LEKHIKA lekhika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

LEKHIKA

અંક - ૧

ભાગ – ૧

નમસ્તે.....

આ ઈ-બુક એટલે અમારા માટે આનંદનો સાગર છે. આમ તો માતૃભારતી.કોમ પર લખવાનો અવસર પ્રાપ્ત થયો તે અમારી ખુશનસીબી છે. પરતું તેમના જ આર્શીવાદથી અમારી ડગરને હવે દોડ બનાવી રહ્યા છીએ. આ ઈ-બુક એટલે મનોવ્યથા, આનંદ, ડર, પરંપરા, રહસ્ય દર અંકે કંઈક નવું પીરસતા રહેવાની ખેવના સાથે દવે બંસી અને ત્રાંબડીયા કીર્તિની પૂરી કોશિષ છે કે, તમારી ઈચ્છા અનુસાર, તમારા મનને ગોઠતું, અમે તમને પીરસી શકીએ તેવી ઈચ્છા સાથેની શરૂઆત છે.....

વિશ્વાસઘાત

“વિશ્વાસઘાત” આ શબ્દ કેટલો દુખદાયી હોય છે, જયારે કોય વ્યક્તિ કોઈપર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે, અને તે વિશ્વાસ તૂટી જાય છે, કે તે વ્યક્તિ તેના કોઈ ષડ્યંત્ર નો શિકાર બને છે, ત્યારે વ્યક્તિને આ વાત કરતા મોત વહાલું લાગે છે, અને તે ભાંગી પડે છે, આવીજ વિશ્વાસઘાતનો શિકાર બનીને મોત પામેલી પ્રેમિકાની વાત છે.

એક યુવતી તેનું નામ દિયા હતું, તે યુવતી તેના પ્રેમીને ખુબજ પ્રેમ કરતી હતી, અને તેના પ્રેમીનું નામ દેવેન હતું, દિયા દેવેન ને ખુબજ પ્રેમ કરતી હતી અને તેની ઉપર આંધળો વિશ્વાસ પણ કરતી હતી, પરંતુ દેવેન ખાલી દિયાની લાગણી સાથે રમત કરતો હતો અને તેનો ઉપયોગ કરતો હતો, પણ દિયા તે વાતથી સાવ અંજાન હતી.

એક સમય આવ્યો કે દેવેન એ દિયાને કહ્યું કે આપળે મારા ગ્રુપ સાથે મારા ફાર્મહાઉસ એ જઈએ એક રાત રોકાસુ અને ત્યાં બધા સાથે રહેશું મજા આવશે, દિયા એ વિચાર્યું કે ચાલને હું જાઉં પરંતુ તેને એ ખ્યાલ ના હતો કે તે ખુબજ મોટા ષડ્યંત્ર નો શિકાર બનવા જઈરહી છે, દિયા તેના ઘરે ખોટું કહે છે, કે હું મારી ફ્રેન્ડ ને ત્યાં વાચવા જાઉં છું, અમ કરીને તે દેવેન જોડે તેના ફાર્મહાઉસ એ જાય છે, દિયાને દેવેન પર એટલો વિશ્વાસ હોય છે, કે તે પૂછતી પણ ના હતી કે ત્યાં તારા ગ્રુપ માંથી કોણ આવે છે, આપણે કઈ જગ્યા એ જાય છે, આમ તે દેવેન ના વિશ્વાસ પર તેની જોડે જાય છે.

જંગલ માં દેવેન નું ફાર્મહાઉસ હતું, અને ખુબજ સુમસામ જગ્યા હતી, રાતનો સમય હતો, દેવેન,દિયા, અને દેવેન ના ૪ મિત્રો હતા, તે લોકો ફાર્મહાઉસ માં ગયા અને ત્યાં જામ્યું સાથે બેઠાહતા, દિયા ખુબજ ખુશ હતી કે તે દેવેન જોડે છે, પંરતુ આગળ દેવેન શું કરશે તેની જોડે તે દિયાએ સપનામાં પણ નોહ્તું વિચાર્યું, બધા લોકો સાથે બેસીને ડ્રીંક કરી રહ્યા હતા, અને દેવેન સાથે તેના મિત્રો પણ નશામાં હતા, દિયા એજ ભાનમાં હતી, દેવેન એ દિયાને બેડ રૂમ માં જવા માંટે કહ્યું દિયા બેડરૂમમાં જાય છે, અને તે દેવેનની રાહ જોવે છે, પરંતુ ત્યાં દેવેન નહિ દેવેનનો મિત્ર જાય છે, અને દિયા નો બળાત્કાર કરે છે, દિયા ખુબજ રડો પડે છે, દેવેનને બોલાવે છે, પરંતુ દેવેન બારી માંથી બધું જોતા જોતા ખુશ થતો હોય છે, દિયાને આ જોતા ખુબજ આઘાત લાગે છે, પણ ત્યાં પોતાનું કોઈજ ના હતું, દિયા એકલીજ હતી, ત્યારબાદ દેવેન બીજા તેના ૩ મિત્રોને મોકલે છે, અને તે ૩ મિત્રો પણ ખુબજ બેરેહમીથી દિયાનો બળાત્કાર કરે છે, તેને ખુબજ હેરાન કરે છે, જયારે દેવેન અને તેના ૪ હવાશ્ખોર મિત્રો બળાત્કાર કરી કરીને જાય છે, ત્યારે તે દિયા ઉપર કેરોસીન છાંટીને જીવતી સળગાવી દે છે, આમ દિયાનો વિશ્વાસ અને તેનો પ્રેમ ભાસ્મિભૂત થય જાય છે,

