નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888
શીર્ષક : રામાયણ અને રાવણ
શબ્દો : 1169
સજેસ્ટેડ શ્રેણી : ધાર્મિક
રામાયણ અને રાવણ
રામાયણ અનેકો રીતે લખાયું હશે તેનાં ઉપર ઘણાં વિવેચનો પણ થયાં છે પરંતુ અમુક વાતો એવી છે, કે જે તથ્યોને જાણ્યા પછી રામાયણનું મહત્વ અને જરૂરિયાત બંને જ આપણે સમજી શકીશું. કંઈક શીખવા માટે રામાયણથી ઉત્તમ ગ્રંથ બીજો કોઈ હોઈ જ ન શકે તેવું મારું નક્કર પણે માનવું છે.
રામાયણના આઠ રસપ્રદ તથ્યો, જાણો રચના અને કથાના સત્યો:
રામાયણ ભારતીય ધર્મગ્રંથમાં એક રોચક કથા તરીકે જન-જનના માનસમાં કંડારાયેલ છે. પણ કેટલીક એવી વાતો છે, જે રામાયણને લોકો સુધી લઈ ગઈ છે. રામની કથા બધાને ખ્યાલ છે, પણ તેની રચના પાછળ અને તેની કથામાં કેટલાક રોચક તથ્યો રહેલા છે, તે આપણે જાણીએ.....
1. સૌ પ્રથમ વાલ્મિકી રામાયણ રચાઈ હતી. જેની રચના પાછળ એક એવી કથા છે કે વાલ્મિકી ઋષિ સ્નાન કરીને આવતા હતા, ત્યારે એક ક્રોંચ યુગલ મૈથુન કરતું હતું. તેમાંથી એક માદા ક્રોન્ચને એક પારાધિએ હણી. નર ક્રોંચની માયુસી જોઈ અને વાલ્મિકીએ અનુષ્ટુપ છંદમાં પ્રથમ શ્લોક રચ્યો અને એક નાયિકા વિરહમાં કઈ રીતે નાયક દુઃખી થાય તેની તત્કાલીન રાજા રામના પત્ની સીતા તેની પાસે ત્યક્તા થઈ અને આવ્યા હતા. તેને ધ્યાને રાખી અને ફેક્ટ-ફિક્શન તરીકે રામાયણ રચાયું હતું. પણ આ પહેલા પણ એક રામાયણ હતી ...
2. એકવાર શિવજીએ વિષ્ણુજીના રામાવતારની વાત પાર્વતીજીને કહેવા લાગ્યા. પાર્વતીજીને ઊંઘ આવી ગઈ, બાજુમાં કાગડાનો માળો હતો અને કાગડો આ કથા સાંભળતો હતો. તેમણે પૂરી કથા સાંભળી, તેથી તેનો બીજો જન્મ કાગભૂશંડી તરીકે થયો અને તેણે પક્ષીરાજ ગુરુડને આ કથા સંભળાવી જે ‘અધ્યાત્મ રામાયણ’ના નામથી પ્રખ્યાત થઈ. શિવજીના વરદાન અનુસાર કલિયુગમાં રામ કથા આજે પણ નિરંતરતાથી કૈલાસ પર્વની ગુફામાં સો પક્ષી, પ્રકૃતિને સંભળાવતા કાગભૂશંડી ત્યાં બેસેલા છે. આ કથાનો ઉલ્લેખ તુલસી દાસની રામાયણમાં આવે છે.....
3. તુલસી દાસનો પત્નીપ્રેમ અને તે પછી તેનાથી થયેલો વિરહ, તેની પત્નીનો કટાક્ષ અને પછી રામનામનો તાર લઈ તે ચારધામની જાતરા પર નિકળ્યા અને આખરે ચિત્રકૂટમાં આવ્યા, ત્યારે હનુમાનજીના સાક્ષાત્કાર પછી તેમણે રામાયણ રચવાનું શરૂ કર્યું. આ વાત આપણે જાણીએ છીએ. પણ, મુખ્ય વાત એ હતી કે વાલ્મિકી રામાયણ સંસ્કૃતમાં હતું અને બૌદ્ધકાળમાં પ્રાદેશિક ભાષાને મહત્વ આપવામાં આવ્યું, આથી તેમણે પ્રાદેશિક ભાષામાં પણ આપણા મહાનગ્રંથનું સત્વ જળવાઈ રહે તે માટે આ ગ્રંથની રચના કરી હતી. તેની સૌથી જુની પ્રત ‘ગીતાપ્રેસ-ગોરખપૂર’ને કલકત્તાની એક જુની લાઈબ્રેરીમાંથી પ્રાપ્ત થઈ છે. તે ખરેખર આખરી ગણવામાં આવે છે....
