુનિયાની કલ્પના કરવી પણ અશક્ય છે.

પૃથ્વી પર પ્રગતિના પ્રવાહમાં વહેવા માટે સ્ત્રીનું હોવું એટલું જ જરૂરી છે જેટલું માણસ માટે શ્વાસ લેવું જરૂરી છે. એક મકાનને ઘર બનાવવા માટે પણ સ્ત્રીનું કર્તવ્ય જ કામ લાગે છે.

સ્ત્રી પોતાના સ્ત્રીત્વ સાથે ક્યારેય સમાધાન કરી શકતી નથી, પરિસ્થિતિ કે સંજોગોને ધ્યાને લઈને સમાધાન કરી પણ લીધું તો, મનથી જ પોતાની જાતને ખોતરતી રહે છે, અને માનસિક શાંતિ ખોઈ બેસે છે. આ પોતાની જાત સાથેનું મહાન કર્તવ્ય છે.

મહિલાઓને તો જન્મથી જ કર્તવ્યની ગાંઠ સાથે બાંધવામાં આવે છે. કર્તવ્યની એવી ગાંઠ બાંધવામાં આવે છે કે, તેમના મુત્યુ પછી પણ તેમના કર્તવ્યની ગાંઠે બાંધેલા સંબંધો બમણાં નહીં પરંતું અનેકગણા વટવૃક્ષની જેમ છાયડારુપી વડલો બની ગયો હોય છે.

સ્ત્રીના કર્તવ્યની ગણત્રી કરવી અશક્ય છે, એટલે તો સ્ત્રીને “માં” ની ઉપમા આપવામાં આવેલ છે. જે અક્ષર તો એક જ છે, છતાં પણ શબ્દમાં ગણત્રી કરવામાં આવે છે, તેમજ પ્રેમની પૂર્ણતાથી ભરપુર છે.

જીવનમાં પિતાનું ખાલી સ્થાન માતા મહેનત કરીને રોજી-રોટી કમાઈને ભરી શકે છે. ૫રતું માતાનું ખાલી સ્થાન તો કોઈ લઈ શકતું નથી. માતાની પૂર્ણતાને પુરવાર કરવા એ પ્રેમ, લાગણી, બાળક જ નહી ઘરના દરેક સભ્યના શોખથી શરુઆત કરીને ભૂખ-તરસની જાણકારી જો કોઈ ને હોય તો એ “માં” છે.

મારા વિચારે તો કર્તવ્ય શબ્દની શોધ જ મહિલાની ઉત્પત્તિ પછી જ થઈ હશે ? કર્તવ્ય માટે તો સ્ત્રી એક જીવ સમાન છે. જે હંમેશા તેમની સાથે જ રહે છે. છતાં પણ ઈતિહાસના સમયથી અગ્નિપરીક્ષા દેતી આવતી સ્ત્રીઓ વિશે આપણે ક્યાં નથી જાણતા..... કારણ કે, સ્ત્રી બાલ્યકાળમાં હોય કે, યુવાકાળમાં કે પછી વૃધ્ધાકાળમાં કર્તવ્ય તો હંમેશાને માટે તેમની સાથે તો ન જ કહી શકાય પરતું તેમની માથે સવાર હોય છે.

તેમનું પોતાનું તો ફક્ત કર્તવ્ય જ બચ્યું. કર્તવ્ય પણ કેવું ? તેમના જન્મથી લઈને મૃત્યુ સુધીના જીવન માં મારાપણું ક્યારેય આવતું જ નથી. સમજણ આવે ત્યારથી તેમને સસરાના ઘરની આડમાં પરવરીશ કરવામાં આવે છે. આ તો શીખવું જ જોઈએ કાલે ઉઠીને સાસરે જાઈશ તો માવતરની આબરૂ શું રહેશે ? વાત વાતમાં વજન પૂરે છે આ સાસરું. પિતાના ઘરેથી તો હંમેશાને માટે સાસરે જવાના ભ્રમે વીસ વર્ષ સુધી જે ઘરમાં મોટા થયા તેને છોડીને સાસરે સીધાવ્યા બાદ તે ઘર પતિનું કહેવાયું.