બીજા દિવસે દિયા જયારે ઘરે નથી પોહાચતી ત્યારે દિયાનો ભાઈ દિયાને શોધતો શોધતો દિયાની ફ્રેન્ડ ના ઘરે પોહાચે છે, ત્યારે દિયાની ફ્રેન્ડ દીયાના ભાઈને સાચું કહે છે કે દિયા દેવેન જોડે દેવેન ના ફાર્મહાઉસ પર ગઈ હતી, દિયાનો ભાઈ દેવેન ને પકડે છે, અને બધી વાતની જાણ થતા દિયાનો ભાઈ દેવેનને અને તેના ૪ મિત્રોને મારીનાખે છે, અને ખુદ પોલીસ ના હવાલે થાય છે, આમ દિયાનો વિશ્વાસઘાત તો થાયજ છે પણ દિયાનો ભાઈ જેલ માં જાય છે, દિયાના માતાપિતા ખુબજ દુઃખીને હેરાન થાય છે, અને દેવેન નું પણ મૃત્યુ થાય છે, આમ બધાની જિંદગી ખરાબ થાય છે.

જે ફાર્મહાઉસ માં દિયાની બે રેહામીથી મોત થય હતી ત્યાં દિયાની આત્મા ભટકી હોય છે, ત્યાં કોઈ નથી જય શકતું અને દિયા તેનો વિશ્વાસઘાતનો બદલો બીજા નિર્દોષ વ્યક્તિ પાસેથી લેછે, તે ફાર્મહાઉસ એ માં જે કોય જતું હતું તેને દિયા હેરાન કરતી હોય છે.

આમ તે ફાર્મહાઉસ માં દિયા અને દેવેન ના નામથી ડરીને કોય નથી જઈશકતું, અને ત્યાં દિયા સાંજે ૭ વગ પછી તે ફાર્મહાઉસ માં દેખાય પણ છે તેવું કહે છે.

ફાર્મહાઉસ પર કોલેજ ના વિદ્યાર્થીઓ મુવી બનવા જતા હેરાન થાય છે, અને મૃત્યુ પામે છે. કોલેજ માં એક ગ્રુપ હોય છે, તેને કોલેજ માંથી એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવાનો પ્રોજેક્ટ બનાવામાં આપ્યો હોય છે, અને તે કોઈપણ વિષય ઉપર બનાવી શકાય તેવું હતું,

કોલેજનું આ ગ્રુપ કોલેજમાં બધી બાબત માં ખુબજ આગળ હતું તે ગ્રુપ માં ૨ યુવતી હતી અને ૩ યુવક હતા, ખુબજ મસ્તીખોર અને ભણવામાં પણ આગળ તેવું આ ગ્રુપ હતું તેનું બધુજ કામ કોલેજ માં ખુબજ શાબશીને પાત્ર હતું,

તો બધાજ વિચારે છે, કે કયા ટોપિક પર તે લોકો ડોક્યુમેન્ટ્રી બનાવશે, તે લોકોને કૈક અલગ જોઈતું હતું, કે જેમાં તે લોકો રીસર્ચ કરી શકે, અને લોકો સામે લાવી શકે, તો બધાજ પોતાના સજેશન આપતા હતા, તેમાંથી એક યુવક એ આ ફાર્મહાઉસ વાડી વાત ક્યાંક સાંભળેલી હતી, તો તે તપાસ કરે છે, અને ત્યાં જવાનું નકી કરે છે, બધાલોકો, તેલોકોનો કોન્સેપ એવો હતો કે આવું ભૂતપ્રેત કશુજ નથી હોતું લોકોનો અંધવિશ્વાસ અને ડર દુર કરીશકે.