4. રામાયણ ભારતની કેટલીય ભષામાં અલગ – અલગ રીતે લખાયા છે. જેમાં કથાનક ફરે છે. 'રામચરિત માનસ' ઉત્તર ભારતમાં વિશેષ રીતે પ્રખ્યાત છે. પણ દક્ષિણ ભારતમાં 'કમ્બ રામાયણ' વધારે પ્રખ્યાત છે. તો વળી વિદેશની પણ ઘણી ભાષામાં રામાયણના અનુવાદો થયા છે. તુર્કી અને ચીન જેવી ભાષામાં પણ રામાયણ રચાયું છે. દક્ષિણમાં રાવણને રામાયણના નાયક બનાવીને પણ રામાયણની રચના થઈ છે. આવા વિશેષ અને વિચિત્ર પ્રયોગો સાથે લોકમાનસમાં રામલીલા સ્થાન પામી છે.
5. દેવતાઓએ જોયું કે વિષ્ણુભગવાન તો રાજકાજમાં વ્યસ્ત થઈ ગયા અને જો તે આમ રહેશે તો રાક્ષસોને કોણ મારશે? તેથી સરસ્વતીને કહી અને મંથરાની બુદ્ધિ ભ્રષ્ટ કરાવી તેને વનવાસ આપ્યો હતો.
6. રાવણને મારવા માટે રામે ઘણા પ્રયત્નો કર્યા પણ તે ન હણાયો તેથી આખરે વિભિષણના કહેવાથી તેની નાભિમાં બાણ મારવાથી તેનું મૃત્યું થયું. આ આપણે બધાં જાણીએ છીએ, પણ તેનું વિજ્ઞાનિક રહસ્ય તેવું હતું કે રાવણ મહાન યોગી હતો. તેથી તેમણે તેને પ્રાણને કાબૂમાં રાખવાની શક્તિ મેળવી હતી. આથી જ તે આટલા લાંબા સમય સુધી જીવતો રહ્યો. જો દેવો અને દૈત્યોનો વંશ તપાસશો તો ખ્યાલ આવશે કે પુલત્સ્યની સાથે બારમી પેઢીએ દશરથ હતા. પુલત્સ્ય રાવણના દાદા હતા, તો પછી રામ વખતે રાવણ કેવી રીતે જીવતો હોઈ શકે, પણ તેની પાસે યોગિક શક્તિઓ હોવાથી તે પોતાની પ્રાણ શક્તિને નિયંત્રિત કરી શક્યો હતો. જે શક્તિને તોડવી બ્રહ્મવગર શક્ય ન હતું માટે વિષ્ણુભગવાને રામાવતાર ધારણ કરવો પડ્યો.
7. રાવણના પિતા વિશ્રવા બ્રહ્મઋષિ હતા અને તેના માતા કૈકસી દૈત્ય કન્યા હતી. તેથી, વિભિષણ અને કુબેર દેવતાઓ જેવું જીવન જીવ્યા અને રાવણ, કુંભકર્ણ દૈત્યો જેવા થયાં.
8. 'રામચરિત માનસ'માં કુલ 7 કાંડ જણાવવામાં આવ્યા છે. તેમાં પહેલો કાંડ છે બાલકાંડ, બીજો અયોધ્યા કાંડ પછી અરણ્ય કાંડ, તેના પછી કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને અંતમાં ઉત્તર કાંડ.
આ તો થઈ રામાયણનાં તથ્યોની વાત, એવી ને એવી રીતે રામચરિતમાનસ તેમજ વાલ્મિકી રામાયણ એમ બંને રામાયણનાં આધારે રાવણની કેટલીક ઈચ્છાઓ હતી કે જેના આધારે જ તે રાક્ષસી વૃત્તિનો છે તેમ કહી શકાય. રાવણ રામ એટલેકે ઈશ્વરની સત્તાનો જ નાશ કરવા માંગતો હતો અને જે રાવણ ભગવાનની સત્તાનો નાશ કરવા ઈચ્છતો હતો પણ સફળ ન થઈ શક્યો, કારણ કે તે વાતો પ્રકૃતિની વિરૂદ્ધમાં હતી. તેનાથી અધર્મ વધશે અને રાક્ષસ પ્રવૃત્તિઓ અનિયંત્રિત થઈ જાય છે. રાવણ એવા કયા 7 કામ કરવા ઈચ્છતો હતો જે દુનિયાની સકલ બદલી શકે તેમ હતી.....