એક બાળકી જયારે ચાલતાંની સાથે બોલતાં શીખે છે તે સમયથી પોતાની બાળકીમાં (પછી તે પુત્ર હોય કે પુત્રી એક માતાની નજરમાં તો બન્ને એક સમાન) ઘડતરનાં બીજનું રોપણ કરવાની શરુઆત કરી દે છેP

સમયની સાથે રસોઈ, ઘરકામ, શિક્ષણ, માણસની પરખ, દુનિયાની, સમાજની સમજ આ પણ સ્ત્રીનું કર્તવ્ય જ કહેવાય ને ? તમે પણ એ વાતથી ક્યાં અજાણ છો કે એક બાળકનો ઉછેર એટલે, દેશની સત્તા સંભાળવા બરાબર... બાળપણનો ઉછેર જ તેમની યુવાનીના ધડતરનો સાચો સહારો બની શકે છે.

એ જ કન્યા જયારે પોતાના ઘરને4 પોતાની જન્મભુમી જે ઘરમાં તે જન્મી મોટી થઈ તેમનું બાળપણની એક એક પળને પસાર કરેલા ઘરને છોડીને બીજાનાં ઘરને પોતાનું બનાવે છેP

જે ઘરના આંગણમાં પગ મુકે છે ત્યારથી જ તેમના કર્તવ્યની શરૂઆત થઈ જાય છે. આગણું પસાર કરીને ઘરમાં પગ મુકતાં જ કર્તવ્યનો ટોપલો તેમના માથા પર મુકીને એક સ્ત્રી એટલે કે તેમની સાસુ પણ નિરાંત નો શ્વાસ લે છે.

તેમને સાસરે વળાવતી તેમની માતા માટે પણ આ ઘડી તેમના મહાન કર્તવ્યની જીવતી જાગતી તસ્વીર છે, પરતું એક સ્ત્રી માટે પોતાનાં હદયના ટુકડાને દુર કરવો તે કપરું છે, પરંતું સમાજનાં નિયમને ધ્યાને લઈને જો સમાજરૂપી બંધન ન હોય તો કોણ માં પોતાની દીકરીને દુર કરવાનો વિચારસુધ્ધા કરે ? આ પણ સ્ત્રીનું કર્તવ્ય જ કહેવાય ને ?

જે ઘરમાં પગ મુકીને અપનાવ્યું, સ્ત્રી માટે તો આ બીજા જન્મથી કમ તો છે જ નહી. ત્યાબાદ સ્ત્રી નવ માસ લોહી માસથી સિંચન કરી જીવથી પણ વધારે જતન કરીને પોતાના અંશને જન્મ આપે છે, તેમાં સંસ્કારોનું સિંચન કરી તેમને સમાજને લાયક બનાવે આ પણ સ્ત્રીનું કર્તવ્ય જ કહેવાય ને ?

સ્ત્રી ફક્ત “માં” ના રૂપમાં જ નહિ, દરેક સ્વરૂપમાં, દરેક કાર્યમાં એટલે કે, ઘર હોય કે ઓફીસ કે પછી દુઃખ હોય કે સુખ દરેક કાર્યમાં કર્તવ્યરૂપી ભવ્યતાની મહાન પાઠશાળા છે.

સ્ત્રી વગર તો કર્તવ્ય પણ પાગળું પુરવાર થઈ શકે છે, અને કર્તવ્ય વગરની સ્ત્રી શક્ય જ નથી. કર્તવ્ય અને સ્ત્રી બન્ને એકબીજાના પુરક છે.

કીર્તિ ત્રાંબડીયા,

મો. ૯૪૨૯૨૪૪૦૧૯

E-mail :