આમ તે કોલેજ ગ્રુપ ફાર્મહાઉસ પર પોહાચે છે સવારના સમયે, તે લોકો સવારે ફાર્મહાઉસ ની એક એક જગ્યા એ કેમેરા ગોઠવે છે, અને તે કેમેરા ઓન રાખે છે, તેથી તે ત્યાં ગયેલાના એક એક પળને કેમેરામાં કેદ કરીને લોકો સુધી પોહચાડી શકે, આમ ત્યાં જઈને તે લોકો થોડી સાફ સફાઈ કરે છે કે ત્યાં પોતે રહી શકે, ત્યાં બધું જમવાનું લઈજાય છે, આમ આ બધુજ કેમેરામાં કેદ થતું હોય છે, તે લોકો ત્યાં મજાક મસ્તી કરતા હોય છે, આમ કરતા કરતા સમય પસાર થાય છે, સૂર્ય આથમે છે, અને અંધારું થવા લાગે છે, ૭ વાગી ચુક્યા હોય છે, તે કોલેજ ગ્રુપ એલર્ટ થાય જાય છે, કેમેરા ચાલુજ હોય છે.

દિયાના ત્યાં હોવાનો અહસાસ ની રાહ જોવે છે, અને તે અહસાસ થાય પણ છે,દિયા પહેલો અહસાસ ઇલેક્ટ્રિક દ્વારા કરાવે છે, તેથી તે લોકોની લગાવેલી બધીજ લાઈટ ચાલુ બંધ થવા લાગે છે, આવું ઘણી વાર થાય છે, તો પણ તે લોકો નથી સમજતા હોતા મજાક માં લેછે, અને ત્યાજ રહે છે, ત્યારબાદ ખુબજ અલગ અલગ અવાજો થવા લલે છે, પણ કોલેજ નું ગ્રુપ મસ્તીમાંથી ઉચુજ નથી આવતું હોતું, અને આ બધીજ ઘટ કેમેરામાં કેદ થાય છે.

આવા ઘણાજ અનુભવ મૃત દિયા એ કરાવ્યા કોલેજ ના ગ્રુપને પણ તે લોકો સમાંજવા ત્યાર ના હતા, આમ રાતનો સમય નજીક આવતો જાય છે, તો પણ તે લોકો ત્યાજ હતા, આમ રાત પડતાજ તે ગ્રુપ ના ૬ લોકોમાંથી એક ગાયબ થય જાય છે, અને બાકીના ૫ તેને શોધવામાં અલગ થય જાય છે.

ત્યાર પછી એક પછી એકને મૃતદિયા હેરાન કરે છે, અને તે ૬ માંથી ૨ યુવક મૃત્યુ પામે છે, બાકીના ૪ એક બીજાને શોધતા શોધતા એકબીજાને મળે છે, અને તે તેમાંથી એક યુવતીના શરીરમાં મૃતદિયા પ્રેવશ કરે છે, અને તે યુવતી હાલત એટલી ભયંક થાય છે, કે તે પણ મૃત્યુ પામે છે, આમ આ ૩ નું મૃત્યુ જોતા બીજી ૧ યુવતી અને બે યુવક ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે ભાગી નથી શકતા અને તે પણ ત્યાજ મૃત્યુ પામે છે.

આમ આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થાય છે કોલેજ વાળાને ખ્યાલ પડે છે, કે આ ગ્રુપ એ અળતું મોટું પગલું ભર્યું હોય છે, આમ શોધતા શોધતા તે લોકો ફાર્મહાઉસ પર પોહાચે છે, અને ત્યાંથી કેમેરા ઓ લેછે અને ત્યાં ૬ ના મૃત્યુ થયા હતા તેના દેહ ને ઘરે પોહાચાડીને અંતિમસંસ્કાર કરે છે, આમ માત્ર આ ગ્રુપ ની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ જ રહે છે, અને તેનો ઓવર કોન્ફીડંસ તેને મોતના હવાલે કરે છે.

ભૂતપ્રેત ની વાત કરીએ તો વિજ્ઞાન એ પણ માની લીધું છે કે ભૂતપ્રેત હોય છે, તો તેના એગોને ઠેસ પોહાચાડવાનું કામ માનવી સુ કરવાને કરે છે, અને હાથે કરીને મોતને હવાલે થાય છે, બસ આ વાતમાંથી એટલુજ શીખવાનું છે કે ઓવરકોન્ફિડન્સ ખુબજ ખરાબ હોય છે, આપણા વડીલોની અમુક વાત ખુબજ સાચી અને આપણા સારા માટેની હોય છે, તેથી તેના આનુભવમાં આપડો તર્ક ખોટો હોય છે.

Bani Dave

E-mail :