1. સંસાર માંથી હરિપૂજાને નિર્મૂલ કરવી – રાવણનો ઈરાદો હતો કે તે સંસાર માંથી ભગવાનની પૂજાની પરંપરાને જ સમાપ્ત કરી દે, જેથી ફરી દુનિયામાં તેની જ પૂજા થાય. આવું એટલે કરવા ઈચ્છતો હતો કે તેમણે ભગવાનની શક્તિને જાણી, પ્રમાણી અને તેના જેવી શક્તિ પણ પ્રાપ્ત કરી અને લોકોને બતાવવા ઈચ્છતો હતો કે દુનિયામાં ઈશ્વર જેવું કોઈ તત્વ નથી, છે તો એક કાળ છે (માટે તે શિવને મહાકાળ કહેતો અને તેની પૂજા કરતો) અને તેથી કોઈએ ઈશ્વર સામે વેદિયા વેડા કરવાની જરૂર નથી.
2. સ્વર્ગ સુધીના પગથીયા – ભગવાનની સત્તાને પડકાર આપવા માટે રાવણ સ્વર્ગ સુધીના પગથીયા બનાવવા ઈચ્છતો હતો, જે લોકો મોક્ષ કે સ્વર્ગ મેળવવા માટે ભગવાનને પૂજે છે, તે પૂજા બંધ કરી રાવણને જ ભગવાન માને. આખરે તો તેની ઈચ્છા એ હતી કે લોકો અવકાશમાં જઈ શકે. આવું હાલ થઈ રહ્યું છે. તે એવી લંકા પણ બનાવવા ઈચ્છતો હતો જે અવકાશમાં તરે આજે પણ ઈન્ટરનેશનલ સ્પેશ શટલ તરી રહ્યું છે અવકાશમાં.
3. સમુદ્રના પાણીને મીઠું બનાવવું – રાવણ સાતેય સમુદ્રના પાણીને મીઠું બનાવવા ઈચ્છતો હતો. આજે આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, કે સમુદ્રના પાણીને મીઠું કરી અને તેને ઉપયોગમાં લઈ શકાય. જેનો વિચાર રાવણને તે કાળમાં આવી ગયો હતો.
4. સોનામાં સુગંધ ભેળવવી – રાવણ ઈચ્છતો હતો કે સોનામાં સુગંધ હોવી જોઈએ. રાવણ દુનિયાભરના સુવર્ણ પર કબજો જમાવવા ઈચ્છતો હતો. સોનાને શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે તે તેમાં સુગંધ સ્થાપવા ઈચ્છતો હતો.
5. કાળો રંગ ગોરો કરવો - રાવણ પોતે કાળો હતો, માટે તે ઈચ્છતો હતો કે માનવ પ્રજાતીમાં જેટલા પણ લોકોનો રંગ કાળો છે, તે ગોરો થઈ જાય. જેનાથીકોઈ મહિલા તેનું અપમાન ન કરી શકે. ડિએનએ ચેન્જ લાવવાનો તરીકો તેની પાસે સારી રીતે હતો, તેથી તે માનવને મૃગ બનાવવા અને પોતાના દેહના સ્વરૂપને પણ બદલી શકતો હતો. હજું આપણું મેડિકલ સાયન્સ ત્યાં સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી રહ્યું છે.
6. લોહીનો રંગ સફેદ થઈ જાય – રાવણ ઈચ્છતો હતો કે માનવ લોહીનો રંગ લાલમાંથી સફેદ થઈ જાય, જ્યારે રાવણ વિશ્વવિજયી યાત્રા પર નીકળ્યો હતો, ત્યારે તેણે ઘણા યુદ્ધ કર્યા હતાં. કરોડો લોકોનું લોહી વહાવ્યું હતું. બધી નદી અને સરોવરો લોહીથી લાલ થઈ ગયાં હતાં. પ્રકૃતિ અસંતુલિત થઈ રહી હતી. આ માટે રાવણને દોષી માનવામાં આવતો હતો, તો તેણે વિચાર કર્યો કે લોહીનો રંગ લાલ હોય, તેના કરતાં સફેદ હોય તો કોઈને ખબર ન પડે કે કેટલું લોહી વહ્યું છે, તે પાણીમાં મળીને પાણી જેવું થઈ જશે.
7. શરાબની દુર્ગંધ દૂર કરવી – રાવણ શરાબની વાસ પણ દૂર કરવા ઈચ્છતો હતો. જેથી સંસારમાં શરાબનું સેવન કરાવી અને અધર્મમાં વધારો કરી શકે.
અને એટલે જ રાવણનો અંત થાય તે જ યોગ્ય હતું. રામ જન્મ પણ પૂર્વનિર્ધારીત જ હતો પરંતુ તેમ છતાં રાવણનો અંત આવે અને રામરાછ્ય સ્થપાય તો જ ઈશ્વર પરની માનવીની શ્રધ્ધા કાયમ બને અને બસ એમ જ આપણે પણ માત્ર આપણાં મનમાંથી રાવણને કાઢીને રામ ને પ્રવેશ કરાવવાનો છે પછી જિંદગી ખરેખર જીવવા લાયક બનશે.